________________
૧. ધમે મંગલ મુક્કિ
1
વિશ્વને પ્રત્યેક વિચારક માનવ મંગલની ઝંખના કરે છે મ ગલની સાધના, મંગલના સંશોધન, મંગલની શરણાગતિ માનવીનું લક્ષ્ય છે.
જેમ કસ્તુરી મૃગ સુગંધ માટે આખું જંગલ ફરી વળે છે. પણ ખુદની નાભિમાં રહેલ સુગંધીને-કસ્તુરીને પીછાણી શકતા નથી અને અંતે થાકીને બૂમ મારે છે અરે ! સુગંધ ક્યાં છે ? તેમ માનવ પણ મંગલ માટે માર્યો માર્યો ફરે છે. કોઈ જ્યોતિષી પાસે દોડે છે. કે હસ્તશાસ્ત્રી પાસે દોડે છે. કેઈ એકાક્ષી શ્રીફળની શોધ કરે છે. કેઈ દક્ષિણાવર્ત શંખની આગળ પાછળ ફેરા મારે છે અને તે ખોટુ ખોટું સાબિત થાય છે અને માનવ બરાડી ઊઠે છે મંગલ કયાં છે ? હું મંગલને ચાહક અને મને મોગલ ના મળે ?
જ્યાં સાચી ઝંખના છે ત્યાં કશું અશક્ય નથી સર્વ વસ્તુ સુલભ છે, દુર્લભ નથી પણ કરેડ ટન રેતી પીલે પણ તેમાંથી એક ટીપુ પણ તેલ ના જ નીકળે. સાચે તેલની જરૂરત હોય તો તલ જ પસવા જોઈએ. પથરાળ ભૂમિમાં ગમે તેવા બીજ નાંખો અને પાણી સીએ ત્યાં પુષ્પ ન પાંગરે અરે! એકાદ અંકુર પણ નવપલ્લવિત ન થાય. સાચે પુષ્પની ચાહના હેય તે કાળી માટી અને ફળદ્રુપ ભૂમિમાં બીજ વાવવું જોઈએ પછી પાણું સીચે એકાદ રાત્રિમાં અંદૂરે નવપલ્લવીન થઈ જાય. અને બે ચાર દિવસમાં પુષ્પના પમરાટથી વાતાવરણ મઘ