________________
મધમાખી સંગ્રહ કરવા પુષરસ પીવે છે પણ બમર આજીવિકા માટે રસ પીવે છે, તેમ સાધુ શરીરની પુષ્ટિ નહિ પણ સંયમજીવનની પાલના માટે ભિક્ષા લે છે.
“ભ્રમર રસ પીધા પછી ગુંજારવ કરતે દૂર-સુદૂર ચાલ્યો જાય, સાધુ આહાર લીધા પછી ધર્મલાભ કહી મેક્ષમાર્ગની સાધના માટે અપ્રતિબદ્ધ વિહારના ક્રમે આગળ વધે.
વિશ્વમાં વિવિધ ધર્મો છે. કેટલાક ધર્મોએ આત્માના પ્રકટીકરણ માટે અંતિમ લક્ષ્યમાટે સાધુતાની આવશ્યક્તા સ્વીકારી છે. પણ વિશ્વમાં વીતરાગના એક ધમે સ્પષ્ટ કહ્યું છે કે સાધુતાની પ્રાપ્તિ વિના મોક્ષ અશકય છે. મેક્ષ માટે સાધુતા અનિવાર્ય છે. સાધુતાની પ્રાપ્તિ માટે સાધુ બનવું સ્વાભાવિક રીતે જ જરૂરી છે. સાધુતા સૌએ કહી પણ સાધુતાના પાલનમાં પૂર્ણ નિયમે પૂર્ણ પણે કયાય નહિ મળે. વીતરાગતાના શાસને સાધુતા પ્રરૂપી, સાથે જ સાધુતાની સાધનાના પૂર્ણનિયમોની સુંદર સુરેખા આપતાં ધર્મગ્રંથો બનાવ્યા
મોક્ષની સાધનાને પ્રારભ શરીરમાં રહેલે આત્મા કરે છે. સાધક શરીરને મોક્ષની સાધનાનું અંગ બનાવી દે છે. મેક્ષ સાધનાનું સાધન શરીર છે એટલે શરીરનું જતન કરવું પડે. પણ જતન એટલે જતન. લાડકેડ અને લાલન પાલન નહીં. શરીરની શક્તિ જાળવી રાખવાની તેના પરની આસક્તિને ફગાવી દેવાની.
મોક્ષની સાધનામાં સહાયક શરીર, તે શરીરનું રક્ષણ આહાર દ્વારા.. એટલે સાધુને માટે આહાર વિધિ સૌથી વધુ આવશ્યક
આહારની અસર શરીર અને મન પર તેથી જ જૈનાગમાએ સુમ તેમજ વિશદ વિવેચન આહાર વિધિ માટે કર્યું છે. વિશાળ જેનાગમ