________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ધારણ કરે છે, જેથી પિત્તનાં પાંચે સ્થાને માં પિત્તને મિથ્યાયોગ થાય છે, એટલે વાયુથી પિત્તના રસને આવત થવું પડે છે. આથી ભ્રાજકપિત્ત તાવ લાવે છે, સાધકપિત્ત તરસ લગાડે છે, આલેચકપિત્ત મુખને રંગ લાલ બનાવે છે અને પાચકપિત્તની સાથે રહેલે વાયુ અને પાચન કરતાં શૂળ ઉત્પન્ન કરે છે. સાધકપિત્ત દગ્ધ થવાથી શરીરની ભીતર બળતરા થાય છે અને પાકેલ ગૂમડાની પેઠે ગુલમની ગાંઠ હાથને સ્પર્શ સહન કરી શકતી નથી. એવાં લક્ષણવાળા ગુલમને પિત્તગુલમ કહે છે.
૩. કફગુમ-ઠંડા, ટાઢા, જડ તથા ચીકણા પદાર્થોનું સેવન કરવાથી, જમ્યા ઉપર જમવાથી કે દિવસે ઊંઘવાથી, કફને અતિ
ગ થઈ વાયુ સાથે આવત થઈ ગાંઠનું રૂપ ધારણ કરી હૃદયમાં, કુખમાં તેમજ બરોળમાં પીડા ઉત્પન્ન કરે છે. અને કફના અતિરોગને લીધે શરીર ભીનું લાગે છે, સુસ્તી આવે છે, ગ્લાનિ થાય છે, ખાંસી તથા શ્વાસ થાય છે, પીડા થોડા થાય છે પણ ગુલમની ગાંઠ ઊપસેલી હોય છે તેને કફગુમ કહે છે.
એવી રીતે એકેક દેષનાં અથવા બબ્બે દેષનાં અને વિદે ષનાં મિશ્ર લક્ષણો અને મિશ્ર ઉપદ્ર જણાય તે તે પ્રમાણે ચિકિત્સકે તેનું નિદાન કરવું.
જે ગુલમમાં કમથી ધીરે ધીરે વૃદ્ધિ પામતી ગુલમની ગાંઠ જ્યારે આખા પેટમાં છવાઈ જાય છે અને જેને લીધે દે ધાતુ એને ઉત્પન્ન કરતા અટકી જાય છે, ત્યારે ગુલમની ઉપર નાડી. ઓનાં જાળાં વીંટાઈ વળે છે અને ગુલ્મની ગાંઠ કાચબાની પીડ માફક ઊપસેલી જણાય છે ત્યારે તેને અસાધ્ય જાણવું. એટલી સ્થિતિએ ગાંઠ આવી એટલે રોગી અશક્ત બને છે, અન્નને અભાવ થાય છે, ગભરાટ અને સંતાપ થાય છે, ઉધરસ અને ઊલટી થાય છે, તાવ, તરસ અને ઊંઘથી આખે દિવસ દૂધ બની રહે છે, તે
For Private and Personal Use Only