________________
૧૪. અણુવ્યિો
“સાલું ! શું કરૂં ગમતું નથી. આ તે કંઈ જીંદગી છે. કંટાળે આવે છે” ભૌતિકયુગનો કોઇ ભયંકરમાં ભયંકર અભિશાપ હોય તે આજ છે.
વિચાર હતો ડોકટર થવું પણ ડોકટર કહે અમારી જીંદગીમાં ભૂલથી પણ પગ મૂકશો નહિ. છાશવારે નવી દવા. નવા રોગ. અને દદીને જોઈએ તરત આરામ. અમને જોઈએ સેવાને નામે મેવા. અમે રોગ નથી જોતાં. રોગી નથી જોતાં. દવા નથી જોતાં. પથ્ય નથી જોતાં. ફક્ત જોઈએ છીએ સંપત્તિ અને સગવડ. પણ કોઇના નિ:સાસાથી મળેલી સંપત્તિ અને સગવડ અમને ભરખી ખાય છે. હવે એ બધાંથી કંટાળ્યા છીએ. પણ કયાં જઈએ?
ના. ના. ડોકટર નહીં થતાં ઊંઘની ગોળી પણ અમને ઊંઘ આપતી નથી.
ડેકટરની જીંદગીને હવે સલામી કરી. હવે થયું કે વેપારી બનું તે કેવું સારું?
પણ આ શું? વેપારી મહાજન પ્રભાતનાં મંગળ સમયે પણ કાણ માંડીને બેઠાં છે.
વર્તમાન પત્ર વાંચ્યું બજેટ જાયું કાયદાની ભયંકર જાળ જોઈ નાહી નાંખ્યું. જીંદગીમાં કમાયા તે બધું ટેક્ષમાં ખલાસ. હાય આ ન મેળવ્યું હોત તો સારું ઉપાધિ જ ન હોત.
વેપારીની પરવશતા જોઈ થયું ચાલ પ્રધાન બનું પહોંચી ગયો ત્યાં. “પ્રધાનને મળવું છે.” આજે તેનો મુડ આઉટ છે. કારણ?