________________
૩૭
માગે સંચરતા પરિષહ ઉપસર્ગથી હાર નથી, થાક નથી, કંટક અને કંકરને કર્મ નિર્જરામાં સહાયક માને છે તેથી સદૈવ વિહાર માં મજા અનુભવે છે.
ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યા બાદ નિર્મમભાવ પેદા થાય છે તેથી સ્નેહી સ્વજનના બંધન તેને મુક્ત વિહારમાં રોકી શક્તા નથી.
ગુરુ કૃપાએ મહાવ્રત સ્વીકાર્યો બાદ જ વસુધૈવ કુટુંબકમ ની અનુપમ ભાવના પેદા થાય છે. એટલે અપ્રતિબદ્ધ વિહારમાં જે જે મહાનુભાવોને સમાગમ થયે તેના પ્રત્યે વાત્સલ્યભાવ પેદા થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા પછી જ અનાસક્તિભાવ પ્રગટે છે. એટલે દેશ દેશની, ઘર-ઘરની ગૌચરીમાં સંયમની સાધના સમજાય છે. અને પ્રસન્નભાવે વિહરણ થાય છે
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા હોવાના કારણે જ આધ્યાત્મિક શક્તિના પ્રગટી કરણ થાય છે. એટલે સહજ સમભાવ. સહજ ઔદાર્ય સહજ અષાયભાવ પેદા થાય છે અને આત્મામાં વિહરણ થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકાર્યા હોવાથી જ જગત તત્વનું સાચું સ્વરૂપ સમજાય છે તેથી અદ્ભુત મધ્યસ્થભાવ પેદા થાય છે અને આત્મા આત્મામાં વિચરતો થાય છે.
ગુરુ સમીપે મહાવ્રત સ્વીકારનારમાંજ નિજાનંદની મસ્તી પ્રગટે છે એટલે આત્મભાવનું ચિંતન થાય છે અને સિદ્ધોની દુનિયામાં વિહરણ થાય છે.
વિહરણ જે માત્ર વિહરણ હોય ! તેના પૂર્વે ઉવસંપજિજરાણું ન હોય. વિશ્વમાં વિહરતા અંતરથી ગુરુ સામીપ્ય ન હોય તે આત્મા ભટકતે જ થઈ જાય. અનંત સંસારની અટવીમાં કયાંય અટવાઈ જાય અને એટલે જ જેને આ સંસારની ગહન શેરીમાં અટવાવું ન હોય તેને વિહરણ કરવાનું...પણું. “ઉવસંપજિત્તા ” “ઉ૫સંપધ” કઈ પણ લૂટી ન જાય તેવા સાંનિધ્યને પ્રાપ્ત કરીને.