________________
૬૫
ગુરૂ ગૌતમસ્વામી ધન્ય હતા. ૫૦ હજાર શિષ્યના ગુરૂ પણ પ્રભુ મહાવીરસ્વામીની ગૌચરીના લાભ પણ વિનયપૂર્વક લે. આપનું પુણ્ય પ્રબળ. આપની સેવામાં અનેક સેવાભાવી શિષ્યો. મારો નંબર જ કયાંથી લાગે?
પ્રથમ ચારિત્રમોહનીય ક્ષયપર્શમ. બાદ પિંડેપણા અધ્યયન સમજવા જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ, ગૌચરી જતાં મુખ્ય યાચના પરિપતનો વિજય. ચય પરિષહનો વિજય. લાભાંતરાય કર્મને ક્ષયોપશમ હોય ત્યારે ગૌચરીની પ્રાપ્તિ અને ત્યારબાદ આપની કૃપા. મારું સૌભાગ્યનામકર્મ જોરદાર હોય તો થાય? પ્રભુ મને ગૌચરી દ્વારા લાભ આપે તો પણ હું ધન્ય બની જાઉં. ગુરૂકૃપા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય. આપ આહાર કરો તો દેહ સ્વસ્થ રહે. જ્ઞાનધ્યાનમાં પ્રવૃત્તિ થાય અને તે દ્વારા જ્ઞાન મેળવી હું પણ આપની કૃપાએ અપ્રમત્તભાવ શુકલધ્યાન અને ક્ષપકશ્રોણી દ્વારા મુક્ત બનુ.
આ તો અનંતજ્ઞાનીનું અનુપમ શાસન. ગુરૂકૃપા દ્વારા ગૌચરીને લાભ મળે તો પણ શીધ મેક્ષ.
ગૌચરીના લાભમાં જો ગુરૂકૃપાની જરૂરિયાત તો મહાવ્રતના પાલનમાં–ઝંઝાવતભર્યા જીવનમાં ગુરૂકૃપાની કેટલી જરૂરિયાત?
ભગવાન ! કરગરીને –લળીલળીને વિનવીને એક જ કહું છું. મે અણુગઈ” મારા પર કૃપા કરો.
આપની કૃપા દારા જ હું સાધુજીવનનો પાર પામી શકીશ.
મહાત્મા મનક! ગુરૂકૃપાના પાત્ર હતા. ત્યારે તેમના માટે દશવૈકાલિકની રચના થઈ. અમે આપની કૃપાના પ્રતાપે દશર્વેકાલિક સમજનાર બનીએ. અને તેના વિધિ-નિષેધ મુજબ જીવન વીતાવનાર બનીએ એટલી નાની કૃપા તો કરે. રખે મારી ઉપેક્ષા કરતા.