________________
૧૯
ગૌરવભર્યું સ્થાન શ્રી દશવૈકાલિક સૂત્ર જિનશાસનના ચાર અનુગમ ચરણકરણાનુગ પ્રધાન વિશિષ્ટ સૂત્ર છે. કેઈ પણ ધર્મ તેનાં વિશુદ્ધ પાલકના આચારબળથી જ વિસ્તૃત થાય છે, તેથી જેનશાસનમાં દીક્ષિત બનતા જ મુનિને આચારાંગસૂત્રનાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને અભ્યાસ કરાવ્યા બાદ ઉપસ્થાપના (વડી દીક્ષા) અપાતી. હાલ પણ જ્યારથી શ્રી દશવૈકાલિકસૂત્રની રચના થઈ, ત્યારથી શ્રી શૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયનના અભ્યાસ બાદ ઉપસ્થાપના કરવામાં આવે છે. આ જ બનાવે છે કે જેનશાસનમાં આ સૂત્રનું કેટલું ગૌરવભર્યું સ્થાન છે.
શ્રી જૈન સમા માગલિક ઉચ્ચારણ વખતે દશવૈકાલિકનું પહેલું અધ્યયન જ ઉચ્ચારવામાં આવે છે. પ્રાયઃ પ્રત્યેક સાધુ-સાધ્વી આ સૂત્રને કંઠસ્થ કરે છે કેટલાંય સ્વાધ્યાય–પ્રેમી, સાધુ-સાધ્વીજી મ. ચાર અધ્યયનના સ્વાધ્યાય બાદ જ પાણી વાપરે છે. છેવટે સત્તર ગાથાના સ્વાધ્યાય પહેલાં તે કઈ પણ સાધુ–સાવી આહાર કરતાં જ નથી
પંચગીથી પૂર્ણ શ્રી દશવૈકાલિક સૂત્ર પચાંગી પૂર્ણ છે. તેનાં ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને અનેક ટીકાઓ છે. તેમાંથી મુખ્ય ઉપલબ્ધ સાહિત્ય નીચે મુજબ છે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિક્તિના ૩૭ શ્લેક છે. તેના રચયિતા દ્વિતીય ભદ્રબાહુસ્વામી છે. ભાષ્યની ગાથા ૬૩ છે. તે અજ્ઞાન કઈક છે. વર્તમાનમાં દશવૈકાલિકની બે ચૂર્ણ છે. એકનાં રચયિતા અગત્યસિંહસૂરીશ્વરજી છે. બીજી ચૂર્ણના રચયિતા જિનદાસગણિ મહત્તર છે.