________________
૧૩. અસંભ તો
જગતના સમસ્ત માનવીઓની એક વાત છે. જરૂરી કામ છે. કાર્ય ત્વરિત પૂર્ણ કરવું છે. હવે થોભવાનો સમય નથી બસ દોડવા દો અમે દોડયા જ કરીશું. નાના બાળકની જેમ નહિ પણ–નદીના ઘોડા પૂરની જેમ દોડીશું. વણથળે દોડીશું . શું દોડવાની જ મઝા માણશો. દોડવામાં જ લહાવો છે કે થોભવામાં? સવાલ જવાબની માથાકૂટ માટે ઊભે રહું તો મારી આગેકૂચ બંધ થઇ જાય.... હું દોડવાને ટેવાયેલો છું.
જીંદગી અલ્પ છે, કાર્યની વણઝાર છે. એક સેંકડ બગડે તો મારી જીતની બાજી હારમાં પલટાઈ જાય. સવારથી ઊઠું છું ને પેલી ઘડીયાળ ડંકા કરી મારા સામે અટ્ટહાસ્ય કરે છે, હું પણ સમયની રાક્ષસી માયાજાળ સામે દાંત કચકચાવી – હાથની મુઠ્ઠીઓ વાળી કંઈક નિશ્ચય કરું છું. જલ્દી દોડું છું. શૌચ – સ્નાન પતાવું જરા મોડું થશે માટે ભાગું છું. લાઈનમાં . મારો નંબર જોઈ હસું છું. ત્યાં પાછળવાળાનું બુધ હાસ્ય મને કનડે છે. ભાઈ? નંબર લગાવ્યો. લોટ કયા? આનંદ શોકમાં પલટાઈ ગયો.. જીત હારમાં ફેરવાઈ ગઈ. આ એક સંસારીની કથા જેવી મારી પણ એક વ્યથા છે.
મને સમજાતું નથી દોડું છતાં હારું કેમ? મને સમજાતું નથી અધ્યયન કરું છતાં જ્ઞાન કેમ નહિ? મને સમજાતું નથી કામ કરું છતાં ભકિત કેમ નહિ? મને સમજાતું નથી ચારિત્ર પાળું છતાં કર્મને ક્ષય કેમ નહિ?