________________
એ માનવ સમુદાય દ્વારા દર્શને નથી આવ્યો, તારા શરીરના દર્શને નથી આવ્યો, તારી સાધુતાના દર્શને આવ્યા છે. તારા ત્યાગને કારણે આવ્યા છે. લઘર–વઘર વેશમાં. મલિન દેહમાં બિરાજમાન પવિત્ર આત્માને નિહાળવા આવે છે.
ભિલું !
સાધુ બની વિભૂપા કરીશ તે તને ફળ મળશે માત્ર તુચ્છ જનરંજનનું ! દર્શનાથીઓના નેત્રોજનનું પણ ખ્યાલમાં રાખજે. કર્મબંધનું, બીજા જન્મમાં વિરૂપતાનું. પ્રભે ! પ્રભો !
મને આત્મસૌંદર્યનું ભાન કરાવે..
મારે દેહના ઠઠારા ના જોઈએ. આપના ચરણસ્પર્શ કરી કહું છું પ્રભો ! બ્રહ્મચારી બનવાની શક્તિ આપે.