________________
પણ..તારક પરમાત્માએ યમ નથી બતાવ્યા એ ખ્યાલ કરજે યમ એટલે ઈદિને બળાત્કારે કાબુમાં રાખવી આંખ ભૂલ કરે તે ફેડી નાંખવી. હાથ ચોરી કરે તે કાપી નાંખવા .. આવી વાતે સર્વસના શાસનમાં ન હોય..આ તે બધી તાપસની વાત. આ પણ એક આત્મહત્યાને પ્રકાર છે આત્મહત્યાને નેતરનારૂં કુકર્મ છે. તેમાં કદાચિત પશ્ચાતાપને ભાવ હોઈ શકે છે પણ તે અજ્ઞાનપૂર્ણ આવેગ છે તેમાં પુનરુત્થાનની કઈ જના નથી સર્વિસનું શાસન અસતના વિસર્જન પૂર્વકજ સતનું સર્જન કરવામાં માને છે.
જિનશાસનમાં સ્વપ્નમાં પણ બળાત્કારની વાત નહિ, આ શાસન જ્ઞાનપ્રધાન છે. સમજ પ્રધાન છે. હુકમ પ્રધાન નહિ પણ ઉપદેશ પ્રધાન છે.
વીતરાગના શાસનમાં ગુન્હે પણ શિષ્યને ઉપદેશ આપે છે, પ્રેરણા આપે છે અને આદેશ ઝખતાને આજ્ઞા ફરમાવે છે શિષ્ય કહે, ઈચ્છ છું” મારી પર કૃપા કરી મહાવ્રત આપે તેજ જીવનભરના વ્રત ઉચ્ચરાવે... અરે નવકારશી જેવું પચ્ચકખાણ પણ શિષ્યની ઈચ્છા વગર ના આપે
ગુનું કર્તવ્ય શિષ્યને-શ્રોતાને ધર્માભિમુખ કરવાનું છે શિષ્યનું કર્તવ્ય ગુરુના ભાવને પણ આજ્ઞાતુલ્ય માનીને અનુસરણ કરવામાં છે.
મનક! તું યમી નહિ તુ સંયમી યમી માત્ર વિનાશક હોય સંયમી શુભને સર્જક પણ હોય, યમી ઇન્દ્રિયની દુષ્ટતા માત્ર ને જ જાણે છે તેથી ગભરાય તેને નાશ કરે છે.
સંયમી ઇન્દ્રિયની સાધકતા શ્રેષ્ઠતા પણ સમજે છે એટલે તેનાથી ગભરાયા વગર સમજી વિચારીને તેને ખુદની સાધનાના સાધન બનાવે છે.