________________
૭, આઉસ તેણે
સંસ્કારી વ્યક્તિ, સંસ્કારી વડીલે જ્યારે પણ કેઈને બેલાવે છે ત્યારે તેના નામને ગૌણ કરે છે. તેના ગુણ, તેના કર્તવ્યને આગળ કરી બોલાવે છે.
આત્મામાં દોષ તે અનાદિના છે. દોષના કારણે દેવી વ્યક્તિ એ તે સહજ છે. ખામીમાંથી ખૂબીનું સંશોધન કરે તે જ મહાપુરુષ.
મહાપુરૂષની વાણુ વૃથા વહેતી નથી. મહાપુરૂષના હૃદયમાં વિશ્વના સમસ્ત જીવો માટે વાત્સલ્ય સરિતા ખળખળ વહે છે. વાત્સલ્યસરિતાના નિર્મળ નીર દ્વારા ભવ્ય આત્મામાં બીજ રૂપે રહેલી
ગ્યતા વૃક્ષ રૂપે વિકાસ પામે છે.
મહામના મહાત્માઓ કરૂણસિંધુ હોય છે. સામાન્ય વ્યકિતના સહજ સુલભ ગુણને પણ તેઓ એક પારંગામી દષ્ટિએ જુએ છે અને હિમાલયમાંથી ગંગાના પવિત્ર નીર દવે તેમ તેમના હૃદયમાંથી પવિત્ર વાણી વહે છે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ મહાપાવન આગમ દશવૈકાલિક સૂત્ર દ્વારા બાલમુનિ મનકનું ઘડતર કરતાં કહે છે... છે આયુષ્યમાન !