________________
કંટાળો તેને આવે જેને પિતાના માર્ગની માહિતી ન હોય. કંટાળો તેને આવે જેને પોતાનો માર્ગ નિરસ લાગે. કંટાળો તેને આવે જે આપત્તિનું સાચું સ્વરૂપ ન જાણતો હેય.
કંટાળો તેને આવે જેને રાત્રિના અંધકાર પછી મંગલ પ્રભાત થવાનું છે તેની ખબર નથી.
પૃથ્વીમાં બીજ દટાય નહિ તો બીજ વૃક્ષની ભવ્યતા પામી શકે? પત્થર ટાંકણા ન સહન કરે તે મનહર મૂર્તિ બની શકે? પાયાનો પથ્થર બની જમીનમાં દટાય નહિ તો ઉત્તુંગ શિખરનાં દર્શન શક્ય બને ? બે તટની મર્યાદામાં સરિતા ન વહે તો પવિત્ર પાવની લોકમાતા બની શકે? કચરો-મોતી કે છીપલા જે આવે તેને સમાવે નહિ તે સમુદ્ર રત્નાકર બની શકે? ગર્ભની પીડા સ્ત્રી સહન ન કરે તો માતૃત્વને મંગલ આનંદ માણી શકે?
જીવનનું કયું ક્ષેત્ર છે કે જ્યાં વેદના વગર સુખ છે? સાધક !
તું તો સાધના ઉપાસક ! તેં તો દીક્ષાના દિવસે મંત્ર ઉચ્ચાર્યો છે કે અનુદવિગ્ન થઇશ. અનુદવિગ્ન એટલે? સુખ માટે ધર્મથી પીછે હઠ નહિ કરનાર, અનુદવિગ્ન એટલે કર્તવ્યથી પીછે હઠ નહિ કરનારો. અનુદવિગ્ન એટલે દુ:ખથી કરી કર્તવ્યથી ભાગનાશે નહિ.
સાધક એટલે
ઠંડી યા ગરમી પડે અનુકૂળતા મળે યા પ્રતિકૂળતા મળે
માન મળે યા અપમાના મળે
પણ એ બધાને ઘોળીને પી જનારો તેથી જ અનુદવિગ્ન સાત્વિકલામાં સિંહથી પણ અધિક પરાક્રમી બની દુ:ખની સાથે લડી લે. સુખની આસક્તિ તેને મૂંઝવે નહિ. તેને ભય ભૂલાવે નહિ.