________________
૧૨. સહસાયગલ્સ
જગત જ્યારે સુખના પાછળ ઘેલું બન્યું છે સુખ પાછળ ધમ પછાડા કરી રહ્યું છે. સ્વપ્નમાં પણ સુખ શબ્દ સાંભળે છે. તે ય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે એક નાનકડાં બાળકને પિતા પ્રબોધી રહયાં છે.
લાડલા, સુખને માર્ગ સોહામણે છે.. રળિયામણો છે. તારી આંખે ખુશ થઈ જશે, કાન આતુર બની જશે, જીભ લપ લપ લપ કરવા લાગશે. ભુખડી બારસ જેવી તારી પાંચે ઈનિત્ય તોફાન મચાવી દેશે, મન માઝા મૂકી કલ્પનાના તરંગો રમી એક આગવી સૃષ્ટિ ખડી કરી દેશે માનવમાત્રના શબ્દકોશનો મહામૂલ્ય જો કોઈ શબ્દ હોય તો તે એક જ છે. ““સુખ”
જગતના સર્વ જીવો સુખની પાછળ આસક્ત છે. તેની પાછળ તું આસક્ત ન બને એ કંઈ બનવા જેવી વાત છે?
પણ મારે તને સુંવાળા માર્ગે નથી ચલાવ. સુખની સૃષ્ટિ એ સત્ય છે કે ઈંદ્રજાળ છે. તે સમજાવવું છે. તું જ મને મંથન કરે સત્યદર્શન હૈયામાંથી ઉદ્ભવે છે.
શું સુખ તારા જીવનનું ઘડતર કરશે? શું સુખ તારી જીવનશકિતઓને વિકસિત કરશે? શું સુખ તને સશક્ત બનાવશે? શું સુખ તને સ્વાધીન બનાવશે? શું સુખ તને સૌને સ્નેહી રાખશે?