________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કર્યા સિવાય નિમાર્ગથી લેહી કે પરુ પડવા સિવાય રક્તગુલ્મની ગાંઠ પીગળીને મટી જાય છે અને રોગી તંદુરસ્ત બને છે. રોગીને ઘણે અટકાવ આવતે હેય તે તે નિયમિત થાય છે અને ગુમ ને લીધે બંધ થઈ ગયા હોય તે પાછે શરૂ થાય છે. આ ગેળીથી જુલાબ, ઊલટી, ગભરામણ કે પેટમાં દુખાવો થતો નથી. - જે વાયુનું ગુલ્મ હોય તે દિવેલી ખોળ, સૂકી, હળદર અને મીઠું, ભેગું ખાંડી, થોડું પાણી નાખી ગરમ કરી, પેટ પર તેના પાટા બાંધવા. અથવા કાળા તલ ખાંડી તેમાં કાળી રેતી મેળવી પણીમાં ગરમ કરી તેની પોટલી બાંધી તે વડે શેક કરવાથી ઘણે ફાયદો થાય છે. તે ઉપરાંત બહદુકવ્યાદરસની બમ્બે ગોળી ખાટી છાશ સાથે આપવાથી ગુમને વેરી નાખે છે. અથવા શંખાવટી, ખુહીરક્ષીરગુટિકા કે શીતભંછરસની બમ્બે ગોળી આપવાથી પણ વાતગુલ્મ મટે છે. જે પિત્તગુલમ હેય તે જ્યારે પુષ્કળ શૂળ મારતું હોય ત્યારે તૂટી ઉપર ધાતુનું પાત્ર મૂકી તે પાત્રમાં થડે બરફ (આઈસ) નાખી રહેવા દેવું; એટલે પિત્તનું શૂળ અને પિત્તગુલમને દુખા નરમ પડે છે. પિત્તગુલમમાં પિત્તને શાંત કરે અને વાયુનું અનુલોમન કરે એવા ઉપચારો કરવાથી વિશેષ ફાયદો થાય છે. પરંતુ અમારા વિચાર પ્રમાણે અમૃતહરીતકી પિત્તગુલમને લાંબા દિવસના સેવનથી જરૂર મટાડે છે. જે કફગુમ થયું હોય તે મીઠું અને રેતીમાં તલને ખેળ મેળવી, ખાંડી, થોડું પાણી નાખી, ગરમ કરી તેના પાટા બાંધવા. અથવા મીઠું, હળદર, અજમે, હિંગ અને સુવા સમભાગે મેળવીને ગરમ કરી પિટલી બાંધી તેને શેક કરે; અને કફગુલ્મના રોગીને રસસિંદૂર કે શિલાસિંદૂર આપી, ઉપર નેહપાન કરવાથી ફાયદો થાય છે. અથવા આગળ બતાવેલો કુવારને અક અગર ભોંયરીંગણને એક દિવસમાં ત્રણ વાર બબ્બે
For Private and Personal Use Only