________________
પપ
મને સમજાતું નથી તપ કરૂં છતાં કર્મને તાપ કેમ લાગતો નથી? મને સમજાતું નથી વિહાર કરૂં છતાં આત્મ વિહરણકેમ થતું નથી? મને સમજાતું નથી વિનય કરૂં છતાં ગુરુકૃપા કેમ મળતી નથી? મને સમજાતું નથી નવકાર ગણું છતાં નમ્રતા કેમ પ્રાપ્ત થતી નથી? મને સમજાતું નથી ગુણીના સમાગમમાં રહું પણ ગુણની સુવાસ, કેમ મળતી નથી.
મને સમજાતું નથી વિતાની સેવા કરૂં છતાં અજ્ઞાન કેમ દૂર થતું નથી !
મને સમજાતું નથી વીતરાગીની સેવા કરું છતાં રાગદ્વેષ દુર કેમ. થતાં નથી.?
આ પ્રશ્ન સમગ્ર સાધકોના આરાધકના છે. અને બાલમુનિ મનકની મનભૂમિમાં પણ આ ભયંકર વિકલ્પજાળ પેદા થઈ શકે તે શ્રુતકેવલી પૂ. શય્યભવસૂરિ મહારાજ જાણે છે. જીવ–અજીવના તત્ત્વોના પારગામી સાધકના મનની. બાલસાધક તેમાં પણ ખુદના લાડીલાની વ્યથાની કથા કેમ ન જાણે.?
મહાપંથના મુસાફર મનક...
તારી હારને જીતમાં પલટાવવા તારે લક્ષ્ય રાખવું પડશે. એક વાતનું પાકું ધ્યાન રાખવું પડશે. .
પિતાજી ! મમ જીવન ઘડવૈયા .
મને આપો. દિવ્ય ગુટિકા હારને જીતમાં પલટાવું આપ કૃપાએ વિજ્યની વરમાળા પહેરે
ઓ....
સાધક અધીરો ન થા. તારા માર્ગના કંટકે અને ગુલાબ બંને જાણું છું. એક લાખ વાર તારા મનને પૂછી લે “હું સાધક છું કે નહિ”
“સાધકનો જીવનમંત્ર અસંભ્રાન્ત દશા”