________________
99
"૧૫. “જઈ મે અણગ્રહ કજાતિઓ
ઘણા એવા કાર્યો છે જે સજજન અને દુર્જન બંનેને કરવા પડે છે.
પ્રવૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન કરાય. વૃત્તિ પરથી માનવીનું મૂલ્યાંકન ન થાય.
બાલકને મા પણ મારે અને શેરીની ક્રોધી સ્ત્રી પણ મારે. એક બાળકના હિત માટે મારે અને એક બાળકનું તોફાન સહન ન કરી -શકે માટે મારે.
પૈસા આપવા માત્રથી દાન ન કહેવાય. એક સારા કાર્યમાં ધણી વ્યક્તિઓએ પૈસા લખાવ્યા – ઘરે ગયા પછી સૌની રજૂઆત જુદી.
આજે તે માર્યા ઠાર. બધાની વચ્ચે હતા લખાવવા પડયા. આ વાત કોઇપણ કરતું હોય પણ તે મમ્મણશેઠને ભાઈ સમજવો.
આજે તે પૈસા લખાવીને આવ્યો, બધાની વચ્ચે વટ રહી ગયો. આ વાત કોઇપણ કરતું હોય તો તે દાની નહિ માનનો દાસ જાણવો.
આજે પૈસા તો લખાવ્યા પણ નામ તો જીંદગીનું થઈ ગયું. આ વાત કીર્તિના પ્રેમીની.
આજનો દિવસ ધન્ય; ધાર્યું ન હતુ પણ ઉત્તમ લાભ મલે. આ ઉદ્દગાર કોઈ હાર્દિક દાનવીરના.
પ્રવૃત્તિ ગમે તેટલી મહાન કરશે તેથી મહાનતાના શિખર સર નહિ થાય. પ્રવૃત્તિ સામાન્ય હોય પણ તેની પાછળ હૈયાની હાર્દિક ઉમદા વૃત્તિ પોષાતી હોય તે તે પ્રવૃત્તિ મહાનતાના શિખર સર કરવા એક ડગ તો આગળ ચલાવશે જ.
-