________________
શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથાને અક્ષર “ધ” અક્ષરશાસ્ત્રના નિયમ મુજબ ઉત્તમ-લાભદાયક–સર્વ સુખદાયક-કલ્યાણદાયક અને વિજયકારક છે.
મહામાંગલિક શ્રી દશવૈકાલિકનું પ્રથમ અધ્યયન અને તેની પ્રથમ ગાથા એટલે લાગે વિશ્વને સાર .! ધર્મ–ઉત્કૃષ્ટ અને મ ગલ.આવા ત્રણ પ્રથમ શબ્દ જ વ્યક્તિમાં ઝંખના પેદા કરે.
ક ધર્મ ઉત્કૃષ્ટ મંગલ...? તરતજ તેનું સમાધાન. અહિ સા–સંયમ અને તપના ત્રિવેણી સંગમ સમે...! ધર્મનું પાલન કર્યું તે શું..? ત્રણ લેક તારા ચરણે.!
પ્રથમ શ્લેકનું ચિંતન જ માનવીને આકૃષ્ટ કરી દે છે, પછી બીજા કે બીજા અધ્યયને વાંચન કરવા સાધકને–જિજ્ઞાસુને. પ્રેરણા કરવી પડતી નથી. સાધકને પહેલાં જ કમાં એવી લગની લાગે છે કે બીજા ગ્લૅક આપ મેળે વિચાઈ જાય છે અને સ્વેચ્છાએ દશવૈકાલિક સૂત્ર પર ચિંતન થઈ જાય છે.
આમ દશવૈકાલિક સૂત્ર સાધુતાના વિકટ રાહ પર એક નિકટને ચિંતક મિત્ર બને છે હિતચિંતક સખા સમે બને છે અને પરમ અને ચરમ ઉપાદેય મોક્ષની પ્રાતિમાં અનન્ય સહાયક બને છે!
બસ, મારા જેવા અનેક આત્માનું માર્ગદર્શન કરીને આ મહાવૈરાગ્યવાહી ગ્રંથ સહુનું કલ્યાણ કરે, એજ અભિલાષા.