________________
૮૨
નિમ બ્રહ્મચારી અને વિભૂપા આ બે સાથે ના હોઈ શકે.
ખૂબ શાંત સ્વસ્થ મને વિચારજે, ઉતાવળ ના કરતો. વિભૂષા કોને ગમે? પોતાની કિંમત બીજાની પાસે કરાવવી હોય તેને ! દુનિયાની પાસેથી જેને રૂડા રૂપાળાના સર્ટીફીકેટ જોતાં હોય તેને ?
કામાંધ વિષયોધો જે રૂપ જે વિભૂપાથી બે પળ પ્રશંસા કરે છે " તે તમે સારા છો માટે નહિ પણ જેમ ભમરો પુષ્પ પરથી રસ પીવો હોય તે માટે મધુર ગૂંજન કરે છે તેના જેવું સ્વાર્થભર્યું વલણ છે.
સાવધ રહેજે ક્ષણની વિભૂપાથી આ સમગ્ર આધ્યાત્મિક શક્તિને નષ્ટ કરી દેશે.
વિભૂપા એ એક એવું ભયંકર તત્ત્વ છે. શોભા બે ઘડીની પણ વર્ષોના વર્ષો સુધી તારા વિચારોનું અધ પતન. કોઈ રૂપવતી યૌવનાને પૂછી આવજે વિભૂવાએ તેને શું આપ્યું? પછી કોઈ સતી સાધ્વીને પૂછી આવજે સાદાઈએ મને શું આપ્યું?
એકનો જવાબ હશે યાનના...અધપતન. બીજાને જવાબ હશે આત્મીયતા આનંદ. સાધક દેહને શણગારે તો તેનું જ્ઞાન લાજે સાધક દેહને શણગારે તો તેના ગુરુ લાજે
સાધક દેહને શણગારે તે સંસ્કૃતિ શરમાઈ જાય. સાધુ વસતીમાં, ઉપાશ્રયમાં રહે પણ તેની મનોહરતા ના ઈચ્છે. સાધુ વસ્ત્ર પહેરે પણ તેને ટાપટીપ ના કરે. સાધુ પાત્રનો ઉપયોગ કરે પણ તેની ઉપરેય ચળકતા ચિતરડા ના કરે.
વિભૂષા તે કરે જેની ખુદની આત્મશક્તિના દર્શન ના થયા હોય. સાધુ બનીશ. તો દુનિયા આખી મારા દર્શને આવશે. ભક્તોના ટોળા જામશે. સાધુ થવાથી પુણ્ય પ્રબળ બનશે. વાણમાંગી વણકલ્પી - હજાર સામગ્રી તારા ચરણમાં આળોટવા લાગશે. પણ...ભૂલતો નહિ