________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
--
-
-
છે કે, જે પાંચ મહિનાને અથવા સાત મહિનાને ગર્ભ હશે, તે તે તે ગભની ગાંઠને ખસેડવા જઈશું તે તે પિતાના સ્થાન પરથી ખસશે નહિ, પરંતુ રક્તગુલમની ગાંઠ હશે તે પેઢા પરથી દાબતાં ડાબા પાંસળામાં અથવા જમણું પાંસળામાં જેમ દબાવીશું તેમ "ચાલી જશે. તે સ્ત્રીને સુવાડીને આપણે તે ગાંઠને દબાવીને ડાબા કિંવા જમણા પડખામાં અથવા પેટમાં લાવીને રોકી શકીશું, પણ તે સ્ત્રી બેઠી થઈ કે પાંસળામાંથી નીકળીને તે ગાંઠ ગર્ભસ્થાનમાં આવીને ગર્ભના જેવી દેખાશે. બીજી પરીક્ષા એવી છે કે, આઠ આઠ આંગળ લાંબા પહેલા સફેદ ધોળા રંગના કપડાના કટકા લઈ, તે બેઉ કટકાને ગેરુના પાણીમાં બોળી, સરખા નિચાવી, એક કટકે પેઢાની ગાંઠ ઉપર અને બીજે પેટ ઉપર મૂકો. જે ગર્ભની ગાંઠ હશે તે બેઉ કટકા એકીવખતે સુકાઈ જશે, પણ રક્તગુલમ હશે તે ગુલમની ગાંઠવાળ કટકો મેડે સુકાશે. એટલે આવી રીતની પરીક્ષા કરવાથી આપણું મનમાંથી શંકા નીકળી જશે. રક્તગુલમની ચિકિત્સા જે નવ મહિના પછી કરવાની કહેલી છે, તેનું એક કારણ એવું પણ છે કે, નવ માસ પછી એ ગાંઠ પરિપક્વપણને પામે છે તેથી જે કોઈ ચિકિત્સકને શસ્ત્રક્રિયા કરવી હોય તે સહેલાઈથી કરી શકાય છે અને ગાંઠ પરિપક્વ ન થઈ હોય છતાં શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, તે તે સ્ત્રીના જાનનું જોખમ થવાનો સંભવ છે. સ્ત્રીના પેટમાં ગાંઠ થયા પછી જે તે સ્ત્રી સધવા હોય તે તે ગર્ભના રૂપમાં ગણાયા પછી કઈ જાતને ભય રહેતું નથી. પરંતુ જે તે સ્ત્રી વિધવા હોય તે રક્તગુલમ થયા પછી તે રોગ છે કે ગર્ભ છે એ નિશ્ચય નહિ થવાથી તેની આસપાસનાં કુટુંબીજનમાં ગર્ભની શંકા ઉત્પન્ન થવાથી, તે સ્ત્રી ભારે વિપત્તિમાં આવી પડે છે. એટલા માટે રક્તગુલમની ખાતરી થયા પછી ભલે કઈ ચિકિત્સક મુલતવી રાખે તે અડચણ નથી;
For Private and Personal Use Only