________________
મનક!
પંચમઆ વિષમ છે. હું અને મારાની પૂજામાં મહારથીઓ પણ ભૂલવાના તે પછી બાળક તારે કેટલું સાવધાન બનવાનું?
જાણે-અજાણે જાતિનું ગુમાન સવાર ન થઈ જાય. જાણે અજાણે દેશનું અભિમાન જોર ન જમાવી દે.. જાણે...અજાણે ઉપકારનું ભૂત તને ના સતાવી દે .
સરિતાની જેમ ફકત વહેતા શીખ. કોઈ પાણી પીએ છે કે નહિ? તે વિચારીશ નહિ. જંગલમાંથી પસાર થવાથી શું લાભ તે પણ વિચારીશ નહિ. બસ... અવિરત વહયા કરવાનું.
જગતના કોઈ નફા નુકશાનના વિચારમાં રખે અટવતે! એ તે ભવની ભૂલામણી છે.
જિનવચન મુજબ જિનાજ્ઞા મુજબનું તારી મસ્તીમાં મહાલ્યા કર. સૂર્યની જેમ વણથંભી ગતિએ તારી આરાધનામાં મસ્ત બન. દુનિયાની પ્રશંસા કીર્તિ–માન સન્માન એ તે બધાં સાંકડી ગલીના કોલાહલ છે. તું તે મહાવ્રતના ધોરીમાર્ગનો મહાલનારો. તને આસક્તિ– પ્રેમ અનાસક્તિને. તારી સહચરી ઉદાસીનતા તારી પ્રાપ્તિ નિજની મતી. મુધાજીવીનો આનંદ દુનિયાના કોઇ સત્તાધીશ કોઈ સમ્રાટ કેઈ ચમરબંધીને મળતો નથી. કારણ તેમને મરણનો ભય કોરી ખાય છે.
મુધાજીવીની મસ્તી કોઈ અનેરી છે. તેની મસ્તી તેને દેવાધિદેવની સમીપ લઈ જાય છે.
ઓ ગુરૂદેવ !
બાળક મનક દુનિયાની સમસ્ત ઉપાધિ છોડી મુધાજીવી બની શકે તો હું કેમ ના બની શકું? પણ એક્વાર મનક જેવો કૃપા કટાક્ષ મારી પર ફેલાવો. દયા કરો. આપની દયા મને મુધજીવી બનાવશે.