________________
૧૦. જે સેય તે સમાયરે...
દેહ ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ અલગ, દિલ ઉપર રાજ્ય કરવાની પદ્ધત્તિ અલગ. દેહનું અનુશાસન કરે તે ગવાળ– આત્માનું અનુશાસન કરે તે સંત–
મહર્ષિઓએ ક્યારે ય સત્તા અને અધિકારથી ધર્મ સામ્રાજ્યની સ્થાપના કરી નથી. તેથી જ સાધના દ્વારા સત્ય લાધ્યા પછી પણ તેઓ ઉપદેશ કરે છે, આદેશ નથી કરતાં.
પૂ શય્ય ભવસૂરિ મહારાજ પણ એક સિદ્ધ સાધક મહાત્મા છે હજારે સાધક લાખ આરાધક જેમના ઉપદેશ ઉપર ન્યોછાવર થયા છે, તે પૂજ્ય એક આઠ વર્ષના બાળકને મોક્ષમાર્ગની અનુપમ સાધનાની પ્રાથમિક ભૂમિકા ઉપર લાવી હવે કહે છે, પુત્ર ! તું બાળક છે ..પણ સિંહનું બાળક છે, શૂરાનો સપૂત છે પરમાત્મા મહાવીરને તુ અનુયાયી છે, તને આદેશ નહિ, મારે તો ફક્ત તને માર્ગદર્શન આપવાનું.
તારામાં પણ એક ચિંતન મનન કરવાની શક્તિ છે, તું અનંતને અભિલાષી–કોઈને દોરવા ના દેવાય! તારી જાતે તારી રીતે વિચાર પછી આગે કદમ ભર...
જ સેય તં સમાયરેક્ટ