________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ટંકણખારથી અર્ધા વજને સંચળ મેળવ અને સઘળા ચૂર્ણની બરાબર મરીનું ચૂર્ણ મેળવવું. તે પછી ચણાના ક્ષારના પાણીની સાત ભાવના આપવી અને સુકાયા પછી તેની વટાણા જેવડી ગેળીઓ વાળવી. એ ગળી પૈકી એક અથવા બે ગોળી છાશ સાથે આપવાથી કેઈ પણ પ્રકારના પેટમાં મારતા શૂળને અર્ધા કલાકમાં નરમ પાડે છે. આ કવ્યાદરસથી અજીર્ણ, પેટનું ચડવું, મળને અવરોધ અને પેટનો દુખાવે જરૂર મટે છે. જો કે શાસ્ત્રમાં સેંકડે રેગ પર ચાલવાનું લખ્યું છે, પરંતુ અજીર્ણ અને શૂળ ઉપર તે આબાદ કામ કરે છે. '
હિંગાષ્ટકચૂર્ણ -સૂંઠ, મરી, પીપર, અજમે, સિંધવ, સં. ચળ, શાહજીરું અને ફુલાવેલી હિંગ એ આઠ વસ્તુ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, પાણી સાથે ફકાવવાથી અજીર્ણ તથા પેટના દુખાવાને મટાડે છે. એ હિંગાષ્ટક ચૂર્ણને જમતાં પહેલાં એક કેળિયા ભાતમાં બે આનીભાર મેળવી તેમાં બે આનીભાર ઘી નાખી તે ભાત પહેલેથી જ ખાઈ, ઉપરથી બીજો રાક ખાય તે લાંબા દિવસના સેવનથી આઠ પ્રકારના પરિણામશૂળને મટાડે છે. અથવા હિંગાષ્ટક ચૂર્ણ વાલ બે, શંખભસ્મ વાલ એક તથા ઝેરકચૂરાનું શુદ્ધ કરેલું ચૂર્ણ (દિવેલમાં બનાવેલું) વાલ બે મેળવીને ઊને પાણી સાથે આપવાથી વાયુનું અને કફનું શૂળ તરત મટે છે. તથા પિત્તના શૂળમાં છાશ સાથે આપવાથી ફાયદો થાય છે.
ગુલમરેગર–મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી આમાશયમાં રહેલે કલેદન કફ અને અન્યાશયમાં રહેલા પાચક પિત્તને વાયુ પિતાના અતિવેગથી સૂકવીને તેને પેટનાં આંતરડાંમાં ફેરવે છે. આથી ગળાકાર અથવા લંબગોળાકાર જેવી એક અથવા વધારે ગાંઠે પેટમાં ફરતી જણાય છે અને તે સાથે
For Private and Personal Use Only