________________
૫૧
મશીનની જેમ તૈયાર થઈ ગયા. એક મિનિટ માટે લાગ્યું હું સુખનો બેતાજ બાદશાહ. મારા જેવા ભેગ્ય પદાર્થ કોની પાસે? સુખી સુખી સુખનું બૂમરાણ કરી જગતને ગજાવી મુકયું. સૌ તને અભિનંદન આપવા આતુર બની આવવા લાગ્યા. સૌ હસતા આવે છે. પણ તે તે કાગારોળ કરી મૂકી છે.” મરી ગયો બાપલીયા” બચાવો બચાવે. અસહ્ય વેદના અગણિત દુ:ખ. ભયંકર દુ:ખી છું .અરે ભાઇ. તમે કેમ આવ્યા. મારા દુ:ખીને ઝુંપડીએ.
તારા સુખની બૂમરાણ સાભળીને દોડી આવ્યા. તને અભિનંદન આપવા, ત્યારે હું પણ દુ:ખની બૂમરાણ કરે છે. સાચું શું?
ભાઈ મને વધારે ના બોલાવે. થાકી ગયો છું. નસે નસ ખેંચાય છે. આંતરડાં તૂટે છે. મારો શ્વાસ લૂંટાય છે. બે ટુકડાં જરા સારા ખાવા મલ્યાં મેં સુખને અનુભવ કર્યો. પણ ત્યાં તો એ ટુકડાએ તેનું નગ્ન સ્વરૂપે પ્રગટ કર્યું. બસ જૂઓ મારી પરિસ્થિત મને ના બોલાવો. મારાથી મારા દુ:ખનું વર્ણન થતું નથી હવે તો રડીને પણ આંસુ ખૂટયાં. કંઈ રીતે વ્યક્ત કરું મારી દુખની વેદના બસ તમે દૂર ભાગો. ' મેં સાધનમાં સુખ જોયું.
મેં સગવડમાં સુખના દર્શન ક્ય.
મેં અનુકૂળતાને સુખ માની લીધું તેની પાછળ આસક્ત બન્યો. સુખના લોલુપી એવા મને તેની ભીંતરમાં રહેલ સત્ય સ્વરૂપનાં દર્શન ના થયા.
ઓ મનક! સાંભળ, આ એક જ વ્યકિતની એક જ કથની. નારે આનાથી અધિક વિચાર કરવાનો છે.
સુખને લાલુપી સ્વાર્થી બને છે. સુખને લુપી ઇર્ષાળુ બને છે.