________________
૧૮. સાચી
માનવમાત્ર પ્રતિક્ષણ પ્રનિપલ કંઈને કંઈ કરે છે, કાર્ય–કર્તવ્ય એક હોય છે પણ ઉદ્દેશ ભિન્ન હોય છે. ઉદ્દે શમાં જેટલી ભિન્નતા રહેવાની તેટલી કાર્યમાં અવશ્ય ભિન્નના રહેવાની
માં પણ બાળકને દૂધ પાય છે, આયા પણ બાળકને દૂધ પાય છે, એકને દૂગ્ધપાન બાદ બાળને ગેલ કરતું જોઈ આનંદ થાય છે, એકને દુધપાન બાદ વિચાર આવે છે. પગાર તો પૂરતો મલશે ને ?
ઈતિહાસના લાખે પૂરું ભરાય છે, કર્તવ્યયજ્ઞની વેદી પર બલિદાન દેનારની યશોગાથાથી પણ કોઈ માનસશાસ્ત્રી તે મૃતાત્માને દસ પ્રશ્ન પૂછશે ત્યાં ભીતરનું રૌદ્રરૂપ પ્રગટ થશે. નગ્નસત્ય બહાર આવશે. ભાઈસાબ! અંદરથી ખૂબ કાયર હતો પણ સત્તાની ખુરશી જાળવવા સમરાંગણે ચડયો.
ભાઈસા'બ! રૂપવતીના કટાક્ષબાણ છૂટતા ન હતા પણ મારી અર્ધાગના વીરને ચાહતી હતી તેથી વીરતા દેખાડવા કેશરીયા કર્યા. સમરાંગણમાં વિજયી બન્યો છું. લોકો મને વીર–શૂર કહે છે પણ મને ખબર છે. મેં ક્ષાત્રવટ દાખવી નથી.
મને થયું લાવ શૂરવીરને છોડી સતીમાતાને ચરણે જવાદે. એ. તો પતિતપાવની ગંગા જેવી પવિત્ર હશે?
સતીમાતા ! સતીમાના! પણ ત્યાં તે પોકાર આવ્યો. દર રહો દિલના પાપ દેહના ત્યાગ દ્વારા ઉજળા દેખાડયા. મનનો મેલ સહન ન થયો. એટલે લોકોને ઠગવા દેહ ત્યજયા.