________________
૭૪
આયુષ્ય ઊંચાઈ બધાની વૃદ્ધિ થાય છે. અવસર્પિણીમાં બધું ઘટતુ. છ આરા નિયમિત. પહેલા અને બીજા આરામાં તીર્થકર પણ નહિ– ત્રીજા અને ચોથા આરામાં તીર્થકર પણ ખરા અને મોક્ષે પણ જવાય પાંચમાં અને છઠ્ઠા આરામાં મેક્ષ ન હોય.
તને સમજાય છે મોક્ષે જવા માટે સુયોગ્ય સમય જોઈએ. પ્રભુનાં શાસનનાં રહયો સમજે શાત્રનાં સતત વાંચન કરે તે સમજાય. દ્રવ્ય – ક્ષેત્ર કાળ અને ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને. પામીને જ કર્મો ઉદયમાં આવે છે.
જિનશાસનમાં સાર્વત્રિક સમય મર્યાદાને સ્વીકારવામાં આવી છે. તેથી જૈન સાધુના દેહોત્સર્ગને મૃત્યુ ન કહેવાય. ત્યાં પણ એમ જ કહેવાય. જન્મ એ પણ કાળનો ધર્મ અને મૃત્યુ એ પણ કાળનો ધર્મ છે. લોકરિથતિ છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તની જેમ તેને સ્વીકારી લે. હા. શેક કશુ ના કર. કાલનો ધર્મ આચર અને જીવન ધન્ય બનાવ.
કાલે કાલં સમાય રે દ્વારા હું તને આશીર્વાદ આપું છું કે કાલને વિજેતા બની સાદિ અનંત રિથતિને પ્રાપ્ત કર.
ગુરુદેવ !
અમને મનની સ્વસ્થતાની શક્તિ આપો. મન સ્વસ્થ બનતાં તનથી રવસ્થ બની “કાલે કાલ ની આરાધના કરી અપ્રમત્ત બનીએ અપ્રમત્તપણે કાલના આચારને કવલિત કરી કેવળજ્ઞાન મેળવીએ. કેવલજ્ઞાન મેળવી સદાને માટે કાલને કંગાલ બનાવી દઈએ.