________________
હતા. પણ સૌએ નિજી યોગ્યતા મુજબ ખુદની જરૂરિયાત જ્યાં જ્યાંથી પુરું થાય ત્યાંથી ગ્રહણ કરી તેમ આ વિશ્વમાં અનેક શકિતઓ રહેલી છે.
રામચંદ્ર અને રાવણ પણ આ પૃથ્વીના માનવો હતાં. ગુરૂગૌતમ અને ગોશાલક પણ પૃથ્વી પરના જ માનવો’ હતા.
પિતૃભકત અભય અને પિતૃઘાતના દોષથી લિપ્ત કોણિક બંને -એક જ પિતાના પુત્ર હતા.
પુંડરિક અને કંડરિક બંને એક જ માતાના સંતાન હતા. સમાનકાળ, સમાનભાવ, સમાનશકિત, સમાન આલંબન છતાં દરેકના કાર્ય અને આદર્શમાં આકાશ અને પાતાળનું અંતર છે. જ્યાં સજજન શિરોમણિ મહામાનવ સમા ધન્યાત્માઓ અને કયાં માનવ છતાં ભયંકર દાનવ જેવા અધ્યાત્મીઓ.
જ્ઞાન જગતને જગતના ભાવોને સમજવા માટે છે. જેમ ઘરમાં દરવાજો હોય તો દુર્જન પણ આવે અને સજજન પણ આવે પરંતુ સન્માન તે સજજન થાય. દુર્જન–ગુંડો ઘરમાં ઘુસી ગયો હોય તે કોઈને વાત પણ ન કરાય. વાત કરીએ તો દુનિયા આપણી જ મશ્કરી કરે કેવો મૂર્ખ ! ખુદના ઘરનું પણ ધ્યાન રાખી શકતો નથી. તેમ તારે આંખ છે. તારે કાન છે અને આંખ તથા કાનવાળા સાથે સંબંધ છે. તારું જ્ઞાન, તારી આંખ અને કાનની સહાયથી થયું છે. કાન વડે તે ઘણું સાંભળ્યું છે, આંખ વડે તે ઘણું જોયું છે. પણ જેટલું જોયું અને જેટલું સાંભળ્યું તેટલું કહેવા નું સમર્થ છે. પણ પરમાત્મા મહાવીરનું વચન સદૈવ સ્મરણપથમાં રાખજે “નય દિઠ સુયં સબં” જરા ભૂલ કરી તે આબોબ વિશ્વના સમસ્ત વિસ્ફોટ દ્રવ્યો જે વિનાશ નહિ. સર્જે તે તારૂં એક અસંયમિત વચન વિનાશ નોતરશે. એ વિનાશ એવો ભયંકર હશે જેને હાહાકાર સાંભળતા નું પણ પાગલ બની વિનાશના ખપ્પરમાં બલિના બોકડાની જમ હોમાઈ જઈશ. . - •
•. •