________________
બન એ કહેવા દ્વારા તેને પુન: પુન: એક જ કહું છું અધ્યાત્મ વિદ્યાને પ્રથમ વિદ્યાર્થી બન. અધ્યાત્મ વિદ્યાને જે વિદ્યાથી બને છે. તે ક્યારે તેને વિશારદ બની જાય છે તે પોતે પણ જાણતો નથી. મનક !
તું ધર્મલાભ પૂર્વકના અન્નપાન આરોગીશ. તું ધર્મલાભ પૂર્વકના વસ્ત્રાપાત્ર વાપરીશ. નું તને નમનારને ધર્મલાભના આશિષ આપીશ.
પછી એક પણ પલ...અનાત્મવિદ્યામાં ગુમાવીશ તે મૃષાવાદી બનીશ. આ મનમોહક દશ્ય જરા જોઈ લઉં એમાં શું? જરા આ મધુર સ્વર સાંભળી લઉં એમાં શું? આ રસપ્રદ લખાણ જરા વાંચી લઉ એમાં શું? તેને જવાબ કોઇની પાસેથી નહિ તારી પાસેથી મેળવ... તને જોઈને, સાંભળીને વિચારીને શું લાભ થયો. સારે ગૃહસ્થ પણ ઘરમાં કચરો ના ભરે પવનથી કચરો આવે તો તુરત ઝાડું ફેરવી કાઢી નાખે, એર સ્વચ્છ થાય પછી જ હાશનો શ્વાસ લે.
મુમુ... તું મને પૂછે છે. એમાં શું? ઘરમાં કચરો નારખાય... અને તું તારા મનમાં કચરો ભરે. કચરા માટે દરવાજા ખોલે. અનાત્મવિદ્યા તરફ જોવું એટલે આત્મશત્રુઓને આમંત્રણ આપવું. અનાત્મવિદ્યાની અભિલાષા કરવી એટલે દુ:ખની પરંપરાની અભિલાષા કરવી.
મુમુક્ષુ પૂ. જિનદાસગણિ મહત્તર આપણા જેવા વિદ્યાર્થીના કાન પકડે તેવા ગુરુ છે. સવિજજવિજાણુગયાનો અર્થ તેઓ કહે છે. “બે વાર વિદ્યા શબ્દ લૌકિક વિદ્યાના પરિહાર માટે જ કર્યો છે.” તું કહે છે મેં દુનિયા છોડી છે છતાં દુનિયાદારીની પંચાતના છોડે તો સાધુ શાને? તારી જાત સાથે કદી પણ દેખાબાજી ના કરીશ.
મુમુ... આમવિદ્યા એટલે કેવલજ્ઞાન .