________________
તારું બ્રહ્મચર્ય જ અલગ પ્રકારનું બે અરણીના લાકડા ઘસાય તો વીજળી પેદા થાય. તું અલખને યોગી. તનને તાપ ન આપે અને મનને મારે નહિ. છતાં પણ નિજાનંદની મસ્તી પ્રગટે. તારા, આત્માના આનંદમાં તું એ ઘેલે બનેલો રહે કે દુનિયા સામે તને આખ ખેલીને જોવાની પણ ફૂરસદ ન હોય.
નિજાનંદની મસ્તી મેળવવા બ્રહ્મના જ્ઞાનમાં ચર્ચા કરે ફર્યા કરે. તારું લક્ષ્ય અનંતનો તાગ મેળવવાનું. અનંતનો તાગ મેળવવા સાધુ જીવનની પ્રત્યેક પળને પ્રત્યેક સમયને જ્ઞાન સાધના દ્વારા સફળ બનાવે. ઇંદ્રિયોને તું ખુશી ના કરે. પણ તારા જીવનમાં જ્ઞાન સાધનાનું સાધન બનાવે. દિયો તારી સેવામાં રહે પણ કાન ના કરે. તારું મન પ્રતિદિન શાનાર્જનમાં રહે. જ્ઞાનાર્જન કરવા ગુરુની સેવામાં રહે. ગુરુ જ્ઞાની અજ્ઞાન રૂપ અંધારા જીવનમાં જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે. જ્ઞાનીની નિશ્રામાં જ્ઞાન સિવાય ઝંખના શાની થાય ? અધ્યાત્મીની છાયામાં અધ્યાત્મ સિવાય શાની કામના પેદા થાય?
જે આનાથી વિપરીત ઈચ્છા થાય તો નું દેહને બ્રહ્મચારી પણ મનનો વ્યભિચારી.
બ્રહ્મચારી જ્ઞાનીને નથી તે ભોજનમાં રસ નથી તે વિશ્વને નિહાળવામાં રસ ઘણીવાર બ્રહ્મચારીને પિતે દેહધારી છે એ પણ ભાન ભૂલાઈ જાય છે. તેને મન સ્ત્રી, પુરુષમનુષ્ય, પશુ આવા બાલભેદ નહિ. મારી સાથે એક સત્ ચિદાનંદ જયોતિર્મય સિદ્ધ સ્વરૂપી આત્મા હું પણ આ જ સિદ્ધતુલ્ય આત્મા.
દેહની ભૂખ બ્રહ્મચારીને ના સતાવે, જ્યાં દેહીપણાનું ભાન ભૂલાય ત્યાં દેહને શણગારવાનું મન થાય ?
જેમ તપસ્વી છતાં સ્કૂલ શરીર ના હોઈ શકે. જેમ સતી છતાં મર્યાદા રહિત ના હોઈ શકે. જેમ સરિતાના જળ છતાં ખારાં હોઇ શકે.