________________
૩૨
હૈયાના હીર નીચેાવી જેને વિદ્યા આપવી છે શું તેની પાત્રતા નહિ વિચારવાની ? આયુષ્માન વિશેષણ દ્વારા કહી રહ્યા છે. જિનશાસનનું જ્ઞાન ચિરંજીવીને આપવુ', જેથી જિનશાસનની પરંપરા અવિચ્છિન્ન રહે.
એક જ્યોતિષી પણ ન્નતકની કુંડળીને જોતાં સૌથી પહેલાં આયુષ્ય સ્થાન કેમ જુએ છે ? સમસ્ત ફળાદેશને આધાર આયુષ્ય પર છે. જો જ્યોતિષીને મન આયુષ્ય પ્રથમ તે જેને જીવમાત્રના, આત્માના જોષ જોવાના છે જેને જિનશાસનની પરપરાને અવિચ્છિન્ન રાખવી છે, તે આયુષ્યમાનને પસંદ ના કરે એ બને ખરૂ` ?
દીર્ઘાયુષ બાદ બીજા ગુણુ વિચારવાના...આયુષ્ય એ ક... કર્મ એટલે દેય. પણ સંયમીનું દીર્ઘાયુષ્ય એટલે ગુણુ. ખુદ ગુણી બને... નાની બને...અનંતને ગુણી બનાવે અનતને જ્ઞાની બનાવ.
આયુષ્યમાન વિશેષણ...હજી આગળ પ્રેરે છે
ભલા સાધક !
મેં તારા માનવ આયુષ્યના ગુણ ગાયાં તેથી સમજજે. “માનવનુ આયુષ્ય તે. ગુણા દ્વારા મેળવ્યું છે. બીજી ગતિના આયુષ્યમાં ગુણાની જરૂર નથી, પણ માનવના આયુષ્યને મેળવવા તે કેટલાં ગુણા મેળવ્યાં તે કયારે પણ ભૂલતા નહિ. ”
માયા, પ્રપંચ, ફંડ, કપટ, ઇર્યાં, મત્સરને તે તિલાંજલિ આપી. સરળતા-ઉદારતા-સ્પષ્ટતા-સાત્વિકતાને તે જીવનસંગી અનાવ્યા... લેાભને હટાવ્યેા... દાનરૂચિ પ્રગટી અને ભલે તું સર્વાંગુણ સપન્ન ન અન્ય...પણ...જીવન મરણના ભાગે પણ તને પ્રાપ્ત થયેલ ગુણાને મધ્યમ ભાવે રહ્યા. ત્યારે જ તુ માનવ ન્યા. માલ, તારા આ માનવ