________________
૭૧
દય અને સૂર્યાસ્તના
પણ મારા પ્રભુને
મારા પ્રભને
ક્રિયા કરવા યોગ્ય સમયે આરાધના કરવા ઝઝુમ્યા છે. તેની તને ખબર છે? સમસ્ત દુનિયાને વિસારી જિનાજ્ઞાના પાલન ખાતર જે સમયે જે ક્રિયા કરવાની હોય તે સમયે તે કરીને જ રહ્યા છે. આપણે તેનું ગૌરવ લઈએ છીએ. તે છતાં ય આપણને આપણી ક્રિયાને સમય ઉલ્લાંઘાઈ જાય તે દિલમાં દર્દ થતું નથી ? મનક !
કદાચ વાદળાનાં કારણે નિયમિત સમયે સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન ન પણ થાય. પણ મારા પ્રભુને સાધુ એટલે જગતનો ટાવર.... મારા પ્રભુને સાધુ એટલે જગતને સમય બતાવનાર.
સંવત્સરી માસી – પખી – કલ્યાણકની આરાધના જે દિવસે કરવાની હોય તે આરાધના તે જ દિવસે કરાય તેમ પ્રતિક્રમણ. પડિલેહણ. આહાર-વિહાર નિહાર, નિદા પણ નિયત સમયે જ કરાય. અંજનશલાકા – પ્રતિષ્ઠા. દીક્ષા. વડી દીક્ષા મુહૂર્તના સમયે જ થાય તેમ સાધુના જીવનની પ્રત્યેક ચર્યા નિયત સમયે જ થાય.
- સાધુ અનિયમિત બને એટલે પોતાની જાતને પૂછે આજે આમ કેમ? તારી નિયમિતતા કેમ ચૂકાઈ? પણ. ભલા! નિયમિત કોણ રહી શકે? તે તું જાણે છે ?
તારી પાસે તો એક જ જવાબ છે. શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે. આ જવાબ તારી બહુ ભૂલ ભરેલું છે.
સાંભળી લે. શરીર રવસ્થ હોય તે નિયમિત રહી શકે તેમ ન માનતો. પણ જેનું મન સ્વસ્થ હોય તે નિયમિત રહી શકે. જેનો સમબાવ સદૈવ ટકે તે નિયમિત રહી શકે જેના હૈયામાં ઔદાર્યભાવ રહે તે નિયમિત રહી શકે. જેનું મન પ્રસન્ન રહે તે જ નિયમિત રહી શકે.