________________
૪૪
દોટ મૂકી હતી. પણ પૂ. પરમોપકારી ગુરૂદેવના શિષ્યોએ મારી સામે સાવધાનીને ઘંટ વગાડ. બસ, તારક ગુરૂવરના શબ્દએ ભારી શ્રેયમાગે સાધના પ્રેરી. તેથી જ એ ઉપદેશની મધુરી વાત તારી સમક્ષ હું રજુ કરું છું.
તું સત્ય-અસત્ય, પાપ-પુણ્ય, ધમ-કર્મને સમજ, પછી તેને જે શ્રેય લાગે તે આચરજે.
એક આઠ વર્ષના બાળકને સમજી વિચારી સાધનાને પ્રારંભ કરવાને તે પછી બીજાને કેવી રીતે ?
પરમાત્મા સર્વાના માર્ગમાં પુત્રે પિતાનું અનુકરણ કરવાનું નથી. શિષ્ય ગુરૂનું અનુકરણ કરવાનું નથી. પુત્રીએ માતાના માર્ગે દેડવાનું નથી! પણ શ્રેયમાર્ગ સમજી વિચારી અનુસરણ કરવાનું છે.
અનુકરણ વાનરવૃત્તિ છે.
અનુસરણ માનવવૃત્તિ છે. અનુકરણમાં બુદ્ધિ વગરની નકલ કરવાની છે.. અનુસરણમાં સમજી વિચારી શરણાગતિ સ્વીકારવાની છે. મનક! જે શ્રેય લાગે તે સારી રીતે આચર.
પૂ. શય્યભવસૂરિ મહારાજનું નાનું આ વાકય સમસ્ત સાધકને ચિંતન મનન કરવા અંગે એક નમ્ર અનુરોધ કરે છે. સાથે શ્રેયમાર્ગે આગે કદમ ભરવા પ્રેરે છે