________________
મનક! તું મારો પુત્ર નથી, પરમાત્મા મહાવીર પુત્ર. મહાત્મા નારી પ્રવૃત્તિ જ નહીં તારી વૃત્તિ પણ મહાન. તારા વ્રત પણ મહાન. તારી આચરણા પણ મહાન. ગુરૂ ચરણે તારું સમર્પણ અનેખું અને તેના સિદ્ધાંત પણ અદ્વિતીય – તારી ભાષા પણ ઉચ્ચ પ્રભુના શાસનના સાધુના મુખમાથી જે ભાષા નીકળે તેના ઉપરથી ખબર પડે. આ વાત વાત્સલ્ય ઝંખતા શિય સાથેની છે
મહાભાગ ! તું પુણ્યશાળી બાહ્ય ઉમ્મરમાં પ્રભુના શાસનને પામ્યો – શાસ્ત્રજ્ઞાન મેળવી રહ્યો છે. મોક્ષ મેળવવાની અભિલાષાથી શુદ્ધ ચારિત્રનું પાલન કરીશ ચારિત્ર પાલન માટે માધુરી વૃત્તિ – ગૌચરી ખૂબ જરૂરી છે. ગોચરી લેવા જઈશ ત્યારે પણ ધર્મલાભ. ગૌચરી મલી કે ના મલી તે પણ ધર્મલાભ ગૌચરી લાવ્યો પણ ધર્મના લાભ માટે. ગૌચરી વાપરીશ પણ ધર્મના લાભ માટે. હવે ગૌચરી લાવ્યા બાદ મુનિ ભક્તિને ભૂલ? ગગરી દ્વારા મુનિને દેહને જીભને કયાં ખુશ કરવા છે? અને ગોચરી દ્વારા તેને તરવું છે. તેથી પેટપૂજા પહેલા પૂજ્યપૂજા યાદ આવે. પૂજ્યની પૂજા તેમને સારું લાગે– તેમને જરૂર છે માટે કરવાની? ના, ના, કોઈને ય ખુશ કરવા નહીં પોતાનો આત્મા પ્રસન્નતાની ખુશીથી ભરાઈ જાય માટે જ કરવાની છે.
કોઈની જરૂરિયાત પૂર્ણ કરે તે સહાયક પૂજયોની પૂજા આરાધના દ્વારા ભરવા માગે તે શિષ્ય. મનક!
તારું કુળ સાધુકૂળ છે. વિનય એ તારો સર્વશ્રેષ્ઠ ગુણ છે. નારા શબ્દો એવા હોવા જોઈએ જેમાં તારા હૈયાના ઉમદા ભાવો વ્યકત થતા હોય. ગુરૂ સાથે વાત કરતાં શબ્દના સારિયા નથી પૂરવાના, આપણે સાહિત્યકાર છીએ માટે ઉચ્ચ ભાષા નહિ બલવાની. ભાષા શાસ્ત્રના નિષ્ણાત છીએ માટે વ્યાકરણશાસૅના નિયમ પુરસ્સર ભાષા