________________
•
આત્માને અથ પરલોકના સુખની યે ઝંખના ન કરે. બેટા મનક !
તું દેહધાસી છે પણ તારે આત્મવાસી બનવાનું છે.
તું દેહધારી છે પણ તારે દેહના બંધન તેડવાના છે. સાધક મનક!
બહિરાભદશામાં રહી તન, કુટુંબ ધનમાં જ સ્વના
દર્શન કર્યા. પણ હવે અંતરાત્મ દશા વિચારી મહાત્મા બની તારે પરમાત્મા બનવાનું છે.
પરમાત્મા પદ માટે શૂરવીરતાની જરૂર નથી. પરમાત્મા પદ માટે ત્યાગની જરૂર નથી. પરમાત્મા પદ માટે જ્ઞાનની જરૂર નથી. પરમાત્મા પદ માટે તપની જરૂર નથી.
પણ સૌથી પહેલી અને અગત્યની જરૂર છે તું આત્માથી બન આત્માર્થી બનવાની ઝંખના તને સાહસિક ત્યાગી-જ્ઞાની–તપસ્વીની બનાવશે જ. આત્માથી બન્યા વગર આ બધા ગુણ તારા જીવનના વિદને બનશે.
જેમ રસોઈ સુંદર હશે, સ્વચ્છ હશે, મનોહર હશે, સંસ્કૃત હશે. સુપાચ્ય હશે. પણ નીમક વગરની–મીઠા વગરની રાઈ સુગ્રાહ્ય. બનીતી નથી. સુસ્વાદ્ય બનતી નથી.
મનક! તપ ખૂબ તપ્યો. કાયા કૂશ કરી પણ આત્માથતા વગર ફળ ફકત કાયા કષ્ટ જ્ઞાન ખૂબ મેળવ્યું. જ્ઞાનની ઝંખનાએ આખના હીર ગૂમાવ્યા પણ આત્માથી તા વગરનું જ્ઞાન કીર્તિ મેળવિવાનું પાટીયું.
દેહને ભૂલી સેવા કરી. જાણે સેવાનું વ્યસન હોય એવું લાગ્યું. ઠંડી ગરમી–ભૂખ-તરસ ભૂલાયા પણ આત્માથીંતા વગરની સેવા