________________
૧૧. સે હુ નાહિઈ સંજમં
,
વૈદકશાસ્ત્રના પારંગામી બનવા જેમ વાત પિત્ત કફના વિકારો સમજવા જરૂરી છે. જે તે ન સમજાય તે રેગના મૂળ જાણું ન શકાય. રોગ ના સમજાય તે નિદાન ન થાય... અને નિદાન ન કરી શકે તે વૈદ શાને ?
ગણિતશાસ્ત્રના પારગામી બનવું છે. બીજગણિત અંકગણિત વિગેરે અનેક શાખા પ્રશાખાઓ જાણવી છે. પણ... એકથી નવના અંકને શીખવા નથી. તે ગણિતશાસ્ત્રના રહસ્ય મળે ?
કઈ પણ વિદ્યા કેઈપણ શાસ્ત્ર કેઈપણ કાર્યમાં નિષ્ણાત બનવા પહેલાં તેના મૂળને સમજવા જોઈએ. મૂળ સમજ્યા વગર ડાળીઓને પકડવાથી શું લાભ ?
મનક! તારે માત્ર સંયમનું પાલન નથી કરી જવું પણ સંયમ દ્વારા શોભી ઉઠવું છે. સંયમમય બની જવું છે... સંયમ દ્વારા ધન્ય બનવું છે... પણ. સંયમમય બનવું સહેલું નથી સંયમમય બનવા માટે ખૂબ સાવધાની સતત ઉપગ અને તત્પરતાની જરૂર છે. સૂક્ષમતત્વદૃષ્ટિની જરૂર છે. તું સંયમનાં પાલન કેવી રીતે કરીશ ? સ યમ કયાં રાખવાનો ? સંયમ કે રાખવાને ? સંયમના પ્રકાર કેટલા? શું પ્રવૃત્તિ કરે તે સંયમમય બનાય? કયું અકર્તવ્ય કરે તે સંયમને નાશ... સંયમની વિરાધના થાય ? એ બધું તારે જાણવું જ પડે !
સુંઠના ગાંગડે ગાંધી ના બનાય” પણ.... પૃથ્વી પરની અનેક વનસ્પતિઓના નામ આવડવાં જોઈએ તેની જાતિ ઉપજાતિની ખબર પડવી જોઈએ. પ્રત્યેક વનસ્પતિના પંચાંગ ખબર હોય તે જ સાચા ગાંધી બનાય. તેમ સંયમના પાલન માટે માતાપિતા છોડયા. માથું મુંડાવ્યું, એ મુહપતિ લીધા. પંજતા પ્રમાર્જતા આવડી ગયું તેટલાથી તારી જાતને પૂર્ણ માનવાનું સાહસ ના કરતે.