________________
૮. ઉવસંપજિજરાણું વિહરામિ
ને
કોઈ પણ વિદ્યા, કોઈ પણ શાસ્ત્ર, કેઈ પણ સાધના, પુસ્તકમાં વાંચીને પણ કરી શકાય છે જ. તેવું કહેનાર ભલે ગમે તેટલે નમ્રતાને દેખાવ કરતે હોય પણ આંતરિક રીતે તે માનને જ દાસ છે.
જગત કહે છે નગુરુ કેઈન જોઈએ જેને ગુરુ નહિ તે કેઈને પણ ગુરુ ના બની શકે.
ગુરુ શિષ્યની પ્રથા એટલે આધ્યાત્મિકતાની આપ લે. ગુરુ વગરના તીર્થંકર પરમાત્મા હોય જે સ્વયં સંબુદ્ધ હેય, બાકી અલ્પજ્ઞાની ગુરુ ના કરે તે કેમ ચાલે ? મનક !
મહાવતે જાતે સમજાય નહિ. જાતે સ્વીકારાય નહિ મહાવ્રતધારી જ્ઞાની ગુરુ શ્રી મુખ્ય વ્રતના દાન કરે છે. ત્યારે આપણા આધ્યાત્મિક માર્ગના ગક્ષેમની જવાબદારી સ્વીકારી લે છે.
જીવન એ તે એક સમરાંગણ છે. જ્યાં હજારે નહિ બલ્ક લાખ સમસ્યા ખડી થવાની છે. ત્યાં ગુરુના સહારા વગર એકલું અટુલે તું તારી ત્યાગભાવના-અધ્યાત્મભાવનાનું રક્ષણ કેવી રીતે કરી શકે ?
ઉવસંપજિજરાણું વિહરામિ” નું પુનઃ પુનઃ ચિંતન કર. ઉવસંપજિજરાણું એટલે ગુરુની સમીપમાં મહાવ્રત સ્વીકારીને હું