________________
૭૮
દેહ ઘસીને બે ઘડીની નામના... માનવ જન્મની પ્રાપ્તિ આત્માથી બનીશ નહીં તો એળે જશે. સાધુ બનીને આત્માથી બનીશ નહિ તે લગ્નની વેળા ઊંઘમાં વિતાવવા જેવો મૂર્ખ ગણાઈશ. - આત્માર્થી બનવું સહેલું નથી. રાધાવેધ સહજ સિદ્ધ છે, કીતિ –માન–સન્માન સેવા મેહક છે, કયાંક આબરુ, ક્યાંક સમુદાય અને છેવટે શાસન પ્રભાવનામુ મહોરું લઈને પણ તને સતાવશે.
ત્રિલોકનાથનું શાસન અવ્યાબાધ છે, શાસન પોતે જ પ્રભાવક છે, સહુ પ્રથમ તારા આત્માને જ શાસનથી પ્રભાવિત કરવાનો છે.
એટલે મહાવ્રતને સ્વીકારેલ મનક!
તને પુન: પુન: કહુ છું . પ્રથમ આત્માથીં બન આત્માર્થી બનીશ એટલે તારી ગુણસમૃદ્ધિ હરી ભરી બનશે. આત્માર્થી વૃત્તિમાં જ કોઈ અનેરી તાકાત છે, આ સત્યને ઘૂંટી રાખ આત્માર્થી વૃત્તિ તારા ગુણ રૂપ ગણિતશાસ્ત્રનો એકડો છે.
તારી પ્રત્યેક સાધના – તારી પ્રત્યેક પ્રવૃત્તિ પછી તારા આત્માને ઢઢળીને પૂછજે મેં આ શાં માટે કર્યું? જવાબ મળે આત્માને માટે,... તો તારી જીત .
- આત્માર્થીપણું એટલે શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનું ધ્યેય.. આત્માથપણું એટલે મોક્ષકાજે સર્વ પ્રયત્ન
સાધુ પોતાના જીવનમાં ચાહે નિંદ લે કે જાગે, ચાહે આરામ કરે કે વિહાર કરે, ચાહે સેવા કરે કે અભ્યાસ પણ પ્રત્યેક પ્રવૃત્તિનો એક જ જવાબ મેળવ . મારા આત્મા માટે મારા મોક્ષ માટે.. મોક્ષની એક ઝંખના એ જ સઘળું કરવાનું. આત્માથી બનીશ ત્યારથી તારી કૂચ વિજયને વરેલી હશે
આઠ વર્ષના મનમુનિ આત્માથીં બની શકે છે કૃપાળુ શભંભવમૂરિ મહારાજ! શું અમે આત્માથી ના બની શકીયે ?
૨૫ -