________________
૯૪
હતા. પણ સૌએ નિજી યાગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી પુરું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શક્તિ રહેલી છે. રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવા હતાં. ગુરૂગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી પરના જ માનવા હતા. પિતૃભક્ત અભય અને પિતૃઘાનના દોષથી લિપ્ત કોણિક બને એક જ પિતાના પુત્ર હતા.
પુંડરિક અને કંડરિક બને એક જ માતાના સંતાન હતા. સમાનકાળ, સમાનભાવ, સમાનશકિત, સમાન આલંબન છતાં દરેકના કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. કાં સજ્જન શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્મા અને કયાં માનવ છતાં ભયં કર દાનવ જેવા અધ્યાત્મી.
જ્ઞાન જગત્તત્ત્વને જગતના ભાવાને સમજવા માટે છે. જેમ ઘરમાં દરવાજો હોય તો દુર્જન પણ આવે અને સજજન પણ આવે પરંતુ સન્માન તે સજજન થાય. દુર્જન—ગુંડા ઘરમાં ઘુસી ગયો હાય તો કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તા દુનિયા આપણી જ મશ્કરી કરે કેવા મૂર્ખ! ખુદના ઘરનું પણ ધ્યાન રાખી શકતા નથી... તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા સાથે સંબંધ છે. તારુ જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી થયું છે. કાન વડે તે ઘણું સાંભળ્યું છે, આંખ વડે તે ઘણું જોયું છે. પણ જેટલું જોયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા તું સમ છે. પણ પરમાત્મા મહાવીરનું વચન સદૈવ સ્મરણપથમાં રાખજે, “ નય દિઠ સુય* સવ્વ” જરા ભૂલ કરી તેા અણુબાબ...વિશ્વના સમસ્ત વિસ્ફોટ દ્રવ્યો જે વિનાશ નહિ સર્જે તે તારૂ એક અસંયમિત વચન વિનાશ નેતરશે. એ વિનાશ એવા ભયંકર હશે જેના હાહાકાર સાંભળતા નું પણ પાગલ બની વિનાશના ખપ્પરમાં બલિના બાકડાની જેમ હામાઈ જઈશ.