________________
આયુષ્યને ન બિરદાવું ? ગુણ દ્વારા મળેલાં માનવ આયુષ્યને નવાજુ છું. તેથી સાથે જ તને સદૈવ આ ગુણે સાચવવા ગુપ્ત સલાહ આપું છું. આયુષ્યરૂપ ગુણની પ્રશંસા દ્વારા તારી ઉત્તમ જાતિ તારૂં ઉત્તમકુળ તારા ઉત્તમ સંસ્કારને પણ પ્રોત્સાહન આપું છું. આયુષ્યમાન એ તે સંકેત છે. પણ સાચે તે તારા ઉચ્ચ ગુણોની અનુમોદના છે. મારે તને સિદ્ધાંતના રહસ્ય આપવા છે જે તારી આત્મિક ગ્યતા ન હોય તે તું સિદ્ધાંતના રહસ્યને પચાવી નહિ શકે “ઉત્સર્ગમાર્ગને ઉપયોગ બીજા અલ્પ સત્વવાળાને માટે કરીશ . અપવાદને ઉપયોગ તારી સુકમલ વૃત્તિને પોષવા કરીશ.” તેથી જ જ્ઞાન દેતાં પહેલાં આત્મિક યોગ્યતાને સૂચક આયુષ્યમાન શબ્દ વાપર્યો છે.
શાસ્ત્રમાં આયુષ્યમાન શબ્દનો અર્થ ચરણની સેવા કરતાં એવો પણ થાય છેશાસ્ત્રમાં એ હતું પણ આવે છે કે સહુને આયુષ્યજીવન પ્રિય છે એટલે આયુષ્યમાન કહી શિષ્યને બોલાવવા આ અસત્યામૃષા છે.
જિનશાસનના રહસ્ય કદાચ જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમના કારણે સહેલાઈથી સમજી શકીશ...પણ..જિનશાસનના પરમ રહસ્યોને ત્યારે જ પચાવી શકાશે...મોહનીય કર્મને ઉચ્ચ પશમ હશે! શ્રદ્ધાની નિર્મળતા હશે. તેથી જ આયુષ્યમાન ચિરંજીવીના સંકેત દ્વારા જ્ઞાનના પાત્ર બનવા પૂ. શયંભવસૂરિ મહારાજ પ્રેરે છે. એ સમસ્ત સાધુકૂળના પિતામહ !
કૃપા કરે ..દયા કરે ..આમ અજ્ઞાની પર.. નિર્ગુણી પર . નથી તે શાસ્ત્ર સમજ્યા નથી તે શાસ્ત્રકારોને સમજ્યા . બસ, તમારા ચરણની આશ સદૈવ રાખી...ઈચછીએ આપના હૈયાના ભાવ પ્રમાણે અમે ચિરંજીવી બનીએ.
ચિર ..શાશ્વત અખંડજિનશાસનની અવિચ્છિન્ન પરંપરાને વહન કરવા યોગ્ય સુપાત્ર બનીએ.