Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001024/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | ગુજરાતી गडासान नेतसार સંપાદકો જયંત કોઠારી કાંતિભાઈ બી. શાહ સાહિત્ય dain Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. સંપાદકો જયંત કોઠારી કાન્તિભાઈ બી. શાહ આવા શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ WWW.jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ Madhyakalina Gujarati Jaina Sahitya Collection of essays on medieval Gujarati Jain Literature Ed. Jayant Kothari, Kantibhai B. Shah 1993, Mahavira Jaina Vidyalaya, Bombay પહેલી આવૃત્તિ, માર્ચ ૧૯૯૩ નકલ ૭૫૦ કિંમત રૂ. ૧૨૦ આવરણ : શૈલેશ મોદી પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ તથા અમદાવાદ આર. આર. શેઠની કંપની, મુંબઈ તથા અમદાવાદ સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ પ્રકાશક : ધીરજલાલ મોહનલાલ શાહ શ્રીકાંતભાઈ સાકરચંદ વસા દિનેશભાઈ જીવણલાલ કુંવાડિયા મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ લેસર ટાઇપસેટિંગ ઃ શારદા મુદ્રણાલય (લેસર વિભાગ) જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુદ્રક ઃ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના પ્રકાશનમાં પરમપૂજ્ય સૌમ્યમૂર્તિ આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રી, પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિની સત્પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ તરફથી ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તેની અનુમોદના કરીએ છીએ. લિ. ધીરજલાલ મોહનલાલ શાહ શ્રીકાંતભાઈ સાકરચંદ વસા દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન લબ્ધપ્રતિષ્ઠ સંશોધક-સંપાદક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈની જન્મશતાબ્દી ઈ.સ.૧૯૮૫માં તાજી જ પસાર થઈ હતી, અને એમના મૂલ્યવાન ગ્રંથ જૈન ગૂર્જર કવિઓની સંવર્ધિત નવી આવૃત્તિના પ્રથમ ખંડનું ૧૯૮૬માં તાજું જ પ્રકાશન થયું હતું – આ બન્ને મહત્ત્વના બનાવોને અનુલક્ષીને શ્રી મોહનલાલ દેશાઈના લેખનકાર્યની અનુમોદના રૂપે, આ સંસ્થા તરફથી “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિશેનો એક વિશિષ્ટ અને મૂલ્યવાન પરિસંવાદ અમદાવાદ ખાતે તા.૨૮–૨૯ માર્ચ, ૧૯૮૭ના બે દિવસોએ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદનું સમગ્ર આયોજન અને સંચાલન શ્રી જયંત કોઠારીએ કર્યું હતું. મધ્યકાળમાં જૈનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આ પરિસંવાદમાં જૈન સાહિત્યના કેટલાક પ્રવાહો, મહત્ત્વના જૈન કવિવરો અને મહત્ત્વની જૈન કૃતિઓ વિશે ત્રીસેક જેટલા અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ થયા હતા. એ નિબંધોને ગ્રંથ રૂપે પ્રગટ કરવાની વિદ્યાલયની ભાવના હતી જ. તેવામાં પૂ.પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, વિલેપાલ (મુંબઈ) તરફથી ઉદારતાભર્યો આર્થિક સહયોગ અને પ્રાપ્ત થયો, જેને લઈને એ ભાવના સરળતાથી મૂર્ત થઈ શકી. આ પ્રકારના ઉદાર આર્થિક સહયોગ માટે અમે શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સાનંદ ઋણસ્વીકાર કરીએ છીએ. સંસ્થા પોતાનો અમૃત મહોત્સવ ઉમંગભેર અને ઉજ્વલ રીતે ઊજવી રહી છે એ સમયે ગંભીર વિદ્યાધ્યયનની આવી મહત્ત્વની સામગ્રી જૈન-જૈનેતર સમાજને સાદર કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ સાહિત્યસામગ્રીનો સૌ આત્મહિતાર્થે ઉપયોગ કરશે. જૈન સમાજના સાથસહકારથી આ સંસ્થા આવાં વિદ્યાકીય કાર્યો વધુ ને વધુ કરતી રહે એવી અમારી અભિલાષાને સર્વ સહૃદયીઓની અનુમોદના મળી રહો એવી અમારી અભ્યર્થના આ ગ્રંથના સંપાદનની જવાબદારી શ્રી જયંત કોઠારી અને કાન્તિભાઈ બી. શાહે ચીવટપૂર્વક સંભાળી છે તે માટે અમે સંપાદકોના અત્યન્ત આભારી છીએ. જેમના લેખો અહીં ગ્રંથસ્થ થયા છે તે સૌ વિદ્વાનોનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. અમને શ્રદ્ધા છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અભ્યાસમાં આ ગ્રંથ પૂરક બની રહેશે અને જેને ગુજરાતી સાહિત્ય વિશે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડશે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઘીરજલાલ મોહનલાલ શાહ ઑગસ્ટ કાન્તિ માર્ગ, શ્રીકાંતભાઈ સાકરચંદ વસા મુંબઈ ૪૦૦ ૦૩૬ દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા તા. ૧૫–૧–૧૯૯૩ મંત્રીઓ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથોના સર્જક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈની જન્મશતાબ્દી ઈ.સ. ૧૯૮૫માં તાજી જ પસાર થઈ હતી, અને “જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથશ્રેણીની સંશોધિત-સંવર્ધિત. નવી આવૃત્તિનો પ્રથમ ભાગ જયંત કોઠારી દ્વારા સંપાદિત થઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા ૧૯૮૬માં પ્રકાશન પામ્યો હતો. આ બન્ને મહત્ત્વના બનાવોને અનુલક્ષીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અમદાવાદ ખાતે “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' વિશે ડૉ. હરિવલ્લભ ભાયાણીની અધ્યક્ષતામાં તા.૨૮ર૯ માર્ચ ૧૯૮૭ના બે દિવસોએ (સદ્ગત દેશાઈના જન્મને ૧૦૨ વર્ષ થવા કાળે) એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. પરિસંવાદના સમગ્ર આયોજન-સંચાલનની વ્યવસ્થા જયંત કોઠારીને સોંપવામાં આવી હતી. મધ્યકાળના ગુજરાતી જૈન સાહિત્યના કેટલાક પ્રવાહો, મહત્ત્વના જૈન કવિઓ અને મહત્ત્વની જૈન કૃતિઓ વિશે એક સૂચિત યાદી તૈયારી કરી વિદ્વાન અધ્યાપકોને નિબંધવાચન માટે આમંત્રણ આપી વિષયોની ફાળવણી કરવામાં આવી હતી. પરિસંવાદની કુલ ત્રણ બેઠકોમાં ત્રીસેક જેટલા નિબંધો રજૂ થયા હતા. આ નિબંધો ગ્રંથસ્થ કરવા અંગે ઠીકઠીક સમય સુધી કોઈ નિર્ણય સંસ્થા. તરફથી લઈ શકાયો નહોતો, અને વળી આ જ ગાળામાં “ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ'ના સંપાદન-પ્રકાશનનું કામ પણ સંસ્થાના હાથ ઉપર હતું જ. પરંતુ પૂ.પં.શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, વિલેપાર્લે (મુંબઈ) તરફથી પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન માટે ઉદારતાભરી આર્થિક સહાય પ્રાપ્ત થતાં વિદ્યાલયે ગ્રંથપ્રકાશન માટે સત્વરે નિર્ણય લેવાની પરિસ્થિતિ નિમઈિ. એના સંપાદનની જવાબદારી અમારે નિભાવવાની આવી. પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોમાંથી જૂજ અપવાદ સિવાય બધાએ જ લિખિત સ્વરૂપે પોતાના નિબંધો અમને મોકલી આપ્યા. મધ્યકાળના ગુજરાતી જૈન સાહિત્યનાં શક્ય એટલાં વધુ પ્રવાહો-કવિઓ-કૃતિઓને આવરી લઈ શકાય તે માટે પરિસંવાદમાં રજૂ થયેલા નિબંધો ઉપરાંત પણ, ખાસ આ ગ્રંથ માટે આમંત્રણ આપીને તૈયાર કરાવેલા થોડાક લેખો પણ અહીં સમાવ્યા છે. તેમજ મોહનલાલ દલીચંદ દેશાઈનો લેખ “આનંદઘન અને યશોવિજયજી' વર્ષો પહેલાં લખાયો હોવા છતાં એને આ ગ્રંથમાં સમાવ્યો છે, એટલા માટે કે એથી કરીને બે અતિ મહત્ત્વના જૈન કવિઓને આ સંપાદનમાં આવરી લઈ શકાયા છે. એ જ રીતે જયંત કોઠારીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન” લેખ પણ, અગાઉ પ્રકાશિત છતાં, ગ્રંથના વિષય સાથેની સુસંગતતાને લઈને અહીં લીધો છે. અહીં સંપાદનપ્રક્રિયા થયેલી છે, એટલેકે કેટલાક લેખો મઠારાયા છે ને કેટલાક Page #7 -------------------------------------------------------------------------- ________________ VI લેખોમાં કાપકૂપ કરવાની પણ જરૂર પડી છે. લેખકોની ઉદાર સંમતિથી જ આ થઈ શક્યું છે, પણ આ કારણે આમાંના જે લેખો અન્યત્ર છપાયા હશે તેનાથી અહીં કેટલેક સ્થાને પાઠભેદ દેખાશે. વાચકોને આ લક્ષમાં રાખવા ખાસ વિનંતી છે. ગ્રંથમાંના લેખોને પ્રવાહો, કવિઓ અને કૃતિઓ – એ ક્રમમાં (શક્ય હોય ત્યાં સમયાનુક્રમે) ગોઠવ્યા છે. આ સંપાદનમાં પરિસંવાદનો સંદર્ભ અને પ્રકાશનની સમયમર્યાદા આ બે પરિબળોએ ભાગ ભજવ્યો હોઈ, મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હજીયે એવું ઘણું છે જે અહીં વણસ્પર્યું રહી ગયું છે એ કબૂલવું રહ્યું. પણ મધ્યકાળના સમગ્ર જેન સાહિત્યનો સિલસિલાબંધ ઇતિહાસ રજૂ થાય એવા કોઈ મહત્ત્વાકાંક્ષી ધ્યેય સાથે હાથ ધરાયેલું આ સંપાદન છે નહીં એટલું સ્પષ્ટ કરીએ. પરિસંવાદને નિમિત્તે જે કંઈ સાહજિક રીતે નીપજી આવ્યું તેની આ ફલશ્રુતિ છે. એથી જ આ સંપાદનમાંના કેટલાક લેખો પ્રસ્તુત સાહિત્યનો કેવળ પરિચય આપનારા, અથવા તો વિહંગાવલોકન કે સંક્ષિપ્ત દૃષ્ટિપાત કરાવનારા પણ ઘણાને લાગશે જ. આશા છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસગ્રંથોમાં આ ગ્રંથ પૂરક બની રહેશે અને અભ્યાસીઓને મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોના પ્રદાન અંગે નવેસરથી મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સંદર્ભ પૂરો પાડશે. પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોમાંથી જેમણે આ સંપાદન માટે લેખો મોકલી આપ્યા તેમનો તેમજ અમારા ખાસ આમંત્રણથી આ ગ્રંથ માટે જેમણે લેખ તૈયારી કરી આપ્યા તે સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. ખૂબ ચીવટ રાખીને લેસર ટાઇપસેટિંગનું કામ કરી આપવા બદલ શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીના. સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલના અને આવરણચિત્ર માટે શ્રી શૈલેશ મોદીના પણ અમે આભારી છીએ. તા. ૨૭–૨–૧૯૯૩ જયંત કોઠારી કાન્તિભાઈ બી. શાહ સંપાદકો Page #8 -------------------------------------------------------------------------- ________________ એક વિદ્યાકાર્યની શુભ શરૂઆત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન લેખકોનું પ્રદાન ઘણું મોટું છે – રચનાના પ્રમાણની, પ્રકારોની, વિવિધતાની તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ. મો. દ. દેસાઈના “જૈન ગૂર્જર કવિઓ' દ્વારા, તથા જયંત કોઠારી વડે સંપાદિત “ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન) દ્વારા એ હકીકતની પ્રતીતિ હવે તો પૂરી સ્પષ્ટતાથી આપણને મળી ચૂકી છે. આ બાબત પ્રત્યે ધ્યાન દોરવા તેમજ થોડાક વિશેષ મહત્ત્વના જૈન કર્તાઓ અને કૃતિઓના વિવરણ-વિવેચન દ્વારા કાંઈક નક્કર કરવાના હેતુથી, જયંત કોઠારીનાં પ્રેરણા અને આયોજનના પરિણામે ૧૯૮૭માં મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિશે એક પરિસંવાદ થયો હતો. તેમાં રજૂ થયેલા નિબંધો અહીં સંગૃહીત કરેલા છે. ગુજરાતી સાહિત્યનાં ઈતિહાસો, અધ્યયનો, પાઠ્યક્રમોમાં જૈન કૃતિઓની તેમના મહત્ત્વના પ્રમાણમાં જે અવગણના થઈ છે તે માટે વિવિધ કારણો ચીંધી શકાય. પણ બે બાબત મને વિશેષ જવાબદાર લાગે છે. ચાલુ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં સાહિત્યનો જે ખ્યાલ ઉત્તરોત્તર વધુ પ્રભાવક બનતો ગયો તેને લીધે જે કૃતિમાં સીધું કે આડકતરું વિચારપ્રચારનું, આસ્થાભાવના વ્યક્ત કરતું તત્ત્વ હોય તેને ઊતરતી કૃતિ ગણવાનું કે ખરી કૃતિ ન ગણવાનું વલણ ઘણું પ્રબળ બન્યું. આથી ઘણીખરી મધ્યકાલીન કૃતિઓ નાતબહાર થઈ ગઈ. જે થોડીકને ઉદારભાવે કે પોતાના અતીતનું ગૌરવ કરવાની લાગણીથી “સાહિત્યનો મોભો મળ્યો તેમની ગુણવત્તા પણ, કૃતિનાં મૂળ પ્રયોજનોને અવગણી, આજનાં ધોરણો અને માનદંડોથી જ સ્થાપવાના પ્રયાસ થયા. બીજું, ગુજરાતીના ઘણા અધ્યાપકોમાં અધ્યયનની રૂચિ નબળી પડી છે કે રહી નથી. આવી પરિસ્થિતિમાં મધ્યકાળના સાહિત્ય તરફ અને તેમાંયે જૈન અહિત્ય તરફ દૃષ્ટિપાત કરવાની કેટલી સંભાવના ? આમ છતાં સન્નિષ્ઠ પ્રયાસ થોડુંક તો ઇષ્ટ પરિણામ જરૂર લાવે એનું દ્રષ્ટાંત પ્રસ્તુત સંગ્રહ પૂરું પાડે છે. એમાંના નિબંધોમાં હીરાણંદ, લાવણ્યસમય, જયવંત, કુશલલાભ, નયસુંદર, ઋષભદાસ, આનંદવર્ધન, આનંદઘન, યશોવિજય જેવા જૈન લેખકો તથા કેટલીક જૈન કૃતિઓનાં પરિચય અને ગુણદર્શન, થોડાક પ્રકારોની જાણકારી અને સામાન્ય પ્રવાહદર્શન રજૂ થયાં છે. થોડીક અત્યુક્તિ લાગે તોપણ, કહું કે આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આવા સંખ્યાબંધ પ્રયાસો અને કેટલાંક સઘન અધ્યયનો થતાં રહે તેને પરિણામે જ જૈન પરંપરાના વ્યાપક પ્રદાનનું સાચું, સંતોષકારક ચિત્ર નિર્મિત થાય. વળી આ તો મુખ્યત્વે પ્રકાશિત જૈન સાહિત્યને જ કેન્દ્રમાં રાખીને વાત થઈ. હજી અપ્રકાશિત રહેલ ગુજરાતી સાહિત્ય અનેકગણું છે, ગંજાવર છે. પોતાના સમૃદ્ધ, વિપુલ સંસ્કારવારસાની જેમને ખેવના હોય તેવા ગુજરાતીઓ, જેનો જરૂરી ટેકો અને તાલીમ સુલભ કરીને જુવાન અભ્યાસીઓનું Page #9 -------------------------------------------------------------------------- ________________ VIII એક નિષ્ઠાવાન જૂથ તૈયાર કરે તો જ એ સાહિત્યનો ઉદ્ધાર થાય. છેવટે બે શબ્દ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન, આસ્વાદ અને મૂલ્યાંકનને લગતી આપણી દૃષ્ટિ અને અભિગમ વિશે. એ સાહિત્ય પરંપરાનુસારી છે. એટલે આ સંદર્ભમાં “પરંપરાના અર્થસંકેતો અને તાત્પર્યની તલસ્પર્શી ચર્ચા કરવી એ એક પાયાની જરૂરિયાત થઈ. બીજું, એ સમયની રચનાઓ એકસાથે વિવિધ પ્રયોજનો – વ્યાવહારિક તેમ ઉચ્ચતર – સાધવાની દૃષ્ટિએ થતી હતી એ હકીકતને દૃષ્ટિ સામે રાખીને જ તેમનું ન્યાય કરતું વિવરણ-વિવેચન થઈ શકે. ત્રીજું ઘણીખરી રચનાઓનું પઠન નહીં, પણ શ્રવણ થતું. અને ચોથું જે ગ્રાહકવર્ગને માટે તેમનું "નિર્માણ થતું, અને તેમનો જે ઉત્પાદકવર્ગ હતો – એટલે “માગ’ અને ‘પુરવઠાને લગતી જે તે-તે સમયની પરિસ્થિતિ હતી (વૈપારી અર્થમાં આ ન સમજશો, ભલા !) – જે આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ હતો, તેની ઉપેક્ષા કરવી તે એ રચનાઓને, એ સાહિત્યને સાચી રીતે જાણવા-સમજવાનો રાજમાર્ગ છે એટલું યાદ રાખવું. આ પ્રયાસની સફળતા માટે ભાઈ જયંતને ધન્યવાદ. હરિવલ્લભ ભાયાણી Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૪૨ પ૪ CE ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન . . . . . . . . . . . . . . . . જયંત કોઠારી ૧ ૨. જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા . . . . હસુ યાજ્ઞિક ૨૦ ૩. જૈન ફાગુકાવ્યો ? કેટલીક લાક્ષણિકતાઓ . . . . જયંત કોઠારી ૩૪ ૪. મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય : એક દૃષ્ટિપાત . . . . . . . . . . . . . . રમણલાલ જોશી ૩૮ ૫. મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા . . . . . રસિક મહેતા ૬. મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખ . . . . . . રમેશ ર. દવે ૪૮ ૭. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં . શ્રદ્ધા ત્રિવેદી ૮. મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય કેશવરામ કા. શાસ્ત્રી ૬૦ ૯. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો .કિર્તિદા જોશી ૧૦. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં કાવ્યતત્ત્વ : સંક્ષિપ્ત દિગ્દર્શન . . . . . . . . . . . . . . પ્રવીણ શાહ ૭૭ ૧૧. આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર નગીન જી. શાહ ૮૧ ૧૨. હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન . . . . .બળવંત જાની ૮૯ ૧૩. લાવણ્યસમય . . . . . . . . . . . . કાન્તિભાઈ બી. શાહ ૧૦૨ ૧૪. પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ . . . . . જયંત કોઠારી ૧૧૪ ૧૫. કવિ કુશલલાભ . . . . . . . . . . . . . વાડીલાલ ચોકસી ૧૫૬ ૧૬. નયસુંદર . . . . . . . . . . . . . . . . . ચંદ્રકાંત મહેતા ૧૬૧ ૧૭. કવિ સમયસુંદર . . . . . . . . . . . . . . . . .વસંત દવે ૧૬૫ ૧૮. શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ . . . . . . . . .નિરંજના જે. વોરા ૧૭૩ ૧૯. મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા. . . કનુભાઈ જાની ૧૮૧ ૨૦. અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય . . . . . . . . . . . મોહનલાલ દ. દેશાઈ ૧૯૫ ૨૧. ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા . . . . . . . . . . . . . . . . . જયંત કોઠારી ૨૧૫ ૨૨. જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ . . કુમારપાળ દેસાઈ ૨૩૦ ર૩. સર્જક કવિ ઉત્તમવિજય . . . . . . . . . . . .રમણ સોની ૨૩૬ ૨૪. યશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ’ . મહેન્દ્ર અ. દવે ૨૩૯ ૨૫. પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ . . . . . . . કનુભાઈ જાની ૨૪૮ ૨૬. આચાર્યશ્રી સોમસુંદરરચિત ઉપદેશમાલા બાલાવબોધ' . . . . . . જોરાવરસિંહ પરમાર ૨૫૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૭. આજ્ઞાસુંદરકત વિદ્યાવિલાસપવાડું : એક પરિચય . . . . . . . . . . . . . . . . કનુભાઈ શેઠ ૨૬૦ ૨૮. મલયચંદ્રકૃત ‘સિંઘલશી ચરિત્ર' . . . . . . . . ભારતી વૈદ્ય ૨૬૯ ૨૯. ઉદયભાનુરચિત “વિક્રમચરિત્ર રાસ : એક દૃષ્ટિપાત. . . . . . . . . . . . . . . . . . સુભાષ દવે ૨૭૫ ૩૦. સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ' . . કાન્તિભાઈ બી. શાહ ૨૭૯ ૩૧. બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો “ીલોપદેશમાલા બાલાવબોધ' . . . . . રમણીક શાહ ર0 ૩૨. યશોવિજયકૃત ‘સમુદ્ર-વહાણ સંવાદ' . . . . . રમણ સોની ૨૯૭ ૩૩. જિનહર્ષકૃત “વીશી' : તીર્થકર સ્તવન – ગરબા રૂપે . . . . . . . . . . . . . . . . . કીર્તિદા જોશી ૩૦૧ ૩૪. વિનયવિજયકૃત “નેમ-રાજુલ બારમાસા' . . . . જયન્ત પાઠક ૩૦૮ ૩પ. વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારહમાસા' . . . ભોળાભાઈ પટેલ ૩૧૨ ૩૬. ઉદયરત્નકૃત નેમિનાથ તેરમાસા' . . . . . પ્રમોદકુમાર પટેલ ૩૧૭ ૩૭. નામસૂચિ . . . . . ૩૨૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન - - - - - - - - - - - ર મ પ પ ા પ મ મ ર - - - - - - જયંત કોઠારી સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્ય કેટલાંક વર્ષો પહેલાં મધ્યકાલીન (ઈ.સ.૧૮૫૦ પૂર્વેના) ગુજરાતી સાહિત્યના સંદર્ભે મેં ફરિયાદ કરેલી કે “આપણા સાહિત્યના અધ્યયનમાં જૈન કવિઓ અને સાહિત્ય ઉપેક્ષિત રહ્યાં છે... પ્રથમ પંક્તિના વિદ્વાનોના વિવેચનનો જે લાભ અખો, પ્રેમાનંદ, દયારામ જેવાને મળ્યો છે તે કોઈ જૈન કવિને મળ્યો જણાતો નથી. ભાલણ, નાકર, નરપતિ, શામળ વગેરેને આપણા અભ્યાસમાં જે સ્થાન મળતું રહ્યું છે તેવું કોઈ જૈન કવિને ભાગ્યે જ મળ્યું છે. વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કરનાર લાવણ્યસમય અને સમયસુન્દર જેવા કવિઓનો સાંગોપાંગ અભ્યાસ થવો હજુ બાકી છે. સાહિત્યના ઇતિહાસમાં પણ વિશિષ્ટ જૈન કૃતિઓ અને કવિઓનો પૂરતો પરિચય કરાવવામાં આવતો નથી. હા, નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો કંઈક વીગતે પરિચય કરાવવામાં આવે છે કેમકે એ વખતનું જૈનેતર સાહિત્ય અલ્પ પ્રમાણમાં છે !” (ઉપક્રમ, ૧૯૬૯, પૃ.૧૪૩) મારી આ ફરિયાદ મોટા ભાગના લોકોને વધારે પડતી લાગવાની ને એમાં જૈન તરીકેનો મારો પક્ષપાત પ્રગટ થતો દેખાવાનો. છેલ્લી ટકોરમાં તો મારા પરમ સ્નેહી ડૉ. મધુસૂદન પારેખને પણ મારું આળાપણું જણાયેલું. હમણાં થોડા સમય પહેલાં એક યુનિવર્સિટીની અભ્યાસસમિતિમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અભ્યાસક્રમમાં જૈનોના પ્રદાનના મુદ્દાને યોગ્ય સ્થાન આપવા મેં સૂચન કર્યું ત્યારે એક અધ્યાપકે કહ્યું કે એમાં ભણાવવા જેવું શું છે ? અને આપણે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય ભણાવીએ જ છીએ ને? એમને કહ્યું કે નરસિંહ પછીના જૈન સાહિત્યનો તમને કંઈ અંદાજ છે ખરો? એ વાત સાચી છે કે ઈ.સ.૧૮૫૦ પૂર્વેના જૈન સાહિત્યનો પૂરો, સાચો અંદાજ આપણને નથી. મેં ઉપર્યુક્ત ફરિયાદ કરી ત્યારે મનેયે એ અંદાજ હતો એમ કહેવાની સ્થિતિમાં હું અત્યારે નથી. એ વખતે હું જોતો હતો કે મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્ય વિપુલ હોવાની વાત નોંધાતી હતી, કેટલાંક નામો પણ લેવાતાં હતાં પણ કવિઓ કે કૃતિઓના પરિચય બહુ ઓછા આવતા હતા. મેં ફરિયાદ કરેલી તે આ સ્થિતિને અનુલક્ષીને ને તે વેળાએ મારી જે કંઈ જાણકારી હતી તેને આધારે. જૈન સાહિત્ય તરફના આપણા વલણને પ્રગટ કરતું એક ઉદાહરણ નોંધવાનું મન થાય છે. અનંતરાય રાવળના “ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન)' (૧૯૫૪)માં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જે જૈન કવિઓ ઉલ્લેખાયા છે તેમાંથી બહુ ઓછાને પાછળની શબ્દસૂચિમાં સ્થાન મળ્યું છે ! ગ્રંથમાં જેમની નોંધ થોડી વીગતે લેવાઈ છે એવા કુશળલાભ, જયશેખરસૂરિ, માણિક્યસુંદરસૂરિ જેવા પણ બાકાત રહી ગયા છે. સામે પક્ષે ગ્રંથમાં સામાન્ય ઉલ્લેખ ધરાવતા ઘણા જૈનેતર કવિઓ શબ્દસૂચિમાં સ્થાન પામ્યા છે. આ થોડુંક આકસ્મિક રીતે નીપજી આવ્યું હશે – શબ્દસૂચિ ખામીભરેલી છે જ – તેમ છતાં જૈન સાહિત્યને ગૌણ ગણવાનું વલણ એમાં કામ કરી ગયું હશે એમ માનવાને અવકાશ રહે જ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૧૯૭૬માં પ્રકાશિત થયેલો “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ખંડ બીજો’ નરસિંહ પછીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક બૃહદ્ ઇતિહાસ છે. એમાં જૈન સાહિત્યની શી સ્થિતિ છે એ જોવા જેવું છે. શબ્દસૂચિમાં લગભગ ૫૫૦ જૈન અને ૧૫૦ જૈનેતર ગુજરાતી ગ્રંથકારો નોંધાયા છે તથા લગભગ ૧૮૦૦ જૈન અને ૭૫૦ જેનેતર ગુજરાતી કૃતિઓનો નિર્દેશ છે. તેની સામે ગ્રંથમાં આશરે ૬૦૦ પાનાં જૈનેતર ગ્રંથકારોને અને માત્ર ૧૫૦ પાનાં જૈન ગ્રંથકારોને ફાળવાયાં છે. જૈનેતર ગ્રંથકારોને અપાયેલાં 900 પાનાંમાંથી નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો, શામળ, દયારામ, ભાલણ જેવા પ્રથમ પંક્તિના જૈનેતર ગ્રંથકારોને અપાયેલાં ૩૦૦ પાનાં બાદ કરીએ તોપણ બાકીના બીજી ત્રીજી હરોળના જૈનેતર ગ્રંથકારોને ૩૦૦ જેટલાં પાનાં અપાયાં છે એવો અર્થ થાય. એનાથી ત્રણ ગણા જૈન ગ્રંથકારોને એનાથી અર્ધા પાનાં જ અપાયાં છે. - પાનાંની આ ગણતરી ઘણી ધૂળ લાગવા સંભવ છે. કવિસંખ્યાના પ્રમાણમાં પાનાં ફાળવવાં જોઈએ એવી પણ કોઈ દલીલ નથી. કેમકે સાહિત્ય વિશે લખવામાં સાહિત્યની ગુણવત્તા પણ જોવાની હોય જ. તાત્પર્ય એટલું જ છે કે જૈન સાહિત્યની જે રીતે નોંધ લેવાવી જોઈતી હતી તે રીતે લેવાઈ નથી. આ કશા સભાન હેતુથી થયું છે એવું નથી. જૈન સાહિત્ય હજુ ઘણું અમુદ્રિત છે, મુદ્રિત જૈન સાહિત્યનો પણ અભ્યાસ ઓછો થયો છે અને જૈન સાહિત્યની વિપુલતા, વિવિધતા અને સાહિત્યિક ગુણવત્તાનો અંદાજ આપણને આવ્યો નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થતા ગુજરાતી સાહિત્યકોશ સાથે સંકળાવાનું થયું ત્યારે મારી સમક્ષ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે જૈનોનું જે અનોખું પ્રદાન છે એનું ચિત્ર ઊઘડવા લાગ્યું. એ ચિત્ર સાહિત્યપ્રવૃત્તિનાં અનેક પરિમાણોને આવરી લેતું હતું અને ઘણે ઠેકાણે જૂના અંદાજોની ક્યાંય ઉપર ચાલ્યું જતું હતું. જૈનોના સાહિત્યિક પ્રદાનનાં એ વિવિધ પાસાંઓ પર નજર કરવાનો અહીં ઉપક્રમ છે. સાહિત્યવારસાનું જતન અને સંવર્ધન સાહિત્યકોશની કામગીરી દરમ્યાન, જૈન સાહિત્યની સામગ્રી જ્યાંથી મળી શકે એવાં સ્થાનો એટલાં બધાં અમારી સામે આવતાં હતાં કે અમારાથી પહોંચી Page #16 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન D ૩ વળવું મુશ્કેલ થતું હતું, ત્યારે વૈષ્ણવ, સ્વામિનારાયણ, ખોજા તથા અન્ય અનેક નાનાનાના ધર્મસંપ્રદાયોની સાહિત્યસામગ્રી માટે અમારે ઘણાં ખાંખાખોળાં કરવાં પડતાં હતાં. જેની પાસે જ્ઞાનભંડારોની એક નમૂનેદાર વ્યવસ્થા, ત્યારે અન્ય સંપ્રદાયોમાં વ્યવસ્થિત પુસ્તકસંગ્રહનાં જ ફાંફાં. કેટલાક જૈન જ્ઞાનભંડારો તો અત્યંત વિશાળ – દશેક હજાર જેટલા મુદ્રિત ગ્રંથોને સમાવતા અને દશ-વીશ હજાર હસ્તલિખિત પોથીઓને સમાવતા. મુદ્રિત ગ્રંથો જાડા બ્રાઉન પેપરનાં પૂંઠાં ચડાવીને વર્ગીકૃત કરીને કબાટોમાં ગોઠવેલા હોય ને હસ્તલિખિત પોથીઓ પૂઠાં તથા કપડાંનાં બંધનમાં મૂકીને સરસ રીતે સાચવેલી હોય. આ ગ્રંથો અને પોથીઓની યાદી પાકા બાંધેલા ચોપડાઓમાં સુંદર મરોડદાર અક્ષરોમાં કરેલી હોય. આ ભંડારો જ્ઞાનોપાસનાનું એક મનોહર ચિત્ર આપણી પાસે ખડું કરી દે. જૈનોએ જ્ઞાનસામગ્રીના સંચયની આવી સંસ્થાગત વ્યવસ્થા બહુ જૂના સમયથી નિપજાવી લીધી તેથી પ્રાચીન ગુજરાતી સાહિત્ય આ જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલું જેટલું મળે છે તેટલું અન્યત્ર ક્યાંય મળતું નથી. જેનેતરો આવી સંસ્થાગત વ્યવસ્થા નિપજાવી શક્યા નહીં. એમની સાહિત્યસામગ્રી વ્યક્તિગત માલિકીના ધોરણે રહી અને તેથી ઘણી તો રફેદફે પણ થઈ. આજે બારમીથી ઓગણીસમી સદી સુધીના ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસનો દશકાવાર ઇતિહાસ મળી શકે છે. સિંહાલીના અપવાદે ભારતીય આર્યકુળની કોઈ ભાષાનો આવો ઇતિહાસ પડતો નથી અને જગતનાં ભાષાસાહિત્યોમાં પણ આવા દાખલાઓ ઓછા જડવાના. આનો યશ બહુધા આ જૈન જ્ઞાનભંડારોને ફાળે જાય છે. પોથીઓ લખાવવાના કાર્યને દાનનાં સાત ક્ષેત્રોમાં સમાવી લઈને જૈન સંપ્રદાયે સાહિત્યના જતનની એક દૃઢ પ્રણાલિકા ઊભી કરી લીધી એનો લાભ ઊગતી અને વિકસતી ગુજરાતી ભાષાને ઘણો મોટો મળ્યો. જે જૈન અને જૈનેતર હસ્તલિખિત સામગ્રી આજે પ્રાપ્ય છે એની તુલના રસપ્રદ નીવડે એવી છે. જૈન ગૂર્જર કવિઓ' (સં. મોહનલાલ દલીચંદ દેસાઈ) જૈન હસ્તપ્રતસામગ્રીની એક સંકલિત યાદી. છે, જ્યારે “ગુજરાતી હાથમતોની સંકલિત યાદી' (સં. કેશવરામ કા. શાસ્ત્રી) મુખ્યત્વે જૈનેતર હસ્તપ્રતસામગ્રીની સંકલિત યાદી છે. “જૈન ગૂર્જર કવિઓ' જે સંસ્થાગત કે વ્યક્તિગત હસ્તપ્રતસંચયોને સમાવે છે તેની સંખ્યા ૨૦૦ જેટલી છે, ત્યારે ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં આવરી લેવાયેલા સંસ્થાગત (ગુજરાત વિદ્યાસભા વગેરે અવચીન સંસ્થાઓ) અને વ્યક્તિગત હસ્તપ્રતસંચયો માત્ર ૯ છે. “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદક મોહનલાલ દલીચંદ દેશાઈએ નહીં જોયેલા હસ્તપ્રતસંચયો તો વધારાના. આ હસ્તપ્રતસંચયો કેટલી સામગ્રીને સમાવે છે તે વળી એક જુદો મુદ્દો થાય. પાટણનો હસ્તપ્રતસંચય વિશેક હજાર પ્રતોનો હોય, ત્યારે ગુજરાત વિદ્યાસભા કે ફાર્બસ ગુજરાતી સભાનો હસ્તપ્રતસંચય હજારપંદરસો પ્રતોનો હોય. (બધે જ ગુજરાતી સિવાયની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય હસ્તપ્રતોનો પણ આમાં સમાવેશ છે.) “જૈન ગૂર્જર કવિઓમાં એક જ કતિની પચાસ-પોણોસો હસ્તપ્રતો પણ નોંધાયેલી હશે. ત્યારે ગુજરાતી હાપ્રતોની સંકલિત યાદીમાં એક કૃતિની પંદર-વીસથી વધારે હસ્તપ્રતો ભાગ્યે જ નોંધાયેલી. હશે. આ હકીકત પણ જૈન હસ્તપ્રતસામગ્રીની વિપુલતાનો એક ખ્યાલ આપણને આપે છે. હસ્તલિખિત રૂપે જે જૈન સાહિત્ય ઉપલબ્ધ છે એની તુલનાએ ઘણું ઓછું જૈન સાહિત્ય મુદ્રિત મળે છે. તેમ છતાં મધ્યકાળનું જે જૈન સાહિત્ય મુદ્રિત મળે છે એ જૈનેતરોને મુકાબલે ઓછું નહીં હોય એમ લાગે છે. અહીં પણ જૈન ગ્રંથાલયો ઉપયોગી સેવા પૂરી પાડે છે. મુદ્રિત જૈન ગ્રંથો કોઈ ને કોઈ ગ્રંથાલયમાંથી પ્રાપ્ત થઈ રહે છે, જ્યારે વૈષ્ણવ વગેરે સંપ્રદાયના અનેક મુદ્રિત ગ્રંથોની તો ભાળ પણ મેળવવી મુશ્કેલ બની રહે છે. ગુજરાત વિદ્યાસભા જેવી અવચીન સંસ્થાઓમાં જે કંઈ સચવાયું હોય તે જ. એ સંપ્રદાયોનાં પોતાનાં તો કોઈ સમૃદ્ધ ગ્રંથાલય જ નથી. જેમ કેટલાક જૈન હસ્તપ્રતભંડારોની સૂચિ પ્રગટ થયેલ છે તેમ કોઈકોઈ જૈન ગ્રંથાલયે પણ પોતાને ત્યાંના મુદ્રિત ગ્રંથોની પણ સૂચિ પ્રગટ કરેલ છે. જૈન ગ્રંથસંગ્રહોની એક સંકલિત યાદી પણ ઘણાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલ છે. સાહિત્યના જતન માટેનો જૈનોનો આ પુરુષાર્થ ઘણો જુદો તરી આવે એવો છે. આ જ્ઞાનભંડારોની આજની અને ભવિષ્યની સ્થિતિ વિશે લખવાનું આ સ્થાન નથી, પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રચવામાં એમનો ફાળો અનન્ય છે એમાં શંકા નથી. વિશાળ દૃષ્ટિની જ્ઞાનોપાસના જૈન જ્ઞાનભંડારોની એક લાક્ષણિકતાની અહીં ખાસ નોંધ લેવી જોઈએ. એના હસ્તપ્રતસંચયોમાં તેમ મુદ્રિત ગ્રંથસંગ્રહોમાં જૈનેતર કૃતિઓ પણ સંઘરાયેલી મળે. જ્યોતિષ, આયુર્વેદ વગેરે સર્વસામાન્ય રસના વિષયો ઉપરાંત કાવ્ય. કાવ્યશાસ્ત્ર અને અન્ય દર્શનોના ગ્રંથો પણ જૈન ભંડારોમાંથી મળી રહે છે. મુદ્રિત ગ્રંથસંગ્રહની યાદીમાં “ગીતા” “ઉપનિષદ' જેવા વિભાગો જોવા મળે અને એમાં આ વિષયોનાં જુદીજુદી દૃષ્ટિએ થયેલાં નિરૂપણોવાળા અદ્યતન ગ્રંથો પણ હોય. કાન્હડદે પ્રબંધ’ જેવી મધ્યકાલીન ગુજરાતીની એક અત્યંત નોંધપાત્ર જૈનેતર કતિની હસ્તપ્રત જૈન ભંડારમાંથી મળી છે. કાજી મહમદનું એક વૈરાગ્યબોધક પદ અનેક જૈન સઝાયસંગ્રહોમાં “મનભમરાની સઝાય' તરીકે સમાવેશ પામેલું છે, એટલું જ નહીં મનભમરાની દેશી'નો પણ સોલ્લેખ ઉપયોગ જૈન ગુજરાતી સાહિત્યમાં ઠેરઠેર થયેલો છે. આનો અર્થ એ છે કે જૈનોએ ઈતર પરંપરાનું જ્ઞાન મેળવવામાં અને એના ઈષ્ટ અંશોને આત્મસાત્ કરવામાં સંકોચ અનુભવ્યો નથી. વસ્તુતઃ પોતાની સાહિત્યપરંપરાને એમણે ઈતર પરંપરાનો લાભ લઈને સમૃદ્ધ કરી છે. મધ્યકાલીન Page #18 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ] ૫ ગુજરાતી સાહિત્યમાં જૈનોએ હિંદુ પૌરાણિક કથાઓ નળદમયંતીની, હરિશ્ચન્દ્રની વગેરે નો વિનિયોગ કરેલો છે, લાક્ષણિક જૈનેતર કાવ્યપ્રકારો કે પદ્યપ્રકારો હોરી, હાલરડું, ગીતા, લાવણી, જકડી, કુંડળિયા, ગઝલ વગેરે ને અપનાવી લીધા છે તથા ભક્તિમાર્ગને જ્ઞાનમાર્ગની કેટલીક અસરો પણ ઝીલી છે. પ્રેમલક્ષણાભક્તિમાં સંભવિત એવા અનુનય, લાડ, આસક્તિ, વિરહવ્યાકુળતાના ભાવો પણ કેટલાંક તીર્થંકરસ્તવનોમાં જોવા મળે છે. આમ સ્થૂળ રીતે તેમજ સૂક્ષ્મ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરાને પોતાની ગ્રહણશીલ વિધાયક વૃત્તિથી જૈનોએ સાચવી છે ને સમૃદ્ધ કરી છે. સાહિત્યની વિપુલતા - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યની વિપુલતા ઊડીને આંખે વળગે એવી છે. છતાં એનો સાચો અંદાજ આવવો મુશ્કેલ છે. ગુજરાતી સાહિત્યકોશે તો પારસી, ખોજા, વૈષ્ણવ, સ્વામિનારાયણ, કબીરપંથી આદિ અનેક જૈનત૨ નાનામોટા કવિઓને ખૂણેખાંચરેથી શોધીને બહાર આણ્યા છે તેમ છતાં અત્યારનો અંદાજ એવો છે કે કોશમાં આશરે ૧૬૦૦ જેટલા જૈન કવિઓ અને ૫૦૦ જેટલા જૈનેતર કવિઓ આવશે. એટલેકે જૈન કવિઓનું પ્રમાણ ૭૫ ટકા જેટલું હશે. કૃતિઓનો અંદાજ પણ લગભગ આવો જ નીકળે છે. દીર્ઘ રચનાઓને અલગ અને પદ આદિ લઘુ રચનાઓને એક કૃતિ લેખતાં કોશમાં ૩૦૦૦ જેટલી જૈન અને ૧૦૦૦ જેટલી જૈનેતર કૃતિઓનો નિર્દેશ આવવાનો અંદાજ છે. અજ્ઞાતકર્તૃક જૈન બાલાવબોધો વિપુલ સંખ્યામાં મળે છે એ તો જુદા. બધા જૈન હસ્તપ્રતસંચયોની યાદી મુદ્રિત થઈ નથી – અને કોશ મુદ્રિત સાધનોની સીમામાં રહ્યો છે – એટલે હજુ થોડું વધુ જૈન સાહિત્ય હાથ આવવાનો પણ સંભવ રહે છે. એ સાચી વાત છે કે જૈનોએ પોતાના સાહિત્યની સાચવણીની એક સુદૃઢ વ્યવસ્થા ઊભી કરી હતી તેથી કુદરતી કે રાજકીય આપત્તિઓએ એમની ગ્રંથસંપત્તિને ખાસ નુકસાન કર્યું નથી. આ વ્યવસ્થા ઊભી કરવામાં જૈનોની જ્ઞાનરુચિ ઉપરાંત એમની આર્થિક સંપન્નતાને પણ કારણભૂત લેખી શકાય. જૈનેતરો પોતાની સૂઝને અભાવે કે આર્થિક અનુકૂળતાને અભાવે આવી વ્યવસ્થા ઊભી કરી શક્યા નહીં તેથી વ્યક્તિગત રીતે સચવાતી એમની ગ્રંથસંપત્તિને કૌટુંબિક, કુદરતી, રાજકીય આપત્તિઓના ભોગ બનવું પડ્યું હશે. આપણી પાસે આજે બચ્યું છે તેનાથી ઠીકઠીક વધારે જૈનેતર સાહિત્ય રચાયું હોવાનો સંભવ છે. આમ છતાં જૈનોએ જૈનેતરો કરતાં વિશેષ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હોવાનું માનવામાં કોઈ બાધ જણાતો નથી. સમગ્ર ગુજરાતી સમાજમાં જૈનોનું જે પ્રમાણ છે તે જોતાં જૈન સાહિત્યની આ વિપુલતા ખાસ નોંધપાત્ર બને છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ગુજરાતી ભાષાસાહિત્યનો પ્રારંભ ગુજરાતી ભાષાના સાહિત્યનો પ્રારંભ જેનોને હાથે થયેલો દેખાય છે. ચના વર્ષ ધરાવતી સૌથી પહેલી જૈન કૃતિ શાલિભદ્રસૂરિનો 'ભરતેશ્વરબાહુબલિ રાસ' (ઈ.સ. ૧૧૮૫) છે, જ્યારે રચનાવર્ષ ધરાવતી સૌથી પહેલી જૈનેતર કૃતિ અસાઈતની હિંસાઉલી' (ઈ.સ.૧૩૭૧) છે. વજસેનસૂરિકૃત 'ભરતેશ્વરબાહુબલિ ઘોર’નું રચનાવર્ષ મળતું નથી પણ એ કૃતિ ઈ.સ.૧૧૭૦ પૂર્વેની રચના હોવાનું જણાય છે. આનો અર્થ એ થયો કે જૈન રચના પછી છેક ૨૦૦ વર્ષે જૈનેતર રચના મળે છે. પ્રારંભકાળની જૈનેતર કૃતિઓ સચવાઈ ન હોય અને રચનાવર્ષ વગરની અજ્ઞાતકક ‘વસંતવિલાસ' જેવી જૈનેતર જણાતી કૃતિ થોડી વહેલી રચાયેલી હોય એમ માનીએ તોપણ ઊગતી ગુજરાતી ભાષામાં રચના કરવાનું પહેલું સાહસ જૈન કવિઓએ કર્યું હશે એમ માનવું યોગ્ય લાગે છે. ધર્મપ્રચારમાં પ્રતિબદ્ધ જૈન મુનિ-કવિઓએ પોતાના સમયની લોકભાષામાં સાહિત્યરચના કરવાનું ઇચ્છવું હોય એ સ્વાભાવિક છે. પછીથી પણ જૈન કવિઓએ જે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું રાખ્યું એમાં પણ આ ધમભિનિવેશ કામ કરી રહ્યો છે. જૈન કવિગણ ગુજરાતી ભાષાના જૈન કવિઓ તે મોટે ભાગે સાધુકવિઓ છે. ગૃહસ્થાશ્રમી શ્રાવક કવિઓ તો ઘણી અલ્પ સંખ્યામાં છે. સાહિત્યકોશમાં અંદાજાયેલા ૧૬૦૦ જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં શ્રાવક કવિઓ તો પચાસેકથી વધારે થવાની ધારણા નથી. એટલેકે શ્રાવક કવિઓનું પ્રમાણ બે-ત્રણ ટકા જેટલું જ છે. આનો અર્થ એ છે કે જેનોમાં દેખાતો વિદ્યાવ્યાસંગ તે એમના સાધુઓ પૂરતો મર્યાદિત છે. જૈનધર્મી શ્રાવકવર્ગ તે મુખ્યત્વે વણિક જ્ઞાતિનો બનેલો છે અને એ વણિક જ્ઞાતિ વેપારી પ્રજા છે. એણે પૈસા કમાઈને વિદ્યા-વૃદ્ધિ અર્થે દાન કરવામાં અને કથા-વ્યાખ્યાનનું શ્રવણ કરવામાં સંતોષ માન્યો જણાય છે. જૈન કવિઓમાં સાધ્વીઓની સંખ્યા અત્યંત અલ્પ પ્રમાણમાં છે, માંડ એક ટકો નીકળે. પરંતુ આ તો સમગ્ર ભારતીય સમાજની ખાસિયત છે. એમાં સ્ત્રીઓ બહુધા અશિક્ષિત રહી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર સ્ત્રીકવિઓ પણ બહુ ઓછી સંખ્યામાં મળે છે. જોકે જેન સાધ્વીઓ અશિક્ષિત ન ગણાય, કેમકે જૈનોએ પોતાનાં સાધુસાધ્વીઓને ભણાવવાની વ્યવસ્થા સ્વીકારેલી છે. અન્ય સ્ત્રીવર્ગમાંથી પણ કેટલોક ભાગ ભણેલો હશે એવું અનુમાન થાય છે કેમકે હસ્તપ્રતો સ્ત્રીઓના પઠનાર્થે લખાયેલી હોવાના ઉલ્લેખો મળે છે. મધ્યકાળના જૈન સાધુકવિઓમાં રાજસ્થાન તરફના સાધુકવિઓનું પ્રમાણ કદાચ મોટું હોવા સંભવ છે. આનું કારણ રાજસ્થાન તરફનો સાધુવર્ગ જ મોટો હોવાનું જણાય છે. ઈ.સ.૧૫મી સદી સુધી તો ગુજરાત-રાજસ્થાનની લગભગ સહિયારી ભાષા હતી અને જૈન સાધુઓ રાજસ્થાન-ગુજરાતમાં વિહાર કરતા રહ્યા Page #20 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન છે તેથી એમની પાસેથી ગુજરાતી ભાષાની કૃતિઓ મળી રહી છે. કેટલાયે કવિઓમાં આપણને મિશ્ર ભાષા જોવા મળે છે અને મુખ્યત્વે રાજસ્થાનીમાં લખનાર કવિ પાસેથી પણ એકબે મુખ્યત્વે ગુજરાતી કહી શકાય એવી રચનાઓ મળી આવે છે. ઘણા જૈન કવિઓએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. યશોવિજય, જિનહર્ષ, સમયસુન્દર જેવા કેટલાકની કૃતિઓ તો શતાધિક થવા જાય. (એમાં ગુજરાતી સિવાયની ભાષાઓની રચનાઓ પણ હોય.) કેવળ રાસકૃતિઓનો વિચાર કરીએ તોપણ જિનહર્ષ પાસેથી ૩૫, સમયસુંદર પાસેથી ૨૧ અને શ્રાવક કવિ ઋષભદાસ પાસેથી ૩૨ રાસકૃતિઓ મળે છે. જિનહર્ષ તો જાણે જૈનોના શામળ છે. પરંપરામાં જાણીતા ઘણાખરા વિષયવસ્તુ પર એમણે પોતાની રાસરચનાઓ કરી છે. આ તો થોડાંક જાણીતાં નામો થયાં. જેમનું કશું મુદ્રિત નથી એવા એક અમવિજયે પણ વીસેક રાસકૃતિઓની રચના કરી છે. આપણા સાહિત્યના ઇતિહાસોમાં આવા કેટલાક કવિઓનો માત્ર નામોલ્લેખ હશે (જેમકે જિનહર્ષ) તો ઘણાનો નામોલ્લેખ પણ નહીં હોય (જેમકે અમરવિજય). પાંચ-સાત રાસકૃતિઓ અને નોંધપાત્ર સંખ્યામાં સ્તવનાદિ પ્રકારની કૃતિઓ રચનાર જૈન કવિઓ તો મોટી સંખ્યામાં નીકળે. ૭ જૈન કવિઓને હાથે વિપુલ સાહિત્યસર્જન થયું તેનાં કેટલાંક કારણો છે. જૈન સાધુઓને સમયની પૂરતી મોકળાશ રહી છે. તે ઉપરાંત ઘણા જૈન સાધુઓ ઘણી નાની ઉંમરે આઠદશ વર્ષની ઉંમરે દીક્ષિત થયા હોય છે અને ધર્મ તથા કાવ્યની પરંપરાનું થોડું શિક્ષણ મળતાં જ સાહિત્યરચના તરફ વળી ગયા હોય છે. એટલે તો કેટલાક જૈન સાધુઓનો ક્વનકાળ ખાસ્સો મોટો મળે છે. રઘુપતિ (રૂપવલ્લભ)નો કવનકાળ ૭૭ વર્ષનો છે ! જેમનો કવનકાળ ૪૦-૫૦ વર્ષ સુધી વિસ્તરતો હોય એવા પણ કવિઓ ઠીકઠીક સંખ્યામાં છે – જયવંતસૂરિ, પદ્મવિજય, માલમુનિ, વીરવિજય વગેરે. જૈન સાધુકવિઓએ મોકળાશથી લખ્યું છે એનું એક પરિણામ એમની કૃતિઓની લંબાઈમાં પણ આવ્યું છે. જિનહર્ષનો ‘શત્રુંજયમાહાત્મ્ય રાસ' ૮૫૦૦ કડી સુધી અને પદ્મવિજયનો સમરાદિત્યકેવળી રાસ’ ૯૦૦૦ કડી સુધી વિસ્તરે છે ! આ જૈન કવિગણની એક વિશેષતા ખાસ નોંધપાત્ર છે. એમાંના ઘણા વ્યુત્પન્ન પંડિતો છે. પોતાના સાધુઓને પંડિતો રાખીને ભાષા, જૈન મત, અન્ય દર્શનો ને કાવ્યસાહિત્યનો સુધ્ધાં અભ્યાસ કરાવવાની પ્રથા જૈન સંપ્રદાયે વિકસાવી છે. જૈન સાધુકવિઓ પોતાની કૃતિઓમાં પોતાના દીક્ષાગુરુ ઉપરાંત વિદ્યાગુરુનો ઉલ્લેખ કરતા હોય છે તેમાં આવા પંડિતો એ મોટે ભાગે બ્રાહ્મણ પંડિતો હોવાના નાં નામ પણ જોવા મળે છે. જેમકે ઉદયસાગરશિષ્યમંગલમાણિક્યે પોતાના ‘અંબવિદ્યાધર રાસ'માં ભાનુ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે તે એમને શિક્ષણ આપનાર - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કોઈ પંડિત જણાય છે. જૈનોએ કરેલા આ પ્રબંધને કારણે ભાષાવિદ્, શાસ્ત્રજ્ઞાની ને કાવ્યાભ્યાસી જૈન કવિઓ આપણને નોંધપાત્ર પ્રમાણમાં મળી રહે છે. આ કવિઓ પાસેથી ગુજરાતી તેમજ ઇતર ભાષાઓની વિવિધ પ્રકારની રચનાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ જાતના બેચાર કવિઓની અહીં નમૂના તરીકે નોંધ લઈએ. સમયસુંદર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, ગુજરાતી, સિંધી એમ વિવિધ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. સંસ્કૃતમાં એમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિષયોની અનેક કૃતિઓ રચી છે. યશોવિજય પણ આવી સજ્જતા ધરાવતા હતા. એમણે કાશી જઈને નવ્ય ન્યાયનો અને ષદર્શનોનો અભ્યાસ કર્યો હતો. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. ગુણિવનયે પોતાની સાહિત્યિક કારકિર્દીનો આરંભ જ ‘ખંડપ્રશસ્તિ’ જેવા કઠિન કાવ્ય ઉપરની ટીકાથી કરેલો અને ‘નલચંપૂ’ ‘રઘુવંશ' જેવા કાવ્યગ્રંથો ૫૨ પણ એમણે ટીકા રચેલી. ૧૨૦૦૦ શ્લોકોમાં વિસ્તરતી એમની સંગ્રહાત્મક કૃતિ ‘હૂંડિકા’માં ૧૫૦ ઉપરાંત ગ્રંથોનો નિર્દેશ છે તે આ કવિની સજ્જતાનું બોલતું પ્રમાણ છે. જયવંતસૂરિએ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના એક ગ્રંથની હસ્તપ્રત તૈયાર કરાવી ભંડારમાં મુકાવી હતી એ એમના સાહિત્યશાસ્ત્રના અભ્યાસનો નિર્દેશ કરે છે. જયશેખરસૂરિએ સંસ્કૃતમાં “પ્રબોધચિંતામણિ' (જેનું એમણે જ કરેલું ગુજરાતી રૂપ ત્રિભુવનદીપક પ્રબંધ' નામથી જાણીતું છે) ઉપરાંત ‘નલ-દમયંતીચંપૂ' અને ‘જૈનકુમારસંભવમહાકાવ્ય' જેવી કૃતિઓ રચી છે. કેટલાક જૈન કવિઓ જેમકે ક્હાનજી, ધર્મવર્ધન વ્રજભાષાની અને ચારણી કવિતાશૈલીનું પ્રભુત્વ બતાવે છે. ખેમસાગર જેવા તો ઉર્દૂમિશ્ર ગુજરાતીમાં પણ રચના (પશ્ચિમાધીશ છંદ') કરે છે. ટૂંકમાં ગુજરાતી ભાષાના જૈન કવિઓ પોતાની અનેકવિધ સજ્જતાથી જુદા તરી આવે છે. એમની આ સજ્જતાનો પ્રત્યક્ષ-પરોક્ષ લાભ સ્વાભાવિક રીતે જ એમની ગુજરાતી કૃતિઓને પણ મળ્યો હોય. ઈશ્વરસૂરિનું લલિતાંગનરેશ્વર ચરિત્ર' આ રીતે એક લાક્ષણિક કૃતિ છે. એમાં ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયેલા અંશો છે ને ઇન્દ્રવજ્રા, વસ્તુ, દુહા, કુંડળિયા વગેરે સંસ્કૃતઅપભ્રંશ-હિંદી છંદોબંધ-કાવ્યબંધ તથા અડિલ્લાÚબોલી, વર્ણનબોલીને યમકબોલીને નામે ઓળખાવાયેલા બંધો પણ વપરાયા છે. સુભાષિતરૂપ સંસ્કૃત શ્લોકો ને પ્રાકૃત ગાથાઓ તો અનેક કવિઓ પોતાની કૃતિમાં ગૂંથે છે. જીવનચિંતન, કથાસામગ્રી, વર્ણનો, અલંકારરચના, છંદોબંધ પરત્વે પરંપરાનો સમૃદ્ધ વારસો ઝીલીને એક પ્રકારની કવિત્વપ્રૌઢિ પ્રગટ કરતા જૈન કવિઓ સારી સંખ્યામાં નજરે પડે છે. ગુજરાતી કૃતિ એવું ગૌરવભર્યું સ્થાન પણ મેળવી શકે છે કે એનો સંસ્કૃતમાં અનુવાદ થાય. લાવણ્યસમયકૃત વિમલપ્રબંધ' પરથી સૌભાગ્યાનંદસૂરિએ સંસ્કૃતમાં “વિમલચરિત્ર' રચ્યું છે. યશોવિજયના ‘દ્રવ્યગુણપર્યાય રાસ' ઉપરી Page #22 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન [ ૯ ભોજસાગરે સંસ્કૃતમાં દ્રવ્યાનુયોગતકણા' નામે ગ્રંથ રચ્યો છે. સર્જનનાં વિપુલતા-વૈવિધ્ય અને સાહિત્યકળાના કોઈ ને કોઈ ઉન્મેષથી ધ્યાન ખેંચી શકે તેવા યશોવિજય, લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિનય, જયવંતસૂરિ, કવિબહાદુર' તરીકે ઓળખાયેલા દિપવિજય અને અનેક બીજા કવિઓને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચવામાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાના બાકી છે. એ ત્યારે જ થઈ શકે, જ્યારે જૈન સાહિત્યનો વ્યાપકતાથી, ઊંડાણથી અને સૂઝથી અભ્યાસ થાય. જરૂર છે આવા અભ્યાસીઓની. જૈન સાહિત્યના વિષયો મધ્યકાળના જૈન સાહિત્યનો ઘણો મોટો ભાગ કથાત્મક કવિતાનો છે, જે રાસ’ ‘ચોપાઈ' આદિ વિવિધ નામોથી ઓળખાય છે. એમાં ચરિત્રકથાઓ છે, ઈતિહાસકથાઓ છે, પૌરાણિક-ધાર્મિક કથાઓ છે, લૌકિક કથાઓ છે અને રૂપકકથાઓ પણ છે. જૈન ગૂર્જર કવિઓએ જૈન કથાકોશ આપ્યો છે તેમાં ૪૦૦ જેટલી કથાઓનો સમાવેશ છે. ગુજરાતીમાં કદાચ આ બધી જ જૈન કથાઓ ઊતરી ન આવી હોય. પરંતુ બીજી બાજુ, જૈન કવિઓએ હિંદુ પરંપરાનાં રામાયણ, મહાભારત આદિનાં કથાવસ્તુઓને ઉપયોગમાં લીધાં છે. બૃહત્કથાની પરંપરાનાં અનેક લૌકિક કથાવસ્તુનો વિનિયોગ કર્યો છે, ક્વચિત કાવ્યસાહિત્યની સામગ્રીનો આશ્રય લીધો છે (જેમકે, ધર્મસમુદ્રનો ‘શકુંતલા રાસ'), ક્વચિત સમકાલીન સામાજિક પરિસ્થિતિમાંથી કથાવિષય ઉપાડ્યો છે (જેમકે, કન્યાવિક્રય અને વૃદ્ધલગ્નની અનિષ્ટતા બતાવતો ફકીરચંદનો “બુઢાનો રાસ) તો ક્વચિત રોજિંદા જીવનના પ્રસંગનું વિનોદાત્મક આલેખન પણ કર્યું છે (જેમકે, કહાનજીના “માંકણ રાસમાં પોતાને બીજાએ ચીમટી ભરી છે એમ માની પતિપત્ની ઝઘડી પડે છે પણ વસ્તુતઃ એ માંકડનો ચટકો હોય છે ને છેવટે માંકડ પાસે રાજાના સૈન્ય પણ હાર સ્વીકારવી પડે છે એવું કથાવસ્તુ નિરૂપાયું છે). ગુજરાતી જૈન સાહિત્યમાં વપરાયેલાં કથાવસ્તુની પ્રાથમિક યાદી જ ૨૫૦ની સંખ્યાએ પહોંચે છે, જૈન સાહિત્યની તપાસપૂર્વક યાદી થાય તો એ થોડી મોટી નીવડે એવો સંભવ છે. મધ્યકાલીન કથાવારસામાં જૈનોનું આ પ્રદાન ઘણું મોટું કહેવાય. રૂપકકથાઓ તો કશાક ધર્મવિચારને મૂર્તિમંત કરતી હોય. પણ અન્ય કથાઓને પણ જૈનોએ પોતાના ધાર્મિક સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે યોજી હોય છે. દાન, શીલ, વૈરાગ્યભાવનાનો પુરસ્કાર અને કર્મફળના સિદ્ધાંતનું દિગ્દર્શન એ જૈન કથાઓમાં આવતા મુખ્ય વિચારવિષયો છે. આ ઉપરાંત નવકારમંત્ર કે સિદ્ધચક્રપૂજાનો મહિમા, અપરિગ્રહ વગેરે વિષયો પણ એમાં ગૂંથાતા હોય છે. જૈન સાહિત્યનો એક મોટો જથ્થો તે બાલાવબોધ. સ્તબક કે ટબાને નામે ઓળખાતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે ક્વચિત ગુજરાતી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી કે શબ્દાર્થ આપે છે. બાલાવબોધોનો વિષયવિસ્તાર ખાસ ધ્યાન ખેંચે એવો છે. જૈન સૈદ્ધાન્તિક અને અન્ય સાંપ્રદાયિક કૃતિઓના બાલાવબોધો રચાય જેમકે કર્મપ્રકૃતિ, ષડાવશ્યક વગેરે વિશેના બાલાવબોધો એ તો સમજાય, પણ તે ઉપરાંત છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, ૨મલશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર આદિ અનેક વિષયોના બાલાવબોધો પ્રાપ્ત થાય એ ધ્યાન ખેંચ્યા વિના ન રહે, જેમકે, આ સમયમાં ‘વાગ્ભટાલંકાર' જેવા અલંકારશાસ્ત્રના મહત્ત્વના ગ્રંથનો અનુવાદ પણ થયો છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનોપાસનાનો એક ખ્યાલ આ પરથી આવે છે, તે ઉપરાંત અન્ય ભાષાની કૃતિઓની તેમજ ગુજરાતી ભાષાની કઠિન કે તત્ત્વાર્થભરી રચનાઓની સમજૂતી રચવામાં લોકશિક્ષણના એક મહાપ્રયત્નની પણ ઝાંખી થાય છે. જૈન સાહિત્યનો બાકીનો મોટો ભાગ સ્તવન-સઝાયાદિ પ્રકારની લઘુ રચનાઓનો છે. એમાં તીર્થંકરો ને પુણ્યશ્લોક સાધુવરોનો ગુણાનુવાદ હોય છે તથા કોઈ કથાદૃષ્ટાંતને આધારે કે સ્વતંત્ર રીતે જૈન સંપ્રદાયને અભિમત ધાર્મિક ને નૈતિક આચારવિચારનો ઉપદેશ હોય છે. તો આનંદઘન, વિનયવિજય, યશોવિજય વગેરેએ કબીરાદિની પરંપરાનાં, સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠતા વિશાળ અધ્યાત્મભાવનાં પદો પણ આપ્યાં છે. જૈન પરંપરા અંબિકા આદિ માતાઓનો સ્વીકાર કરે છે, તેથી એમની સ્તુતિની પણ કેટલીક રચનાઓ મળે છે. કલિયુગનાં લક્ષણ, રોટીનો મહિમા, તાવ ઉતારવાનો મંત્ર જેવા કેટલાક સર્વસામાન્ય વિષયોને પણ જૈન કવિઓએ આવરી લીધા છે. જૈન સાહિત્યનો આ વિષયવ્યાપ બતાવે છે કે જૈન સાધુકવિઓએ સાંપ્રદાયિક રહીને પણ પોતાની ભાવવિચારસામગ્રીમાં ઘણા મોટા જગતનો સમાવેશ કર્યો છે. દસ્તાવેજી મૂલ્ય આપણી એક છાપ એવી છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી તત્કાલીન ઇતિહાસની સામગ્રી પ્રમાણમાં ઓછી જડે છે અને જે જડે છે તે પરોક્ષ રીતે જ વણાયેલી હોય છે. મધ્યકાલીન સાહિત્ય બહુધા પૌરાણિક અને લૌકિક કથાકથન અને વૈરાગ્યભક્તિગાનમાં જ રચ્યુંપચ્યું રહ્યું છે. આ છાપ જૈનેતર સાહિત્ય પૂરતી સાચી જ છે. એમાં ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને રચાયેલી ‘રણમલ્લ છંદ’ ને ‘કાન્હડદે પ્રબંધ' જેવી કૃતિઓ જાણે અપવાદ રૂપે જ મળે છે અને નરસિંહ મહેતા વિષયક કે અન્ય ચરિત્રાત્મક કૃતિઓ પણ ગણીગાંઠી છે. જૈન સાહિત્ય આ દૃષ્ટિએ એકદમ જુદું તરી આવે છે. એમાં વિમલમંત્રી, વસ્તુપાલ-તેજપાલ, કુમારપાલ આદિ ઇતિહાસપ્રસિદ્ધ પુરુષો, હીરવિજયસૂરિ આદિ મુનિવરો અને વખતચંદ શેઠ આદિ શ્રેષ્ઠીઓનું વીગતે ચરિત્રવર્ણન કરતા ઢગલાબંધ રાસ છે. અનેક મુનિઓના નિર્વાણ પ્રસંગે એમનું ચિરત્રનિરૂપણ કરતા Page #24 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન [ ૧૧ રાસ લખાયેલા મળે છે. આવા ઐતિહાસિક કે ચરિત્રાત્મક રાસોની સંખ્યા ૧૦૦ જેટલી થવા જાય છે. આ ઉપરાંત, શ્રેષ્ઠીઓએ કાઢેલી સંઘયાત્રાઓને, જિનમંદિરોના પ્રતિષ્ઠામહોત્સવોને તેમજ ચૈત્યપરિપાટીઓને વર્ણવતી પણ ઘણી કૃતિઓ મળે છે. આ કૃતિઓમાં રાજકીય, સામાજિક, કૌટુંબિક, ભૌગોલિક વગેરે પ્રકારની વિપુલ દસ્તાવેજી માહિતી નોંધાયેલી છે. જેમકે, શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ એક લાંબી કુલકથા આપે છે, હીરવિજયસૂરિ રાસ' હીરવિજયસૂરિના જન્મસ્થળ પાલનપુરનો ઇતિહાસ રજૂ કરવા ઉપરાંત અકબર સાથેનો એમનો પ્રસંગ આલેખે છે અને “સમરા રાસ' લાંબી તીર્થયાત્રાનાં અનેક સ્થળો વિશેની માહિતીથી ભરેલો છે. આ પ્રકારના જૈન રાસાઓમાં તત્કાલીન રાજવીઓ ને શ્રેષ્ઠીઓ ઉલ્લેખાતા હોય છે, વસ્ત્રાભૂષણો, ને સામાજિક રૂઢિરિવાજોનાં ચિત્રણો થતાં હોય છે ને ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ મહત્ત્વની બીજી પણ ઘણીબધી નાનીમોટી વિગતો પડેલી હોય છે. જૈન મુનિઓ વિશે તથા તીર્થ કે તીદિવ વિશે સ્તવન-ગીત આદિ પ્રકારની અનેક લઘુ રચનાઓ થયેલી છે તેમાં પણ કેટલીક ઐતિહાસિક-સામાજિક માહિતી પડેલી છે. ઉપરાંત જૈન કવિઓ પોતાની લાંબી કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા ને રચનાનાં સ્થળસમયની માહિતી લગભગ અચૂક ગૂંથે છે, તો ઘણી વાર એમાં સમકાલીન આચાય. ગુરુબંધુઓ. પ્રેરક વ્યક્તિઓ તથા રચનાસ્થળના રાજવીઓ-શ્રેષ્ઠીઓનો નિર્દેશ થતો હોય છે ને નગરવર્ણન પણ થતું હોય છે. જૈન સાધુઓની ગુરુપરંપરા નોંધતી પટ્ટાવલીઓ પણ ઘણી રચાયેલી છે. ગુજરાતનો રાજકીયસામાજિક, ભૌગોલિક ઇતિહાસ રચવામાં જૈન સાહિત્યમાંથી મળતી આ સામગ્રીનો કેટલો ઉપયોગ થયો છે એ હું જાણતો નથી, પરંતુ બહુ ઝાઝો ઉપયોગ થયો હોવાની આશા નથી. એ મોટો પ્રયત્ન પણ માગે. પણ ઇતિહાસના અભ્યાસીઓ એવો પ્રયત્ન કરશે તો એ ફળદાયી નીવડ્યા વિના નહીં રહે એવો વિશ્વાસ છે. મુદ્રિત કૃતિઓ પણ ઘણી વિપુલ સામગ્રી આપી શકે તેમ છે. પ્રકારનૈવિધ્ય મધ્યકાલીન જૈન સાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું જે વૈવિધ્ય નજરે પડે છે તે અસાધારણ છે. જૈન સાહિત્યમાં વપરાયેલાં પ્રકારવાચક નામો ૨૦૦ જેટલાં છે. નામોની આ સૃષ્ટિ મૂંઝવનારી પણ છે, કેમકે એમાં અનેક પ્રકારની કૃતિઓ માટે એક નામ યોજાયેલું જોવા મળે છે તેમ એક જ પ્રકારની કૃતિઓ જુદાંજુદાં નામથી પણ ઓળખાવાયેલી દેખાય છે. જેમકે “રાસ' સામાન્ય રીતે લાંબી કથાત્મક કૃતિ માટે વપરાતી સંજ્ઞા છે પણ થોડાક ઉપદેશાત્મક કે વર્ણનાત્મક રાસ પણ મળે છે અને નાની પ્રસંશાત્મક કૃતિ પણ “રાસ' તરીકે ઓળખાવાયેલી છે. બીજી બાજુથી કથાત્મક કૃતિઓ રાસ' ઉપરાંત “ચોપાઈ “ચરિત ચરિત્ર' પ્રબંધ કથા” એ નામોથી ઓળખાવાયેલી છે અને ‘સઝાય’ ‘છંદ' “સલોકો’ ‘વિવાહલુ' એ નામોથી રચાયેલી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કૃતિઓમાં પણ ચરિત્રકથા પ્રાપ્ત થતી હોય છે. વસ્તુતઃ આ પ્રકારનામો સાહિત્યકૃતિનાં વિષયવસ્તુ, પ્રયોજન, રચનારીતિ, છંદોબંધ, કડી સંખ્યા વગેરે અનેક કારણોથી અસ્તિત્વમાં આવ્યાં છે ને પોતાના મૂળ સંકેતોની મર્યાદા એમણે ઘણી વાર છોડી પણ દીધી છે. આથી જ ગૂંચવાડો થાય એવી સ્થિતિ ઊભી થઈ છે. દાખલા તરીકે, “વિવાહલ' એટલે વિવાહપ્રસંગના. વર્ણનનું કાવ્ય. એમાં જૈન મુનિના સંયમસુંદરી સાથેના વિવાહનું – દીક્ષા પ્રસંગનું વર્ણન થાય પણ એ નિમિત્તે સમગ્ર ચરિત્રનું આલેખન થયેલું પણ જોવા મળે છે. ‘રાસ’ મૂળભૂત રીતે સમૂહનૃત્ય સાથે ગવાતી કૃતિ. એમાં કોઈ પણ વિષય આવી શકે. પણ પછીથી એ સંજ્ઞા બહુધા લાંબી કથાત્મક કૃતિ માટે વપરાવા લાગી. સઝાય' એટલે સ્વાધ્યાય. ધર્મ-અધ્યાત્મચિંતન માટેની કૃતિ એ નામથી ઓળખાય. એમાં ધાર્મિક આચારવિચારોનું કથન હોય તેમ ધાર્મિક આચારવિચારબોધક દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ પણ હોય. “કક્કો’ ‘સંવાદવિવાદ રચનારીતિ દર્શાવતાં પ્રકારનામો છે, “છંદ' “ચોપાઈ' “સવૈયા' વગેરે છંદોબંધને અનુલક્ષીને આવેલાં નામો છે, તો “ચોઢાળિયાં' “બત્રીસી' “ચોક' વગેરે ઢાળ કે કડીની સંખ્યાને આધારે પડેલાં નામો છે. જૈન કવિઓએ ખેડેલા આ સાહિત્યપ્રકારોની પાછળ જુદીજુદી પરંપરાઓનો લાભ લેવાની એમની વૃત્તિ દેખાઈ આવે છે. એમાં ‘પ્રબંધ' જેવા સંસ્કૃતના પ્રકારો છે. સંધિ' જેવા અપભ્રંશના પ્રકારો છે, છંદ જેવા સંભવતઃ ચારણી પરંપરામાંથી આવેલા પ્રકારો છે, તો પાલણું હાલરિયું: ‘આરતી “હોરી' “ધમાર/ધમાલ' “ગીતા” વગેરે જૈનેતર પરંપરામાંથી અપનાવેલા પ્રકારો પણ છે. એમાં “રામ” “ફાગુ' જેવા જૈન ગુજરાતી સાહિત્યમાં જ વિકસેલા પ્રકારો છે, તેમ કક્કો' બારમાસી વગેરે જૈન-જૈનેતર બન્ને પરંપરામાં સમાન એવા પ્રકારો પણ છે. | બધા પ્રક્વરોની સમજૂતી આપવી અહીં શક્ય નથી કેમકે, આગળ કહ્યું તેમ, દરેક પ્રકારનામનો વિશિષ્ટ ઇતિહાસ છે ને એના સંકેતો પ્રવાહી રહ્યા છે. અહીં દિગ્દર્શનનો હેતુ હોવાથી બધા પ્રકારોની સમજૂતી આપવી જરૂરી પણ નથી. તેમ છતાં જૈન સાહિત્યમાં જોવા મળતા પ્રકારનૈવિધ્યનો પૂરો ખ્યાલ એની યાદી કર્યા વિના આવવો મુશ્કેલ છે. તેથી પ્રકારનામોની એક નમૂનારૂપ યાદી તો કરીએ જ વિસ્તૃત યાદી “જૈન ગૂર્જર કવિઓબીજી આવૃત્તિ, ભા.૭માં જોઈ શકાશે) : - રાસ, પ્રબંધ, ચોપાઈ, ચરિત/ચરિત્ર, કથા, આખ્યાન, સંધિ, પવાડો, લોકો, વિવાહલુ, વેલિ ચર્ચરી, ફાગુ, બારમાસી. હોરી, ધમાર/ધમાલ, વસંત, ગરબો, ગરબી, નવરસ, હમચડી/હમચી પૂજા (સ્નાત્રપૂજા, પંચકલ્યાણકપૂજા વગેરે), આરતી, ચૈત્યવંદન. સ્તવસ્તિવન, સ્તોત્ર, સ્તુતિથોય, ગહૅલી, વિશપિવિનંતી. રેલયા, પાલણું હાલરિયું Page #26 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ૧૩ સઝાય, પદ, ગીત, ધવલ/ધોળ, લાવણી, ગઝલ, દ્રુપદ કક્કો, માતૃકા, તિથિ, વાર, પ્રહેલિકા, ઉખાણાં, સુભાષિત, હરિયાળી,હિયાળી, કડખો, હૂંબડાં, અખિયાં, હૂંડી, લૂઅર પત્ર, સંવાદવિવાદ છપ્પય, કુંડળિયા/ચંદ્રાવળા, જકડી, સવૈયા, કવિત, છંદ, ઢાળ, ઢાળિયાં, ભાસ, કલશ ચૈત્યપરિપાટી/ચૈત્યપ્રવાડી, પટ્ટાવલી ગુર્વાવલી મુક્તક, કુલક, એકવીસો, બત્રીસી, છત્રીસી, પચીસી, બાવની, બહોતેરી, શતક, ચોઢાળિયાં, ષટઢાળિયાં, (તીર્થંકરોની) વીસી, ચોવીસી થોકડા, બોલ, વનિકા, વ્યાખ્યાન, ટિપ્પનક (આ પ્રકારો પદ્ય રૂપે તેમ ગદ્ય રૂપે હોવા સંભવ છે.) બાલાવબોધ, સ્તબક, ટો, ઔક્તિક, વર્ણક, બોલી (આ પ્રકારો સામાન્ય રીતે ગદ્ય રૂપે પ્રાપ્ત થાય છે.) અહીં એ નોંધવું જોઈએ કે ‘ચિરત્ર’ કે ‘કથા’નો પ્રકાર પણ પઘ ઉપરાંત ગદ્ય રૂપે પ્રાપ્ત થાય છે. પ્રકા૨નામોની આ સૂચિ જૈન કવિઓએ કેવી સર્વગ્રાહિતાર્થી સાહિત્યપ્રવૃત્તિ કરી છે એનો ખ્યાલ નથી આપતી શું ? સાહિત્યિક ગુણવત્તા ગીતા, ભ્રમરગીતા/ભ્રમરગીત, મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય ધાર્મિક પ્રયોજનથી રચાયેલું છે. પણ ભક્તિમાર્ગમાં રસાત્મકતાને સહજ રીતે જ અવકાશ મળ્યો છે અને જૈનેતર કથાકારોએ લોકરંજનની દૃષ્ટિ રાખી કથારસ સિદ્ધ કરવા તરફ પૂરતું લક્ષ આપ્યું છે. જૈન સાહિત્ય એને મુકાબલે ધાર્મિક હેતુને વધુ ચુસ્તતાથી, પ્રગટપણે, ભારપૂર્વક અને સાંપ્રદાયિક અર્થમાં વળગે છે. આનું કારણ એ છે કે જૈન સાહિત્યના રચનારા બહુધા સંસારવિરક્ત સાધુઓ હતા. આખ્યાન જેવો જૈનેતર કથાપ્રકાર પણ મંદિરના પ્રાંગણને છોડીને ચૌટા સુધી આવ્યો ત્યારે જૈન રાસાઓ ઉપાશ્રય સાથે જ સંકળાયેલા રહ્યા. તેથી ધર્મબોધનો હેતુ એમાં પ્રધાન રહ્યો અને લોકરંજન ગૌણ સ્થાને રહ્યું. નાયક-નાયિકાના જીવનનું પર્યવસાન હંમેશાં સાધુદીક્ષામાં આવે એ જાતનું જૈન રાસાઓમાં મળતું નિરૂપણ આવા ધર્માભિનિવેશનું પરિણામ છે. જૈન ધર્મની દૃષ્ટિએ વૈરાગ્ય એ જીવનનું ચરમ લક્ષ્ય ને મોક્ષનું દ્વાર છે. કોઈ ને કોઈ રીતે જૈન ધર્મના ઉપદેશને વણી લેવાની જૈન કવિઓની ખાસિયત એટલી વ્યાપક અને દૃઢ છે કે જૈન વિ એવા વલણથી મુક્ત રહીને સાહિત્યરચના કરી જ ન શકે એમ મનાયું છે. ‘વસંતવિલાસ' જેવી કેવળ રસાત્મક કૃતિને જૈનેતર ગણવા પાછળ આ એક દલીલ હમેશાં રહી છે. પણ સમગ્ર જૈન Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરીએ ત્યારે જૈન ધર્મનું તત્ત્વ દાખલ કર્યા વિના રચાયેલી થોડીક કૃતિઓ જરૂર મળી આવે છે. જેમકે લિસૂરિકૃત વિરાટપર્વ'માં જૈન ધર્મનો ઉપદેશ કે મહિમા કરવાની તક કવિએ જરાયે લીધી નથી. આરંભમાં નમસ્કાર પણ સરસ્વતીને જ કર્યા છે, કોઈ જૈન તીર્થકરને નહીં. કવિએ કાવ્યમાં કથારસ અને વર્ણનરસ જમાવવા તરફ જ લક્ષ રાખ્યું છે. કુશળલાભે પણ “મારુઢોલા ચોપાઈમાં પ્રચલિત લોકકથાને જૈન ધર્મોપદેશક કથામાં ઢાળવાનો લોભ રાખ્યો નથી. જયવંતસૂરિત સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ'માં વસ્તુ જૈન પરંપરામાંથી લીધેલું છે, પણ કવિએ કોશાની સ્થૂલિભદ્ર માટેની આસક્તિને વર્ણવવામાં જ રસ લીધો છે, સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે એ અંત સુધી કાવ્યને એ ખેંચી ગયા નથી, ઊલટું અંતે સૌને સ્વજનમિલનનું સુખ મળજો એવી ફલશ્રુતિ આપી છે. જયવંતસૂરિના આ કાવ્યમાં પણ કોઈ જૈન તીર્થંકરનો ઉલ્લેખ નથી. વિપુલ જૈન સાહિત્યમાંથી આવા ઉદાહરણો ઠીકઠીક સંખ્યામાં મળી આવવા સંભવ છે. જૈન સાહિત્ય એટલે ધમપદેશના વળગણવાળું જ સાહિત્ય એ પૂર્વગ્રહથી બચીને ચાલવા જેવું છે. જૈન કવિઓએ ધર્મોપદેશના હેતુથી લખ્યું હોય તોપણ એમાં સાહિત્યકળાનો આવિષ્કાર ન હોઈ શકે એમ તો કેમ માની શકાય ? જૈન કૃતિઓમાં જે બોધ વણાયેલો હોય છે તે સાંપ્રદાયિક રૂઢ આચારવિચારોનો જ બોધ નથી હોતો, વિશાળ જીવનબોધનાં તત્ત્વો પણ એમાં હોય છે. ઋષભદાસનો ‘હિતશિક્ષા રાસ' વ્યવહારજીવનની કેવી નાનીનાની બાબતો – ઊઠવા બેસવા, ખાવાપીવા વગેરેની -- ને સમાવી લે છે ! જૈન કવિઓ ભાષાનું ધ્યાન ખેંચે એવું બળ પ્રગટ કરતા હોય છે. એમની પાસે વિદગ્ધ સંસ્કૃત વાણીની સજ્જતા હોય છે. અપભ્રંશ અને દેશ્ય ભાષાઓનો શબ્દવારસો હોય છે ને લોકવાણીના વિનિયોગની ક્ષમતા પણ હોય છે. રૂઢોક્તિઓ, કહેવતો ને વાછટાઓથી ભરેલી એમની ભાષાભિવ્યક્તિ અસરકારક બનતી હોય છે ને એમાં ઉપદેશ પણ મનોરમ રૂપ ધારણ કરતો હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરેમાંથી ઉદ્ભૂત ને સ્વરચિત સુભાષિતોની ને લોકગમ્ય દૃષ્ટાંતોની ગૂંથણી પણ ઉપદેશાત્મક અંશને રસાળતા અપે છે. કુશળલાભની માધવાનલકામકંદલા ચોપાઈ', નયસુંદરની ‘નળદમયંતી રાસ' જેવી કેટલીક કૃતિઓ સુભાષિતોની પ્રચુરતાથી ધ્યાન ખેંચે છે, તો જયવંતસૂરિ “શૃંગારમંજરી'માં સ્નેહવિષયક સુભાષિતોનો ધોધ વહેવડાવે છે. જિનેશ્વરસૂરિશિષ્ય જગડુની સમ્યકત્વમાઈ ચઉપઈ છે જ્ઞાનવિષયક, પણ લોકોક્તિઓ ને દ્રષ્ટાંતોના વિનિયોગથી એ રસાળ બની છે. કવિ પોતે કહે છે કે “હસ્યને મિષે ચોપાઈબંધ કર્યો.” જૈન કવિઓની આ ભાષાસજ્જતા તરફ આપણું લક્ષ ઘણું ઓછું ગયું છે. વિશાળ જૈન સાહિત્યને ભાષાભિવ્યક્તિની દૃષ્ટિએ કોઈ તપાસશે ત્યારે એને અનેક આકર્ષક સ્થાનો જડી આવશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન U ૧૫ બોધક સાહિત્યમાં પણ રચના ચાતુર્યને અવકાશ હોય છે. ઋષભદાસ પોતાની કૃતિઓમાં દાંત અને જીભ વચ્ચે જેવા વિવિધ પ્રકારના સંવાદોનો આશ્રય લે છે અને વિનોદની તક પણ ઝડપે છે. આવી કેટલીક સ્વતંત્ર સંવાદરચનાઓ પણ મળે છે, જેમકે અભયસોમનો “કરસંવાદ', આસિગનો “કૃપણગૃહિણી સંવાદ', લાવણ્યસમયના “સૂર્યદીવાવાદ છંદ' “ગોરીસાંવલી ગીતવિવાદ વગેરે. કથયિતવ્યને રૂપકકથાના ઘાટમાં મૂકી આપવાનું પણ એક કૌશલ છે. જયશેખરસૂરિનો ‘ત્રિભુવનદીપક પ્રબંધ', જિનદાસનો વ્યાપારી રાસ' વગેરે આ પ્રકારની રચનાઓ છે. 'ત્રિભુવનદીપક પ્રબંધ'ના દીર્ઘ કથાબંધમાં જટિલ રૂપકશ્રેણીને યોગ્યતાથી નિભાવી બતાવવામાં એના કતનું વિદગ્ધતાભર્યું રચનાકૌશલ પ્રગટ થાય છે. મધ્યકાળનાં કેટલાંક વિશિષ્ટ કવિકૌશલો હતાં – સમસ્યાચાતુરી, અલંકારચાતુરી, પદ્યબંધચાતુરી વગેરે. આ કૌશલો બરાબર રીતે હસ્તગત કર્યા હોય એવા કેટલાબધા જૈન કવિઓ મળે છે ! આરંભકાળની એક જૈન કૃતિ – હીરાણંદની વિદ્યાવિલાસ પવાડમાં કેવી સાહજિક ચમત્કારભરેલી સમસ્યાચના જોવા મળે છે ! – સાર કિસિઉ જીવી તણઉ ? પ્રિયસંગમિ સિÉ થાઈ ? ફૂલ માંહિ સિલું મૂલગઉં? સ્ત્રી પરણિ કિહાં જાઈ? સાસરઇ જાઈ. છેલ્લા પ્રશ્નના જવાબમાં બધા પ્રશ્નના જવાબ સમાવિષ્ટ છે. જેમકે, પહેલા પ્રશ્નનો જવાબ છે “સાસ' (શ્વાસ), બીજા પ્રશ્નનો જવાબ છે “રઈ' (રતિ), ત્રીજા પ્રશ્નનો જવાબ છે “જાઈ' (જાતિ એ ફૂલ), છેલ્લા પ્રશ્નનો જવાબ છે “સાસરઇ જાઈ.” જયવંતસૂરિની “શૃંગારમંજરી'માં કૂટ સમસ્યાઓ છે, સમસ્યાનો ઉત્તર સમસ્યામાં હોય એવું બને છે ને કાવ્યમય – ભાવગર્ભ સમસ્યાઓ પણ છે. સમસ્યારચનાનો વ્યાપ કેટલો છે એનો ખ્યાલ એ પરથી આવશે કે ઋષભદાસ પોતાની કૃતિઓનાં રચનાસ્થળ, રચનાસમય વગેરે પણ સમસ્યાથી નિર્દેશે છે. કાંતિવિજયની “હીરાવેધ બત્રીસી' સળંગ ગ્લેષરચનાની એક લાક્ષણિક કૃતિ છે. એમાં છે તો રાવણને મંદોદરીએ આપેલો ઉપદેશ, પણ શબ્દરચના એવી છે કે એમાં એક કડીમાં ગામનાં નામો, બીજી કડીમાં રાશિનાં નામો. ત્રીજી કડીમાં ફળનાં નામો એમ બત્રીસે કડીમાં જુદાંજુદાં નામો વંચાય છે. જેમકે, રાજન ગર સમ એહ નારી, કાં આદરી આણો. આ પંક્તિનો પ્રસ્તુત અર્થ છે – હે રાજા, નારી તો વિષ (ગર) સમાન. એને તમે કેમ લઈ આવ્યા છો ?' પણ એમાં રાજનગર, નારિ (=નાર), આદરિઆણું એ ગામનામો વાંચી શકાય છે. આવી રચનામાં થોડી કિલષ્ટતા તો વહોરી લીધા વિના ચાલે નહીં. પણ દરેક કડીમાં જુદા જુદા પ્રકારનાં દશપંદર નામો ગૂંથતાં જવાં એ નામ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અને ભાષાશબ્દોના મોટા ભંડોળ વિના ને પદ્યરચનાના કૌશલ વિના બને નહીં. જૈન કવિઓ પાસેથી નૂતન માર્મિક અલંકાર૨ચનાઓ ઓછી મળે છે પણ અવારનવાર મળે છે ખરી. જયવંતસૂરિ જેવા કોઈ નારીના કેશપાશવર્ણન કે સ્તનવર્ણનને તાજગીભરી વિવિધ અલંકાર૨ચનાથી કડીઓ સુધી ખેંચી જવાનું વિરલ સામર્થ્ય બતાવે છે. પરંપરાગત અલંકારરચનાની આવડત તો ઘણા બતાવે છે ને પોતાનાં કથનને સચોટ બનાવતાં દૃષ્ટાંતાદિકનો વિનિયોગ પ્રચુરપણે કરે છે. જ્ઞાનવિમલસૂરિ જેવા કોઈક કવિમાં સંકરાલંકાર યોજવા જેટલું પ્રૌઢ અલંકારચાતુર્ય પણ નજરે પડે છે. એમના ‘અશોકચન્દ્ર-રોહિણી રાસ'માં આરંભમાં જ રોહિણીના રૂપવર્ણનમાં આવી અલંકારશ્રેણીનો આશ્રય લેવાયેલો છે. જેમકે, ઉર્વસી પણિ મિન નવ વસી રે' એમાં વ્યતિરેક અને યમક અલંકારનો સંકર છે. ફાગુકાવ્યોમાં અને અન્યત્ર આંતર્યમકવાળા દુહાઓનો પ્રયોગ વારંવાર થયેલો જોવા મળે છે ને યમકની ચમત્કૃતિનો લાભ પણ જૈન કવિઓએ અવારનવાર લીધેલો છે. સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ' જેવી ઊર્મિસભર રચનામાં પણ જયવંતસૂરિ પ્રાસાદિક યમકરચના કરે છે : ખિણિ આંગણિ ખિણિ ઊભી ઓરડઇ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઇ, ઝૂરતાં જાઈ દિન રાતડી, આંખિ હૂઈ ઉજાગરઇ રાતડી. મધ્યકાલીન કવિતામાં પ્રાસ આવશ્યક હોઈ કોઈ પણ કિંવ માટે એની આવડત જરૂરી બની જાય છે. પણ બેથી વધારે વાર આવર્તન પામતા પ્રાસોની યોજના કરી. કવિઓ પોતાનું વિશેષ કૌશલ બતાવતા હોય છે. જ્ઞાનવિમલસૂરિના “અશોકચન્દ્રરોહિણી રાસ'માં ચાર-ચાર આવર્તનવાળા પ્રાસોની યોજના થયેલી છે, તો લાવણ્યસમયે નેમિરંગરત્નાકર છંદ'માં ત્રણ અક્ષરના એક જ પ્રાસને ૧૨ લીટી સુધી ચલાવીને પોતાના સવિશેષ પ્રાસકૌશલનો પરિચય કરાવ્યો છે. ચારિત્રકલશે, વળી, નૈમિરાજિમતી બારમાસ'માં ચારણી શૈલીએ એક જ પંક્તિમાં ત્રણત્રણ પ્રાસાવર્તન યોજ્યાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્ય રૂપે અને તે પણ ગેય પદ્ય રૂપે મળે છે. જૈનેતર આખ્યાનો ને પદો જેમ ગેય દેશીબંધમાં રચાયેલાં છે તેમ જૈન રાસાઓ અને સ્તવનાદિમાં પણ દેશીબંધોનો વિનિયોગ થયેલો છે. જૈન કવિઓ સામાન્ય રીતે પોતે જે જાણીતા દેબીબંધનો ઉપયોગ કરતા હોય તેનો નિર્દેશ પણ કરતા હોય છે. જૈન રાસાઓ આદિમાં નિર્દિષ્ટ આવા દેશીબંધોની સૂચિ જૈન ગૂર્જર કવિઓ'એ કરી છે એ ૨૪૦૦ની સંખ્યાને વટાવી જાય છે. દેશીબંધોની મોટી ખાણને જૈન કવિઓએ જાણે ખાલી કરી નાખી છે ! ગેય કવિતા આવા દેશીવૈવિધ્યથી દીપી ઊઠતી હોય છે અને જૈન કવિઓએ એવી દીપ્તિમંત ગેય કૃતિઓનું સર્જન કર્યું છે. જિનહર્ષના “આરામશોભા રાસ'ની બાવીસેય ઢાળોમાં અલગઅલગ દેશીબંધોનો Page #30 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન U ૧૭ ઉલ્લેખ થયો છે, તો સમયસુંદરની “સીતારામ ચોપાઈ'ની ૬૩ ઢાળમાં ૫૦ ઉપરાંત જુદીજુદી દેશીઓનો પ્રયોગ થયો છે. સમયસુંદરનાં ગીતો માટે તો કહેવાયું છે કે સમયસુંદરનાં ગીતડાં, કુભા રાણાનાં ભીંતડાં (સ્થાપત્ય).' સમયસુંદરમાં લોકગીતોના ઢાળો ઘણા જોવા મળે છે. ઉદયરત્ન પણ લોકગીતોના ઢાળોને ઉપયોગમાં લેનાર કવિ તરીકે જાણીતા છે. ગેય રચનામાં ધૂવાનું આયોજન પણ મહત્ત્વનું બની રહે છે. ધ્રુવાઓ વિવિધ રીતે યોજી શકાય છે અને એ રીતે કૃતિની ગેયતાને નૂતન ચમત્કાર આપી શકાય છે. જૈન કવિઓએ આવી ધુવાવૈવિધ્યની સૂઝ પણ બતાવી છે. જ્ઞાનવિમલસૂરિના અશોકચન્દ્રરોહિણી રાસમાં આવી વિવિધ પ્રકારની ધૃવાયોજના જોવા મળે છે. સમયપ્રમોદની ‘આરામશોભા ચોપાઈ' ગેયતાની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર કૃતિ છે. એમાં વિવિધ દેશીબંધો તો છે જ પણ તે ઉપરાંત એમાં વિશિષ્ટ વિસ્તૃત પ્રાસબંધ અને ધૃવાબંધનો વિનિયોગ થયો છે. છ-સાત ચરણ સુધી વિસ્તરતા દેશીબંધ પણ એમાં જોવા મળે છે. સમયપ્રમોદે દરેક ઢાળને આરંભે રાગનો અચૂક ઉલ્લેખ કર્યો છે એ પણ કૃતિની સંગીતક્ષમતાનો એક વિશેષ પુરાવો છે. અહીં એ નોંધવું જોઈએ કે અનેક જૈન કવિઓએ આ રીતે રાગનો નિર્દેશ કર્યો છે. એટલેકે જૈન કવિઓ સંગીતના જાણકાર છે અને પોતાની કૃતિની રચના એ એક સંગીતક્ષમ કૃતિ તરીકે કરતા હોય છે. પ્રાસ, ધુવા, દોઢાતાં બેવડાતાં શબ્દો-પંક્તિઓ જેવી પદરચનાની કેટલીક લઢણોથી સમૃદ્ધ બનેલી ગેયતા અનેક જૈન કૃતિઓમાં સિદ્ધ થયેલી જોવા મળે છે. આવી ગેયતા કૃતિને ટકી રહેવા માટેનું એક મનમોહક વાતાવરણ રચી આપતી હોય જૈન કવિઓના પદ્યબંધમાં અક્ષરમેળ ને માત્રામેળ છંદોને પણ નોંધપાત્ર સ્થાન મળ્યું છે. વિરાટપર્વ ઈસરશિક્ષા' જેવી સળંગ અક્ષરમેળ વૃત્તમાં રચાયેલી કેટલીક કૃતિઓ તો મળે જ છે, તે ઉપરાંત અનેક જૈન કૃતિઓમાં વચ્ચેવચ્ચે પણ અક્ષરમેળ વૃત્તોની ગૂંથણી થયેલી છે. ફાગુ જેવા નૃત્યોચિત સુગેય કાવ્યપ્રકારમાં પણ “કાવ્ય' એવા શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત ને સ્રગ્ધરા જેવા છંદોની કડીઓ મુકાતી હોય છે એ બતાવે છે કે આ છંદોને પણ ગેય રૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અપભ્રંશના વસ્તુ, અડિલા જેવા ગુજરાતીમાં ઓછા વપરાતા ઘણા છંદોનો વારસો જૈન કવિઓએ સાચવી રાખ્યો છે. બીજી બાજુથી ગઝલ ને રેખતા જેવા નવા સમયના પદ્યબંધો પણ જૈન કવિઓએ અપનાવ્યા છે. આ રીતે, જૈન કવિઓની પદ્યબંધની સાધના ઘણા વ્યાપક ફલકવાળી છે અને તેથી ધ્યાન ખેંચે એવી છે. વિષય ઉપદેશાત્મક કે ચીલાચાલુ કે સાંપ્રદાયિક હોય તોયે ભાષાભિવ્યક્તિ, સમસ્યાવિનોદ, અલંકારચાતુરી, પદ્યકૌશલ ને રચનારીતિની કોઈ ને કોઈ વિલક્ષણતા દ્વારા એને કાવ્યમયતાની કોટિએ પહોંચાડવાની સજ્જતા જૈન કવિઓ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પાસે કેટલી હતી તે દર્શાવવા આ બધી હકીકતો નોંધી છે. આ પરથી એમ સમજવા જેવું નથી કે જૈન કવિઓની ઉપાસના આ, કાવ્યમાં બાહ્યાંગ ગણાય એવાં તત્ત્વો પૂરતી મર્યાદિત હતી ને એમની રચનાઓના આંતરદ્રવ્યમાં કશી સાહિત્યિકતા કે કાવ્યોચિતતા જ નહોતી. જૈન કવિઓએ કથા, વર્ણન, ભાવનિરૂપણ વગેરેમાં પણ પોતાની શક્તિ બતાવી છે અને સાહિત્યિક ધોરણે પણ અવશ્યપણે લક્ષમાં લેવી પડે એવી કેટલીક કૃતિઓ આપી છે. જૈન કવિઓના સાહિત્યસર્જનનો એક મોટો ભાગ રાસાઓનો છે. એ રાસાઓ કથારસથી છલકાય છે. રાસાઓમાં જૈન કવિઓએ માત્ર જૈન ધર્મકથાઓ જ કહી નથી, બૃહત્કથા'ની પરંપરાની લૌકિક કથાઓનો પણ બહોળે હાથે ઉપયોગ કર્યો છે તેથી અનેક પ્રકારનાં વ્યવહારલક્ષી, કૌતુકભર્યા ને ચમત્કારિક વૃત્તાંતોને એમના રાસાઓમાં સ્થાન મળ્યું છે. રાસાઓમાં કોઈ વાત કે વિચારના દૃષ્ટાંત રૂપે અન્ય કથા સમાવી લેવાનું વલણ પણ કેટલાક કવિઓ બતાવતા હોય છે, તે જૈન ધર્મ સંચિત કર્મોમાં માનતો હોઈ નાયક-નાયિકાદિના પૂર્વભવ કે પૂર્વભવોનાં વૃત્તાંત પણ ગૂંથાતાં હોય છે. એથી રાસાઓ કથાબહુલતાનો આસ્વાદ આપે છે. દાન, શીલ, ત્યાગ, વૈરાગ્ય ઉપરાંત પ્રેમ, પરાક્રમ, ચતુરાઈ, ચમત્કાર વગેરેના અનેક રસપ્રદ કથાઘટકો જૈન રાસાઓમાં પડેલા છે. જેના તરફ પૂરતું લક્ષ ગયું નથી. મુનશીએ Gujarat and its Literatureના 'Popular Fiction' એ પ્રકરણમાં જે રસપ્રદ કથાવસ્તુઓ આપેલા છે તે બહુધા જેન કવિઓનાં છે અને છતાં હજુ ઘણું એની બહાર રહે છે. જૈન રાલેખકોમાં ઝડપથી વાત કહી જનારા છે, માંડીને વીગતપૂર્વક વાત કહેનારા છે, વાર્તાની સાથે બોધ વણતા જનારા છે તો વાતમાં વર્ણન અને મનોભાવનિરૂપણની તક ઝડપનારા પણ છે. વર્ણન બહુધા પરંપરાગત પ્રકારનાં હોય છે પણ પરંપરાને સરસ રીતે ઝીલી બતાવવી એ પણ સાહિત્યસૂઝ વિના બને નહીં. વર્ણનો પ્રાસાદિક શબ્દરચનાથી, એમાંની વીગતોની પસંદગીથી ને સમુચિત અલંકારોના પ્રયોજનથી રમણીય પણ બનતાં હોય છે. જિનપદસૂરિકૃત યૂલિભદ્ર ફાગુ'નું વષવર્ણન સાદું પણ નાદચિત્રોથી ઓપતું છે ને કોશાનું સૌન્દર્યવર્ણન પણ રૂઢ અલંકરણોવાળું છતાં સુરેખતાભર્યું, રવમાધુર્યયુક્ત ને પદવિન્યાસની પ્રૌઢિવાળું છે. બીજાં ફાગુકાવ્યોમાં વસંતવર્ણનની અને બારમાસાઓમાં ઋતુવર્ણનની લાક્ષણિક રેખાઓ ઝિલાયેલી છે. ફાગુકાવ્યોમાં રાજિમતીના અંગનૌન્દર્ય, આભૂષણ અને હાવભાવનાં કેટલાંક સરસ ચિત્રણો પણ મળે છે. નયસુંદરના ‘રૂપચંદકુંવર રાસમાં થયેલું શૃંગારનું અત્યંત પ્રગલ્મ આલેખન વિરક્ત. સાધુકવિઓએ વર્ણનરસ જમાવવા તરફ કેટલું લક્ષ આપ્યું છે તેનો એક નમૂનો છે. રાસાઓમાં, આ ઉપરાંત, નગર, રાજસભા, ઉત્સવો વગેરેનાં વર્ણનોને પણ અવકાશ મળ્યો છે. માણિક્યસુંદરસૂરિનું “પૃથ્વીચંદ્રચરિત’ તો અલંકારમંડિત, Page #32 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ] ૧૯ પ્રાસ-લયબદ્ધ ગદ્યમાં થયેલાં અનેક જાતનાં વર્ણનોનો એક ખજાનો છે. માનવસ્વભાવની અનેક લાક્ષણિકતા આખ્યાનકવિતામાં જેવી પ્રગટ થઈ છે એવી કદાચ જૈન રાસાઓમાં થઈ નથી. પરંતુ પ્રસંગોચિત મનોભાવોની સ્ફુટ અભિવ્યક્તિમાં જૈન કવિઓએ જરૂર ૨સ લીધો છે. લબ્ધિવિજયના ‘હિરબલ મચ્છી રાસ’માં આવો પ્રયત્ન થયો છે તેથી કૃતિ કેટલેક અંશે રસપ્રદ બની છે. જોકે હૃદયંગમ ભાવાલેખનો બારમાસાકાવ્યોમાં વધારે પ્રાપ્ત થાય છે. વિનયચંદ્રની ‘નેમિનાથ ચતુષ્પદિકા' રાજિમતીની નેમિનાથ પ્રત્યેની અચલ પ્રેમભક્તિના કાવ્યમય ઉદ્ગાર તરીકે જાણીતી કૃતિ છે, પરંતુ બીજી પણ કેટલીક કૃતિઓ અવશ્ય નોંધપાત્ર બને એવી છે. ઉત્તવિજયની નેમિનાથની રસરેલી' એક સરસ ભાવપ્રવણ રચના છે, પણ એ જાણીતી થયેલી નથી. ચોવીસ તીર્થંકરનાં સ્તવનો અનેક જૈન મુનિઓએ રચ્યાં છે. એમાં સાંપ્રદાયિક સંભાર હોય છે ને પરંપરાગત નિરૂપણ હોય છે. પણ આણંદવર્ધન જેવા ‘ચોવીસી'માં ભક્તિની આર્દ્રતાથી ભરેલી ને ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોવાળી ગીતરચનાઓ આપે તે ઘણું વિલક્ષણ લાગે છે. યોવિજયનાં તીર્થંકરસ્તવનોમાં પણ ઉલ્લાસ, શ્રદ્ધા, લાડ, મસ્તી, ટીખળ, કટાક્ષ વગેરે ભાવચ્છટાઓ ગૂંથાય છે. આવાં તો બીજાં અનેક સ્તવનો છે. આ જાતની રચનાઓ પ્રેમલક્ષણા ભક્તિનો પ્રભાવ ઝીલીને થયેલી છે એમાં શંકા નથી. પણ આ રીતે સાંપ્રદાયિક સીમાને વટીને માનવહૃદયને સ્પર્શે એવું તત્ત્વ પોતાની કૃતિઓમાં લાવવાનો જૈન કવિઓનો પુરુષાર્થ લક્ષ બહાર ન રહેવો જોઈએ. જૈન સાહિત્યમાં જોવા મળતા કવિકૌશલ ને રસલક્ષિતાનું આ તો દિગ્દર્શન માત્ર છે. જૈન સાહિત્ય પ્રત્યે એ આપણને અભિમુખ કરી શકે. એ સાહિત્યની ગુણવત્તાનું ખરું મૂલ્યાંકન તો એનો વ્યાપકતાથી, ઊંડાણથી અને સૂક્ષ્મ સાહિત્યબુદ્ધિથી અભ્યાસ થાય ત્યારે જ પ્રાપ્ત થાય. એને માટે આપણે રાહ જોવી રહી. આમ, આપણા મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન અનેક દૃષ્ટિએ અનોખું છે. એની પર્યાપ્ત નોંધ લેવાનું અને એ રીતે સાહિત્યનો એક સમતોલ ઇતિહાસ રચવાનું આપણાથી બની શક્યું નથી. ‘ગુજરાતી સાહિત્યકોશ' બીજાં કેટલાંક સાહિત્યને કારણે તો ખરું જ પણ વિશેષપણે જૈન સાહિત્યને કારણે નવા ઇતિહાસલેખનને આહ્વાન આપશે એમ લાગે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા લેખમાં મુખ્યત્વે પ્રાકૃત જૈન સાહિત્યને આધારે વાત થઈ છે પણ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં એ સાહિત્યની કથાઓ જ મહદંશે ઊતરી આવેલી હોઈ લાક્ષણિકતાઓ તો એની એ જ રહે છે. - સંપા.] ઉદ્ગમ અને વિકાસ હસુ યાજ્ઞિક પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથાસાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈન ધારાનું કથાસાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રન્થોના નિર્માણકાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈન ધર્મની ધારા બૌદ્ધની અનુગામી છે. છતાં ડૉ. એ. એન. ઉપાધ્યે† જેને ‘માગધી-ધર્મ’ એવું નામ આપે છે તેની શાખા તરીકે દાર્શનિક રૂપમાં જૈન તત્ત્વવિચારણાની ધારા બૌદ્ધ જેટલી જ પ્રાચીન છે. આ ધારાનો મૂળ ધર્મગ્રન્થ ‘આગમ' આજના એના ઉપલબ્ધ સ્વરૂપમાં વહેલામાં વહેલો ઈસુની પહેલી સદીમાં રચાઈ ચૂક્યો હતો એ નિશ્ચિત છે. મહાકાલના અનંતયુગી અવિચ્છિન્ન સ્રોતનાં ઉદ્ગમબિન્દુઓ તો વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણેમાં મળે છે, પરંતુ તત્કાલીન જનસામાન્યનો જીવનધબકાર કોઈ વિશેષ પરિવર્તન પામ્યા વગર બૌદ્ધ અને જૈન ધારામાં સવિશેષ જીવંત રહીને ઝિલાયો. વેદધારા ઈશ્વરવાદને સ્વીકારતી હોઈ એમાં દેવી અને દેવતાઓની કથાના રૂપમાં લોકકથાઓનું કાળક્રમે દેવકથા(myth)ના રૂપમાં રૂપાન્તર થતાં સામાન્ય જનજીવનનો ધબકાર એમાં મૂળભૂત રૂપમાં ન જળવાયો પરંતુ બૌદ્ધ અને જૈન ધારાના કથાસાહિત્યમાં ટૂંકાંટૂંકાં કથાનકો કે લાંબી વાર્તાઓમાં રાજા અને શ્રેષ્ઠી જેવા ઉચ્ચ અને ભદ્ર વર્ગની સાથે સમાજના નિમ્ન વર્ગને પણ પ્રતિનિધિત્વ મળતું રહ્યું. જોકે કોઈ ધર્મનો સંપ્રદાય કથાનો ઉપયોગ કરે છે ત્યારે તેનો હેતુ તો પોતાના ધર્મના કોઈ મહત્ત્વના સિદ્ધાંતને પુષ્ટ કરવાનો કે કોઈ ધર્માત્માના જીવનવિશેષ દ્વારા તે ધર્મના અનુયાયીની ધર્મશ્રદ્ધા દૃઢ કરવાનો હોય છે, આથી લોકસામાન્યમાં વિહરતી કથા જ્યારે કોઈ ધર્મધારામાં પ્રવેશે છે ત્યારે તેના નિજી રંગરૂપમાં અચૂક પરિવર્તન થાય છે. આ દૃષ્ટિએ લોકસામાન્યમાં વિહરતી કથાઓનો જૈન ધારામાં વિનિયોગ થતાં જે પરિવર્તનો થયાં, રૂપરંગ બદલાયાં ને એમાંથી આ ધારાની Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા ૨૧ કથાસાહિત્યની દૃષ્ટિમાં જે નિજી રૂપ પ્રગટ્યું. લાક્ષણિકતા પ્રવેશી તેનું દર્શન કરવાનો આ લેખમાં અભિગમ રહ્યો છે. વાતવિકાસની દૃષ્ટિએ જૈન ધારામાં આગમના પ્રથમ અંગની ત્રીજી ચુળામાં મળતી મહાવીરજીવનકથા, પાંચમા અંગમાં મળતી “ભગવતી-વિવાહ-પણત્તિ' અને છઠ્ઠા અંગમાં મહાવીરમુખે વહેલી “ણાયધમ્મકહાઓ” અત્યંત મહત્ત્વની છે. અહીં લોકકથા, દૃષ્ટાંતકથા, દંતકથા, રૂપકગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસની કથા, અદ્ભુતરંગી પરીકથા, ચોર-લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથાસાહિત્યનો પરિચય મળે છે. આથી “ણાયધમ્મકહાઓ' પ્રાચીન વૈવિધ્યસભર કથાસંગ્રહ છે. ચારે પુત્રવધૂઓને પાંચ-પાંચ ચોખાના દાણા આપી, પ્રત્યેકનાં બુદ્ધિમત્તા અને વલણ તારવી, તદનુરૂપ વ્યવહાર સોંપતા સસરાના ચાતુર્યની કથામાં લોકરંજક કથાનું જ પૂર્ણ રૂપ છે. સામાન્ય મનોરંજક ટુચકામાં અભિનવ અર્થનો પ્રાણ પૂરી નવા પ્રકાશથી અજવાળવાની કલાનું દર્શન કમળ પ્રાપ્ત કરતા સાધુની દૃષ્ટાંતકથામાં મળે છે. સરોવર વચ્ચે રહેલા કમળની નજીક રહેલી ચાર વ્યક્તિઓ એને પ્રાપ્ત કરી શકતી નથી, સાધુ દૂર છે છતાં માત્ર શબ્દોચ્ચારે કમળ લઈ શકે છે. કથાની આ ચમત્કારયોજનામાં ઘટનાતત્ત્વની દૃષ્ટિએ આકર્ષક નાવીન્ય છે એથી વિશેષ એના રૂપકાત્મક અર્થદર્શનમાં છે. સરોવર તે વિશ્વ ને પદ્મ તે રાજા. પેલી ચાર વ્યક્તિ તે રાજાને પરિચિત ને નિકટ એવા ધર્મપળ્યો. રાજકુલથી દૂર છતાં કેવળ શ્રદ્ધા જન્માવવાના સામર્થ્યને કારણે જૈન ધર્મ રાજ્યાશ્રય પ્રાપ્ત કરી શક્યો એનું રૂપકગ્રન્થિ દૃષ્ટાંત છે. અર્થની રીતે સામાન્ય ને તુચ્છ લાગતો ટુચકો વિશેષ દૃષ્ટિબિન્દુ અને અર્થનો વાહક બની દૃષ્ટાંતકથા બને છે ત્યારે સજીવ સાહિત્યસ્વરૂપ બને છે. ટુચકાઓને આવું રૂપ જૈન ધારાએ આપ્યું છે. ઉત્તરાધ્યયનમાં પણ આ પ્રકારનાં દૃષ્ટાંતકથાનકો (parables) મળે છે. ‘ણાયધમ્મકહાઓ'ની બીજી મૂલ્યવત્તા એમાં પ્રતિબિંબિત થતા સમાજજીવનને કારણે છે. પુત્રજન્મની ખુશાલીમાં રાજા કેદીઓને તો છોડી મૂકે. સાથોસાથ તોળવા અને માપવાનાં સાધનોનાં માપ પણ મોટાં કરવાની આજ્ઞા કરે, ધનની ક્ષણિકતાને સાબિત કરવા માટે મેહકુમાર ધનને અગ્નિ અને ચોરથી અરક્ષિત હોઈ નાશવંત ગણાવતાં એવા ત્રીજા ભયસ્થાન રૂપે રાજાને ગણતરીમાં લે. દેવદત્તાના અપહરણનો પત્તો ન લાગતાં સાર્થવાહ ભેટસોગાદ લઈને જ કોટવાલ પાસે ફરિયાદ નોંધાવવા પહોંચે, વગેરે પરિસ્થિતિમાં પ્રાચીન સમાજ અને રાજવ્યવસ્થાનું સ્વાભાવિક પ્રતિબિંબ મળે છે. વાસ્તવમાં કોઈ કાળે સમાજમાં પ્રવર્તતી સ્થિતિ, સાહિત્યમાં એક યા બીજા રૂપમાં પ્રતિબિંબિત થતી જ હોય છે. લગ્ન પરત્વેનાં ધોરણો અને બંધનો અસ્તિત્વમાં આવી સ્વીકારાયાં તે પહેલાંનાં અને સંધિકાળનાં કથાનકોમાં એક લોહીનો સંબંધ ધરાવતાં ભાઈ અને બહેન વચ્ચેના શરીરસંબંધનો ઉલ્લેખ, આ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કારણે જ, વૈદિક અને જૈન બન્ને ધારામાં યમ-યમીસંવાદ અને પુષ્પચૂલપુષ્પચૂલ માં મળે છે. આમ, કથાસાહિત્યમાં નિરૂપિત માનવવ્યવહારની પરિસ્થિતિ એક રીતે તો કોઈ કાળે અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક પરિસ્થિતિની પરિચાયક હોય છે ને બીજી રીતે કાળક્રમે તે અમુક સિદ્ધાંત સ્થાપવા માટેના જરૂરી દૃષ્ટાંતનું કાર્ય પણ બજાવે છે. ધર્મ-સંપ્રદાયોમાં કથાનકોનો ભિન્નભિન્ન ઉપયોગ થયો તે સ્વતંત્ર અભ્યાસ રૂપે તપાસવા જેવો વિષય છે. પ્રાચીન સાહિત્યમાં વિપુલ રીતે ખેડાયેલા અને અવનવા અવતાર પામેલાં કથાનકોને આધારે એક જ પાત્ર અને એક યુગને સ્પર્શતી. કથાઓ કેવા કેવા રૂપરંગે રજૂ થઈ તેનો વાસ્તવિક ચિતાર ભિન્નભિન્ન ધારાઓમાં ઊછરેલાં કથાનકોના સામ્યમૂલક અભ્યાસ (comparative study) દ્વારા આપી શકાય. ભારતીય કથાસાહિત્યમાં રામકથા અને કૃષ્ણકથા (પાંડવકથા-સંયુક્ત)નો અભ્યાસ આ દૃષ્ટિએ કરવા જેવો છે. રામ અને કૃષ્ણ બ્રાહ્મણધારાના મુખ્ય અને પ્રાણભૂત છે, કેમકે તે ધર્મના અવતાર રૂપે મનાયા છે, છતાં બૌદ્ધ અને જૈન ધારામાં આ કથાઓ પ્રચલિત રહી વિકસતી આવી છે. બ્રાહ્મણધારાની આ પ્રાચીન ધર્મકથાઓ બૌદ્ધ અને જૈન ધારામાં આલેખાતાં એમાં નાનાંમોટાં પરિવર્તનો થયેલાં આ બધાં પરિવર્તનો ધર્મસંપ્રદાયોએ પોતાના ધર્મસિદ્ધાંતને અનુકૂળ રહીને કર્યા છે, તેમ છતાં એમ કરવામાં તે-તે સંપ્રદાયનો હેતુ આ પ્રકારનાં પરિવર્તનો દ્વારા પોતાના સંપ્રદાયની શક્તિ અને મહત્તા વધારવાનો છે, એવું માનીને ચાલવાને બદલે સાચા અભ્યાસીએ તો આ બધાં પરિવર્તનો અને રૂપાંતરો ભિન્નભિન્ન ઉદ્ગમ અને પરંપરામાં સમાન્તર સંવર્ધન શી રીતે પામ્યાં તેનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ એક જ કથાના જુદાજુદા પ્રવાહો એ કથાના ઘડતર-વિકાસમાં જેટલે અંશે નિર્ણાયક બને છે તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બની ઐતિહાસિક તથ્યને તારવવામાં ઉપયોગી બને છે. હરિર્ષણના કથાકોષ' અને “વસુદેવહિંડી'માં મળતી વિષ્ણુકુમારની વાતનો સંબંધ જૈન હરિવંશ' જોડે છે. કેટલાંક કથાનકોનો સ્વતન્ત્ર ઉગમ ભિન્નભિન્ન ધારાઓમાં થયેલો છે. રામકથા અને કૃષ્ણ કથાનો સાહજિક સંબંધ બ્રાહ્મણધારા સાથે છે, છતાં એની દીર્ઘ પ્રાચીન પરંપરા બૌદ્ધ અને જૈન બન્નેમાં મળે છે. સ્થપાતો અને વિસ્તરતો સંપ્રદાય અન્ય સંપ્રદાયના પરંપરાપ્રાપ્ત કથાનકને અપનાવી એક વિશાળ સમુદાયને પોતાના ધર્મ પ્રત્યે અભિમુખ કરવા માટે લોકશ્રદ્ધાના અવિભાજ્ય અંગરૂપ બનેલી વિભૂતિઓનો સંબંધ પોતાના પંથની સાથે સાંકળી, કથાના મૂળભૂત માળખામાં પોતાના સંપ્રદાયની ધર્મઝાંય (religious shades) ઉમેરવા પ્રેરાય એ શક્યતાને નકારી ન શકાય, પરંતુ રામકથા અને કૃષ્ણકથાનું બૌદ્ધ-જૈન રૂપમાં આવું થયું છે. એમ માનવું ઉચિત નથી. જૈનાવતારની રામકથા અને કૃષ્ણકથા પાછળથી થયેલાં પરિવર્તનો Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા D ૨૩ નથી પરંતુ સ્વતંત્ર મૂળ અને ઉદ્દભવ ધરાવતા કથાપ્રવાહો છે. ડૉ. એ. એન. ઉપાધ્યએ હરિવંશપુરાણના અધ્યયનને આધારે દર્શાવ્યું છે કે જેન પરંપરાના કૃષ્ણની વિભાવનાનો સંબંધ હરિવંશપુરાણ કે મહાભારત જોડે નથી પરંતુ પ્રાચીનકાળથી જ સ્વતંત્ર રીતે ઊછરેલી જૈન પરંપરામાં છે. કૃષ્ણકથાની જેમ રામકથાનું જૈન કથારૂપ “પદ્મપુરાણ' રૂપે છે તેની સ્વતંત્ર પ્રણાલીનો, મૂળનો અભ્યાસ જરૂરી છે. બુદ્ધિચાતુર્યનાં કથાનકોમાં બૃહત્કથાકુળમાં જે સ્થાન યૌગંધરાયણ અને ગોમુખ જેવા રાજાના પ્રધાન કે મિત્રના પાત્રનું છે તે જૈન ધારામાં શ્રેણિકપુત્ર અભયકુમારના પાત્રનું છે. પ્રત્યેક પરિસ્થિતિનો બુદ્ધિપૂર્વક ઉપાય અને ઉકેલ શોધનાર, અનિષ્ટ અને આપત્તિમાંથી ઉગારી રાજા અને રાજ્યની ચિંતાને જીવનધર્મ રૂપે અંગીકાર કરનાર આ પાત્ર “ણાયધમકહાઓથી શરૂ કરીને કથાકોષ'માં તથા સ્વતંત્ર કથા રૂપે માનભર્યું ને રસપ્રદ સ્થાન પામે છે. આગમના સાતમા અંગમાં ઉવાસગદશાઓ’ (શ્રાવકોના કર્તવ્યવિષયક દસ પ્રકરણ)નો મોટો ભાગ કથાનકોએ રોક્યો છે. અહીં વિશેષ પ્રમાણ શ્રેષ્ઠીનું છે. વિવિધ જન્મોમાં મહાવીરની ધમદિશના પામી ધર્મધ્યાન અને ઉપવાસથી મોક્ષ પામી દેવત્વ પ્રાપ્ત કરતાં પાત્રોનાં કથાનકો એક જ ઢાળાનાં છે. આનંદ, કામદેવ, ચલણીપિયા, સુરાદેવ અને ચુલસયય ઇત્યાદિ પાત્રો વિવિધ પ્રલોભનો પાર કરતાં કરતાં અંતે દેવત્વ પ્રાપ્ત કરે છે, કારણ અને પરિણામની કથામાળખાની યોજના એવી તો બીબાંઢાળ છે કે ડૉ. એ. એન. ઉપાધ્ધ નોંધે છે તેમ કેવળ પાત્રના નામને બદલ્યાથી એવાં કથાનકોની સંખ્યા હજુ વધારી શકાય. આઠમું અંગ “અંતગબદસાઓ' તીર્થંકરપ્રબોધને મોક્ષ પામતાં સ્ત્રી-પુરુષોની આ પ્રકારની જ કથાઓ આપે છે. અહીં પણ જૈન સ્રોતની કૃષ્ણ કથા છે. અગિયારમા અંગમાં ‘વિવાગસુયમાં બૌદ્ધ ધારાની, કર્મસિદ્ધાંત સમજાવતી અવદાનશતક અને કર્મશતક જેવી જ કર્મવિપાક દર્શાવતી કથાઓ મળે છે. પહેલા વિભાગની દસ કથાઓમાં દુષ્ટ કૃત્યોનાં પરિણામ દર્શાવાયાં છે, તો બીજા વિભાગમાં સત્કર્મનાં. શિષ્યના પૂછયાથી મહાવીરે બદનસીબીનાં કારણો સ્પષ્ટ કરવા તે પાત્રોની કથા કહી છે. આમ કરતાં અહીં વેપારી, શિકારી, અમલદાર એમ વિવિધ વર્ગનાં પાત્રોની ભવોભવકથા કહેવામાં આવી છે. પૂર્વભવના સંબંધી, મિત્રો અને વેરીઓ શી રીતે ફરી એકસાથે થઈ જાય છે તે વર્ણવતી પરિસ્થિતિ રોચક અને વાર્તાત્મક બને છે. આગમના ઉપાંગોમાં પણ કેટલાંક કથાનકો મળે છે, પરંતુ કથાવિકાસની દૃષ્ટિએ એ મહત્ત્વનાં નથી બનતાં. બીજા ઉપાંગનો આરંભ પૌરાણિક શૈલીની નીરસ કથાથી થાય છે. વિવિધ ઉપાંગોમાં મળતી અજાતશત્રુ, અરિષ્ટનેમિ, નિષધ ઇત્યાદિ કથાઓ કથા લેખે ઉપરાંત ઐતિહાસિક તથ્ય રૂપે મૂલ્યવાન છે. બૌદ્ધ ધારામાં નિંદા પામતો બિંબિસારપુત્ર અહીં સદ્દભાવથી આલેખાય છે તે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બિંબિસારપુત્રે બૌદ્ધ ધર્મનો ત્યાગ કરી જૈન ધર્મનો સ્વીકાર કર્યાનું સૂચવે છે. કથાસાહિત્યે ભારતમાં કલ્પનાવિલાસ કરી લોકોનું માત્ર મનોરંજન નથી કર્યું પણ લોકોને ધર્મ સમજાવી ને ટકાવી બનેલી ઘટનાને જાળવવામાં ઇતિહાસનું કામ પણ કરી બતાવ્યું છે. વૈદિક ધારાના પરિશિષ્ટ ગ્રંથ જેવા આગમના “પણાસ'માં પુછ્યુલા, અમયઘોષ, અવન્તિસુકુમાર, ઈલાપુત્ર ઇત્યાદિનાં અનેક કથાનકોમાં દૈહિક યાતનાઓ સામે માસિક દૃઢતાથી લડતા વીર મહાત્માઓના ઉદાત્ત અંશને વાચા આપતા પ્રસંગો નિરૂપવામાં આવ્યા છે. પ્રાણીજીવનની અસહ્ય શારીરિક અને માનસિક યાતનાઓનું તીવ્ર આલેખન જૈન ધારાનાં કથાનકોની નોંધપાત્ર લાક્ષણિકતા છે. જીવતાં સળગાવી મૂકવામાં આવતાં, પૈડાં નીચે ચગદાતાં, હિંસક પશુઓના તીક્ષ્ણ દાંતોનો ભોગ બનતાં કે સ્વેચ્છાએ કીડીઓને પોતાનું લોહી ચૂસવા દઈ હસતે મુખે મૃત્યુને વહોરી લેતાં પાત્રોનાં કથાનકોમાં ભયંકર યાતનાની જે માત્રા છે તે વિશ્વના અન્ય સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળશે. જૈન ધર્મે સ્વીકારેલા ચુસ્ત નિયમ-પાલન માટે દૃઢ મનોબળ કેળવી શકાય તથા સ્થૂલ દૈહિક વાસના તથા જિજીવિષાના પ્રબળતર આકર્ષણથી મુક્ત બની શકાય એવી મનઃસ્થિતિ સર્જવાનો આ કથાનકોનો મુખ્ય હેતુ રહેલો છે. શરીરની સ્કૂલ વાસના અને સંસારી સંબંધો પ્રત્યે વૈરાગ્ય જન્માવતો મનોવૈજ્ઞાનિક ઉપચાર (psychological treatment) અહીં કથા દ્વારા થાય છે. કથાનો ઉપયોગ બ્રાહ્મણધારાએ માનવમનના શ્રદ્ધાસામર્થ્યને જગાડવા કર્યો, બૌદ્ધ ધારાએ તત્ત્વના સૂક્ષ્માતિસૂક્ષ્મ તંતુને સુગ્રાહ્ય કરવામાં કર્યો, તો જૈન ધારાએ આથી પણ આગળ વધીને ધર્મપ્રતિપાદિત સિદ્ધાંતોને ચુસ્ત રીતે પાળી શકાય એ પ્રકારની મનઃસ્થિતિ અને દૃઢતા સર્જાવવા માટે કર્યો. કથાના સ્વરૂપનું ઘડતર ભલે પ્રસ્તુત ધારાના પ્રાચીન અંશમાં ન થઈ શક્યું, પરંતુ એના અંતરમાં એક નવા જ વિશ્વનું નિર્માણ તો થયું છે. માનવચિત્તની ખુમારી અને તાર્કિક ભૂમિકાયુક્ત ખૂબી બુદ્ધ ધારાનાં કથાનકોની વિશેષતા બને છે, તેમ શરીર અને સંસારઆસક્તિની ક્ષણિકતા પ્રત્યે સહેજે અભિમુખ કરી શકવાનું સામર્થ્ય જૈન ધારાનાં કથાનકોની વિશેષતા છે. બે-ઘડીની મોજ માટે જ જેનો ઉદ્ભવ થયાનું સામાન્યતયા સ્વીકારાય છે તે આ ટચુકડી વાર્તાઓ માનવચિત્તને ઘડવામાં આટલો અગત્યનો ફાળો છેક પ્રાચીન કાળથી જ આપી ચૂકી હોય એ ઘટના પ્રાચીન કથાસાહિત્યની અલ્પ સિદ્ધિ નથી. આગમ પછીનું બીજું સ્થાન નિર્યુક્તિ ગ્રન્થોનું છે. મૂળભૂત ધર્મગ્રન્થના સિદ્ધાંત ઉપર એનું સ્પષ્ટીકરણ અને પૂરક હકીકતોને પણ આ પ્રકારના ધર્મગ્રન્થમાં સ્થાન મળતું હોય છે. આમ થતાં કેટલાંક વિશેષ કથાનકો આ પ્રવાહમાં પ્રાપ્ત થાય છે. મૂળભૂત દસ શાસ્ત્રગ્રન્થોની નિયુક્તિ ઉપરાંત ‘પિંડ’, ‘ઓઘ' અને ‘આરાધના’ જેવી ત્રણ સ્વતંત્ર નિર્યુક્તિ લખાયેલી છે. નિર્યુક્તિમાં સ્પષ્ટીકરણ અર્થે રચાતાં Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા 7 ૨૫ ચૂ, ભાષ્ય અને ટીકામાં બીજાં પૂરક કથાનકો સુલભ બન્યાં છે. હરિભદ્ર, શીલાંક, શાન્ત્યાચાર્ય, દેવેન્દ્ર, મલયગિરિ, ઇત્યાદિની ટીકાઓમાં નાની-મોટી અનેક કથાઓ મળે છે. મૂળ ધર્મગ્રન્થોમાં બીજ રૂપે રહેલાં વિવિધ કથાનકોની સ્વતંત્ર રચનાઓ છેક પાંચમી સદીથી શરૂ કરીને તે પંદરમી સદી સુધીમાં રચાયેલાં રિય, પ્રબંધ, રાસા કે થાકોષ રૂપે ઉપલબ્ધ બને છે. ભારતીય કથાસાહિત્યના વિકાસ અને વૈવિધ્યનું અચ્છું ચિત્ર ઉપસાવતી સામગ્રી જૈન ધારાના આ તબક્કાના કથાસાહિત્યમાં સર્વસુલભ રહી શકી છે. ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે વિદ્યાવ્રતી જૈન યતિઓને મુકાબલે અન્ય પારિવ્રાજકોએ લૌકિક જ્ઞાન અને ઉપયોગી અન્ય માહિતી પરત્વે ઓછું લક્ષ આપ્યું છે. પગપાળા પરિવ્રજ્યા કરી ચાર માસ કોઈ એક સ્થળે ગાળતા જૈન સંપ્રદાયના સાધુઓ વિવિધ પ્રવાસના ભાથારૂપ સંચિત જ્ઞાનરાશિનો ધર્માર્થ વિનિયોગ કરી લેવાનું ચૂક્યા નથી. ધર્માર્થ ઉપદેશ આપતા, કથાઓ રચતા કે વાચન કરતા જૈન યતિઓ સાહિત્ય અને ધર્મ ઉપરાંત જ્યોતિષ અને વૈદક જેવાં શાસ્ત્રના પણ શાતા હોઈ તેમણે મંત્રતંત્ર અને ચિકિત્સાના ચમત્કારોનું કથાઓમાં નિરૂપણ કર્યું છે. રાજા અને રાજ્યનો જૈન યતિઓને આદર પ્રાપ્ત થયો અને રાજ્યાશ્રયથી પ્રચાર-પ્રસ્તાર વધ્યો તેનું કારણ યતિઓનું શાસ્ત્રજ્ઞાન છે. હિરષણના ‘કથાકોષ'માં તથા સંઘદાસણના ‘વસુદેવહિંડીમાં વૈદકના કેટલાક અજબ નુસખાઓ આલેખાયા છે. હિરષણના ‘કથાકોષ’ના ૧૩મા કથાનકમાં ગંધોદકની દવા તરીકેની અસરનું અને લક્ષપાક તેલની ચામડીના દાઝ પરની અસરનું, વસુદેવહિંડી’માં કૃમિરોગને દૂર કરવાના ઉપાયોનું વર્ણન મળે છે. વાનાજીકૃત રાસરચનામાં હસ્તિરોગ મટાડતા પતિની વાત આવે છે. વિવિધ ચમત્કારોનું અને વાર્તાના ચમત્કારોનું જનસામાન્યને અદમ્ય આકર્ષણ છે, એવું જાણતા યતિઓએ વિવિધ ગ્રન્થો અને કંઠોમાં વેરાયેલી વિવિધ સામગ્રી અને વાર્તાઓને એક૨સમાં ઘૂંટી પ્રબંધ, ચરિય, રાસ ઇત્યાદિ રચ્યાં. કથાઓનું માધ્યમ પ્રાચીન જૈન ધારામાં કથાઓનું મુખ્ય માધ્યમ તો ગદ્ય જ બન્યું છે. કેટલેક સ્થળે જ પઘનો ઉપયોગ થયો છે. ‘ણાયધમ્મકાઓ'માં કથાના હેતુસાર પદ્યમાં છે. ‘ઉવાસગદસાઓ'માં પ્રયોજાતું પઘ સમગ્ર કથાનકનું માળખું સ્પષ્ટ કરતું હોય છે. કથાના મુખ્ય માળખાને સાંકળી રાખતા પઘપ્રયોગોની સ્મૃતિસહાયે નિરૂપક સમગ્ર કથાનકને માંડીને કહી શકે એમ છે. આગમનું સંસ્કરણ મહાવીરના મૃત્યુ પછીના બસો વર્ષે થયું હતું. મૂળ પદ્યપ્રયોગની સ્મૃતિસહાયે બે સદી વીત્યું થયેલું સંપાદન શક્ય બન્યું હશે. આ આધારે જોકે મૂળ કથાઓ સર્વાંશે પદ્યમાં જ હશે, એવી સંભાવનાને સ્થાન નથી, કેમકે, સમગ્ર કથાનકો જો સર્વાંશે પદ્યમાં જ હોય, તો એને અનુસરવાને બદલે, સારું પદ્યમાં અને અન્ય નિરૂપણ ગદ્યમાં, એવો પરંપરાલોપ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્માનુયાયીઓ ન જ કરે. કથાનકોનું મૂળ જૈન સ્ત્રોતનાં કથાનકોનું મૂળ વૈદિક, બૌદ્ધ કે જૈન પરંપરામાં જોઈ શકાય. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આદિ તીર્થંકરોની જીવનવિષયક દંતકથાઓ, શારીરિક અને માનસિક યાતનાઓ, અહિંસા, કવિપાક, સંસારસંબંધોની નશ્વરતા ઇત્યાદિનાં કથાનકો, અગ્રસર ધર્મમુખ્ય સાધુસાધ્વીના જીવનસંદર્ભે પ્રગટેલાં ચરિત અને પ્રબંધો નિઃશંક જૈન ધારાની નિજી મૂડી છે. શેષ કથાનકોનાં મૂળ અન્ય પરંપરામાં જોઈ શકાય. ધર્મના કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો પરત્વે બૌદ્ધ અને જૈન સમાન વલણ ધરાવે છે. આથી બન્ને ધર્મના પ્રાણભૂત અંશને સમાન અભિવ્યક્તિ આપતાં બૌદ્ધ ધર્મનાં પ્રચલિત કથાનકોને જૈન પરંપરામાં સ્વાભાવિક સ્થાન મળી ચૂક્યું છે. જાતક અને અવદાનસાહિત્યનાં આવાં કેટલાંક કથાનકો જૈન પરંપરામાં પણ નિરૂપાયાં છે. કેટલાંક કથાનકો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તાવિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયેલાં છે. રાસાઓનો પણ મોટો ભાગ લોકપરંપરાની પ્રચલિત કથાઓમાંથી લેવાયો છે. ત્રણે ધારામાં પ્રાપ્ત થતાં હોય એવાં કથાનકોનો તુલનાત્મક અભ્યાસ ભારતીય કથાઓનાં મૂળ ૫૨ વિશેષ પ્રકાશ પાડી શકે છે. અન્ય ધારાનાં, સવિશેષ તો બ્રાહ્મણધારાનાં કથાનકો, જૈન ધારામાં પ્રવિષ્ટ થયાનાં બે મુખ્ય કારણ સ્પષ્ટ છે. એક તો એ કે બ્રાહ્મણધારાની કેટલીક કથાઓ તો એટલી રસપ્રદ અને લોકહૃદયમાં સ્થાન પામી ચૂકેલી હતી કે કેવળ કથાના આકર્ષક સાધને ધર્મપ્રચાર કરવા ઇચ્છતા યતિઓને સહેજે એ સ્વીકારવી પડે. બીજું એ કે એક પક્ષે તે કથાનાયકો પોતાના ધર્મપંથના હતા એવું પ્રસ્થાપિત કરી ધર્મપંથનું ગૌરવ વધારી શકાય, તો બીજે પક્ષે એ નાયકોના જીવનની ક્ષતિઓ અને ધર્મસિદ્ધાંતની અગ્રાહ્યતા દર્શાવી એ દ્વારા પોતાના ધર્મની મહત્તા પ્રગટ કરી શકાય. વાર્તાના સામર્થ્યપૂર્ણ માધ્યમે ધર્મનો ફેલાવો કરવાનું અને બ્રાહ્મણધારા જેટલી જ વિપુલ અને વૈવિધ્યયુક્ત કથાઓ સર્જવાનું જાણે યતિઓએ બીડું ઝડપ્યું હતું. બ્રાહ્મણધારા ઈશ્વરવાદી અને દેવી-દેવતાઓનો વિપુલ વર્ગ ધરાવતી હોઈ અનેક પ્રકારનાં ચમત્કારપૂર્ણ અદ્ભુતરસિક કથાનકો પીરસી શકી હતી. આ ખોટ પૂરી પાડવા ને બ્રાહ્મણધારાના કથાસાહિત્યની હરોળમાં આવવા, ધર્મ અને ધર્મપ્રવર્તક પ્રત્યેનાં ભક્તિ-શ્રદ્ધા પ્રાપ્ત કરવા પુરાણગ્રન્થ જેવી જ રચનાઓ જૈન ધારામાં પુરાણ અને ચરિતનામાભિધાને, સંસ્કૃતમાં અને સવિશેષ તો અપભ્રંશમાં, અવતાર પામી. લોકશ્રદ્ધા અને આકર્ષણ જન્માવવા સમર્થ હોય તેવી બધી ધાર્મિક અને ધર્મેતર વાર્તાઓ જૈન ધારામાં સ્વીકાર પામી શકી. આ ઘટના ભારતીય કથાસાહિત્યમાં જૈન ધર્મની અવિસ્મરણીય સેવા તરીકે નોંધપાત્ર છે. જૈન ધારાનાં ચરિય, પ્રબંધ, રાસા વગેરે સંસ્કૃતપરંપરાનાં વીરચરિત, પુરાણ, Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા | ૨૭ મહાકાવ્ય અને ગદ્યકથાની આનુષંગિક કડી જેવાં છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચેની સેતુરૂપ મુખ્ય કડી ભાષાક્ષેત્રે જેમ અપભ્રંશ છે તેમ સાહિત્યક્ષેત્રે પ્રાકૃત અને અપભ્રંશ છે. જેનેતર પ્રાકૃત અને અપભ્રંશ લગભગ લુપ્ત છે. જૈન ધારાનું સાહિત્ય એટલું સવશ્લેષી અને વિપુલ છે કે અન્ય લુપ્ત અંશની ખોટ પડી લાગતી નથી. કેવળ કથાસાહિત્યનો જ વિચાર કરીએ તો જૈન ધારામાં જે કંઈ ઉપલબ્ધ છે તે સવશનું જ પરિચાયક બની રહે એટલું વિપુલ અને વૈવિધ્યસભર છે. કથાના વર્ગો (૧) પૌરાણિક ઉપલબ્ધ જૈન કથાસાહિત્યને પૌરાણિક, ચરિતાત્મક, લોકકથાત્મક અને સંગ્રહરૂપ એમ ચાર વર્ગમાં વહેંચી શકાય. સામાન્ય જનતાનાં શ્રદ્ધા અને આકર્ષણને પ્રાપ્ત કરવા જૈન ધર્મના સાહિત્યમાં બ્રાહ્મણધારાના પુરાણગ્રંથોની પરંપરા જેવા ધર્મખ્યાત પાત્રોના કથાગ્રન્થો રચાયા છે. આદિનાથ, નેમિનાથ, ઋષભદેવ અને મહાવીર આદિ તીર્થકરોનાં જીવનને સ્પર્શતા કથાગ્રન્થોને પૌરાણિક કથાવસ્તુના વર્ગમાં મૂકી શકીએ. રામકથા અને કૃષ્ણકથા જેવી બ્રાહ્મણધારાની પરંપરામાં ઉદ્ભવેલી જૈન પૌરાણિક કથાઓ પણ પ્રસ્તુત વર્ગમાં સમાવેશ પામે છે. રામકથાનો જૈનાવતાર મહાવીરના મૃત્યુ પછી ૩૩૦ વર્ષે વિમલસૂરિરચિત પાચરિતમાં થયો. પ્રાકૃત ભાષામાં ૧૧૮ સર્ગનું પૂર ધરાવતી આયછંદમાં રચાયેલી આ લાંબી રચના છે. રામકથાનું દેવકથાત્મક (mythological) માળખું તો અહીં મૂળ બ્રાહ્મણધારાનું જ જળવાયું છે. ભેદ માત્ર નામકરણ અને અર્થદર્શન પરત્વે રહ્યો છે. વાનરને બદલે અહીં વિદ્યાધરો છે. શિવધનુષ્યનો સંદર્ભ બદલાયો છે. મહાવીરની સૂચનાથી પટ્ટશિષ્ય ગૌતમે રાજા શ્રેણીકને આ કથા કહી, એમ દર્શાવાયું છે. જૈન પરંપરા દર્શાવતી આ છાંટ બાહ્ય છે, કથાનકનું આંતરિક માળખું તો એક કથાના રૂપમાં મૂળ ધારાનું જ રહ્યું છે. આમ રામકથા જૈન ધારામાં સ્વતંત્ર ઘડતર અને વિકાસ પામેલી જણાતી નથી. આથી ઊલટું કૃષ્ણકથાનું છે. તે કથામાં સ્વતંત્ર અને મૌલિક ગણાય એવાં ઘડતરવિકાસ જોઈ શકાય છે. ઈ.સ.૬૭૮માં રવિષેણે સંસ્કૃતમાં રચેલા ‘પદ્મપુરાણમાં પણ રામકથાનું માળખું બદલાતું નથી. અનુગામી ‘ઉત્તરપુરાણ' તથા “ત્રિષષ્ટિશલાકાપુરુષ'ના સાતમા પર્વમાં પદ્યમાં તો દેવવિજયગણિ દ્વારા ગદ્યમાં “રામચરિત’ લખાયું છે. રામકથાનું આ અવતરણ અપભ્રંશ રાઓ સુધી વિસ્તરેલું છે. આવું બીજું, બ્રાહ્મણધારાના મહાભારતનાં કથાનકોનું અવતરણ જૈન ધારામાં થયું છે. ઈ.સ.૭૮૩માં જિનસેને “હરિવંશપુરાણ' રચ્યું. આ સમગ્ર કથા મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમના મુખમાં રજૂ થઈ છે. આરંભમાં કહેવાતી ઋષભદેવની કથાને કૃષ્ણના ભત્રીજા નેમિનાથ સાથે સાંકળી મહાભારતના Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પાંડવોનું કથાવસ્તુ ગૂંથી લેવાયું છે. કૌરવ તથા કર્ણ અહીં જૈન ધર્મ અંગીકાર કરતા દશવાયા છે. અંતે તો પાંડવો પણ જૈન બની નિર્વાણ પામે છે. ઈ.સ. ૧૨૦૦ આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિકૃત ૧૮ સગવાળું પાંડવચરિત્ર', ૧૫મી સદીનું ૩૯ સર્ગ ધરાવતું સકલકીર્તિરચિત “હરિવંશ', વાદિચંદ્રકૃત ‘પાંડવપુરાણ', ઈ.સ. ૧૫૫૧માં શુભચંદ્ર લખેલું જૈન “મહાભારત' તથા અન્ય અપભ્રંશ સાહિત્યમાં નિરૂપાતી મહાભારતની કથાવસ્તુ ધરાવતી રચનાઓ પણ પૌરાણિક કથાવર્ગની ગણી શકાય. (૨) ચરિતાત્મક સંસ્કૃત ધારાનાં પુરાણ અને મહાકાવ્યની પરંપરાના પીયૂષથી ઊછરેલા જૈન ધારાના ચરિય કે ચરિત્ર નામાભિધાન પામતા કથાગ્રન્થોમાં ધર્મખ્યાત પુરુષોના જીવનની ઐતિહાસિક તથા અનુકૃત્યાત્મક હકીકતો નિરૂપાઈ છે. કથાવસ્તુની દૃષ્ટિએ કથાગ્રન્થોનો આ વર્ગ ચરિતાત્મક એવી સંજ્ઞા વડે ઓળખાવી શકાય. પૌરાણિક રૂપે જેમ વિવિધ તીર્થકરોના જીવનનું કથાત્મક નિરૂપણ થયું છે તેમ વિલાસવતી, સુકુમાલ, પ્રદ્યુમ્ન, જિનદત્ત, બાહુબલિ. નાગકુમાર, સુલોચના ઈત્યાદિ ધર્મખ્યાત પાત્રોના ચરિત્રાત્મક અંશોનું પણ કથા તરીકે આલેખન થયું છે. આ પ્રકારનાં સંધિબદ્ધ કથાકાવ્યો મધ્યકાલીન ગુજરાતી કથાના પૂર્વજો છે. આ કથાનકો રાસાઓમાં ઊતરી આવ્યાં. અપભ્રંશ રાસાઓ મધ્યકાલીન ગુજરાતી કથાઓની નજીકમાં નજીકની કડી છે. (૩) લોકકથાત્મક રાસામાં નિરૂપાતાં ચરિત્રોમાં કથારસની માત્રા તીવ્ર બનાવે તેવાં લોકકથાનાં આકર્ષક અંગો જૈન ધારામાં લગભગ સવશે સ્વીકૃત બન્યાં છે. આથી રાસાઓનાં કથાવસ્તુનો વિપુલ રાશિ લોકકથાત્મક વર્ગનો છે. અદ્ભુતરસિક અને પ્રેમકથાત્મક અંશો ધર્મના સંસ્કાર પામી આલેખાયા છે. લુપ્ત થયેલી મૂળ પ્રાકૃતમાં લખાયેલી પાદલિપ્તકૃત ‘તરંગલોલા’ તથા સંસ્કૃતમાં લખાયેલી 'તરંગવતી', હરિભદ્ર ગદ્યમાં લખેલી “સમરાઈકહા' ઇત્યાદિ સવશે લોકકથાત્મક કથાવસ્તુ ધરાવતી આ પ્રકારની રચનાઓ છે. પ્રેમ, શૌર્ય અને અભુત ચમત્કારવાળાં મધ્યમ કદનાં લોકોનાં હૈયાંને વશ કરી ચૂકેલાં કથાનકોના ઉત્કટ આકર્ષણને ધ્યાનમાં લઈને જૈન યતિઓએ આ પ્રકારને પોતાની રચનાઓમાં સવિશેષ પ્રમાણમાં સમાવિષ્ટ કર્યો છે. આથી મધ્યકાલીન લોકકથાને આજ પર્યત સુરક્ષિત રહી શકવાનો પરોક્ષ લાભ મળતો રહ્યો. આ કથાઓમાંથી ધર્મનો પુટ દૂર કરવાનું કાર્ય અત્યંત સરળ છે. મોક્ષ કે દીક્ષામાં પરિણમતા વૈરાગ્યમૂલક અંતને અન્યથા. કલ્પવાથી જ લોકકથા તરીકેનું એનું મૂળભૂત સ્વરૂપ ઊપસી આવે છે. મધ્યકાલીન પદ્યકથાનાં વિષયવસ્તુ અને સ્વરૂપને ઘડવામાં આ પ્રકારની જૈન રચનાઓનો ઘણો મોટો ફાળો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા | ૨૯ (૪) સંગ્રહરૂપ જૈન ધારાના કથાસાહિત્યનો ચોથો વર્ગ તે કથાકોષ નામે જાણીતો, ટૂંકા અને મધ્યમ કદનાં વિવિધ કથાનકોના સંગ્રહરૂપ સંપાદનગ્રન્થોનો. સંસ્કૃતધારાના બૃહત્કથાકુળના ગ્રન્થો સામે હોડમાં ઊતરી શકે એટલો સમૃદ્ધ આ વર્ગ છે. આ પ્રકારમાં સંગ્રહ પામેલાં અસંખ્ય નાનાંમોટાં કથાનકો આપણા પ્રાચીન અને મધ્યકાલીન કથાસાહિત્યનું બહુમૂલ્ય ધન છે. જૈન ધારામાં છેક આગમ, નિયુક્તિ, પષ્ણાસ અને આરાધનાદિથી, સંપાદિત કથાનકોનાં ઝૂમખાં મળી આવે છે. ધર્મશાસ્ત્રાનુષંગે એ કથાનકો મુખ્યત્વે ઉપદેશાત્મક દૃષ્ટાંત રૂપે રહ્યાં છે. મૂળ ધર્મગ્રન્થમાં ક્યારેક માત્ર ઉલ્લેખરૂપ રહી જતાં કથાનકો ટીકાગ્રન્થમાં સંપૂર્ણ રૂપે માંડીને કહેવામાં આવ્યાં છે. આવાં કથાનકો ગદ્ય કે પદ્ય તો ક્વચિત્ ગદ્ય-પદ્યના સંમિશ્રણ રૂપે નિરૂપાતાં હોય છે. ઉપદેશના હેતુથી કહેવામાં આવતા વિવિધ કથાગુચ્છો “કથાકોષ' એવી સંજ્ઞારૂપે પ્રાકૃત તેમજ સંસ્કૃતમાં મળે છે. કોઈ એક મુખ્ય સૂત્રરૂપ કથાનક સાથે વિવિધ અન્ય ટૂંકાં કથાનકો સાંકળી લેવામાં આવતાં હોય છે. અહીં મુખ્ય હેતુ ઉપદેશ આપવાનો હોવા છતાં વિવિધ પ્રકારની કથાઓની માળા બને છે. સ્વતંત્ર રચના રૂપે અસ્તિત્વ ધરાવતી કથાઓનું સંક્ષિપ્ત રૂપ અહીં પ્રાપ્ત થાય છે. આથી કથાકોષ વિવિધ પ્રકારની કથાઓનો આછેરો પરિચય આપતો પ્રતિનિધિરૂપ પ્રકાર છે. હરિણ, પ્રભાચન્દ્ર, મેરૂતુંગસૂરિ, સમયસુંદર વગેરેના કથાકોશ', હેમચન્દ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', મેરૂતુંગસૂરિના “પ્રબંધચિંતામણિ', ‘સ્થવિરાવલી', પુરાતનપ્રબંધસંગ્રહ' દ્વાસતતિપ્રબંધ” અને “ચતુરશીતિપ્રબંધ’ જેવા ગ્રંથો, ‘ભારહટ્ટ-દ્વાર્નાિશિકા', શુભશીલગણિની “પ્રબંધપંચશતી' વગેરે પૌરાણિક, ઐતિહાસિક અને લૌકિક કથાઓની સંખ્યાબંધ સંગ્રહાત્મક રચનાઓ મળે છે. આનું અનુસંધાન મધ્યકાલીન ગુજરાતીમાં પણ જોવા મળે છે. ભરડકબત્રીસી' અને અન્ય કેટલીક કૃતિઓ ગુજરાતીમાં ઉતરી આવી છે, તે ઉપરાંત ઉદયધર્મકૃત કથાબત્રીસી', હરજીકૃત “વિનોદચોત્રીસી' વગેરે સંગ્રહાત્મક રચનાઓ મળે છે. જણાયધમકહાઓ “ઉવએસમાલા ઉપદેશર–કોશ' વગેરે ઉપદેશના તારથી ગૂંથાયેલી કથાઓના સંગ્રહો છે અને એ પણ ગુજરાતમાં ઊતરી આવેલ છે. વિષયવસ્તુની દૃષ્ટિએ પાડેલા ઉપર્યુક્ત ચાર વર્ગોમાં સમાવિષ્ટ થતા જૈન ધારાના સમગ્ર વાર્તાધનને ધર્મકથા અને મનોરંજક કથા એમ બે વર્ગમાં તાત્ત્વિક રીતે વિભક્ત કરી શકાય. આ બન્ને વર્ગની કથાઓના અભ્યાસથી વાર્તાથી આપણને પ્રાચીન તેમજ મધ્યકાળમાં શું અપેક્ષિત હતું, તેનો નિર્દેશ મળી રહે છે. એટલેકે આવો અભ્યાસ. વાતવિભાવનાની દૃષ્ટિએ, તેમજ જૈન ધારાનાં કથાનકોના અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વનો બની રહે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્મકથા ધર્મસિદ્ધાંતના દ્રષ્ટાંત રૂપે કે ધર્મનાં વ્રત, સ્થળ કે વ્યક્તિનું માહાભ્ય દર્શાવવાના હેતુથી જે કથાઓ નિરૂપાઈ તેમાં કેટલીક મૂળભૂત મનોરંજક લોકકથાઓ પણ છે. ધર્માસિદ્ધાંતની તત્ત્વચર્ચામાં સામાન્ય માણસને રસ અને સમજ ન પડે તેથી લૌકિક વિશ્વની મનોરંજક કથાઓ દ્વારા ધર્મતત્ત્વને પ્રગટ કરવાનો ઉપક્રમ તો ભારતવ્યાપી અને વિશ્વવ્યાપી છે. વ્યવહારજ્ઞાન નીતિ અને ધર્મના જ્ઞાનને સર્વગમ્ય અને રસપ્રદ બનાવવામાં વાત મુખ્ય સાધન છે. ‘વસુદેવહિંડી’માં ધર્મસેનગણિએ ગ્રન્થારંભમાં “ણરવાહનદત્તાદીર્ણ કહાઓ કામિયાઓ લોગો ણગંણ કામકહાસુ રજ્જતિ’ એમ જણાવીને કામકહારત્તહિ તયમ્સ જણસ્સ સિંગાર કહાવવએસણ ધર્મ એવ પરિકહેમિ' કહ્યું છે. અર્થાત્ કામકથામાં લોકો રસ લેતા હોવાથી શૃંગારકથાના વ્યપદેશથી પોતે ધર્મકથા કહે છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે, આથી જેને આપણે શુદ્ધ ધર્મકથાના વર્ગની ગણીએ તેમાં પણ એક કે બીજા રૂપમાં લોકરંજક કથાઓ તો રહેલી જ હોય છે. ધર્મમાહાભ્યની કથાઓને ડૉ. સત્યેન્દ્ર (મધ્યયુગીન હિંદી સાહિત્યકા લોકતાત્ત્વિક અધ્યયન, પૃ. ૧૮૫) વ્રતકથા, તીર્થમાહામ્યકથા અને અન્ય એમ ત્રણ વર્ગમાં વિભક્ત કરે છે. આ ત્રિવર્ગમાં પણ મનોરંજક કથાના કુળની ન હોય અને શુદ્ધ ધર્મપ્રવાહમાં જ ઉદ્દભવ અને પોષણ પામી હોય એવી કથાઓની સંખ્યા અત્યલ્પ હોવાની. છેક વેદકાળથી લોકકથાઓ ધર્મકથાઓના પરિવેશમાં આવી છે. ધર્મકથાઓ આમ મોટે ભાગે મનોરંજક લોકકથાઓ હોવા છતાં ધર્મકથાના વર્ગને તાત્ત્વિક રીતે ભિન્ન વર્ગની ગણવાનું કારણ એ છે કે ધર્મમાં પ્રવેશતાં લોકકથાને નવું અને ભિન્ન એવું રૂપ મળે છે. જૈન ધારામાં લોકરંજક કથાઓનો ધર્મકથા તરીકે વિનિયોગ થયો છે એની પાછળ મુખ્ય હેતુઓ ૧. પોતાના ધર્મની શક્તિની સંપૂર્ણતા અને મહત્તા પ્રસ્થાપિત કરવી, ૨. ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરવું અને ૩. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરવી એ છે. પ્રથમ હેતુને સિદ્ધ કરવા માટે જૈન ધર્મમાં વિપુલ સંખ્યામાં ચરિતગ્રન્થો રચાયા અને બીજા હેતુની સિદ્ધિ માટે આગમમાં પણ કથાનકો સંગ્રહાયાં. આ બે હેતુ માટે આવતાં કથાનકોનો મોટો ભાગ ધર્મમૂળમાંથી જ પોષાતાં કથાનકોનો છે, પરંતુ ત્રીજા હેતુની સિદ્ધિમાં અન્ય પ્રવાહનાં કથાનકો સમાવિષ્ટ થયાં છે. મનોરંજક લોકકથામાંથી, અન્ય સંપ્રદાય કે પ્રવાહમાંથી જૈન ધારામાં અનેક સ્વરૂપ અને પ્રકારનાં કથાનકો સમાવિષ્ટ થયાં, પરંતુ તેમ છતાં પ્રત્યેકમાં એ ધારાની નિજી મુદ્રા અંકિત થયેલી છે. જ્યારે કોઈ એક વિશિષ્ટ વિચારસરણી અને જીવનભાવનાથી વિષયવસ્તુની પસંદગી અને નિરૂપણ થતાં હોય છે ત્યારે તેના સમગ્ર સંપાદનરાશિમાં સ્વકીય ગણી શકાય એવી લાક્ષણિકતા સ્વયમેવ પ્રગટે છે. જૈન ધારાના કથાસાહિત્યમાંથી પણ આવી કેટલીક લાક્ષણિકતા આ પ્રકારની છે : Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય ઃ કેટલીક લાક્ષણિકતા [] ૩૧ (૧) જન્મજન્માન્તરનાં કથાનકો કર્મવપાકના ધર્મસિદ્ધાંતમાં અગ્રગામી જૈન ધર્મના કથાસાહિત્યમાં અસદ્ કૃત્યનાં તદનુરૂપ ફળ ભવાન્તરે મળે એવું દર્શાવતાં કથાનકોનું બાહુલ્ય તો રહે જ. કથાને મનોરંજક અને ચમત્કારી બનાવવાનો હેતુ પણ રહેતો. આથી આ પ્રકારનાં કથાનકોમાં અનેક દંતકથાઓ (legends) સચવાઈ છે. ણાયધમ્મકાઓ'ના તેરમા પ્રકરણની કથામાં વિવિધ ભવને અંતે માણસને દેવત્વ શી રીતે પ્રાપ્ત થાય છે એ દર્શાવતું કથાનક પ્રાપ્ત થાય છે. સોળમા પ્રકરણમાં તો બ્રાહ્મણધારાની કૃષ્ણ અને દ્રૌપદીની કથાનો જૈનાવતાર મળે છે. પાંચ વિવિધ પુરુષોને માણતી વેશ્યાના દૃશ્યનું સુખ પોતાને મળે તો કેવું સારું એવું મૃત્યુકાળે ઇચ્છતી, તપ કરતી સુકુમાલિકા બીજે ભવે દ્રૌપદી બની. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો મહાભારતમાં આવતું એક સ્ત્રી અને એના પાંચ પતિનું વૃત્તાન્ત બહુપતિત્વની સામાજિક સ્થિતિનું પરિચાયક છે. સમગ્ર જૈન પ્રવાહમાં નાયકના અનેક ભવોને સાંકળી લેતી અસંખ્ય કથાઓ ચરિત્રગ્રન્થ અને રાસાઓમાં મળી આવે છે. અન્ય ધારાઓમાં જન્મજન્માંતરનાં કથાનકોનું પ્રમાણ આટલું નથી. છતાં નાનાંનાનાં ભિન્નવિભિન્ન સ્વતંત્ર કથાનકોને કોઈ એક વ્યક્તિનાં વિવિધ ભવ રૂપે સાંકળી લઈને એમાંથી મધ્યમ કે મોટા કદનું કથાનક સર્જવામાં જૂની સામગ્રીમાંથી જ નવી કથા સર્જવાની અનુકૂળતા હોઈ જૈનેતર રંજક કથાઓમાં પણ કેટલીક વાર પાત્રના વિવિધ ભવોની કથાને આલેખવામાં આવી છે. સદેવંત સાવલિંગા’ જેવી શુદ્ધ મનોરંજક લોકકથામાં પણ જે ભવોભવનાં કથાનકો સંકળાયાં તેનું કારણ જૈન ધારાની મધ્યકાલીન સામાન્ય સાહિત્યધારા પર પડેલી અસર છે. (૨) વિપુલસંખ્ય લોકકથાઓ બ્રાહ્મણધારા કરતાં બૌદ્ધ અને જૈન ધારામાં જનસામાન્યમાં વિહરતી લોકકથાઓની સામગ્રીનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થયો છે. વિશ્વનિયંતા ઈશ્વરની કલ્પનાનો સ્વીકાર કરતી બ્રાહ્મણધારાના કથાસાહિત્યમાં દેવી-દેવતાઓની વિપુલસંખ્ય વાર્તાઓ છે. કર્મને પ્રાધાન્ય આપતી જૈન ધારામાં આ પ્રકારનાં પાત્રોની સૃષ્ટિ સંગત ન હોઈ દેવી-દેવતાઓ, ઋષિઓ અને રાજવીઓને બદલે શ્રેષ્ઠીઓ અને જનસામાન્યવર્ગનાં પાત્રોની વાર્તાઓને ધર્મસાહિત્યમાં સ્થાન આપ્યું. જૈન ધારાએ લોકભાષાને સ્થાન આપ્યું તેમ લોકસૃષ્ટિને પણ અગત્યનું સ્થાન આપ્યું. દેવતા, કિન્નર, અપ્સરા, ગન્ધર્વ, વિદ્યાધર, શ્રેષ્ઠી વગેરેની સાથે સમાજના નિમ્ન સ્તરના લોકો, ચોર, લૂંટારા, વ્યંતર, ડાકણ ઇત્યાદિને પણ સ્થાન મળ્યું. લોકરંજક કથાનાં પ્રેમ, શૃંગાર, સાહસ, શૌર્ય, તિલસ્માતી ઘટનાઓ પણ આ કારણે જૈન ધારાના કથાસાહિત્યમાં સ્થાન પામે છે. (૩) સંસારની અસારતા વિષયવાસના તેમજ સંસારી સંબંધો પરત્વે વૈરાગ્ય જગાડે એવાં કથાનકો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આ ધારાની ત્રીજી લાક્ષણિકતા છે. સંસારી રસ અને સંબંધની ક્ષણિકતા અને અસારતા વિશે બોધવચનો કહેવાને બદલે જૈન આચાર્યોએ વાર્તાના સામર્થ્યનો ઉપયોગ કરી સંસાર અને વિષયવાસના પ્રત્યે જુગુપ્સા જાગે ને વૈરાગ્યભાવના દૃઢ થાય એવાં કથાનકો આપવાનો મનોવૈજ્ઞાનિક માર્ગ અપનાવ્યો છે. કુબે૨દત્ત અને કુબેરદત્તાની જાણીતી કથા દ્વારા માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પતિ, પત્નીના સંસારી સંબંધો કેવા અસ્થાયી, ભ્રામક અને પરિસ્થિતિજન્ય છે તે દર્શાવ્યું છે. કુબેરસેના અને કુબેરદત્તથી થયેલું સંતાન સાધ્વી બનેલી કુબેરદત્તાનો સંસારી સંબંધે ભાઈ, દિયર, પુત્ર, કાકા અને ભત્રીજો છે ! કુબે૨દત્ત એનો ભાઈ, પતિ, પિતા, પિતામહ, સસરો અને પુત્ર સુધ્ધાં છે ! સંસારસંબંધની નશ્વરતાનું આટલું ધારદાર નિરૂપણ વિશ્વવાડ્મયમાં અજોડ છે ! આ રીતે વમન કરીને ખાધેલા દૂધપાકનો સ્વાદ ફરીથી લેવા ઇચ્છતા બ્રાહ્મણબટુના દૃષ્ટાંત દ્વારા ‘વસુદેવહિંડી’માં ભવદેવનો વૈરાગ્ય દઢાવવાનો પ્રયત્ન થયો છે તે પણ આ સંદર્ભનું નોંધપાત્ર ઉદાહરણ છે. (૪) રૂપકગ્રન્થિ કથાનકો ધર્માર્થ કથાઓમાં દૃષ્ટાંત તરીકે મોટે ભાગે એક સ્ફોટવાળા ટુચકાનો ઉપયોગ થતો હોય છે. ક્વચિત્ સાહસકથા, પરિકથા કે પશુકથાનો પણ દૃષ્ટાંતકથામાં ઉપયોગ થાય છે. આ પ્રકારનાં કથાનકોમાં વસ્તુજન્ય ઘટનામૂલક વિસ્મયમાંથી સ્ફુરતો ચમત્કારનો અંશ મુખ્ય હોય છે. પરંતુ જૈન ધારાનાં કેટલાંક એવાં પણ કથાનકો છે જેમાં દેખીતી રીતે કોઈ ઘટનાજન્ય ચમત્કાર હોતો નથી. રૂપકગ્રન્થિ કથાનકો આ પ્રકારનાં છે. સિદ્ધાંતાનુરૂપ સંદર્ભ જ આ પ્રકારમાં સૂક્ષ્મ ચમત્કારનો અંશ બને છે. કથાસરિત્સાગરના ભ્રમરમાલાના કુળનાં આવાં કથાનકોમાં જૈન ધારામાં ગાયધમ્મકહાઓ'માં આવતું સાધુ અને પદ્મનું, બે કાચબા, પાણી, ઘોડાઓ એ ચાર દૃષ્ટાંતો કે ‘વસુદેવહિંડી'માં આવતાં મધુબિન્દુનું દૃષ્ટાંત, ગર્ભવાસના દુઃખ વિશે લલિતાંગનું દૃષ્ટાંત કે નીલયશા લંબકમાં આવતું કાગડાનું દૃષ્ટાંત આનાં સુંદર ઉદાહરણો છે. ૧૦ ૧૧ ૧૨ આ પ્રકારનાં જૈન ધારાનાં કથાનકોમાં વસ્તુજન્ય ચમત્કાર અને સંદર્ભજન્ય સૂક્ષ્મ ચમત્કાર બન્ને છે. બ્રાહ્મણધારામાં ઉપનિષદ અને વેદાંતની દૃષ્ટાંતકથાઓમાં આ પ્રકાર જોવા મળે છે. (૫) સ્ત્રીચરિત્ર સંસારની અસારતા અને વૈરાગ્યની સ્થાપનાને કારણે જૈન ધારામાં પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લોકરંજક કથાઓમાં સ્ત્રીચરિત્રની કથાઓને વિશેષ સ્થાન મળ્યું છે. જોકે હકીકતે તો આ પ્રકારનાં કથાનકો એમાં રહેલી યુક્તિ (device)ને કા૨ણે જ વિશેષ રસપ્રદ બનતાં હોઈ, પ્રયોજાયાં છે. જે યુક્તિથી સ્ત્રી શિથિલ ચારિત્ર્યમાં બચી શકે છે, એ જ યુક્તિથી એ શિયળને રક્ષતી પણ જૈન ધારાની શીલવતી જેવી કથામાં જોઈ શકાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિક્તા ] ૩૩ આમ પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું સુંદર, સર્વાશ્લેષી અને સંપૂર્ણ રૂપ જૈન ધારાની કથાઓમાં જળવાયું છે. ભાષા અને પ્રજાનાં સ્થિત્યંતરો વહેતા કાળની સાથે લુપ્ત થતાં હોય છે. જગતમાં સંસ્કૃતિનો આદિયુગ આરંભાયો ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં જે કંઈ ઘટનાઓ ઘટી તે કાળના પ્રવાહમાં વિલુપ્ત બની છે, પરંતુ એનો કથાત્મક ઇતિહાસ, જૈન ધર્મમાં ધર્મસાહિત્યના પોષણ અને સંરક્ષણની પ્રાચીનતમ પરંપરા હોઈ, આજ સુધી અક્ષત, અક્ષર રહ્યો છે. વિશ્વસમગની માનવકુળની વિકાસયાત્રાનાં પદચિહ્નો સંસ્કૃત – સભ્ય માણસની કથાવાતમાં જળવાયાં છે એથી ભારતનું પ્રાચીનતમ કથાસાહિત્ય અમૂલ્ય ધન મનાય છે. પરંતુ પ્રાચીન અને મધ્યકાલમાં પણ જે કાળપ્રવાહમાં અને અંધાધૂંધ રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં લુપ્ત થઈ ગયું, તેનો ઘણો મોટો અંશ જૈન ધારામાં જળવાયો છે. આથી જૈન કથાસાહિત્ય કોઈ ધર્મ, વાદ કે સંપ્રદાયની જ નહીં, સમગ્ર સંસ્કૃત માનવસમાજની અમૂલ્ય મૂડી છે. આ સ્રોતના કથાસાહિત્યમાંથી ધર્મ અને માત્ર કથાતત્ત્વના સ્થૂલ અંશો પાર કરીને એમાં ધબકતા સભ્યતા, સંસ્કૃતિના માનવઇતિહાસને જોવાની, પામવાની જેમની પાસે દૃષ્ટિ છે એમને માટે તો આ કથાસાહિત્ય આટલા અમથા જીવનમાં સંપૂર્ણ જાણી-પાણી-પામી ન શકાય એવી અગાધ અખૂટ સંપત્તિ અને સામગ્રી છે. પાદટીપ ૧. કથાકોષ હરિષેણ, સંપાદક ડૉ.એન. ઉપાધ્ધ પ્રથમ આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૨૧ ૨. ણાયધમ્મકાઓ, ગુજરાતી ભાષાંતર, સં. બેચરદાસ પંડિત, પૃ.૧૪ ૩. એજન, પૃ.૨૩ ૪. એજન, પૃ.૩૭ ૫. ઉપદેશપદ, ગુજરાતી ભાષાંતર, પ્રથમ આવૃત્તિ, પૃ.૧૩૬ ૬. કથાકોષમાં ૩૧મી વાર્તા. વસુદેવહિંડી'માં પૃ.૧૨૦ ૭. હરિષણકૃત કથાકોષ'નો ઉપોદ્યાત, પૃ.૮૬ ૮. એજન, પૃ.૨૧ ૯. વસુદેવહિંડી, ડૉ. સાંડેસરા, પૃ.૨૮ ૧૦. એજન, પૃ.૧૦ ૧૧. એજન, પૃ.૧૩. ૧૨. એજન, પૃ.૨૧૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ફાગુકાવ્યો ઃ કેટલીક લાક્ષણિકતાઓ જયંત કોઠારી ૧. જૈનેતરને મુકાબલે જૈન ફાગુકાવ્યો વિપુલ સંખ્યામાં મળે છે, જાણે એમ લાગે કે આ જૈન કાવ્યપ્રકાર છે ! જૈન ફાગુકાવ્યો ઓછામાં ઓછાં ૬૦ જેટલાં તો જાણવા મળે છે, જ્યારે જૈનેતર ફાગુરચનાઓ દશેકથી વધારે જાણવા મળતી નથી. ‘પ્રાચીન ફાગુસંગ્રહ' (સંપા. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ પારેખ, ૧૯૬૦)માં સંગૃહીત ફાગુકાવ્યોમાં ૩૩ જૈન છે, ૫ જૈનેતર છે. ૨. જૈન ફાગુકાવ્યોનો રચનાસમય ચૌદમા શતકથી સત્તરમા શતક જેટલો ચાર સૈકાના પટમાં વિસ્તરે છે. જૈનેતર ફાગુકાવ્યો સોળમા શતક પછીનાં ખાસ મળતાં નથી. આ પરથી સમજાય છે કે ફાગુકાવ્યની એક સાહિત્યપરિપાટી જૈન પરંપરામાં બંધાઈ છે. ૩. સૌ પ્રથમ ફાગુકાવ્યો જૈન કવિઓની રચનાઓ હોવાનું જ સમજાય છે. અજ્ઞાત કવિકૃત ‘જિનચંદસૂરિ ફાગુ' ૧૩૦૦ આસપાસની રચના છે અને જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ ૧૩૪૦ આસપાસની રચના છે. જૂનામાં જૂનું જૈનેતર મનાતું ફાગુકાવ્ય અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ’ ગણાય. એનો રચનાસમય ૧૩૫૦ આસપાસનો ગણાય છે. ૪. ફાગ ગાવાનો જ નહીં, ખેલવાનો રમવાનો કાવ્યપ્રકાર હતો એવા ઉલ્લેખો જૈન ફાગુરચનાઓમાં વિશેષપણે મળે છે. જૈનેતર ફાગુરચનાઓમાં ફાગ ગાવાના ઉલ્લેખો મળે છે ને વસંતખેલનના ઉલ્લેખ પણ મળે છે પણ આ ફાગુરચના જ રમવા માટે – નૃત્ય સાથે ૨જૂ ક૨વા માટે છે એવા સ્પષ્ટ ઉલ્લેખો સાંપડતા નથી. ફાગુ બેલડીએ સ્ત્રીપુરુષની જોડીએ ગાવા-રમવાના ઉલ્લેખો પણ જૈન ફાગુરચનાઓમાં મળે છે. આ પરથી એમ લાગે છે કે ફાગુરચનાઓ આ રીતે રાસનૃત્ય સાથે ગાવાની પરિપાટી જૈન પરંપરામાં વ્યવસ્થિત અને દૃઢ હશે. ૪. ફાગ એટલે મૂળભૂત રીતે તો ફાગણ-ચૈત્રનો વસંતોત્સવ, વસંતખેલન, હોળીખેલન. ફાગુકાવ્યોનો વિષય પણ વસંતવર્ણન, અને એને અનુષંગે શૃંગારવર્ણન. પણ ‘ફાગુ'ને નામે ઓળખાવાયેલી આ રચનાઓ જૈન તેમજ જૈનેતર આ વિષયની મર્યાદામાં બંધાયેલી રહી નથી. અજ્ઞાત કવિકૃત ‘રિવિલાસ ફાગુ'નો મુખ્ય વિષય કૃષ્ણની રાસલીલાનો છે, તે સાથે એ સંક્ષેપમાં બાળલીલાને પણ સમાવે છે. ચતુર્ભુજકૃત “ભ્રમરગીતા ફાગ’ ભાગવતના Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન ફાગુમાવ્યો : કેટલીક લાક્ષણિકતાઓ [ ૩૫ ઉદ્ધવપ્રસંગના વિષયનું કાવ્ય છે. એમાં ગોપીઓનો કૃષ્ણવિરહ વીગતે આલેખાયો છે તે સાથે કૃષ્ણનું મથુરાગમન, મથુરામાં કૃષ્ણનાં પરાક્રમો વગેરેનું આલેખન પણ છે. એટલેકે એ એક વૃત્તાન્તકાવ્ય બનવા જાય છે. આ ઉપરાંત બારમાસી (“ચુપઈ ફાગ') તથા સ્ત્રીચરિત્રની કથા (મોહિની ફાગુ') જેવા વિષયો પણ સ્થાન પામ્યા છે. આમાં શૃંગારવર્ણનને – કેટલીક વાર તો વિરહવર્ણનને જ – અવકાશ મળે છે પણ વસંતવર્ણનની તક રહેતી નથી. જેન ફાગુકવિતાનું વિષયવૈવિધ્ય ઘણું મોટું છે. તેમ-રાજુલવિષયક ફાગુકાવ્યો વિપુલ સંખ્યામાં મળે છે એમાં થોડું વસંતવર્ણન આવે છે, પણ સાથે નેમિનાથનું ચરિત્ર ગૂંથાતું હોય છે. કેટલીક વાર તો ચરિત્રવર્ણન વીગતે થાય છે (ધનદેવગણિકૃત “સુરંગાભિધ નેમિ ફાગ', રત્નમંડનગણિકૃત ‘રંગસાગર નેમિનાથ ફાગુ'). ફાગુ કેવળ ચરિત્રકથાનું રૂપ પણ લઈ લે છે – એક નાનકડા રાસ જેવી રચના બની જાય છે (માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગુ, અજ્ઞાત કવિકૃત 'ભરતેશ્વર ચક્રવર્તી ફાગ'). “મંગલકલશ' જેવી લોકવાર્તા પણ “ફાગુ'ને નામે ઓળખાય છે. તીર્થવર્ણન-તીર્થમહિમા (પ્રસન્નચન્દ્રસૂરિકૃત “રાવણિ પાર્શ્વનાથ ફાગુ', મેરુનન્દનકૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ), આચાયદિ વ્યક્તિવિશેષોનાં ચરિત્રવર્ણન અને પ્રશસ્તિ (અજ્ઞાત કવિકત “જિનચન્દ્રસૂરિ ફાગુ', કમલશેખરકૃત “ધર્મમૂર્તિગુર ફાગ'), સાધુપટ્ટાવલી (અજ્ઞાત કવિકૃત “ગુવવલી ફાગ'). બારમાસી (અજ્ઞાત કવિડુિંગરકૃત નેમિનાથ ફાગુ'), જ્ઞાનાશ્રયી રૂપક (લક્ષ્મીવલ્લભકૃત ‘અધ્યાત્મ ફાગ', અજ્ઞાત કવિકૃત “વાહણનું ફાગ'), જ્ઞાનવૈરાગ્યબોધ વૃદ્ધિવિજયકતા જ્ઞાનગીતા'), વૈરાગ્યબોધક નારીવર્ણન (રત્નમંડનગણિકૃત “નારીનિરાસ ફાગ') તથા મૂખ પતિનું દુઃખ જેવા સાંસારિક વિષયો (‘મૂર્ખ ફાગ') પણ જૈન ફાગુકાવ્યોમાં સ્થાન પામે છે. બન્યું છે એવું કે આંતર્યમકવાળા કે સાદા દુહા એ ફાગુકાવ્યોનો મુખ્ય પદ્યબંધ રહ્યો છે. એથી આ પદબંધ ફાગ કે ફાગની દેશી તરીકે ઓળખાવા લાગ્યો અને એમાં થયેલી વિવિધ વિષયની રચનાઓ “ફાગુ'નું નામ પામી. વસ્તુતઃ કેટલીક રચનાઓ અન્ય ઓળખ પણ ધરાવતી હોય છે. જેમકે “મંગલકલશ ફાગ' ચરિત્ર કે પ્રબંધ પણ કહેવાય છે. ૫ જૈન ફાગુકાવ્યોના રચયિતાઓ સંસારવિરક્ત સાધુમુનિઓ હતા. એમણે ફાગુરચનાને ધર્મબોધ અને ધર્મમહિમાના સાધન રૂપે પ્રયોજી છે. જૈન ફાગુકાવ્યોના વિષયો આ સ્પષ્ટ રીતે બતાવી આપે છે. આથી જ, જૈન ફાગુકાવ્યોમાં શૃંગારનું નિરૂપણ આવે તોયે એનું પરિણમન ઉપશમમાં – વૈરાગ્યભાવમાં થાય છે. આ ફાગુકાવ્યના નાયકો સંસારી પુરુષો નથી, પરંતુ નેમિનાથ જેવા તીર્થંકર ને સ્થૂલિભદ્ર જેવા મુનિવર છે. જેમણે સંસાર ત્યજી સંયમધર્મનો માર્ગ સ્વીકાર્યો છે. એમનાં વિશેનાં કાવ્યો વૈરાગ્યનું પ્રતિપાદન કરવામાં જ પરિણમે ને ? ફાગુકાવ્ય નિર્ભેળ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય શૃંગારનું કાવ્ય બની રહેતું હોય એવું જવલ્લે જ બને છે. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ’, ગુણવંતસૂરિકૃત ‘વસંત ફાગ’ જેવી રચનાઓ અપવાદરૂપ જ ગણાય. ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ'માં કોશાના વિરોારો જ છે અને કાવ્યાત્તે સાધુવેશે સ્થૂલિભદ્રનું આગમન થાય છે, તોયે કોશાપ્રતિબોધ સુધી વૃત્તાન્ત જતું નથી અને સહુને સ્વજનમિલનનું સુખ મળે એવી ફલશ્રુતિ સાથે કાવ્ય પૂરું થાય છે. વસંત ફાગ'માં વસંતૠતુમાં વિરહશૃંગાર અને સંયોગશૃંગારનાં ચિત્રણો જ છે. જૈન મુનિનું નામ ન હોય તો આ કૃતિને કોઈ જૈન રચના જ ન માને. ૬. જૈન ફાગુકાવ્યોના કેટલાક વિષયો તો એવા છે કે એમાં વસંતવર્ણનનો પ્રસંગ રહેતો નથી. વસંતવર્ણન આવે છે ત્યાં પણ ઘણી વાર અલ્પ અને આનુષંગિક હોય છે. નેમિનાથ વિશેનાં ફાગુકાવ્યોમાં વસંતક્રીડા કૃષ્ણ અને એમની રાણીઓની વર્ણવાય છે. નેમિનાથ તો એથી અલિપ્ત. વસંતઋતુને બદલે વર્ષાઋતુ પણ આવે કેમકે જૈન સાધુઓ ચાતુર્માસ એક સ્થળે ગાળતા હોય છે. જિનપદ્મસૂરિના ‘સ્થૂલિભદ્ર ફાગુ’માં વર્ષાઋતુ છે. વર્ષાઋતુ વિરહભાવના ઉદ્દીપનવિભાવ તરીકે આપણે ત્યાં હમેશાં જોવાઈ છે. આ કાવ્યમાં પણ વિરહિણીના વિરહભય, કામપીડા આદિ ભાવોને વર્ષાૠતુનું વાતાવરણ ઉત્કટતા અર્પતું વર્ણવાયું છે. ૭. જૈન ફાગુકાવ્યોના નાયકો તીર્થંકરો ને મુનિવરો છે, એટલું જ નહીં, નેમિનાથ ને જંબુસ્વામી જેવા તો જન્મથી વિરક્ત છે. કુટુંબીનોના આગ્રહથી એ લગ્નસંબંધ સ્વીકારે છે, પણ તક મળતાં જ એ વૈરાગ્યધર્મ તરફ વળી જાય છે. એમાં સંયોગશૃંગારના આલેખનને ક્યાંથી અવકાશ હોય ? એકપક્ષી પ્રેમ અને જેને વિપ્રલંભશૃંગાર તરીકે ઓળખાવી શકાય એવા રાજુલ વગેરેના આકાંક્ષા, ઉત્સુકતા, રાગવિવશતા, વિયોગની વ્યથા એ ભાવો જ વર્ણવાય. સ્થૂલિભદ્ર તો કોશા વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા. એમનાયે સંયોગશૃંગારને આલેખવાનું જૈન મુનિકવિઓએ ઇછ્યું નથી. કોશાનો પણ વિરહભાવ જ આલેખાયો છે. જૈન કવિઓનું શૃંગાર-આલેખન ઘણી વાર વિરહવર્ણનનો પણ લાભ લેતું નથી, સ્ત્રીના સૌંદર્યવર્ણન-આભૂષણવર્ણનમાં જ પિરસમાપ્ત થાય છે. તીર્થંકરદેવની ભક્તિ કરતી નારીઓનું પણ સૌન્દર્યવર્ણન. બીજી બાજુ, નારીનાં અંગોનું વૈરાગ્યબોધક ઉપમાનોથી પણ વર્ણન થયું છે. આચાર્યોની પ્રશસ્તિનાં ફાગુકાવ્યોમાં કેટલીક વા૨ કામવિજયનો પ્રસંગ આલેખાયો છે, એમાં કામદેવની સામગ્રી તરીકે વસંતનાં અને નારીના રૂપશૃંગારનાં વર્ણન આવે છે. આમ, કોઈ પણ રીતે ‘ફાગુ' નામને સાર્થક કરવાનો પ્રયત્ન થયો છે, તેમ છતાં કેટલાંક કાવ્યો આવા પ્રાસંગિક, આછા, રૂપકાત્મક વસંત-શૃંગા૨વર્ણનથી પણ વંચિત રહ્યાં છે. ૮. જૈન ફાગુઓનો વિષયવિસ્તાર અને રચનાપ્રસ્તાર જોતાં ધીમેધીમે એ Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન ફાગુકાવ્યો : કેટલીક લાક્ષણિકતાઓ [ ૩૭ પ્રેક્ષ્ય-ગેય મટીને ગેય-પાક્ય બનતાં ગયાં હશે એમ અનુમાન થાય છે. પછીથી ફાગુ રમવાના ઉલ્લેખો પણ ઓછા થતા જાય છે. ૯. જૈન ફાગુકાવ્યો પદ્યબંધનું ઘણું વૈવિધ્ય બતાવે છે. જૈનેતર ફાગુકાવ્યો બહુધા આંતરયમકવાળા કે સાદા દુહામાં રચાયેલાં છે, ત્યારે જૈન ફાગુકાવ્યોમાં તે ઉપરાંત રોળ, રાસ, અઢયુ, આંદોલા, ઝૂલણાના ૧૭ માત્રાના ઉત્તરાર્ધથી બનેલો છંદ' (ચંદ્ર') વગેરે માત્રામેળ છંદો અને “કાવ્યું કે “શ્લોક' એવા નામથી શાર્દૂલવિક્રીડિત વગેરે સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોનો વિનિયોગ થયો છે. ઉપરાંત, કોઈ ફાગુઓમાં દેશી ઢાળો પણ પ્રયોજાયેલી છે, જેમાં ફાગની ઢાળનો પણ સમાવેશ થાય છે ("મંગલકલશ ફાગ', કલ્યાણકૃત “વાસુપૂજ્ય મનોરમ ફાગ'). જૈનેતર ફાગુઓમાં બહુધા આંતરયમકવાળા દુહા કે સાદા દુહાના એકમાત્ર પદ્યબંધવાળી રચનારીતિ જોવા મળે છે. જૈન ફાગુઓમાં વિવિધ પધબંધ પ્રયોજતી અને ભાસબદ્ધ રચનાઓ પણ મળે છે. ભાસ એટલે એક દુહા અને એક કે એકથી વધુ રોળાનું બનેલું એકમ. કૃતિ આવા એકમોમાં વહેંચાયેલી હોય (“સ્થૂલિભદ્ર ફાગુ'). વિવિધ છંદોની ચોક્કસ પ્રકારની ગોઠવણીવાળા એકમો પ્રયોજતી રચનારીતિ પણ જોવા મળે છે. જેમકે, ધનદેવગણિત “સુરંગાભિધ નેમિ ફાગ'માં “કાવ્ય' શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત, રાસક, અઢેલ, ફાગ એ ચાર છંદોનાં એકમો પ્રયોજાયાં છે. ચોક્કસ ગોઠવણી વિના પણ વિવિધ છંદો વપરાયા છે. જેમકે, અજ્ઞાત કવિકૃત ‘રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ'માં રાસઓ, અંદોલા, અઢીયા, કાવ્ય, ફાગ એ છંદો વપરાયા છે. ૧૦. સંમતિના સંસ્કૃત શ્લોકો બહારથી ઉદ્ધત કરવાની રીતિ ‘વસંતવિલાસ' જેવા જૈનેતર ફાગુકાવ્યોમાં જોવા મળે છે, પણ કવિ પોતાના રચેલા સંસ્કૃત શ્લોકો ગૂંથે એવું તો જૈન ફાગુઓમાં જ જોવા મળે છે. “સુરંગાભિધ નેમિ ફાગ'માં વ્યારંભે અને કાવ્યાન્ત એકએક સંસ્કૃત શ્લોક કવિનો સ્વરચિત છે. માણિક્યસુંદરસૂરિત ‘મીશ્વરચરિત ફાગબંધ' દરેક એકમમાં એકએક સંસ્કૃત શ્લોક ગૂંથે છે. રત્નમંડનગણિકત “નારી નિરાસ ફાગ’માં દરેક ગુજરાતી કડી પછી એ જ ભાવ-વિચાર લઈને રચાયેલો સંસ્કૃત શ્લોક આવે છે. સંસ્કૃત શ્લોકોની આ ગૂંથણી જૈન કવિઓનું પાંડિત્ય દર્શાવે છે. ૧૧. છેલ્લે, એક નાનકડો મુદ્દો. જૈનેતર કવિઓની ફાગુરચનાઓમાંથી મોટા ભાગની અજ્ઞાત કવિની રચનાઓ છે. ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા ફાગ અને સોની રામકૃત ‘વસંતવિલાસ” એ બે જ જ્ઞાતકર્તીક રચનાઓ છે. જૈન ફાગુકાવ્યોમાંથી મોટા. ભાગની – ૭૫ ટકા જેટલી – રચનાઓ જ્ઞાતકક છે. આમ કેમ બન્યું હશે ? Page #51 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય: એક દૃષ્ટિપાત ખ મ મ મ મ મ મ મ મ મ મ મ = = = = = = = = - - - - રમણલાલ જોશી ફાગુનો કાવ્યપ્રકાર અન્ય પ્રાચીન પ્રકારોની જેમ લોકસાહિત્યમાંથી ઊતરી આવ્યો હોય અને એનાં મૂળ મનુષ્યના આનંદ-હર્ષોલ્લાસની સ્વાભાવિક અભિવ્યક્તિમાં રહ્યાં હોય. પ્રાચીનમાં પ્રાચીન પ્રકાર કવિતા છે અને એનો નૃત્ય સાથે સંબંધ હોવાનું વિદ્વાનો સ્વીકારે છે. એ રીતે ફાગુઓ પણ નૃત્ય સાથે ગવાતા. આજે રાજસ્થાનમાં ગવાય પણ છે. એક રીતે ફાગુઓ ગેય રૂપકોને મળતાં આવે છે. આ ફાગુઓની બે મુખ્ય ધારાઓ તે જૈન અને જૈનેતર ફાગુઓ. જૈનેતર ફાગુઓમાં શ્રીકૃષ્ણની ક્રિીડાઓ વર્ણવાય છે, જ્યારે જૈન ફાગુઓમાં વસંતનો પ્રભાવ અને ઉદ્દીપક શૃંગાર હોવા છતાં એનું ઉપશમન છેવટે કામતત્ત્વ ઉપર વિજય અને આત્મજ્ઞાનની ઉપલબ્ધિમાં થતું હોય છે. આ ફાગુઓમાં અંતે અધ્યાત્મ-ચયની વાત આવે છે એટલા ઉપરથી એને ઉપદેશપ્રધાન સાહિત્ય તરીકે ઓળખાવાય એ બરાબર નથી. એમાં પણ કાવ્યત્વના ચમકારા ઠેરઠેર વરતાય છે. અલબત્ત, કેટલાંક જૈન ફાગુઓની પૅટર્ન એકસરખી જોવા મળે છે. કદાચ હરકોઈ માનામાં વિભિન્ન કાવ્યશૈલીઓ અંગે આમ બનતું હશે. આ ફાગુઓમાં વિવિધ રસોનું આલેખન અન્ય કવિતાના જેવું જ હોય છે. જૈન ફાગુઓમાં નેમિનાથ, સ્થૂલિભદ્ર અને જંબૂસ્વામીનું કથાનક વર્ણવી અંતે કામતત્વ, હિંસા કે મોહવિલાસ પરનો વિજય દર્શાવી આત્મજ્ઞાન અને વૈરાગ્યને માર્ગે ગતિ થતી બતાવાય છે. જૂનામાં જૂના ગણાતા જિનપદ્રસૂરિકૃત ‘ધૂલિભદ્ર ફાગુ'માં પાટલીપુત્રના નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર નગરની વેશ્યા કોશાના પ્રેમમાં પડ્યા. બાર વર્ષ સુધી તે એને ત્યાં રહ્યા. શકટાલના અવસાન પછી પ્રધાનપદનો એમણે અસ્વીકાર કર્યો તથા રાજ્યની ખટપટો અને પિતાના મૃત્યુ જેવી ઘટનાએ એમને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. ગુર સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. પોતાના વૈરાગ્યની કસોટી કરવા તે પહેલું ચાતુમસ ગાળવા કોશાને ત્યાં જ ગયા. કોશા તો એમને જોઈ હર્ષઘેલી બની. અનેક હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા તેમને ચળાવવા પ્રયત્ન કર્યો પણ સ્થૂલિભદ્ર અણનમ રહ્યા. ઊલટું તેમણે કોશાને પણ ધર્મોપદેશ આપ્યો અને એનો ઉદ્ધાર કર્યો. સામાન્ય રીતે ફાગુમાં ફાગણ અને વસંતનું વર્ણન આવતું હોય છે. પરંતુ આ ફાગુમાં નાયક સાધુ હોવાથી અને પ્રસંગ ચાતુર્માસનો હોવાથી વર્ષાઋતુનું વર્ણન પ્રસ્તુત બન્યું છે. વર્ષોવર્ણનમાં ચમત્કૃતિ છે. ઝરમર ઝરમર વરસતા મેઘ અને ઝબઝબ થતા વીજ-ઝબકારને શબ્દના આવર્તન દ્વારા મૂર્ત કરીને વિરહિણીના Page #52 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય : એક દૃષ્ટિપાત D ૩૯ કંપતા મનનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે તાદ્રશ છે. કાલિદાસ મેઘને સંદેશવાહક બનાવી સમગ્ર ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાવ્યસૌરભથી મહેકમહેક થતું વર્ણન આપે છે તો અહીં ટૂંકા ફલક ઉપર વષવર્ણનની સાથે કોશાના હૃદયભાવની વાત મૂકીને સોપસ્થિતિ દ્વારા ચમત્કૃતિ સિદ્ધ કરી છે. આમેય ફાગુઓમાં આવતાં શૃંગારવર્ણનો કે કામોદ્દીપક પ્રસંગો કેટલીક વાર કાવ્યોચિત કૉન્ટ્રાસ્ટ દ્વારા અંતે સધાતા ઉપશમને અસરકારક બનાવે છે. નેમિનાથ વિશેનાં ફાગુઓમાં રાજશેખરસૂરિ અને જયસિંહસૂરિનાં જૂનાં છે. ‘નેમિનાથ ફાગુ'માં નેમિનાથનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયેલું. નેમિનાથની જાન ઉગ્રસેનને ત્યાં જાય છે. એમની નજર વાડામાં પુરાયેલાં ઘેટાં-બકરાં ઉપર પડી. આ તો તેમના ભક્ષ્ય માટેની તૈયારી છે. પશુઓની હિંસાના ખ્યાલથી તેમને વૈરાગ્ય આવ્યો. પરણ્યા વિના પાછા ફર્યા. આ તરફ રાજિમતી રાહ જોતી રહી. સાચી વાત જાણતાં તેને પણ ખેદ થયો. એણે પણ તપશ્ચયનો માર્ગ પસંદ કર્યો. અહીં વસંતવિહારનું વર્ણન છે પણ એની છેવટની પરિણતિ જીવનની સાચી વસંતના પ્રાગટ્યમાં થાય છે. કવિ સુન્દરમ્ એક કાવ્યમાં કહે છે કે અમારી મનગોપિકા બસ અથંભ રાસે ચગે. આ રાસ તે અખાએ કહ્યું હતું તેમ નિત્ય રાસ નારાયણનો છે. રાજિમતીનું, નેમિનાથના વરઘોડાનું અને કન્યાના શણગારનું વર્ણન ચિત્રાત્મક છે. વરને આતુરતાપૂર્વક નીરખવા બેઠેલી રાજિમતીનું વર્ણન તાદૃશ છે. એ પછી આવતો ભાવપલટો સ્વાભાવિક છે. રાજિમતીની પ્રવજ્યા આકસ્મિક લાગતી નથી. એક રસમાંથી બીજા રસમાં ગતિ કરવાની ફાવટ આ કવિઓને સ્વાભાવિક હતી. જબૂસ્વામી ફાગુ' સૌથી જૂનું એક અજ્ઞાત કવિનું છે. એમાં ધનાઢ્ય શેઠ ઋષભદત્તના એકના એક પુત્રને માતાપિતા પરણાવવા માગે છે. એકસામટાં આઠ કન્યાઓનાં માગાં આવ્યાં. ઋષભદત્તે આઠેનું સગપણ સ્વીકાર્યું. પરંતુ સુધમસ્વિામીના ઉપદેશથી જંબૂસ્વામીને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો. માતાપિતાને દીક્ષા લેવાની વાત કરી. માતા પુત્રને વરના વેશમાં જોવા ઇચ્છે છે. ઋષભદત્તે આઠે કન્યાઓનાં માબાપને બોલાવીને જણાવ્યું કે લગ્ન પછી તેમનો પુત્ર દિક્ષા લેવાનો છે. કન્યાઓએ તે જ્યારે દીક્ષા લેશે ત્યારે પોતે પણ લેશે એમ કહ્યું. છેવટે આઠે કન્યાઓ સાથે લગ્ન થયું. એવામાં પ્રભવ નામે ચોરોનો સરદાર શેઠનો ભંડાર લૂંટવા આવ્યો પણ બ્રહ્મચર્યનિષ્ઠ જંબૂસ્વામીએ એને મહાત કર્યો. એટલું જ નહીં પણ પ્રભવને પણ સંસારની અસારતા સમજાવી. આ કન્યાઓ અને તેમનાં માતાપિતા સમેત સૌએ સુધમસ્વિામી પાસે દીક્ષા લીધી. આ ફાગુમાં આવતું વસંતઋતુનું વર્ણન જંબૂકમારના જીવનની વસંત સાથે પ્રતીકાત્મક રીતે સંવાદી બન્યું છે. એ એના રચયિતાની કવિત્વશક્તિનું પરિચાયક છે. આ વર્ણન બતાવે છે કે પ્રકૃતિનું આ પ્રાચીન કવિઓનું નિરીક્ષણ કેટલું ઝીણું અને આત્મીયતાપૂર્વકનું હતું. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આજુબાજુની પ્રકૃતિ સાથે તે કેવા ઓતપ્રોત થયા હતા અને છતાં / કદાચ એથી જ સંસારની અસારતા તેમને અભિન્ન થઈ હતી. અત્યારની જીવનરીતિમાં તો નરી પ્રકૃતિવિમુખતા પ્રવર્તે છે ! કવિ જયશેખરસૂરિના ‘નેમિનાથ ફાગુ'માં વિરહિણીના મનની અવસ્થા અને ગિરનાર ઉપરના વસંતવિારનું વર્ણન અસરકારક છે. કેટલાક ફાગુમાં કેવળ સાંસારિક વર્ણન પણ હોય છે. ગુણચંદસૂરિ નામે એક જૈન સાધુએ લખેલ ‘વસંત ફાગુ'માં શૃંગારનું સુરેખ વર્ણન આવે છે. કવિગત તાટસ્થ્યનો એ કીમિયો છે. સંસારત્યાગી સાંસારિક રસને પણ યથાર્થ રીતે ઓળખી શકે છે. પ્રાચીન સાહિત્યમાં જીવનના ઉલ્લાસનું ગાન નથી એવો મુનશીનો જાણીતો મત હવે તો નિરાધાર પુરવાર થયો છે. જૈન ફાગુઓમાં પણ જીવનનો ઉલ્લાસ જોવા મળે છે, પણ એની છેવટની પરિણિત ઉપશમમાં થાય છે. બારમાસાનો પ્રકાર એ ફાગુનું જ અનુસંધાન છે. જૈન અને જૈનેતર કવિઓએ આ પ્રકાર ખેડ્યો છે. ઋતુવર્ણનની સાથોસાથ માનવભાવનું સરસ સંયોજન એમાં થતું. જૈન કવિઓએ ‘નેમિનાથ ચતુષ્પદિકા’, ‘રાજિમતી બારમાસ’, ‘સ્થૂલિભદ્ર બારમાસા', ‘નેમરાજુલ બારમાસા' વગેરે બારમાસાકાવ્યો આપ્યાં છે. એમાં મુખ્યત્વે નેમિનાથ, સ્થૂલિભદ્ર, નેમ-રાજુલના કથાનકનો ઉપયોગ થયો છે. સૈકાઓ સુધી જૈન કવિઓ આ કથાનકનો ઉપયોગ કરતા રહ્યા છે. ધાર્મિક નિરૂપણ માટે આ વિષય ઘણો લોકપ્રિય હતો. ડૉ. હરિવલ્લભ ભાયાણી કહે છે, “આ જૈન બારમાસીઓ મુક્ત સર્જનો નથી. એ લોકપ્રિય લૌકિક પ્રકારના અનુકરણમાં ધાર્મિક ભાવના અને ઔપદેશિક દૃષ્ટિથી કરાયેલી રચનાઓ છે. તેથી સહેજે તેમાં કાવ્યતત્ત્વ ગૌણ હોય. છતાં થોડીક રચનાઓ, કેટલાક ખંડો અને કેટલીક પંક્તિઓ હૃદયંગમ અને કાવ્ય લેખે ટકી શકે તેવાં છે, વર્ણન, છંદ, અલંકાર અને રચનારીતિની કેટલાક જૈન મુનિઓએ પ્રશસ્ય હથોટી પ્રાપ્ત કરી હોવાની ઘોતક છે.' આવી રચનાઓમાં જયવંતસૂરિકૃત ‘નેમિનાથ-રાજિમતી બારમાસ, વિનયવિજયકૃત ‘નેમરાજુલ બારમાસા’, કપૂવિજયકૃત ‘નૈમરાજુલ બારમાસા' વગેરેને મૂકી શકાય. કોઈકોઈ રચનાઓ ચુસ્ત રીતે ‘ફાગુ’ કે ‘બારમાસી'માં મુકાય એવી નથી એવો મત સ્વ. મંજુલાલ ૨. મજમુદારે દર્શાવ્યો છે. મુનિ વિનયવિજયકૃત ‘ભ્રમરગીત’ને ‘ફાગુ’ કે ‘બારમાસી'માં મૂકી શકાય તેમ નથી. ‘રાયચંદ્રસૂરિગુરુ બારમાસ’માં “ગુરુના પૂર્વાશ્રમની બહેન (જેનું નામ ‘સંપૂરાં’ આપ્યું છે) વિરાગવૃત્તિવાળા ભાઈને સામાન્ય સંસારી જનની જેમ સંસારના ભોગ ભોગવવા સમજાવે છે, તેનું માસ-ૠતુ પરત્વે જે વર્ણન કરવામાં આવે છે તેને અધ્યાત્મજ્ઞાન દૃષ્ટિએ નિહાળવાનું, આગળ જતાં ચારિત્ર ગ્રહણ કરતાં રાયચંદ્રસૂરિ બનેલા ભાઈ, સમજાવે છે" એમ કહ્યા પછી મુનિ જયચંદણની આ રચનાની વિશિષ્ટતા નિર્દેશતાં મંજુલાલ મજમુદારે યથાર્થ કહ્યું છે કે “આખું કાવ્ય પ્રચલિત Page #54 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય : એક દૃષ્ટિપાત D ૪૧ બારમાસીના વિભાગમાં, તેની કથનશૈલીને લીધે નવી ભાત પાડે છે. અ-જૈન કવિઓએ જ્ઞાનમાસ જેવો બારમાસીનો એક વિભાગ શણગાર્યો છે, પરંતુ એમાં આવી ભાઈ-બહેનના સંવાદને મિષે જે જ્ઞાનની મીમાંસાની માંગણી કરી છે તે જોવા મળતી નથી.” જુદાજુદા માસની પ્રકૃતિનું વર્ણન આપતાં આ બધાં જૈન બારમાસી કાવ્યોમાં પ્રકૃતિનો વિનિયોગ ભાવોદીપનમાં જે રીતે કરવામાં આવ્યો છે તે ખાસ ધ્યાન ખેંચે એવો છે. તાદ્રશ વાતાવરણ-ચિત્રણ પછી આત્મબોધ તરફની ગતિ સ્વાભાવિકતાપૂર્વક નિરૂપાય છે તે આ જૈન રચનાઓની વિશેષતા ગણાય. જૈનેતર બારમાસી કાવ્યો કે ચારણી રચનાઓ કરતાં આ રચનાઓ ભાવાભિવ્યક્તિ, સંવાદો યોજવાની કુશળતા અને છંદોવિધાન (અને છંદોમિશ્રણ પણ)માં નોખી તરી આવે છે. આધુનિક સમયમાં ફાગુનો પ્રકાર પુનર્જીવિત થયો નથી પરંતુ બારમાસીનો ઉપયોગ આધુનિક કવિઓએ પણ કર્યો છે. તેમ છતાં મધ્યકાળમાં ફાગુ-બારમાસા સાહિત્ય જે રીતે વિકસ્યું. એમાં પણ જૈન ધારામાં આ કાવ્યપ્રકારોનું જે ખેડાણ થયું છે તે કેટલીક વિગતોમાં અનોખું કહી શકાય એવું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા રસિક મહેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં વિવિધ કાવ્યપ્રકારોમાંનો એક લોકપ્રિય કાવ્યપ્રકાર પદ . અપભ્રંશમાંથી પદ આપણી ભાષામાં ઊતરી આવ્યું છે. આ કાવ્યપ્રકારને એ યુગના પ્રત્યેક ધર્મ અને સંપ્રદાયના કવિએ ખેડ્યું છે, વિકસાવ્યું છે. પદના આ કાવ્યપ્રકારને વિકસાવવામાં આપણાં દેવમંદિરોનો ફાળો વિશેષ છે. મધ્યકાલીન જૈનેતર પદસાહિત્યની આપણે ત્યાં વીગતે ચર્ચા થઈ છે પરંતુ જૈન પદસાહિત્યની વીગતપૂર્ણ ચર્ચા મળતી નથી. સંભવ છે કે મધ્યકાલીન જૈન પદસાહિત્યના રચયિતાઓ જૈન સૂરિઓ હોવાને કારણે એ રચનાઓને માત્ર સાંપ્રદાયિક ગણીને એની વિશેષ ચર્ચા કરવામાં ન આવી હોય. ઉપાશ્રયના શાંત એકાંતમાં કર્મનો ક્ષય કરતાં અને મોક્ષમાર્ગની આરાધના અને ઉપાસના કરતાંકરતાં અનેક જૈન કવિઓએ સરસ પદકવિતા રચી છે. જૈન પદકવિતા ખૂબ મોટી સંખ્યામાં મળી આવે છે. ગ્રંથસ્થ થયેલાં આશરે બે હજાર પદો મળી આવે છે. માનવહૈયાંની ભિન્નભિન્ન ઊર્મિઓમાંથી જૈન મુનિઓએ ભક્તિની ઊમિને આ પદોમાં નૈસર્ગિક વાચા આપી છે. આજની આપણી કલાદ્રષ્ટિને સંતોષ અને ઊર્મિકાવ્યની વિશેષતાઓને પ્રગટ કરી આપે એવાં પદોની સંખ્યા પણ ઠીકઠીક મોટી છે. આનંદઘનજી, યશોવિજયજી, કીતિવિજયજી, ન્યાયસાગરજી વગેરેની રચનાઓ ઉલ્લેખનીય બની રહે છે. પદના જૈન કાવ્યપ્રકારને વિષયષ્ટિએ આ મુજબ દશવી શકાય ? (૧) ૨૪ તીર્થકરોનાં ગુણગાન ગાતી ભક્તિરચનાઓ “ચોવીશી' તરીકે તેમજ વીશ વિહરમાન દેવોને લગતી પદરચનાઓ “વીશી' તરીકે જાણીતી છે. અનેક જૈન સૂરિઓએ આ પ્રકારની ચોવીશી-વીશીઓ રચી છે. જૈન ચોવીશીઓનો વીગતપૂર્ણ અભ્યાસ કરતાં એની અનેકવિધ સમૃદ્ધિ ખુલ્લી થાય છે. ભાવની અને ભાષાની સચોટતા, સરળતા, મધુરતા અને પ્રાસાદિકતા. વિવિધ દેશીઓ-લય-ઢાળનું અનોખાપણું તથા સંવેદનની ઉત્કટતા એમાંની કેટલીય રચનાઓમાં કવિત્વના આવેશનો આપણને અનુભવ કરાવે છે. દાખલા તરીકે – * પ્રથમ જિનેશ્વર પ્રણમીયે. જાસ સુગંધી રે કાય, કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી, નયન જે ભૃગ પેરે લપટાય. Page #56 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા ] ૪૩ * તેરો દરસ ભલે પાયો રિષભજી, મેં તેરો દરસ ભલે પાયો, કાલ અનંતહિ ભટકત, પુન્ય અનંત મિલાયો. * માતા મરુદેવીના નંદ, દેખી ત્હારી મૂરતિ મારું મન લોભાણુંજી, મારું મન લોભાણું જી, કે મારું દિલ લોભાણું જી. * પ્રીતલડી બંધાણી રે અજીત જિણંદશું, નેહઘેલું મન મ્હારું રે, પ્રભુ અળગે રહે. * આવો આવો પાસજી મુજ મળિયા રે. * સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવતાર, ભવમંડપમાં રે નાટક નાચીઓ. *ગિરુઆ રે ગુણ તમ તણા શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. સેવો ભવિયા વિમલ જિનેશ્વર, દુલહા સજન સંગાજી, એવા પ્રભુજીનું દર્શન લેવું તે આળસ ચાહે ગંગાજી. આ ચોવીશીનાં કેટલાંક પદો બોધાત્મક ઉપદેશાત્મક છે. મધ્યકાળના પ્રત્યેક કવિમાં આ પ્રકારની રચનાઓ મળે છે. આગળ દર્શાવ્યું છે તેમ, આ પદોના રચિયતા જૈન મુનિઓ હોવાને કારણે ઉપદેશાત્મક કે બોધાત્મક રચનાઓ એમની પાસેથી મળે એ સ્વાભાવિક છે : * જનારું જાય છે જીવન, જરા જિનવ૨ને જપતો જા, હૃદયમાં રાકી જિનવરને, પુરાણા પાપ ધોતો જા. ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂ૨ તે કાલે કરમાશે. * ધોબીડા, તું ધોજે મનનું ધોતીયું રે, રખે લાગતો મેલ લગાર રે, એ તે મેલે જગ મેલો કર્યો રે, વિણધોયું ન રાખે લગાર રે. માનવીના રોજિંદા કર્મનું અવલંબન લઈ ઉપદેશ આપતી ૨ચના પણ મળે છે ઃ દાતણ કરતાં ભાવીએજી, પ્રભુગુણજલ મુખ શુદ્ધ, ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુખ નિર્મલ બુદ્ધ, જતનાયે સ્નાન કરીએજી, કાઢો મેલ મિથ્યાતા. ઉપદેશનાં પદોમાં શુષ્કતા આવી જતી હોય છે. એમાં કાવ્યત્વની દૃષ્ટિએ સામાન્ય રચનાઓ પણ જોવા મળે છે ઃ કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસ તણો રસ જાણીયે, હલાહલ તોલે. ક્રોધથી, મોહથી, માયાથી દૂર રહેવાનો ઉપદેશ અનેક કવિઓએ આપ્યો છે. પ્રેમલક્ષણા ભક્તિની અસર નીચે લખાયેલાં પદો જૈન ધારામાં મળી આવે છે. જૈન પદોમાં સંભોગશૃંગારનું નામનિશાન ન મળે એ હકીકત છે પરંતુ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિપ્રલંભશૃંગારની કેટલીક રચનાઓ આકર્ષક બની છે. ખાસ કરીને બાવીસમા તીર્થંકર નેમ અને રાજુલનાં પાત્રોને કેંદ્રમાં રાખી આ પ્રકારનાં પદો રચાયાં છે. એટલું જ નહીં, આખું પદ રાજુલને મુખે મુકાયું હોય એવી રચનાઓ પણ મળે છે. રહો રે રહો રથ ફેરવો રે, આવો આવો આણે આવાસ રે, જો રે હતું ઇમ જાયવું રે, કાંઈ તો કરાવી એવડી આશ રે, પીરસીને ભોજન થાળ ન તાણીયે રે, સીંચીને ન ખણીયે મૂળ રે, ખંધે ચઢાવી ભૂંઈ ન નાખીએ રે, ધોઈને ન ભરીએ ધૂળ રે. * દીઠે ભૂખ ન ભાજિયે રે, લૂખાં ન હોય લાડ રે, આવી ગયે ન પળે પ્રીતડી રે, સીંચ્યા વિણ જિમ ઝાડ રે, એહવે રાજુલડે બોલ રે, જસ ન ચલ્યું મન રેખ રે, વિનય ભણે પ્રભુ નેમજીને, નામીને થૈ નિજ વેષ રે. – વિનય મુનિ આ પ્રકારનાં પદોમાં, તીર્થંકર પુરુષરૂપ લઈને નારીરૂપ ભક્તનાં મોહ, માયા, અજ્ઞાન વગેરે દૂર કરે એવી વિનંતી મળે છે ઃ સુગુણાલા રે માહરા આતમરામ કે, પ્રાણવલ્લભ પ્રભુ માહરી, સુણી જો વિનતી રે, એક સ્વામી સાર કે, સુમતિ નારી હું તાહરી. મનમંદિર માંહી વસો, શ્રી વાસુપૂજ્ય જિમ સૂર, દૂર જાયે તિહાં થકી, જિમ મોહતિમિરનું પૂર. મનોહર લાલ લાલ હો, જેહનું જગ અધિકું નૂર, જેણે મોહ કર્યો ચકચૂર. યશોવિજયજી મન વસી મન વસી મન વસી રે, પ્રભુજીની મૂતિ માહરે મન વસી રે. જિમ હંસા મન વાહલી ગંગ, જેમ ચતુર મન ચતુરનો ચંત, માહરે મન વસી રે, પ્રભુજીની મૂરતિ માહરે મન વસી રે. રામવિજયજી (૨) ચોવીશ તીર્થંકરોનાં પદ ઉપરાંત, તીર્થસ્થાનોનું મહત્ત્વ વર્ણવતાં થોડાંક પદો મળી આવે છે. ગિરનાર, શત્રુંજય, અષ્ટાપદ, આબુજી, સમેતશિખર વગેરેને લગતાં પદો ખાસ ધ્યાન ખેંચે છે : * આંખડીએ રે આજ શત્રુંજય દીઠો, સવા લાખ ટકાનો દહાડો રે લાગે મને મીઠો. આબુ અચલ રળીઆમણો રે લો. એકેક ડગલું ભરે શત્રુંજા સ્પામું જેહ, વિનીતવિજય — Page #58 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા ] ૪૫ ઋષભ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તેહ. (૩) મહત્ત્વની તિથિઓને લગતાં પદો પણ હોય છે. બીજ, જ્ઞાનપંચમી, અષ્ટમી, મૌનએકાદશી, ચતુર્દશી, દિવાળી, પર્યુષણપર્વ વગેરેને લગતાં પદો ઉલ્લેખનીય બની રહે છે. સંસારની રોજિંદી ઘટમાળમાં પડેલા, સંસારી જીવોને આ મહત્ત્વની તિથિઓએ અનેક પુણ્યકાર્ય કરવાની પ્રેરણા આ પદો આપે છે ઃ આજ મારે એકાદશી. નણદલ મૌન ધરી મુખ રહીએ. સુણજો સાજન સંત, પશુસણ આવ્યાં રે, તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે. વીર જિજ્ઞેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વ માંહે પજુસણ મહોટા અવર ન આવે તસ તોલે રે. ચૌપદમાં જેમ કેસરી હોટો, વ. ખગમાં ગરુડ તે કહીએ રે, નદી માંહે જેમ ગંગા મ્હોટી, વ. નગમાં મેરુ તે લહીએ રે. (૪) તીર્થંકરોનાં છૂટાં સ્તવનો પણ રચાયેલાં છે અને સ્તુતિ/ોય, ચૈત્યવંદન, આરતી વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. આરતી ધાર્મિક પૂજાનું એક મહત્ત્વનું અંગ છે. એમાં ભક્તિભાવ, વૈરાગ્યભાવ અને અધ્યાત્મભાવની ગૂંથણી થતી હોય છે ઃ * વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિર ભય ભાંગ્યું, જીત નગારું વાગ્યું રે. તુમ્હેં હો પરઉપગારી, સુમતિજિન, તુમ્હ હો જગઉપકારી, પંચમ જિન પંચમગતિદાયક, પંચમહાવ્રતધારી, પંચપ્રમાદ-મત્તગજભેદન, પંચાનન અનુકારી. * સુપાસજી, તારું મુખડું જોતાં, રંગ ભીનો રે, જાણે પંકજની પાંખડી ઉપર ભ્રમર લીનો રે. * સિદ્ધાચલનો વાસ પ્યારો લાગે, મોરા રાજેંદા રે, વિમલાચલનો વાસ પ્યારો લાગે, મોરા રાજેંદા હૈ, આદિ જિનેશ્વર, પ્રભુ પરમેશ્વર, સોહે જગતનો નાથ, મોરા રાજેંદા રે. સુણો, ચંદાજી, સીમંધર પરમાત્મા પાસે જાય જો. અપ્સરા કરિ આરતી જિન આગે, હાં રે જિન આગે રે જિન આગે હાં રે એ તો અવિચળ સુખડાં માગે, હાં રે નાભિનંદન પાસે, અપ્સરા તાથેઈ તાથેઈ નાચતી પાય ઠમકે, હાં રે દોય ચરણે ઝાંઝર ઝમકે હાં રે સોવન ઘુઘરડી ઘમકે, હાં રે લેતી ફૂદરડી બાળ, અપ્સરા જય દેવ જય દેવ જય સુખના સ્વામી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪s D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પ્રહ સમે તુજને વંદન કરીએ * જય જય આરતી આદિ જિગંદા, નાભિરાયા મરુદેવીકા નંદા (૫) સઝાય એટલે સ્વાધ્યાય. સજઝાયમાં ઉપદેશના અંશોનું પ્રાધાન્ય જોવા મળે છે. પણ ઘણી વાર એમાં દૃષ્ટાંતકથા જોડાતી હોય છે. જેમકે ઈલાચીકુમારની, અંબૂસ્વામીની, સ્થૂલિભદ્રની, મેઘકુમારની, શાલિભદ્રની, અરણિક મુનિની, ચંદનબાળાની વગેરે સઝાયો ખૂબ જાણીતી છે. મનભમરાની આ સક્ઝાય વિશેષ ધ્યાન ખેંચે છે ? ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો, ભમિયો દિવસ ને રાત, માયાનો બાંધ્યો પ્રાણિયો, ભમે પરિમલ જાત. કુંભ કાચો રે કાયા કારમી, તેહનાં કરો રે જતન, વિણસતાં વાર લાગે નહીં, નિર્મળ રાખો રે મન. કેનાં છોર કેનાં વાછરુ, કેનાં માય ને બાપ, અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ, ધન સંચી સંચી કાંઈ કરો, કરી દેવની વેઠ. અન્ય સઝાયોની ઉપદેશ શૈલી પણ જુઓ : * નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર, નટવી દેખીને મોહિયો, જે રાખે ઘરસૂત્ર. કરમ ન છૂટે રે પ્રાણીયા. - લબ્ધિવિજય * કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. કડવાં ફળ છે (૬) આ છૂટાંછવાયાં પદો ઉપરાંત, પદમાળા પણ મળે છે. “અઢાર પાપસ્થાનકની સઝાય' વગેરેમાં એક કરતાં વધુ પદોનું સરસ ગુંફન મળી આવે છે. મધ્યકાલીન જૈન પદોની સંખ્યા ઘણી મોટી છે. અનેક જૈન સૂરિઓએ ભક્તિની ઉત્કટતા, સંસારની અસારતા અને મોક્ષપ્રાપ્તિની તાલાવેલી આ પદોમાં વર્ણવી છે. વિવિધ દેશીઓમાં, રાગ અને ઢાળમાં રચાયેલાં આ પદોમાંથી કેટલાંય પદો કવિતાકલાની દૃષ્ટિએ યાદગાર બની રહે તેવાં છે. કવિઓની શબ્દશક્તિ, શબ્દસૂઝ, ભાષાની પ્રાસાદિકતા અને મધુરતા, અલંકારોનો ઉચિત ઉપયોગ વગેરેને કારણે એ પદો શોભી રહે છે. શબ્દવૈભવની દૃષ્ટિએ માનવિજયજીનું આ પદ ધ્યાન ખેંચે છેઃ Page #60 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા / ૪૭ તું સાહિબા રે મનમાન્યા, તું તો અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાયો શબદે બોલાવી ઓળખાયો, શબદાતીત ઠરાયો. શબદ ન. રૂ૫ ન, ગંધ ન, રસ ન હો, ફરસ ન, વરણ ન વેદ, નહીં સંજ્ઞા, છેદ , ભેદ ન, હાસ નહીં, નહીં ખેદ. સુખ નહીં, દુઃખ નહીં, વળી વાંછા નહીં, નહીં રોગ, યોગ ન ભોગ. તત્સમ, તંદૂભવ. દેશ્ય, અરબી-ફારસી, હિંદી વગેરે શબ્દો યોગ્ય સ્થાને આવી ભાવપ્રકટીકરણનું અનોખું કાર્ય પાર પાડે છે. સરળ પદાવલિનો પ્રયોગ પણ ઉપયુક્ત બની રહે છે. નીચેના પદમાં “પંચ' શબ્દનો પ્રયોગ જુઓ : પંચમ જિન પંચમગતિદાયક, પંચમહાવ્રતધારી, પંચપ્રમાદ-મત્તગભેદન, પંચાનન અનુકારી, પંચ વિષધર તતિ ખગપતિ, પંચશર મદન વિદારી. પ્રાસ અને ધવાના સુંદર આયોજનથી પદની ગેયતામાં ઉમેરો થાય છે ? સાહિબા મારા, અભિનંદન જિનરાય રે, સાહિબ સાંભળો રે. સાહિબા મારા, સુરસેવિત તુમ પાય રે, સાહિબ સાંભળો રે. અલંકારોનું ઔચિત્ય પદને સરસ ઉઠાવ આપે છે અને કથનને સચોટ બનાવે છે. રૂપકનો વિનિયોગ મોટી સંખ્યામાં મળી આવે છે ? * સુપાસજી, તાહરું મુખડું જોતાં, રંગ ભીનો રે, જાણે પંકજની પાંખડી ઉપર ભમર લીનો રે. * શ્વાસોશ્વાસ કમળ સમો તુજ લોકોત્તર વાદ. * મીઠો અમૃતની પરે રે, સાહેબ, તાહિરો રે સંગ. * ચંદ ચકોર, મોર ઘન ચાહે, પંકજ રવિ, વન સારોજી, ત્યે જિન મુરતિ મુજ મન પ્યારી, હિરદે આનંદ અપારો જી. * જિમ પ્રીતિ ચંદ ચકોરને, જિમ મોરને મન મેહ રે. અમને તે તુમ શું ઉલ્લશે. તિમ નાથ, નવલો નેહ, * ધોબીડા, તું ધોજે મનનું ધોતીયું રે, રખે લાગતો મેલ લગાર રે. લોકભાષાનો પદમાં કરેલો ઉપયોગ વિશેષ શોભી રહે છે. આ રીતે મધ્યકાલીન જૈન પદકવિતામાં વૈવિધ્ય છે, જ્ઞાન અને ઉપદેશ છે, ભક્તિનો તલસાટ છે, તીર્થકરોનું ગુણગાન છે, સંસારી જીવને મોક્ષ તરફ પ્રયાણ કરવા માટેનું માર્ગદર્શન છે. વિવિધ રાગ અને ઢાળ છે, અલંકાર અને શબ્દવૈભવ છે, ગેયતા અને સંગીતમયતા છે. આવા અંશોથી સમૃદ્ધ કેટલાંય પદો માત્ર જૈન સાહિત્યનાં જ નહીં, સમસ્ત ગુજરાતી પદકવિતાનો અમર આધ્યાત્મિક વારસો છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખ રમેશ ર. દવે ગુજરાતી ભાષાનાં નવલકથા, ટૂંકી વાર્તા અને કવિતા જેવાં સાહિત્યસ્વરૂપોમાં એક નિરૂપણ પ્રવિધિ લેખે પત્રલેખનની એક પુષ્ટ પરંપરા છે. એના આરંભનું પગેરું શોધતાં શોધતાં લોકસાહિત્ય સુધી પહોંચાય છે. લાવો, લાવો દોત-કલમ કે, આણલદેને કાગળ લખીએ.. અથવા ઊભીઊભી ઊગમણે દરબાર રે, કાગળિયા આવ્યા રાજના હો જી... તેમજ જૂનાગઢના રાજા રા' નવઘણને એની દૂધ-બહેન જાહલે સિંધના રાજવી હમીર સુમરાએ કરેલી કનડગત અંગેની ફરિયાદ કરી રક્ષણ મેળવવા લખેલી ચિઠ્ઠી : જાહલ ચિઠ્ઠી મોકલે, વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી સુમરે, મુંને હાલવા નો થે હમીર. આ સઘળી રચનાઓ પત્ર-લેખનનાં ફુટકળ દૃષ્ટાંતો છે. ‘ઊભીઊભી લોકગીતમાં રાજમાંથી આવેલો કાગળ “બારબાર ઘાણીઓનાં તેલ અને અધમણ રૂની દિવેટ બાળીને છેક પરોઢ થતાં સુધીમાં માંડમાંડ ઉકેલી શકાયાનું અતિશયોક્તિપૂર્ણ પણ રસિક નિરૂપણ થયું છે. પણ આ બધા પત્ર અંગેના ઉલ્લેખો છે. એમાં પત્ર એક ભાગ તરીકે આવે છે, પણ રીતસરના પત્ર અને કેવળ પત્રનાં એ ઉદાહરણો નથી. લોકસાહિત્યથી આગળ વધતાં પત્રલેખનની આ પરંપરા પ્રેમાનંદત આખ્યાનોમાં સમૃદ્ધ થઈ ગોવર્ધનરામ, મુનશી, દર્શક અને રઘુવીર ચૌધરી જેવાઓની નવલકથાઓ સુધી લંબાય છે. એમાં રીતસરના પત્ર આપણને જોવા મળે છે. હીરાબહેન પાઠકની દીર્ઘકાવ્યકૃતિ પરલોકે પત્રમાં પત્રને કાવ્યરૂપ અપાયું છે. અહીં સમસ્ત ગુજરાતી સાહિત્યના સંદર્ભે પત્ર-લેખન-પ્રવિધિની તપાસનો અવકાશ નથી. સૂચિત વિષયના એક વિષયાંગ રૂપે માત્ર “જૈન કવિતામાં પત્ર' પર કેન્દ્રિત થઈને વાત કરવી છે. સૂચિત વિષયની પસંદગી પછી પાક્ય-સામગ્રીની આદરેલી ખોજ દરમ્યાન સ્પષ્ટ થયું કે જૈન કવિતામાં પત્રને બહુધા લેખ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખ ૪૯ અલબત્ત, કેટલીક કૃતિઓ “કાગળ’, ‘પત્ર’ અને ‘વિજ્ઞતિ' સંજ્ઞા તળે પણ મુકાઈ છે. આ અભ્યાસની પાઠ્ય-સામગ્રી તરીકે પસંદ કરેલી હસ્તપ્રતસૂચિઓ પૈકી લીંબડી-ભંડારની હસ્તપ્રતસૂચિમાંથી “ચંદરાજાનો લેખ', “સીતાવિરહ લેખ, વિરહિણી લેખ' અને સ્ત્રીલિખિત લેખ' નામની ચાર લેખકૃતિઓ મળે છે. મુનિ પુણ્યવિજયજી હસ્તપ્રતસૂચિમાંથી વિજયસેનસૂરિશિષ્ય કમલવિજયકૃત સમન્વરજિન લેખ, વિનયમંડનગણિશિષ્ય જયવંતસૂરિકૃત “યૂલિભદ્રકોશા લેખ', “સીમન્વરસ્વામી લેખ” તથા “શૃંગારમંજરી' અન્તર્ગત અજિતસેનશીલવતી લેખ', સંભવતઃ વિજયસેનસૂરિશિષ્ય જયવિજયકૃત વિજયસેનસૂરિ લેખ', માણિજ્યસાગરશિષ્ય જ્ઞાનસાગરકૃત ‘રામ લેખ', રત્નવિજયશિષ્ય દીપવિજયકૃત ચન્દગુણાવલી લેખ', વિનયવિજયશિષ્ય રૂપવિજયકૃત નિમરાજુલ લેખ', સજનપંડિતકૃત ‘ધૂલિભદ્ર-કોશા કાગળ', તથા જે કૃતિઓના કર્તાઓની માહિતી મળતી નથી તેવી અજ્ઞાતકક લેખકૃતિઓ પૈકી નેમિનાથ લેખ અને ‘જીવચેતનાકાગળ' નોંધપાત્ર છે. આ લેખકૃતિઓ પૈકી “અજિતસેન-શીલવતી લેખ', “ચન્દ્રગુણાવલી લેખ” અને “નેમરાજુલ લેખ' મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે. એ ત્રણેય મુદ્રિત લેખકૃતિઓના અભ્યાસ પછી નિમ્નસૂચિત કેટલાંક તારણો મળે છે ? જૈન કવિતામાં સૂચિત પત્રલેખનપ્રવિધિનો ઉપયોગ બે રીતે થયેલો જોવા મળે (ક) સમગ્ર કૃતિનું નિરૂપણ પત્ર રૂપે થયું હોય. સામાન્યતઃ આવી કૃતિઓનું કદ નાનું હોય છે. નેમરાજુલ લેખ' એ આ પ્રકારની કૃતિનું દૃષ્ટાંત છે. (ખ) રાસ કે ફાગુ પ્રકારની કોઈ બૃહદ્ કૃતિના એક ભાગ રૂપે પત્રલેખન થયું હોય. આ પ્રકારનું પત્રલેખન કૃતિના એક પ્રસંગ પૂરતું મર્યાદિત રહે છે. “અજિતસેન શીલવતી લેખ' એ આ પ્રકારની કૃતિનું દૃષ્ટાંત છે. મૂળે તે જયવંતસૂરિકૃત સુવિદિત રચના “શૃંગારમંજરી/શીલવતીચરિત્ર રાસમાંનો કડીક્રમાંક ૨૧૫૫થી ૨૨૫૦ સુધીનો ૯૫ કડીનો કાવ્યખંડ છે. પાક્યસામગ્રી તરીકે પસંદ કરેલી ત્રણેય મુદ્રિત કૃતિઓના આધારે કહી શકાય કે, પત્રલેખનનો એક સુનિશ્ચિત ઢાંચો જૈન કવિઓએ, અલબત્ત, સ્વીકાર્યો હશે, પરંતુ દરેક કવિએ તે એમની કૃતિઓમાં ચુસ્તપણે જાળવ્યો હોય એવું જણાતું નથી. અર્થાત્ પત્રલેખનનું એક ચોક્કસ સ્વરૂપ તૈયાર થયા પછી તેના નિવહણમાં જળવાવી જોઈતી શાસ્ત્રીયતા અંગે શિથિલતા જણાય છે. સૂચિત ચોક્કસ માળખાના સંદર્ભે દીપવિજયકૃત “ચંદગુણાવલી લેખ” એક નોંધપાત્ર દૃષ્ટાંત છે. એ લેખકૃતિ સરસ્વતી વંદના, લેખઆરંભ (અર્થાત્ લેખના લેખકારનું નામ, ગામ, વગેરે વીગતો), કુશળક્ષેમપૃચ્છા, પત્ર ન લખવા અંગે પ્રિયજનને અપાતો ઉપાલંભ તથા મીઠા કટાક્ષ, પ્રિયજનનો પત્ર ન મળતાં પત્ર લખનારને અનુભવાયેલી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫0 D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિરહવ્યથાનું નિરૂપણ, પ્રિયજનનું ગુણવર્ણન, સમસ્યાકથન અને પત્રનું સમાપન – જેવા સુનિશ્ચિત વિભાગોમાં વિભાજિત થયેલી છે. “ચંદગુણાવલી લેખ તેમજ અજિતસેનશીલવતી લેખના આધાર પર ઉપર્યુક્ત ઢાંચાને સમજીએ. ભારતીય સાહિત્યમાં, કૃતિના આરંભે બહુધા સરસ્વતી વંદના, તો, ક્વચિત્ ગણેશસ્તુતિ કરવાની દીર્ધ પરંપરા છે. આ પ્રકારની વંદનાસ્તુતિમાં આરાધ્ય દેવદેવીઓનું રૂપવર્ણન તથા તેના કૃપાવરદાનથી થતી ફલસિદ્ધિના નિર્દેશો અપાય છે. રાણી ગુણાવલીના લેખ પૂર્વે મુકાયેલી આ સરસ્વતી વંદના જુઓ : શ્રી વરદા જગદમ્બિકા, શારદામાતા દયાળ, સુરવર જસ સેવા કરે, વાણી જાસ રસાળ. ત્રિભુવનમેં કીરતિ સદા, વાહન હંસ સવાર, જડબુદ્ધિ પલ્લવ કિયા, બહુ પંડિત કવિરાય. પુસ્તક-વીણા કર ધરે, શ્રી અંજારી પાસ, કાશમીર ભરુઅચ્ચમેં. તેહનો ઠામ-નિવાસ. આ પછીનો લેખનો પરંપરાગત આરંભ દૃષ્ટવ્ય છે. એમાં આપણા પત્રલેખનનો નજીકનો ભૂતકાળ અનુભવાય છે : સ્વસ્તિ શ્રી વિમલાપુરે, વીરસેન કુળચંદ રે, રાજરાજેશ્વર રાજિયા, સાહેબ ચંદ-નરંદ રે, વાંચજો લેખ મુજ વાલહા. શ્રી આભાપુર નગરથી, હકમી દાસી સકામ રે.. લખિતંગ રાણી ગુણાવલી, વાંચજો મારી સલામ રે. હજુ પાંચ-પંદર વર્ષ પૂર્વે મારા-તમારા ઘેર આવતા પત્રના નજીકના પૂર્વજ તરીકે આ પત્રમાંની વિગતો અને તેને નિરૂપવાની ધાટીમાંની ચોકસાઈ જોઈ શકાય છે. ક્ષેમકુશળપૃચ્છા પછી લેખની મૂળ વીગતો નિરૂપાય તે પૂર્વે, પ્રિયજનનો લેખ મળતાં સરજાયેલી હૃદયદ્રાવક સ્થિતિ આમ નિરૂપાઈ છે : વ્હાલાનો કાગળ દેખીને, ટળિયાં દુઃખનાં છંદ રે, પિયુને મળવા જેટલો, ઊપન્યો છે આણંદ રે. સોળ વરસના વિયોગનું, પ્રગટ્યું છે દુઃખ અપાર રે, કાગળ વાંચતાં વાંચતાં, ચાલી છે આંસુની ધાર રે. કાવ્યનાયિકા ગુણાવલીએ એના સાસુની કાનભંભેરણીથી પ્રેરાઈને પતિને છળવાનું પાપ કર્યું છે. આ પ્રસંગને અનુલક્ષીને રાજા ચંદે પોતાના પત્રમાં એને આપેલા ઉપાલંભમાં, જૈન કવિતાનું જૈનધર્મપ્રેરિત નારી ધિક્કારનું વલણ અલગ તરી આવે છે : WWW.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખD ૫૧ પણ તું શું કરે કામિનીજી, શું કહીએ તુજ નાર ? સ્ત્રી હોયે નહીં કેહનીજી, ઈમ બોલે છે સંસાર. ભર્તુહરી રાજા, વલીજી વિક્રમરાય મહાભાગ, તે સરખા નારી તણાજી, કદીય ન પામ્યા તાગ. અહીં ન અટકતાં, સ્ત્રી-ચરિત્રની લાક્ષણિકતાઓ આ જૈન સાધુકવિએ બારીકાઈથી નિરૂપી છે : ચાલે વાંકી દૃષ્ટિથી જ, મનમાં નવાનવા સંચ, એ લક્ષણ વ્યભિચારીનાં જી, પંડિત બોલે પ્રપંચ. નદી-નીર ભુજ બળે તરે જી, કહેવાય છે અબળા, એક વિષયને કારણે જી, હણે કંતને નિજ હાથ. સૂતા વેચે કંતને જી, હણે વાઘ ને ચોર, બીએ બિલાડીની આંખથી જી, એહવી નારી નિઠોર. ગામમાં બીહે જાનથી જી, વનમાં ઝાલે છે વાઘ, નાસે દોરડું દેખીને જી, પકડે ફણિધર નાગ. સ્વયંસ્પષ્ટ છે કે પરંપરાને અનુસરી કવિએ સ્ત્રીચરિત્રનાં લક્ષણોની સૂચિ આલેખી છે. પણ રાજાએ આપેલા ઉપાલંભના પ્રત્યુત્તર રૂપે ગુણાવલીએ કરેલ ક્ષમાયાચના વધુ વાસ્તવિક અને તેથી પ્રભાવક નીવડી છે : સાહિબ લખવા જોગ છો, હું સાંભળવા જોગ રે, જેહવા દેવ તેવી ખાતરી, સાચી કહેવત લોક રે. હું તો અવગુણની તારી, અવગુણ ગાડાં લાખ રે, જિમ વાયુના જોગથી, બગડી આંબાશાખ રે. ગિરુઆ સેહેજે ગુણ કરે, કંત મ કારણ જાણ રે, જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. મેં આગમથી લહી નહીં. સાસુ એહવી નાથ રે. આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે, કાંઈક કાચા પુણ્યથી, સદ્દબુદ્ધિ પણ પલટાય રે, જિમ રાણીને ખોળનું, ખાવાનું મન થાય રે. પસ્તાવો શો કરવો હવે. કહ્યું કાંઈ ન જાય રે. પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંસી થાય રે. અવગુણ ગાડાં લાખ જેવી અત્યુક્તિથી પ્રગટતી નમ્રતા, “મેઘ ન માગે દાણમાં થતું ગુણદર્શન, અને દેવ જેવી ખાતરી', વાયુના જોગથી આંબાની શાખનું Page #65 -------------------------------------------------------------------------- ________________ પર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બગડવું. ગાંઠની ખીચડી ખરચીને ઘેલાનો સાથ કરવો, રાજરાણીને ખોળ ખાવાનું મન થાય તેમ બુદ્ધિનું પણ કંઈક કાચા પુણ્યના કારણે પલટાવું અને પાણી પીધા પછી ઘર કઈ જ્ઞાતિનું છે એવો પ્રશ્ન પૂછવાથી થતી હાંસી – એવાં નાનાવિધ રૂઢ પ્રયોગો તથા કહેવતોની સહાયથી સધાતી સચોટતા કૃતિને ગતાનુગતિકતામાંથી બચાવી લે છે. - પ્રિયજનના વિયોગથી નીપજતી વ્યથા એ લેખકૃતિના ઉદ્દીપન અને અલંબન – ઉભય વિભાવ બને છે. એનો આરંભ પ્રિયજનને, લેખપત્ર ન લખવા અંગે અપાતા ઉપાલંભથી થતો હોય છે ? તુઝ ગામ કાગલ નથી, કિ મસિ નથી ત્રિલોકિ, કઈ ખપ નથી અહ્મારડું, લેખ ન લિખી એક. જઉં એક આંગલ ચિઠડી, મોકલવા ધરી નેહ, તુ તે વાલત ચઉગણી, પાડ ન રાખત એહ. અને હવે આ જુઓ વિરહાવસ્થાની વ્યાકુળતાનું મર્મસ્પર્શી નિરૂપણ : ભમરું સમરઈ માલતી, હાથી સમરાં વિંઝ, મથલ સમ૨ઇ કરહડુ, તિમ સમરું હું તુજઝ. કમલિ બંધાણઉ ભમરલઉ, જિમ સહિર કિરણે, જોઈ સૂરય વાટડી, તિમ હૂ તુમ્હ નયણેલ. દિન ફિટી થાઈ વરસડા, ઘડી ટલી થાઈ માસ, સજન તાહરઇ વિયોગડઈ, ઝૂરી થઈ પલાસ. જિમ અતિ તરસિઉં પંથીઉં, ઉન્હાલાં ભર લૂઈ, વંછાં સજલ સછાય સર, તિમ વંચ્છુ તુમ્હ હૂંઈ. વિરહજન્ય એવી આ વ્યાકુળતા કોને કારણે છે તે દર્શાવવા થતું પ્રિયજનનું ગુણદર્શન પણ પૂરી રસિકતા તેમજ રમણીયતાપૂર્વક થાય છે. ધરતીનો કાગળ, ગંગાસાગરની મસિ, વનરાઈની લેખણ વગેરે ઉપકરણોના પ્રયોગ પછી પણ પ્રિયજનના ગુણ લખ્યા જાય એમ નથી, એવી પરંપરાગત ઉક્તિ કર્યા પછી વધુ ઊંડે ઊતરતાં લેખના લખનારની મનઃસ્થિતિ વિશેષ ઉજાગર – વિશદ બને છે ? તુમ્હ ગુણ ઊજલ દૂધ જિમ, મિસિ અતિકાલિ હોઈ, એહવું જાણી ચિતડઈ, લેખ ન લિખી તોઇ. પહિલા ગુણ કેતા લિખું, કેતા પછઈ સાર, તુમ્હ ગુણ સઘલા સરિખા, મુજ મન પડિહું વિચાર. પત્રના અંતે, સમાપનમાં સમસ્યાકથન થાય છે તે અવાન્તર રીતે તો જ્ઞાનવર્ધનનો જ એક તરીકો છે. આ રીતે થતું સમસ્યાકથન અને વળતા પત્રમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન કવિતામાં પત્ર/લેખ [ ૫૩ અપાતો એનો ઉકેલ એ આપણી મધ્યકાલીન કવિતાની રોચક પરંપરા છે. લેખકૃતિમાં સમસ્યાનું નિરૂપણ, તેનો ઉત્તર, ફરી નવી સમસ્યા, તેનો વળી ઉત્તર – એમ પ્રત્યેક લેખ જ્ઞાનાર્જનનું એક પગથિયું બને છે. સમસ્યાકથનનું એક દૃષ્ટાંત નોંધીએ : દો નારી અતિ સામળી, પાણી માંહે વસંત, તે તુજ સજ્જન દેખવા જી, અલજો અતિ ધરંત. અને પત્રના અંતે ક્ષમાપના સહિતનું સમાપન : અધિકું ઉછલું જે લિખઉં, કુડૂ કાગલ માંહિ, તે અપરાધ અહ્મારડલ, રખે ધરુ મન માંહિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં શ્રદ્ધા ત્રિવેદી આપણને સૌને કાલિદાસે કહેલી પેલી વાતનું સ્મરણ છે કે બાળકના અંગ પરની રજના સ્પર્શથી મલિન થવામાં ધન્યતા રહેલી છે. આ ધન્યતાનો અનુભવ સવિશેષપણે સ્ત્રીને – માતાને થાય છે. એમ કહી શકાય કે પરમેશ્વરને સૃષ્ટિના સર્જનથી જેટલો ને જેવો આનંદ થાય તેટલો ને તેવો આનંદ સ્ત્રીને પોતાના બાળકની સામે જોતાં થાય છે. આમ, બાળક આપણા જીવનમાં પ્રસન્નતાનું જીવન જીવવાનું બળ પૂરું પાડવાનું નિમિત્ત બની રહે છે. બાળકને ઊંઘાડવા માટે માતા જ્યારે ગાતી. હોય છે ત્યારે તે કેટલીબધી આનંદવિભોર બની જતી હશે ! બાળકને પારણામાં સુવાડતી વખતે તે શું-શું અનુભવતી હશે તે તો માત્ર તે અનુભવનાર જ જાણે. પણ કવિની કલ્પના સર્વત્ર પહોંચી શકે છે ને તેથી જ કેટલીક મનોરમ કૃતિઓ પ્રસ્તુત વિષયની મળી છે. રામકૃષ્ણની બાળલીલાનાં પદ મધ્યકાલીન કવિઓ જેમકે નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ વગેરેએ આપેલાં જ છે. કૌશલ્યા અને જશોદાના નિમિત્તે મળેલાં વાત્સલ્યરસથી ભરપૂર પદો આપણે હજી પણ માણ્યાં કરીએ છીએ. માતા બાળક માટે તો સર્વસ્વ છે, પણ બાળક માતા માટે શું છે, તેના વિશે તે કેવુંકેવું વિચારે છે, કેવાકેવા ભાવો તે અનુભવે છે તે બધું માતા જ્યારે બાળકને પારણામાં સુવાડતી હોય છે ત્યારે જે ગીતો ગાઈને તે સુવાડે છે તેમાં વ્યક્ત થાય છે. હાલરડું' એ શબ્દપ્રયોગ કરીએ કે તરત જ બાળકને ઊંઘાડવાના હેતુથી, પારણું ઝુલાવતાંઝુલાવતાં ગાતી માતાનું ચિત્ર ખડું થઈ જાય છે. અને એ સાથે જ કેટલીક બાબતોનો તેમાં સહજ સમાવેશ થઈ જાય છે. પ્રથમ તો બાળકને ઊંઘાડવાના હેતુથી આ ગવાતું હોવાથી તેને ઊંઘ આવે તેવો લય, એવું મધુર, કોમળ.. મદીલું સંગીતતત્ત્વ તેમાં અનિવાર્ય હોય છે. પછી તેમાં સામાન્ય રીતે બાળકનું, પારણાનું અને તેની બાળરમતોનું ક્રમશઃ વર્ણન આવે છે. હાલરડું માતા જ ગાય એ બાબત. તેમાં ગર્ભિત જ છે. આથી, તે વાત્સલ્યરસથી તરબોળ હોય છે. બાળકના સંબંધને કારણે માતા દ્વારા અનુભવાતાં ધન્યતા, પ્રસન્નતા, ઉલ્લાસ આદિ એમાં વર્ણવેલાં હોય છે. સાથેસાથે બાળકના શણગારાદિનાં અને કૌટુંબિક સંબંધોનાં સ્વભાવોક્તિભયાં મધુર ચિત્રોને અહીં પૂરતો અવકાશ મળે છે. એક અત્યંત મહત્ત્વની વાત આ સ્વરૂપમાં એ છે કે આવાં પદો કે ગીતોમાં હંમેશાં ઉલ્લાસ જ હોય બાળકના ઉત્તમોત્તમ ભાવિની આશા એમાં પ્રગટ થતી હોય છે. હંમેશાં અહી ઊજળો આશાવાદ દૃષ્ટિગોચર થાય છે. ક્યાંય નિરાશા કે હતાશા નથી હોતી. Page #68 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં D પ૫ આનંદ અને શાંતિનું, પ્રસન્નતાનું અને ધન્યતાનું હાલરડામાં વિશેષભાવે નિરૂપણ થાય છે. હવે આપણે મધ્યકાલીન ગુજરાતીમાંથી જૈન કવિઓ દ્વારા રચાયેલાં ઉપલબ્ધ ચાર મુદ્રિત હાલરડાંનો વિચાર કરીએ. આ હાલરડાંઓ વિશે એક બાબત સૌ પ્રથમ એ નોંધવી જોઈએ કે એના સર્જકો સાધુ હોવા છતાં બાળક અને માતાના માધુર્યભર્યા સંબંધોને ખૂબ કોમળતાથી, વાસ્તવિક રીતે રજૂ કરે છે. વૈરાગી સાધુ આવાં, ભાવની આર્કતાથી ભરેલાં, રસિક મધુર ચિત્રો આપે એ જ આનંદદાયક ઘટના છે. બાળક-માતાના સંબંધનું ગૌરવભર્યું ચિત્ર તેઓ ઉપસાવે છે. તે સાથે બાળકો માટેનો તેઓના અંતરનો નિર્મળ પ્રેમ. બાળક પ્રત્યેનો મહિમાભાવ પણ તેઓ આડકતરી રીતે સૂચવે છે. ઉપલબ્ધ ચાર મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે : જયવિજયકૃત “કલ્યાણવિજયગણિનો રાસ' (ર.સં. ૧૬૫૫, આસો સુદ ૫)ની ત્રીજી ઢાળ “માતા હુલાવન હાલરડું છે, જે ૧૭ કડીની છે. બીજાં ત્રણ હાલરડાં મહાવીરસ્વામી વિષયક છે : (૧) રૂપવિજયશિષ્ય અમીવિજય ત, જે ૧૮ કડીનું છે તથા (૨) રત્નવિજયશિષ્ય દીપવિજયકૃત, જે ૧૭ કડીનું છે. આ બંને ૧૯મી સદી પૂર્વાર્ધનાં છે. અને (૩) કાંતિવિજયકૃત ૬ કડીનું “મહાવીર સ્વામીનું હાલરિયું.' પ્રથમ આપણે જયવિજયકૃત કલ્યાણવિજયગણિનું હાલરડું જોઈએ. માતા પૂંજી પોતાના પુત્રને સુવડાવતાં કહે છે : ધરમ ફળ્યું જિનવર તણું અને તેથી ‘દુલભ વદન દીઠું પુત્રનું, મુઝ સલી હો ફલીઓ ગૃહવાસ.' પોતાના ગૃહસ્થ જીવનની સફળતા આ પુત્રપ્રાપ્તિમાં તેઓ માને છે. તે પુત્ર કેવો? ગુણનિધિ પુત્ર તું જનમીઓ, મેં પામીઓ હો સઘલો સનમાન. ગુણોના સાગરરૂપ એ પુત્રની પ્રાપ્તિથી જગતનું સર્વ સન્માન પોતાને પ્રાપ્ત થયાનો તેમને આનંદ છે. પછી તો પુત્રના શણગારનું મધ્યકાલીન પરંપરાગત વર્ણન છે. જેમકે : * ભલી ટોપી લાલ ફરંગ તણી, મણિ મોતી હો ભરી ભરત અપાર * પાય તણી ભલી મોજડી. પહિરાવું હો તનુજ મનિ આજ. અને પછી તેના લગ્નની પણ કલ્પના. બાળક હજી ઘોડિયામાં હોય પણ માતા માત્ર પોતાના બાળક માટે સારામાં સારી કન્યા આવશે એમ જ વિચારે. આપણામાં એમ ગાય છે કે, “રાજાની કન્યા કાળી, ભાઈએ પાછી વહેલી વાળી.” અહીં પણ પુત્રના લગ્ન અંગે એક માતાનો ભાવ કેવો ચિત્રિત થયો છે તે જોઈએ ? Page #69 -------------------------------------------------------------------------- ________________ પડ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આવસિ પુત્રને માંગલાં, રૂડો કરસિંઓ હો વિવાહ સમ જોડિ. કુલવધૂ મુઝ પાય લાગશે, પુહચશે હો મનવાંછિત કોડ. આ હાલરડામાં માતાના બાળક પ્રત્યેના પ્રેમને કવિએ જે રીતે રજૂ કર્યો છે તે ખાસ ઉલ્લેખનીય છે : કમલનયન પુત્ર નિરખતાં. મુઝ કેરું મનભમર લીન; દિનદિન વાધે નેહલું, - જિમ દીઠે હો જલસંચય મીન. માતૃપ્રેમની ઉચ્ચતમ અભિવ્યક્તિ કાવ્યાત્મક રીતે કર્યા પછી માતા બાળકની રક્ષા માટે અનેક દેવીઓને પ્રાર્થે છે. એ રક્ષાની પ્રાર્થના સાથે આ હાલરડું સમાપ્ત થાય બીજાં ત્રણ હાલરડાં મહાવીરસ્વામી વિશેનાં છે. કલ્યાણવિજયગણિના હાલરડામાં માતા કહે છે કે જિનવરના ધર્મના પાલનનું મને ફળ મળ્યું. અહીં તો ખુદ જિનવર પુત્ર છે છતાંય માતાના ભાવો તો મૂળભૂત રીતે એ જ રહે છે. ઉપરાંત, તે સિવાય કંઈક વિશિષ્ટ પણ બને છે. પ્રથમ અમીવિજયકૃત હાલરડામાં જોઈએ તો ત્રિશલાએ જન્મ આપેલા પુત્રને જોઈ ચોસઠે ઈન્દ્રનાં આસન કંપે છે. એક કરોડ સાઠ લાખ કલશથી તો મહાવીરનો સ્નાત્રમહોત્સવ થાય છે. મહાવીરના જન્મથી કુળમાં આનંદઆનંદ છવાઈ જાય છે, પ્રજાને પણ અપાર આનંદ થાય છે. ઘેરઘેર શ્રીફળનાં તોરણ બંધાય છે. સ્ત્રીઓ મંગળગીત ગાય છે. રાજાએ ખૂબ રંગેચંગે જન્મોત્સવ ઊજવ્યો. આ બધાંના આનંદમાં શિરમોર તો છે ત્રિશલાની વાત. કવિ ત્યાં કહે છે ? માતા ત્રિશલા થઈ ઉજમાલ. અહીં ‘ઉજમાલ” શબ્દ પ્રયોજી કવિ ત્રિશલાને કેટલાં બધાં ગૌરવાન્વિત કરે છે ! પછી મહાવીરના સૌંદર્યને વર્ણવતાં કવિ કહે છે : વિરના મુખડા ઉપર વારુ કોટી ચંદ્રમા, પંકજલોચન સુંદર વિશાલ કપોલ, શુકચંચૂ સરિખી દીસે નિર્મલ નાસિક, કોમલ અધર અરુણ રંગ રોલ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાક નાયકોના રૂઢ વર્ણનની અહીં સહજ યાદ આવી જાય. પછીનું એક ચિત્ર ખાસ નોંધપાત્ર છે ? કર અંગૂઠો ધાવે વીરકુમાર હર્ષે કરી, કાંઈ બોલાવતાં કરે કિલકાર. જાણે આપણા જ અનુભવનું ચિત્ર. ચિત્રાત્મકતા આ હાલરડાની ખાસ WWW.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં ૫૭ વિશેષતા છે. મહાવીરને શણગારી તેને નજર ના લાગે માટે માતા શું કરે છે તે રજૂ કરતાં કવિ કહે છે: ત્રિશલાર્યો જુગતે આંજી અણિયાલી બેહુ આંખડી, સુન્દર કસ્તુરીનું ટબકું કીધું ગાલ. પછી મળતું પારણાનું ચિત્ર પણ સરસ છે. બીજું સુંદર દૃશ્ય આ રીતે કંડારાયું મારો લાડકવાયો સરખા સંગે રમવા જશે, મનોહર સુખલડી આપીશ એહને હાથ, ભોજનવેળા રમઝમ રમઝમ કરતો આવશે, હું તો ધાઈને ભીડાવીશ હૃદયા સાથ. ને પછી બાળરમતોમાંથી ક્રમશઃ મોટા થતાં મહાવીરનાં બીજાં કાર્યોની કલ્પનાઓ રજૂ કર્યા બાદ વાત અંતે પહોંચે છે તેના લગ્નમાં તેને મોટા ઘરની કન્યા સાથે પરણાવીશ. એ તો મોટો રાજરાજેશ્વર થશે ને અંતે ત્રિશલા બોલી ઊઠે છે : મારા મનના મનોરથ પૂરશે જગીશ. આમ, કુળના દિનમણિરૂપ મહાવીરનું આ હાલરડું તેમાંનાં અનેક સુંદર ભાવભય ચિત્રોને કારણે હૃદયસ્પર્શી બન્યું છે. દિપવિજયકૃત ‘મહાવીર સ્વામીનું હાલરિયું'ની ધ્રુવપંક્તિ “હાલો હાલો હાલો હાલો મારા નંદને આપણને સીધા જ મહાવીરના પારણાને ઝુલાવવાની પ્રક્રિયામાં જોડી દે છે. મહાવીર તીર્થંકર છે એ વાત અહીં અનેક રીતે બતાવાઈ છે. ચૌદ સ્વપ્નની વાત કે કેશીસ્વામીના મુખેથી સાંભળેલી વાતથી ત્રિશલાને સંપૂર્ણ ખ્યાલ છે કે “ચકી નહિ ચક્રીરાજ તેને ત્યાં અવતર્યા છે. ને તેથી તે પ્રસન્નતાથી ગાય છે ? મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુણ્યપનોતી ઇન્દ્રાણી થઈ આજ. ને આમ પુત્ર અને માતા બંનેની મહત્તા વર્ણવાઈ છે. એક દિવ્ય વાતાવરણ અહીં સર્જાયું છે. આ કૃતિનું બીજું નોંધપાત્ર લક્ષણ છે લય. ‘નંદન નવલા' એ શબ્દથી શરૂ કરી કૌટુંબિક જીવનની અનેક પ્રેમભરી ઉચ્ચતમ સ્થિતિઓ લયબદ્ધ રીતે અહીં રજૂ કરી છે. નંદન નવલા બંધવ નંદીવર્ધ્વનના તમેં.. નંદન ભોજાઈયોના દેયર છે સુકુમાલ, હસશે ભોજાઈયો કહી દીયર મહારા લાડકા, હસશે રમશે ને વલી ચૂંટી ખણશે ગાલ, હસશે રમશે ને વલી ગૂંસા દેશે ગાલ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ચૂંટી ખણશે કે સા દેશે જેવી બાબતો કેવું સુંદર વાસ્તવિક ચિત્ર દોરી જાય છે ! તે જ રીતે મામા-મામી શું કરશે તેનાં પણ લાક્ષણિક રંગીન જીવંત ચિત્રો અહીં ઊભાં થયાં છે : નંદન મામા-મામી સુખડી સહુ લાવશે, નંદન ગજુવે ભરસે લાડુ મોતીચૂર... વગેરે. પછી તેને રમવાનાં રમકડાંઓની પણ એવી જ ચિત્રાત્મક રજૂઆત. પછી તેમને નિશાળે મૂકશે ત્યારે ? નંદન નવલા ભણવા નિશાલે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી મોહોટે સાજ. પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલ શું, સુખલડી લેશું નિશાલીયાને કાજ. આ તો મોટા ઘરનો દીકરો છે ને માતાની ભાવના છે એટલે બધા જ નિશાળિયા માટે તેઓ સુખડી લઈ જાય એવી જ કલ્પના હોય ને ! ને પછી કુંવર મોટો થશે એટલે સરખી વહુવર લાવવાની તો વાત હોય જ ! પણ અહીં તે પછી ત્રિશલા જે કહે છે તે જોઈએ: મહારે આંગણ વઠા અમૃત દૂધે મેહુલા, મહારે આંગણ ફલિયા સુરતરુ સુખના કંદ. આ રીતે અમૃતની વર્ષા અને કલ્પવૃક્ષરૂપ પુત્રને પોતે જન્મ આપ્યો છે તેની પ્રસન્નતા સાથે તેનું હાલરડું પૂરું થાય છે. પછી કવિ તેના પર મહોર મારે છે કે આ પારણું “જે કોઈ ગાશે, લેશે પુત્ર તણા સામ્રાજ.' તીર્થંકરનું આ હાલરડું ગાવામાં આવે તો તેનું સુફળ પણ મળવું જોઈએ ને ! ત્રીજા છ કડીના હાલરડામાં ત્રિશલાના વીરકુંવરના પારણીએ હીરના છે દોર ! ઘૂમે છે મોર !' આ એક જ પંક્તિમાં કેવી સહજતાથી પારણાની ભવ્યતા. નિરૂપાઈ છે ! એવા એ પારણામાં બાળકને પોઢાવવા કોણ આવે છે ? ઈન્દ્રાણી આવે છે જે તેને હેતથી હુલાવે છે, ને પછી આભૂષણ, ખાજાં, મોતીચૂર વગેરે લઈ બહેની આવે છે. ટૂંકમાં તેને આભૂષાદિથી લાડ લડાવવામાં આવે તે વાત રજૂ થઈ છે. પછી સામાન્યતઃ દરેક સ્ત્રી પોતાના બાળક માટે ઇચ્છે તેમ અહીં કુંવર મોટો થશે. નિશાળે ભણવા જશે ને માતા હરખાશે ને તેને પરણાવશે એ સનાતન ભાવ અહીં રજૂ થયા છે. એમ કહી શકાય કે ત્રિશલાના નિમિત્તે સ્ત્રીમાં રહેલા માતૃત્વની ભાવનાને અહીં વ્યક્ત કરવામાં આવી છે. બાળક માટેના નિવ્યજ સ્નેહનું આલેખન એ જ હાલરડાનો કેન્દ્રવર્તી વિષય હોય એ સ્વાભાવિક છે. અન્ય હાલરડામાં બાળક માટેના પ્રેમને અનેક ઉપમાઓ દ્વારા રજૂ કર્યો છે. સામાજિક સંદર્ભોને પણ તેમાં વણી લેવામાં આવ્યા છે, તેમજ Page #72 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં ! પ૯ બાળ મહાવીરનાં અંગોનાં સુંદર રમ્ય ચિત્રો ઊભાં કરવામાં આવ્યાં છે. અહીં આવે કશું નથી. અન્ય હાલરડાંની સરખામણીમાં આ કદમાં પણ ખૂબ નાનું છે. એકદમ સીધી-સરળ ગતિએ ચાલે છે. એવી કોઈ કલ્પનાભરી કે ચમત્કૃતિભરી સૃષ્ટિનું આલેખન નથી. છતાંય તે વાત્સલ્યભાવમાં સ્નાન કરાવે છે અને અંતે સહજ ગતિએ મહાવીરસ્વામીના ભક્તિભાવમાં તે આપણને ખેંચી જાય છે તે નોંધપાત્ર બાબત છે. આમ, અહીં મળતાં ચારેય હાલરડાં તેમાંના સ્વભાવોક્તિભર્યા અનેક ચિત્રો અને વાત્સલ્યભાવને કારણે હૃદયસ્પર્શી બન્યાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ હાલરડાં તેની કાવ્યાત્મકતાને કારણે ઊંચું સ્થાન ધરાવે તેવાં છે. બીજી રીતે કહીએ તો વાગોળવી ગમે તેવી આ કાવ્યકૃતિઓ છે. સંદર્ભ (બધા સંદર્ભે નોંધ્યા નથી.) ૧. જૈન ઐતિહાસિક રાસમાળા : ૧, સં.મો.દ. દેશાઈ, સં. ૧૯૬૯. ૨. જૈન કાવ્યસંગ્રહ પ્ર. કીકાભાઈ પરભુદાસ, ઈ.૧૮૭૬. ૩. બૃહત્ કાવ્યદોહન : ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૮૮૭, ૪. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ, પ્ર. માસ્તર હરખચંદ કપૂરચંદ, ઈ.૧૯૩૮ (બીજી આ.) પ. જૈન રત્નસંગ્રહ સં. શ્રીમતી પાનબાઈ, ઈ. ૧૯૩૧. ૬. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, પુ.૧૦, અંક ૧૦-૧૧, ઑક્ટો.-નવે.૧૯૧૪, પૃ.૫૩૭. Page #73 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય કેશવરામ કા. શાસ્ત્રી વધું વીના નિર્ષ વતિ સંસ્કૃત ભાષામાં કવિઓને માટે ગદ્યલેખન કરવું એ કઠિન છે. તેથી તો સંસ્કૃત ભાષામાં કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ થયેલાં ગદ્યકાવ્યોની સંખ્યા ઘણી જ થોડી છે. નાટ્યસાહિત્યમાં સંવાદો બધા ગદ્યમાં હોય છે અને એમાં પ્રસંગવશાત્ પદ્યો પણ આપવામાં આવેલાં હોય છે. સંસ્કૃત ભાષા ખૂબ વિકસિત હોઈ અને એનો શબ્દસમૂહ વિશાલ હોઈ, પયયિોની પણ વિપુલતા હોઈ સંસ્કૃત કવિઓને માટે ગદ્યલેખનમાં રસ અને અલંકારો વ્યક્ત કરવાની પ્રબળ સુવિધા છે. આર્યકુળની વૈદિકી ભારતી ભાષામાંથી એ કુળની અનેક પ્રાકૃત ભાષાઓનો વિકાસ થયો છે. પ્રાકૃત ભાષાઓમાં પણ લલિત સાહિત્ય વિપુલ પ્રમાણમાં વિકસ્યું છે. પણ મોટા ભાગનું પ્રાયઃ માત્રામેળ છંદોમાં રચાયું છે, પણ ગદ્યસાહિત્ય અત્યંત મર્યાદિત સ્વરૂપમાં છે. આપણે જાણીએ છીએ કે વિભિન્ન પ્રાકૃત ભાષાઓમાંથી વિકસેલા અપભ્રંશોમાંથી આર્યકુળની અર્વાચીન ભાષાઓ અને બોલીઓ અસ્તિત્વમાં આવી છે, જેઓનો પણ ઇતિહાસ ૮૦૦-૧૦૦૦ વર્ષો જૂનો છે. એમાં પણ કાવ્યો રચાતાં આવ્યાં છે, પરંતુ ગદ્યકાવ્યો તો નથી જ વિકસ્યાં. ગદ્ય જે કાંઈ જોવા મળે છે તે અત્યંત સ્વલ્પ અપવાદે, કાવ્યત્વ ધરાવતું નથી, પણ સામાન્ય વ્યાવહારિક લેખન પ્રકારનું છે. “ગુવવિલીઓ-પટ્ટાવલીઓ' “મુક્તાવલી' ‘વચનિકાઓ' “અવસૂરિઓ વિવરણો’ ‘ટબા(સ્તબકો)' બાલાવબોધો' “કથાઓ-વાર્તાઓ' જેવાં સાદાં ગદ્ય લખાયાં છે. સંસ્કૃત-પ્રાકૃતના અનુવાદો પણ ગદ્યમાં લખાઈ આવેલા છે. આ બધાં ગદ્યલેખનોનું મહત્ત્વ કોઈ સાહિત્યપ્રકાર કરતાં ગધલેખનના વિકાસ અને શબ્દકોશની દૃષ્ટિએ રહેલું છે. કથા-વાતઓિ ગદ્યમાં તો અત્યંત સ્વલ્પ પ્રમાણમાં લખાઈ છે. પણ અનુવાદના રૂપમાં તેમ વિવરણના રૂપમાં લખાયેલા બાલાવબોધોમાં વાર્તાઓ દૃષ્ટાંત તરીકે આપવામાં આવી છે. આ ગુજરાતી ભાષામાં વિકસેલી લલિત વાર્તાઓનાં બીજ વાવી ગઈ છે એ નોંધવા જેવું છે. મધ્યકાલીન જૈન ગદ્યલેખનમાં ‘ટબા-સ્તબકો'નો એક પ્રકાર છે તેને શુદ્ધ ગદ્ય ન કહી શકાય. કારણકે સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથોનો શબ્દશઃ અનુવાદ આપતાં શ્લોક અને ગાથાઓની પ્રત્યેક પંક્તિમાંના મૂળ શબ્દોને મથાળે તે-તે શબ્દની રીતે ભાષામાં અર્થ લખેલો હોય છે, જેના અન્વય કરવાથી સળંગ વાક્યો ઊભાં થાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય ૨૧ આવા મધ્યકાલીન ટબાઓ પણ ઠીકઠીક પ્રમાણમાં મળે છે. મધ્યકાલમાં બાલાવબોધો' વિપુલ પ્રમાણમાં લખાયા છે. બેશક, પ્રસિદ્ધ બહુ ઓછા થયા છે. આ પ્રસિદ્ધ ‘બાલાવબોધો વિભિન્ન ગ્રંથભંડારોમાં સચવાયેલા પડ્યા છે. જે થોડા પણ પ્રસિદ્ધ થયા છે તે વિવરણ અને ત્યાં-ત્યાં મૂકવા જેવાં વાત્તરૂપ દૃષ્ટાંતો બાલાવબોધોના શબ્દસમૂહ ઉપરાંત ગદ્યનો વિકાસ થતો આવ્યો છે તે વ્યવસ્થિત રીતે બતાવે છે. અહીં પ્રસિદ્ધ થયેલા થોડા બાલાવબોધોના સ્વરૂપનો ખ્યાલ આપવાનો પ્રયત્ન એના સ્વરૂપ વિશે આપણને માર્ગદર્શન આપશે. નોંધપાત્ર તો એ છે કે “બાલાવબધો'માં સૌથી જૂનો પ્રાપ્ત થયેલ, સં.૧૪૧૧ (ઈ.સ.૧૩પપ)ના દિવાળીના દિવસે પૂરો થયેલ, ખરતરગચ્છના તરુણપ્રભસૂરિનો રચેલો “પડાવશ્યક બાલાવબોધ (અથવા શ્રાદ્ધ-ષડાવશ્યક સૂત્ર બાલાવબોધી' જાણવામાં આવ્યો છે, જેનો કેટલોક ભાગ સ્વ. મુનિશ્રી જિનવિજયજીએ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભમાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત કરેલો, ને પછીથી ડૉ. પ્રબોધ પંડિતે આખોયે સંપાદિત કરી પ્રગટ કર્યો છે. પ્રાચીન ગુજરાતીની એટલેકે ગૌર્જર અપભ્રંશની બીજી ભૂમિકામાંથી ભાષા ગુજર ભાખા” કિંવા “મધ્યકાલીન ગુજરાતીમાં પરિણત થતી જોવા મળે છે. એની સૌથી જૂની હસ્તપ્રત સં. ૧૪૭૩ (ઈ.સ.૧૪૧૭)ની છે. અહી જિ જંબૂ દ્વીપ માહિ ભરતક્ષેત્ર માહિ મગધનામિ જનપદુ છઈ. તિહાં વિજયવતી નામિ નગરી તિહાં નરવર્મ નામિ રાજા રતિસુંદરી નામિ મહાદેવી હૂંતી.” (આપણા કવિઓ, પૃ.૩૬૨) આ વાંચતાં વાર્તાના ગદ્યની ભાષાનો ખ્યાલ આવી જશે. મેરૂતુંગસૂરિ (સ્વ.સં.૧૪૭૧–ઈ.સ.૧૪૧૫)ના ‘વ્યાકરણચતુષ્ક બાલાવબોધ’ અને ‘તદ્ધિત બાલાવબોધ' (જે. ગૂ.ક. ૧, પૃ.૩૭) જાણવામાં આવ્યા છે, જે વિવરણાત્મક હોય એમ લાગે છે. ભાષાનું વૈયાકરણીય માળખું કેવું હતું એ જોવું હોય તો સં.૧૪૫૦ (ઈ.સ. ૧૩૯૪) માં કુલમંડનસૂરિએ રચેલા “મુગ્ધાવબોધ ઔક્તિક' સંજ્ઞાના સંસ્કૃત લઘુવ્યાકરણથી સુલભ છે, જેની હસ્તપ્રત ગુજરાત વિદ્યાસભાના ભો.જે. વિદ્યાભવન, અમદાવાદના સંગ્રહમાં છે. અને એના ઉપરથી વર્ષો પૂર્વે સ્વ. હરિ હર્ષદ ધ્રુવે પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા. ભાગ ૧'માં પ્રથમ વાર પ્રસિદ્ધ કરેલું, એનો થોડો અંશ સ્વ. મુનિ જિનવિજયજીના “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભમાં પણ છપાયેલ. - સાધુરત્નસૂરિનો “નવતત્ત્વવિવરણ બાલાવબોધ' (સં.૧૪૫૬ ઈ.સ.૧૪00 આસપાસ), કોઈ અજ્ઞાતનો “શીલોપદેશમાલા બાલાવબોધ' (સં.૧૪ ઈ.સ.૧૪૧૦), આ બે બાલાવબોધો પછી સોમસુંદરસૂરિના “ઉપદેશમાલા બાલા., (સ. ૧૪૮૫ઈ.સ. ૧૪૨૯),' “ષષ્ટિશતક બાલા.” (સં. ૧૪૯૬ઈ.સ. ૧૪૪૦),' યોગશાસ્ત્ર બાલા.” (વર્ષ નથી), “ભક્તામરસ્તોત્ર બાલા.” (વર્ષ નથી), Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પર્યતારાધના અથવા આરાધના બાલા.' (વર્ષ નથી), “પડાવશ્યક બાલા.” (વર્ષ નથી), “વિચારગ્રંથ બાલા.” (વર્ષ નથી) અને “નવતત્ત્વ બાલા.” (સં.૧૫૦૨/ ઈ.સ.૧૪૪૬) એ આઠ જેટલા મળે છે. આમાંથી “ષષ્ટિશતક' સંપૂર્ણ અને ‘ઉપદેશમાલા” તથા “યોગશાસ્ત્ર' થોડો ભાગ છપાયેલ છે. આમાં વિવરણ સાથોસાથ કેટલીયે સુંદર દૃષ્ટાંતકથાઓ આપવામાં આવેલી છે. ભાષા કેવી સરળ છે! “કાદંબરી અટવીઈ વટવૃક્ષ બે સૂડા સગા ભાઈ હૂતા. એક સૂડઓ ભલે લીધઓ. પર્વતપાલિ માંહિ બાંધિઓ તેહ જાણી ગિરિ-શુક કહીવરાઈ. બીજઓ સૂડઓ તાપસે લીધઓ તેહના તપોવન માંહિ લાધિઓ તેહ ભણી તે પુષ્પશુક કહી.” સં. ૧૫૦૬ (ઈ.સ. ૧૪૫૦)ની હસ્તપ્રતનો આ પાઠ ભાષા કેટલી અર્વાચીનતા તરફ વળાંક લઈ રહી છે એ જોવા મળે છે. (પ્રાચીન ગુજરાતી ગધસંદર્ભ, પૃ.૯૦) કોઈ દયાસિંહના “સંગ્રહણી બાલા.” (સં.૧૪૯૭ઈ.સ.૧૪૪૧) અને “ક્ષેત્રસમાસ બાલા.” (સં. ૧૫૨૯ઈ.સ.૧૪૭૩) એ બે બાલાવબોધ છે, જેમાં ભાષા અર્વાચીનતા તરફ ઢળતી જોવા મળે છે. જેવી કે – શ્રી ક્ષેત્ર માસની વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્ય પ્રૌઢ મોટી કીધી છઈ... બીજે કેતલે આચાર્ય આપણી આપણી બુદ્ધિનઈ નવાં નવાં સૂત્ર રચા છઇ. નવી નવી વૃદ્ધિ કીધી છઇ. હવડાં...' વગેરે (જે.ગૂ.ક. ૧, પૃ.૬૩) માણિકસુંદરગણિનો ‘ભવભાવના બાલા. (સં.૧૫૦૧/ઈ.સ.૧૪૪૫), મુનિસુંદરસૂરિશિષ્યનો “કલ્યાણમંદિર બાલા.” (સમકાલીન), હેમહંસગણિનો પડાવશ્યક બાલા.” (સં. ૧૫૦૧ ઈ.સ. ૧૪૫), જિનસૂર(?)નો ‘ગૌતમપૃચ્છા બાલા.” (સં.૧૫૦૫ ઈ.સ. ૧૪૪૯ આસપાસ), અજ્ઞાતનો “કાલિકાચાર્ય કથા બાલા.” (સં. ૧૫૧૧/ઈ.સ.૧૪૫૫ પહેલાં.), ‘પડાવશ્યક બાલા.” (સં. ૧૫૧૨ ઈ.સ. ૧૪૫૬) સંગદેવગણિનો પિંડવિશુદ્ધિ બાલા.” (સં. ૧૫૧૩/ઈ.સ. ૧૪પ૭). ધર્મદેવગણિનો “ષષ્ટિશતક બાલા.” (સં. ૧૫૧૫/ઈ.સ. ૧૪૫૯), રામચંદ્રસૂરિનો ‘કલ્પસૂત્ર બાલા.” (સં. ૧પ૧૭/ઈ.સ. ૧૪૬૧ પહેલાં), જયચંદ્રસૂરિનો ચઉસરણ અધ્યયન બાલા.” (સં. ૧૫૧૮ઈ.સ.૧૪૬૨ પહેલાં), મેરુસુંદરના “શત્રુંજય સ્તવન બાલા.” (સં.૧૫૧૮ ઈ.સ. ૧૪૬૨) “શીલોપદેશમાલા બાલા.” (સં. ૧૫૨પ/ઈ.સ.૧૪૬૯), “ષડાવશ્યકસૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર બાલા.” (સં.૧૫૨૫ ઈ.સ. ૧૪૬૯), પુષ્પમાલા બાલા.” (સં. ૧૫૨૮ ઈ.સ. ૧૫૭૨), પંચનિગ્રંથી બાલા.” (વર્ષ નથી), “યોગશાસ્ત્ર બાલા. અથવા યોગપ્રકાશ’ (વર્ષ નથી), ભક્તામર પર કથા અથવા ભક્તામરસ્તોત્ર બાલા.” (વર્ષ નથી), કપૂરપ્રકર બાલા.” (સ.૧૫૩૪ ઈ.સ.૧૪૭૮ પહેલાં), ષષ્ટિશતક વિવરણ” (વર્ષ નથી, મુદ્રિત), વૃત્તરત્નાકર બાલા.' (વર્ષ નથી), “ભાવારિવારણ બાલા.' (વર્ષ Page #76 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય D ૬૩ નથી) અને કલ્પપ્રકરણ બાલા.” (વર્ષ નથી) એ બાર બાલાવબોધ જાણવામાં આવ્યા છે. ઉદયવલ્લભસૂરિનો “ક્ષેત્રસમાસ બાલા.” (સં.૧પ૨૦/ઈ.સ.૧૪૬૪) જયવલ્લભનો “શીલોપદેશમાલા બાલા.” (સં.૧૫૩૦/૧૪૭૪ પહેલાં), નન્નસૂરિનો ઉપદેશમાલા બાલા.” (સં. ૧૫૪૩ઈ.સ. ૧૪૮૭), સુંદરહંસનો પાસત્યાવિચાર' (સં.૧૫૪૦/ઈ.સ.૧૪૭૪ આસપાસ)', હેમવિમલસૂરિનો “કલ્પસૂત્ર બાલા.” (.૧૫૬૮ ઈ.સ.૧૫૧૨ પહેલાં) પાર્શ્વચંદ્રસૂરિના “આચારાંગ બાલા.” દશવૈકાલિકસૂત્ર બાલા.” “પપાતિકસૂત્ર બાલા.” “સૂત્રકાંગસૂત્ર બાલા.” “સાધુપ્રતિકમણ સૂત્ર બાલા.” “રાયપાસેણીસૂત્ર બાલા.” “નવતત્ત્વ બાલા.” “પ્રશ્નવ્યાકરણ - સૂત્ર બાલા.” “ભાષાના ૪૨ ભેદનો બાલા.” “જંબૂચરિત્ર બાલા.” તંદુવેયાલય પયા બાલા.” અને “ચઉસરણ પ્રકીર્ણ બાલા.” (સં. ૧૫૯૭ ઈ.સ. ૧૫૪૧) આ બાર જેટલા, પાર્શ્વચંદ્રસૂરિશિષ્યનો “સત્તરી કર્મગ્રંથ બાલા.” (ગુરના ઉત્તરકાળમાં), બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિનો લોકનાલિકા બાલા. (સં.૧૬૪૬ઈ.સ.૧૫૯૦ પૂર્વે) અમરચંદ્ર-સમરસિંહના ‘સંસ્તારક પ્રકીર્ણક બાલા.', ‘ષડાવશ્યક બાલા.” અને ઉત્તરાધ્યયન બાલા.” (ત્રણે સં.૧૬૨૬ ઈ.સ.૧૫૭૦ પહેલાં), ગુણધીરગણિનો સિદ્ધહેમ આખ્યાન બાલા.” (અજ્ઞાત સમય), મહીરત્નનો “નવતત્ત્વ બાલા.” (અજ્ઞાત સમય) ઉદયધવલનો “પડાવશ્યક બાલા.” (અજ્ઞાત સમય), મહિમાસાગરનો પડાવશ્યક વિવરણ સંક્ષેપાર્થ, (અજ્ઞાત સમય), આ ઉપરાંત જે.ગુ.ક.૧માં પૃ.૩૮૮-૩૯૦માં વીસ જેટલા બાલાવબોધ નોંધાયેલા છે. વળી કોઈ અજ્ઞાતનો ‘ઉપદેશરત્નકોશ બાલા.” (સં. ૧૫૨૫/ઈ.સ. ૧૪૬૯ પહેલાંનો), વિનયમૂર્તિનો પડાવશ્યક બાલા.” (સં. ૧૫૦૯/૧૪૫૩ પહેલાં), અહીં સુધીમાં વિક્રમની ૧૬મી સદી પર્વતના બાલાવબોધ ધ્યાન પર આવ્યા છે. ભાષામાં અર્વાચીન સંસ્કાર છેક તરુણપ્રભથી જોવા મળે છે. જેને લહિયાઓની એ ખાસિયત જોવામાં આવી છે કે લેખનમાં જૂના સંસ્કાર સાચવવા, આમ છતાં ઉચ્ચરિત રૂપ અજાણ્યું પણ નોંધાયેલાં જોવા મળે છે. નોંધપાત્ર એ છે કે બાલાવબોધોનો પ્રવાહ ૧૬મી સદી પછી પણ ચાલુ રહ્યો છે. સોમવિમલસૂરિના દશવૈકાલિકસૂત્ર’ અને ‘કલ્પસૂત્ર'ના બાલાવબોધ એમનું નિધન સં.૧૩૭/ઈ.સ.૧૫૮૧માં થયું તે પૂર્વના છે. સાધૂકીર્તિનો “અજિત શાંતિ સ્તવન બાલા.” (સં.૧૬૧૮ ઈ.સ. ૧૫૬૨), ચારિત્રસિંહનો ‘સમ્યકત્વ બાલા.” (સં.૧૩૩/ઈ.સ.૧૫૭૭), શિવનિધાનના “લઘુસંગ્રહણી બાલા.” (સં.૧૬૮૦ ઈ.સ.૧૬૨૪), “કલ્પસૂત્ર બાલા.” (સં.૧૬૮૦/ઈ.સ. ૧૬૨૪), “ગુણસ્થાનગર્ભિત જિનસ્તવન બાલા.” (સં. ૧૬૯૨ ઈ.સ.૧૬૩૬) અને “કૃષ્ણવેલી બાલા.” (સમકાલ) એ ચાર બાલાવબોધ, સમયસુંદર ઉપાધ્યાયનો પડાવશ્યક સૂત્ર બાલા.” (સં.૧૭૦ ઈ.સ.૧૬૪૪ પૂર્વ), રાજહંસનો દશવૈતાલિકસૂત્ર બાલા.” (૧૬૬રઈ.સ.૧૦૬ પહેલાં), મેઘરાજ (સં.ની ૧૭મી સદીના ઉત્તરાધીના ૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બાલા. મળ્યા છે, પણ એ “સ્તબક = બા' છે. (જે.ગૂ.ક. ૩, પૃ.૭), એ રીતે હર્ષવલ્લભ (સમકાલીન)ના “ઉપાસકદશાંગ”ને બાલા.' કહ્યો છે. તેને કર્તા બાલાવબોધ' પણ કહે છે અને વ્યાખ્યા” તથા “ટબાર્થ” (એજન, પૃ.૯) પણ કહે છે. કનકસુંદરનો “જ્ઞાતાધર્મસૂત્ર બાલા. પણ સ્તબક કહેવાયો છે. જ્યારે ‘દશવૈકાલિકસૂત્ર બાલા.” (સં. ૧૬૬૬ ઈ.સ.૧૬૧૦) તો “બાલા.” જણાય છે. શ્રીપાલ ઋષિનો દશવૈકાલિકસૂત્ર બાલા.” (સં. ૧૬૬૪/ઈ.સ.૧૬૦૮)', યશોવિજયનો “લોકનાલિકા બાલા.” (સં.૧૬૬૫/ઈ.સ. ૧૬૦૯), વિમલકીર્તિના ‘વિચારષત્રિશિકા (દેડક) બાલા.’ અને ‘ષષ્ટિશતક બાલા.” (બંને સં. ૧૬૯૦/ ઈ.સ.૧૬૩૪ આસપાસ), નાનજીનો ‘ઋષિમંડળ બાલા.' (સં.૧૬૭૦ ઈ.સ. ૧૬૧૪), હીરચંદ્રનો કમવિપાક બાલા.” (સમકાલીન), સહજરત્નનો ‘લોકનાલ (દ્વાત્રિશિકા) બાલા.” (સમકાલીન), ઉદયસાગરનો ‘લઘુ) ક્ષેત્રસમાસ બાલા.” (સં.૧૬૭૬ ઈ.સ.૧૬૨૦૨), શ્રીસાર પાઠકનો “ગુણસ્થાનક્રમારોહ બાલા.' (સં.૧૬૮૧/ ઈ.સ.૧૬૨૫), શુભવિજયનો “પાંચ બોલનો મિચ્છામિ દોકડો બાલા.” (સં. ૧૬૫૬ ઈ.સ.૧૬૦૦) – આ બાલા.ની ભાષા “.. તેહ જ પાંચ બોલનુ અર્થ કોઈ એક વિપરીત કરઈ છઈ તે માટે તેહ જ પાંચ બોલનુ અર્થ શાસ્ત્રનઈ અનુસારિં જિમ છઈ તિમ જ લિખીએ છઈ.” (અમદાવાદમાં લખેલ છે) – આમાં “માટેની જોડણીથી પકડાય છે કે ભાષા અર્વાચીન છે, લહિયે અન્યત્ર જૂની જોડણી આપી છે (જે.ગૂ. ક. ૩, પૃ.૨૩૧). | વિજયશેખર (વિ.સં.ની ૧૭મી સદીના ઉત્તરાર્ધ)નો “જ્ઞાતાસૂત્ર બાલા.', જયકીતિનો પ્રતિક્રમણ સૂત્ર બાલા.” (સ.૧૬૯૩/ઈ.સ. ૧૬૩૭), સૂરચંદ્રનો “ચાતુમાસિક વ્યાખ્યાન બાલા.” (સં.૧૬૯૪ ઈ.સ.૧૬૩૮), જ્ઞાનમૂર્તિનો સંગ્રહણી બાલા.' (સમકાલીન), કુશલધીરનો “પૃથ્વીરાજ કૃષ્ણવેલી બાલા.” (સં. ૧૬૯૬) ઈ.સ.૧૬૪૦), ધનવિમલનો “પ્રજ્ઞાપનાસૂત્ર બાલા.” (સં.૧૯૬ો ઈ.સ.૧૬૪૦ આસપાસ), નયવિલાસનો ‘લોકનાલ બાલા.' (સં. ૧૬૯૮ ઈ.સ. ૧૬૪ર પહેલાં), ધનવિજયનો છ કર્મગ્રંથ બાલા.” (સં. ૧૭૦૦ ઈ.સ.૧૬૪૪), આ ઉપરાંત અજ્ઞાત કતઓના આ સદીના ૬૪ જેટલા બાલાવબોધ જાણવામાં આવ્યા છે (એજન, પૃ.૩૪૮-૨૫૬). આ સદીના અજ્ઞાત કતઓના બીજા નવ મળે છે (એજન, પૃ.૩૮૫-૩૯૫). વિક્રમની ૧૮મી સદીમાં પણ બાલાવબોધો રચાયા છે. જયસોમના કર્મગ્રંથ પરના છ બાલાવબોધ, ષષ્ટિશતક બાલા.” અને “સંબોધસત્તરી બાલા.” એને ૧૭મી-૧૮મીની સંધિના કહી શકાય. જિનહર્ષ (જશરાજ)ના બે દીપાલિકાકલ્પ બાલા.” (સં.૧૭૬૩/ઈ.સ. ૧૭૦૭ ?) અને ‘(સ્નાત્ર)પૂજાપંચાશિકા બાલા.)' ક્ષેમવિજયનો “કલ્પસૂત્ર બાલા.” (સં. ૧૭૦૭ઈ.સ. ૧૬પ૧) તેમ ભગવતી સૂત્ર બાલા.” (સં. ૧૭૦૭/ઈ.સ.૧૬૫૧ અને સં.૧૭૩૪/ઈ.સ.૧૬૭૮ વચ્ચે), હંસરાજ Page #78 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય 1 કપ નો ‘દ્રવ્યસંગ્રહ બાલા.” (સં. ૧૭૦૯ઈ.સ.૧૬૫૩ પહેલાં), કેશવજી ઋષિનો ‘દશાશ્રુતસ્કંધ બાલા.” (સં. ૧૭૦૯ઈ.સ.૧૬૫૩), મહાન નૈયાયિક યશોવિજયજીના ઉપચનિર્ગથી બાલા.” “મહાવીરસ્તવન સ્વોપજ્ઞ બાલા.” (સં.૧૭૩૩ ઈ.સ.૧૬૭૭)' “નયચક્રનો બાલા.” દ્રવ્યગુણપયયિ રાસ – સ્વોપજ્ઞ બાલા.” સંયમશ્રેણીવિચાર સ્તવનનો સ્વોપજ્ઞ બાલા.” “સીમંધરસ્તવનનો સ્વોપજ્ઞ બાલા.” અને “જ્ઞાનસાર (સં.)નો સ્વોપજ્ઞ બાલા. (સં. ૧૭૧૧ ઈ.સ.૧૬૫૫થી ૧૭૩૮/ ઈ.સ.૧૬૮૨ સુધીમાં) આ બાલાવબોધો પ્રાપ્ય છે. (એમની ભાષા અવાંચીન બની ગઈ જોવા મળે છે.) અનેક સંસ્કૃત ગ્રંથોના રચયિતા આ વિદ્વાન આચાર્યને હાથે ગુજરાતી ભાષામાં પણ બાળાવબોધો રચાયા છે એ નોંધપાત્ર છે. આ સમયના એક અન્ય યશોવિજયનો ‘તત્ત્વાર્થસૂત્ર બાલા.” પણ જાણવામાં આવ્યો છે. કોઈ વૃદ્ધિવિજયનો ઉપદેશમાલા બાલા.” (સં. ૧૭૩૩/ઈ.સ.૧૬૭૭),’ ઈદ્રૌભાગ્યનો ધૂખ્યાન પ્રબંધ અથવા બાલા.” (સં. ૧૭૧૨ ઈ.સ.૧૬૫૬), માનવિજયગણિનો “ભવભાવના બાલા.” (સં. ૧૭૨૫/ઈ.સ.૧૬૬૯), જિનવિજયનો ષડાવશ્યકસૂત્ર બાલા.” (સં. ૧૭૫૧/ઈ.સ.૧૬૯૫) – આની ભાષા, જેવી કે “સંવચ્છરઈ ચંદ્રમાં ૧ શ્રીકૃષ્ણની પ્રિયતમાં સ્ત્રી રૂમિણી તેહનો પુત્ર પ્રદ્યુમ્ન – કામ તેહના બાણ પાંચ ઋષિ ૭ ક્ષમા ૧ પૃથિવી પ્રમાણ ૧૭પ૧ શ્રી વિજયમાનસૂરિ રાજ્ય દીપાલિકાનાં દિવસઈ પંડિત શ્રી યશવિજયગણિએ પ્રત્યક્ષ પડાવશ્યકના અર્થના ઉદ્યમ પ્રતિ કરતો હવો પંડિત શ્રી જિનવિજયગણિશિષ્ય માંહિ પ્રથમ પંડિત. સમ્યકત્વ સહિત બાર વ્રતની ધારિકા રૂપા શ્રાવિકાના અતિ આગ્રહ થકી પ્રથમ પ્રતિ ગ. દર્શનવિજયનામા શિષ્ય લિખતો હવો. સૂરતિ બંદિરનઈ વિષઈ હર્ષઈ કરી અર્થેતિ સમાપ્તૌ.” (જેન.ગૂ.ક.૪, પૃ.૩૭૯) આમ જોડણી જૂની રાખવાનો પ્રયત્ન જોવા મળે છે. એમનો બીજો “જીવાભિગમસૂત્ર બાલા.' (સં. ૧૭૭૨/ ઈ.સ. ૧૭૧૬), જ્ઞાનવિમલસૂરિ-નયવિમલના “પાક્ષિક ક્ષામણ બાલા.” (સં. ૧૭૭૩ ઈ.સ.૧૭૧૭) “લોકનાલ બાલા.” “સીમંધર જિન સ્તવન બાલા.” “સકલ હતુ બાલા.” “આઠ યોગદૃષ્ટિ વિચાર સઝાયનો બાલા.” અને “આનંદઘન ૨૨ સ્તવન બાલા.” જાણવામાં આવ્યા છે. (એજન, પૃ.૪૧૪–૪૧૭). હંસરત્નનો “અધ્યાત્મકલ્પદ્રુમ બાલા.” (સં.ની ૧૮મી સદીનો પૂવધી, દેવકુશલનો ‘વંદારવૃત્તિ બાલા.” (સં. ૧૭૫૬ઈ.સ૧૭૦૦) અને કલ્પસૂત્ર બાલા.', લક્ષ્મીવિનયનો ભુવનદીપક બાલા.” (સં.૧૭૬૭ઈ.સ.૧૭૧૧), લાધાશાહનો પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર બાલા.” (સં.૧૮૦૭/ઈ.સ.૧૭૫૧, આ ૧૮મી સદીના આરંભમાં રચાયો છે), રામવિજય વાચકના ઉપદેશમાલા બાલા.” (સં.૧૭૮૧/ઈ.સ.૧૭૨૫) અને નેમિનાથ ચરિત્ર બાલા.” (સં.૧૭૮૪ ઈ.સ. ૧૭૨૮), સુખસાગરના “કલ્પસૂત્ર બાલા.” (સં. ૧૭૬૨/ઈ.સ. ૧૭૦૬) દીપાલીકલ્પ બાલા.' (સં.૧૭૬૩/ઈ.સ. ૧૭૦૭), “નવતત્ત્વ બાલા.' અને “પાક્ષિકસૂત્ર Page #79 -------------------------------------------------------------------------- ________________ ss D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બાલા.” (સં. ૧૭૭૩ ઈ.સ. ૧૭૧૭), વિજયેંદ્રસૂરિશિષ્યનો “યૂલિભદ્ર ચરિત્ર બાલા.” (સં.૧૭૬૨ ઈ.સ.૧૭૮૬), દેવચંદ્રગણિના ‘ચોવિસી સ્વોપજ્ઞ બાલા.” (સં.૧૮મીનો ઉત્તરાધ), “ગુરુગુણછત્તીસી બાલા.” “સપ્તસ્મરણ બાલા.” અને “૨૪ દંડક વિચાર બાલા.” (સં.૧૮૦૩/ઈ.સ.૧૭૪૭), પદ્મચંદ્રશિષ્યનો નવતત્ત્વ બાલા.” (હિંદીમાં સં. ૧૭૬૬ઈ.સ.૧૭૧૦), જીવવિજયના “જબૂદ્વીપ- પ્રજ્ઞપ્તિ બાલા.” (સ. ૧૭૭૦ ઈ.સ. ૧૭૧૪) “પ્રજ્ઞાપનાસૂત્ર બાલા.' (સં. ૧૭૮૪) ઈ.સ. ૧૭૨૮) “અધ્યાત્મકલ્પદ્રુમ બાલા.” (સં. ૧૭૯૦ ઈ.સ.૧૭૩૪), છ કર્મગ્રંથ બાલા.” (સં.૧૮૩ઈ.સ. ૧૭૪૭) અને “જીવવિચાર બાલા.” (સમકાલીન), લક્ષ્મીવિમલ - વિબુધવિમલસૂરિનો “સમ્યકત્વપરીક્ષા બાલા.” (સં. ૧૮૧૩ ઈ.સ.૧૭૫૭), જિનસોમનો ‘સિદ્ધપંચાશિકા બાલા.” (સં.૧૭૮૧/ઈ.સ. ૧૭૨૫), હર્ષનિધાનસૂરિનો “રત્નસમુચ્ચય બાલા.” (સં.૧૭૮૩/ઈ.સ.૧૭૨૭ પહેલાં), જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિનો ‘લઘુક્ષેત્રસમાસ બાલા.” (સં. ૧૮મી સદીનો અંતભાગ), લાવણ્યવિજયનો “યોગશાસ્ત્ર બાલા.' (સં.૧૭૮૮ ઈ.સ.૧૭૩૨ પહેલાં). રામવિજય-રૂપચંદના “ભર્તુહરિશતકત્રય બાલા.' (સં.૧૭૮૮ ઈ.સ. ૧૭૩૨), ‘અમરશતક બાલા.' (સ.૧૭૯૧ ઈ.સ. ૧૭૩૫), “સમયસાર બાલા.” (સં. ૧૭૯૮ ઈ.સ.૧૭૪૨), “ભક્તામરસ્તોત્ર બાલા.' (સં.૧૮૧૧/ ઈ.સ.૧૭પપ) અને “નવતત્ત્વ બાલા.” (સં. ૧૮૩૪ઈ.સ.૧૭૭૮) બુંધવિજયનો “યોગશાસ્ત્ર બાલા.” (સં.૧૮૦ઈ.સ. ૧૭૪૪ પહેલાં), ભાનુવિજયનો “પાર્શ્વનાથ ચરિત્ર બાલા.' (સં. ૧૮00ઈ.સ. ૧૭૪૪), ઉપરાંત અજ્ઞાત કઓિના ૧૬૪ જેટલા બાલાવબોધ જાણવામાં આવ્યા છે, સ્તબક-ટબા પણ ઘણા છે. (જે.ગુ.ક. ૫, પૃ.૩૭૪–૩૯૫ અને ૪૩૦-૪૩૬) વિક્રમની ૧૮મી સદીનો ‘બાલાવબોધોનો ફાલ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવો છે. વિરક્ત સાધુવયએ પોતાના જ્ઞાનનો લાભ અન્યોને મળે એ માટે પોતાના સમયનો સદુપયોગ કર્યો છે એ ગુજરાતી ગદ્યના વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર છે. વિક્રમની ૧૯મી સદીમાં આગળ વધતો એ પ્રવાહ વધુ અને વધુ આગળ વધતો રહ્યો છે. જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગરનો “સમ્યકૃત્વ સ્તવ બાલા.” (સં.૧૯મીની ૧લી પચીસી), ઉત્તમવિજયનો શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા. (સં.૧૮૨૪ ઈ.સ. ૧૭૬૮), તત્ત્વહંસનો ભુવનભાનુચરિત્ર બાલા.” (સં. ૧૮૦૧ઈ.સ. ૧૭૪૫), ભક્તિવિજયનો ચિત્રસેન પદ્માવતી ચરિત્ર બાલા.” (૧૯મીનો આરંભ), ધર્મચંદ્રનો “ભુવનદીપક બાલા.” (સં.૧૮૦૬/ઈ.સ.૧૭૫૦), પદ્મવિજયના ગૌતમપૃચ્છા બાલા.” (સં. ૧૮૮૪ઈ.સ. ૧૮૨૮) અને “મહાવીર (હૂંડી) સ્તવન બાલા.” (સં.૧૮૪૯ઈ.સ.૧૭૯૩), ક્ષમા કલ્યાણ વાચકનો “યશોધર ચરિત્ર બાલા.” (સં.૧૮૯૩ ઈ.સ.૧૮૩૭), કાંતિવિજયના ‘ગણધરવાદ બાલા.” (સં. ૧૮૩૮/ઈ.સ. ૧૭૮૨) અને “ક્ષેત્રસમાસ બાલા.” જ્ઞાનસારના “આનંદઘન ચોવીસી Page #80 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય ] ૬૭ બાલા.' (સં.૧૮૬૬/ઈ.સ.૧૮૧૦), ‘આનંદઘન બહુત્તરી બાલા.'’, ‘જિનમતધારક વ્યવસ્થાવર્ણન સ્તવન બાલા.', અધ્યાત્મગીતા: બાલા.' (હિંદી, સં.૧૮૮૦| ઈ.સ.૧૮૨૪) અને ‘સાધુસઝાય બાલા.’ (મુદ્રિત છે), વલ્લભવિજયનો ‘સ્થૂલભદ્રચિરત્ર બાલા. (સં.૧૮૬૪/ઈ.સ.૧૮૦૮) આનંદ-વલ્લભનો દંડક સંગ્રહણી બાલા.' (સં.૧૮૮૦/ઈ.સ.૧૮૨૪), કુંવરવિજયના અધ્યાત્મગીતા બાલા.' (સં. ૧૮૮૨/ઈ.સ.૧૮૨૬), મોહન (મોલ્હા?)નો ‘અનુયોગદ્વાર બાલા.' (સમકાલીન), અજ્ઞાતકર્તાઓના ૧૮૩ જેટલા (જૈ.ગૂ.ક.૬, પૃ.૩૨૪-૩૪૮). વિક્રમની ૧૯મી સદીમાંનો બાલાવબોધો'નો પ્રવાહ ૨૦મી સદીમાં પણ ચાલુ રહ્યો છે, જેવો કે ઋદ્ધિસાર-રામલાલનો ‘સંઘપટ્ટક બાલા.' (હિંદીમાં, સં.૧૯૬૭/ઈ.સ.૧૯૧૧), ઉપરાંત અજ્ઞાતકર્તાઓના ૫૮ જેટલા જાણવામાં આવ્યા છે. (એજન, પૃ.૪૦૦–૪૦૪ અને ૪૧૪–૪૬૯). છેલ્લાં છો સાડાછસ્સો વર્ષોના ગાળામાં મધ્યકાલીન ગુજરાતી ગદ્યની રચનાઓ મોટી સંખ્યામાં થઈ છે. તેઓમાં ‘બાલાવબોધો’ની સંખ્યા પ્રમાણમાં વધુ થઈ છે. સ્તબકો-ટબા પણ થયા છે, પણ એઓની સંખ્યા મર્યાદિત છે, જ્યારે ‘કથાઓ' કહી શકાય તેવી રચનાઓ પણ તદ્દન મર્યાદિત છે. ‘વર્ણકો’અને ‘પૃથ્વીચંદ્રચરિત’ જેવી ગદ્ય આખ્યાયિકા તો ભાગ્યે જ અન્ય જોવા મળે છે. અનુપ્રાસાત્મક ગદ્ય આપતી આવી રચનાઓ સ્વલ્પ જ છે. નોંધવા જેવું છે કે કેટલાક ‘બાલાવબોધો” માત્ર વિવરણસ્વરૂપના હોય છે, જ્યારે કેટલાક ‘બાલાવબોધો'માં વિવરણ સાથોસાથ પ્રસંગને બંધ બેસે એવી દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી હોય છે. સાહિત્યપ્રકારની દૃષ્ટિએ આવા બાલાવબોધો મહત્ત્વ ધરાવે છે. આ કિંમતી સાહિત્ય શબ્દસમૃદ્ધિ, ભાષાનો વિકાસ અને સાહિત્યપ્રકાર આ ત્રણ રીતે આપણું ધન છે. આ કારણે એઓનું પ્રકાશન જરૂરી છે. પ્રો. જયંત કોઠારીએ સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ગ્રંથોનું સંપાદન હાથ પર લઈ જબરદસ્ત પુરુષાર્થ આદર્યો એ છ જેટલા ગ્રંથો પાછળ ખર્ચાયેલા શ્રમથી સમજાય છે. એમનો ૭મો ગ્રંથ પ્રસિદ્ધ ન થયો હોત તો છ ગ્રંથો પાછળ લીધેલી મહેનતનું સાર્થક્ય શંકાસ્પદ રહેત. પાંચ જેટલી વર્ણાનુક્રમણીઓ તે-તે દૃષ્ટિએ મહત્ત્વની છે. આમાંની કૃતિઓની વર્ણાનુક્રમણી વર્ગીકૃત આપવામાં આવી છે અને સાહિત્યપ્રકારોની પણ વર્ગણી આપી છે. મારે ‘બાલાવબોધો’ વિશે જાણવું હતું એ માટે આ વર્ગણી મને ઉપયોગી થઈ છે. એ પછી જ છયે ગ્રંથોનું પ્રત્યેક પાનું જોઈ જવાથી મારી અપેક્ષા પૂર્ણ થઈ. ઉપરની તારવણી આ બે પ્રકારે સહજ બની છે. પ્રો. કોઠારીના ૭ ગ્રંથ ન હોત તો મારો આ પ્રયત્ન સરળતાથી સિદ્ધ થઈ શક્યો ન હોત. અંતમાં મારી એક વિનંતી છે કે કોઈ પણ સંસ્થા, એ પછી જૈન હોય કે જૈનેતર, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જેને ગુજરાતી ભાષાસાહિત્યના પ્રકાશનનું ધ્યેય છે તેણે “બાલાવબોધોના પ્રકાશનની એક યોજના વિચારવી જોઈએ. સેંકડો બાલાવબોધોમાંથી પસંદ કરીને એ માલામાં પ્રસિદ્ધ થયે જાય, જે દરેક ગ્રંથને અંતે શબ્દોની યાદીઓ પણ પ્રસિદ્ધ થતી રહે. Page #82 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદબંધો કિર્તિદા જોશી મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યે આપણી સાહિત્યપરંપરાનો અનેકવિધ વારસો સાચવવાનું અને એને આગળ લઈ જવાનું પુણ્યકાર્ય કર્યું છે. છેક પ્રાકૃતકાળથી ચાલ્યા આવતા કથાપ્રવાહને એણે અપરંપાર રાસાઓના પાત્રમાં ઝીલ્યો છે. એ જ રીતે એણે પરંપરાગત પદ્યબંધોને સાચવ્યા છે, પોતાના સમયના અન્ય વિશાળ સાહિત્યરાશિમાંથી અનેક પદ્યબંધો ઝીલ્યા છે, અને નવા પણ યોજ્યા છે. એટલે મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતામાં પદ્યબંધોનો એક ખજાનો ઊઘડતો દેખાય છે. આ પદ્યબંધોને આપણે આ પ્રમાણે મુખ્ય વર્ગોમાં વિભક્ત કરી શકીએ. ૧. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો, ૨. અપભ્રંશ માત્રામેળ છંદો, ૩. ચારણી છંદો, ૪. દેશી ઢાળો કે દેશીઓ. આ પઘબંધોની સાથે રાગોનો નિર્દેશ પણ ઘણી વાર થયો છે ને એ રીતે આપણી રાગસમૃદ્ધિ પણ એમાં છતી થાય છે. આ પદ્યબંધોનો અભ્યાસ કરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ ઊપસી આવે છે. આપણે હવે તે જોઈએ. ' ૧. અક્ષરમેળ વૃત્તોઃ આ સંસ્કૃતનો વારસો છે. ગુજરાતી જૈન કવિતામાં એના વિનિયોગના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે તારવી શકાય ? (૧) અક્ષરમેળ વૃત્તોનો વપરાશ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી કવિતામાં ઘણો ઓછો છે અને જૈન કવિતામાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. આમ છતાં સંપૂર્ણપણે વૃત્તબદ્ધ એવાં કેટલાંક કાવ્યો મળે છે ખરાં. જેમકે, શાલિસરિનું વિરાટપર્વ' (ઈ.સ. ૧૪૨૨ પહેલાં), આખુંયે કૃતવિલંબિત, માલિની, ઉપજાતિ, સ્વાગતા, વસંતતિલકા વગેરે વૃત્તોમાં રચાયેલું છે. સમગ્ર મધ્યકાલીન કવિતામાં આ પ્રકારનું આ પહેલું જ કાવ્ય છે. કેસરવિમલકત “સુક્તમાલા' (ઈ.સ.૧૬૯૮) પણ વિવિધ વૃત્તોમાં છે. જયશેખરસૂરિકૃત અબુદાચલ વિનતી’ (ઈ.સ. ૧૪00 આસપાસ), લાવણ્યસમયકૃત “ચતુર્વિશતિ જિન સ્તવન” (ઈ.સ.૧૫૩૦ આસપાસ), ભાનુમેરુકૃત ‘સ્તંભન પાર્શ્વનાથ સ્તુતિ (ઈ.સ.સોળમા શતકનો ઉત્તરાધ), ઈશ્વરસૂરિત ‘ઈસરશિક્ષા' (ઈ.સ.૧૬મી સદીનો આરંભ) વગેરે તિઓ સળંગ કોઈ એક વૃત્તમાં રચાયેલી છે. એમાં ઉપજાતિ. માલિની, તવિલંબિત વગેરે વૃત્તો વપરાયાં છે. જોઈ શકાય છે કે લાંબી કથાત્મક અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઔપદેશિક રચનાઓ વિવિધ વૃત્તોમાં છે, જ્યારે સ્તવનાદિ પ્રકારની નાની કૃતિઓ કોઈ એક વૃત્તમાં છે. વૃત્તરચનાનો વિનિયોગ ૧૫મી સદીના આરંભથી ૧૭મી સદીના અંત સુધી વિસ્તરેલો દેખાય છે. (૨) સળંગ વૃત્તબદ્ધ કાવ્યો મળે છે તે ઉપરાંત અન્ય પદ્યબંધોની વચ્ચે છૂટકછૂટક રીતે કે વૈવિધ્ય ખાતર અક્ષરમેળ વૃત્તોનો ઉપયોગ થયો હોય એવા પણ ઘણા દાખલા મળે છે. ઈશ્વરસૂરિકૃત ‘લલિતાંગ ચરિત્ર' (ઈ.સ.૧૫૦૫)માં માત્રામેળ છંદોની સાથે ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા એ વૃત્તો પ્રયોજાયાં છે. કેટલાંક ફાગુ કાવ્યોમાં વિવિધ પ્રકારના છંદોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય છે તેમાં ‘કાવ્ય’ એવાં શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત મુકાતો હોય છે, એ ઉપરાંત સ્રગ્ધરાનો પણ વિનિયોગ થયેલો છે. આ ઉપરાંત પણ ઘણી કૃતિઓમાં વચ્ચેવચ્ચે અક્ષરમેળ વૃત્તો આવેલાં છે. કેટલીક વાર અક્ષરમેળ વૃત્તને શ્લોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. (૩) મધ્યકાલીન સાહિત્યના અક્ષરમેળ વૃત્તબંધનું એક લક્ષણ ખાસ નોંધનીય છે. એમાં કેટલીક વાર વાક્ય એક ચરણમાંથી બીજા ચરણમાં વહે છે ચરણની વચ્ચેથી શરૂ થઈ બીજા ચરણમાં વહે છે તેમ એક શ્લોકમાંથી બીજા શ્લોકમાં વહે છે. વિરાટપર્વ'ના વૃત્તબંધમાં આવા દાખલા જોવા મળ્યા છે. આજે જેને આપણે બળવંતરાયે પ્રતિષ્ઠિત કરેલ સળંગ પઘરચના' તરીકે ઓળખીએ છીએ તેને મળતી આ રચના ગણાય. (૪) ‘વિરાટપર્વ’ના વૃત્તબંધમાં એક શ્લોકનાં બે ચરણ એક વૃત્તમાં હોય અને બીજાં બે ચરણ બીજા વૃત્તમાં હોય એવા પણ દાખલા મળે છે. ૨. માત્રામેળ છંદો ઃ આ અપભ્રંશનો વારસો છે. ગુજરાતી જૈન કવિતામાં એના વિનિયોગના મુદ્દા આ પ્રમાણે તારવી શકાય : (૧) માત્રામેળ છંદો તો મધ્યકાલીન કવિતામાં પ્રચુરતાથી વપરાયેલા છે. ૧૪મી સદી સુધી તો એનું જ ચલણ દેખાય છે. પછીથી માત્રામેળ છંદોની સાથે દેશી ઢાળોનો વિનિયોગ વધતો જાય છે. (૨) માત્રામેળ છંદોમાં સમગ્ર મધ્યકાળમાં વ્યાપક રૂપે પ્રયોજાયેલ તો દુહા અને ચોપાઈ છે. એ જાણે લાંબી કથાત્મક કૃતિનાં તો અનિવાર્ય અંગ છે. એ કારણે એવી કૃતિઓ ‘ચોપાઈ'ના નામથી પણ ઓળખાય છે. એ સિવાય પ્રયોજાયેલા બીજા માત્રામેળ છંદો છે વસ્તુ (= ૨૩ા), ત્રિપદી, સોરઠા, રોળા, હરિગીત, ધઉલ, પવાડો, પધ્યડી, રાસક, અહિલ્લ, મડિલ, ફાગ, ગાથા વગેરે. આ ઉપરાંત એકથી વધુ છંદના મિશ્રણવાળા ચંદ્રાવળા, કુંડલિયા, છપ્પા વગેરે બંધો પણ વપરાયા છે. વસ્તુ છંદનો વપરાશ ધીમેધીમે ઘટતો ગયો છે અને ૧૭મી સદી પછી તો એનો વપરાશ ભાગ્યે જ દેખાય છે. ક્વચિત ‘અડતાલા ચોપાઈ' જેવા ચોપાઈના વિશિષ્ટ પ્રકારનો વિનિયોગ પણ મળે છે. ‘કાવ્યાર્ધબોલી, 'અડિલાધંબોલી' જેવાં નામો Page #84 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો | ૭૧ કદાચ બોલી (ગધ)-મિશ્રિત અડિલા વગેરે છંદો સૂચવતા હોય. એ નોંધપાત્ર છે કે જૈન સાહિત્યમાં કેટલાંક છંદનામોનું સંસ્કૃતીકરણ થયું છે. જેમકે, દુહા માટે “દોગ્ધક' ઉપરાંત દુગ્ધઘટા' એ શબ્દ પણ પ્રયોજાયો છે. (૩) આ માત્રામેળ છંદો ગેય હતા તે ઉપરાંત મધ્યકાલીન ગુજરાતીમાં તો આ માત્રામેળ છંદોની દેશીઓ એટલેકે એને પાયામાં રાખીને રચાયેલી દેશી ઢાળો આસ્તિત્વમાં આવી છે. જેમકે, અઢયાની દેશી, ઉલાલાની દેશી, દોહરાની દેશી એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. () ચોપાઈ જેવા કેટલાક છંદોમાં અને કંડળિયા જેવી રચનારીતિમાં થયેલી સળંગ કૃતિઓ મળે છે પરંતુ દુહા, વસ્તુ જેવા કેટલાક છંદો આંતરેતરે, ઘણી વાર કથાનકના વળાંકને સ્થાને આવતા. તે છંદોમાં થયેલી આખી રચના પ્રમાણમાં ઘણી ઓછી મળે છે. અલબત્ત સુભાષિતો અને ઉપદેશાત્મક અંશો માટે દુહા, કવિત્ત અને છપ્પાનો ઉપયોગ કરવાનો ચાલ હતો. મોટા ભાગની મધ્યકાલીન કૃતિઓ તો અનેક છંદો અને દેશીઓના સહિયારા ઉપયોગથી રચાયેલી છે. ૩. ચારણી છંદોઃ એ અપભ્રંશનો વારસો અને વિકાસ છે. ચારણી શૈલી એક વાક્છટાવાળી વિશિષ્ટ શૈલી છે, જેનાં, જોમ અને ગતિ એ મુખ્ય લક્ષણો છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં એના વિનિયોગના કેટલાક મુદ્દા આ પ્રમાણે તારવી શકાય ? (૧) વિશિષ્ટપણે ચારણી કહેવાય એવા છંદોમાં મોતીદામ, ભૂજંગપ્રયાત, રેડકી, ત્રિભંગી, લીલાવતી, નારાચ, પદ્ધડી, હાટકી વગેરે ગણાવી શકાય. (૨) આ ચારણી છંદોનો પ્રસંગોપાત્ત લાંબી કૃતિઓમાં ઉપયોગ થયો છે તે ઉપરાંત એક યા વધુ ચારણી છંદોથી જ થયેલી રચનાઓ મળે છે, જે “છંદ’ને નામે જ ઓળખાય છે. જેમકે, સહજસુંદરની “ગુણરત્નાકર છંદ, લાવણ્યસમયની રંગરત્નાકર નેમિનાથ છંદ' વગેરે. (જૈન ગૂર્જર કવિઓમાંથી આની વિસ્તૃત યાદી મળી શકે છે.) (૩) ચારણોની સભારંજની શૈલી રાજદરબારો સાથેના સંબંધને આભારી હતી. કેટલાક જૈન સાધુકવિઓ પણ રાજદરબારો સાથે સંબંધ ધરાવતા હતા અને એમણે ચારણી છંદોનો વિશેષ ઉપયોગ કર્યો છે, વિશેષ કુશળતાથી પણ કર્યો છે. જેમકે, વિજયહર્ષના શિષ્ય ધર્મસિંહ (ઈ.સ.૧૭મી–૧૯મી સદી). એમને બિકાનેર વગેરે રાજસ્થાનના રાજવીઓ સાથે સંબંધો હતા. ચારણી છંદો અને પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધોવાળી સભારંજની શૈલીનો એમણે ઘણો ઉપયોગ કર્યો છે. છંદ, કવિત્ત, સવૈયા વગેરે નામથી તેમણે ચારણી શૈલીની સળંગ રચનાઓ પણ કરેલી છે. રાજવીઓ પાસેથી “કવિરાજ અને “કવિબહાદુર' જેવાં બિરુદ જેમણે મેળવ્યાં હતાં એ દીપવિજય (ઈ.સ.૧૮મી–૧૯મી સદી) પણ ચારણી છંદોની કુશળતા બતાવે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ૪. દેશીઓ : આપણે આગળ જોયું તેમ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં માત્રામેળ છંદો દેશીઓ તરીકે પ્રયોજાયા છે. તે ઉપરાંત સંખ્યાબંધ અન્ય દેશી ઢાળો પણ વપરાયેલ છે. એના પાયામાં તો કોઈ માત્રામેળ હોય જ છે પરંતુ ગેયતા એનું પ્રધાન લક્ષણ છે. ગુજરાતી જૈન કવિતામાં આ દેશીઓના વિનિયોગના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે તારવી શકાય : (૧) ૧૫મી સદી પછી જૈન કવિતામાં દેશીઓનું પ્રમાણ વધતું રહ્યું છે અને પછીથી તો એ જ રચનાનું મુખ્ય અંગ બની ગયું છે. રાસ વગેરે પ્રકારની કૃતિઓમાં ‘ઢાળ’ નામથી જે મુખ્ય ભાગ આવતો તે દેશીઓમાં જ આવતો. જૈનેતર પરંપરામાં આખ્યાનો દેશીઓમાં રચાયેલાં છે પરંતુ પદ્યવાર્તાનો બંધ સામાન્ય રીતે દુહા, ચોપાઈ જેવા માત્રામેળ છંદોનો જ રહ્યો છે. જૈન પરંપરામાં પદ્યવાર્તાઓ પણ એ ‘રાસ’ ‘ચોપાઈ’ એવા નામથી જ ઓળખાતી – મુખ્યત્વે દેશીબંધમાં જ રચાઈ છે. (૨) જૈન કવિતામાં વપરાયેલી દેશીઓનું વૈવિધ્ય જૈનેતર કવિતાને મુકાબલે ઘણું વધારે હોય એવું દેખાય છે. વળી, જૈન પરંપરામાં વપરાયેલી દેશીની પંક્તિ ઢાળને આરંભે નોંધવાની પ્રથા અત્યંત વ્યાપક છે. આને કારણે. વપરાયેલી દેશીઓની નોંધ પણ આપણને મળી શકે છે. મોહનલાલ દ. દેશાઈએ જૈન ગૂર્જર કવિઓ' (પહેલી આવૃત્તિ, ભા.૩, પૃ.૧૮૩૩થી ૨૧૦૪)માં દેશીઓની યાદી આપી છે તેમાં ૨૩૨૮ + ૧૨૩ દેશીઓ નોંધાયેલી છે. પાછળની યાદીમાંથી ૧૦૭ દેશીઓ તો હસ્તપ્રત રૂપે મળતા દેશીઓના સંગ્રહની જ છે. એટલેકે જૈન કવિઓએ દેશીઓની સૂચિ પણ કરી છે. આ હકીકત દેશીઓના ઉપયોગ અંગેના એમના પ્રબળ વલણની નિદર્શક છે. ૧૨૩ માંહેની ૧૭ તો દેશાઈએ વપરાયેલી દેશીની આખી કૃતિઓ આપી છે તે છે. (૩) વસ્તુતઃ નોંધાયેલી આટલીબધી દેશીઓ બધી જ એકબીજાથી જુદા જ ગેય ઢાળનો નિર્દેશ કરતી હોય એવું ન જ બને. દેશીની પંક્તિ જુદી હોય પણ ઢાળ એક જ હોય એવું બની શકે. એક કવિએ જૂની કોઈ રચનાની પંક્તિને પોતાની રચનાની દેશી તરીકે નિર્દેશી હોય અને પછીથી આ કવિની જ પંક્તિ દેશી તરીકે ઉદ્ધૃત થાય એવું બની શકે અને બન્યું પણ છે. સંખ્યાનો વધારો આને આભારી છે. કોઈ અભ્યાસી આ નોંધાયેલી દેશીઓમાં ખરેખર કેટલી જુદી ઢાળો છે તે નક્કી કરી શકે. - દેશાઈએ આપેલી દેશીસૂચિમાં આરંભના શબ્દના ફરકથી એક ને એક દેશી જ ફરી વાર નોંધાઈ ગઈ હોય એવું બન્યું છે. એમણે પોતે આવો નિર્દેશ કેટલેક સ્થાને કર્યો છે અને રિવલ્લભ ભાયાણીએ આવાં બીજાં ઘણાં સ્થાનો બતાવ્યાં છે. આ રીતે પણ દેશીઓની સંખ્યા વધી છે. જોકે, આ બધું વિચારતાં પણ દેશાઈએ કરેલી યાદી મધ્યકાળમાં જૈનોએ વાપરેલી દેશીઓની અપાર સમૃદ્ધિ બતાવે જ છે. (૪) દેશીઓ વિવિધ પ્રકારે ઉલ્લેખાયેલી જોવા મળે છે. કેટલીક વાર એકાદ Page #86 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો ૭૩ શબ્દથી જ દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “સાહેલડીયાની દેશી.' ક્યારેક અડધી પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “અહો મતવાલે સાજના' ક્યારેક આખી પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “ગોરી ગાગર મદ ભરી રે, રતનપીયાલા હાથ, ધણ રા ઢોલા.' ક્યારેક બે પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, તમે પાટણ દેસે જાજ્યો, પાટણની પટોલી લાજો હો માણા. ઘણું સવાદી ઢોલા ! સનેહી વાહલા ! લાગો નેહ ન તોડો. કેટલીક વાર આથી વધારે અંશ દેશી તરીકે ઉદ્ધત થયો હોય તેવાં દૃષ્ટાંતો પણ મળે છે. દેશાઈએ હસ્તપ્રતોને આધારે ૧૦૭ દેશીઓની જે યાદી આપી છે તેમાં પાંચ કડી સુધીની દેશીઓ મળે છે. કોઈક તો આખી કૃતિ જ છે. દેશાઈએ આ યાદીને “મોટી દેશીઓની અનુક્રમણિકા' એવું શીર્ષક પણ આપ્યું છે. (૫) ઉદ્ધત થયેલી દેશીઓ ભિન્નભિન્ન ભાષાની જોવા મળે છે. એમાં ગુજરાતી રાજસ્થાનીની રચનાઓ તો હોય જ, પણ તે ઉપરાંત વ્રજભાષા (હિન્દી), સિંધી, પંજાબી તેમજ મારવાડી. મેવાડી વગેરે બોલીઓની રચનાઓની પંક્તિઓ પણ વપરાયેલી છે. સમયસુંદરે તો પોતે વાપરેલી દેશીઓના આ પ્રકારના વૈવિધ્યનો નિર્દેશ પણ ક્યાં છે. “મૃગાવતી રાસમાં પોતે “સંધિ પૂરવ મરુધર ગુજરાતી, ઢાલ નવિનવ ભાતી' વાપરી છે એમ કહ્યું છે. સંધિ એટલે સિંધની. પુરવ એટલે પૂર્વ હિન્દની એટલે હિન્દી, મરુધર એટલે મારવાડી. ઉપરાંત, મારવાડની ઢુંઢાડી. મેવાડી તેમજ દિલ્હીની ભાષાની ઢાલ પણ એમણે વાપરી છે. એમણે યોજેલી દેશનાં ગીતો મેડા, નાગોર વગેરે પ્રદેશમાં પ્રસિદ્ધ હોવાનું એમણે નોંધ્યું છે. આનો અર્થ એ છે કે કવિએ આ દેશીવૈવિધ્ય જાણકારીથી અને સભાનતાથી આપ્યું છે. (૬) ઉદ્ધત થયેલી દેશીઓ અનામી લોકગીતો વગેરેની છે તેમ નામી કવિઓની રચનાઓની પણ છે. ઘણી દેશીઓની મૂળ કૃતિ આપણે શોધી પણ શકીએ. “જૈન ગૂર્જર કવિઓની દેશી-સૂચિમાં દેશાઈએ ઘણે સ્થાને એ દેશના મૂળનો ઉલ્લેખ કર્યો છે. જેમકે, “અજિત નિણંદ સું પ્રીતડી’ એ યશોવિજયકૃત. અજિત સ્તવનની પંક્તિ છે અને જ્ઞાનવિમલ વગેરેની કૃતિઓમાં એ દેશી વપરાઈ છે. જૈનેતર કવિઓની પણ પંક્તિઓ ઉદ્ધત થયેલી છે. જેમકે, વલ્લભ ભટ્ટના ગરબાની “મા પાવા તે ગઢથી ઉતય' એ પંક્તિ. જિનહર્ષની “વીશી'માં ઉદ્ધત થયેલી છે. કવિ પોતાની જ અન્ય રચનાની દેશીમાં લખે એવું પણ બને છે. સમયસુંદર દેશી. તરીકે પોતાની જ અન્ય રચનાઓની પંક્તિઓ ઉદ્ધત કરી છે. કોઈ વાર પંક્તિ ઉદ્ધત કર્યા વગર જાણીતી રચનાના નામ સાથે દેશીનો ઉલ્લેખ થતો હોય છે. જેમકે, “સુદામાના ગીતની દેશી', “સીતાવેલની દેશી'. કોઈ વાર કવિનામનો પણ નિર્દેશ હોય છે. જેમકે, “થોભણના બારમાસની દેશી' વગેરે. (૭) દેશીઓનાં આ પ્રકારનાં ઉદ્ધરણો કેટલાંક ઐતિહાસિક તથ્યો ઉઘાડી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આપે છે. ખાસ કરીને કવિઓના સમયનિર્ણયમાં એ કામ આવે છે. દેશાઈએ આનંદઘનજીનો સમય એમણે જે કવિઓની કૃતિની પંક્તિઓ દેશી તરીકે ઉદ્ધૃત કરી છે એને આધારે કર્યો છે (મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, અધ્યાત્મીશ્રી આનંદઘન અને શ્રી યશોવિજય). ‘મા પાવા તે ગઢથી ઊતર્યં' એ વલ્લભ ભટ્ટની પંક્તિ સં.૧૭૬૧માં રચાયેલી જિનહર્ષની ‘વીશી’માં ઉદ્ધૃત થયેલ છે તેથી વલ્લભ ભટ્ટનો એ ગરબો તે પૂર્વે રચાયો હતો એમ નક્કી થાય છે. વલ્લભ ભટ્ટની અન્ય કોઈ કૃતિ સં.૧૭૯૨ પહેલાંની નોંધાયેલી નથી તેથી આ સમયનિર્દેશ વલ્લભના સમયને વહેલો લઈ જવામાં મદદરૂપ થાય છે. (૮) કેટલાક જૈન કવિઓ પોતાની કૃતિમાં દરેક ઢાળમાં જુદીજુદી દેશી (અને જુદો રાગ પણ) પ્રયોજે છે અને એવો ઉલ્લેખ પણ કરે છે. આ હકીકત પણ આ કવિઓના દેશી વૈવિધ્ય (અને રાવૈવિધ્ય પણ) પ્રત્યેના આકર્ષણની સૂચક છે. રાજસિંહકૃત ૨૭ ઢાળની આરામશોભા ચિરત્ર'માં બધી ઢાળમાં જુદીજુદી દેશીઓનો નિર્દેશ થયો છે. કનકસુંદરે તો ‘હરિશ્ચંદ્ર રાસ’માં પોતે જ કહ્યું છે છત્રીસે જૂજૂઆ, વિનિવ ઢાલ રસાલ.’ ‘રાગ (૯) ઉદ્ધૃત થયેલી દેશીઓ જૈન સ્તવનો વગેરેમાંથી તો હોય જ. પણ તે ઉપરાંત દેશીઓ ગરબા, રાસ, લોકગીત, વિવાહગીત, ભક્તિવૈરાગ્યના પદ કે ભજન વગેરે પ્રકારોમાંથી લેવામાં આવી છે. એમાં સ્વાભાવિક રીતે જ કૃષ્ણ, રામ, માતાજી વગેરે વિષયક રચનાઓ સ્થાન પામી છે. આ દેશીઓમાંથી ૨૦૦ જેટલી તો કૃષ્ણવિષયક રચનાઓની છે, જે એ વિષયની અસાધારણ લોકપ્રિયતા દર્શાવે છે. આપણે આ બધા વિષય-પ્રકારોનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ. (ક) ગરબાની પંક્તિઓ : ૧. ગરબઉ કઉણનઇ કોરાવ્યઉ કિ નંદજી રે લાલ, ગરબઉ પારવતી રે સિરે સોહે નંદજી રે લાલ. ૨. જોગમાયા ગરબે રમે રે. ૩. મા પાવાગઢથી ઊતર્યાં રે મા. ૪. મેઘ અંધારી રે, રાતડી ને મીઠડા બે અસવાર. ૫. સાબરમતિએ આવ્યાં છે જળપૂર જો, ચારે ને કાંઠે માતા રમી વળ્યાં રે. - આ ગરબાઓમાં માતાજી ઉપરાંત કૃષ્ણનો પણ ઉલ્લેખ છે તે જોઈ શકાય છે. (ખ) ભક્તિ અને વૈરાગ્યભાવનાં ભજનો અને ગીતોની પંક્તિઓ : ૧. ગોવિંદો પ્રાણ હમારો રે, મોને જુગ લાગે ખારો રે. ૨. ચેત તો ચેતવું તૂને રે, પામર પ્રાણી. ૩. મારો મારો સાપિણી નિરમલ બૈઠી, ત્રિભુવન ડસીયા ગોરખ દીઠી. Page #88 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો ! ૭૫ (ગ) વિવાહગીતોની પંક્તિઓ : ૧. ભમરો ઊડે રંગ મોહલમાં રે. પડે રે નગારાની ધ્રોસ રે. ભમર તારી જાનમાં રે, ૨. ઓલે કાંઠે ગંગા ને પેલે કાંઠે યમુના. ૩. સાહેલ્યાં હે આંબો મોરીયો. ૪. પીઠીપીઠી કરે પટરાણી. (૧) લોકગીતોની પંક્તિઓ : ૧. છાણા વીણવા હું ગઈ રે. ૨. ફતમલ પાણીડા ગઈ'તી તલાવ, કાંટો લાગે રે કાચી કેર રો. ૩. જાઓ જાઓ રે રૂઠડા નાથ, તમ શું નહીં બોલું. (૨) કૃષ્ણવિષયક પંક્તિઓ : ૧. ગરબે રમવા આવિ, માત જસોદા તો નઈ વનવું રે. ૨. ગોકલ ગાંમઈ ગોંદરઇ જો, મહીડઉ વેચણ ગઈથી જો. ૩. નવી નવી નગરીમાં વસઈ રે સોનાર, કાન્હજી ઘડાવઈ નવસર હાર. (છ) રામવિષયક પંક્તિઓ : ૧. મોરું મન મોહ્યલ રે, રૂડા રામ મ્યું રે. ૨. આવઉ ગરબા રમીયાં, રૂડા રામ મ્યું રે. (૧૦) અક્ષરમેળ વૃત્તબંધમાં એકથી વધુ ચરણમાં વહેતું હોય એવું વાક્ય મળે છે એવું આપણે આગળ નોંધ્યું. ગેય દેશીબંધમાં પણ વાક્ય એક ચરણમાંથી બીજા ચરણમાં જ નહીં પણ એક કડીમાંથી બીજી કડીમાં વહે એવા દાખલા મળે છે તે જરા વિલક્ષણ લાગે એવી વાત છે. દા.ત. જયવંતસૂરિકૃત ‘ઋષિદત્ત રાસમાં નીચેની પંક્તિઓ જુઓ : તિણિ નિશિ કુમારનાં નિદ્રા નાવી, ચિંતઈ વિસવા વસઈ, પ્રાણ પ્રીઆનઈ દોહિલી વેલા. એ તો આવી દઈ. (૧૬.૪) આમાં પહેલી પંક્તિના વિસવા વીસઈનો અન્વય બીજી પંક્તિ સાથે છે. “મારી પ્રાણપ્રિયાને નક્કી સંકટની વેળા આવી છે એવું વાક્ય એમાં રહેલું છે. હવે સમયપ્રમોદકૃત ‘આરામશોભા ચોપાઈ'ની નીચેની બે કડીઓ જુઓ : કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા હાં તાણ, માની રાયવચત્ર, પુરુષે નારિ અધત્ર. ૧૮૭ બાંધી પાછલી બાંહિ, વેણીદંડ સું સાહી રાય તણઈ પાસિ આણી, ચોર સરખીય જાણી. ૧૮૮ અહીં ‘રાજપુરુષ એ અધન્ય નારીને પાછળ હાથ બાંધીને...' એ વાક્ય બે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કડીમાં વહેંચાયેલું છે. (૧૧) દેશીઓની સાથે તેમજ સ્વતંત્ર રીતે ઘણા રાગો ઉલ્લેખાયેલા છે ઢાળને આરંભે તેમજ કવિના કૃતિ માંહેના ઉલ્લેખમાં પણ. નિરંજના વોરા સંપાદિત દેશીઓની સૂચિ’માં ૫૦ ઉપરાંત રાગોની સૂચિ આપવામાં આવી છે. એમાં રાગના પેટાપ્રકારો પણ જોવા મળે છે. જેમકે, કાફી – પંજાબી અને હુસેની. મિશ્ર રાગો પણ જોવા મળે છે. જેમકે, આશાવરી-સિંધુઓ, પરિજયો-મારુ, વસંત-કેદારૢ વગેરે. આ હકીકત જૈન કવિઓની માત્ર પદ્યબંધકુશળતા નહીં પણ સંગીતકુશળતાનો પણ નિર્દેશ કરે છે. મધ્યકાળમાં પદ્યબંધની સાથે સંગીતના રાગ પણ જોડાયેલા રહેતા એ પણ આના પરથી સમજાય છે. એ સ્પષ્ટ છે કે મધ્યકાલીન જૈન કવિતામાં વપરાયેલા પદ્યબંધો આપણું અમૂલું ધન છે. સંદર્ભસૂચિ : ૧. જૈન ગૂર્જર કવિઓ, પહેલી આવૃત્તિ, ભા.૩, પ્રયોજક મોહનલાલ ૬. દેશાઈ, ૧૯૪૪. ૨. દેશીઓની સૂચિ, સંપા. નિરંજના વોરા, ૧૯૯૦. ૩. આનંદ કાવ્ય મહૌદધિ, ભા.૭, સંગ્રા. મુનિરાજ શ્રી સંપતવિજય, વિ.સં.૧૯૮૨ – ‘કવિવર સમયસુંદર', મોહનલાલ દ. દેશાઈ. ૪. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ભા.૨, સંપા. ઉમાશંકર જોશી વગેરે મધ્યકાલીન પઘસાહિત્યનો છંદોબંધ', હરિવલ્લભ ભાયાણી. નોંધ : આ લેખ ઉપરની સામગ્રીને આધારે કરેલી તારવણી છે. એમાં ‘દેશીઓની સૂચિઓ'માંનાં હરિવલ્લભ ભાયાણીનાં બે લખાણોનો વિશેષપણેં આધાર લીધો છે. ઉપરાંત જયંત કોઠારીનાં માર્ગદર્શન અને મદદ મળ્યાં છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં કાવ્યતત્ત્વ : સંક્ષિપ્ત દિગ્દર્શન પ્રવીણ શાહ ભારતિ ભગવતિ મામ ધરી, ગુરુપય નમિ પવિત્ર, બોલિશુ બુદ્ધિઆગલઉં, સૂરિસર તણઉં કવિત્ત. આજના પરિસંવાદના સાહિત્યને લગતા મારા વિષયની સાહિત્યિક પરંપરામાં તથા આજનો શુભ પ્રસંગ – બંનેને અનુરૂપ એવું મંગલાચરણ કરી હું મારો નિબંધ શરૂ કર્યું. આજે જ્યારે ગુજરાતી સાહિત્યમાં આકૃતિ, ઇબારત અને અભિવ્યક્તિ પરત્વે નવો જ મત સ્થિર થવા લાગ્યો છે, કવિતા વધુ ને વધુ વ્યક્તિવાદી બનતી જાય છે, ભાવકથી નિરપેક્ષ અભિવ્યક્તિની હિમાયત કરી પ્રત્યાયનની જવાબદારીથી કવિ મુક્ત થવા માગે છે ત્યારે, આજથી સૈકાઓ પૂર્વે થયેલા, તપસંયમને વરેલા જૈન સાધુસૂરિઓએ ભલે તત્કાલીન સાહિત્યિક પરંપરાની મર્યાદામાં રહીને પણ જે સર્જન કર્યું છે તેને રસપૂર્વક, ધીરજથી ઝીણી નજરે જોવા-તપાસવાનું જરૂરી બને. જેમ આધુનિકોની કાવ્યપ્રવૃત્તિ ગમે તેટલી સંદિગ્ધ હોય. ચેષ્ટા ગમે તેટલી અસંબદ્ધ કે વાંકી-ટેડી હોય, પણ તેની અવહેલના કરવાનું પાપ કોઈ પેઢી કરી શકે નહીં તેમ આ સૈકા જૂના સાહિત્યની ધાર્મિકતા, પરંપરાગતતા કે અન્ય કારણોસર અવગણના કરવા જેટલો ગંભીર, જીવનનો તો ઠીક, સાહિત્યનો દ્રોહ બીજો કોઈ નહીં હોય. કવિતા જો આનંદજનક પ્રવૃત્તિ બની રહેતી હોય તો એમાં શું જૂનું કે શું નવું ? નિબંધના વિષયસંદર્ભમાં મેં જે કૃતિઓ ફરીફરી તપાસી ઉપયોગમાં લીધી છે તેમાં મને જે ગમી ગયું, મારા અંતરને પમરાવી ગયું, બુદ્ધિને સ્પર્શ કરી ગયું, કાનને શ્રવણનો આનંદ આપી ગયું, આંખોમાં જીવંત સ્વરૂપે રમી રહ્યું તે દરેક તત્ત્વ મારે માટે તો કાવ્યતત્ત્વ જ છે. પછી ભલે તે તીવ્ર, ઉત્કટ સંવેદનાની અસરકારક અભિવ્યક્તિ હોય, ઉત્સુકતા, વ્યાકુળતા, પરવશતા, નિરાશા-આશા, રોષ સર્વ ભાવોને ભિન્નભિન્ન સંદર્ભો, વિભાવો, પ્રતીકો, અલંકારો અને ઉક્તિલઢણોથી ચિત્રમય અને હૃદયસ્પર્શી બનાવી દેતી કવિકલમની સતેજતા હોય, ભાવને વધુ સચોટ બનાવતું પ્રકૃતિનિરૂપણ હોય. પાત્રોની સંવાદયોજના હોય, મૌલિક અને મનોહર અલંકારોનું ગ્રંથન હોય. કાવ્યને સુગેય બનાવતી ધ્રુવપદ, પાદપૂરક આંતરયમક અને પ્રાસાનુપ્રાસની પ્રયુક્તિ (device) હોય, વ્યવહારજીવનનાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સુભગ ચિત્રોનું આલેખન હોય, ભાવોચિત લાલિત્ય હોય કે સમકાલીન જીવનની રંગપૂરણી હોય. બેપાંચ ક્ષણો માટે પણ નિરતિશય આનંદની સમાધિ લાગી જાય, કવિનિર્મિત ભાવસૃષ્ટિમાં રમમાણ થઈ જવાય તો બસ ! ઈ.સ.ની બારમીથી ૧૯મી સદી સુધીના સમયમાં આપણને કક્કો, વિવાહલઉ, ચર્ચરી, બારમાસા, ફાગુ, રાસ, પ્રબંધ, પદ્યવાર્તા સ્વરૂપની અનેકાનેક જૈન કૃતિઓ મળે છે. એમાંથી પ્રગટ કૃતિઓના ધાર્મિક અંશોને હાલ પૂરતું બાજુએ રાખી તેમાં પ્રગટ થતું કાવ્યતત્ત્વ જોવા-તપાસવાનો મારા આ નિબંધનો અભિગમ છે. વીગતે જોઈએ ઃ ઋતુવર્ણનની આપણી ઘણી જૂની પરંપરા છે. અવિચીન ભારતીય આર્યભાષાઓના જૂના સાહિત્યમાં તે બારમાસ-વર્ણન રૂપે મળે છે. એમાં વિરહ અને મિલનના શૃંગારિક ભાવોને કેન્દ્રવર્તી બનાવવાનું વલણ વિકસ્યું છે. પરિણામે કાવ્યતત્ત્વને માટે વધુ અવકાશ ઊભો થાય છે. નેમિનાથ-રાજિમતી તથા સ્થૂલિભદ્ર-કોશાની કથા શૃંગાર અને ઉપશમ બંનેના આલેખનને અવકાશ આપતી હોઈ તે ઘણી બારમાસીઓનો વિષય બની છે. એ જોતાં વિષયનું નાવીન્ય તો નથી, પણ વિષનિરૂપણ કે રચનારીતિમાં છંદ, અલંકાર, વર્ણન કે રસનિરૂપણોમાં જે તે જૈનસૂરિનું કવિકર્મ વિમલ પ્રતિભાવાળા વાચકને અચૂક આનંદ આપી શકે તેવું છે. જેમકે વિનયચંદ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા' (ઈ.સ.૧૨૯૭ આસપાસ)માં ત્રણત્રણ કડીના પ્રત્યેક વિભાગમાં પ્રકૃતિવર્ણન સાથે રાજિમતીની વિરહવેદના, પિયુમિલનની ઝંખના, સખીઓનું સાંત્વન અને રાજિમતીનો જવાબ એવી સંવાદયોજના, મૌલિક, મનોહર અલંકારોનું તથા ભાવને ઉપકારક છંદનું એવું સંયોજન છે કે શુદ્ધ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ પણ કૃતિ મૂલ્યવાન સિદ્ધ થાય છે. એકાદબે ઉદાહરણ જુઓ : ‘શ્રાવણિ સરવણિ કડુાં મેહુ ગજ્જઇ, વિરહિ ૨િ ઝિજ્જ્ઞઇ દેહું; વિજુજ ઝબક્કઈ રાસિ જેવ, નૈમિહિ વિષ્ણુ, સહી ! સહિયઇ કેમ ?' સખી ભણઇ, ‘સામિણિ ! મ-ન ઝૂરિ, દુજ્જણ તણા મ વંછિત પૂરિ, ગયઉ નૈમિ તઉ વિણઠઉ કાઇ ? અછઇ અનેરા વરહ સયાઇ.' બોલઇ રાજલ તઉ ઇહુ વયણુ : “નત્થી નેમિ-સમં વ૨-૨૫ણુ; ધરઇ તેજુ ગહગણ સિવ તાવ, ગયિણ ન ઉર્ગીઇ દિણયરુ જાવ.' જયવંતસૂરિકૃત 'નેમિનાથ-રામિતી બારમાસ'માં કવિએ રાજિમતીની વિરહવ્યથા, ઉત્સુકતા, પરવશતા, વ્યાકુળતા, નિરાશા-આશા એ સર્વ ભાવોને તેમાં ભિન્નભિન્ન સંદર્ભો, વિભાવો, પ્રતીકો, અલંકારો પ્રયોજી ચિત્રમય અને હૃદયસ્પર્શી બનાવ્યા છે ઃ પીઈ તિજી તિમ આસોઇ કિ, પીછ જિમ મોરડઇ રે, ઝૂરી ઝૂરી હૂઈ પંજર [[ક] છાની ઓરડઇ રે, Page #92 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં કાવ્યતત્ત્વ : સંક્ષિપ્ત દિગ્દર્શન ] ૭૯ શીતલ જલ ભરી ચીર કિ તનિ સીચાઈ સહી રે, વિરહ-અંગીઠી-તાપ તે, ખીણ સૂકઈ સહી રે. પહિલઉં પ્રીતિ-અંકરડુ હો, તઈ રોપ્યઉ નયનેણ મઈ મન-મંડપ મોટી કરિઉ હો, હવઈ તું છેદઈ કેણિ? માણિક્યવિનયકૃત બેનેમિ-રાજિમતી બારમાસા'નાં સુંદર ભાવચિત્રો, અલંકારોનું સંયોજન અને શબ્દલાલિત્ય પણ મોહ પમાડે તેવાં છે : ફાગુણ નાહ નહી ધરે, કણ લડાવિ રે લાડ ? આંસુયડે ઝડ લાગી રે, દુઃખનાં ઊગ્યાં ઝાડ, વનવન કેસુ રે ફૂલિયાં ફૂલડાં સોહિ રે સાર, માનું એ વિરાગ્નિ તણાઅધબલતા અંગાર. આ અને આવાં તો અનેક ઉદાહરણો કાવ્યતત્ત્વનિરૂપણની જે-તે જૈન કવિઓની પ્રશસ્ય હથોટીનાં દ્યોતક છે. વસંતવર્ણન નિમિત્તે જેમાં શૃંગારરસનિરૂપણની બધી જ સામગ્રી રજૂ થાય તે ફાગુ'ને સાંપ્રદાયિક રૂપ આપતી ઘણી જૈન કૃતિઓ છે. તેમાં વસંત કે વસંતેતર ઋતુ, નારી સૌંદર્ય શૃંગારપ્રસાધન અને યુવાન હૈયાઓના મિલન-વિરહના ભાવનિરૂપણમાં પણ કાવ્યતત્ત્વ માટે અવકાશ ઊભો થાય છે. કેટલીક કૃતિઓમાં આ રસસ્થાનો ખૂબ ખીલ્યાં છે, જેમકે જિનપદ્રસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ'માં સ્થૂલિભદ્રના સ્વાગત માટે સોળ શણગાર સજી ઊભેલી કોશાના દેહ અને શૃંગારપ્રસાધનનું વર્ણન જુઓ : કન્નજુયલ જસુ હિલીંત, કિર મયણહિંડોલા ચંચલ ચપલ તરંગચંગ, જસુ નયણકચોલા, સોહઈ જાસુ કપોલ પાલિ, જાણ ગાલિમસૂરા, કોમલ વિમલ સુકંઠું જાસુ વાજાં સંખતૂરા. રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગુ'માં વર-કન્યાનાં દેહસૌંદર્ય. જાનૈયાના શણગાર, અને લગ્નપ્રસંગોચિત ઉત્સાહપ્રદ વાતાવરણ વગેરેનું નિરૂપણ પણ આફ્લાદક છે. આ બંનેમાં નાયક-નાયિકાના સૌંદર્યવર્ણન તથા એકબીજા માટેના ઉત્કટ પ્રણયઆલેખનમાં શૃંગારનું નિરૂપણ એમના કવિઓની ઊંચી કવિત્વશક્તિની સાખ પૂરે છે. રત્નમંડિતગણિકૃત “નારી નિરાસફાગ' (ઈ.સ. ૧૪૯ આસપાસ) એનાં વસ્તુ અને નિરૂપણની દૃષ્ટિએ વિશિષ્ટ છે. એની સમગ્ર કાવ્યધાટી ‘વસંતવિલાસની છે છતાં એની શૃંગારભાવનાનો નિરાસ કરવાના ખ્યાલથી આ કાવ્ય રચાયું છે. આવો ખ્યાલ માત્ર જ આકર્ષક નથી ? શૃંગારભાવનો નિરાસ પણ કેટલો પ્રતીતિયુક્ત છે ! વિકસિત-પંકજપાંખડી, આંખડી ઉપમ ટાલી, તે વિષ લિલિ તલાવલી, સા વલી પાંપિણી પાલિ. WWW.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય હાર મિસિં મુખ સામુ કિ, વાસુકિ મૂકઈ ફંક, તિણિ તીર્ણિ કરી મહિલીંઇ, ગહિલીઈ ચતુર અચૂક. મયણ-પારધિ કર લાકડી, સા કડિ લંકિહી ઝીણ, ઈમ કિ કહઈ જુવતીવસ, જીવ સવે હુંઈ ખીણ. મધ્યકાળમાં ગુજરાતને સારું એવું રાસસાહિત્ય જૈનોને હાથે મળ્યું છે. રાસ સુગેય કાવ્યપ્રબંધ છે અને એની પ્રારંભની રચનાઓ ટૂંકી, ઊર્મિકાવ્ય જેવી છે. બારમાસી, ફાગુની જેમ તેમ-રાજુ તથા સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક રાસનો પણ વિષય બન્યું છે. એ સિવાય ભરતેશ્વર-બાહુબલિનું યુદ્ધ, જંબુસ્વામી, યશોભદ્ર, બલિભદ્ર જેવા ધર્મપુરુષોનું જીવન, ગિરનાર, કછુલી, શત્રુંજય જેવાં તીર્થધામોનો મહિમા વગેરે ઘણી રાસકૃતિઓનો વિષય બન્યાં છે. એમાં શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર-બાહુબલિ રાસ' કાવ્યદૃષ્ટિએ ઉત્તમ કહી શકાય એવી કૃતિ છે. ભરતની વિજયયાત્રા, નગરવર્ણન, દૂતો વચ્ચેનો સંવાદ, યુદ્ધવર્ણન અને વીરનું શાન્તરસમાં ઉપશમન આકર્ષક રસસ્થાનો છે. તે સિવાય “ગૌતમ રાસ'નાં પ્રકૃતિનાં, રેવંતગિરિ રાસો'નાં ગિરનાર પરનાં મંદિરો-વિસામાનાં, વિક્રમચરિત રાસ'નાં ઉજેણીનગરી, રાજદરબાર, મંદિરો, બાગબગીચા અને નાયિકા લીલાવતીના દેહસૌંદર્યનાં નરવાહન અને વિક્રમસેન વચ્ચેના યુદ્ધનાં અલંકારસભર વર્ણનો રસપોષક છે. પ્રબંધસ્વરૂપની સ-રસ કૃતિ જયશેખરસૂરિત ત્રિભુવનદીપક પ્રબંધ' છે. એનું જ્ઞાનગર્ભ રૂપક, વસ્તુગૂંથણી, પાત્રસંયોજન, કાર્યવેગ, બંધની સરળતા – સર્વ કંઈ એના કવિની સર્જકપ્રતિભાનો ઉત્તમ આવિષ્કાર દાખવે છે. ઉપરના સિવાયની અને અન્ય સ્વરૂપોની ઘણી કૃતિઓનું કાવ્યતત્ત્વ ઉલ્લેખનીય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન શોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર (તેમની ગુજરાતી કૃતિઓને આધારે) નગીન જી. શાહ આશરે વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા મર્મી, જ્ઞાની, નિજાનંદી, સંત શ્રી આનંદઘનજી તેમનાં પદો અને સ્તવનોથી પ્રસિદ્ધ છે. હિંદી પદોને મુકાબલે ગુજરાતી પદો થોડાં છે. પરંતુ તેમનાં બધાં સ્તવનો ગુજરાતીમાં રચાયેલાં છે. તેમનાં સ્તવનોનો સંગ્રહ “આનંદઘન ચોવીશી' નામે પ્રસિદ્ધ છે. આ સ્તવનોમાં જ્ઞાની, ઉદાર, સમન્વયપ્રિય સાધક કવિ તરીકેનું તેમનું વ્યક્તિત્વ પ્રગટે છે. પ્રથમ સ્તવનમાં આનંદઘનજી કહે છે કે પતિ પાછળ સતી થવા ચાલી નીકળનાર સ્ત્રી પછીના જન્મમાં પતિ સાથે મેળાપ થશે એમ માની બળી મરે છે, પરંતુ કર્મ-સિદ્ધાંત અનુસાર એ મેળાપ સંભવતો નથી. કારણકે પોતપોતાના કર્મ અનુસાર ભિન્નભિન્ન યોનિમાં જીવને જન્મવાનું થાય છે. એ જ સ્તવનમાં જગત એ તો ઈશ્વરની લીલા છે એવા ઈશ્વરવાદીના મતની પોકળતા દર્શાવતાં તે જણાવે છે કે લીલા, ક્રિીડા, રમત તો આનંદપ્રાપ્તિ માટે હોય, જે લીલા કરે તેનામાં આનંદની ઊણપ હોય, તે પૂર્ણાનંદ ન હોય અને પરિણામે દોષવાળો હોય. દોષરહિતને લીલા ન ઘટે. - છઠ્ઠા સ્તવનમાં જૈન કમસિદ્ધાન્તની સારભૂત બાબતો જણાવી છે. આત્માને થયેલા કર્મબંધના ચાર પ્રકારો છે – પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. કર્મના મૂળગુણ અને ઉત્તરગુણના ઘણા પ્રકાર છે. તેમના વળી ઘાતી-અઘાતી એવા ભેદ છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા અને કમવિચ્છેદ એવી કર્મની દશાઓ છે. પ્રકૃતિ(= કમ) અને પુરુષનો સંબંધ અનાદિ છે. જ્યાં સુધી આત્માનો કર્મ સાથે સંબંધ છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. કર્મબંધનું કારણ આસ્રવ છે અને મુક્તિનું કારણ સંવર છે. તેથી આસ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે. આ બધું સ્તવનમાં સુંદર રીતે વણી લીધું છે. બારમા સ્તવનમાં જ્ઞાન-દર્શનનો ભેદ આગમાનુસારે કહ્યો છે – નિરાકાર અને અભેદગ્રાહી દર્શન, સાકાર અને ભેદગ્રાહી જ્ઞાન. આ જ સ્તવનમાં સુખદુઃખને કર્મનાં ફળ કહ્યાં છે અને આનંદને આત્માના નિશ્ચયસ્વભાવરૂપ ગણાવેલ છે. આમાંથી ફલિત થાય છે કે સુખ અને આનંદ એ બેની શ્રેણી તદ્દન ભિન્ન છે. સત્તરમાં સ્તવનમાં મનની દુર્જયતા સુપેરે દર્શાવતાં આનંદઘનજી કહે છે, “મેં જાયું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે, બીજી વાત સમરથ છે નર, એહને કોઈ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ન ઝેલે હો. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી' ઇત્યાદિ. વીસમા સ્તવનમાં આત્મા વિશેના ભિન્નભિન્ન મતો અને તેમનો પ્રતિષેધ છે. કોઈ આત્માને બદ્ધ માનતા નથી અને છતાં ક્રિયાઓ કરે છે. આત્મા બદ્ધ નથી એટલે શુદ્ધ છે. જો તે શુદ્ધ છે તો પછી જપ, તપ આદિ ક્રિયાઓ સાધના ની શી જરૂર ? કોઈ જડ-ચેતન, સ્થાવરજંગમ સર્વમાં એક આત્મા છે એમ માને છે. પરંતુ જો એમ હોય તો એક માણસને સુખ થતાં બધાંને સુખાનુભવ થાય, એકને દુઃખ થતાં બધાંને દુઃખાનુભવ થાય, સર્વનાં સુખદુઃખ સેળભેળ થઈ જાય. કોઈ આત્માને ફૂટસ્થંનિત્ય (એકાન્ત અપરિવર્તિષ્ણુ) માને છે. પરંતુ એમ માનતાં બંધોક્ષ, સુખદુઃખનો અવસ્થાભેદ નહીં ઘટે. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે, પરંતુ તેમ માનતાં કૃવિનાશ અને અકૃતાગમ દોષ આવે. જેણે કર્મ કર્યું તેને ફળ ભોગવવાનો સમય નથી (કૃતિવિનાશ) અને જે ફળ ભોગવે છે તેણે કર્મ કર્યું નથી(અકૃતાગમ). આમ કર્મસિદ્ધાન્તનો લોપ થાય છે. કૃતિવનાશ અને અકૃતાગમ એ દોષો આત્મનિત્યત્વમાં ઘટાવવા કઠિન છે. તેથી મેં ચોથી અને પાંચમી કડીઓની બીજી પંક્તિનો સ્થાનફેર કર્યો છે. ટબાકાર જ્ઞાનવિમલસૂરિ અને અન્ય વિવેચકોના ધ્યાન બહાર આ હકીકત રહી ગઈ છે. સમીક્ષાત્મક વાચના તૈયાર કરનારે આ અંગે વિચારવું જોઈએ. ચાર્વાકો માને છે કે ચાર ભૂતોથી અલગ આત્મા નામનું સ્વતંત્ર તત્ત્વ નથી. આનંદઘનજી કહે છે કે આત્મતત્ત્વ હોવા છતાં તેઓ તેને ન દેખી શકે તો તેમાં આત્મતત્ત્વનો શો અપરાધ ? શકટને અંધ ન દેખે તેમાં શક્ટનો દોષ નથી, અંધનો દોષ છે. આત્મા વિશેના આ વિવિધ મતોમાં અટવાઈ ગયેલો ભક્ત ખરેખર આત્મા કેવો છે એ જાણવા આતુર થઈ પ્રભુને શરણે જાય છે. જગદ્ગુરુ તેને બધા મતમતાંતર છોડી, રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરી. આત્માનું ધ્યાન કરવા યોગસાધનાનો માર્ગ ગ્રહવા સલાહ આપે છે અને કહે છે કે એનાથી જ આત્માનો સાક્ષાત્કાર થશે, બીજું બધું વાજાળ છે. એકવીસમા નેમિનાથના સ્તવનમાં સમન્વયની ઉદારતા દૃષ્ટિગોચર થાય છે. છ દર્શનોને જિનવરનાં અંગો ગણ્યાં છે. સાંખ્યયોગ બે પગ છે, બૌદ્ધ અને વેદાન્ત બે હાથ છે, ચાવિક કૂખ છે અને જૈન દર્શન મસ્તક છે. ચૌદમા સ્તવનમાં સાચી સમજણ વિનાના ક્રિયાકાંડ પ્રતિ અણગમો વ્યક્ત કરતાં આનંદઘનજી કહે છે, ‘શુદ્ધ શ્રદ્ઘાન વિણ સર્વ કિરિયા કરે, છાર ૫૨ લીંપણું તેહ જાણો.’ વીતરાગને અનુસરવાની પ્રતિજ્ઞા કરનાર જૈન સાધુઓને વાડાઓ રચી અંદરોઅંદર ઝઘડતા તેમજ ઉદર ભરવા અને અહંકાર પોષવા અનેક કાર્યો કરતા દેખી આનંદઘનજીનો સંત આત્મા પુકારી ઊઠે છે, “ગચ્છના ભેદ બહુ નયણ નિહલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલરાજે.’ Page #96 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર C ૮૩ જૈન દર્શનના જીવવિકાસના સિદ્ધાન્તના આધારે આઠમું ચંદ્રપ્રભુનું સ્તવન રચ્યું છે. સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી વિકાસ સાધવા છતાં જિનદર્શન પ્રાપ્ત થયું નહીં એનો સંતાપ તેમજ જિનદર્શન માટેનો તલસાટ સ્તવનમાં કાવ્યમય રીતે પ્રગટ કર્યો છે. – હવે તેમના જેવા મહાન મર્મીની કલમે જ અવતરે એવા અને ભારતની પ્રજાએ તથા વિશેષતઃ શ્રેયાર્થીઓએ હૃદયે ધરવા જેવા એક પદનો નિર્દેશ કરીશ. તે પદનો ભાવાર્થ આ પ્રમાણે છે – હૈ માડી, મને કોઈએ નિષ્પક્ષ' ન રહેવા દીધી, અર્થાત્ પક્ષાપક્ષી અને સાંપ્રદાયિકતાથી પર ન રહેવા દીધી, નિષ્પક્ષ રહેવા હું ઘણું ઝૂઝી, પણ પક્ષવાદીઓએ પકડ ઢીલી ન કરી. જોગીએ મને જોગણ કરી, તિએ જતિણી કરી, ભગતે ભગતાણી કરી. કોઈએ મારી પાસે રામરટણ કરાવ્યું, કોઈએ રહેમાનરટણ કરાવ્યું અને કોઈએ અરિહંતના પાઠ પઢાવ્યા. જુદેજુદે ઘેર તે-તે ઘરના ધંધે હું લાગી. આત્માની સાથેનો યોગ ક્યાંય ન રહ્યો. કોઈએ મારું મુંડન કરાવ્યું, કોઈએ મારો લોચ કરાવ્યો, કોઈએ મારી જટા વધારાવી. પણ ભાવનો ભાવુક કોઈ મેં ન દીઠો. કોઈએ અંતરનું દર્દ ન મટાડ્યું. કોઈએ મને બેસાડી, કોઈએ ઊઠાડી, કોઈએ ચલાવી, કોઈએ ઊભી રાખી અને કોઈએ સુવાડી. પરંતુ કોઈએ સતની ભાળ ન આપી. સબળ નિર્બળને દબાવી રાખે છે, સમર્થ જ સમર્થ સાથે બાથ ભીડી શકે. હું તો રહી અબળા, બળુકા જોદ્ધાઓ સામે હું શું કરી શકું ? એ સૌએ મારું જે-જે કર્યું કે મારા પાસે જે-જે કરાવ્યું એ બધું કહેતાં હું લાજી મરું છું. થોડામાં ઘણું સમજી લેજો. હવે મને સમજાયું કે ઘર જેવું બીજું કોઈ તીરથ નથી. મારા પર શી-શી વીતી એ કહેવા જાઉં તો એ બધા મારા પર રોષે ભરાય. એટલું જોર મારું છે નહીં. હે પ્રિયતમ, તું મારો હાથ પકડે તો પછી બીજાઓનું કંઈ ન ચાલે.' અબળાભાવે લખેલું આ પદ અત્યંત દર્દભર્યું છે. પાખંડી સંતો, મહાત્માઓ શિષ્યને કેવી રીતે મૂંડે છે, ખરાબ દશામાં મૂકી દે છે તેનું આબેહૂબ વર્ણન આનંદઘનજીએ અહીં કર્યું છે. ખરા સાધકે પંથો અને સંપ્રદાયોની પકડમાંથી છૂટવાનું અત્યાવશ્યક છે. એણે સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠવું જોઈએ. બિનસાંપ્રદાયિકતાને વરેલા રાષ્ટ્ર માટે પણ આ પદ માર્ગદર્શક છે. આશરે વિ.સં.૧૭મી સદી ઉત્તરાર્ધથી ૧૭૪૩ના સમયગાળામાં થયેલા ઉપાધ્યાય યશોવિજયજી મહાન દાર્શનિક અને તાર્કિક હતા. વિદ્યાધામ કાશીમાં તેમણે વૈદિક દર્શનો, બૌદ્ધ દર્શનની શાખાઓ અને છંદ, અલંકાર આદિ અન્ય વિદ્યાઓનો અભ્યાસ કર્યો. તેમણે સંસ્કૃતમાં વિપુલ દાર્શનિક સાહિત્ય રચ્યું છે. પરંતુ મહત્ત્વની નોંધપાત્ર હકીકત એ છે કે તેમણે ગુજરાતી ભાષામાં પણ દાર્શનિક રચનાઓ કરી છે. દાર્શનિક ભારે વિચારોને વહન કરવા ગુજરાતી ભાષા સમર્થ છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ એમણે દાર્શનિક ચિંતનપૂર્ણ સ્તવનો, સઝાયો અને ટબા(વિવરણ)સહિત દ્રવ્યગુણ- પર્યાયનો રાસ” લખીને પુરવાર કર્યું છે. આપણે સૌપ્રથમ ત્રણ દાર્શનિક સ્તવનોનો સંક્ષેપમાં પરિચય કરીશું અને પછી બાસહિતના દ્રવ્યગુણપયયનો રાસનો કંઈક વિસ્તારથી પરિચય કરીશું. વિ.સં.૧૭૩૨માં રચાયેલું ‘શાંતિજિન સ્તવન ભિન્નભિન્ન દેશીમાં રચાયેલી છ ઢાળમાં વિભક્ત છે. આ સ્તવનનો મોટો ભાગ નિશ્ચયનયવાદી અને વ્યવહારનયવાદીના સંવાદરૂપ છે. નયનો અર્થ દૃષ્ટિ (standpoint) છે. નિશ્ચયનય એટલે પરમાર્થદૃષ્ટિ (transcendental standpoint) અને વ્યવહારનય એટલે વ્યવહારદૃષ્ટિ (empirical standpoint), યશોવિજયજી બન્ને નયોનું મહત્ત્વ સમજાવવા તેમને સ્યાદ્વાદના રથના બે ઘોડા તરીકે નિર્દેશ છે. બીજું એક સમન્વરસ્વામીને વિનતિ’ નામનું ચાર ઢાળનું સ્તવન પણ નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ અને મહત્વ સમજાવે છે. સીમન્વરસ્વામીને વિનતિરૂપ સવાસો ગાથાનું અન્ય એક સ્તવન દાર્શનિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. તેમાં કુગુરુનું સ્વરૂપ આત્માની ઓળખ, આત્મતત્ત્વનો પરામર્શ પરમાર્થ દૃષ્ટિએ આત્મા, વ્યવહાર દૃષ્ટિનું મહત્ત્વ. મોક્ષમાર્ગ અને ભવમાર્ગની સમજણ, દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો ભેદ, પરમાર્થધર્મ અને વ્યવહારધર્મ - આ વિષયો આલેખાયા છે. કુગુરુ વિશે તેઓ લખે છે : અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે.. પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે, ધૂમધામે ધમાધમ ચાલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. હવે આપણે ટબાસહિતના દ્રવ્યગુણપયિના રાસનો પરિચય કરીશું. જૈન દર્શનના અને અન્ય દર્શનોના પ્રૌઢ સંસ્કૃત ગ્રંથોના દોહનરૂપ આ રાસ અને દબો છે. તેમાં ગહન તાર્કિકતા, વિષયનિરૂપણની વિશદતા, નયશૈલી. વિવિધ દર્શનોની પરિભાષાનો સમુચિત પ્રયોગ અને સમન્વયની ઉદારતા દૃષ્ટિગોચર થાય છે. કેટલીક વાર મૂળ સંસ્કૃત શ્લોકોને સરળ ગુજરાતીમાં ઢાળવામાં આવેલ છે, તો કેટલીક વાર સંસ્કૃતમાં થયેલી દાર્શનિક ચચના સારરૂપ ગુજરાતી ગાથાઓ ઉપલબ્ધ થાય છે. ટબામાં ગાથાગત વિચારની ઝીણવટભરી સમજૂતી, દાખલા-દલીલો સાથે પ્રાપ્ત થાય છે. દિગંબરાચાર્ય સમન્તભદ્રવિરચિત સંસ્કૃત “આતમીમાંસા'ના બે શ્લોકો (૩.૫૯-૬૦) તેમણે ગુજરાતીમાં ઢાળ્યા છે. તેમાંનો એક નીચે પ્રમાણે છે : पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतम् । अगोरसवतो नोभे तस्मात् तत्त्वं त्रयात्मकम् ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર ] ૮૫ યશોવિજયજી તેને આ રીતે ગુજરાતીમાં મૂકે છે - દુગ્ધવત દધિ ભુંજઈ નહીં, વિ દૂધ દધિવ્રત ખાઇ રે. વિ દોઈ અગોરવ્રત જિમ†, તિણિ તિયલક્ષણ જગ થાઈ રે. દ્રવ્ય, ગુણ અને પર્યાયની સમસ્યા મૂળભૂત દાનિક સમસ્યા છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું લક્ષણ અને તેમનો પરસ્પર સંબંધ સુસ્પષ્ટપણે આ કૃતિમાં જણાવ્યાં છે. જે નિત્ય, ધ્રુવ, ત્રણે કાળે એકરૂપ તે દ્રવ્ય, જેમકે સુવર્ણ. દ્રવ્યમાં જે સહભાવી તે ગુણ, જેમકે સુવર્ણની પીળાશ, તેની વિશિષ્ટ ઘનતા વગેરે. દ્રવ્યમાં જે ક્રમભાવી તે પર્યાયો, જેમકે હાર, બંગડી, ઇત્યાદિ. આમ પર્યાયનો અર્થ આકાર, ઘાટ, વિકારો કે પરિણામો સમજાય છે. ગુણ અને પર્યાય બન્ને દ્રવ્યમાં રહે છે. ‘ગુણપર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે. તેહ દ્રવ્ય...ધરમ કહીજઇ, ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે.' ટબામાં યશોવિજયજીએ સહભાવી અને ક્રમભાવીનો અર્થ અનુક્રમે યાવદ્રવ્યભાવી અને અયાવદ્રવ્યભાવી કર્યો છે એ નોંધપાત્ર છે. આવો અર્થ કરી ગુણ અને પર્યાય વચ્ચેના ભેદને એમણે વધુ સ્પષ્ટ કરી દીધો છે. અહીં ઉપાધ્યાયજીને વૈશેષિકદર્શનના ગુણોના યાવદ્રવ્યભાવી અને અયાવદ્રવ્યભાવી વિભાગની પરિભાષા સહાયરૂપ થઈ છે. દ્રવ્ય અને ગુણ-પર્યાયનો એકાન્ત ભેદ કે અભેદ માનતાં આવતા દોષોને વીગતથી સમજાવ્યા છે અને ભેદાભેદની સ્થાપના કરી છે. લક્ષણથી તેમનો ભેદ છે અને પ્રદેશથી તેમનો અભેદ છે. આ પ્રસંગે અવયવ-અવયવી, કાર્ય-કારણસંબંધ તેમજ સત્કાર્યવાદ-અસત્કાર્યવાદની વિશદ ચર્ચા કરી છેવટે કહે છે કે નૈયાયિક ભેદ માને છે, સાંખ્ય અભેદ માને છે અને જૈન ભેદાભેદ માને છે. પૂર્વ અપર પર્યાયોમાં એક અનુસૂત અચલ શક્તિરૂપ ઊર્ધ્વતાસામાન્ય એ જ દ્રવ્ય છે. ઊર્ધ્વતાસામાન્યના ૫૨ અને અપર ભેદોને દૃષ્ટાન્તો આપી સમજાવ્યા છે. બીજી રીતે પડતા ઊર્ધ્વતાસામાન્યના બે ભેદ ઓઘશક્તિ અને સમુચિતશક્તિનું નિરૂપણ પણ કર્યું છે. પર અને અપ૨ ઊર્ધ્વતાસામાન્યો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. અનન્તર કારણમાં સમુચિત શક્તિ અને પરંપર કારણમાં ઓઘશક્તિ. વ્યવહારનયથી એક કાર્યની બે શક્તિ સમુચિતશક્તિ અને ઓઘશક્તિ. વળી, વ્યવહારનયથી કાર્ય અને કારણનો ભેદ છે. ઘટનું કારણ મૃડિ છે અને મૃŃિડનું કારણ મૃત્ છે, અને તેમનો ભેદ છે. નિશ્ચયનયથી કારણ એક જ છે અને કાર્યો અનેક છે. એક માટી જ પિંડ, ઘટ આદિરૂપ અનેક કાર્યોનું કારણ છે અને તેથી પિંડ, ઘટ, વગેરે મૃત્સ્વભાવ છે. અહીં કાર્ય-કારણનો અભેદ છે. શુદ્ધ નિશ્ચયનયથી એક કારણ જ સત્ છે, કાર્યો બધાં મિથ્યા છે. આ છે ઉપાધ્યાયજીની વિશિષ્ટ નયશૈલી. ઉપાધ્યાયજી એક મહત્ત્વનું વિધાન કરે છે કે, “ઇમ શક્તિરૂપઈ દ્રવ્ય વખાણિઉં, હવઇ વ્યક્તિરૂપ ગુણ-પર્યાય.' અર્થાત્ કારણ તો દ્રવ્ય જ હોય, ગુણપર્યાય કી કારણ ન હોય, તેઓ તો કાર્ય જ હોય. અહીં કારણથી ઉપાદાનકારણ અભિપ્રેત છે, । Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮s D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અહીં આપણને વૈશેષિકોના એ સિદ્ધાન્તનું સ્મરણ થાય છે કે સમવાધિકારણ તો દ્રવ્ય જ હોય. તો પછી “ઠારVITUT:છાર્યTMનુ બારમત્તે’ એ વૈશેષિક સિદ્ધાન્તનું શું? કાર્યગુણોનું કારણ કારણગુણો છે એ વાત સાચી પણ તે કારણ સમવાયિકારણ નહીં પરંતુ અસમવાયિકરણ. બીજી નોંધપાત્ર વસ્તુ એ છે કે “શક્તિ-વ્યક્તિની પરિભાષા સંખ્યદર્શનની છે. ઉપાધ્યાયજી પ્રસ્તુત વિધાન કરી ગુણને શક્તિ માનનાર દિગંબર ચિંતકોનો પ્રતિષેધ કરે છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય-પયયાત્મક છે. દ્રવ્ય વિના પર્યાય નથી અને પર્યાય વિના દ્રવ્ય નથી. તેથી દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. દ્રવ્ય ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે. પૂર્વ પર્યાયનો નાશ જે ક્ષણે થાય છે તે જ ક્ષણે ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, અને પર્યાયિોમાં દ્રવ્ય એક અનુયૂત રહે છે. અહીં આ સંદર્ભમાં ટબાની એક મહત્ત્વની કંડિકા ઉદ્ધત કરવી રસપ્રદ થઈ પડશે. તે આ પ્રમાણે છે – “હેમઘટવ્યય તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ. એકકારણજન્ય છઇ. તે માર્ટિ વિસભાગપયોત્પત્તિસંતાન છઇ, તેહથી જ ઘટનાશવ્યવહાર સંભવઈ છઈ. તે માર્ટિ પણિ ઉત્તરપયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેહ જ છઈ, જે માર્ટિ પ્રતીય પર્યાયોત્પાદઈ એકસંતાનપણું, તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્યા છઇ.' અહીં ‘ વિભાગ” “સંતાન’ અને ‘પ્રતીત્ય' શબ્દોનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. આ બધા બૌદ્ધ પારિભાષિક શબ્દો છે. આ બૌદ્ધ પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરી વસ્તુની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન બીજા કોઈ જૈન દાર્શનિક ગ્રંથમાં નહીં મળે. વળી, યશોવિજયજીએ જૈન દ્રવ્ય અને બૌદ્ધ સંતાનનું એકત્વ સૂચવ્યું છે, તે માટે તો તેમની સમન્વયદૃષ્ટિની અને સૂક્ષ્મક્ષિકાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. યશોવિજયજી જણાવે છે કે બધાં લૌકિક વાક્યો નયવાક્યો છે અને તેથી બધાં લૌકિક વાક્યોમાં પણ “સ્વાતું' (અર્થાત્ “અમુક દૃષ્ટિએ') શબ્દનો અનુપ્રવેશ હોય છે જ. દા.ત., “કાળો નાગ છે' આ લૌકિક વાક્યમાં પણ ‘સ્યા' શબ્દનો અનુપ્રવેશ આપણને અભિપ્રેત છે જ. આ વાક્યથી આપણે કહેવા માંગીએ છીએ કે નાગની શ્યામતા પૃષ્ઠાવચ્છિન્ન છે, ઉદરાવચ્છિન્ન નથી. તથા સર્પમાત્રમાં કૃષ્ણતા નથી શેષનાગ શુક્લ કહેવાય છે. આમ વિશેષણ-વિશેષ્યનિયમાર્થ “ચાતુ' શબ્દનો પ્રયોગ છે. અહીં નવ્યર્નયાયિકની પરિભાષા અને રીતિનો પ્રયોગ કરી “સ્માતુની સાર્થકતા કુશળ રીતે દર્શાવી છે. યશોવિજયજીની વિદ્વત્તા અને વિશેષતા દર્શાવવા અત્યારે તો આટલું પૂરતું વિક્રમની અઢારમી સદીમાં થયેલા શ્રીમદ્ દેવચંદ્ર પણ ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. તેમાં આગમસાર, ધ્યાનદીપિકાચતુષ્પદી, નયચક્રનો Page #100 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર D ૮૭ બાલાવબોધ, પાંચ કર્મગ્રંથો પરનો ટબો, વિચારરત્નસાર, છૂટક પ્રશ્નોત્તરો, અધ્યાત્મગીતા, સ્તવનો અને ત્રણ પત્રોનો સમાવેશ થાય છે. આગમસાર’ ગદ્યકૃતિ છે. તે સકળ જૈન સિદ્ધાન્તોના દોહનરૂપ છે. જીવનું મિથ્યાત્વીમાંથી સમ્યકત્વીમાં પરિવર્તન કેવી રીતે થાય છે તે દર્શાવતાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રક્રિયા સમજાવે છે. પછી વ્યવહારસમ્યકત્વ-નિશ્ચયસમ્યકત્વ. વ્યવહારજ્ઞાન-નિશ્ચયજ્ઞાન અને છ દ્રવ્યોનું નિરૂપણ કરે છે. પ્રત્યેક દ્રવ્યમાં નિત્ય, અનિત્ય, એક, અનેક, સતુ, અસતુ, વક્તવ્ય અને અવક્તવ્ય એ આઠ પક્ષો કેવી રીતે ઘટે છે તેનું બુદ્ધિગમ્ય વિવરણ કરે છે. ત્યાર બાદ નય, પ્રમાણ અને સપ્તભંગીને વિસ્તારથી સમજાવે છે. પછી છ દ્રવ્યોના છે સામાન્ય ગુણો અસ્તિત્વ. વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્ત્વપણું અને અગુરુલઘુપણુંને વર્ણવે છે. પ્રમેયત્વ ગુણના નિરૂપણપ્રસંગે જૈનોની નિગોદની કલ્પનાને સમજાવે છે. ત્યાર પછી નિશ્ચયચારિત્ર અને વ્યવહારચારિત્રના નિરૂપણમાં ગૃહસ્થનાં બાર વ્રતોનું નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિએ વિવરણ કરે છે. છેવટે ધમદિ ચાર ધ્યાનો, પદસ્થ આદિ ચાર ધ્યાનો, બાર ભાવના અને ચૌદ ગુણસ્થાનોનું આલેખન કરે છે. બધા સિદ્ધાન્તવિષયક વિચારોનો સંગ્રહ કરી સરળ ભાષામાં તેમને મૂકી આપવાનો દેવચંદ્રજીનો અહીં પ્રયત્ન છે. ધ્યાનદીપિકા' એ પદ્યકૃતિ છે. શુભચંદ્રાચાર્યના સંસ્કૃત ‘જ્ઞાનાર્ણવ'ના આધારે તેની રચના થઈ છે. ચોપાઈઓ, વિવિધ રાગોવાળી ૫૮ ઢાળો અને દોહાઓમાં એ વિભક્ત છે. તેમાં દ્વાદશ ભાવના, રત્નત્રય. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિ, મોહજય, આસન, પ્રાણાયામ, નાડીશુદ્ધિ, પ્રત્યાહાર, મન્નસામર્થ્ય. બહિરાત્મા-અંતરાત્મા-શુદ્ધાત્મા, ધ્યાનોના ભેદો, સ્યાદ્વાદ આદિ વિષયોનું રોચક નિરૂપણ છે. પ્રાણાયામનું સામર્થ્ય જણાવી છેવટે તેઓ જણાવે છે કે પ્રાણાયામની સાધના. નિશ્ચયથી હેય; દેવચંદ્ર જિનધર્મમેં એ નાવિ આદેય.” આસન વિશે તેઓ કહે છે કે જિન આસન મન થિર રહે તેહી જ આસન સાર; કાઉસગ પર્યક દોઆસન પંચમ આર.' પોતે સંસ્કૃતમાં “નયચક્ર' લખી તેના ઉપર તેમણે બાલાવબોધ લખેલ છે. તેમાં અનેક દૃષ્ટિબિંદુઓનું વિશ્લેષણ કરી તેમને તત્ત્વવિચારણામાં યોગ્ય સ્થાન આપ્યું છે. તેમણે વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાત રીતે સમજાવ્યા છે, પર્યાયના છ કારોનું નિરૂપણ વિશદ રીતે કર્યું છે અને નૈગમ આદિ નયોનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. - દેવેન્દ્રસૂરિએ પ્રાકૃતમાં રચેલા પાંચ કર્મગ્રન્થો ઉપર તેમણે લખેલો ટબો. ત્યેક પ્રાકૃત ગાથાને સમજાવે છે. ગાથાગત વિચારથી કંઈ વધુ ટબામાં મળતું વિચારરત્નસાર’ એ જૈન સૈદ્ધાંતિક વિચારોનો પ્રશ્નોત્તર રૂપે સંગ્રહ છે. જેને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરો છે. તેમણે રચેલાં સ્તવનો દાર્શનિક વિચારોથી ભરપૂર છે. સ્તવનોમાં જૈન તત્ત્વજ્ઞાન અને ખાસ તો આત્માનું અનેક નયોથી સ્વરૂપવર્ણન મોટો ભાગ રોકે છે. અહિંસાની તાત્ત્વિક ચર્ચા કરતું “બાહુ જિન સ્તવન' ખાસ ધ્યાન ખેંચે છે. તેમનાં સ્તવનો તત્ત્વજ્ઞાન અને નરહસ્યથી પૂર્ણ હોવાથી સમજવાં અતિ અઘરાં છે. પરંતુ તેમણે પોતે રચેલ “ચોવીશી' ઉપર બાલાવબોધ લખી વાચકોની આ મુશ્કેલી દૂર કરી છે. આ બાલાવબોધ અત્યંત મહત્ત્વનો છે. તેની વિચારસમૃદ્ધિ અને સમજાવવાની સરળ શૈલીની દૃષ્ટિએ તે આપણું ધ્યાન ખેંચે છે. “અધ્યાત્મગીતા' ૪૯ ગાથાની નાની પણ સરસ કૃતિ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન બળવંત જાની હિરાણંદસૂરિ પીપલગચ્છના જૈન સાધુ હતા અને વીરપ્રભસૂરિના શિષ્ય હતા. રચનાસમય ધરાવતી એમની કૃતિઓ આ પ્રમાણે છે : ૧. વસ્તુપાલ તેજપાલ રાપ્રબંધ (ર.ઈ.૧૪૨૮), ૨. વિદ્યાવિલાસ ચરિત/પવાડો/રાસ (ર.ઈ.૧૪૨૯), ૩. કલિકાલ રાસ (૨.ઈ.૧૪૩૦), ૪. સમ્યક્ત્વમૂલ બાર વ્રત રાસ (૨.ઈ. ૧૪૩૮), ૫. જેબૂસ્વામીનો વિવાહલો (૨.ઈ. ૧૪૩૯). આ કૃતિઓના રચનાસમયને આધારે હીરાણંદસૂરિનો સમય પંદરમા શતકનો પૂર્વાર્ધ વિચારી શકાય. ઉપરની પાંચમાંથી આરંભની ચાર કૃતિઓ મુદ્રિત થયેલી છે અને છેલ્લી એક અમુદ્રિત છે. એ ઉપરાંત આ કવિની ચાર મુદ્રિત અને છ અમુદ્રિત કૃતિઓ છે. આમાં સમયનિર્દેશ નથી. એ કૃતિઓ આ પ્રમાણે છે : મુદ્રિત કૃતિઓઃ ૧. સ્થૂલિભદ્ર બારમાસા. ૨. કલિયુગ બત્રીશી, ૩. દિવાળી ગીત, ૪. સરસ્વતી લક્ષ્મી વિવાદ ગીત. અમુદ્રિત કૃતિઓ ઃ ૧. અઢાર નાતરાંની સઝાય, ૨. કમવિચાર ગીત, ૩. દશાર્ણભદ્ર ગીત/દશાર્ણભદ્ર વિવાહલો, ૪. નલરાજ ગીત. ૫. પ્રાસ્તાવિક કવિત, ૬. શત્રુંજય ભાસ... કતની મુદ્રિત કૃતિઓને આધારે એમની સર્જક પ્રતિભાના અંશોને ચીંધી બતાવવાનો ઉપક્રમ આ નિબંધમાં યોજ્યો છે. પ્રારંભમાં હીરાણંદસૂરિની મુદ્રિત કૃતિઓ વિષયામગ્રીની અભિવ્યક્તિની બાબતમાં પરંપરાના સંદર્ભમાં કયાં કયાં નવો વળાંક સ્થાપનારી છે એ તપાસવાનો ઉપક્રમ છે. એમાંથી હીરાણંદના સર્જનાત્મક દૃષ્ટિબિંદુનો પરિચય પણ મળી રહેશે. આ માટે હીરાણંદ પૂર્વે એટલેકે, પંદરમા શતક સુધીની તમામ રચનાઓને સામગ્રીરૂપે સ્વીકારી છે. અવનવી વિષયસામગ્રીનો વિનિયોગ ઈસવીસનના તેરમા શતકમાં થઈ ગયેલા ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીબંધુઓ વસ્તુપાલ અને તેજપાલનાં જીવન અને કાર્યો વિશે સંસ્કૃત, અપભ્રંશમાં વિપુલ સાહિત્ય લખાયેલું છે. આવી ઐતિહાસિક વ્યક્તિઓ વિશે જૂની ગુજરાતીમાં સૌપ્રથમ રચના કરનારા સર્જક હીરાણંદસૂરિ છે. હીરાણંદની રચના બાદ બીજા છ Page #103 -------------------------------------------------------------------------- ________________ 0 | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સર્જકોએ આ વિષયે રચનાઓ કરેલી છે. પણ આ પ્રકારની વિષયસામગ્રી ઉપર સર્જનનો આરંભ હીરાણંદસૂરિથી થયો છે. સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને બારમાસા સ્વરૂપમાં સૌ પ્રથમ પ્રયોજનાર પણ હીરાણંદસૂરિ છે. હીરાણંદસૂરિ પૂર્વે ધર્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર રાસ, જિનપસૂરિકૃત સ્થૂલિભદ્ર ફાગુ', હંસરાજકૃત યૂલિભદ્ર ફાગ', મેરુનંદાવૃત ‘સ્થૂલિભદ્રમુનિ છંદાસિ', દેપાલકૃત “સ્થૂલિભદ્ર છાહલી' નામની કૃતિઓ મળે છે. પરંતુ બારમાસાનું સ્વરૂપ કે જેમાં મોટે ભાગે વિરહ-વિયોગભાવને આલેખવાનો હોય છે એ ભાવને આલેખવા નેમિ-રાજુલના પ્રચલિત કથાનક તરફ ન વળતાં હીરાણંદસૂરિએ સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક પસંદ કર્યું અને એક પરંપરા તેઓએ ઊભી કરી. વિદ્યાવિલાસના પ્રચલિત લોકકથાનકને પવાડાના સ્વરૂપમાં સૌપ્રથમ ઢાળનાર પણ હીરાણંદસૂરિ છે. આજ્ઞાસુંદરની વિદ્યાવિલાસ ચોપાઈ આસમય દરમ્યાન રચાયેલી છે. પરંતુ હીરાણંદસૂરિ અહીં પરંપરામાંથી પોતાની મૌલિક દૃષ્ટિથી આ સ્વરૂપ-સર્જન માટે નવી વિષયસામગ્રી પસંદ કરતા જણાય છે. કલિકાલ રાસ’ અને ‘કળિયુગ બત્રીશી'ની વિષયનિરૂપણપરંપરા પણ હીરાણંદસૂરિથી જ આરંભાય છે. દિવાળી ગીત” અને “સરસ્વતી-લક્ષ્મી-વિવાદ ગીત” પણ એમની મૌલિક દૃષ્ટિનાં ઉદાહરણ છે. પ્રાચીન પરંપરાને ગુજરાતી પરંપરામાં ઢાળનારા સર્જક તરીકે પણ હીરાણંદસૂરિ ઉલ્લેખનીય ગણાય. આમ પ્રચલિત સ્વરૂપમાં નવી-જુદી વિષયસામગ્રી પ્રયોજીને વિષયનિરૂપણની એક પરંપરા ઊભી કરીને, નવો વળાંક સ્થાપનારા હીરાણંદસૂરિ મહત્ત્વના સર્જક છે. તેઓએ કથામૂલક કૃતિઓ માટે જે અવનવી વિષયસામગ્રી પસંદ કરી છે એ તેમની ઊંડી સૂઝના ઉદાહરણરૂપ છે. ૩ હવે, હીરાણંદસૂરિની મુદ્રિત કૃતિઓનાં વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપનો વીગતે પરિચય મેળવીએ. (૧) વસ્તુપાલ રાસ (ર.ઈ.૧૪૨૮) : પ્રકાશિત સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૩ સંપા. ભોગીલાલ સાંડેસરા, રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા, ગ્રંથાંક ૯૭, ઈ.સ.૧૯૬૮, સંપા. ડૉ. આત્મારામ જાજોદિયા. છ અધિકારમાં વહેંચાયેલી ૯૮ કડીની આ રચના ભાષા તેમજ ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની છે. દુહા, ષટ્રપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રયાત, ત્રોટક, અડયલ, નારાશ અને મોતીદામ જેવા છંદોમાં કથા કહેવાઈ છે. વચ્ચેવચ્ચે ચારણી વચનિકા સ્વરૂપનું સપ્રાસ ગદ્ય પણ પ્રયોજાયેલું છે. પ્રથમ અધિકારમાં પ્રારંભે એકથી સાત કડીમાં બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથનું અનેક ઉપમાઓ ને બિરુદોથી ભર્યુંભર્યું સ્તવન છે. પછી આઠથી ચૌદ Page #104 -------------------------------------------------------------------------- ________________ હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૧ કડીમાં પ્રારંભે સરસ્વતી સ્મરણ બાદ “વસ્તુપાલ પ્રબંધ' રચવાની મનીષા પ્રગટ કરીને કવિજનની મહત્તા પ્રગટાવતાં કેટલાંક સરસ દૃષ્ટાંતો પ્રસ્તુત કર્યા છે. એમાંનું એક જોઈએ ? મહુયર દુદર કમલવણ સરવર માંહિ વસંતિ. મહુયર માણઈ કમલરસ, દુદર કદમ ખંતિ. ૧૦ (ભ્રમર કમલવનમાં અને દાદુર દડકો) સરોવરમાં વસે છે. પરંતુ ભ્રમર કમલરસ માણે છે, જ્યારે દાદુર કાદવનું ભક્ષણ કરે છે.). પંદરથી પચ્ચીશમી કડી સુધીમાં વસ્તુપાલનો જન્મપ્રસંગ આલેખી એનાં કુળ, જન્મભૂમિ. માતાપિતા, પત્ની, પુત્રાદિના ઉલ્લેખ સાથે અનુબંધુ તેજપાલનો પરિચય પણ પ્રસ્તુત કરેલ છે. છવીસથી છત્રીસ કડીમાં બીજા અધિકારની કથા છે. અહીં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યો આલેખ્યાં છે. એણે પOO૦ જૈન વિહારો, ૯૦૦ પૌષધશાળા, ૭૦૦ લેખશાળા. સવા લાખ જિનબિંબો, ૨૦૦ મોટાં તળાવો બંધાવેલાં, ૫૦૦ વેદપાઠી બ્રાહ્મણો સહિત. ૧000 કવિઓને વષસન બાંધી આપેલું અને મુસલમાનોને ૬૪ મસ્જિદો બંધાવી આપેલી. આવું સર્વધર્મ પ્રત્યે સમભાવ અને વ્યાપકરૂપની માનવતાવાદી દૃષ્ટિબિંદુવાળું વસ્તુપાળનું વ્યક્તિત્વ અહીંથી પ્રગટે છે. ત્રીજા અધિકારમાં સડત્રીશમી કડી પછી ચારણી સાહિત્યમાં જેને વચનિકા તરીકે ઓળખાવવામાં આવે છે એવું બોલી છાંટવાળું પ્રાસ ગદ્ય છે. એમાં વસ્તુપાળને મળેલાં બત્રીશ બિરદો રજૂ કર્યો છે એમ ઉલ્લેખ છે. પરંતુ બિરુદોની સંખ્યા એકત્રીશ મળે છે. એકાદ બિરુદ લહિયાથી લખવાનું ચૂકી જવાયું હશે. ચોથા અધિકારમાં આડત્રીશથી એકતાલીશ ક્રમની કડીમાં શત્રુંજય પર્વતનું માહાલ્ય આલેખ્યું છે, પછી વચનિકામાં તે કાળે પ્રચલિત હશે એવા ભારતના અને વિદેશોના ભિન્ન-ભિન્ન પ્રાંતની યાદી આપીને તે-તે પ્રદેશના શ્રાવકોનો સંઘ લઈને વસ્તુપાળ શત્રુંજય યાત્રાએ નીકળ્યા એટલી હકીકત નિરૂપાઈ છે. બેંતાળીસથી તોંતેર ક્રમની કડીઓ સુધી પાંચમા અધિકારનું કથાનક છે. આ ભાગમાં જુદા જુદા પ્રદેશની નારીઓના મુખે મંત્રીશ્વર વસ્તુપાળની યશગાથા વર્ણવી છે. ગુજરાત, મરુધરા, માલવ તથા સિંધની અને મુસ્લિમ યુવતીઓની લંગોક્તિથી વસ્તુપાળનું ગુણવાન વ્યક્તિત્વ આલેખાયેલ છે. પ્રદેશભેદે. બોલીભેદે પાત્રભેદ જણાઈ આવે એવી સમુચિત યોજનાથી આલેખાયેલો આ ભાગ હીરાણંદની સર્જક પ્રતિભાનો પરિચય કરાવે છે અને સવિશેષ આસ્વાદ્ય બને છે. ચુમોતેરથી અઠાણુ ક્રમની કડીના છઠા અંતિમ અધિકારમાં શત્રુંજય યાત્રાસંઘનું વર્ણન છે. સંઘની શોભા, સંઘમાં મનોરંજન અને શિક્ષણ માટે જોડાયેલા કવિજનો, ગુણીજનો અને કલાકારોનું વિવરણ આ અધિકારમાં છે. અંતે કવિએ પોતાની ગુરુપરંપરા અને કૃતિ રસમય નિર્દેશેલ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આમ વસ્તુપાળના જીવનનાં કેટલાંક પાસાંઓને રસપ્રદ રીતે નિરૂપતી અને વસ્તુપાલની શત્રુંજય સંઘયાત્રાની વીગતોને આલેખતી આ એક મહત્ત્વની કૃતિ છે. (૨) “વિદ્યા-વિલાસ પવાડુ” (૨.ઈ.૧૪૨૯) : પ્રકાશિત – ગૂર્જર રાસાવલિ, ૧૯૫૬, સંપા. સી. ડી. દલાલ, બ.ક. ઠાકોર, મો.દ. દેશાઈ. વિદ્યાવિલાસની પ્રચલિત લોકકથા, પદ્યવાત રૂપે ૧૮૯ કડીમાં અહીં પ્રસ્તુત થઈ છે. દુહા, વસ્તુ અને પવાડી છંદ પ્રયોજાયેલ છે. ઉપરાંત ચોપાઈ ઢાળના ધ્રુપદ દ્રુપદ) તથા દેશી રાગના ઢાળનો વિનિયોગ પણ થયેલો છે. પવાડાના સ્વરૂપમાં બહુધા વીરપ્રશસ્તિ કે યુદ્ધકથા આલેખાતી હોય છે. અહીં વીરપ્રશસ્તિ અને યુદ્ધકથા છે. પણ એ જુદી રીતે નિરૂપાઈ છે. કોઈ પૌરાણિક, ઐતિહાસિક વીરનાયક અને તેની પ્રશસ્તિ નહીં, પરંતુ અહીં સામાન્ય શ્રેષ્ઠીપુત્રમાંથી રાજવીપદને પ્રાપ્ત કરનાર કાલ્પનિક પાત્રની પ્રશસ્તિ છે. તથા જે યુદ્ધ કે સંઘર્ષ છે એ જીવન સામેનો છે. એ રીતે જીવનસંગ્રામમાં ઝૂઝતા અને એમાં સફળ થયેલા લોકનાયકની આ કથા છે. ઉજ્જયિની નગરીનો ધનાવહ નામનો શ્રેષ્ઠી એના ચાર પુત્રોને ઘરનો ભાર કેમ વહન કરશો, કઈ રીતે કમાશો, એ મતલબનો પ્રશ્ન કરે છે, ત્યારે સૌથી નાનો પુત્ર ધનસાગર પ્રત્યુત્તર રૂપે કહે છે કે, ઉજ્જયિની નગરીના જગનિક રાજાને જીતીને સઘળું રાજ્ય લઈ લઈશ. પિતા નાના પુત્રના આ પ્રકારના પ્રત્યુત્તરથી ખૂબ જ નારાજ થઈને ગુસ્સે થઈને તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ગૃહનિકાલ થયેલો ધનસાગર એક જયસાગર નામના સાર્થવાહ – વણજારાની મદદથી શ્રીપુર નામના નગર સુધી પહોંચે છે. અહીં એક નિશાળમાં અભ્યાસ માટે રહે છે. નિષ્ઠાવાન અને નમ્ર હોવા છતાં પણ તે વિદ્યાવાન બનતો નથી. એટલે બધા ધનસાગરને મૂખચટ્ટ કહેતા હોય છે. પરંતુ પછીથી તેની નમ્રતાને અને નિષ્ઠાને કારણે, મૂખટ્ટ વિનયચટ્ટ તરીકે ઓળખાવા લાગે છે. આ નિશાળમાં શ્રીપુરના રાજાની કુંવરી સૌભાગ્યસુંદરી અને રાજાના પ્રધાનનો પુત્ર લક્ષ્મીનિવાસ પણ અભ્યાસ કરતાં હોય છે. રાજકુંવરી સૌભાગ્યસુંદરીને પ્રધાનપુત્ર લક્ષ્મીનિવાસનું આકર્ષણ છે, એટલે પ્રધાનપુત્રને બન્ને લગ્ન કરી આ સ્થળેથી ક્યાંક નાસી જઈએ એમ કહે છે. આવું કરતાં પ્રધાનપુત્ર લક્ષ્મીનિવાસ ડરે છે અને તે મૂર્ખચટ્ટ અર્થાત્ વિનયચટ્ટને સંકેતસ્થળે જઈને રાજકુંવરી સાથે લગ્ન કરીને નાસી જવા કહે છે. વિનયચટ્ટ સંમતિ આપે છે. પણ પછી અવઢવમાં પડીને સરસ્વતીના મંદિરમાં જઈને ઉદ્વિગ્ન અવસ્થામાં પોતાના શિરચ્છેદ માટે તૈયાર થાય છે, ત્યારે માતાજી તેની ઉપર પ્રસન્ન થાય છે અને વિદ્યામંત્ર આપે છે. આ વિદ્યામંત્ર મેળવીને વિનયચટ્ટ રાત્રે સંકેતસ્થળે પહોંચે છે. ત્યાં રાજકુમારી એની સખી સાથે રાહ જ જોતી હોય છે. સખીની ઉપસ્થિતિમાં મંદિરમાં લગ્ન થાય છે અને પછી સખીને પણ સાથે લઈને રાજકુમારી અને વિનયચટ્ટ રાત્રે જ ઘોડા ઉપર ભાગી નીકળે છે. રસ્તામાં રાજકુમારી વિનયચટ્ટને Page #106 -------------------------------------------------------------------------- ________________ હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૩ સમસ્યાઓ પૂછે છે. સવાર પડતાં પ્રધાનપુત્રને બદલે વિનયચટ્ટને જોઈને રાજકુમારી વિલાપ કરવા લાગી પણ પછી સખીના આશ્વાસનથી દેવગતિ ન્યારી છે એમ માનીને આહડ નગરમાં પહોંચીને ત્યાં એક આવાસ લઈને રહે છે. અહીં વિનયચટ્ટ પોતાને પ્રાપ્ત વિદ્યામંત્રને બળે લોકોનું રંજન કરતો એટલે લોકો એને વિદ્યાવિલાસ નામે ઓળખવા લાગ્યા. અહડ નગરના રાજા તળાવ ખોદાવતા હોય છે, ત્યારે એમાંથી પ્રાચીન લિપિમાં લખાયેલો એક શિલાલેખ નીકળે છે, કોઈ એ ઉકેલી આપતું નથી, એટલે રાજા પડો ફેરવે છે કે, મારે અનેક પ્રધાનો છે, તેના ઉપરી તરીકે, હું આ લિપિ ઉકેલનારને સ્થાપીશ. વિદ્યાવિલાસ લિપિ ઉકેલવા તૈયાર થાય છે. અને લિપિમાં લખાયેલી વીગતો રાજાને વાંચી સંભળાવે છે કે અહીંથી પૂર્વ તરફ સોળ કરોડ સોનામહોર નીકળશે. વિદ્યાવિલાસે ઉકેલેલા લિપિના લખાણ મુજબ ખોદકામ કરાય છે અને સોળ કરોડ સોનામહોર નીકળતાં રાજા ખુશ થાય છે અને વિદ્યાવિલાસને ઊંચી પ્રધાનપદવી આપે છે. બધા જ વિદ્યાવિલાસને આદર આપે છે. પણ રાજકુંવરીને હજુ વિદ્યાવિલાસ પર વિશ્વાસ બેસતો નથી. રાજાએ યોજેલા એક ઉત્સવમાં રાજકુંવરી સૌભાગ્યસુંદરી નૃત્ય કરે છે અને વિદ્યાવિલાસ મૃદંગ બજાવે છે. મૃદંગ પરની વિદ્યાવિલાસની કુશળતા જોઈને કુંવરી સૌભાગ્યસુંદરીને હવે વિશ્વાસ બેસે છે કે આ પણ કલાકાર છે. આવી પ્રસન્ન મધુર ક્ષણ પ્રગટે છે, ત્યાં તો એક બીજી ઘટના બને છે. નૃત્યના કાર્યક્રમમાંથી પાછા ફરતી વેળાએ સૌભાગ્યસુંદરની ખોવાયેલી મુદ્રિકા શોધવા નીકળેલા વિદ્યાવિલાસને સર્પદંશ થતાં તે એક સુરસેના નામની ગણિકાના ગૃહે ફસડાઈ પડે છે. ગણિકા મણિજલ પાઈને વિદ્યાવિલાસને સાજો કરે છે, પણ પછી મંત્રેલો દોરો પગે બાંધે છે, એટલે વિદ્યાવિલાસ પોપટ બની જાય છે. જ્યારે દોરી છોડે ત્યારે પોપટમાંથી વિદ્યાવિલાસ થઈ જાય. આ બાજુ સૌભાગ્યસુંદરીને હવે વિયોગ સતાવવા લાગ્યો અને રાજા પણ ઉદ્વિગ્ન થઈ ગયો એટલે એણે પડો ફેરવ્યો કે જે કોઈ વિદ્યાવિલાસને શોધી કાઢશે એને હું મારી કુંવરી પરણાવીને અડધું રાજ આપીશ. આ બાજુ એક દિવસ પાંજરાનું બારણું ખુલ્લું રહી જતાં પોપટ બહાર નીકળી પડે છે અને રાજાને મહેલે આવે છે. ત્યાં રાજાની કુંવરી આ પોપટને પગે બાંધેલો દોરી છોડે છે તો તુર્ત જ વિદ્યાવિલાસ એનું મૂળ રૂપ ધારણ કરે છે અને દોરો બાંધે છે તો પુનઃ પોપટ બની જાય છે. રાજાની કુંવરી આ સમાચાર સૌભાગ્યસુંદરીને પહોંચાડે છે. સૌભાગ્યસુંદરી આવી પહોંચે છે. રાજાને આ વાતની ખબર પડતાં તે પણ આવી પહોંચે છે. પોતાની શરત મુજબ કુંવરીનાં લગ્ન વિદ્યાવિલાસ સાથે યોજે છે અને એને અધું રાજ આપે છે. હવે અધ રાજ્યના રાજા બનેલા વિદ્યાવિલાસને પોતાના પિતાને કહેલું વચન યાદ આવે છે એટલે એ ઉજ્જયિની ઉપર આક્રમણ કરવા નીકળી પડે છે. આ આક્રમણમાં વિજય મેળવીને વિદ્યાવિલાસ ઉજ્જયિનીનો રાજા બને છે. પછી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પોતાના પિતા ધનવાહ શ્રેષ્ઠીને મળવા જાય છે અને પોતાની ધનસાગર નામના ચોથા પુત્ર તરીકેની ઓળખ આપીને પોતે કહેલું વચન આજે સત્ય કર્યું છે એમ કહે છે. બધાં ખૂબ જ હર્ષ પામે છે. પછી એક વાર જ્ઞાનતિલકસૂરિ ઉજ્જયિનીમાં આવે છે અને તેમના ઉપદેશથી રાજા વિદ્યાવિલાસ પોતાના પુત્રને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરે છે. પ્રચલિત લોકકથાનકને પવાડાના સ્વરૂપમાં પ્રયોજીને સર્જાયેલી હીરાણંદસૂરિની આ કૃતિ આ વિષયની પ્રથમ ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. (૩) “કલિકાલ રાસ' (ર.ઈ. ૧૪૩૦) : પ્રકાશિત – રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા. ગ્રંથાંક ૯૭, ઈ.૧૯૬૮, સંપા. ડૉ. આત્મારામ જાજોદિયા; હિન્દી અનુશીલન, વર્ષ ૧૦, અંક ૧, સંપા. અગરચંદ નાહટા; સ્વાધ્યાય, ઑક્ટોબર ૧૯૭૩, સંપા. ભોગીલાલ સાંડેસરા. પ્રવર્તમાન વિષમ સમયને નિરૂપતી ૬૪ કડીની આ રાસકૃતિ ભાસ, વસ્તુ અને ફાગ જેવા બંધમાં અભિવ્યક્તિ પામી છે. ખાસ કરીને કળિયુગનાં લક્ષણો અહીં વણ્ય વિષય બન્યાં છે. સર્જકે જોયેલી તત્કાલીન સ્થિતિનું અહીં નિદર્શન કર્યું જણાય (૪) “શૂલિભદ્ર બારમાસા” : પ્રકાશિત – પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ઈ. ૧૯૭૪, સંપા. શિવલાલ જેસલપુરા. સ્થૂલિભદ્ર-કોશાના પ્રસિદ્ધ કથાનકને અહીં હીરાણંદસૂરિએ બારમાસાના સ્વરૂપને માટે પસંદ કરેલ છે. મધ્યકાલીન બારમાસા સ્વરૂપમાં પહેલી વખત આ કથાનક પ્રયોજનાર સર્જકનું માન હીરાણંદસૂરિ મેળવે છે. માગશર મહિનાથી તે કારતક સુધીના બારમાસ અહીં દોહરા, હરિગીત. આદિ પદ્યબંધોમાં ૧૫ કડીમાં આલેખાયેલ છે. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે. તે દૃષ્ટિએ તથા વિષયનિરૂપણની દૃષ્ટિએ આ કૃતિ હીરાણંદસૂરિની મહત્ત્વની કૃતિ છે. દીક્ષા અંગીકાર કર્યા બાદ સ્થૂલિભદ્ર પૂર્વાશ્રમની પ્રેમિકા કોશાના ગૃહે પ્રથમ ચાતુમસ ગાળવા રહ્યા ત્યારે કોશાના ચિત્તમાં ઊઠતા સ્થૂલિભદ્ર પ્રત્યેના મનોભાવો આ કાવ્યની વિષયસામગ્રી છે. સ્થૂલિભદ્ર માગશરમાં દીક્ષા અંગીકાર કરેલી તેથી બારમાસા-રચનાનો આરંભ માગશર માસથી થયો છે. પ્રત્યેક માસની પ્રકૃતિગત લાક્ષણિકતા અને એની માનવમન પર પડતી અસર કવિ કોશાના ઉદ્દગાર રૂપે પ્રકટ કરે છે. જે-તે માસને અનુકૂળ શાસ્ત્રીય રાગનો ઉલ્લેખ પણ કરે છે. ખાસ તો સ્થૂલિભદ્રને ચલિત કરવા માટેના પ્રયાસો અને એમાં નિષ્ફલ રહેતી કોશની વિયોગ-વિરહ-અવસ્થા હીરાણંદસૂરિ અહીં નિરૂપે છે. પ્રાસાનુપ્રાસ અને આંતરયમકના વિનિયોગથી કાવ્ય સુગેય બન્યું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૫ (૫) “કલિયુગ બત્રીશી' : પ્રકાશિત – સ્વાધ્યાય, ઑક્ટોબર ૧૯૭૩, સંપા. ભોગીલાલ સાંડેસરા. કલિયુગનાં લક્ષણોને વિષય તરીકે પસંદ કરીને રચાયેલા કલિકાલ રાસ' કરતાં આ “કળિયુગ બત્રીશી' રચના ઉચ્ચ કોટિની છે. પોતાના શિષ્યને કળિયુગના તત્કાલીન અનુભવો સંભળાવી રહેલા ગુરુની વાણી રૂપે અહીં ૩૨ કડીમાં હીરાણંદસૂરિએ રચનાને અભિવ્યક્તિ અર્પે છે એ એની નોંધપાત્ર વિશેષતા છે. કળિયુગમાં આહાર વહોરવા માટે જતાં જે કંઈ વિષમ અનુભવો થયા છે એ સ્વાનુભવ અહીં સવનુભવ બની રહે એ રીતે વર્ણવાયેલ છે. કડી ક્રમાંક ૧થી ૬ સુધીમાં કવિ ભૂતકાળના દાનવીરોની ઉદાત્ત ભાવનાની વિગતો કહે છે, પછી વર્તમાનકાળે શ્રાવક-શ્રાવિકાઓ કેવાં ભાવહીન બન્યાં છે એની વીગતો સાતથી ત્રીસ સુધીની કડીઓમાં પ્રસ્તુત કરે છે. પરંતુ કવિ શ્રદ્ધાવાન છે, પરિણામે ગુરમુખે વિવિધ પ્રદેશોમાંથી થયેલા કડવા અનુભવો ભલે વ્યક્ત થયા હોય પણ જ્યાં ગિરનાર અને શત્રુંજયનાં તીર્થસ્થાનો આવેલાં છે એ સૌરાષ્ટ્ર પ્રદેશનાં શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવવાળાં છે અને આવાં શ્રાવક-શ્રાવિકાઓ હજુ છે ત્યાં સુધી કળિયુગનું કશું નહીં ચાલે એવી શ્રદ્ધા કાવ્યાન્ત વ્યક્ત કરાઈ છે. આમ હીરાણંદસૂરિએ ગુરુ પાત્રમુખે રજૂ કરેલી આ કૃતિ એની અભિવ્યક્તિની તરાહ અને તત્કાલીન જનસ્વભાવનું નિદર્શન કરાવતી હોઈ મહત્ત્વની બની રહે છે. () “દિવાળી ગીત' : પ્રકાશિત – સ્વાધ્યાય. નવેમ્બર ૧૯૭૪. સંપા. ભોગીલાલ સાંડેસરા. નવ કડીના દુહાબંધમાં રચાયેલું “દિવાળી ગીત' એ એક રૂપકગ્રંથિ કાવ્ય છે. ગૌતમ ગણધર સ્વામીને કેવળજ્ઞાન દિવાળીના દિવસોમાં પ્રાપ્ત થયું હોઈ કવિ આ પર્વને વિશિષ્ટ કોટિનું પર્વ ગણાવે છે. આ પર્વે તારૂપી દીપક પ્રગટાવવાનું, શીલરૂપી ચૂનાથી કાયાને શ્વેત બનાવવાનું, ભાવના-જળ વડે સ્નાન કરીને પવિત્ર થવાનું, વિનયવિવેકનાં નવાં વસ્ત્રો પહેરવાનું અને જિનપૂજાની મુદ્રિકા, નવકારરૂપી હાર જેવાં આભૂષણો ધારણ કરવાનું કવિ અહીં આમ રૂપકાત્મક રીતે કહે છે. ઉપરાંત સમ્યકત્વરૂપ ભાત, ઉપશમરૂપ દાળ, સુમતિરૂપ પાંચ પકવાન, આદરભાવરૂપ ઘી જેવા ઉલ્લેખો પણ આ રચનાને રૂપકાત્મક કક્ષાએ પહોંચાડે છે. આમ, દિવાળીના ઉત્સવનું અધ્યાત્મદ્રષ્ટિએ મહત્ત્વ આંકીને આ પ્રમાણે દિવાળીનું પર્વ ઉજવાય એ જ સાચું, બાકીનું કૃત્રિમ છે એવું સર્જક સૂચવી જાય છે. (૭) સમ્યકત્વમૂલ બારવ્રતરાસ” (૨.ઈ.૧૪૩૮) : પ્રકાશિત – ભાષાવિમર્શ, ઑક્ટોબર ૧૯૮૭. સંપા. ભોગીલાલ સાંડેસર. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯દ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તેતાલીસ કડીની આ કૃતિ ત્રુટક રૂપે મળે છે. આરંભની સોળ કડીઓ અને સત્તરમી કડીનું પ્રથમ ચરણ પ્રાપ્ત થયેલ નથી. વસ્તુ-ઠવણીના પદ્યબંધમાં વિભાજિત આ કૃતિમાં ગેય ગીતો પણ છે. (૮) “સરસ્વતી-લક્ષ્મીવિવાદ ગીત': પ્રકાશિત – ભાષાવિમર્શ, ઑક્ટોબર ૧૯૮૭, સંપા. ભોગીલાલ સાંડેસરા. લક્ષ્મી અને સરસ્વતીના વિવાદની વીગતોને ગીતમાં ઢાળેલ છે. હીરાણંદની કવિપ્રતિભાનો પરિચય આ કૃતિમાંનાં કલ્પના, પ્રાસ-અનુપ્રાસ અને લયમાંથી મળી રહે છે. મુદ્રિત રૂપે પ્રાપ્ત થતી આ આઠ કૃતિઓનો વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપની દૃષ્ટિએ પરિચય મેળવ્યો. હવે આ કૃતિઓના આધારે હીરાણંદસૂરિની સર્જકપ્રતિભાના અંશોનો પરિચય મેળવીએ. (૧) હીરાણંદસૂરિની અલંકારનિરૂપણકળા ઉલ્લેખનીય છે. ‘વસ્તુપાલ રાસ'માં વરતુપાલનો પરિચય આપતી વખતે – સાયરું સારું સમવડિ હિં ગયણ ગયણ સમ હોઇ; વસ્તુહંતરિ વસ્તિગ સમઉ વસ્તિગુ અવર ન હોઈ. ૧૬ (સાગર સાગર સમાન જ હોય છે, ગગન ગગન સમાન હોય છે એમ વસ્તુઓમાં વસ્તુપાલ સમાન બીજો વસ્તુપાલ નથી.) અહીં અનન્વય અલંકારથી વસ્તુપાલનું અદ્વિતીયપણું પ્રગટે છે અને સાથેસાથે યમક તથા વિસા પણ છે. પટ્ટણી પાણી જે વહઈ તિણિ નામિહિં સહિ નામુ, તસુ નંદન ઉપમા લહઈ વસ્તુપાલ ગુણધામુ. પ૧ હે પાટણની સ્ત્રી! પાણી જે વહી રહ્યું છે તેના નામે નામ છે (વારિ), તેના પુત્ર (વારિજ = કમળ)ની ઉપમા જેને મળેલ છે એ વસ્તુપાલ ગુણોના ભંડારરૂપ છે. અહીં કમળ સમસ્યાગૂઢ રીતે રજૂ થયેલ છે અને કમળની ઉપમાથી વસ્તુપાલને નિર્મળ-નિર્લેપ અને સૌંદર્યસંપન્ન એવું વિશેષણ કલાત્મક રીતે પ્રાપ્ત થાય છે. વ્યંગ્યોક્તિ દ્વારા પાત્રનો પરિચય આપવાની હીરાણંદસૂરિની ક્ષમતાનો અહીં પરિચય મળે છે. વિદ્યાવિલાસ પવાડુમાં ૨૩થી ૨૬ કડીમાં દૃષ્ટાંત અલંકારનો વિનિયોગ સરસ રીતે થયેલો છે : કિહાં સાયર, કિહાં છિલ્લરું, કિહાં કેસરિ, કિહાં શાલ, કિહાં કાયર, કિહાં વર સુવડ, કિહાં વણ કિહાં સુરસાલ, ૨૩ કિહાં સરસિવ, કિહાં મેરુગિરિ, કિહાં ખર, કિહાં કેકાણ, Page #110 -------------------------------------------------------------------------- ________________ હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન કિહાં જાદ૨, કિહાં ખાસરું, કિહાં મૂરખ, કહાં જાણ, કિહાં કસ્તૂરી, કિહાં લસણ, કિહાં માનવ, કિહાં દેવ, કિહાં કાંજી, કિહાં અમિયરસ, કિહાં રાણિમ, કિહાં સેવ, કિહાં રીરી, કિહાં વરકણય, કિહાં દીવઉ, કિહાં ભાણ, સામિણિ, મઝ તુઝ અંતરઉં, એ એવડઉં પ્રમાણ. ૨૬ ક્યાં સાગર ? ક્યાં નાનું તળાવ ? ક્યાં સિંહ ? ક્યાં શિયાળ ? એમ અહીં દૃષ્ટાંત સાથે ‘કિહાં'ની પુનરુક્તિ છે. ઉપરાંત, આ કૃતિમાં વર્ણાનુપ્રાસનાં પણ ભરપૂર ઉદાહરણો છે. સૌભાગ્યસુંદરી નૃત્ય કરે છે એ પ્રસંગનું નિરૂપણ આનું સુંદર ઉદાહરણ છે ઃ ૨૪ ૯૭ ૨૫ ૧૦૨ ૧૦૩ ધાંધાં ધપમુ મહુર મૃદંગ, ચચપટ ચચપટ તાલુ સુરંગ, કગિન ધોંગિન ધંગા નાદિ ગાઈ નાગડ દોંદોં સાદિ મપનિ મનિ ઝઝણણ વીણ નિનિખુણિ જંખણિ આઉજ લીણ, વાજી ઓં ઔં મંગલ શંખ ધિધિકટ ધેંકટ પાડ અસંખ. ઝગડ દિગિ દિગિ સિરિ વલ્લરી, ઝુણણ ઝુણણ પાંઉ નેઉરી, દોંદો છંદિહિં તિવિલ રસાલ, ઘણાં ઘણાં ગ્યુર ઘમકાર. ૧૦૪ રિમિઝિમિ રિમિઝિમિ ઝિઝિમ કંસાલ, કરિર કરિર કિ૨ ઘટપટ તાલ, ભ૨૨ ભ૨૨ સિરિ ભેરિઅ સાદ, પાયડીઉ આલવીઉ નાદ. નિસુણી એવંવિહ બહુ તાલ, મિન ચમકી તે નવરંગ બાલ, નાચી અતિ ઘણ ઉલ્લેટ ધરી, રાજકુંર સોહગસુંદરી. આ કર્ણમધુર નાદચિત્ર અને એમાંથી પ્રત્યક્ષ થતું નૃત્ય કરતી સૌભાગ્યસુંદરીનું શબ્દચિત્ર મનોહર છે. અહીં વર્ણાનુપ્રાસ સાથે યમક અલંકાર પણ છે. ૧૦૫ ૧૦૬ શબ્દચિત્રો મુખ્ય બની રહીને અહીં અલંકારનિરૂપણ ગૌણ બની રહેતું જોવા મળે છે. સર્જકનો આશય ચિત્રનિર્માણનો છે. અલંકારો તો જાણે કે અહીં સહજ રીતે ગોઠવાઈ જતા હોય એમ લાગે છે. શબ્દચિત્રોનાં ઘણાં ઉદાહરણો હીરાણંદસૂરિની કૃતિઓમાંથી મળે છે. ચિત્રો ઉપસાવતી વખતે narrator – કથક હીરાણંદસૂરિ કાં તો કૃતિની બહાર રહે છે અથવા તટસ્થ રહે છે. એની કથનકળાનું આ અંગ ધ્યાનાર્હ છે. વ્યક્તિ, સ્થળ કે પ્રસંગનાં એમ અવનવાં ચિત્રો એમની કૃતિમાંથી મળી ૨હે છે. ઉપર્યુક્ત ચિત્ર ઉપરાંત એવાં જ મહત્ત્વનાં કેટલાંક શબ્દચિત્રો જોઈએ. કૃતિમાં ટુકડેટુકડે અંકાયેલાં ચિત્રોમાંથી અંતે પાત્રો પૂર્ણ રૂપે પ્રગટે છે. 'વિદ્યાવિલાસ પવાડુ'નાં વિદ્યાવિલાસ અને સૌભાગ્યસુંદરી આનાં ઉદાહરણો છે. કેટલાંક ચિત્રો આંશિક હોય છે. સૂરસેના અને રાજકુંવરીને આનાં ઉદાહરણો તરીકે દર્શાવી શકાય. વિદ્યાવિલાસને મણિજલ છાંટતી સૂરસેના, પોપટમાંથી વિદ્યાવિલાસ અને પુનઃ વિદ્યાવિલાસમાંથી પોપટ બની જવાની ક્રિયાથી કુતૂહલભાવ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અનુભવતી રાજકુમારીનાં ચિત્રો ઉપરાંત ‘કળિયુગ બત્રીશી'માંથી ઉપસતાં ગુરુ અને શિષ્યનાં ચરિત્રો હીરાણંદસૂરિની ચિરત્રનિર્માણકલાનાં સુંદર ઉદાહરણો છે. સ્થળચિત્ર તરીકે ‘કળિયુગ બત્રીશી'માંના સોરઠપ્રદેશનું વર્ણન અને પ્રસંગચિત્ર તરીકે આહાર વહોરવા જઈ રહેલા સાધુજનવાળા પ્રસંગનું ચિત્ર કે વસ્તુપાળ રાસ'માંના સંઘયાત્રા પ્રસંગનાં ચિત્રો હીરાણંદસૂરિની અલંકારનિરૂપણ નિમિત્તે ચિત્રનિર્માણકલાશક્તિનો પરિચય કરાવે છે. ‘દિવાળી ગીત' રૂપકગ્રંથિમાં રચાયેલું છે તો ‘સ્થૂલિભદ્ર બારમાસા' મુખ્યતયા વિપ્સા અલંકારમાં જ નિરૂપાયેલ છે. સરસતિ સતિ સામિણિ સમરઇએ, પામીએ પામીઅ સુગુરુ પસાઉ કે, ગાઈસુ સીલ-સોહામણુ એ, થૂલિભદ્ર થૂલિભદ્ર મુણિવર-રાઉ કે, સરસતિ સામિણિ સમરઇએ. સમરીઇ સરસતિ, સુગુરુ-આઇસિ થૂલિભદ્ર વખાણીઇ, સિગડાલ-લાછણદેવી-નંદન પાડલિપુરિ જાણીઇ; વ૨સ બારઇ કોડિ બારઇ વેસ સિરૂં વિલસી કરી, માસ માગિરિ સંયમ લીધુ, કોશ હીઅડઇ હિબરી. માસિર માગિસિર મારગ રૂઅડા એ, લાભઇ નદીહં પા૨ કે, વાણિજ મારિંગ સંચર ́ એ, થૂલિભદ્ર થૂલિભદ્ર કરઇ વિહાર કે, માિિસ મારગ રૂઅડા એ. ૧ રૂઅડા માગિસિર મારગ, ગયણ નક્ષત્ર વિહસી, નેપાલ બોરા દિટ ઉરાં, મેલ્હીઈ અંગાસીઆં, વિવહરા દોસી, લગન જોસી, રાગ રૂઅડઉ ચૂંડિંગરી, થૂલિભદ્ર વિષ્ણુ રડંઇ કોશા, નયણ આંસજલ ભરી. ૨ પોસિäિ પોસિર્હિ નિય તનુ પોસિઇ એ, લીજઇ લીજઇ સુધૃત-આહાર કે રંગિત દોટી ઓઢણઇ એ, માણિક માણિક રંગ અપાર કે, પોસિર્હિ નિઅ પોસીઇ એ. પોસ માસિ† પોસીઇ તનુ, સુગંધ તેલસુ લાઈઇ, સિંદૂર-કુકુમિ પીઅલિ કીજઈ, રામિંગરી રિસ ગાઈઇ; કુસુંભ પુંભિહિં મહિલ ચરચ†, વાડીય મરુઉ વાવીઉ, રણિ મોટી, કોશા જંપઇ, ‘થૂલિભદ્ર ન આવીઉ.' ઉપરાંત સમૃત રોટી, ઓણિ દોટી, તીહ નવિ ભય સીઅ તણું, દેવાખિઈ દેવ રીઝઈ, દાઝઇ હિમભિર પોઇણી, થૂલિભદ્રવિયોગિ દાઝઇ કોશ અતિ નવજુવણી. રાયણ નીલાં, ચંદણ ટીલાં, વસંત માસ ફુલીઆમણુ, ૩ ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૯ ભણઈ કોશા, “યૂલિભદ્ર વિષ્ણુ સહૂએ મઝ અસુહામણું.” ૫ કિસૂએ રાતા, ભમર માતા, હીંડોલે મન ગહગતિઉં, કોસહીઅડધું થૂલિભદ્ર વિષ્ણુ હીંડોલા જિમ લહલહિઉં. શબ્દોની પુનરુક્તિથી પ્રગટતા વિા -યમક અલંકારોનાં આ ઉદાહરણો હીરાણંદસૂરિની અલંકારનિરૂપણ કૌશલ્યની પ્રતીતિ કરાવે છે. અહીં પણ અનુપ્રાસ સાથે યમક અલંકાર દૃષ્ટિગોચર થાય છે. ઉપરાંત ત્રીજી કડીના “સુગંધ તેલસુ લાઈઇ, તથા “વાડીય મરુઉ વાવીઉમાં વયણસગાઈ દૃષ્ટિગોચર થાય છે. આમ અનન્વય, દૃષ્ટાંત, વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ અલંકારો જ્યાં જ્યાં નિરૂપાયા છે ત્યાંત્યાં વિપ્ના-ચમક પણ દૃષ્ટિગોચર થાય છે. એમાંથી યમક પરના હીરાણંદસૂરિના કૌશલ્યનો અને અલંકાર દ્વારા ભાવને કલાત્મક અભિવ્યક્તિ. અર્પવાની શક્તિનો સુંદર પરિચય મળે છે. (ર) રાસ, પવાડુ, ચોપાઈ, ગીત કે કોઈ પણ સ્વરૂપ (form)ની કૃતિ હોય પરંતુ હીરાણંદસૂરિ એમાં ઊંડી સૂઝથી પઘબંધનું વૈવિધ્ય જાળવે છે. પદ્યબંધના આ વૈવિધ્યમાંથી એમની કવિપ્રતિભાનાં દર્શન થાય છે. રાસ, પવાડુ ચોપાઈ કે ગીતનું સ્વરૂપ હોય પરંતુ એમાં વિષયસામગ્રીની અભિવ્યક્તિ અર્થે માત્રામેળ કે અક્ષરમેળ છેદોમાંથી દુહા, ચોપાઈ, વસ્તુ, ષટ્રપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રયાત, ટોટક, અડયલા, નારાચ. મોતીદામ જેવા વિવિધ છંદો પ્રયોજીને એમના છંદો ઉપરના પ્રભુત્વનો પરિચય કરાવે છે. ચોપાઈ ઢાળના ધ્રુપદ (દ્રપદ) અને દેશી. રાગ-ઢાળનાં ઉદાહરણો વિદ્યાવિલાસ પવાડુમાં વિશેષ રૂપે દૃષ્ટિગોચર થાય છે. ધ્રુપદોની ટેકને “એ' જેવી નૈતિક માત્રા ઉમેરી રચનાને ગેય બનાવવાનું તેમનું વલણ જોવા મળે છે. હિવ વિવાહલા નઉ ઢાલ. સુંદર લગન ગણાવીઉં એ, મણિ મોતી રયણિ વધાવીઉ એ, વલહ સજ્જન તેડાવઉ એ, વરમંડપ તિહાં મંડાવઉ એ. ૧૩૫ લાડણ વાનિ ચડાવિઉ એ, પરિણવા તોરણિ આવીઉ એ, લાડી હિલ સિણગારી છે, એ વર પીઠી દેહ ઊતારીઈ એ. * ૧૩૬ પહિરણિ ગજવડ ફાલડી એ, ઓઢણી નવરંગ ઘાટડી એ, કરઅલિ ચૂડી ખલકતી એ, સિરિ સોવન રાખડી ઝલકતી એ. ૧૩૭ લાડી સહજિ સોહામણી એ. મુહિ બોલઈ મંગલ કામિણી એ, હાથમેલાવઈ સાંચઈ એ, વર રાજકુંઆરી તે વરી એ. પ્યારી મંગલ વરતીયાં એ, વર વહુઅ રુલીઆયતિ થિયાં એ. વૈશ્વાનર સાMિઈ કરી એ, ઈમ પરિણી જિમ ગુણસુંદરી એ. ૧૩૯ આધઉં રાજ વધામણાં એ, નૃપ દીધઉં હાથ મલ્હાવણઈ એ, પહુતાં હિવ ઘરિ આપણઈ એ, હીરાણંદ “ધન ધન તે ભણઈ એ. ૧૪૦ ૧૩૮ WWW.jainelibrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અહીં વીવાહલાના ઢાળ તરીકે ઓળખાવેલા આ ઢાળમાં ગતિ માત્રા “એ” બાદ કરીએ તો શુદ્ધ ચોપાઈબંધ દૃષ્ટિગોચર થાય છે. કૃતિને સુગેય બનાવવા માટે પ્રચલિત ઢાળમાં છંદને ઢાળીને રચનાને વિશેષ લયાન્વિત રૂપ અપવાનું હીરાણંદસૂરિનું આ વલણ ધ્યાનાર્હ છે. વચ્ચેવચ્ચે ગીત મૂકે છે તેથી કૃતિ અંતર્ગત રહેલ ભાવ હૃદયસ્પર્શી બને છે ? વિદ્યાવિલાસ નરિંદ પવાડુ હોયડા ભિંતરી જાણી, અંતરાય વિણું પુણ્ય કરુ તુહ્મિ ભાવ ઘણેરઉ આણી. એ પ્રારંભની ત્રીજી કડીથી એકવીસમી કડી સુધીના ગીતમાં કથાનક ખૂબ જ ઝડપથી આગળ ધપે છે. તો ચોપનમી કડીથી પંચાણુમી કડી સુધીના ગીતમાં માત્ર સૌભાગ્યસુંદરી અને વિદ્યાવિલાસનાં લગ્ન થયા પછીની પરિસ્થિતિને આલેખેલ ધનધન વિદ્યાવિલાસ ચરી જિણિ પરણી સોહંગસુંદરી. દ્રુપદ ગઢમઢ મંદિર પોલિ પગાર, થાનકિ થાનકિ સલ્તકાર, વાવિ સરોવર અનઈ આરામ દીસઇ, ગિરૂઆં અતિ અભિરામ. ૨૪ નિવસઈ લોક તિહાં અતિઘણા, જિહં ઘરિ રિદ્ધિ તણા નહીં મણા, પપ જાણે અભિનવ કમલાગેહ, ભૂમંડલિ અવતરિઉં એહ. પપ ધન. (વગેરે) આમ ગીતોના માધ્યમથી અને છંદવિનિયોગથી કૃતિને ગેય કાવ્યનું રૂપ હિરાણંદસૂરિએ આપ્યું છે, જે એમની સર્જક પ્રતિભાનું ઉદાહરણ છે. (૩) વર્ણન અને કથનના માધ્યમથી પાત્રને આલેખવાની હીરાણંદસૂરિની રીત પણ ધ્યાનાર્હ છે. વર્ણન દ્વારા પાત્રની દેહયષ્ટિ જ માત્ર નહીં પરંતુ એનું આંતરજગત, એની ચિત્તસૃષ્ટિ પણ ભાવક સમક્ષ ખૂલે છે અને પાત્રનું અનેરું વ્યક્તિત્વ આમ હીરાણંદસૂરિની કૃતિઓમાંથી પ્રગટતું દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારની વર્ણન, કથન અને સંવાદની રીતિથી પાત્રને આલેખવાની પદ્ધતિને કારણે વિદ્યાવિલાસ પવાડુમાંથી નાયિકા સૌભાગ્યસુંદરીના અણગમા, વિરહ અને ઉલ્લાસના ભાવો કલાત્મક રીતે પ્રગટે છે. તથા આ નાયિકાનું તેજસ્વી, ચતુર, પ્રેમ પ્રગટ કરતાં ખચકાટ ન અનુભવતી તેમજ અણગમતા પાત્ર પ્રત્યે વિરોધ કરતાં ન ખચકાતી, સમસ્યા અને અન્ય કલામાં નિપુણ અને ચબરાક એવું વ્યક્તિત્વ વર્ણનો અને કાર્યોમાંથી ઊપસે છે. ખરા અર્થમાં જેને શામળની વાર્તાઓની નાયિકાઓની પુરોગામી કહી શકાય એવું પાત્રનિમણ, લોકમાનસ, લોકમાન્યતાઓમાંથી હીરાણંદસૂરિએ કર્યું છે, જે એની પાત્રનિરૂપણ કલાનો પરિચય કરાવે છે. - “સ્થૂલિભદ્ર બારમાસામાં પણ નાયિકાની વિરહ-વિયોગ-અવસ્થા, હૃદયની શુદ્ધતા સૂચવતા પ્રકૃતિનિર્દેશોમાંથી પ્રગટે છે. “વસ્તુપાલ રાસમાંથી પણ નાયક વસ્તુપાલના ગુણ, બિરુદો-કાર્યો વર્ણનો અને કથનને અનુષંગે ઊપસે છે. કલિકાલ Page #114 -------------------------------------------------------------------------- ________________ હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન D ૧૦૧ બત્રીશી'માંથી તત્કાલીન સમાજ-આચરણને કારણે સાધુજનનાં ચિત્ત જે ખેદભાવ, શ્રદ્ધાભાવ અનુભવે છે તે વર્ણન-કથનના માધ્યમથી પ્રગટે છે. આમ પાત્રને આલેખવાની એક કલાત્મક રીતિ હીરાણંદસૂરિ પાસે હોઈ કતિ સવિશેષ આસ્વાદ્ય બને છે. અવનવી વિષયસામગ્રી, અલંકારોનો વિનિયોગ, છંદનિરૂપણ, વર્ણનો અને એને આધારે પાત્રસૃષ્ટિનું આલેખન કરવાની રીતિ, વિષયને નિરૂપવાની ઊંડી સૂઝ – આ બધાં પાસાંમાંથી હીરાણંદસૂરિની સર્જક પ્રતિભાનો પરિચય મળી રહે છે. એમણે કરેલું અવનવી વિષયસામગ્રીનું આયોજન તેમજ એમની કથનકલાનું સ્વરૂપ અનુગામીઓ પર ખરા અર્થમાં પ્રભાવ પાડનાર નીવડ્યું છે. સંદર્ભ-સામગ્રી (લેખમાં નિર્દિષ્ટ કૃતિપ્રકાશનના સંદર્ભો ઉપરાંત) ૧. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ભાગ ૧ તથા ૨, સંપા. ઉમાશંકર જોશી વગેરે. ૨. ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (મધ્યકાળ), સંપા. જયંત કોઠારી, ગાડીત, શેઠ અને સોની. ૩. ગુજરાતના સારસ્વતો, કે.કા. શાસ્ત્રી ૪. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો – પદ્ય, મંજુલાલ મજમુદાર ૫. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૬, (સંવર્ધિત આવૃત્તિ), સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, - સંપા. જયંત કોઠારી. ૬. મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય, હસુ યાજ્ઞિક ૭. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક ૮. મધ્યકાળના સાહિત્યપ્રકારો. ચંદ્રકાન્ત મહેતા ૯. લોકકથાનાં મૂળ અને કુળ, હરિવલ્લભ ભાયાણી Page #115 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય કાન્તિભાઈ બી. શાહ લાવણ્યસમય ઈ.સ.ની સોળમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા એક ગણનાપાત્ર જૈન સાધુકવિ છે. એમણે રચેલી સૌથી મહત્ત્વની કૃતિ વિમલપ્રબંધની પ્રશસ્તિમાં કવિએ પોતે જ પોતાના વંશ આદિનો પરિચય આપ્યો છે. તે અનુસાર લાવણ્યસમયનો જન્મ વિ.સં. ૧૫૨૧ને પોષ વદ ૩ના રોજ (ઈ.સ. ૧૪૬૫) અમદાવાદમાં થયો. કવિના દાદા નામે મંગ પાટણના શ્રીમાળી વણિક હતા. પાટણથી તેઓ અમદાવાદ આવીને વસ્યા. મંગના ત્રણ પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર શ્રીધર અમદાવાદમાં અજદરપુરામાં રહેતા હતા. શ્રીધરને એમની પત્ની ઝમકલદેવીથી ચાર પુત્રો અને એક પુત્રી થયાં. જેમનાં નામ અનુક્રમે વસ્તુપાલ, જિનદાસ, મંગલદાસ, લઘુરાજ અને લીલાવતી હતાં. ચાર પુત્રોમાં સૌથી નાના પુત્ર લઘુરાજ તે જ આપણા દીક્ષાનામધારી લાવણ્યસમય. લઘુરાજના જન્માક્ષર મુનિ સમયરત્નને બતાવતાં એમણે કહેલું કે આ પુત્ર કોઈ મોટો તપસ્વી થશે, કાં તીર્થ-કાર થશે, કાં મોટો યતિ થશે કે પછી મહાવિદ્વાન થશે. આ લઘુરાજે નવ વર્ષની બાળવયે સં. ૧પ૨૯ના જેઠ સુદ ૧૦ને દિને (ઈ.સ. ૧૪૭૩) પાટણમાં તપગચ્છના સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને સાધુ લાવણ્યસમય બન્યા. સમયરત્ન લાવણ્યસમયના વિદ્યાગુરુ હતા. કવિ પોતે જણાવે છે તે પ્રમાણે સોળમે વર્ષે સરસ્વતીની કૃપાથી એમનામાં કવિત્વશક્તિની ફુરણા થઈ, જેનાથી એમણે રાસ, ચોપાઈ, છંદ, કવિત, ગીત, સંવાદ જેવી વૈવિધ્યપૂર્ણ રચનાઓ કરી. લાવણ્યસમયે ગુજરાત, સોરઠ, રજપૂતાના આદિ વ્યાપક પ્રદેશમાં વિહાર કરીને ઠેરઠેર ઉપદેશ આપ્યો. એમના ઉપદેશ-પ્રભાવથી ઘણે ઠેકાણે દહેરાં અને ઉપાશ્રયોનું નિર્માણ થયું. આ બધાંને પરિણામે સં. ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯)માં એમને પંડિતપદ પ્રાપ્ત થયું. જે કૃતિમાં કવિએ પોતાને વિશેની આ માહિતી દર્શાવી છે તે વિમલપ્રબંધની રચના અણહિલવાડ પાટણ પાસેના માલસમુદ્રમાં પોતે સં.૧૫૬૮ (ઈ.સ.૧૫૧૨)માં ચોમાસું રહ્યા ત્યારે સકળ સંઘની વિનંતીને ધ્યાનમાં રાખીને કરી. લાવણ્યસમયે રચેલ ખિમઋષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' એ એમની છેલ્લું રચ્યાવર્ષ (સં. ૧૫૮૯) ઈ.સ.૧૫૩૩) ધરાવતી ઉપલબ્ધ કૃતિ છે. એ રીતે સં. ૧૫૨૧થી ૧૫૮૯ (ઈ.સ.૧૪૬૫થી ૧પ૩૩) કવિ લાવણ્યસમયનો હયાતીકાળ નિશ્ચિત થાય Page #116 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [ ૧૦૩ છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે અંગે કશી માહિતી ઉપલબ્ધ નથી. મુખ્યત્વે ધમપદેશ અને ધર્મપ્રસારના હેતુથી રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપવૈવિધ્ય અને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે તેઓ એમના સમયના એક ગણનાપાત્ર કવિ બની રહે છે. લાવણ્યસમયે નાનીમોટી કથામૂલક કૃતિઓ રચી છે તેમાં પ્રબન્ધ, રાસ અને ચરિત્ર – ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડો અને ૧૩૫૬ કડીઓમાં વિસ્તરેલી રચના ‘વિમલપ્રબન્ધરાસ' (ર.ઈ.૧૫૧૨) એમની સૌથી મહત્ત્વની કૃતિ છે. બાવીસમા તીર્થંકર નેમિનાથના સંયમધમાભિમુખ ચરિત્રને ઉપસાવતી “મિરંગરત્નાકર છંદ | રંગરત્નાકર નેમિનાથ પ્રબન્ધ' (ર.ઈ.૧૪૯૦) એમની બીજી મહત્ત્વની રચના છે. આ ઉપરાંત ૬ ખંડ અને ૪૫૫ કડીમાં વિસ્તરેલી “વચ્છરાજ દેવરાજ રાસ, ચોપાઈ' (ર.ઈ. ૧૫૧૬), ૩ ખંડ અને પ૧૨ કડીમાં રચાયેલી ખિમાત્રષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' (ર.ઈ.૧૫૩૩), “સુરપ્રિયકેવલીનો રાસ' (ર.ઈ.૧૫૧૧) એમની ચરિત્રાત્મક રચનાઓ છે. વિમલપ્રબન્ધ/રાસ' એ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીનાં સત્કૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રીતે ઉપસાવતી કૃતિ છે. વિમલ મંત્રીના જન્મથી અંત સુધીની જીવનઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોનું એમાં નિરૂપણ છે. આ ઘટનાઓ-પ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન સાંપડે છે. એ રીતે એ મુખ્યતયા ‘કાન્હડદે પ્રબંધ' પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જોકે અહીં દંતકથાઓ પર પણ ઠીકઠીક આધાર રખાયો હોવાને કારણે અને સામાજિક-ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિની સાથે જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે. આરંભના બે ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલ વંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો (પોરવાડ), અઢાર વર્ષની વ્યવસ્થા, ૬ દર્શન ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેની પરિચયાત્મક ભૂમિકા બાંધવામાં આવી છે. ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કહેવામાં આવી છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, પોતાની બાણવિદ્યાથી રાજા ભીમદેવને પ્રસન્ન કરી એણે પ્રાપ્ત કરેલી દંડનાયકની પદવી, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે વિમલની હત્યા કરવા માટે કરેલા પ્રયાસો, જુદાંજુદાં યુદ્ધોમાં વિમલે મેળવેલો વિજય, પરિણામે રાજા ભીમને હાથે જ વિમલનું થતું સમાન, ધર્મઘોષસૂરિ નામે જૈન સાધુએ આબુ પર્વત ઉપર જૈન મંદિર બાંધવા વિમલ મંત્રીને આપેલો આદેશ અને અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરી વિમલવસહી' નામે બંધાવેલું દહેરાસર - આ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. વિમલ અંબાને પ્રસન્ન કરી તીર્થનિર્માણ અને પુત્રપ્રાપ્તિ એમ બે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વરદાન માગે છે. પરંતુ અંબાએ એક જ વરદાન માગવાનું કહેતાં વિમલ પુત્રપ્રાપ્તિનું વરદાન માગવાને બદલે તીર્થરચનાનું વરદાન માગે એ પ્રસંગ વિમલના. ધર્મવીરચરિત્રને સૂચક રીતે ઉપસાવે છે. કળિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બેગમોનું ખડી બોલીમાં ટીખળ, ઓજસ્વી શૈલીવાળું યુદ્ધવર્ણન, વિજય પછીનું વિમલમંત્રીનું આલંકારિક શૈલીમાં નિરૂપિતા સ્વાગત – આ બધાં વર્ણનો લાવણ્યસમયની કવિપ્રતિભાના દ્યોતક બન્યાં ઠઠાપુરી (ઠઠનગર)ના રાજા સામે વિમલે ખેલેલા યુદ્ધનું વર્ણન એમાં આવતી વર્ણસગાઈ, ઝડઝમક અને રવાનુસારી શબ્દોથી યુક્ત પદાવલિ અને ઓજસ્વતી શૈલીને કારણે વિશેષ ધ્યાન ખેંચે છે : * ઘણ ગોલા ગોફિણિ ફાર ફિરઈ, રણસાગરિ રૂંધ્યા વીર તરઈ. * નવ ખંડ અખંડ તિ ખંડ કરઈ, ભડ ખેલે ખાંડે ખતિ ધરઇ. * ઘણ ઘૂમ્યા દૂખ્યા ઘાય વડિ, ભયભીતા જીતા રાનિ રડઈ. * હબ હબ હબ હબકી હાક હવઈ, ઝબ ઝબ ઝબ વીજ ખડગ વિઢઇ, ધબ ધબ ધબ ધીંગડ ધીર ધસઇ. કમકમતા કાયર ખેટિ ખિસઇ. રણ રણ રણ કાહલ રણકીયલઈ, ડમ ડમ ડમ ડમરૂ ડમકીયલઈ, ઢમ ઢમ ઢમ ઢોલ ઢમક્કીયલઈ, ચમ ચમ ચમ ચંગ ચમક્કીયલઈ. ઉએસનગર, ચંદ્રાવતી, અણહિલપુર પાટણનાં નગરવર્ણનો, એનાં ચૌટાં એમાં રહેતી અઢારે વર્ણ, વણિકોની ૮૪ જ્ઞાતિઓ, સ્ત્રીપુરુષનાં સામુદ્રિક લક્ષણો, રાગરાગિણીઓ, સ્ત્રીપુરુષની કલાઓ, શુકન-અપશુકનની માન્યતાઓ, રાજસભા, યુદ્ધ, અને શસ્ત્રો, વિવાહ-લગ્નપ્રસંગોના રીતિરિવાજો વગેરેનાં વીગતસભર ચિત્રણો કવિના સર્જકત્વ કરતાં કવિના પાંડિત્યને વિશેષ પ્રગટ કરનારાં અને તત્કાલીન સમાજસ્થિતિ અને લોકાચાર પર પ્રકાશ પાડનારાં બન્યાં છે. આખી રચના પ્રબંધ, રાસ અને ચરિત્રનાં સ્વરૂપગત લક્ષણોને ઓછેવત્તે અંશે પ્રગટ કરે છે. કવિએ ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો તેમજ વિવિધ દેશીઓના ઢાળોમાં આખી કૃતિને ઢાળી છે. લાવણ્યસમયની આ કૃતિ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક ધ્યાનાર્હ. કૃતિ બની રહે છે. લાવણ્યસમયની બીજી મહત્ત્વની કથામૂલક રચના છે અનેરિંગરત્નાકર છંદ, જે “રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ' તરીકે પણ ઓળખાવાઈ છે. કૃતિના આરંભમાં કવિ લખે છે : તુ મન આણંદિઈ નેમિ જિણ વંદિઈ, નવનવ દિઈ છંદ કહું. આ રચના બે અધિકારમાં રંપર કડીમાં બાવીસમા તીર્થંકર નેમિનાથના જન્મથી માંડી કેવળપદપ્રાપ્તિ સુધીના જીવનપ્રસંગોને આલેખે છે. જોકે મુખ્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય / ૧૦૫ નિરૂપણ નેમિનાથના લગ્નપ્રસંગનું છે. દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ, પદ્ધડી જેવા, મુખ્યત્વે માત્રામેળ છંદોમાં આ કૃતિ રચાઈ છે. કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંતઃપુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન અને એમનાં હસીમજાક, રાજિમતીનું દેહસૌંદર્ય જેવાં નિરૂપણો નોંધપાત્ર બન્યાં છે. ઉપમા, ઉપ્રેક્ષા. વ્યતિરેક જેવા અથલિંકારો, કહેવતો, પ્રાસાનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી ઊભું થતું નાદસંગીત ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી કેટલાંક વર્ણનો ચિત્રાત્મક અને લયાન્વિત બન્યાં છે. રાજુલના સૌંદર્યને વર્ણવતાં ‘જીતા સીહલા કટિને લંકે', ‘જીતાં છતાં નયણે હરિણ', ‘વેણઈ વાસગ જિર જવ’ ‘છતાં રાતાં કમલ કરિ' જેવી પંક્તિઓ દ્વારા કવિએ વ્યતિરેકોની આખી શ્રેણી ઊભી કરી છે. નેમકુમાર લગ્નમંડપેથી પાછા ફરી જતાં રાજુલના જીવનમાં વ્યાપી વળતી. શૂન્યતાને કવિ આ રીતે ચિત્રબદ્ધ કરે છે ? 1 ખિણિ ખાઈ ખિણિ વાટાં લોટઈ ખિણિ ઉંબરિ, ખિણિ ઊભી ઓટઈ, ખિણિ ભીતરિ, ખિણિ વલી આંગણઈ એ પ્રીય વિણ સૂની વલી ગણઈ એ. લગ્નવિધિ. સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવાં પડતાં દુખો, પાપી જીવોને ભોગવવા પડતા વિધવિધ દંડ જેવાં વીગતપ્રચુર વર્ણનોમાં તત્કાલીન સમાજજીવનને કવિએ પ્રતિબંબિત કર્યું છે. ઉદાહરણ તરીકે કવિ નેમિનાથને મુખે લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે ત્યારે એમાં કાયર પુરુષ, માથાભારે પત્ની, સ્ત્રીની આભૂષણો માટેની માગણી, તેલ, મીઠું, મરચું, બળતણ વગેરે માટેનો સ્ત્રીનો રોજિંદો કકળાટ વગેરે વીગતોમાં વિનોદની હળવી લકીર સમેતની સમાજનિરીક્ષણની બારીકાઈ જોઈ શકાશે. ‘વચ્છરાજ દેવરાજ રા/ચોપાઈ એ લાવણ્યસમયની છ ખંડમાં વિભક્ત અને ૪૫૫ કડીઓમાં વિસ્તરેલી રચના છે. આ કૃતિમાં સિંધુ દેશની ચંદ્રાવતી નગરીના રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથા આલેખાઈ છે. પિતાના મૃત્યુ પછી મોટો પુત્ર દેવરાજ ગાદીએ બેસે છે ને નાના ભાઈ વચ્છરાજને મારી નાખવાનું કાવતરું કરતાં વચ્છરાજ માતા અને બહેનને લઈ નાસી છૂટે છે. ઉજ્જયિનીમાં સોમદત્ત વણિકને ત્યાં રહી, અદ્ભુત પરાક્રમો કરી શ્રીદત્તા, રત્નાવતી અને કનકવતી એ ત્રણ રાજકુંવરીઓને પરણી, યુદ્ધમાં દેવરાજને હરાવી સિંધુ દેશનું રાજ્ય મેળવે છે. કથામાં શૃંગાર અને વીર વિશેષ પ્રભાવક બન્યા છે. પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લઈને આ જન્મમાં વચ્છરાજને અંતે સુખ પ્રાપ્ત થયું એવો બોધ આ કૃતિમાં છે. 1 ખિમઋષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' (૨.ઈ. ૧૫૩૩) એ કવિની ૩ ખંડ ને પ૧૨ કડીમાં દુધ અને ચોપાઇ છંદમાં રચાયેલી કૃતિ છે, અને અનુક્રમે પ્રત્યેક ખંડમાં ખિમઋષિ, બલિભદ્ર અને આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રનું Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિસ્તૃત આલેખન કરે છે. આ કૃતિમાં ખિમઋષિના કઠિન સંકલ્પો અને બલિભદ્ર તથા યશોભદ્રના જીવનના કેટલાક ચમત્કારોનું નિરૂપણ થયું છે. પણ કૃતિમાં કોઈ વિશેષ કાવ્યસિદ્ધિ જણાતી નથી. “સુરપ્રિયકેવલી રાસ' (ર.ઈ.૧૫૧૧) સુરપ્રિય નામે એક જૈન કેવલીના ચરિત્રને નિરૂપે છે. મહાવીરસ્વામી મગધદેશના રાજગૃહી નગરમાં પધારે છે ત્યારે હર્ષવિભોર બનેલા રાજા શ્રેણિક એમની ધર્મદેશના સાંભળવા જાય છે. ત્યાં મહાવીર આ સુરપ્રિયકેવલીનું ચરિત્ર સંભળાવે છે. આ રાસ હજી અપ્રગટ જ છે. લાવણ્યસમયે સંવાદ કાવ્યસ્વરૂપની કેટલીક નોંધપાત્ર રચનાઓ કરી છે. આ રચનાઓ કૃતિમાં આવતી સંવાદચાતુરીને કારણે ખાસ ધ્યાન ખેંચે છે. આ પ્રકારની કાવ્યરચનાઓમાં “રાવણમંદોદરી સંવાદ | રાવણસાર સંવાદ' (૨.ઈ.૧૫૦૬), ‘કરસંવાદ' (ર.ઈ. ૧૫૧૯), “ચંપકચંદનવાદ | સુકડી-ચંપૂ સંવાદગીત', “સૂર્યદીપવાદ છંદ' તથા ‘ગોરી-સાંવલી ગીતવિવાદ' કૃતિઓનો સમાવેશ થાય છે. “રાવણમંદોદરી સંવાદ | રાવણસાર સંવાદ' ૬૧ કડીની રચના છે. એમાં મંદોદરીનાં ભય-ચિંતા અને રાવણના અહંકારને પ્રગટાવતો. જુદાર ભાષાવાળો. રાવણ મંદોદરી વચ્ચેનો સંવાદ રજૂ થયો છે. આ સંવાદમાં બંને પાત્રોનો વ્યક્તિત્વભેદ સુરેખપણે ઊપસે છે. રાવણ અહંકાર આડે રામની શક્તિનો અને વાનરસૈન્યનો સાચો ક્યાસ કાઢી શકતો નથી. પરિણામે મંદોદરીની વિનંતીને અવગણી પોતાની મોટાઈમાં જ રાચ્યા કરે છે. આ ધરતી પર પોતાના જેવો કોઈ ભડ નથી એની બડાશ હાંકતાં એ કહે છે કે પોતે મૃત્યુને પણ મરડીને બાંધી દીધું છે ને શેષને પાતાળ ભેગો કર્યો છે. મંદોદરી આવનાર પરિસ્થિતિનાં એંધાણ પારખી રાવણનાં અહંકાર અને લંપટતાને નિંદે છે. એની વાણીમાં સમજદારી અને શિખામણનો સૂર છે. સીતાના સતીત્વમાં એને દૃઢ શ્રદ્ધા છે. આ સંવાદમાંથી જેમ બંને પાત્રોનો વ્યક્તિત્વભેદ ઊપસે છે તે જ રીતે બે ભિન્ન ચિત્રો પણ ઊભાં થાય છે. એક બાજુ રાવણના અખૂટ વૈભવ અને બળનું તો મંદોદરીમુખેથી રામલક્ષ્મણના શૌર્યનું અને વાનરસેનાની શક્તિનું. કેટલીક ચિત્રાત્મક પંક્તિઓ જુઓ : ધડહડ ધરણી ધડહડઈ, દીઈ કઈ વાનરો ફાલ રે. * ભૂધર ભાલા ઝલહલઈ, રવિ ખલભલઈ તેજિ રે. મંદોદરી આરંભમાં જ અતિશયોક્તિથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : સૂતલો સીંહ જગાવી નડિક વાસગ નાગ રે.' દૃાન્ત પ્રયોજીને મંદોદરી રાવણને કહે છે ? પત્રગ જિમ પય પાઇલ, મેહલઈ વિષની ઝાલ રે, કાંમીનિઇ કોઇ હિત કહઈ, થાઈ દોષ ભૂપાલ રે. Page #120 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય L ૧૦૭ વળી, આ પંક્તિઓ એમાંના શબ્દાલંકારથી ધ્યાન ખેંચશે ? ઉ આવઈ દલ દડવડ્યાં, વાજિ ઢોલ નીસાંણ રે, રામઘરણિ તણિ કારણિ, કંથા કાય તજો પ્રાણ રે. લાવણ્યસમયે ઈ.સ.૧૫૦૬માં આ “રાવણમંદોદરી સંવાદ રચ્યાના ત્રણ જ વર્ષ પછી ઈ.સ.૧૫૮૯માં જૈનેતર કવિ શ્રીધરે પણ “રાવણમંદોદરી સંવાદ'ની રચના કરી હતી. સંભવ છે કે શ્રીધર લાવણ્યસમયની આ રચનાથી પ્રભાવિત પ્રેરિત થયા હોય. “કરસંવાદ' ઈ.સ.૧૫૧૯માં રચાયેલી ૬૯ કડીની બીજી એક નોંધપાત્ર સંવાદરચના છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપનું પારણું કરવા શ્રેયાંસકુમારને ત્યાં ગયા. શ્રેયાંસકુમાર જાતે 28ષભદેવને ઇશ્નરસ વહોરાવે છે. ત્યારે આ રસ ક્યો હાથ વહોરે ? ડાબા અને જમણા બન્ને હાથ વચ્ચે પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે થતી દલીલોને રજૂ કરતો વિનોદસભર અને ચાતુરીભર્યો કાલ્પનિક સંવાદ આ કાવ્યનો વિષય છે. આરંભમાં ઋષભદેવના તપનો નિર્દેશ કરતું કથાનક દુહા છંદમાં પીઠિકા રૂપે આવે છે. મધ્યમાં આખોય કરસંવાદ ચોપાઈ છંદમાં રજૂ થાય છે અને બન્ને હાથ વારાફરતી પોતાની મહત્તા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પછી કાવ્ય બે હાથ વચ્ચેના સમાધાનભર્યા સમાપન તરફ ગતિ કરે છે. “મારે માટે તમે બન્ને હાથ સરખા જ છો” એમ કહી ઋષભદેવ પોતાના ઝઘડતા બન્ને હાથને ડાબા-જમણા બંને હાથનું મહત્ત્વ વૈવિધ્યપૂર્ણ દૃષ્ટાન્તો આપીને સમજાવે છે. ઉદાહરણ તરીકે રોટલી, લાડુ, પાપડ, વડાં, ખાજાં બે હાથની મદદથી જ થાય છે. નાદભેદ, નાટક, નારીભોગ. સુથાર-કુંભાર આદિની કારીગરી – આ બધો બે હાથનો વ્યાપાર છે. આમ, બે હાથ વચ્ચે સમાધાન કરાવી છેલ્લે ઋષભદેવ બંને હાથ ભેગા કરી ઈક્ષરસ ભાવપૂર્વક વહોરે છે. આમ, જૈન સાધુ માટે (હાલ દિગંબર જૈન સાધુવર્ગમાં પ્રચલિત) બે હાથથી વહોરવાની પ્રક્રિયાનો પ્રસંગ કરસંવાદ માટેનું ઔચિત્યપૂર્ણ નિમિત્ત બની રહે છે. - કાવ્યની અંતિમ પંક્તિ છે : પામી ચંદ્રપ્રભ જિનરાય, બે કર સંપિઇ પૂજ્જઈ પાય. જોયું ? કવિએ છેલ્લે ચંદ્રપ્રભુ જિનેશ્વરના પાય પૂજવાનો નિર્દેશ પણ બે હાથ મેળવવાના ઉલ્લેખથી કર્યો ! આ પ્રકારની રચનાઓમાં રસસિદ્ધિ કરતાં વિદ્વત્તા, ચાતુરી, દલીલબાજી, સમાજવ્યવહારનું ઝીણવટભર્યું નિરીક્ષણ વગેરેના અંશો વિશેષ જોવા મળે છે. ચંપકચંદન વાદ | સુકડી-ચપૂ સંવાદગીત’ ચંપક અને ચંદન વચ્ચેના કલહસંવાદને નિરૂપતી ૧૧ કડીની રચના છે. ‘સૂર્ય-દીપવાદ છેદ સૂર્ય અને દીપક વચ્ચેના ચડિયાતાપણાના વિવાદને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય નિરૂપતી છપ્પાની ૩૦ કડીની રચના છે. આ અને “ગોરી-સાંવલી ગીત/વિવાદ' કવિની અપ્રગટ રચનાઓ છે. ' વિવાપ્રસંગને આલેખતી અથવા દીક્ષપ્રસંગને જ વિવાહપ્રસંગ જેવો ગણી રચાયેલી વિવાહલી સ્વરૂપની કૃતિઓની લાવણ્યસમયે રચના કરી છે એમાં નેમિનાથ હમચડી' (ર.ઈ.૧૫૦૮ સં.૧૫૬૪; કોઈ હસ્તપ્રતમાં રચના સમય સં.૧૫૬૨ મળે છે.) અને “સુમતિસાધુસૂરિ વિવાહલો’નો સમાવેશ થાય છે. નેમિનાથ હમચડી' એ હમચી પ્રકારને અનુરૂપ વેગવાન સમૂહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે વેગીલી ભાષાનો અનુભવ કરાવતી ગીતિકા છંદને પ્રયોજતી ૮૪ કડીની રચના છે. જેમ-રાજુલનું જાણીતું કથાનક અહીં કવિએ લીધું છે. આ જ વિષયને કવિએ આ અગાઉ “નેમિ રંગરત્નાકર છંદ'માં છંદસ્વરૂપે આલેખ્યો હતો. એની લઘુ આવૃત્તિ જેવી આ રચનાને ગણાવી શકાય. અહીં પણ લાવણયસમયે કથાનું ફલક વ્યાપક રાખ્યું છે – નેમિનાથના જન્મથી માંડી નેમ-રાજુલ મોક્ષપદને પામ્યાં ત્યાં સુધીનું, પણ એ માત્ર ૮૪ કડીની મર્યાદામાં સમેટવાનું હોઈ જીવનફલકના અમુક જ પ્રસંગોને કવિએ રસિક બનાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે બાકીની ઘટનાઓને તો માત્ર ઉલ્લેખના અંકોડે સાંકળી લેવામાં આવી છે. જે-જે પ્રસંગોને કવિએ રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં એક પ્રસંગ છે બાળનેમિના શૌર્યનો. બાળનેમિના બળિયાપણાની સમગ્ર બ્રહ્માંડ ઉપર પડતી અસરનું સુંદર ચિત્ર કવિ આપે છે. આ બળનો ખુદ કૃષ્ણ ઉપર જે પ્રભાવ પડે છે એમાં હાસ્યની લકીરો પણ કવિએ ફરકાવી છે. બાળબ્રહ્મચારીનું આ બળ જોઈ કૃષ્ણ નેમને પરણાવવાનું વિચારે છે. તેમને સમજાવવા નાનાવિધ શણગાર સજીને આવેલી કૃષ્ણની સોળસહસ્ર રાણીઓનું ચિત્ર શૃંગારરસિક બન્યું છે. રાણીઓનાં વસ્ત્રાલંકારો, શણગારસજાવટ અને અંગલાવણ્યનું વર્ણન અલંકારખચિત છે. * નાગલોકની કન્યા નાઠી, રૂપિઈ રંભા ત્રાઠી. * નિલટિ ચંદ્ર શું ચઢીઉ રે. હિંદીની છાંટ વેશભૂષાના વનને વિશેષ આસ્વાદ્ય બનાવે છે ? કસકા ચરણા ચોલ મજીઠા, કસકા ઘુડ્ઝરીઆલા, કસકા છાયલ છઇલ સુ છલીઆ, કસકા ચરણા કાલા રે. વસંતવર્ણનમાં સુંદર સ્વભાવોક્તિચિત્ર ઊભું થાય છે ? વારૂ વન રલીઆમણાં રે, આંબા રાઈણિ રૂડા કોઇલિ કરઈ ટહૂકડા રે, રાતી ચાંચઈ સૂડા રે. દ્રાખ તણાઈ છઇ માંડવા રે, નવરંગી નારિંગી,. ચિહુ પખઈ તરૂ મુરીઆ રે, ચઉખંડા છઈ ચંગા રે, Page #122 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [ ૧૦૯ કૃષ્ણની રાણીઓ નેમકુમારને રીઝવવા એમની સાથે નિર્દશ, નિર્દોષ ઠઠ્ઠામશ્કરી, ટોળટીખળ કરે છે ને હોળી ખેલે છે એ આખું વર્ણન રમતિયાળ ભાવે ને હાસ્યની લકીરે નિરૂપાયું છે : * ગોપી લોપી લાકડી રે, લા િવડી પટરાણી, આલિ કરિ ઉછાંછલા રે, બોલઈ વાંગડ વાણી રે. # હરખિ હસઈ હાસાં કરિ રે, દેહર સિકું ભુજાઈ. લગ્નની પૂર્વતૈયારીના વર્ણનમાં તત્કાલીન સમાજપ્રણાલીનું પ્રતિબિંબ જોવા મળે છે. ઊઘલતી જાન અને વરરાજાનું વર્ણન પણ એ જ ધાટીનું છે. આશ્ચર્ય એ થાય કે કેટલાંક સુંદર પ્રસંગચિત્રણોની વચ્ચે, નેમકુમારના જીવનમાં મોટું પરિવર્તન આણનાર, વળાંકબિંદુ સમો પશુચિત્કારનો પ્રસંગ કવિએ માત્ર અડધી પંક્તિમાં ઉલ્લેખથી જ પતાવ્યો છે. નેમવિદાય પછીની રાજુલની કરુણ સ્થિતિનું નિરૂપણ ભાવવાહી બન્યું છે ? કંકણ ફોડઈ, હિઅડું મોડઇ, ત્રોડાં નવસર હારો, ખિણિ ખિણિ લોડઈ, બે કર જોડઈ, પઈ નેમિકુમારો રે. ‘સુમતિસાધુસૂરિ વિવાહલો' ૮૩ કડીનું કાવ્ય છે. આ કાવ્યમાં દીક્ષા પ્રસંગને વિવાહપ્રસંગ રૂપે આલેખવામાં આવ્યો છે અને તેથી કૃતિ વિવાહલી સ્વરૂપે રચાઈ મેદપાટ (મેવાડ)ના જાઉર નગરના શ્રેષ્ઠી ગજપતિશાહના પુત્ર જયરાજને નિશાળે જતાં રત્નશેખરસૂરિનો પરિચય થાય છે. મુનિના ઉપદેશથી નવરાજને દીક્ષા લેવાની ઈચ્છા જાગે છે. અંતે આ નારાજ (સાધુનામ સુમતિસાધુસૂરિ)ના દિીક્ષા પ્રસંગની ગામેગામ કંકોતરી મોકલવામાં આવે છે ? નયરાજકુંવર પરિણિસિઈ એ, વરિસિઇ સંયમનારિ. લગ્નઅવસરના ઉમંગથી આ દીક્ષા પ્રસંગ વર્ણવાયો છે. દીક્ષાના વરઘોડાનું વર્ણન એ રીતે ધ્યાન ખેંચે છે. ઉપર દર્શાવેલી વિવાહલો રચનાઓ ઉપરાંત સ્થૂલિભદ્ર-કોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી “સ્થૂલિભદ્ર એકવીસો' (ર.ઈ. ૧૪૯૭) તથા ૧૪૮ કડીની નંદબત્રીશી' જેવી પ્રકીર્ણ સ્વરૂપવાળી રચનાઓ લાવણ્યસમયે આપી છે. સ્થૂલિભદ્ર એકવીસો ૨૧ કડીની રચના છે. પ્રત્યેક કડીની પ્રથમ ચાર પંક્તિ દેશમાં અને પછીની ચાર પંક્તિ હરિગીત છંદમાં આલેખાઈ છે. આખી રચના દેશી. અને હરિગીતમાં અવાન્તરે આવ્યા કરે એ પ્રકારે કૃતિનું આયોજન થયું છે. ગણિકા કોશાને ત્યાં જે સ્થૂલિભદ્ર અગાઉ બારબાર વર્ષ પડ્યાપાથય રહેલા તે જ સ્થૂલિભદ્ર હવે દીક્ષાધારી બનીને પ્રથમ ચાતુર્માસ ગાળવા પૂર્વાશ્રમની પ્રેમિકાને ત્યાં પધારે છે ત્યાંથી કાવ્યનો પ્રારંભ થઈ, અંતે કોશાના હૃદયપરિવર્તન આગળ કાવ્યની સમાપ્તિ થાય છે. કાવ્યના આ આરંભ-અંતની વચ્ચે કોશાએ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પોતાના રૂપછાકથી, વિધવિધ હાવભાવથી અને ઉત્કટ વિનવણીથી સ્થૂલિભદ્રનું મન ચલિત કરવા અથાગ પ્રયાસ કર્યો પણ સ્થૂલિભદ્ર તો અડગ અને નિશ્ચલ જ રહ્યા. એમના આ વિરક્તિ ભાવે કોશાના હૃદયને પલટાવી નાખ્યું. કૃતિ નાની છે પણ ભાવપૂર્ણ અને કાવ્યમય બની છે. બે રીતે : એક, કોશાના હ્રદયભાવોનું રસિક નિરૂપણ અહીં છે અને બે, કોશાના રૂપછાકનાં, અંગસૌંદર્યનાં, હાવભાવનાં, સ્થૂલિભદ્રની અડગતાનાં અલંકારપ્રચુર અને કલ્પનાસમૃદ્ધ વર્ણનો અહીં છે. કાવ્યનો આરંભ વર્ષાૠતુના ચિત્રથી થાય છે. સ્થૂલિભદ્રના આગમનનો પ્રતિભાવ કોશા આ રીતે આપે છે ઃ કુણ મુરખ રે અંબ-નીંબ સરખા ગણઇ ? અતિ કુંઅલઇ રે ટિલંકિ કેસરી હસ્યઉ' પંક્તિનો વ્યતિરેક કે લિભદ્રની અડગતાના ચિત્રણ માટે યોજાયેલી દૃષ્ટાંતમાલા જરૂર ધ્યાન ખેંચે. લગભગ પ્રત્યેક કડીમાં જોવા મળતા શબ્દાનુપ્રાસ, ઝડઝમક તેમજ કોશાની આભૂષણસજ્જાના વર્ણનમાં આવતા રવાનુસારી શબ્દપ્રયોગો સમગ્ર ચિત્રને કર્ણમંજુલ બનાવે છે : જવ ધપમરે ધોંધો મદ્દલ રણકિયાં નાચંતાં રે કંકણડાં કિર ખલિકયાં સખિ રિમિઝિમિ રે ઝાંઝરડાં પાયે ઝમિકયાં કુંડલનાં ૨ે તેજ તિવાર† ઝળકિયાં. કેટલીક કડીઓના પહેલા ચરણમાં આવતો આગલી કડીના છેલ્લા ચરણનો ઊથલો ધ્યાન ખેંચે છે. વળી, તે વખતે કવિ ખૂબી એ કરે છે કે દેશીના પંક્તિખંડને ઉથલાવીને હિરગીતમાં ઢાળે છે સાંકળે છે. કવિના છંદપ્રભુત્વ વિના આ યોજના સફ્ળ ન બને. રંગ વલી કીજઈ નવઉ નવરંગ કીજઈ રિસ રમીજ............ લાવણ્યસમયે ‘નંદબત્રીશી' નામની એક રચના કરી હોવાનો સંભવ છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'માં શ્રી મોહનલાલ દ. દેશાઈ નોંધે છે કે “લાવણ્ય(સમય) મુનિએ સં.૧૫૪૮માં ૧૪૮ કડીમાં રચેલી નંદબત્રીશી હમણાં પ્રાપ્ત થઈ છે.” આ કૃતિ વિશે અન્ય કંઈ માહિતી સાંપડી શકી નથી. લાવણયસમયે સિદ્ધાન્તચર્ચાના પ્રયોજનવાળી કેટલીક રચનાઓ કરી છે. આવી રચનાઓમાં ૧૮૧ કડીની ‘સિદ્ધાન્તચોપાઈ / લુંકટવદન-ચપેટાચોપાઈ’ (૨.ઈ.૧૪૮૭) મહત્ત્વની ગણી શકાય. એમાં મૂર્તિનિષેધક લોંકાશાહના વિચારોનું ખંડન અને મૂર્તિપૂજાના વિચારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મૂર્તિપૂજાનિષેધ કરતો લુંકટમત અને મૂર્તિપૂજાપ્રતિપાદન કરતો જિનમત – એ બે સિદ્ધાન્ત વચ્ચેની વિષમતા દર્શાવવા કવિએ દૃષ્ટાંતમાલા પ્રયોજી છે ઃ Page #124 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [] ૧૧૧ મટિ ઝિરતુ મયગલ કિહાં, કિહાં આરડતું ઊંટ, પુન્યવંત માનવ કિહાં, કિહાં અધમાધમ ખૂંટ, ૧પર રાજહંસ વાયસ કિહાં, ભૂપતિ કિહાં દાસ, સપતભૂમિ મંદિર કિહાં, કિહાં ઉડવલે વાસ. ૧૫૩ મધુરા મોદક કિહાં લવણ, કિહાં સોનૂ કિહાં લોહ, કિહાં સુરતરૂ કિહાં કયરડ, કિહાં ઉપશમ કિહાં કોહ. ૧૫૪ કિંહાં ટંકાઉલિ હાર વર, કિહાં કણયરની માલ, શીતલ વિમલ કમલ કિહાં, કિહાં દાવાનલ ઝાલ. ૧૫૫ મૂર્તિપૂજાનું પ્રતિપાદન કરતાં નિરૂપણશૈલીમાં કવિએ ક્યાંય આક્રોશ વ્યક્ત કર્યો નથી અને સાધુ તરીકેની પોતાની ગરિમા જાળવી છે. લાવણ્યસમય કૃતિના અંતમાં લખે છે : ક્રોધ નથી પોષિક મઈ રતી, વાત કહીંછઈ સઘલી છતી, બોલિઉ શ્રી સિદ્ધાંતવિચાર, તિહાં નિંદાનું સિલું અધિકાર. ગૌતમપૃચ્છા' (પ્રાકૃત)ને આધારે રચાયેલી ૧૨૦ કડીની “અમૃતવાણી અભિધાન | ગૌતમપૃચ્છા (કર્મવિપાક) ચોપાઈ' (ર.ઈ.૧૪૮૯) પણ આવી જ એક કૃતિ છે. એમાં મહાવીરના શિષ્ય ગૌતમના મનમાં જેન સિદ્ધાન્તો વિશે જાગેલા સંશયો અને મહાવીરસ્વામી દ્વારા તે સંશયોનું નિરાકરણ કાવ્યનો વિષય છે. ગૌતમ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે વિષયની રજૂઆત થઈ છે. ૧૧૪ કડીની ‘ગર્ભવલિ' તથા ૧૪૭ કડીની “જીવશિખામણવિધિ આદિ (ર.ઈ.૧૫૦૬) એ કવિની અન્ય સિદ્ધાન્તચચની કૃતિઓ છે. આ બધી રચનાઓ ઉપરાંત લાવણ્યસમયે સ્તવનો અને સઝાયોની પણ રચના કરી છે. જોકે આ સ્તવનો સ્તવન, છંદ, વિનતિ, ભાસ એમ જુદે જુદે નામે પણ ઓળખવામાં આવ્યાં છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવીને કેટલાંક સ્થળવિષયક સ્તવનો રચવામાં આવ્યાં છે; જેવાં કે પર કડીનું અંતરીક્ષ પાશ્વજિન છંદ, ૩૮ કડીનું ‘જીરાઉલા પાર્શ્વનાથ છંદ વિનતિ, ૧૫ કડીનું પાર્શ્વનાથ સ્તવન (લોડણ) | સેરીસા પાર્શ્વનાથ (જિન) સ્તવન', ૩૫ કડીનું “નવપલ્લવ પાર્થનાથ સ્તવન'. આ બધાં જ મુદ્રિત થયેલાં છે. પણ વિશેષ ધ્યાન ખેંચનારું બન્યું છે “ચતુર્વિશતિ જિન સ્તવન' (ર.ઈ. ૧૫૩૧ આસપાસ). જેને માન્યતા પ્રમાણે તીર્થકરો ૨૪ છે. પ્રત્યેક કડીમાં એકએક તીર્થંકરની પ્રશસ્તિ-સ્તુતિ કરતું કુલ ૨૮ કડીનું આ સ્તવન માલિની છંદમાં (માત્ર અંતિમ કડી હરિગીતમાં) રચાયું છે. ને યમકકાસની વિશિષ્ટ યોજનાને લીધે નોંધપાત્ર બન્યું છે. સામાન્ય રીતે સ્તવનો વિવિધ ગેય દેશીઓમાં રચાય છે, પણ અહીં કવિએ અક્ષરમેળ છંદને ઉપયોગમાં લીધો છે. ૨૪ કડીમાં ક્રમશઃ ૨૪ તીર્થકરોની જે પ્રશસ્તિ થઈ છે એમાં તીર્થકરોનાં રૂપ ગુણ, વાણી, સંયમ, કૃપા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વગેરેને વર્ણવીને આવા ગુણનિધિની કપાયાચના કરવામાં આવી છે. પ્રત્યેક કડીમાં કવિએ આંતરપ્રાસ-અંત્યાનુપ્રાસની જાણે રમઝટ બોલાવી છે. ઉપરાંત, વર્ણસગાઈ, શબ્દાનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકાર અને અર્થાલંકાર કવિ પ્રયોજે છે. અથલિંકારોમાં રૂપકોની પ્રચુરતા નજરે તરી આવે છે : * વયણરયણખાણી, પાપવલ્લીકૃપાણી. * મદનમદ નમાયા, ક્રોધચોધા નમાયા. બારમા તીર્થકર વાસુપૂજ્યની સ્તુતિ-પ્રશસ્તિ જુઓ : જસ મુખ-અરવિંદો ઊગીઉ કઈ દિગંદો, કિરિ અભિનવ ચંદો પુત્રિમાનઉ અમંદો, નયણ અમિઅબિંદો જાસું સેવઈ સુરિંદો, પય નમિઅ નરિદો વાસુપુજજો નિણંદો. આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન વિનતિ' (ર.ઈ.૧૫૦૬)માં અંત સમયે ભાવુક ધર્માત્માએ કરવાની પાપદોષોની આલોચના દર્શાવાઈ છે. આવી પાપઆલોચના પછી જીવ નિર્મળ બન્યાની હળવાશનો અનુભવ કરે છે ? * ઇણ પરિ પાપ આલોઇ જેઅ દુભવ્યાં રે જીવ ઘોર અનંત તો. * તુમ નામિં હું નિર્મલ થયો, મુઝ ભિ ગયો રે પાતિક તણો દુર તો. આ ઉપરાંત ૫ ઢાળ અને ૪૭ કડીનું “આદિનાથ વિનતિ | આદીશ્વર જિન છંદ વૈરાગ્ય વિનતિ | શત્રુંજય સ્તવન, શત્રુંજય મંડન આદીશ્વર વિનતિ' (ર.ઈ. ૧૫૦૬) એમ જુદે જુદે નામે ઓળખાયેલું શત્રુંજય તીર્થનું સ્તવન મળે છે. શબ્દાલંકાર ધ્યાન ખેંચે છે : જય પઢમ જિસેસર અતિ અલવેસર, આદીસ્વર ત્રિભોવનધણીય. શેત્રુંજ સુખકારણ સુણિ ભવતારણ વીનતડી સેવક ભણીય. આ ઉપરાંત ૬ કડીનું ‘પંચતીર્થનું સ્તવન', ૧૯ કડીનું રાજિમતીના બાર માસના વિરહને વર્ણવતું નેમિનાથ સ્તવન', “આદિનાથ ભાસ', ૭ કડીનું પાક્ષિકચાતુમસિક-સાંવત્સરિક ગીત.’ ૪ કડીનું “જીભલડીનું ગીત' જેવાં સ્તવનો-ગીતો મળે છે. લાવણ્યસમયે જે કેટલીક સઝાયો લખી છે તેમાં ૪૬ કડીની “ચૌદ સુપનાની સઝાય', ૯ કડીની “આત્મપ્રબોધ સઝાયી પુણ્યફલ સઝાય', ૧૧ કડીની “કાંકાની ભાસ', ૧૨ કડીની દૃઢપ્રહારમુનિ સઝાય', ૧૪ કડીની રુક્મિણીની સઝાય', ૭ કડીની “લોભની સઝાય’, ‘શ્રાવકવિધિ સઝાય', “દાનની સઝાય', હિતશિક્ષા સઝાય” વગેરેનો સમાવેશ થાય છે. સ્તવન-સઝાયોની આ યાદીમાંથી હજી કેટલીક અપ્રગટ જ છે અને હસ્તપ્રતોની યાદીમાં નોંધાયેલી મળે છે. આ રીતે જોઈ શકાશે કે મુખ્યત્વે ૧૬મી સદીનો પૂર્વાર્ધ જેમનો કવનકાળ રહ્યો Page #126 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય L ૧૧૩ છે એવા લાવણ્યસમય એમની નાનીમોટી બહુસંખ્ય અને સ્વરૂપવૈવિધ્યવાળી રચનાઓને કારણે એક નોંધપાત્ર કવિ ઠરે છે. આ ગાળાના મુખ્યતયા જૈને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ લાવણ્યસમય વિશે કહ્યું છે કે, “તેમણે આ સમયમાં જેટલી સુંદર કૃતિઓ રચી છે તેટલી કૃતિઓ કોઈ જૈન કવિએ રચી નથી. તેથી આ સમયને લાવણ્યસમય યુગ” એ નામ આપીશું તો અસ્થાને નહીં ગણાય.” મને લાગે છે કે મોહનલાલ દેશાઈના આ વિધાન સાથે સંમત થવું આપણે માટે પણ અસ્થાને નહીં ગણાય. સંદર્ભ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સંપા. શિવલાલ જેસલપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૯. ૨. કવિ લાવણ્યસમયરચિત નેમિરંગરત્નાકર છંદ, સંપા. શિવલાલ જેસલપુરા, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૬૫. ૩. ગુજરાતી અહિત્યકોશ, ખંડ ૧ (મધ્યકાળ), મુખ્ય સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ, ૧૯૮૯ – “લાવણ્યસમય', 'વિમલપ્રબંધ/રાસ', નેમિરંગરત્નાકર છંદ/રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ', નેમિનાથ હમચડી’ અને કરસંવાદ', કાન્તિભાઈ બી. શાહ. ૪. જૈન ગૂર્જર કવિઓ. (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ), ભા. ૧, સંગ્રાલ્ક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંપા. જયંત કોઠારી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૮૬. ૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, ૧૯૩૩. ૬. વિમલપ્રબન્ધ, સંપા. ધીરજલાલ ધ. શાહ ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૬૫. ૭. જૈનયુગ, પુ.પ. અંક ૯-૧૦, વૈશાખ – જેઠ સં.૧૯૮૬ – સિદ્ધાન્ત ચોપાઈ, સંપા. મોહનલાલ દ. દેશાઈ.. ૮. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૧ - લાવણ્યસમયકૃત ‘રાવણમંદોદરી સંવાદ', સંપા. મોહનલાલ દ. દેશાઈ. WWW.jainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જયંત કોઠારી મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલુ અભિપ્રાયોથી દોરવાઈએ છીએ અને ખંડદર્શન કરીને અભિપ્રાયો બાંધીએ છીએ. નરસિંહ, પ્રેમાનંદ, શામળ જેવા સિદ્ધપ્રસિદ્ધ કવિઓની તો પ્રશંસા જ કરવાની હોય એમ માનીને આપણે ચાલીએ અને એમની રચનાઓના નિબળ અંશોનાં પણ આપણાથી ગુણગાન થઈ જાય, તો સામે વિશ્વનાથ જાની, ગણપતિ, જયવંતસૂરિ જેવા કવિઓના ખરા ઊંચા કવિત્વને આપણે પારખી ન શકીએ અને એમની ઉચિત કદર કરવામાં આપણે સંકોચ અનુભવીએ. હા, જયવંતસૂરિ વિશે આવું જ થયું છે. એમની એક અત્યંત સુંદર કૃતિ શૃંગારમંજરી'નો પીએચ.ડી. માટે ઊંડો અભ્યાસ કરનાર કનુભાઈ શેઠ એમને વિશે કહે છે કે “એ ભલે પ્રતિભાશાળી કવિ નથી, પણ એક સારા “રાસકવિ' તો છે જ.” આ વિધાનમાં જયવંતસૂરિની પ્રતિભાનો સ્વીકાર કરવામાં હિચકિચાટ વરતાય છે. સારા રાસકવિ તે પ્રતિભાશાળી કવિ નહીં ? કદાચ, કનુભાઈ શેઠને “સારા રાસકવિ' એ શબ્દપ્રયોગમાં કથાકથનની શક્તિ જ અભિપ્રેત છે. પણ છે એથી કંઈક જુદું જ. જયવંતસૂરિની રાસકૃતિઓનો વિશેષ પણ એમાંનું કાવ્યત્વ – વર્ણન, ભાવનિરૂપણ, અલંકારપ્રયોજન, છંદ-લયસિદ્ધિ, સમસ્યા-સુભાષિત-પ્રાસરચનાદિનું કૌશલ વગેરે – છે. કથાઓ તો પરંપરાગત છે. જયવંતસૂરિ કવિ પહેલાં છે અને રાસકાર પછી. સાચા અને પૂરા અર્થમાં પ્રતિભાશાળી કહી શકાય એવા કવિ છે. કાવ્યનાં સર્વ અંગોની એમની સજ્જતા અસાધારણ છે અને એમની રસદૃષ્ટિ સતેજ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેમને ગૌરવભર્યું સ્થાન આપવું પડે એવા એ કવિ કવિ ઓળખ કવિ પોતાને જયવંત પંડિત કે જયવંતસૂરિ તરીકે ઓળખાવે છે. પહેલાં પંડિતપદ મળ્યું હશે, પછી સૂરિપદ. એ પોતાનું અપનામ ગુણસૌભાગ્યસૂરિ પણ આપે છે. સૂરિપદ પછીનું આ નામ હોવાની શક્યતા છે, પણ એમણે પોતાની કૃતિઓમાં પોતાને “જયવંત પંડિત” કે “જયવંતસૂરિ' તરીકે જ ઓળખાવવાનું મોટે Page #128 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ D ૧૧૫ ભાગે પસંદ કર્યું છે. એમની જ કૃતિઓના ગુટકામાં (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રત ક્રમાંક ૩૫૫૮) કેટલીક કૃતિઓને અંતે ‘સજન પંડિત’ એવી નામછાપ મળે છે, જે કૃતિઓ અન્ય સ્થાને “જયવંત પંડિત’ને નામે છે. આથી “સજન પંડિત' એમણે સ્વીકારેલું ઉપનામ હોવાનું સમજાય છે. એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. એમની કૃતિઓમાં એમની ગુરુપરંપરા આ રીતે નિર્દેશાઈ છે : વિજય રત્નસૂરિ – ધર્મરત્નસૂરિ – વિનયમંડન ઉપાધ્યાય – જયવંતસૂરિ. ગુરુના એ સૌથી નાના શિષ્ય હતા (જુઓ શૃંગારમંજરી. કડી ૨૪૧૯ – “જયવંત લઘુ સસ તાસ', કડી ૨૪૨૨ – લઘુ સીસ ભૂમિપ્રસિદ્ધ; ધર્મલક્ષ્મીએ લખેલી કાવ્યપ્રકાશવિમર્શિની ટીકાની પ્રતને અંતે – ‘તેષાં વિયાન્તિમ સૂરિ શ્રીજયવંત) જયવંતસૂરિના સમુદાયની વિસ્તૃત ગુરુશિષ્ય પરંપરા – એમના ગુરુબંધુઓ, ગુરુના ગુરુબંધુઓ વગેરે – વિશેના ઉલ્લેખોમાંથી જુદીજુદી માહિતી મળે છે. આથી આ બાબત તપાસ માગે છે, પણ અહીં એની ચર્ચા કરવાનું પ્રયોજન નથી. સમય ' કવિની જીવનઘટનાઓના સમયનિર્દેશો સાંપડતા નથી. જન્મ-મૃત્યુ, દીક્ષા. પંડિતપદ અને સૂરિપદની પ્રાપ્તિ વગેરેનાં વર્ષો ક્યાંય નોંધાયાં નથી. એમનો જીવનકાળ એમની કૃતિઓના જીવનકાળને આધારે જ નક્કી કરવાનો રહે છે. શૃંગારમંજરી૧૫૫૮માં અને ‘ઋષિદત્તા રાસ ૧૫૮૭માં રચાયેલ છે, તેમજ સીમંધરસ્વામી લેખ' આસો સુદ પૂનમ ને શુક્રવારે લખ્યાનું કવિએ જણાવ્યું છે, તે તિથિ-વાર સં.૧૫૬૯ એટલે ઈ. ૧૫૪૩માં પડે છે (કનુભાઈ શેઠ, પ્રસ્તા. પૃ.૧૦). તેથી કવિનો કવનકાળ સોળમી સદી મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. જીવનકાળ વિશેના અન્ય એકબે આધારો પણ મળે છે. ૧૫૩૧માં થયેલા શત્રુંજયઉદ્ધાર વખતે ગુરુ વિનયમંડનની સાથે જયવંત પંડિત પણ હશે એવું માનીને એ વખતે એમની ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષની અંદાજવામાં આવી છે (મો. દ. દેશાઈ, જૈન ગૂર્જર કવિઓ, ભા. ૨ પૃ.૭૧). બીજી બાજુ, એમણે જ્ઞાનભંડારમાં મુકાવેલી તથા એમની આજ્ઞાથી ધર્મલક્ષ્મી પ્રવતિનીએ લખેલી ગોપાલ ભટ્ટની કાવ્યપ્રકાશ' પરની ‘વિમશિની' ટીકાની પ્રત ૧૫૯૬ની છે. આ રીતે કવિનો જીવનકાળ સમગ્ર સોળમી સદીમાં વિસ્તરતો ગણાય. જોકે “શૃંગારમંજરી' પોતે લઘુ વયે રચેલી છે એમ જયવંતસૂરિએ કહ્યું છે. ૧૫૩૧માં એ વીસ વર્ષના હોય તો શૃંગારમંજરી'ની રચના વેળાએ એમની ઉંમર ૪૭ વર્ષની ઠરે. એથી શત્રુંજયઉદ્ધાર વખતે એ ઉપસ્થિત હોય અને એમની ઉંમર વીસ વર્ષની હોય એ હકીકત શંકાસ્પદ બને છે. લઘુ વય’ એટલે વીસપચીસ વર્ષ એવો જ અર્થ કરીએ તો “સીમંધરસ્વામી લેખનું રચનાવર્ષ ૧૫૪૩ પણ શંકાસ્પદ ઠરે. કવિને પંડિતપદ મળ્યાનું વર્ષ કનુભાઈ શેઠ (પ્રસ્તા. પૃ.૧૧) ૧૫૫૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અનુમાને છે. પરંતુ આ યથાર્થ નથી. એમના અનુમાનના આધારો ભૂલભરેલા છે. એ વર્ષમાં રચાયેલ બે કૃતિઓમાંથી એક “શૃંગારમંજરી'માં કવિ પોતાને “પંડિત તરીકે અને નેમિનાથ બારમાસ વેલપ્રબંધમાં ‘સૂરિ' તરીકે ઉલ્લેખ છે તેથી એ વર્ષના અંતમાં કવિને સૂરિપદવી મળી હશે એવું શેઠે અનુમાન કર્યું છે. પરંતુ “શૃંગારમંજરી” (કડી ૧૭)માં “જયવંતસૂરિ' એવો ઉલ્લેખ મળે જ છે (જોકે કેટલીક પ્રતોમાં “જયવંત. પંડિત' એવો પાઠ છે) અને “નેમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં રચનાસમયનો નિર્દેશ નથી – સાંડેસરાએ “શૃંગારમંજરીને આધારે એ વર્ષ મૂકેલું છે (એમણે “ઉષાહરણને અંતે આપેલી યાદીમાં ઘણી કૃતિઓનાં વર્ષ આ રીતે કવિની અન્ય કૃતિના રચનાવર્ષને આધારે એની આસપાસનો સમયગાળો દર્શાવવા આપેલાં છે), જેનો શેઠે આધાર લીધો છે. આમ, કવિને સૂરિપદવી મળ્યાનું વર્ષ અનિર્ણાત જ રહે છે. બાલબ્રહ્મચારી ? જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હતા એમ નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૩) નોંધ્યું છે. પણ જે પંક્તિઓને આધારે એમણે આમ કહ્યું છે તે પંક્તિઓનું એમનું અર્થઘટન ભ્રાન્ત છે. એમણે આપેલી પંક્તિઓ આ મુજબ છે : નેમિનાથ જયંતી રાજલિ પહુતી ગઢ ગિરનારિ રે, જયવંતસૂરિસામી તિહાં મિલીલ આબાલ બ્રહ્મચારી રે. આ પંક્તિઓમાં રાજુલને ગિરનાર પર નેમિનાથ – જયવંતસૂરિના સ્વામી – મળ્યા એની વાત છે અને વસ્તુતઃ નેમિનાથને બાલબ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હોઈ શકે પણ આ પંક્તિઓને આધારે એમ કહેવાય નહીં. વિદ્યાભ્યાસ અને વિદ્વત્તા જયવંતસૂરિના વિદ્યાભ્યાસને લગતી કોઈ સીધી માહિતી મળતી નથી. પણ પોતાના ગુરુ વિનયમંડનને એમણે બુદ્ધિમાં સરસ્વતી જેવા અને વિદ્યામાં સુરગુર બૃહસ્પતિ જેવા કહ્યા છે (શૃંગારમંજરી, કડી ૧૪ તથા ૨૪૧૧) એ જો ઔપચારિક વચન ન હોય તો એમણે ગુરુ પાસે જ વિદ્યાભ્યાસ કર્યો હોય એમ બને. જયવંતસૂરિની કૃતિઓ એમની વિદ્વત્તાની સાખ પૂરે છે. એમાં સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરાનો ગાઢ પ્રભાવ છે અને રસશાસ્ત્ર-અલંકારશાસ્ત્ર-કાવ્યશાસ્ત્રની જાણકારી પણ વરતાય છે. કાવ્યપ્રકાશ' પરની ગોપાલ ભટ્ટની ટીકાની પ્રત લખાવીને એમણે જ્ઞાનભંડારમાં મુકાવી હતી અને જયંત વગેરે ટીકાઓ પણ ભેગી કરી હતી એ હકીકત પણ એમને કાવ્યશાસ્ત્રમાં તીવ્ર જિજ્ઞાસા હશે અને એનો એમણે ઊંડો અભ્યાસ કર્યો હશે એમ બતાવે છે. જયવંતસૂરિએ “કાવ્યપ્રકાશ' પર ટીકા લખી હતી એવું મોહનલાલ દલીચંદ દેશાઈએ (જૈન ગૂર્જર કવિઓ, ભા. ૨ પૃ.૭૨), કનુભાઈ શેઠે (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ.૪) તથા નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૪) નોંધ્યું છે. પરંતુ આ જૈન Page #130 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ] ૧૧૭ ગૂર્જર કવિઓ'માં ઉતારાયેલ એ ટીકાની હસ્તપ્રતની પુષ્પિકાના ખોટા અર્થઘટનનું પરિણામ છે. એ પુષ્પિકા આ પ્રમાણે છે : ટીકા જયંતમુખ્યા વિલોક્ય તત્સગ્ર ં ચ સાસઘ, સહૃદયમુદે પ્રયત્નાત્ શ્રીગુણસૌભાગ્યસૂરિવ. ઇતિ કાવ્યપ્રકાશવિમશિન્યાં દશમઃ ઉલ્લાસઃ. સાહિત્યચક્રવર્તિલૌહિત્યભટ્ટગોપાલવિરચિતાયાં આસન્ વૃદ્ધ તપોગણે સારવઃ શ્રીધર્મરત્નાહયાઃ તશિષ્યા વિનયમણ્ડનવાસ્તેષાં વિનેયાન્તિમઃ, સૂરિઃ શ્રીજયવન્તઃ એષઃ ગુણસૌભાગ્યોઽપરાહ્વોડસ્તિ યઃ ચિત્કોશે સમલીલિખ ્ વિવરણું કાવ્યપ્રકાશસ્ય સ. ૧. શ્રીવિનયમšનગુરો[િરા શિશુત્વે ખવાતચારિત્રા, આર્યા વિવેકપૂર્વ પ્રવર્તિની સુન્દરી જશે. ૨. વિવેકલક્ષ્મીઃ તત્સેવાહેવાકિન્યપ્યજાયત, તર્નિયા વિયિની ધર્મલક્ષ્મીઃ પ્રર્તિની. ૩. ટીકા કાવ્યપ્રકાશસ્ય સા લિલેખ પ્રમોદતઃ ગુણસૌભાગ્યસૂરીણાં ગુરૂણાં પ્રાપ્ય શાસનમ્. ૪. સંવત ૧૬૫૨ વર્ષે પોષ સુદિ ૧૩ બુધે સમાપ્તોડયું ગ્રન્થ. આ ઉતારા પરથી જણાય છે કે (૧) આ હસ્તપ્રત વસ્તુતઃ ગોપાલભટ્ટ વિરચિત ‘કાવ્યપ્રકાશવિમર્શની' નામની ટીકાની છે, (૨) એ હસ્તપ્રત ધર્મલક્ષ્મીએ ગુણસૌભાગ્યસૂરિ એટલેકે જયવંતસૂરિની આજ્ઞાથી લખેલ છે, અને (૩) જયવંતસૂરિએ એ હસ્તપ્રત ચિત્કોશ જ્ઞાનભંડારમાં મુકાવેલી છે. જયવંતસૂરિ ‘કાવ્યપ્રકાશ’ પરની આ ટીકાના કર્તા નથી એ ચોખ્ખું છે. કૃતિઓ જયવંતસૂરિની કૃતિઓ નીચે મુજબ છે ઃ સાહિત્યચૂડામણી શૃંગારમંજરી/ શીલવતીચરિત્ર (૧૫૫૮) મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ કવિની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એમાં વણાયેલી શીલમાહાત્મ્યની કથા તો પરંપરાપ્રાપ્ત છે પરંતુ કવિની નેમ માત્ર કથા કહેવાની નથી, એ નિમિત્તે સ્નેહભાવનું ગાન કરવાની, સ્નેહભાવને વિવિધ રીતે આલોકિત કરવાની છે. માટે તો એને શૃંગારમંજરી' એવું નામ આપવામાં આવ્યું છે. (નામિઈ શૃંગારમંજરી, શીલવતીનુ રાસ) કૃતિની એક પ્રતની પુષ્પિકામાં મળતા શબ્દો આ સંદર્ભમાં નોંધપાત્ર છે : “ઇતિશ્રી શીલવતીચરિત્રગર્ભિતા શૃંગારમંજરી નાના સુભાષિતા સમામા.' સ્નેહભાવને કવિએ આલોકિત કર્યો છે સંયોગશૃંગાર અને તેથીયે વિશેષ વિરહશૃંગારના સવિસ્તર અને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય હૃદયંગમ નિરૂપણથી તેમજ સ્નેહ ને એની સાથે સંબદ્ધ વિષયોનાં થોકબંધ સુભાષિતોની ગૂંથણીથી. શૃંગારના આલેખનમાં પરસ્પર પ્રેમભાવની અને વિરહદુઃખની ઉક્તિઓ ઉપરાંત વસંતવિહાર, સમસ્યાચાતુરી વગેરેને સમાવતી પ્રેમગોષ્ઠિ, સૌન્દર્ય-શણગારવર્ણન, બારમાસી, વષવર્ણન, ચંદ્ર, બપૈયો, સારસ વગેરેને સંબોધનો, સખી સાથે સંવાદ, પનિહાં (અભિલાષની ઉક્તિઓ). અણખિયાં (રોષની ઉક્તિઓ), પત્રલેખન આદિ અનેક પ્રયુક્તિઓ કવિએ યોજી છે, અને પ્રસંગાનુરૂપ ગૂંથાયેલાં સુભાષિતોમાં સ્નેહનું સ્વરૂપ, સ્નેહદશાનાં લક્ષણો. વિરહદશાનાં લક્ષણો, સજ્જનસ્નેહ, સજ્જન-દુર્જનસ્વભાવ, સ્નેહ ખાતર દુર્જનસંગ વગેરે અનેક વિષયો આવરી લીધા છે. કૃતિનો અર્ધો ભાગ તો સ્નેહવિષયક ઉક્તિઓ-ઉગારો ને વર્ણનો રોકે છે – સરસ્વતીનું પણ મદનરાયના મંદિર રૂપે નવનવ કડી સુધી સૌન્દર્યવર્ણન થાય છે, સ્નેહતત્ત્વની સુગંધ કૃતિની રગેરગમાં વ્યાપી રહે છે અને કૃતિને કથનપ્રધાનને સ્થાને વર્ણન-ભાવનિરૂપણપ્રધાન બનાવે છે. શૃંગારને અનુષંગે આવેલાં વર્ણનો ઉપરાંત નગરવર્ણન, વનવર્ણન. સૈન્યવર્ણન પ્રભાતવર્ણન વગેરે અન્ય વર્ણનો કવિ આપે છે અને સૌન્દર્યવર્ણનમાં કેશપાશ, સ્તન વગેરેનાં વર્ણનો, વિવિધ ઉપમાનોનો આશ્રય લઈને કડીઓ સુધી વિસ્તારે છે તે કવિનો ઉત્કટ વર્ણનરસ બતાવે છે. વિસ્તૃત વર્ણનો ને ભાવનિરૂપણો. સુભાષિતોની પ્રચુરતા ને એમાં રૂઢોક્તિઓ, કહેવતો ને સમર્થક દૃષ્ટાંતોનો વિનિયોગ, અલંકારરચનાની બહુલા અને વિદગ્ધતા, સમસ્યાઓની પ્રકારભિન્નતા, કૂટતા અને કાવ્યમયતા, વિવિધ છંદો અને દેશીઓ તથા એમની ભાવાનુરૂપતા, કૌશલ્યભરી અને સંતત પ્રાસરચનાઓ. ચમત્કૃતિપૂર્ણ અને પુનરુક્તિ-આશ્રિત પદવિન્યાસો – આ સર્વ જયવંતસૂરિના પાંડિત્યનાં જ નહીં, એમની ઊભરાતી સર્જકતાનાં પણ ઓળખપત્રો છે. શૃંગારમંજરી'ની કથા પરંપરાપ્રાપ્ત છે, પણ એ કૌતુકભરી અને રસિક છે. પશુપંખીની બોલીનું જ્ઞાન ધરાવતી શીલવતી રાત્રિવેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને એનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવા જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. ઉપરાંત કેટલીક ઘટનાઓથી શીલવતીનાં ચાતુર્ય તથા ડહાપણની પ્રતીતિ થાય છે. એ શીલવતીને લઈને પાછા વળે છે, અજિતસનનો વહેમ નિર્મૂળ કરે છે અને પતિપત્ની વચ્ચે સ્નેહની મજબૂત ગાંઠ બંધાય છે. અજિતસેન શીલવતીની મદદથી રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો આપે છે ને મુખ્યપ્રધાનપદ પ્રાપ્ત કરે છે. તે પછી અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થતાં બન્ને પ્રેમીઓને વિરહની વેળા આવે છે. શીલવતી અજિતસેનને પોતાના શીલના પ્રમાણ રૂપે અપ્લાન રહેતું પડા આપે છે. આ વાત જાણવા મળતાં Page #132 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૧૯ રાજાને સ્ત્રીના અખંડ શીલવત પર વિશ્વાસ બેસતો નથી અને શીલવતીને શીલભંગ કરવા પોતાના ચાર પ્રધાનોને મોકલે છે. શીલવતીએ યુક્તિપૂર્વક એ ચારેયને મોટા ઊંડા ખાડામાં ફસાવ્યા. રાજા વિજય મેળવી પાછો આવ્યો ત્યારે એને ભોજન માટે નિમંત્રી ચારે પ્રધાનોને યક્ષો તરીકે શણગારી રજૂ કર્યા. રાજાએ યક્ષોની માગણી કરતાં એને સોંપ્યા. રાજાને પોતાના પ્રધાનોની ઓળખ થઈ અને શીલવતીના શીલને પ્રમાણી એણે એની પ્રશંસા કરી. સ્નેહની જ નહીં પણ બુદ્ધિચાતુર્યની બની રહેલી આ કથામાં પાતાલસુંદરીની એક વિસ્તૃત કથા સ્ત્રીની ચારિત્ર્યશિથિલતાના દૃષ્ટાંત તરીકે જોડવામાં આવી છે, જે અંતે તો શીલવતીના દૃઢ ચારિત્ર્યપાલનનો મહિમા વધારે છે. એની અતિસુંદરતાને કારણે રાજાએ પોતાની રાણીને પાતાળગૃહમાં – ભોંયરામાં રાખેલી છે. સાર્થવાહ અનંગદેવને આ હકીકતની જાણ થતાં રાજા સાથે મૈત્રી બાંધી, અંતઃપુરનો પરિચય મેળવે છે અને સુરંગ વાટે પાતાલસુંદરી સુધી પહોંચે છે. પાતાલસુંદરી એના પ્રેમને વશ થાય છે, એક વખતે સાર્થવાહને ત્યાં જ રાજાને ભોજન માટે નિમંત્રી પોતે એને પીરસે છે, રાજાના મનમાં શંકાનો કીડો ઉત્પન્ન કરે છે પણ પકડાતી નથી ને અંતે સાર્થવાહ સાથે ભાગી નીકળે છે. રસ્તામાં અનંગદેવના નાના ભાઈ પ્રત્યે આકર્ષાયેલી પાતાલસુંદરીએ અનંગદેવને દરિયામાં ધકેલી દઈ સુકંઠ સાથે વિલાસ માંડ્યો. સુકઠે પણ એને પછીથી છોડી અને વેશ્યા બની એ નર્કગતિને પામી. કૌતુકરસિક આ કથામાં અજિતસેન-શીલવતી, સાર્થવાહ-પાતાલસુંદરીની સ્નેહાસક્તિ. રાજા-સાર્થવાહની મૈત્રીપ્રીતિ, શીલવતીનું બુદ્ધિચાતુર્ય, સાર્થવાહપાતાલસુંદરીની કપટકળા – વગેરેને સુંદર ઉઠાવ આપી કવિએ એને વધુ મનોરમ બનાવી છે. વર્ણન-ભાવનિરૂપણને પ્રાધાન્ય આપવા છતાં કથારસમાં જયવંતસૂરિએ ઓછપ આવવા દીધી નથી. ઋષિદના રાસ (૧૫૮૭). | મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને પ૩૪ કડીની આ રાસકૃતિ કર્મફળની અનિવાર્યતા દર્શાવતી પરંપરાપ્રાપ્ત કથા છે. એમાં સુભાષિતોનો મહારાશિ નથી, વર્ણનોનો વૈભવ નથી, ઉપમાનોની હારમાળા નથી, ભાવનિરૂપણનો વિસ્તાર નથી - ૪૧ ઢાળ છતાં કૃતિનું નાનું કદ આ વાત કહી દે છે – તોપણ એમાં કવિનો વિશેષ કથાકથનમાં છે એમ કહી શકાશે નહીં. કવિએ અહીં પણ સ્નેહભાવને કેન્દ્રમાં રાખ્યો છે અને એ સ્નેહભાવ પોતાની આગવી આભા લઈને આવે છે. એ સ્નેહભાવ અતિ ઉત્કટ છે, એકનિષ્ઠ છે, વિશ્વાસપૂર્ણ છે તે સાથે અર્ધ્વ છે, મૃદુ છે, મુલાયમ છે. વિવિધ પ્રકારના સ્નેહસંબંધ અહીં પણ કવિએ આલેખ્યો છે – ઋષિદત્તાકનકરથનો સ્ત્રીપુરુષપ્રેમ – દામ્પત્યપ્રેમ. યુવાન મુનિના પુરુષવેશે રહેતી ઋષિદત્તા અને કનકરથનો મિત્રપ્રેમ તથા પિતા હરિષણ અને ઋષિદત્તાનો વાત્સલ્યપ્રેમ. પુરુષોની સ્મહાદ્ધતા એ આ કૃતિનો વિશેષ છે. કનકરથ પ્રિય પત્નીના વિયોગે ઝૂરે છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બળી મરવા તૈયાર થાય છે, તો મિત્રવિયોગે પણ ભારે અવસાદ અનુભવે છે. હરિષણના સાધુજીવનમાં પણ પુત્રી પ્રત્યે એવી આસક્તિ છે કે પુત્રીને સાસરે જવાનું થતાં એ ભાંગી પડે છે ને આત્મહત્યા વહોરે છે. આ કૃતિમાં પણ સંયોગશૃંગાર અલ્પ આલેખાયો છે અને વિરહશૃંગાર - આકર્ષણ, ઉત્સુકતા, સ્મરણ, વિયોગદુખ વગેરે રૂપે – કંઈક વિસ્તારથી અને વારંવાર આલેખાયો છે પણ તે ઉપરાંત જુદા જુદા પ્રસંગે રૌદ્ર, બીભત્સ, ભયાનક, અભુત અને શાંત રસનાં ચિત્રો દોરવાની તક પણ કવિએ લીધી છે. આ રીતે હાસ્ય અને વીર સિવાયના સર્વ રસો અહીં સ્થાન પામ્યા છે એમ કહેવાય. સંક્ષિપ્ત પણ વસ્તુદ્યોતક વર્ણનો, બહુધા પરંપરાગત પણ ચિત્રવિધાયક અને ભાવપોષક અલંકારો, પ્રસંગાનુરૂપ સુભાષિતોની ગૂંથણી, રૂઢોક્તિઓ, લૌકિક દૃષ્ટાંતો આ બધું અહીં છે જ ને વધારામાં થોડોક વિસ્તૃત ધર્મબોધ – કર્મફળ, સંસારની અસારતા વગેરે વિશેનો – પણ છે, પરંતુ કૃતિની ભાવસુષમાં અવિછિન્ન રહે છે. અનુરૂપ છંદ-લયયોજના એમાં ઉપકારક બને છે. કથા કૌતુકરસિક છે ને કંઈક ઘટનાબહુલ પણ છે. કાબેરી નગરની રાજકુંવરી રખિમણીને પરણવા જતો રાજકુંવર કનકરથ રસ્તામાં, તાપસજીવન ગાળતા હરિષણની પુત્રી ઋષિદત્તાથી આકર્ષાય છે. અને એને પરણે છે. હરિર્ષણની પત્ની મૃત્યુ પામી હતી અને સાધુજીવન સ્વીકાર્યા પછી પુત્રીનો જન્મ થવાથી અન્ય મુનિઓએ એમનો સંગ છોડી દીધો હતો. પરિણામે એ એકલવાયું જીવન જીવતા હતા અને એમને માટે પુત્રી જ જાણે જીવનનું અવલંબન હતી. આથી પુત્રીને જમાઈને સોંપીને એ અગ્નિપ્રવેશપૂર્વક મૃત્યુને વરે છે. પિતાના મૃત્યુથી દુઃખિત ઋષિદત્તાને સાંત્વન આપી કકરથ એને પોતાને નગર લઈ જાય છે. આ બાજુ ઋષિદત્તાને કારણે કનકરથથી તરછોડાવાથી રખિમણિ એના પર ક્રોધે ભરાય છે ને એના પર વેર લેવા યોજના ઘડે છે. એ તુલસા યોગિનીને સાધે છે, જે રિપુમદન નગરીમાં હત્યાનો આતંક ફેલાવી ઋષિદત્તા પર એનું આળ ચડાવે છે. કનકરથને ઋષિદત્તા પર વિશ્વાસ હોવા છતાં એના પિતા સુલતાની કપટજાળમાં ફસાઈ ઋષિદત્તાને કાઢી મૂકે છે. ઋષિદત્તા વનમાં પિતાના આશ્રમમાં પિતાએ આપેલ ઔષધિથી પુરુષ બની અનિવેશે રહે છે. હવે કનકરથ માટે રૂખિમણિનું ફરીને માગું આવે છે. પિતા કનકરથને દબાણ કરી પરણવા મોકલે છે. રસ્તામાં વનમાં મુનિવેશે રહેલી ઋષિદત્તાનો મેળાપ થાય છે અને એના વ્યક્તિત્વથી એ અંજાય છે. એને પોતાની સાથે કાબેરી નગરી લઈ જાય છે. ત્યાં લગ્ન પછી રુખિમણિ કનકરથ સમક્ષ પોતે ઋષિદત્તા પર કેવી રીતે વેર વાળ્યું એનો ઘટસ્ફોટ કરે છે અને કનકરથ આઘાત પામી બળી મરવા તૈયાર થાય છે. મુનિશે રહેલી ઋષિદરા પોતે યમને ત્યાં જઈ ઋષિદરાને મોકલશે એવું એને આશ્વાસન આપી વારે છે અને પડદા પાછળ જઈ પોતાનું અસલ રૂપ ધારણ કરી એ Page #134 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૨૧ કનકરથ પાસે પ્રત્યક્ષ થાય છે. આ રીતે કનકરથને ઋષિદત્તાનો મેળાપ થયો પણ મુનિ મિત્રનો વિયોગ અને સતત ડંખતો હતો, તેથી ઋષિદત્તાએ અંતે એનું રહસ્ય પ્રગટ કર્યું અને ખિમણિને માફ કરી પોતાના સરખી જ ગણવાનું માગી લીધું. આ પછી એ ત્રણે રથમદનપુર ગયાં. પિતા હેમરથે ઋષિદત્તાની માફી માગી કનકરથને રાજ્ય સોંપી, સંયમજીવન સ્વીકાર્યું. જયવંતસૂરિએ આ કથાને એક પ્રણયકથા તરીકે ઉઠાવ આપ્યો છે. પાત્રચિત્રણ તરફ વધારે લક્ષ આપી હરિષણની વાત્સલ્યપ્રીતિને, કનકરથની સ્નેહાદ્ધતાને, વનબાલિકા ઋષિદત્તાના કોમલ, ઉદાર, સકલ સૃષ્ટિ પ્રત્યે પ્રેમ ધરાવતા વ્યક્તિત્વને, ખિમણિનાં અસૂયા અને વેરભાવને તથા સુલસાની દુષ્ટતા અને ભયંકરતાને મૂર્તિમંત કર્યા છે. પ્રેમ, પ્રેમભંગ, દ્વેષ, વેર આદિના સઘળા. પ્રસંગોને ઘટતો ન્યાય આપી એક રસભરી સુઘડ કથાનું નિર્માણ કર્યું છે. “શૃંગારમંજરી'માં જયવંતસૂરિની કવિપ્રતિભાનો ઊછળતો ઉન્મત્ત પ્રવાહ છે. તો ‘ઋષિદત્તા રાસ'માં સ્થિર, સમથળ પ્રવાહ છે, જે એ કૃતિને એક રમણીય રચના રૂપે ધ્યાનાર્હ બનાવે છે. સ્થૂલિભદ્ર મોહનવલિ (૧૫૮૭) ૩૨૫ ગ્રંથાઝની આ કૃતિ મુદ્રિત થઈ નથી અને એના વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી. સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ ૧૪૭ કડીની આ કૃતિ બે ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં સ્થૂલિભદ્ર-કોશાનાં મિલન અને સંયોગશૃંગારનું આલેખન થયું છે. બીજા ખંડમાં સ્થૂલિભદ્રના રાજમંત્રીપદ ન સ્વીકારતાં દીક્ષા લઈ લેવાના પ્રસંગનું, કોશાના વિરહશૃંગારનું અને સ્થૂલિભદ્ર એને ભવને ચાતુમસ ગાળવા આવતાં એના પ્રતિબોધનું આલેખન થયું છે. શિકારેથી પાછા વળતા સ્થૂલિભદ્ર કોશાની નજરે ચડે છે અને એ મોહ પામે છે ત્યાંથી વૃત્તાંત શરૂ થાય છે. સંયોગશૃંગારમાં આલિંગન આદિ કામચેષ્ટાઓનું પ્રબલ આલેખન આ કૃતિની વિશેષતા જણાય છે. કોશાના મુખથી માંડીને કેશપાશ, નેત્ર, કપોલ, અધર, કંઠ, હસ્ત, કટિ, નાભિ, જંઘા વગેરે સર્વ અંગોની શોભાનું વર્ણન થયું છે તે એમાંની રસિક વિગતો અને રમણીય અલંકારરચનાઓને કારણે ધ્યાનાકર્ષક બન્યું છે. કૃતિની ભાષામાં રાજસ્થાની, હિંદી ઉપરાંત ફારસી શબ્દપ્રયોગોને કારણે એક જુદો જ રણકો આવ્યો છે. નેમિનાથ રાજિમતી બારમાસ વેલ પ્રબંધ તોટક-દુહા-દેશીબદ્ધ ૧૨૯ કડીનું આ કાવ્ય સાહિત્યિક પરંપરા અનુસાર બાર માસનું વર્ણન કરે છે તે ઉપરાંત વર્ષાચાતુમસ, શીતચાતુર્માસ અને ગ્રીષ્મચાતુમસિનો નિર્દેશ કરી ઋતુવર્ણનના કાવ્ય તરીકે પણ આપણી સમક્ષ રજૂ થાય છે. ૮૧ કડી સુધી શ્રાવણથી શરૂ કરી બાર માસનું વર્ણન થયું છે, તેમાં WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પ્રકૃતિવર્ણન કરતાં વિરહભાવનિરૂપણ તરફ કવિએ વધારે લક્ષ આપ્યું છે ને પ્રકૃતિવર્ણન પણ શૃંગારની પરિભાષામાં થયું છે. ૮૧ કડી પછી તો મુખ્યત્વે રાજિમતીના વિરહોદ્દગારો જ છે, જેમાં એક દગ્ધ સ્ત્રીહૃદય રજૂ થાય છે. નેમિનાથ પ્રત્યેના ઉપાલંભો, કટાક્ષોનો આશ્રય પણ એમાં લેવાયેલો છે. અંતે જોકે રાજિમતી નેમિનાથનું ધર્મશરણ સ્વીકારે છે. અલંકારોમાં પાંચ પાંચ શબ્દો સુધી વિસ્તરતા યમક અને સાંગ રૂપકની રચના, અવારનવાર પ્રયોજાયેલી ચરણસાંકળી, ભાવાવેગમાં વ્રજ-હિંદીમાં સરી જવાની રીતિ, દૃષ્ટાંતાશ્રિત મોંક્તિઓ, પ્રશ્નકાકુઓ – આવું કેટલુંક કાવ્યને ભાવમનોરમ ઉપરાંત શૈલીવિચિત્રિત બનાવે છે. સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ ૪૧ કડીનું આ કાવ્ય “ફાગની ઢાલ” કે “ચાલ’ને નામે ઓળખાવાયેલ દુહા અને કાવ્ય'ને નામે ઓળખાવાયેલ ઝૂલણાના ૧૭ માત્રાના ઉત્તરાર્ધના બનેલ ચંદ્ર છંદમાં રચાયેલું છે. એમાં વસંતઋતુમાં કોશાની વિરહવેદના આલેખાઈ છે અને સમગ્ર કાવ્ય લગભગ કોશાના ઉદ્દગાર રૂપે ચાલે છે. અભિલાષ, પ્રતીક્ષા, તલસાટ, સંતાપ, સ્મરણ, એકલતાની પીડા વગેરે અનેક મનોભાવોને સોવેધક અલંકારોક્તિ અને અન્ય પ્રયુક્તિઓથી અભિવ્યક્ત કરતી આ કૃતિ કેવળ રસાત્મક બની રહે છે. સ્થૂલિભદ્ર – ભલે મુનિવેશે – આવતાં કોશા ઉલ્લાસ પામે છે એ હકીકત સાથે કાવ્ય પૂરું થાય છે. એટલેકે કોશાના પ્રતિબોધ સુધી કાવ્ય જતું નથી. આરંભે કેવળ સરસ્વતીને વંદના છે અને અંતે દિનદિન સજન મેળાવડો, એ સુણતાં સુખ હોઈ એ જાતની ફલશ્રુતિ છે. આમ બધી રીતે કાવ્ય ધર્મબોધના તત્ત્વથી મુક્ત રહ્યું છે અને એને સાંસારિક પ્રેમની મધુર રચના તરીકે આસ્વાદી શકાય છે. નેમિજિન સ્તવન/ફાગ ૪૦ કડીની આ કૃતિ મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ છે ને એમાં ફાગ (આંતરયમકવાળો દુહો) અને “કાવ્યોનો પણ વિનિયોગ થયો છે. કૃતિ વસંતમાં નેમિનાથની કૃષ્ણની રાણીઓ સાથેની વનક્રીડા, રાજુલને પરણવા જતાં પશુઓનો આર્તનાદ સાંભળી પાછા વળી નેમિનાથે લીધેલી દીક્ષા, રાજુલની વિરહાવસ્થા અને અંતે નેમિનાથ દ્વારા એનો પ્રતિબોધ વગેરે પ્રસંગોને આવરી લે છે. વનકેલિનું તાજગીભર્યું રમતિયાળ ચિત્રણ, રાજિમતીના રૂપશંગારનું મનમોહક ઉલ્લાસઊછળતું વર્ણન. એમાં ૨૯ ચરણ સુધી એક જ પ્રાસ યોજી નિર્મિત કરેલી શબ્દચમત્કૃતિ, રાજિમતીનાં આત્મવેદન અને નેમિનાથ પ્રત્યેના ઉપાલંભોથી સભર માર્મિક વિરહોદ્દગારો વગેરેથી આ કાવ્ય, ધર્મબોધમાં પરિણમતું હોવા છતાં, રમણીય બન્યું છે. સીમંધરસ્વામી લેખ | સીમંધરજિન સ્તવન ૨ ઢાળ અને ૩૯ કડીની આ કૃતિ સીમંધરસ્વામીને પત્ર રૂપે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ ૧૨૩ સીમંધસ્વામીના ગુણકમલથી કવિનો મનભ્રમર વીંધાયેલો છે. પણ સીમંધરસ્વામી તો પરદેશમાં – જુદા જ દેશમાં વસનારા છે. એમની સાથે મેળાપ કેમ બને? તેથી આ પત્ર. સીમંધરસ્વામીને “વહાલા” કહીને લખાયેલા આ પત્રમાં પત્રલેખકના ગુણાનુરાગિતા, ગુણગણનાની અક્ષમતા, સીમંધરસ્વામી-રૂપમુગ્ધતા, પ્રેમપરવશતા, વિરહવ્યાકુળતાઆરત, મિલનયોગની દુષ્કરતા, સંદેશો પહોંચાડવાની વિમાસણ, સામો સંદેશો મોકલવાની ને દર્શન દેવાની, સંભાળ લેવાની વિનંતી વગેરે ભાવો હૃદયંગમ રીતે વ્યક્ત થયા છે, પ્રાસાદિક, ભાવ-અર્થપોષક ઉપમાદૃષ્ટાંતાદિકનો સાહજિક વિનિયોગ ઘણો અસરકારક બન્યો છે, અને કૃતિ પ્રેમલક્ષણાભક્તિભાવની એક રસસભર રચના બની છે. સીમંધરજિન વિનતિ ચંદ્રાકલા | લેખ ૨૭ કડીની આ કૃતિની વિશેષતા એનો ચંદ્રાવળા-બંધ છે. એની ભાવસૃષ્ટિ તો ઉપરની કૃતિમાં છે તે જ છે. કેટલાક ઉદ્ગારો મળતા પણ આવે છે, તો ઘણે સ્થાને એ જ વાત જુદી અભિવ્યક્તિ પણ પામી છે. એક ને એક વિષયને જુદીજુદી – નવનવી રીતે આલેખવાની કવિની ક્ષમતાનાં આ બે કાવ્યો સુંદર ઉદાહરણો છે. બાર ભાવના સઝાય ૧૩ ઢાળ અને ૩૯ કડીની આ કૃતિ કેવળ સાંપ્રદાયિક કહી શકાય એવી કૃતિ. છે. એ તત્ત્વબોધાત્મક કૃતિ છે. એમાં અધ્યાત્મમાર્ગમાં સાયરૂપ થનાર, જૈન સંપ્રદાયસંમત બાર ભાવનાઓ - અનિયતા આદિ ભાવનાઓ – નું સંક્ષિપ્ત નિરૂપણ છે. દરેક ભાવનામાં એનો આશ્રય કરીને મુક્તિમાર્ગે ગયેલા મુનિવરનો ઉલ્લેખ કર્યો છે. રાવણના પ્રતાપ-પ્રભાવનું વર્ણન, ક્વચિત્ સતત પ્રાસનો પ્રયોગ, ક્વચિત્ શબ્દોને બેવડાવવાની રીતિ, ક્વચિત્ ઉપમા-દૃષ્ટાંતનો વિનિયોગ – એ કવિત્વગુણો અહીં નજરે પડે છે, પણ એથી કૃતિની સાંપ્રદાયિકતા, બોધાત્મકતામાં કશો ફરક પડતો નથી. લોચન કાજલ સંવાદ ૧૮ કડીની આ કૃતિ જોવા મળી નથી, પણ “સંવાદ' પ્રકારની રચના પર પણ જયવંતસૂરિએ હાથ અજમાવ્યો છે એનો એ દાખલો છે. ગીતો ૮૦ જેટલી સંખ્યામાં મળતાં ગીતો વિષય અને રૂપરચનાનું કેટલુંક વૈવિધ્ય બતાવે છે. એમાં તીર્થો, તીર્થકરો. પદ્માવતી વગેરે દેવીઓ વિશેનાં તથા ધર્મબોધનાં ગીતો છે અને રૂપકકાવ્ય, દૃષ્ટાંતકાવ્ય. સ્તુતિકાવ્ય, સ્નેહોર્મિકાવ્ય, પત્રકાવ્ય વગેરે પ્રકારો જોવા મળે છે. તીર્થો વિશેનાં કાવ્યોમાં બહુધા જે-તે તીર્થનું માહાભ્ય બતાવેલું છે, ક્વચિત્ નામમાલા પણ રચી છે. તીર્થંકરો વિશેનાં ગીતોમાં બહુધા પ્રશસ્તિ અને પ્રાર્થના છે, ક્વચિત્ કાયાનાં માપ જેવી વિગતો પણ ગૂંથી છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્મબોધનાં ગીતોમાં રૂપકકાવ્ય અને દૃષ્ટાંતકાવ્યના નમૂના જડે છે – ધર્મને પ્રવહણ (વહાણ)નું રૂપક આપી રચના કરી છે અને કર્ણ, નેત્ર, નાસિકા, સ્પર્શ, જિલ્લા એ. ઈન્દ્રિયોની પરવશતા દર્શાવવા હરણ, પતંગિયું, ભ્રમર, હાથી, પોપટની સ્થિતિ વર્ણવી છે. પણ ગીતોમાં અધઝાઝેરાં તો તેમ-રાજુલ ને સ્થૂલિભદ્ર-કોશાવિષયક છે. જેમાં રાજુલ ને કોશાના વિરહોદ્દગારો છે, કોઈ વાર સખી સાથેનો સંવાદ છે ને કોઈ વાર પત્રપદ્ધતિનો પણ વિનિયોગ થયો છે. ગીતને અંતે આવતી પ્રતિબોધની વાતને બાજુ પર રાખીએ તો આ શુદ્ધ સ્નેહોર્મિકાવ્યના નમૂના છે, અલબત્ત એમાં ભક્તિનો પાસ લાગેલો છે. કોઈક વિરહગીત નામસંદર્ભ વિનાનાં પણ છે. આ બધામાં વિરહી સ્ત્રીની મનોદશા આબાદ ચિત્રિત થઈ છે. એનાં રીસ, રોષ, સંતાપ, નિરાશા, પરવશતા, અસહાયતા, એકલતા. પ્રિયતમ પ્રત્યેના કટાક્ષ, ઉપાલંભ વગેરેને ચોટદાર મમોંક્તિઓ – ઘણીયે વાર દૃષ્ટાંતાશ્રિત ઉક્તિઓ – થી આફ્લાદક વાચા મળી છે. સાર્થપતિના કોશા પ્રત્યેના આકર્ષણને નિરૂપતું એક ગીત અહીં છે અને સ્થૂલિભદ્રના કામવિજયને રૂપકાત્મક રીતે વર્ણવતું ગીત પણ છે. ગીતોમાં કેટલીક વાર થૂલિભદ્રાદિનાં, તીર્થકરોનાં, દેવીઓનાં પ્રભાવક વર્ણન થયેલાં છે, ઉપમાદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયો છે અને ધુવા, પ્રાસ, શબ્દપુનરાવર્તન, ચરણસાંકળી વગેરેની ચમત્કૃતિનો પણ લાભ લેવામાં આવ્યો છે. ગુજરાતી ગીતોમાં હિંદીની છાંટ હોવા ઉપરાંત છટાદાર હિંદીમાં રચાયેલાં થોડાંક ગીતો પણ છે. કવિલક્ષણ જયવંતસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને એમની કવિશક્તિનો હવે પરિચય કરીએ. શુદ્ધ કાવ્યદૃષ્ટિ : મંગલાચરણો અને ફલશ્રુતિઓ જયવંતસૂરિ જૈન સાધુકવિ છે. એટલે ધર્મબોધનું તત્ત્વ એમની રચનાઓમાં સ્વાભાવિક રીતે જ આવે. એમની બન્ને રાસકૃતિઓમાં નાયકનાયિકા અંતે દીક્ષા લે છે, નેમિનાથ અને સ્થૂલિભદ્ર વિશેનાં ગીતો અંતે સંયમજીવનની વાત પર આવી ઠરે છે ને રાસકૃતિમાં પ્રસંગોપાત્ત ધર્મબોધ વણાયો છે. પરંતુ કેવળ ધર્મબોધની ને સાંપ્રદાયિક કહી શકાય એવી એમની કૃતિ બહુ થોડી છે – થોડાં ગીતો અને બાર ભાવના સઝાય' માત્ર. તીર્થકરોને અનુલક્ષીને કરેલી એમની રચનાઓ પણ પ્રબળપણે ભાવાત્મક છે. ઘણી વાર એ પ્રેમભક્તિની રચનાઓ બની આવી છે, તો શૃંગારમંજરી' “ઋષિદત્તા રાસ તથા રાજુલ ને કોશાનાં ગીતોમાં નેહરસની જે જમાવટ જોવા મળે છે તે તો અનન્ય છે. “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ' જેવી કેટલીક કૃતિઓ તો જૈન કથાસંદર્ભને બાદ કરતાં નરી કાવ્યકૃતિ જ છે – એ જૈન Page #138 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૨૫ સાધુકવિની રચના હોવાની એમાં બીજી કોઈ નિશાની નથી. આ બધામાંથી જયવંતસૂરિની શુદ્ધ કાવ્યદ્રષ્ટિ નીતરી આવે છે. જયવંત સૂરિની શુદ્ધ કાવ્યદૃષ્ટિના સંદર્ભે એમની કૃતિઓનાં મંગલાચરણો અને ફલશ્રુતિઓની નોંધ લેવા જેવી છે. એકમાત્ર “ઋષિદત્તા રાસમાં મંગલાચરણમાં સરસ્વતીની સાથે આદિજિનેશ્વરને કે પંચપરમેષ્ઠીને વંદના છે, જોકે ત્યાંયે સરસ્વતીને વિસ્તારથી વંદના કરી છે. શૃંગારમંજરી'માં સરસ્વતી સાથે ગુરુને વંદના છે. અન્ય કૃતિમાંથી બેમાં કશું મંગલાચરણ નથી. બાકીની સર્વ કૃતિઓમાં મંગલાચરણમાં કેવળ સરસ્વતીનું સ્મરણ-વંદન છે, “બાર ભાવના સઝાય' જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં પણ. આમ, હંમેશાં સરસ્વતી વંદના – ઘણી વાર તો કેવળ સરસ્વતીને વંદના એ જયવંતસૂરિની શુદ્ધ ઉત્કટ વિદ્યાપ્રીતિનો સંકેત કરે છે. કૃતિ ભણવાનુણવાનું – એનું પઠનઅધ્યયન કરવાનું ને એને સાંભળવાનું ફળ તે ફલશ્રુતિ. કેટલીક કૃતિઓમાં આવી સ્પષ્ટ ફલશ્રુતિ છે જ નહીં. જેમકે શૃંગારમંજરી'માં કથાસમાપનમાં શીલપ્રતાપ વર્ણવ્યો છે ને શીલપાલનનાં ફળ બતાવ્યાં છે – સર્વ વિઘ્નો ટળે, મનવાંછિત સુખ મળે, જયલક્ષ્મી વરે વગેરે. પણ કૃતિના પઠન-શ્રવણનું કોઈ ફળ બતાવ્યું નથી. કેમરાજુલ બારમાસ વેલ પ્રબંધ'માં રસાળ જિનગુણ સાંભળતાં આહલાદ, અનંતી ઋદ્ધિ અને મંગલમાલાની પ્રાપ્તિ થાય એવી ફલશ્રુતિ છે. “ઋષિદત્તા રાસ'માં જન્મ પવિત્ર થાય અને સર્વ આશાઓ ફળે એવી ફલશ્રુતિ છે. તો “બાર ભાવના સઝાય” જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં અને “સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સુખસંપદની પ્રાપ્તિની જ ફલશ્રુતિ કહેવામાં આવી છે તથા “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગમાં સ્વજનમિલનના સુખનું ફળ બતાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જયવંતસૂરિએ કૃતિના શ્રવણપઠન સાથે ધાર્મિક-આધ્યાત્મિક ફળને જોડવાનું ખાસ ઇચ્છવું નથી. એમની ફલશ્રુતિઓ. વ્યાપક બિનસાંપ્રદાયિક-બિનધાર્મિક સ્વરૂપની છે. ક્યાંક સાંસારિક કહેવાય એવી પણ છે. આને જયવંતસૂરિના મનમાં કાવ્યનો રસભોગ જ કાવ્યનું શિરમોર પ્રયોજન હોવાનો સંકેત લેખી શકાય. આ રીતે, જયવંતસૂરિની રચનાઓમાં એમના સાધુત્વ કરતાં એમનું કવિત્વ વધુ નિખરી રહે છે અને કાવ્યરસભોગીઓને માટે તો એ કવિ જ બની રહે એવી એમની રસદૃષ્ટિ – કલાદ્રષ્ટિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ જયવંતસૂરિ પંડિત કવિ છે, શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ છે, એટલેકે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. કાવ્યપ્રકાશની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મરદશા – વિરહદશાની ગણનામાં કામશાસ્ત્ર - રસશાસ્ત્રની, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકુન શાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અપવ્રુતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની – એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. “શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણ ભય સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના - કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી ? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું, અલંકારરચનાઓ શું કે ઉક્તિભંગિઓ શું – સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. “ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના “શાકુન્તલ'માંની શકુંતલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધુવા, પદરચનાનાં વૈચિહ્યો – એ બધું કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે. આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ ? એથી જ એ “શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે – શાસ્ત્ર કરતા દોહિલા, દોહિલા વક્તા હોઇ, તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઇ. ૧૮ સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ, સરવર પ્રસવઇ કમલનઈ, સમિર વધારઈ ગંધ. ૧૯ ગાહા મહિલાઈંડલું, અણરસીઈ ન જણાઈ, રસીઆ જિમજિમ કેલવઇ, તિમતિમ અધિકાં થાઈ. ૨૪ સરસ સુભાષિત સમિતિમાં, સહુ કો સમઈ ભયંતિ. તસ હૈડૂ પરમત્ય સિઉં, તે કો છયલ લહતિ. ૨૭. અને મૂર્ખ – અજ્ઞાન શ્રોતાનો તિરસ્કાર કરે છે – મુરખ પભણઈ છયલમાં લક્ષણ-છંદ-વિહી, સિરછેદઉં જાણઈ નહીં, ભમૂહિ કોદંડિ દણ. ૨૮ ગાહા ગીય સુમાંણસહ, રસ નવિ જાણ્યા જેણ, તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧ મુરખ ન લહઈ ભાવ કે, કાઢઈ કવીયણ દોસ,. કામિનિ શુષ્ક-પયોધરા સો ઇતિઉં ધરઇ રોષ. ૩૩ પંડિત, પણ કવિ. શાસ્ત્ર, પણ રસજ્ઞ. એ સમસ્યા જેવા બુદ્ધિચાતુર્યના ખેલમાંયે રસિક સંદર્ભ દાખલ કરે છે – ગણિતની સમસ્યામાંયે શૃંગારકીડા આણે Page #140 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ B ૧૨૭ મહિલા હેલાનિરત સુરતરસસમરિં ભડતાં, મુષ્ટિમુષ્ટિ પ્રહાર, હાર અંગોઅંગિ અડતાં, તૂટલે કલહિં લાગિ, ભાગ ત્રીજઈ ભુંઈ પડીઉં, પઈઠઈ સેજિ વિચાલિ પંચમ રડખડિઉ. છઠઉ તિ કામિનિ કરકમલિ, દસમૂ તિ પ્રીઉડઈ અણસરિઉં, છ સૂત્ર મોતી દેખી, તે હાર કેતાં પરિવરિલ. કૌતુકરસિક કથાઓ પણ કથારસ મહત્ત્વનો નહીં જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે – કથારસિયાઓ તૃપ્ત થાય એટલો. પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથારસ કરતાં પાત્રચિત્રણ વધારે મહત્ત્વનું છે, પાત્રચિત્રણ કરતાં વર્ણનરસ વધારે મહત્ત્વનો છે ને વર્ણનરસ કરતાંયે મનોભાવરસ વધારે મહત્ત્વનો છે. કવિ સુભાષિતમાં સમસ્યાચાતુરીમાં, છંદલ પ્રાસરચનામાં, અલંકારદૃષ્ટાંતવૈચિત્રમાં, તથા શબ્દસૌન્દર્યમાં પણ ઘણો રસ ધરાવે છે. કથાગ્રથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુંક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઈને એનો ખુલાસો પૂછડ્યા વગર આજતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઈ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઈ જાય – આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઈ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે. એની સાથે લગ્ન કરે, ત્યાં રહે, ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઈક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઈક કરે એવી અપેક્ષા તો રહે જ – એ કંઈ લાઘવમાં માનતા નથી – પણ એ અપેક્ષા સંતોષાતી નથી. “શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઈ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે છે. નાયિકાપ્રધાન કથાઓ એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક – “શીલવતી ચરિત્ર' અને “ઋષિદરા રાસ' – માં એ દર્શાવાયું છે અને કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય નાયિકાઓ જ છાઈ રહે છે. એ જ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે. નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે. બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે – એ પશુપંખીની બોલી સમજે છે, સંસારડહાપણ છે – રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે, બુદ્ધિ-ચાતુર્ય છે - રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલેલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદરા કોમળ હૃદયની છે – લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શકતી નથી, ખુલ્લી પાળી જોઈને પણ એને ડર લાગે છે, સરલ અને રાંક સ્વભાવની છે – પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે. કોઈના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે, ઉદાર મનની છે – પોતાને માથે દુઃખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે, માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે, એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે – કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે. ગાઢ વનપ્રીતિ છે – પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટહસમૃગલીમૃગબાલક તથા વનદેવતાની ભાવભરી વિદાય માગે છે. અને દિવ્ય પવિત્રતા છે – એની સામે દેખીતા પુરાવા હોવા છતાં કનકરથ એને દોષિત માની શકતો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે, એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી. અન્ય પાત્રો : વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાક્ષાત્કારક નિરૂપણ બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે, ત્યારે કનકરથને ઋષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શકતું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે, પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઈએ, અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એવા બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે. ‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈક વિશિષ્ટ વ્યક્તિત્વ લઈને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. “શૃંગારમંજરી'માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદરે એમ લાગે છે કે “શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી, ‘ઋષિદના રાસમાં એમણે Page #142 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૨૯ પાત્રાલેખનની પોતાની શક્તિને મોકળી મૂકી છે. આગવી ભાત પાડતી વર્ણનરીતિ જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે “ગઢ મઢ મંદિર પોલિ પગારથી જ થતું હોય છે. જયવંતસૂરિ શૃંગારમંજરી'માં કેવી કેવી વીગતો ગૂંથે છે ! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે, જેમકે – વ્યવહારિ નંદન ચતુર ચલઈ લડસડત કરતિ ટકોલ, કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪ જિહાં ચતુર ચીકીવ િચહુટઇ, વણિગ ખેલતિ સોગઠે. મનગમત સંખતિ સારપાસ, દાહ દેવતિ અતિ હઠે. ૪૫ માત્ર સમભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ કુરૂવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે – જસ નયર બાહિરિ સજલ સરવર, નદી નીરિ નિર્મલી.. તિહાં વિકીપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી, તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી, બક ડાક ચાતક ઝિંક ચકવા, પાલિ ખેલતિ શુભગતિ. પ૪ જિહાં રામલક્ષ્મણ ભીમ-અર્જુન, નકુલસહદેવી વરા, જિહાં સોમવલ્લી અકર્ક કકર્ક, સિંહકાસુત અતિ ખરા, જિહાં કુંભકણિ કિલિત કૂવા, ભૂમિસંભવ મુનિયુતા, જે નવરવાડી દેવમાનવ પરમ પુરુષિ સેવિતા. ૨૮ વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે - એકબીજાને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમર, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વિગતોથી ભારે આહલાદક બન્યું છે ? કો એક કમિનિ સુંદરી, પ્રીઉ સિ૬ કીય સંકેત, વનિ સુણી જનકોલાહલ, પગલાં સુણીય સમેત, વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સઘલઇ દેખઇ તનમય, જેનેિં જેહ સિઉ નેહ. ૫૯૫ પૂંઠિથી સહી પાલવ તાણઇ, કામિનિ પ્રીઉ આવ્યુ જાણઇ, રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં, ઘૂંઠિથી ઇમ સુણી હસઇ સહી. ૫૯૬ કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહાયૂં નાખઈ મન ઉલખી, કિંમનીગણ ણ થાનિક બોલઇ, કોઇ કામૂક રહઇ તિણિ ઉલઇ. ૬૦૧ કોઇ કેતિકદિલ કામૂક કામિનીરૂપ લિખેઇ, વલીવલી નયણે નિરખીય હઇડા સિઉ ચાંપેઇ, મુખિ ચુંબન દેઇ સાદ૨, સીસ નમાવઇ પાઇ, પ્રેમગેહેલાં માંણસ, દેખી આકુલ થાઇ. ૬૦૩ કનકરથ પ્રત્યે જેને સ્નેહ ઊપજ્યો છે એ ઋષિદત્તાની સ્નેહસૂચક ચેષ્ટાઓ કવિએ કેટલી આબાદ ઝીલેલી છે ! — સ્નેહસકોમલ કુમરી તણાં ચપલ ચકોરાં જિમ લોઅણાં, રાજકુમ-મુખસસિહ૨-સંગ, ખેલઇ ઉનમદ રંગતરંગ.૬.૨ મદધૂમિત મદનાલસ હોઇ, આડી દૃષ્ટિઇ ખિણિખિણિ જોઇ, હસતી ફૂલ ખિરઇ સસિમુખી, ખિણિ લાજઇ જોઇ સંમુખી. ૬.૩ સ્નેહ ઊપાઇ નયનઈ કરી, હાવભાવ દાખઇ ફિરીફિરી, ઉદર આંણઇ વેણી ગોફણઉ, અધર ડસઇ, જંભાઇ ઘણઉં. ૬.૪ થણ ભુજ ઉદર દેખાડઇ મિસિ, તનિ ત્રિભંગી હુઇ મદવસ†, સરલ જિસી હુઇ ચાંપાછોડ, કુમર દેખિ કરઇ મોડામોડિ. ૬.૫ લોહસિલાકા જિમ ચુંબક, લાગી પાછી થઈ નવ સકઇ, બાંધી કુમર નયનદોરીઇ, કુમરી જાંણી ચિત્ત ચોરી. ૬.૬ અલંકારયુક્ત અંગશોભાવર્ણન પણ સાથે જોડાયેલું હોઈ આ ચેષ્ટાવર્ણનને કંઈક જુદી જ રમણીયતા પ્રાપ્ત થઈ છે. જયવંતસૂરિએ સૌન્દર્યવર્ણનો ઘણાં કરેલાં છે. મોટે ભાગે એ અલંકારાશ્રયી છે. એની વાત પછી. અહીં તો એમાં જોવા મળતી નવતાભરી ને ઝીણવટભરી વિશિષ્ટ રેખાઓની જ નોંધ લઈએ ઃ ગૌર કપોલ શશિબિંબ, પાવઇ નારિંગકે ઉપમાના, ઉગટ્યો મુકુર તણી ચિં દીપ, નિરખતિ નયણાં તરસ ન છીપઇ. ૩૧ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં કોલ ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી ? Page #144 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૧ કોશાના વર્ણનમાં ‘બખત કુસુમ હસિત” (હસ્ય તે જાણે કુસુમવર્ષા) અને ‘નર્તિત નિતંબબિંબા' જેવી સૌન્દર્યછટાઓ જે અભિવ્યક્તિછટાથી આવિષ્કાર પામી છે તે આસ્વાદ્ય બને છે. (ગીતસંગ્રહની હસ્તપ્રત, ગીતક્રમાંક ૩૪) વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી જઈ શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુસૂચક ગોરા, ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરકુંભ ચલવા ઉપમ બિચ્ચારા. ૪૦ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના માત્ર ત્રણ આંગળના જ – અંતરની નોંધ બીજો કયો કવિ કરે ? - નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે ઃ નયણે પાડ્યુ પાસિ, પત્તુતા ? કઇ મુખ-મટકઇ મોહિઉ ? કઇ વાંકડી ભમુહઇ રે ભમાડિઉ ? કઇ સિંગારઇ સોહિઉ ? કઈ કલકંઠી કોમલ કંઠિઇ કાંઇ કામણ કીધું ? દેસવિદેસ દેખાડી, વાલિંભ ! તુઝ મન લૂંટી લીધું ? ૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે - એ એકઇ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ, તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ ? આ છેવટના નકારાત્મક પ્રશ્નમાં પણ રસીલી નારીની એક લાક્ષણિક રેખા મુખમાં તંબોલ દોરાઈ ગઈ છે તે જોયું ? જયવંતસૂરિનું સૌન્દર્યદર્શન કેટલું પરિપૂર્ણ છે એ આ બતાવે છે. ક્યારેક અનલંકૃત વર્ણન પણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ આવી સભાઇ યોગિની, પાપિણી અદ્ભુત વેસ, તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧ આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર, કાશ્મીરમુદ્રા શ્રવણ લહક, ખલકુંતિ મેખલા-ભા૨. ૧૫.૨ કંઠિ માલા શંખ કેરી, ભસ્મધૂસર વાંન, લલાટ ચંદન-આહિ, નખે તે આંગુલ માંન. ૧૫.૩ મૃગચર્મ કેરી કરીય કંથા, ઉઢણઇ ચિત્રિત ચર્મ, મોરપિચ્છનુ ગ્રહ્યુ આતપ, હથઈ દંડ સુધર્મ. ૧૫.૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વાણહી ચિમિચિમિ કરતી ચરણે. શિષ્યણી પરિવાર, ધ્યાનનઈ વસઈ ઘૂમતી, કયેઉ ભગિનઉ આહાર. ૧૫.૫ (ષિદત્તા રાસ) ઋષિદરા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧–૫), જિનમંદિરનું (૪.૪૧–૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં “ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કિંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દરખાઓ જ કવિ દોરતા નથી. પુસ્તક શુભ ભુજ રિ’ જેવી સ્વાભાવિક વાસ્તવિક વિગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે : વર્ણમાત્ર વ્યાપી રહી રે, એક અનેક સ્વભાવિ. પ્રાણીમાત્ર મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ. શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકરિ. (ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત) જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી. અલંકારકવિ કહેવા પડે એવી અલંકારસજ્જતા જયવંતસૂરિની અલંકારરચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌન્દર્ય-સામર્થ્યસૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણે મન થાય. “શૃંગારમંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે. વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી(કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે છે ! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે “વર્ણન કહું સંખેવિ.” (કડી ૧૫૦૧થી ૧૫૫૦) કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો – ઉદર, કટિ, જંઘા, ચરણ વગેરે – ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે. - કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં Page #146 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ [ ૧૩૩ પાતાલ સુંદરીની વેણી (ચોટલા)નું વર્ણન : ત્રિભુવન જીતું રૂપગુણિ, તેહ ભણી મયણેણ, ખાંડ ઉઘાડવું દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૦ ગોરી ચંદનછોડ જિમ, વેધવિધૂંધા નાગ, વેણીછલિ સેવી કરછ, ઝલકઈ સિરિ મણિ-ચાક. ૧૫૦૩ ચમરભાર ગોરી ધરઇ, ગરવિં ચિહુરમિસે, ત્રિભુવન રૂષિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લાં કેણ. ૧૫૦૪ ગોરી ગોર-થોર-ણિ, સોહઈ વેણીદંડ, અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ પ્રચંડ. ૧૫૦પ ગોરીની વેણીને ઉઘાડી તલવાર નાગ અને ચમરભાર સાથે અહીં સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે, બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું પડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે “ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, “મણિ-ચાક’ એ રૂપક છે, તો “વેણીછલિ નાગ’ એ ઉલ્ટેક્ષા કે રૂપક છે. અન્ય અલંકારરચનાઓ પણ જુઓ : પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. (સીમંધરસ્વામી લેખ) આ સંતત રૂપકની રચના છે – ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપ-વેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. શ્રાવણ સંજોગી માસ કિ ભુઈ હરીયાલીઆ રે, ચોલીચરણા નીલ કિ પહિરઈ હું બાલીયા રે. ૪ પાવસ પ્રથમ સંયોગિ કિ રોમચી અંકુરઇ રે, પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ નેમિનાથરાજિમતી બારમાસ) વર્ષમાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. તાપવ્યું સીસું તિમ ઉસીસું. (બારમાસ, ૪૫) આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને “સીસું – ઉસીસું' એ શબ્દયોજનામાં યમક. એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, પથ ચમકઇ ચિતડું હરઈ, ગોરી-નેલર જિમ્મ. (શૃંગારમંજરી,૨૧) આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને વંકિમ' (સુકવિવચન પરત્વે ‘વકતાપૂર્ણ, નુપૂર પરત્વે ‘વાંકા ઘાટનાં') તથા સુવન્નમય' (સુકવિવચન પરત્વે “સુંદર વણ – અક્ષરોવાળાં', નુપૂર પરત્વે ‘સોનાનાં) એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અથલિંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ વિષમ કડખું, તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિખૂ. ૧૫૧૧ (શૃંગારમંજરી) અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, તિણિ પાપિ વિહિ નયણનઈ, કોલૂ કલ દેય. ૧૫૧૬ (શૃંગારમંજરી) બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે' – વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને “એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે' એ ઉàક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. ચંદુ બીહતું. રાહથી, ગોરી-મૂહિ કીઉ વાસ, પ્રીતિવિશેષ હરિણલુ, રાખિ નયણાં પાસિ. ૧૫૨૨ (શૃંગારમંજરી) અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને “ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૫ રાહુથી બીતા ચંદ્રની ઉàક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. સવિ અક્ષર હીરે જડડ્યા, લેખ અમૂલિક એહ રે, વેધકમુખિ તંબોલડુ મનરીઝવણું એહ રે. (સીમંધર લેખ, ૩૬) * હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ – પત્ર પ્રિયતમના મનને રીઝવનાર છે – રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. વેધકમુખિ તંબોલડુ આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે ! કેટલીક નજાકતભરી, મુલાયમ કલ્પનાઓ વ્યક્ત કરતી અલંકારરચનાઓ પણ જયવંતસૂરિ પાસેથી મળે છે. સ્થૂલિભદ્રના આગમને હર્ષરોમાંચિત થતી કોશાનું વર્ણન કવિએ એમ કહીને કર્યું છે કે કુંપલ મેહલી રે દેહ' (ગીતસંગ્રહ–૩૩). યૌવનને મઘમઘતી મંજરી રૂપે કવિ કહ્યું છે (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ, ૩૦) અને ઋષિદત્તાને જાતિકુસમ પરિ... સુકુમાલ શરીરા' તરીકે વર્ણવે છે (૨૨.૧૮). સ્ત્રી શરીરની સુકુમારતા (અને સુરભિતા) દર્શાવવા જાઈના ફૂલની કલ્પના અર્થપૂર્ણ ને અનોખી છે. અલંકાર જ નહીં, અલંકારાવલિ – સાદૃશ્યોની હારમાળા પણ આ કવિ યોજે છેઃ કેસરી સમરિ, ભુજંગમખલન, સાયર બાંહિ તરીજઇ, જાણે મંદર મસ્તકિ તોલિઉં, જઉ સુધ પ્રીતિ પલીજઈ. ૯૦ (શુદ્ધ પ્રીતિ નિભાવવી એ સિંહ સાથે યુદ્ધ કરવું, નાગ સાથે ખેલવું, બાહુ વડે સાગર તરવો. મસ્તકે મંદર પર્વત ઉપાડવો એના જેવું છે.) વઈરાગ નટની અથિર જેહવઉ, પ્રીતિ દુર્જન કેરડી, ઘરવાસ ચંચલ કામિનીનઉ, નીર માંહિ લીહડી, આકઈધણ, ધાડિ સઈની, વાડિ જવાસા તણી, અસાર એ સંસાર તિણિ પરિ, મૂઢ મનિ માયા ઘણી. ૩૮.૨ સંસારસુખની ચંચલતા – ક્ષણિકતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાંતમાલામાં નટનો વૈરાગ, અને સંસારની અસારતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાતમાલામાં સઈની ધાડ (દરજીઓએ પોતાનાં ઓજારો સાથે કરેલું આક્રમણ કેવું પોલું હતું તેની એક બોધકથા છે) – એ બે કેવાં લોકવ્યવહારગત પણ માર્મિક દૃષ્ટાંતો છે ! પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રહ, ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. (નૈમિજિન સ્તવન, ૩૨) સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે – પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. પ્રશિષ્ટ વિદગ્ધ અલંકારરચનાની નિપુણતા ધરાવનાર આ કવિ પાસેથી તળપદા જીવનમાંથી આવેલા સરળ, સોંસરાપણાના ગુણવાળા, સદ્યોગમ્ય, તાજગીભર્યા અલંકારો પણ વારંવાર મળે છે એ ઘણું હઘ લાગે છે ઃ નિતંબથલી પહુલી જિમ થાલી. (નૈમિજિન સ્તવન, ૧૯) સગપણ હુઇ તુ ઢાંકીઇ રે પ્રીતિ ન ઢાંકી જાયો, વિાણિઉ છાજિ ન છાહીઇ રે, હિર ન દોરી બંધાયો. જિમ કૂયાની છાંહ, અમૂઝી માંહિ રહઇ રે. ૧૭ પીઇ તજી જિમ આસોઇ કિ, પીછ જિમ મોડઇ રે. ૨૪ સજ્જન ખોટારા તેહવા, જેહવા કાતી-મેહ. ૩૪ (સીમંધર ચંદ્રાઉલા,૨૨) વાહલા ! તુમ વિણ તિમ થઈ, જિમ પાકું પાન-પલાસ. ૪૦ જે ધુ૨ ક૨ે ધુરીઆઇ ન છંડઇ, જિમ હરધ તુરાઇ. ૮૯ (મોટા તો એ કે જે મૂળમાંથી મોટાઈ ન છોડે, જેમ હળદર પોતાનું તુરાપણું ન છોડે.) રીંગણિથી રાયણિ ગુણિગમતી, તે તુ અવિહડ ગોરી. ૧૨૦ (તે એટલે મુક્તિ૨મણીને અવિભંગ કદી સ્નેહભંગ ન કરે તેવી કહી બીજી રમણીઓથી એની વિશેષતા રીંગણી-રાયણના દૃષ્ટાંતથી બતાવી છે.) (નેમિનાથ-રામિતી બારમાસ) વીવાહ વીતઇ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ) વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. ‘ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મો૨મ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯–૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે – વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વર્ડ મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવાં વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે વર્ણનોમાં મનોભાવનિરૂપણોમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં. સુભાષિતો તો દૃષ્ટાંતોથી Page #150 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ! ૧૩૭ ઉભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકારસજ્જતા અસાધારણ ભાસે છે. શબ્દાલંકારની શોભા જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિ કૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો ઘણી વાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ તેટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે (શૃંગારમંજરી,૧૫૬૧-૬૬). અલબત્ત, આવું ક્વચિત જ થયું છે અને એમાં કોઈકોઈ શબ્દ અન્ય વર્ણથી આરંભાતા આવવા દઈને આ રીતિને એમણે બાલિશ થઈ જતી બચાવી છે. લંબાયેલો વણનુપ્રાસ સ્વાભાવાદિતાથી સિદ્ધ થયાના પણ દાખલા મળે છે. આ પૂર્વે આપણે નોંધેલા નારી સૌન્દર્યના પરોક્ષ વર્ણનના ખંડમાં કઈ કલકંઠી કોમલ કંઠિઇ કાંઇ કામણ કીધું' એ પંક્તિમાં (બારમાસ) દીર્ઘ વણનિએસ કેવી સ્વાભાવિકતાથી આવી ગયો છે ! અંત્યાનુપ્રાસ એ તો મધ્યકાલીન કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. પણ જયવંતસૂરિ એમાં સવિશેષ કૌશલ બતાવે છે. પંક્તિઓ સુધી એક જ પ્રાસ એ યોજે છે – “કાલી’ ‘અણિયાલી' એમ “આલી'નો પ્રાસ એમણે ૨૯ ચરણ સુધી ચલાવ્યો છે ! (નેમિજિન સ્તવન, ૧૭–૨૧); પ્રાસસાંકળી રચે છે ને પંક્તિ-અંતર્ગત ત્રણચાર પ્રાસશબ્દો પણ દાખલ કરે છે – * નિતંબથલી પહુલી જિમ થાલી, કાલી તનુરોમાલી. (૧૯) * મનિ હરખિ નેમિરૂપ નિહાલી, વાલી વાલી બાલી. (૨૧). આ વર્ણનમાં ‘આલી’ના અંત્યાનુપ્રાસ ઉપરાંત “આંખડલી’ ‘બાહબલી’ મેહલી’ ‘અંગુલી’ પહુલી' જેવા “લીકારાન્ત અને “કાજલ” “કોયલ’ ‘કુંભસ્થલ’ મયગલ' “મદભીંભલ' જેવા લડકાન્ત શબ્દોનું પ્રાચુર્ય આપણા કાનને ભરી દેતો રણકાર ઊભો કરે છે. યમકરચનામાં પણ જયવંતસૂરિએ ઘણો રસ લીધો છે. ‘તાપણું સીસું તિમ ઉસીસું' જેવી સાહજિક યમકરચનાઓ એમને હાથે થઈ છે તે ઉપરાંત ઉપરાઉપરી મકરચના એમણે કરી છે – ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રાઈ, ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. (સ્થૂલિભદ્રકોશા ફાગ,૯) ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચ પાંચ શબ્દો સુધી વિસ્તરતી ચમકયોજના પણ એમણે કરી છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જુઓ : કોયલડી કુહુ કુહુ કરી કોઈલિ ડીલિ લગાઈ મદમસ્ત માનિની પરિહરી, કોઈ લડી ઈણિ સમાઈ જાઈ? ૬૧ મેહકી આ રતિ આરતિ આવઈ મોરડી રે, આ રતિસેજઈ આરતિ ઝૂરઈ ગોરડી રે. ૮ ખિનિ ખિનિ તુની આરતિ બપીહા દેતુ હાં રે, પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરડે રે. ૯ (બારમાસ) શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષાશબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની તો એ સ્વરૂપગત વિશેષતા જ છે એટલે “સીમંધર ચંદ્રાઉલામાં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય નેમિનાથ રાજિમતી બારમાસના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાંધી છે. દેશનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે, | દેશી પેસિ સોસ જ અતિઘણ૩, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે ? ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે. ૪૩ ત્રુટક અતિઘણઉ સોસ જપોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી, વલવલઇ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪ પદ્ય, ગાન અને રાગનો રસ ચરણસાંકળી એ એક રીતે પદ્યબંધનો ભાગ બને છે. પદ્યબંધકૌશલ મધ્યકાલીન કવિઓને સહજ હતું અને વિવિધ પદ્યબંધોની હથોટી ઘણા કવિઓ બતાવે છે. જયવંતસૂરિએ દુધ, યમકસાંકળીવાળા દુહા (જે બન્ને “ફાગ” કે “ચાલ તરીકે ઘણી વાર ઓળખાવાય છે), તોટક, “કાવ્યને નામે ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનો બનેલો ચંદ્ર છંદ, હરિગીત, સવૈયા, સોરઠા, ઉધોર, ચોપાઈ તથા અનેક દેશીઓ-ઢાળોનો ઉપયોગ કર્યો છે અને ચંદ્રાવળા જેવો કાવ્યબંધ પણ પ્રયોજ્યો છે. એમના પદ્યબંધના સવિશેષ કૌશલનો ખ્યાલ એ પરથી આવશે કે ઋષિદા રાસમાં ૩૭ જેટલી દેશીઓનાં નામ મળે છે તેમાં ભાગ્યે જ કોઈ પુનરાવર્તિત થાય છે. કેટલીક આકર્ષક પદ્યછટાઓ પણ જોવા મળે છે. નીચેની અઢીઆની દેશી (ઋષિદરા રાસ, ઢાળ ૩) એનાં અઢી ચરણ ને ત્રણ પ્રાસસ્થાનને Page #152 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૯ કારણે ધ્યાન ખેંચે છે : ઈણિ અવસરિ નગરી કાબેરી, અમરપુરીથી એ અધિકેરી, સોભા જસ બહુતેરી. શબ્દ કે શબ્દસમૂહના પુનરાવર્તન દ્વારા ભાવને લૂંટતા પદ્યબંધો પણ સાંપડે છે. જોઉ વિષમ સનેહડ રે, તે તું નવિ ગણઈ ગણઈ મરણનું સંચ કિ. માંણસ વેધવિલૂધડકે રે. તે તુ નવ નવ કરઈ પ્રપંચ કિ. ૧૭૮૦ આવી આષાઢ કિ વાદલ વાવરિયા રે વાવરિયા રે.. વરસઈ મેહ અખંડ કિ સરોવર જલિ ભરિયા રે જલિ ભરિયા રે. ૨૧૦૯ ઇણિ પરિ અજિતકુમાર, નિસિ વિલવતા એ, નિસિ વિલવતા એ, નીગમઈ એ. જવ થયું પ્રભાત. તવ દિન-નાયક, તવ દિન-નાયક, ઉગમઉ એ. ૧૨૫૦ તવ વાગાં નાણ. કીધ પીઆણુંઅ, કીધ પીઆણું, ભૂપતિ એ, ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક, હયગથપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩ (શૃંગારમંજરી) બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુર્ભાગી પધછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે. ધૃવાયોજના પદ્યબંધનો એક અગત્યનો ભાગ છે. પદ્યલયને એ ચોક્કસ પ્રકારનો લટકો અર્પે છે. ઉપરનાંમાંથી પહેલાં બે ઉદાહરણોમાં ધ્રુવાવૈચિત્ર્ય જોયું ? પંક્તિ-અંતર્ગત ને પંત્યંતે એમ બે-બે ધ્રુવાઓ છે – “રે તે તુ’ અને ‘કિ તથા “કિ રે ને રે’. ‘ઋષિદના રાસ'ની ૧૩મી ઢાળની નીચેની ધૃવાયોજના ભાલણથી માંડીને અનેક કવિઓએ પ્રયોજેલી ‘સુણ સુંદરી રે – “ઘેલી કોણે કરી રે’ પ્રકારની એકાંતર આવતાં ચરણોવાળી ધૂવાની યાદ અપાવશે : કનકરથ પૂછઇ તદા. સુણ સુંદરી રે, સુકીલણી ગુણ જાંણિ, વાત કહી ખરી રે. આ ધૃવાયોજના કનકરથનાં ઉત્સુકતા, આગ્રહ, અનુનયને ઉઠાવ આપે છે. શૃંગારમંજરી'માં અખિયાં (૧૧૪૬-૧૧૫૦)માં “કહુ સખી કિમ અણખિ ન આવઈ એ બધી કડીમાં આવતું ચોથું ચરણ ઉદિષ્ટ ભાવને ઘૂંટે છે. “ઋષિદત્તા. રાસમાં એક કે વધુ ચરણ ધ્રુવા તરીકે યોજાયેલ છે ત્યાં એ કેન્દ્રીય ભાવ-અર્થને ધારણ કરનાર હોય છે. જેમકે કનકરથની ઋષિદત્તાને મળવાની તરસને નિરૂપતી ૩૪મી ઢાળમાં ‘સલૂણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉ તેહની ભવિભવિ દાસ’ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ આખી પંક્તિ ધ્રુવા તરીકે આવે છે. ઋષિદરાના વિયોગે ઝરતા કનકરથની ઉક્તિની ૨૨મી ઢાળમાં નીચેની આખી કડી ધ્રુવા તરીકે અભિપ્રેત છે – પ્રિય બોલિન રે ! તું પ્રાણાધાર, સસીમુખી બોલિન રે ! ગોરી રે ગુણભંડાર, ગજગતિ બોલિન રે. ધ્રુવાઓ ગેયતા – ગાનનો એક ભાગ છે. આ કવિને મન ગાનનો અને રાગનો, ગીતનો અને સંગીતનો ઘણો મહિમા છે, એમના જ શબ્દો છે – પ્રિય દૂતી પ્રેમ તણી, સેનાની મયણાંહ, રાગ જયઉ આનંદમય, જે મંડન વયણાંહ. ૧૯૩૪ જેણિ ન જણિયા ગીતરસ, ગાહાગુઠિન કિ, એ માંણસ-જંબારડુ, તસ કાં દેવઈ દિ. ૧૯૪૫ (શૃંગારમંજરી) ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ. ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે. જયવંતસૂરિએ પોતાની ઘણી કૃતિઓમાં ઢાળને આરંભે રાગના નિર્દેશ કર્યા છે. કેટલીક વાર તો વપરાયેલી દેશીનો ઉલ્લેખ ન કરતાં કેવળ રાગનો નિર્દેશ કરીને એ ચાલે છે. નેમિજિન સ્તવન' અને બારમાસમાં દેશનામ નથી, પણ રાગનામ છે. એમણે નિર્દેશેલા રાગો પણ કેટલાબધા છે ! – કેદાર. ગોડી, કેદારો ગોડી, સિંધુઓ ગોડી, મલ્હાર, ભીલી મલ્હાર, દેશાખ, સામેરી, ધન્યાશ્રી, મારુણી. ધન્યાશ્રી, રામગિરિ, સિંધૂડી, મારુણી. મેવાડો, આસાવરી, કાફી, ભૂપાલી, વૈરાડી, પંચમ. સબાબ, સોરઠી, પરજિયો. અધરસ વગેરે. નિરૂપિત વિષયવસ્તુ પરત્વે આ રાગોની ઉપકારકતા વિશે તો કોઈ જાણકાર જ કહી શકે. નેહરસનો સાગર : સંયોગપ્રીતિનાં મધુર મર્યાદાશીલ ચિત્રણો સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જેન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે – ભીડત ઓલી કસણ ત્રટુક ટુકડે-ટુકડે થણથી ચૂકી, થણહર મદમસ્ત ગજકુંભ સરિસા, અંકુશ કર જ દીઆ અતિ હરિસા. ૭૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૪૧ ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના, ઇઉં ભૂકપાસિ બાંધી કામરાજઇ. રાખ્યા હોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) બાકી સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઇતિશ્રી માની છે. બન્ને કથાકતિઓનાં નાયક-નાયિકા તો મયદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઈચ્છવું નથી. અજિતસેનશીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મયદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપહેલી, ક્યારેક સોગઠાબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪–૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વમૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે – સ્નેહરોસઈ તું લેતી અબોલા, તવ હું વ્યાકુલ થાતી રે, વારવાર તુઝ ચરણે લાગી, મીહનતિ કરી મનાવતી રે. ૨૨.૭ હસતાં હણતી ચરણપ્રહારઈ, તવ હું લહઈતુ પ્રસાદ રે, માનિની તાહરા કોપઓલંભા, થાતા સુધાસવાદ રે. ૨૨.૮ આ તે નાગરવેલી મંડપ. જિહાં મઈ પાલવિ સાહી રે, લાજતી નવતન નેહ-સમાગમ, જાતી મુહનઈ વાહી રે. ૨૬.૪ કુમરી કુંદકે જિહાં મુઝ હણતી. આ તે કુશમ સોહઈ રે.. આ તે અશોક જિહાં હું તેહનઈ, મનાવતઉ સસનેહ રે. ૨૬.૫ પિતાની વાત્સલ્યચેષ્ટાઓનું આલેખન પણ ઋષિદત્તાને મુખે પૂર્વમૃતિ લેખે થાય છે – હિત ધરી કોમલ અંકિ આરોપીનઈ, સવિ તન કરિ કરી ફરસતી એ, ચુંબન દેઈ કરી, ખિણિખિણિ માહરઈ મનમન ભાષિતિ હરખતી એ. ૮.૪ પ્રભુદર્શનનો પરમાનંદ વ્યક્ત કરતું ગીત સંયોગપ્રીતિનું જ કાવ્ય બની રહે પ્રિયકારિણી પ્રીયકારિણીતનય વર્ધમાનજિન ચિર જય સમય, તુ મૂરતિ મેં રતિકઈ દીઠી, પરમાનંદની વેલડી મીઠી. ૧ પ્રિન્ટ તુઝ દરશનિ મનિ આનંદ થાઈ, એક જીભઈ કરી મઈ ન કહિવાય. ૨. Do મૂરતિ મોહનવેલડી દીપઇ, નયન નિહાલતાં તરસ ન છીપઇ. ૩. પ્રિન્ટ આંગણિ અલવિ મ્યું સુરતરુ ફલિઉં, પરમ વાહીલેસર જઉ તું રે મિલીઉં ૪. Blo Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઉઘડ્યાં આનંદ કેરડા હાટ, તું દીઠાં સવિ ટલ્યા રે ઉચાટ, ૫. પ્રિન્ટ ગુણસોભાગ સમીહિત આપુ જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિન્ટ (ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત) છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા વિરહભાવનાં નિરૂપણોથી તો જયવંતસૂરિની કૃતિઓ છલકાય છે. વિપ્રલંભશૃંગારના બે પ્રકારો છે - એક, અભિલાષનિમિત્તક એટલેકે જેમાં મિલન પૂર્વેની અભિલાષાની સ્થિતિ વર્ણવાઈ હોય અને બે, વિયોગનિમિત્તક એટલે જેમાં મિલન પછીના વિયોગની સ્થિતિ વર્ણવાઈ હોય. પ્રભુપ્રાર્થનાનાં ઘણાં ગીતો તથા સીમંધરસ્વામી લેખ' વગેરે ઘણાં કાવ્યો અભિલાષપ્રીતિને, પ્રભુમિલનની ઝંખનાને વ્યક્ત કરે છે. સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સ્થૂલિભદ્રને જોઈને કોશાના હૃદયમાં પ્રેમ જાગે છે ને એ ઉત્કટ અનંગપીડા અનુભવે છે એનું ચિત્રણ થયેલું છે ? મયનહ નવમ દશા કોશિ પાઈ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ, શીતલ ચંદનબુંદ તનિ લાઇ, વીંજ્યત-વીંજ્યત ચેતન આઈ. ૪ (કોશા નવમી કામદશા – મૂછને પામી. “પિયુ પિયુ' જપતાં એણે સાનભાના ગુમાવી. ચંદનના શીતલ બુંદ શરીરે લગાડી, વીંઝણો વીંઝતાં એ ભાનમાં આવી.) ઋષિદત્તાને જોતાં કનકરથની થયેલી મોહદા ‘નાદઈ વેધ્યા નાગ જિમ, લય પામ્યઉ અભંગ' (૪.૩૦) જેવી પંક્તિમાં આબાદ ઝિલાયેલી છે, તો ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે એનું ઘેરું ચિત્ર કવિએ આલેખ્યું છે ? વેધ તણી છઈ વાત જ ઘણી, પ્રાણીનઈ મેલઇ રેવણી, નાદઈ વેધ્યઉ મૃગલઉ પડઈ, પતંગ દીવામાં તરફડઈ. ૬.૯ કુહુનઈ કહી ન જાઇ વાત, માંહિથી પ્રજલઇ સાત ધાત, લાગુ પ્રેમ તણી સંતાપ, તે દુખ બૂઝઈ આપોઆપિ. ૬.૧૦ વયર વસાયું કીધઉ નેહ, નયણાંનઈ સિરિ પાતક એહ, નિસિદિન ચિંતા દહઈ અતીવ, પ્રેમ કીધઉ તિહાં બાંધ્યઉ જીવ. ૬.૧૨ ભૂખ તરસ નિદ્રા નીગમી, જાણે તપ સાધઈ સંયમી, બોલ્યઉંચાલ્યઉં કહિ સ્યઉં નવિ ગમઇ, કૃશ તનુ, દોહિલઈ દિન નીગમઈ. ૬. ૧૩ વિરહોદ્દગારો : ભાવછટાઓ અને ઉક્તિછટાઓનું અપાર વૈવિધ્ય શું અભિલાષનિમિત્તક કે શું વિયોગનિમિત્તક, વિપ્રલંભશૃંગારનું – વિરહસ્નેહનું કવિએ કરેલું સીધું વર્ણન ઓછું છે, બહુધા પાત્રોદ્ગારો દ્વારા જ એને અભિવ્યક્તિ મળી છે. પ્રભુની મિલનઝંખના પ્રેમી ભક્ત-મનના ઉદ્દગારોમાં જ વહે છે, તો ઘણાંબધાં ગીતોમાં તથા ધૂલિભદ્ર-કોશા અને નેમિનાથ-રાજિમતી વિશેનાં અન્ય કાવ્યો – બારમાસ, ફાગુ, સ્તવન વગેરેમાં કોશા અને રાજિમતીના વિરહના Page #156 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ! ૧૪૩ ઉદ્દગારો જ રજૂ થયા છે. અજિતસેન-શીલવતીને વિયોગની ઘડી આવે છે ત્યારે અને એમની વિયોગાવસ્થામાં એમના ઉદ્ગારોથી જ કામ લેવામાં આવ્યું છે તો. સાર્થવાહ-પાતાલસુંદરીને પરસ્પર થયેલી આસક્તિ, છૂટા પડવાની સ્થિતિ આવતાં થયેલી વ્યથા, રાજાને પણ મિત્ર સાર્થવાહ સ્વદેશ જતાં ઊપજેલો વિષાદ વગેરે સઘળું ઉદ્દગારો રૂપે જ આપણી સમક્ષ આવે છે. આ ઉદ્ગારો મનોમન હોય છે કે પ્રિયતમને સખીને અથવા ચંદ્ર વગેરેને સંબોધન રૂપે. એમાં દૃષ્ટાંતો, અન્યોક્તિઓ, લંગોક્તિઓ. લોકોક્તિઓ, વ્યવહારનુભવની વાતો, સુભાષિતો વગેરે ગૂંથાય છે અને અભિવ્યક્તિનું અદ્ભુત વૈવિધ્ય અને અનન્ય માર્મિકતા સિદ્ધ થાય છે. મનોભાવછટાઓ તો સાગરનાં મોજાંની જેમ અવિરતપણે એક પછી બીજી એમ અપરંપાર આવ્યું જાય છે – અભિલાષ-આરત, વિક્ષોભ-વિકલતા, દૈન્ય-અપરાધભાવ, ઇષ-અભિમાન, પરિતાપ-પશ્ચાતાપ, પ્રેમદુહાઈ-પ્રેમભગ્નતા, આશાનિરાશા-પ્રતીક્ષા, પ્રેમપરવશતા-અસહાયતા-અધીરાઈ, રસ-રોષ, વિનયઅનુનય, પ્રિયજનપ્રશંસા-નિંદા-ઉપાલભ, તર્કો-તરંગો, સ્મરણ-નિવેદન, ચિંતાભય વગેરેવગેરે. જુદીજુદી કૃતિઓમાં પુનરાવર્તિત થવા છતાં ભાવછટાઓ અને ઉક્તિછટાઓના વૈવિધ્યની અહીં પૂરી નોંધ લેવાનું અને એની રસાત્મકતાકલાત્મકતા ફુટ કરવાનું શક્ય નથી. એટલે “શૃંગારમંજરી'નાં મનોભાવનિરૂપણોની નોંધ એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં થઈ ગયેલી હોઈ એ સિવાયની કૃતિઓમાંથી નમૂના રૂપે કેટલાક ભાવોદ્ગારો જોઈએ ? વરસાલઈ સાલઈ ઘણું, જે વાલિંભ પર-તીરિ, ઊડી તબ હી જાઈઇ, જઉ હુઈ પંખ સરીરિ. ૧૦ વિજલીયાં ચમકતિ કિ કલમલ હુઈ હઈયા , દાધા ઊપરિ લૂણ લગાવઈ બાપહીયા રે. ૧૫ સો બાંઠા, સો સોવતાં, સો ભમતાં, સો વાતિ, સો ચિંતન, જગ સોઈ-મય, સો સો દિવસ નઈ રાતિ. ૪૨ વિરહઈ વાધાં પાપિણી, સંગમિ વહિલ વિહાઇ.. એ તિ સ્વારથ-વઇરિણી રયણી ફીટલ, માય ! ૪૭ ઊમાહીયાં મન-માંહિ રહી, જેમ પંખી પાંજરઇ, દેસાઉરી સે સજન મેર, સાસ પહિલા સાંભરઈ. ૫૦ ફાગુણિ હોલી સહૂ કરઈ, વછડ્યાં હી બારઇ માસ. ૫૮ પ્રીતિ પ્રીતિ સહૂ કો કહિ, અચ્છે તુ જાણવું વઈર, દાઝીદાઝી તે મરઇ, ચહિ અંગારા ખઇર. પ૯ લોહિ રે ઘડ્યું રે હીયા, કઈ ઘડીઉં વયરેણ, નેહ-ધીમું ફાટું નહીં. વાલિંભવિરહ ઘણણ. ૬૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એકેકે તુઝ બોલડે જીવ કરું ખુરબાન, ગુણ સઘલા ઇણિ તનિ મિલ્યા, અવર ટળ્યાં ઉપમાન. ૬૯ કઈ વઇરિએ કઈ વેધડઇ, માણસ આવઈ ચિત્તિ, માહરઈ મનિ બહુ પર તું ખટકઈ દિનરત્તિ. ૭૪ સાહમાનઉં ન લહઈ અવટાયું, આપ સરંગ રાઇ, એક એક-વેધઈ ખઇતું જાઈ, સાતમું એક તનિ માચઇ. ૮૭ એવડું જોર કિસ્યું દાસી મ્યું? કીડીનઈ ફોજ કીસ ? તરણા ઉપરિ કરું રે કુહાડઉ ? ઉત્તમ થોડી રીસ. ૯૩ પહિલઉં પ્રીતિ-અંકુરડુ હો, તઈ રોપ્યઉ નયણેણ, મઈ મન-મંડપ મોટી કરિઉ હો, હવઇ તુ છેદઈ કેણિ? ૯૭ અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯ (બારમાસ) રે દૈવ તઇ એક દેસડઈ, ન કીયા દોઇ અવતાર, દિન પ્રતિ નયનમેલાવડ, સંતોષ હુંત અપાર. ૩ ગૂંથી તુઝ ગુણફૂલડે, નામમંત્ર તુઝ એહ રે, વિરહ તણાં વિષ ટાલિવા, હું જપું નિસિદીહ રે. ૧૫ વિરહવિછોડીઆ માણસાં, થોડા મેલણહાર રે, આપ સમી લહઈ વેદના, તસ્ય જાઉં બલિહારિ રે. ૨૨ આણી વાટઈ જાણું આવસઈ, તિણિ વેલિઇ રહું બારિ, આસ્યાબંધૂ મન રહઈ રે. ન લહઈ અસૂરસવાર. ૨૫ કિહાં સૂરિજ કિહાં કમલિની રે, કિહાં મેહ કિહાં મોર, દૂરિ ગયાં કિમ વિસરાઈ રે, ઉત્તમ નેહ સ જોઇ. ૨૮ અક્ષર બાવન ગુણ ઘણા તુ, કહુ તાં કેતા લિખી રે, થોડઈ ઘણું કરી જાણયો. સુખ હોસ્પઈ તુમ્હ દેખાઈ રે. ૩૩ મનિ જે ઊપજઈ વાતડી, તે લેખમાં ન લખાઇ રે, પાપી દોષી જન ઘણા તુ. મિલ્યા પાખઈ ન કહિવાઇ રે. ૩૪ મન માહિ વાચી રાખયો, લાખ ટંકાનું લેખ રે, વિરહાથિ રખે પડઇ, રખે કોઇ દુરજન દેખાઈ રે. ૩૫ (સીમંધરસ્વામી લેખ) લોકલાજ તિજીનાં માય, પ્રિક કેડિ ભમ્ ઇમ થાય. ૧૨ તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘ માંહિ જુ વીસરઈ, સુહુણા માંહિં દીસંતિ. ૧૪ પાપી રે ધૂતારાં સુહણડાં, મુઝ મ્યું હાસું છોડિ, કરઈ વિહોહ જગાવીનઈ, સૂતાં મૂકઈ જોડિ. ૧૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૪૫ આજ ઘાલી ગલિ બાંહડી, પરમ પિયારઈ દેશિ, રાંને રૂખ જિમ એકલાં, હાંડા કિસ્યું રે કરેશિ. ૨૬ હું સિઈ ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિઈ ન સરજી ચંદન, કરતી પ્રિયતનું વાસ. ૩૧ હું સિં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિઈ ન સરજી પાન. ૩ર કેસૂડાં પંથિ પાલવ્યાં, સૂડા, દિઉં તુઝ લાખ, એક વાર મુઝ મેલિન, સજન પસારી પાંખ. ૩૬ ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન, જીવ સાથિઈ મઈ દૂઝ દેઉં, થોડઈ ઘણું સું જાણિ. ૪૦ | (સ્થૂલિભદ્ર-કોશા ફાગ) સનેહવિછોહાં દોહિલ, ડુંગરી દયો લીહ, આવણું આઠઇ પ્રહર, સજ્જનવિછોયાં જીહ. ૨૬ કેતી કીજઈ રીવ, જાણણહારા વીછડ્યા, રાનિ રયું રે જીવ, કુણ લહસિ. કુણ વારસિ. ૨૮ (નેમિનાથ સ્તવન) તુ મઝ વિરહનલિ છાતી તાતી, સમધ વિના વિહિ મુ હિઅઈ મકાતી. ૬ મેહ વિણ ખલહલ તૂઠાં પાણી, દુખભરિ રોતાં રાતિ વિહાણી. ૧૦ અરતિ, અભૂખ, ઊજાગરુ રે. આવઢણું નસિદીસો, સહિવા દુરિજનબોલણા રે, તઈ સંતાપ્યા નહો. ૧૩ સંદેસુ મન મિલતઈ જાણ્યો, જીવ મિલાઈ સાંઈ માંન્યો. ૧૫ કુસુમવને વાસિક, અલિ માલતી સિલું લણો. આઉલિ ફૂલ ન સાંભરઈ રે, પરિમલ-રસ-ગુણહીણો. ૧૬ કોડિ સંદેસે ન છીપીઈ રે. જે તુમ દરિસણ પ્યાસો, અંબફલે મન મોહી રે, પાનિ ન પહુચઈ આસો. ૧૮ મનિ મનોરથ મોટ કરઈ રે. સમુદ્રનઈ ઝાંપિ ઉજાઈ, વઇરાગર રયણે ભરિઉ રે, સરજ્યા વિણ ન લાઈ. ૨૧ તુમ ગુણ સઘલા સારિખા રે, કહા લખીઈ સાધ રે, તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે. કો અવસરિ હૈડાં સંભાર, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫ (સીમંધરસ્વામી ચંદ્રાઉલા) * જુ નહીં વાલિંભ ટૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઘડીય ગણતા દિન ગમું, તારા ગણતા રે રાતિ, આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત. (ગીતસંગ્રહ–૩૨, નેમિગીત) નયનચકોરાં ટલવલઇ રે જોવા તુહ્મ મુખચંદ. (ગીતસંગ્રહ–૩૪, થુલિભદ્રકોશા લેખ) * સુંદરતાકુ ગરબ બહુત તુર્ભે, અવ૨કું માનત તૃણય કરી. *દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી. કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી. (ગીતસંગ્રહ–૩૫, નેમિગીત) (ગીતસંગ્રહ-૩૮, ગીત) કાહ્ય અવગુનિ હમ પીઉ બિસરાએ. રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, વહી નૂર દેખન કાજિ જીઉ તપઇ બહુતૅરુ. પ્રીય બિદેસી સું પ્રીતિ સખી કઇસી, ઠિ ચલઇ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઇસી. (ગીતસંગ્રહ–૩૯, નેમિગીત) *જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઇ, યૂં તાં આપ છપાવઇ, * તુંહી સું પ્રેમ, અઉ૨ સું કેતવ, તું દેખત સુખ થાવઇ. (ગીતસંગ્રહ–૪૧, નેમિગીત) ચતુરકી ચંગિમા ચિત વસી. * કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનારા. *નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઇ રે. * માછિલડી પ્રીતિઈ ભલી, બહોલા જલ વિણ મરઇ તતકાલ, વિરહઈ માણસ નવિ મરઇ, પણ સૂકીનિ થાઇ સાલ કિ. (ગીતસંગ્રહ–૪૫, થૂલિભદ્ર ગીત) *પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. * જોણ આલિ કરી પીઉં સપન મહિઇ. (ગીતસંગ્રહ–૪૪, ગીત) (ગીતસંગ્રહ–૫૦, થૂલિભદ્ર ગીત) તન મન જોબન ધન સબ દીના રે, તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. (ગીતસંગ્રહ–૫૨, થૂલિભદ્ર ગીત) વેધ લાઇ રહ્યા વેગલઇ રે, વલતી ન કીધી સાર, પંજર માહિ પલેવણું રે, નયન ન ખંડઇ ધાર. (ગીતસંગ્રહ–૪૮, ગીત) (ગીતસંગ્રહ–૫૪, થૂલિભદ્ર ગીત) પ્રીઉ રાતડીયાં પરિમંદિર રમઇ, ઘર જોઇ ઘરણી વાટ્યો રે, Page #160 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૪૭ મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પીયારડાં ઘાટ્યો રે. (ગીતસંગ્રહ-૫૬, ગીત) બિછુય મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિક કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ. (ગીતસંગ્રહ-0) * અગનિધીકતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. * અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિલ, વલગત જેહની રે બાંહ, મનદુઃખ મનમાં ઊલટીવી વીસમઈ, જિમ કૂનીરિ છાંહ. (ગીતસંગ્રહ-૬૧) કેહને કેહનો વેધ કિ, તસ મનિ કો ગમતું રે, હૂં ઝરે જસ કાજ કિ, સો બીજઇ રમાઈ રે. (રાજુલ ગીત) મિલવાનું મન નહઈ તુ તાં, ઊતર સુધઉ દીજઈ, ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવાં. (સાર્થપતિકોશા ગીત). ઋષિદરાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદનાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ. આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું વનતરનઈ કહઈ સુંદરિ, નીર ભરિ લોઅણાં રે, ખમયો સવિ અપરાધ કિ. બાંધવ મુઝ તણા રે, લેતી કુસુમસંભાર કિ, કોમલ પલ્લવા રે, ફલ અતિમધુર સવાદિ કિ, દિનિદિનિ નવનવા રે.” ૯.૧૧ સહીઅ સમાણી કોમલ, ફૂલતબકે ભરી કે, વેલિ સ્યઉં દેઈ આલિંગન, વલીવલી હિત ધરી રે, પુત્ર સમાણા રોપ કિ, સિંચાઈ આંસૂજલઈ રે, ધઈ આસીસ ઉદાર કિ, “ફલયો બહુ લઈ રે.' ૯.૧૨ વનદેવતિનઈ પગિ પડી, સીખ માગઇ સતી રે, મોકલાવ) કેલીશુક, કેકિ સ્યઉં વિલપતી રે, ઈમ મત જાણઉ હંસ જે. માયા પરિહરી રે, મિલવા આવયો વેગિ કિ, બહિનિનઈ મનિ ધરી રે.” ૯.૧૩ મૃગલીનઈ કહઈ, પ્રીય સખી, પ્રાંણથી તુહે પ્રીયા રે, હું પરદેસિણિ પંખિણિ, ઉતારૂ મત મયા રે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ તાતજીનઉં થાનક, તુમ્હ સારૂ કર્યઉં રે, તુમ્હ હું વિચિ તાતચિત્તિ કિ, ન હતું આંતરું રે.' ૯.૧૪ સુત સરિસાં મૃગબાલક, તે સવિ ખલભલ્યાં રે, ચાલતી જાણી સુંદરી, તવ ટોલઈ મિલ્યાં રે, જે પાલ્યાં ઉદ્ઘગિ કિ, વાહાલા પ્રાણથી રે, પોસ્યો નિજ કર પ્રેમથી, પરવર્યા પાખથી રે. ૯.૧૫ ઋષિદત્તા કહઈ તેહનઈ, આંસૂ વરસતી રે, મુઝ સરિખી કો નીઠર, નારિ જગિ નથી રે, જેહવી આભાંછાંહ કિ પાણી-લીહડી રે, ઝબકઈ દાખવઈ છેહ, વિદેશી પ્રીતડી રે. ૯.૧૬ ઊચાઊ ઢું મોહ, વિચક્ષણ કુંણ કરડે રે, નીડર મેહલિ જંતિ કિ, પરદુખ નવિ ધરઈ રે, દલવલતાં મૃગબાલિક, મેહલતી ગહિંબરી રે, રડીરડી ભર્યા તલાવ કિ, સસનેહી ખરી રે. ૯.૧૭ આ બધું જોતાં એમ નથી લાગતું કે જયવંતસૂરિની કૃતિઓમાં સ્નેહરસનો સાગર ઊલટ્યો છે ? કરુણ : સ્નેહરસનો એક વિવર્ત - વિપ્રલંભશૃંગાર કરુણની ઘણી નજીક આવી જાય છે. પરંતુ જ્યારે પ્રિયજનનો નિત્યવિરહ – મૃત્યુ કે એવા કારણથી – આલેખાયો હોય ત્યારે તો એ કરણ જ કહેવાય. કરુણનું આલેખન ખાસ કરીને “ઋષિદત્તા રાસમાં થયું છે અને એમાં પણ કવિની ક્ષમતા વરતાઈ આવે છે. ઋષિદત્તા પર જે વીત્યું તેથી અને એના પોતે માનેલા મૃત્યુથી આઘાત પામેલા કનકરથના વિલાપમાં ઘેરા કરૂણની અભિવ્યક્તિ છે. પૂર્વપ્રીતિનાં સંભારણાંથી એ કરુણને ધાર મળી છે જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં થોડી વધુ કડીઓ નમૂના રૂપે જોઈએ ? ‘સૂડા સાલહી મોર ક્રીડાના, તે રડાં તાહરઈ વિયોગઈ રે, સૂકાં સરોવર આંસૂનીરઈ, પૂરઈ સખીજન શોકઈ રે. ૨૨.૧૧ જનનયને વસીઉ વરસાલી, ઉન્હાલી નીસાઈ રે. આકંપઈ અંગઈ સીઆલઉ, સુંદરિ તાહરઇ વિણાઈ રે. ૨૨.૧૨ નાગલોક કઈ ગમન કર્યું તઈ, જીપિવા નાગકુમારી રે, કઈ રંભાનું ગર્વ હણવા, અમરપુરી સંભારી રે. ૨૨.૧૫ વનિ તાહરઈ તું રમતી હતી. મઈ દુઃખ દેવા આંણી રે, તુ પુરુષારથ જગ સ્યઉં માહરુ, જઉ મઈ તું ન રખાંણી રે. ૨૨.૧૬ તાહરી ક્રીડાનાં થાનક દેખી, મુઝ મનિ સાલ સાલ રે, તુઝ પાખઈ સ્યઉં જીવ્યઉં સુંદરિ, પીડઈ વિરહની ઝાલા રે.” ૨૨.૨૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસશ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૪૯ હિવ કનકરથ કામિનીગુણ, સમરિસમરિ દિનરાતિ. લવલઈ નૂરઈ દુખભરિઈ, નવિ ગમઈ કેહની વાત. ૨૩.૧ નવિ ગમઈ વીણાગાન મનહર, નવિ કરઈ તનસંભાલ, યોગી તણી પરિ થઈ રહ્યઉં, મેહલી નીસાસાઝાલ. ૨૩.૨ રે ભૂમિ તું અવકાશ ઘઈ, પાતાલ પઇસઉ જેમ, ગુણવંત ગોરી તણાં વિરહઈ, હું ધરે જીવિત કેમ ? ૨૩. ૬ જઉ વિરહ તાહરઇ પ્રાણ ન ગયા, તક ખરુ કઠિન સુભાવ, અથ દૈવ મુઝ જીવત દીયલ, સહિવા રે વિરહ-સંતાવ.” ૨૩.૮ કનકરથ-વિલાપિ પરવત, ખંડઈખંડ તે થાઈ, નીંઝરણ જિમ નયનાં વહઈ, તે કેળવ્યાં ન જાઈ. ૨૩.૯ | પિતાના મૃત્યુપ્રસંગે ઋષિદરાના વિલાપમાં પણ પિતાના વાત્સલ્યની સ્મૃતિ વણાયેલી છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. એ વિલાપમાં આત્મનિંદા, અધૂરા અભિલાષનો સંતાપ વગેરેથી કરુણ કેવો ઉત્કટ બન્યો છે તે જોઈએ ? તન તિજી ન જાઈ પ્રાણ, તી કઠિન હું નિરવાણિ, પરિહરી કેહઈ દોશિ, અતિ થયું કાં તઇ રોષ? મનિ હતી વાત અનંત, કહાં વસઈ તાત ઉદત ? બઈઠી તિથિ પીઉ પારિ, ઉભંગિ સુત સવિલાસિક સુવિલાસ સુત ચઉં હરખિ આવસિ તાતજીનઈ પાય, તે રોર મનોરથ તણી રીતઈ, સવિ વાત રહી મન માંહિ. ૮.૪ ષદરાના વિલાપમાં વિપત્તિજન્ય કરુણ છે. એ કરુણને પણ આત્મસંતાપ, અસહાયતા જેવા ભાવો વેધક બનાવે છે? સ્નઈ રાનમાં મોકલું મેહલી રોવત સરલઈ સાદિ રે.. આંસુધાર આષાઢી ઘન સ્યું, જાણે લાઉ વાદ રે. ૧૮.૨ ‘તણિ વેલાંઈ પાસું તાહરુ, જલે હું મૂકી નાવતી તાત રે, તલ નવિ પડતી અનરથસાગરિ દુખ હઈયડઈ ન સમાત રે. ૧૮.૩ પ્રાણ થકી હું વલ્લભ હુંતી, તુજનઈ સુણિ પ્રાણનાથ રે, આ દુખ-તરલતરંગિ તણાતાં. કનકરથી શુ હાથ રે. ૧૮.૫ મઈ ભૂંડીઈ તુહનઈ લાજ અણાવી, તે કિહાં છૂટિસિ પાપ રે, તાહરા ગુણની હું દાંણી ઘણી (પા. દાણીગિણિ) તું છાયા હું તાપ રે.” ૧૮.૭ નિસાસઈ સોષી વનરાજી, રવિરડિ ભય તલાવ રે, ખગ મૃગ નાગ તસુ કરુણ વિલાપઈ, પામ્યા દુખસંતાવ રે. ૧૮.૯ હૈડુ દુખ ભરાઈ આવ્યઉં, આંસૂ અખંડી ધાર રે, કોઈ ન રડતાં રાખઈ વનમાં, કોઈ ન ઠારણહાર રે. ૧૮.૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આ કરુણ વિલપનમાં પણ પિતાના વાત્સલ્ય અને પતિની પ્રીતિનો પ્રવેશ થયા વિના રહ્યો નથી એ બતાવે છે કે કરુણ કવિને મન સ્નેહરસનો એક વિવર્ત છે. રસશબલતા : વીગત પસંદગી ને વાડ્મયોગોનું બળ “ષિદના રાસમાં કવિએ ભિન્નભિન્ન રસો આલેખવાની તક લીધી છે – અદ્ભુત, ભયાનક, જુગુપ્સા વગેરે. એટલું જ નહીં એકથી વધુ રસોને એકસાથે ભેળવ્યા છે ને એ રીતે રસશબલતા સિદ્ધ કરી છે. રાનમાં રવડતી ઋષિદત્તાના નીચેના વર્ણનમાં કરુણ ભયાનકથી પુષ્ટ થયેલ છે અને સ્થિતિવિપર્યયના ચિત્રણે એ કરુણને તીક્ષ્ણતા અર્પે છે: ચિત વાલઈ ઈમ આપણઉં, પણિ વાલ્યઉં ન જાઈ, પરવત ફાટાં ઘણઈ દુખઈ, નીલા ઝાડ સૂકાઈ. ૨૦.૧ ધીકઈ અગનિ-અંગીઠડી, વેલૂ જંઘ સમાંણી, પરસેવો ખલહલ વહાં, જાણે નીંઝર-વાણી. ૨૦. ૨ અધર ફાઈ, સૂકઈ ગલઉં, જાઈ સાસિ ભરણી, છાંહ માત્ર પાંઈ નહી, કિહાંઈ નવિ લહઈ પાણી. ૨૦.૪ કિહાંઇક ફણિગર ફૂફૂઇ, કિહાં ક્યાઉ ફેકાઈ, ઘોર ઘૂક નિહાંઈ ઘૂઘૂઇ, કિહાંઈ વાઘ હુંકાર. ૨૦.૬ કિહાંકિણી ખોહ બિહામણી, કિહાંઈ ગૂંગર મોટા, દેખતાં હીઅડું હડબડઈ, કિહાંઈ મારગિ કુંટા. ૨૦.૭ કુસુમસેજિ બીંટ ખૂચતઈ, નીંદ ન આવતી જાય, એહવી વેલા તેહનઈ પડઇ, હા હા દૈવવિલાસ. ૨૦.૮ સૂરિજીકરણ તનિ જેહનઈ, નવિ લાગઇ કહીઈ, રાંન માંહિ તે રડવડઈ, પડઈ પાથરિ મહીઈ. ૨૦.૯ નવનીત પાંહિ કુઅલી, હુંતી જસ તનવાડી, તે ઋષિદત્તા તિણિ સમઈ, થઈ વજથી ગાઢી. ૨૦.૧૦ ઋષિદત્તાને હત્યારી ઠેરવી મારી નાખવા લઈ જવામાં આવે છે તે વખતનું એનું વર્ણન જુગુપ્સા અને ભયની લાગણી જગાડનારું છે પણ એનું પર્યવસાન તો કરુણમાં ઈષ્ટ છે ? ચૂંનઉ તે ચોપડ્યઉ સીસઈ, બીલીફલ-ઝૂંબન દીસઈ, - વિકૃત વેસ. ૧૭.૬ સૂપડાનઉં છત્ર ધરાઈ, લહિકતિ ચૂંથા ચામરો, આરોહી ખરાઈ. ૧૭.૭ લીંબડાંન તણી માલા, ઠવી તે કંઠઈ વિશાલા, દીસઈ કરાલા. ૧૭.૮ હીંગ તે વિલેપ્યઉં તત્ર, અષીઈ ખરડ્યઉં વદત્ર, દીસઈ વિષત્ર. ૧૭.૯ ઠામોઠામિ પૌરલોક, ગાલિ દીઠ થોકિથીકિ, પીડડ્યા તે શોકિ. ૧૭.૧૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ ૧૫૧ આગલિ કાણાલિ વાગઈ, લોક તસુ કેડઈ લાગઇ, દુખડું જાગઇ. ૧૭.૧૨ સતીનઈ સંતાપી ગાઢી, સેરીસેરી અતિ ડી. બાહિરિ કાઢી. ૧૭.૧૩ સુલસા યોગિનીના કપટના પરિણામે નગરમાં થયેલા ઉત્પાતનું ચિત્ર અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને કરુણનું વાતાવરણ ઊભું કરે છે રથમઈનપુરિ કીઆ રે દંદોલા, સેરીસેરી કરેકના ટોલા, મંદિરિમંદિરિ કીંની મારી, વિલપતિ સબ જન ઠાહારોઠારી. ૧૨.૩ જનસૂકી ભઈ નીઝરણી, શોકાનલકી ભઈ તન-અરણી, હાહાકાર કરતિ સબ લોક, સબ જન વ્યાકુલ ભએ સશોકા. ૧૨.૪ દહનકું પાવતિ નહીં અવકાશા, કુણપથી ગંધિ પૂરી સબ આકાશા, બાલક વૃદ્ધ યુવજન માય હસતાં સ્ત્રીજન કો ન ઊગાય. ૧૨.૫ જયવંતસૂરિનાં આ રસચિત્રણો સ્વચ્છ, સુરેખ, અલંકારોના ઠઠારા ને રંગભભક વિનાનાં, પણ એની વીગતપસંદગીથી ને વાદ્મયોગોથી ધારી અસર નિપજાવનારાં છે. કવિનું એ રસકૌશલ લક્ષ બહાર રહેવું ન ઘટે. સુભાષિતોના રસિયા કવિનું સુભાષિતકૌશલ જયવંતસૂરિ સુભાષિતોના ભારે રસિયા છે. “શૃંગારમંજરી'ને સુભાષિતમંજરી બનાવી દીધી છે એ એનું જ્વલંત ઉદાહરણ છે. પણ કવિ માત્ર સુભાષિતોના રસિયા નથી, એમાં એમની ભારે પ્રવીણતા પણ છે. એમની કૃતિમાં સુભાષિતો કેવળ બોધાત્મક લટકણિયાં તરીકે નથી આવતાં, એ કૃતિનો જડ નિષ્ક્રિય અંશ નથી હોતો. કાર્યશીલ અંશ હોય છે. એ પ્રસંગમાંથી ફૂટે છે, પાત્રોના મનોભાવ સાથે સંકળાય છે (ઘણી વાર તો પાત્રોદ્ગારો રૂપે આવે છે), જગતના વિશાળ અનુભવના નિચોડરૂપ ને આપણને ચોટ લગાવે. ચમત્કૃત કરે કે આપણા માટે ભાથું બનીને રહે એવા જાતભાતના, અવનવીન વિચારોનું એ નજરાણું હોય છે તથા સૂત્રાત્મકતા, વાણીની વક્રતા ને વેધકતા તેમજ સરલસહજ છતાં આબાદ રીતે વિચારસમર્થક સાદૃશ્યો ને દૃષ્ટાંતો વડે પ્રભાવક બનેલાં હોય છે. “શૃંગારમંજરી'માં સ્નેહને કેન્દ્રમાં રાખીને કવિએ કેટલાબધા વિષયો આવરી લીધા છે ! – પ્રીતિલક્ષણ, અનુરૂપ સ્ત્રીપુરુષયુગલ, સંયોગપ્રેમ, વિરપ્રેમ, પ્રીતિભંગ, પ્રીતિને ખાતર પીડા સહન, મૈત્રી, સજ્જનલક્ષણ, સજ્જનપ્રીતિ, સજ્જનસ્મૃતિ, ગુણપ્રીતિ, સજ્જન-દુર્જનસંબંધ, કુબોલનો પ્રભાવ, લઘુપણાનો મહિમા, ગુરુમહિમા, કાવ્યરસ, પ્રબંધગુણ, ગીત-સંગીતનો મહિમા, રસિક અને મૂર્ખ શ્રોતા, સુકવિવચન, કુકવિવચન વગેરે. – એ કવિની અપાર વિચારસમૃદ્ધિ દર્શાવે છે. “શૃંગારમંજરીનાં ઉદાહરણો એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી,૧૯૮૭)માં અપાઈ ગયાં હોવાથી અહીં અન્ય કૃતિઓમાંથી જ થોડાં ઉદાહરણ નોંધીએ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઋષિદના નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે તેનું વર્ણન આપણે આગળ નોંધ્યું છે. એમાં સ્નેહદશાવિષયક સુભાષિતરૂપ ઉક્તિઓ સહજ રીતે જ વણાઈ ગયેલી જોઈ શકાશે. મૃગલાની વિદાય લેતાં ઋષિદત્તાએ કરેલા વિદેશીની પ્રીતડી તો અભ્રની છાયા જેવી છે' વગેરે ઉદ્ગાર સુભાષિતરૂપ જ છે ને ? એકનિષ્ઠ સાચી પ્રીતિ અંગેની નીચેની સુભાષિતોક્તિઓ ઋષિદરાના કનકરથ સાથેના પ્રણયસુખના સંદર્ભે ને ઋષિદત્તાના મનના વિચારો રૂપે રજૂ થઈ છે. એમાં દૃષ્ટાંતોને કેટલાં બધાં ખપમાં લીધેલાં છે ! ફટિક સરીખાં માણસ, તેહ સ્વઉં કુંણ મિલઈ રે, તે વિરલા જગ માંહિ કિ, પ્રીતઈ જે પલઇ રે. ૯.૬ ભુજબલિ ઉદધિ ઉલંઘન, નાગ ખેલાવના રે, ખરા દોહિલા હોઇ કિ, પ્રીતિકા પાલના રે. ૯૭ શસિ સ્યઉં નહીં સસનેહી, કમલની રવિ વિના રે, માણસ તેહ પ્રમાણ છે, પ્રીત એકમના રે. ૯.૮ ઋષિદત્તા પર આળ આવ્યું ત્યારે એને નિર્દોષ માનતો કનકરથ એને આશ્વાસન આપે છે તે પ્રસંગે કવિ એક સુભાષિત ટપકાવી દે છે : અવગુણ સઘલા છાવરઇ, જે જસુ વલ્લભ હુંતિ, સરસવ જેતા દોષનઈ, દોષી મેરુ કરંતિ. ૧૩ દુહા ૫. પિતાના આશ્રમે આવતાં શ્રષિદત્તાનું હૈયું હાથમાં રહેતું નથી એ સંદર્ભમાં મુકાયેલા આ સુભાષિતમાં કેવા તાજગીભરેલા દૃષ્ટાંતની ગૂંથણી છે ! – પાંહણ પાવક પરજલઈ, ફાટાં પિણ મિલઈ વારઇ, સજ્જન દીઠઈ દુખ સંભારઈ, આવઈ હઈડલા બારઈ. ૨૦.૧૪ (પથ્થર ઉપર અગ્નિ પ્રજ્વલે છે, પણ વારિનો યોગ થતાં પથ્થર ફાટી પડે છે. સ્વજનને જોતાં દુઃખની સ્મૃતિ થાય છે અને એ હૃદયની બહાર ઊછળી પડે છે.) આ પૂર્વે કરેલ અલંકારરચનાના નિરૂપણમાં તથા વિરહોદ્ગારોની નોંધમાં પણ સુભાષિતરૂપ ઉક્તિઓના કેટલાક દાખલા આવી ગયેલા છે. ત્યાં ઉક્તિને મળેલી સાદૃશ્યરચનાની, દૃષ્ટાંતની, અન્યોક્તિની મદદ ને તેથી સધાયેલી પ્રત્યક્ષતા તથા વ્યંગાત્મકતા પણ પ્રતીત થશે. મોટા ભાષાસ્વામી છેલ્લે, હવે જયવંતસૂરિના ભાષાસામર્થ્યની વાત. કવિ જે કંઈ સિદ્ધ કરે છે તે છેવટે ભાષા દ્વારા જ સિદ્ધ કરે છે ને ? તેથી જ ભાષાસજ્જ ને ભાષાસમર્થ ન હોય અને કવિ હોય એ બેને શી રીતે ? પણ ભાષાસજ્જતા અને ભાષાસામર્થ્ય જુદાજુદા પ્રકારનાં હોય છે. જુદીજુદી કોટિનાં હોય છે. ભાષાના અનેક પહેલુઓમાંથી એક યા બીજાનો ઉપયોગ કરનારાં હોય છે. જયવંતસૂરિના ભાષાવિનિયોગમાં પણ કેટલાંક લક્ષણો તારવી શકાય. એક તો, એ વિવિધ ભાષાભેદોને ઔચિત્યથી, Page #166 -------------------------------------------------------------------------- ________________ પંડિત, રસ, સર્જક કવિ જયવંતસૂરિ I ૧૫૩ કાર્યક્ષમતાથી, સહજપણે પ્રયોજે છે. એમનામાં સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓ જડે છે, જે પ્રશિષ્ટતાની, શ્લિષ્ટતાની, ગૌરવની અને પ્રૌઢિની આબોહવા ઊભી કરે છે. આપણે પ્રાચીન કાવ્યપરંપરાનું અનુસંધાન અનુભવીએ છીએ અને માણીએ છીએ. પ્રાકૃત ભાષાના પ્રયોગો એમાં થોડી જુદી સુગંધ પૂરે છે. વર્ણનોમાં, આલંકારિક ચિત્રણોમાં શ્લેષ, યમક જેવા શબ્દાલંકારોમાં કવિની આ ભાષાસજ્જતાનું ઘણું અર્પણ છે. પણ સાથે જ તળપદી બોલાતી ગુજરાતી ભાષા પણ કવિને એટલી જ હાથવગી છે. સુભાષિતો, પાત્રોગારો વગેરેમાં એનું પ્રવર્તન જોઈ શકાય છે. એનાથી કાવ્યમાં રૂર્તિ તાજગી અને આત્મીયતાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રસંગે વ્રજ-હિંદીનો પ્રયોગ પણ કવિ કરે છે – સુલસા યોગિનીએ નગરમાં વર્તાવેલા ઉત્પાતનું વર્ણન વ્રજ-હિંદીની ભાષાછટામાં થયું છે તે કેટલું ઔચિત્યપૂર્ણ અને અસરકારક લાગે છે ! –, કેટલાંક પદો હિંદીમાં જ રચાયેલાં છે ને હિંદીનાં છાંટણાં તો કવિની ગુજરાતી કૃતિઓમાં અવારનવાર મળે છે. ઉર્દૂ-ફારસી શબ્દો પણ એના વિશિષ્ટ રણકા સાથે અવારનવાર મળે છે. આ બધાંનાં ઉદાહરણો આ પૂર્વે ઉદ્ધત થયેલી પંક્તિઓમાં જડી આવશે, તેમ છતાં અહીં થોડાક નમૂનાઓ જોઈએ. સંસ્કૃત તત્સમ શબ્દોઃ અરતિ, કરંક, કુણપ, કેલીશુક, (એકસાથે આવતા વધુ શબ્દો) ગૌર કપોલ શશીબિંબ, ઉન્નત પીન પયોધર, ઉન્નત શ્યામ સુચૂચક, (સમાસાત્મક શબ્દો) શુષ્કપયોધર, ભસ્મધૂસર, કુરુવિંદચિત્રિત, કુસુમસંભાર, મદનાલસ, સુરતરસસભર, લક્ષણછંદવિહીન, ભૂમિસંભવ-મુનિયુતા, શબ્દ-અર્થસુસંગતા વગેરે. પ્રાકૃત શબ્દો અને રૂપો : ગાા (ાથા, કાવ્ય), ગીય (ગીત, ગાન, સંગીત), સુવત્ર (સુવણ), પરમત્ય (પરમાર્થ), સુરમ (સુરમ્ય), જિમ્મુ (જેમ), મયણેણ, લહતિ વગેરે. તળપદા શબ્દો : (લાડભય, ગળચટ્ટા) થોડિલા, હૈડાં, તંબોલડુ સનેહડ જિંબારડુ, લીહડી, કેરડુ (કે), (અન્ય વિશિષ્ટ શબ્દો) ખોટારા, ટૂકડું, આલાલુંબુ, (સમાસાત્મક શબ્દો) બોલ્યઉંચાલ્યઉં, અસૂર-સવાર, મુખમટકો. નયણમેલાવડો, દુરિજનબોલણા, મનરીઝવણું, ફૂલતબક (ફૂલનું સ્તબક, ઝૂમખું), નયનચકોરાં વગેરે. હિંદી-ઉર્દૂ-ફારસી શબ્દો : (ઘણા શબ્દો સમાન હોવાથી એક સાથે દર્શાવ્યા છે) ખલક, દીદાર, ખબર (સુધસાન), ખુરબાન (કુરબાન), મજરે દેવું (સ્વીકારવું), મીહનતિ (વિનંતી), (ગુજરાતી કતિમાં વપરાયેલ હિંદી શબ્દો) બિછૂર્યા, બહુતેરી, કીની, મોતિનહારા વગેરે. | ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતો. સૂત્રાત્મક ઉક્તિઓ પણ થોકબંધ જોવા મળે છે. “અણમાય મરઈ' “દૂરિથી દાઢ ગળાવે' જેવા પ્રયોગો ચાલુ પ્રવાહમાં સહજ રીતે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ગોઠવાઈ જાય છે. કનુભાઈ શેઠે ‘શૃંગારમંજરી'માંથી સો ઉપરાંત રૂઢિપ્રયોગાદિની અને નિપુણા દલાલે ‘ઋષિદત્તા રાસ’માં સિત્તેર જેટલાં રૂઢિપ્રયોગાદિની યાદી કરી છે તે કવિને ભાષાની આ લાક્ષણિકતા કેટલીબધી હાથવગી છે તે બતાવે છે. કવિની વાક્છટાનો પરિચય આપતી કેટલીક વિશિષ્ટ વાક્યભંગિઓ ઉક્તિભંગિઓ અને એની કાર્યસાધકતા જોઈ લઈએ. ‘સલૂણા સાથી કો મુઝ મેલઇ તાસ, હું તઉ તેહનઉ ભવભવ દાસ'માં ‘હું તેનો ભવભવનો દાસ' એ લોકબોલીનો લાક્ષણિક પ્રયોગ છે અને અહીં સલુણા સાથી સાથેના મિલનનો મહિમા બોલનારને મન કેટલોબધો છે તે એ બતાવે છે. ‘લાખ ટંકાનુ લેખ’માં ‘લાખ ટકાનુ' એ રૂઢિપ્રયોગ પણ લેખની અસાધારણ મૂલ્યવત્તા સૂચવે છે. ‘એવડું જોર કિસ્સું દાસી સ્યું, કીડીનઇ ફોજ કીસ’માં ‘કીડી ઉપર કટક' એ કહેવતના ઉપયોગથી પાત્રના મનોભાવને મૂર્તતા સાંપડે છે. કેતી કીજઇ રીવ, જાણણહારા વીછડ્યા'માં કેતી કીજઇ રીવ' એ પ્રશ્નાર્થવાક્ય ‘રીવ' (ચીસ, પોકાર)ની નિરર્થકતા ને બોલનારની લાચાર મનોદશાને વ્યક્ત કરે છે. આ બોલચાલની એક વ્યાપક લઢણ છે. *સો બઇઠઇ, સો સોવતઇ, સો ભમતઇ, સો વાતિ'માં “સો' (તે)નું પુનરાવર્તન એની સર્વવ્યાપિતાને આબાદ લૂંટે છે. ― સામસામે તોળાતા વિરોધમૂલક વાક્યોની રચના તો કેટલીબધી જોવા મળે છે ! ‘સગપણ હુઇ તુ ઢાંકીઇ રે, પ્રીત ન ઢાંકી જાઇ’માં ‘સગપણ’ અને ‘પ્રીતિ’ સામસામે મૂક્યાં છે અને એથી અભિપ્રેત અર્થ હૃદયસોંસરવો ઊતરી જાય એવું થયું છે. ‘આજ ઘાલિ લિ બાંહડી, પરમઈ પિયારઇ દેશિ’માં ‘આજ’ અને ‘કાલ’ (પરમ) સત્વર સ્થિતિવિપર્યય વર્તનભેદનાં વાહક બન્યાં છે. આ પણ એક બોલચાલની લઢણ છે. ‘ફાગુણિ હોલી સહુ કરઇ, વીંછડ્યા હી બારઇ માસ’માં ‘સહુ’ તથા ‘વિરહી’ (વીછડ્યા) અને ‘ફાગણમાં' તથા ‘બારે માસ’નો વિરોધ રચાયો છે તેમજ બન્ને પરત્વે ‘હોળી’નો અર્થસંકેત બદલાય છે. એક સઘન મર્મસભર ઉક્તિનો આ નમૂનો બને છે. -- વયર વસાયું કીધઉ નેહ'માં બે વાક્યોને બાજુબાજુમાં મૂક્યાં છે. એમની વચ્ચે વિરોધ નથી પણ પર્યાયાત્મકતા છે. સ્નેહ કર્યો તે જ વેર દાખવ્યું ! આ એક લાક્ષણિક વાક્યછટા છે. જયવંતરિની ભાષાના આ ચિત્રમાં ઉમેરીએ પ્રાસ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરે નિમિત્તે પ્રગટ થતી ભાષાસંપત એટલે જયવંતસૂરિ કેટલા મોટા ભાષાસ્વામી છે એ સમજાયા વિના નહીં રહે. # કાવ્યકલાનાં સર્વ અંોમાં અનુપમ કૌશલ દર્શાવતા જયવંતસૂરિ Page #168 -------------------------------------------------------------------------- ________________ પડિત, રસ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૫૫ મધ્યકાળમાં વિરલ એવા પંડિત. રસજ્ઞ, સર્જક કવિ છે. એમની કાવ્યસૃષ્ટિ આજે પણ કાવ્યરસિકોને પરમ હૃદ્ય બને એવી છે. સંદર્ભસાહિત્ય મુદ્રિત આત્માનંદ પ્રકાશ, પુ.૨૧ અં.૭ તથા અં. ૧૦ – જયવંતસૂરિ', મોહનલાલ દલીચંદ દેશાઈ. ઋષિદના રાસ, સંપા. નિપુણા દલાલ, ૧૯૭૩. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ચંદ્રાઉલાનો સંગ્રહ, ૧૮૮૫ - સીમંધરસ્વામી ચંદ્રાઉલા'. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧, મધ્યકાળ, સંપા. જયંત કોઠારી વગેરે, ૧૯૮૯ – “જયવંતસૂરિ', ઋષિદના રાસ', “શૃંગારમંજરી'. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૨, સંગ્રા. મોહનલાલ દ. દેશાઈ, સંપા. જયંત કોઠારી, ૧૯૮૭. , પ્રાચીન ફાગુ સંગ્રહ, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ પારેખ, ૧૯૫૫ – ‘સ્થૂલિભદ્રા કોશા પ્રેમવિલાસ ફાગ'. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ભા.૧, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૭૪ - નેમિનાથ-રાજિમતી બારમાસ'. શમામૃત. સંપા. મુનિ ધર્મવિજય, ૧૯૨૩ - નેમિનાથ સ્તવન'. શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮. શૃંગારમંજરી, જયંત કોઠારી, ૧૯૮૭. હસ્તપ્રતો આ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૨; ષિદના રાસ, સંપા. નિપુણા દલાલ તથા શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ. (છેલ્લા બે ગ્રંથોમાં સંપાદિત કૃતિ ઉપરાંતની અન્ય કૃતિઓની હસ્તપ્રતોની પણ નોંધ છે.) Page #169 -------------------------------------------------------------------------- ________________ કવિ કુશલલાભ વાડીલાલ ચોકસી કવિનો કવનકાળ ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધના કુશલલાભ એક સમર્થ ગુજરાતી કવિ છે. તેઓ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય હતા. ઉપાધ્યાય અભયધર્મના આ ઉપરાંત બીજા બે શિષ્યો નામે ભાનુ ચંદ્ર અને રામચંદ્ર હતા. આ માહિતી તે સમયના એક સારા શ્રાવક કવિ બનારસીદાસના અધકથાનક' (અર્ધ આત્મકથા, ઈ.સ.૧૬૦૧)માંથી પ્રાપ્ત થાય છે. સાક્ષરશ્રી મો. દ. દેશાઈના જૈન ગૂર્જર કવિઓ અને આગમોદય સમિતિ, સુરતના “આનંદકાવ્ય મહૌદધિ – મૌક્તિક ૭' આદિ ઉપરથી કવિ વિશે કેટલીક માહિતી સાંપડે છે. તેમની પ્રાપ્ત કૃતિઓની રચનાસાલો પ્રમાણે તેમનો કવનકાળ ઈ.સ. ૧૫૬૦થી ૧૫૬૯નો એટલેકે લગભગ ૧૦ વર્ષનો જણાય છે. કવિના ગુરુ અને બે ગુરુબંધુઓ સિવાય કવિનાં માતાપિતા, જન્મ, દીક્ષા, વાચકપદ અને સ્વર્ગવાસ વગેરે અંગેની અન્ય કશી માહિતી પ્રાપ્ત થતી નથી. કવિની કૃતિઓ કવિએ કુલ ચાર મોટી કૃતિઓ ગુજરાતીમાં અને એક મોટી કૃતિ રાજસ્થાનીમાં રચી છે. ૧. માધવાનલ ચોપાઈ (ઈ.સ.૧૫૬૦) : ૬૬૬ કડીની આ કૃતિ “આનંદ કાવ્ય મહોદધિ – મૌક્તિક ૭'માં ચી.ડા. દલાલ અને હરગોવિંદદાસ કાંટાવાળાના પરિચયલેખો સાથે છપાઈ છે. ૨. જિનરક્ષિત જિનપાલિત સંધિ (ઈ.સ.૧૫૬૫) : દાન, શીલ, તપ અને ભાવનું માહાત્મ દર્શાવતી ૮૯ કડીની આ કૃતિ છપાઈ નથી. ૩. તેજસાર રાસ (ઈ.સ.૧૫૬૮) : દીપપૂજાનું માહાભ્ય દર્શાવતી ૪૧૫ કડીની આ કૃતિ અપ્રસિદ્ધ છે. ૪. અગડદત્ત ચોપાઈ કે રાસ (ઈ.સ.૧૫૬૯) : ૨૨૮ કડીની આ કૃતિ પણ અપ્રગટ છે. ૫. ઢોલા માર ચોપાઈ (ઈ.સ.૧૫૬૧) : ૭૦૩ કડીની આ કૃતિનો ઘણો ભાગ રાજસ્થાની ભાષામાં છે. “આનંદકાવ્ય મહૌદધિ - મૌક્તિક ૭'માં એ મુદ્રિત સ્વરૂપે મળે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ કવિ કુશલલાભ | ૧૫૭ આ પાંચેય કૃતિઓ પરથી કવિનો કવનકાળ ઈ.સ.૧૫૬૦થી ૧૫૬૯ નિશ્ચિત થાય છે. આ ઉપરાંત કવિએ ત્રણ નાની કૃતિઓ ૧. નવકાર છંદ (રાસ), ૨. શ્રી સ્થંભન પાર્શ્વનાથ સ્તવન અને ૩. ગોડી પાર્શ્વનાથ સ્તવન રચી છે. આ ત્રણે ખંડકાવ્ય પ્રકારનાં ભક્તિકાવ્યો ગણી શકાય. કુશલલાભની મોટી પાંચ કૃતિઓમાંથી ત્રણ તો અપ્રગટ છે, અને પ્રગટ કૃતિઓમાંથી ‘ઢોલા મારુ ચોપાઈ' વિશેષતઃ રાજસ્થાની ભાષામાં હોવાથી મુખ્યત્વે માધવાનલ ચોપાઈ'ના આધારે કવિની પ્રતિભાનું મૂલ્યાંકન કરવાનું રહે છે. જોકે ઢોલા મારુ ચોપાઈ' પણ આ કવિની પ્રતિભા આંકવામાં મદદરૂપ થાય એમ છે. પહેલાં આપણે કુશલલાભની મહત્ત્વની કૃતિ માધવાનલ ચોપાઈને તપાસીએ : માધવાનલ ચોપાઈનું કથાવસ્તુઃ “માધવાનલ ચોપાઈ'નું કથાનક તે સમયમાં લોકપ્રિય હોવાનું જણાય છે. “આનંદકાવ્ય મહૌદધિ – મોક્તિક ૭માં શ્રી ચી.ડા. દલાલ અને શ્રી હરગોવિંદદાસ કાંટાવાળાએ આ કૃતિની કથાનો પરિચય આપતાં કવિ કનકસુંદરની માધવાનલ-કથાનો પણ ઉલ્લેખ કર્યો છે. શામળ ભટે સિંહાસન-બત્રીસી'માં આ વાત ૨૬મી વાર્તા તરીકે આપી છે. યુરોપીય વિદ્વાનો સંસ્કૃત માધવાનલકથાને નીરસ પ્રેમવાત ગણી કાઢે છે. પરંતુ ગુજરાતી વાર્તા રસિક હોવા ઉપરાંત શીલનું માહાભ્ય તથા પ્રાધાન્ય પ્રતિપાદિત કરનારી છે. ગુજરાતી કૃતિ “માધવાનલ દોમ્પક પ્રબંધ'માં અને તેથી વિશેષ કવિ કુશલલાભ વાચકના માધવાનલ કામકન્દલા રાસ'માં આ વિષય સારી રીતે પ્રરૂપેલો છે. માધવનું રૂપ સ્ત્રીઓનું ભાનસાન ભુલાવી દઈને તેમને તેની પાછળ જ ભમાવે છે. પણ માધવને મન તો સર્વ સ્ત્રીઓ માતા-બહેન સમાન છે. તેવી જ રીતે કામકંદલા જોકે વેશ્યા છે તોપણ માધવ સિવાય અવર કોઈને ચાહતી નથી. આથી બંનેનો પ્રેમ શીલમય તથા વિશુદ્ધ છે. અને તેથી જ રાજા વિક્રમ તે બંનેનો સંજોગ જોડી આપે છે. જયંતી અપ્સરા પોતાના પૃથ્વીલોકના પ્રેમી માધવાનલને ભમરો બનાવી કંચુકીમાં છાનો રાખીને ઈન્દ્રસભામાં નૃત્ય કરે છે. આને લઈને ઇન્દ્રના બીજા શાપથી વેશ્યાપુત્રી તરીકે જન્મેલી કામકંડલા શ્રેષ્ઠિઓનાં અસંખ્ય પ્રલોભનો છતાં તેમની સમક્ષ કેવળ નૃત્ય જ કરે છે અને પોતાના શીલને પૂર્ણપણે સાચવે છે. એકવાર કામકંડલા રાજ્યસભામાં નૃત્ય કરી રહી હોય છે ત્યાં માધવાનલનું આગમન થતાં બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે સમયે માધવાનલના રૂપમાં રાણીઓ અને પુરજનોની સ્ત્રીઓ ઘેલી થવાથી કોપાયમાન થયેલો રાજા તેને દેશનિકાલ કરે છે. ગોખે બેઠેલી કામકંદલા માધવને જતો જોઈ પોતાને ત્યાં બોલાવે છે અને બન્ને રતિસુખ માણે છે. તે પછી માધવાનલના વિરહમાં કામકંડલા સોળે શણગાર ત્યજી દઈને વિરહમાં સમય ગાળે છે. પોતાની માતા અને પરપુરુષસંગ કરવા અને સુખમાં રહેવા આગ્રહ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કરે છે તોપણ તે એની વાત ઠુકરાવે છે અને કેવળ સ્વનિવાસે આવના૨ને કેવળ નૃત્યાદિથી જ ખુશ કરવાની હા ભણે છે. વિક્રમરાજાની ઉજ્જૈનીનગરી પહોંચેલો માધવાનલ એક દિવસ કામાવતી નગરીએ જતા ક્ષત્રિય સાથે કામકંદલાને પત્ર મોકલે છે, અને કામકંદલા એનો જે પ્રત્યુત્તર પાઠવે છે એ બંનેમાં એમની તીવ્ર વિરહવેદના અને સાચી પ્રીતિ પ્રગટ થાય છે. ભીંતે લખેલી વિરહગાથા પરથી રાજા વિક્રમાદિત્યને માધવાનલની વિરહવ્યથાની જાણ થાય છે અને છેવટે માધવાનલકામકંદલાને મેળવી આપવામાં સહાય થાય છે. આ કથાવસ્તુમાં કેટલાંક ચમત્કારિક તત્ત્વો પણ વણાઈ ગયાં છે. જેમકે જયંતી અપ્સરાનું પૃથ્વી પર શીલા થઈને પડવું, માધવાનલ સાથે રમતમાં લગ્ન થતાં પાષાણમાંથી જયંતીનું અસલ અપ્સરા રૂપે પ્રગટ થવું, માધવાનલ અને કામકંદલાને સજીવન કરવા વેતાલનું પાતાળમાંથી અમૃત લાવવું વગેરે પ્રસંગોમાં આવાં ચમત્કારિક તત્ત્વો જોઈ શકાશે. ‘માધવાનલ ચોપાઈ’ કાવ્યકૃતિ તરીકે : આ કૃતિમાં કેટલાંક વર્ણનો નોંધપાત્ર બન્યાં છે. સ્વર્ગલોક, ઇન્દ્રસભા, માળવાદેશ, ઉજ્જૈનનગરી, અને વિક્રમરાજાનાં વર્ણનો છટાદાર બન્યાં છે. કામકંદલાના રૂપ-સૌંદર્યનું અને એણે સર્જેલા સોળે શણગારનાં વર્ણન પણ નોંધપાત્ર બન્યાં છે. આખીયે કૃતિમાં વચ્ચેવચ્ચે પ્રાકૃત અને સંસ્કૃત ગાથાઓ અને શ્લોકો સુભાષિતો રૂપે આરંભથી અંત સુધી મુકાયાં છે. કુલ ૬૬૬ કડીઓની આ રચનામાં લગભગ ૧/૩ ભાગ તો આ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ-શ્લોકોએ રોક્યો છે. જોકે તેને લઈને કવિના પ્રાકૃત-સંસ્કૃતના ઊંડા જ્ઞાનનો પરિચય મળે છે. કેટલાંક સુભાષિતો જોઈએ ઃ કંસાસુર કૌરવ કરણ, તિતિ રાવણ નામ, ગર્વ પ્રમાણે નમાડિયા, રાજરિદ્ધિ મંડાણ. સાલંકાર સુલક્ષણી, સરસી છંદા ઇત્તિ, અણઆવંતિ તનુ દહઇ, ગાહા, મહિલા, મિત્ત. * ચતુરાઈ વિઘા પરમાણ, દેવિદેસ હુઇ બહુમાન. * પુનિ વિણ શશી ખંડુ થાઇ, શશી વિણ પુનિમ લીજઇ વાય. સમસ્યાપૂર્તિ એ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટતા છે, અને આ કથામાં તો ૬૧ જેટલી સંખ્યામાં સમસ્યાઓ રજૂ થઈ છે. માધવાનલ અને કામકંદલા વચ્ચે ચાતુરીભરી સમસ્યાઓ આવે છે. ઉદાહરણ તરીકે ૧. માધવાનલ : પ્રીતમ પોઢ્યો મહલ મારિ, પુહપકદંડ પઠાવઇ નારી, ઉપર શંક૨ પન્નગ રાજિ, ચંપક લિખિયો કહો કુણ કાજિ. (૨૮૨) - Page #172 -------------------------------------------------------------------------- ________________ કવિ કુશલલાભ | ૧પ૯ કામકંડલા : માયણ બાણ ભય શંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિ ભખઈ, લિખિી ચંપક ભમર ભએણ, એ ત્રસિહુ પ્રી લિખિયા તેણિ, (૨૮૩) ૨. માધવાનલ : સુંદરી રમણી વિરહવ્યાકુલી, વીણ વજાવઈ મુંકઈ વલી, લિખઈ ભુયંગમ સિંહ કેસરી, તે કિણી કારણિ કહે સુંદરી. (૨૮૪). કામકંડલા : વાઈ વિણ ગમણ નિશિ રાજી, નાદ રેગિ થંભિલે નિશિરાજ, પીઈ વહંતુ પન્નગ વાઇ, સિસિ વાદન મૃગ નાસી જાઈ. (૨૮૫) આ સમસ્યાઓ દુહા અને ચોપાઈમાં રજૂ કરાઈ છે. કવિની રસવૃત્તિ, ભાષાજ્ઞાન અને વ્યાવહારિક અનુભવનાં એમાં દર્શન થાય છે. અને આ જૈન સાધુકવિને હિંદુધર્મનું ઊંડું જ્ઞાન પણ હતું એમ લાગે છે. આખી કૃતિ મુખ્યત્વે ગાથા. દુહા અને ચોપાઈમાં રચાઈ છે. આ કથામાં જૈન શાસન સંબંધી કાંઈપણ ઉલ્લેખ નથી. તેથી જૈનેતર સમાજમાં પણ આ કૃતિ એની બિનસાંપ્રદાયિકતાને કારણે લોકપ્રિય થયેલી જણાય છે. ઢોલા મારચોપાઈઃ કવિની આ બીજી મહત્ત્વની મુદ્રિત લાંબી કથનાત્મક રચના છે. રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે. મારવણીનું રાજકુમાર ઢોલા સાથે લગ્ન થયું છે. પણ તે નાની હોવાથી એને સાસરે મોકલવામાં આવી નથી. તે દરમ્યાન ઢોલો માલવણી નામની અન્ય કન્યાને પરણે છે, અને મારુવણીને ભૂલી જાય છે. મારુવણી જ્યારે યુવાન બને છે ત્યારે ઢોલા માટે ઝૂરે છે. પણ માલવણી એને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. પણ ઢોલાને મારવણીનો સંદેશો મળતાં ઢોલો મારવણીના નગરમાં પહોંચે છે અને એને મળે છે. પાછા ફરતાં, મારુવણીને સાપ કરડે છે. ઢોલો કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થાય છે. પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલો. મારુવણી અને માલવણી અંતે સુખપૂર્વક સહજીવન ગાળે છે. રાજસ્થાનમાં ઢોલા-મારુના કથાનકવાળા અતિ પ્રચલિત દુહાનો આધાર આ કૃતિના કથાવસ્તુમાં લેવાયો છે. ચોપાઈબંધ કવિનો પોતાનો છે. એમાં કવિ વિગતવાર પ્રસંગનિરૂપણ કરે છે અને “વાત' નામક ગદ્યમાં કથાવિસ્તાર સાધે છે. આમ દુહા-ચોપાઈની અને વાતની સામગ્રી થોડીક સમાંતરે ચાલતી લાગે છે. આ કૃતિ કવિએ. ઈ.સ.૧૫૬૨થી ૧૫૭૮ જેમનો રાજ્યકાળ હતો તે જાદવ રાઉલ હરિરાજના આનંદ માટે લખી હોવાનો નિર્દેશ મળે છે. અગડદર ચોપાઈ કેરાસઃ કવિની ૨૨૮ કડીની અપ્રસિદ્ધ કથનાત્મક રચના છે. સંસારમાં વૈરાગ્યભાવના કેળવી આત્મકલ્યાણ સાધનાર અગડદત્તમુનિની આ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧દ0 મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કથા છે. તેજસાર રાસઃ દીપપૂજાનું ફલ-માહાભ્ય દશવિવા રચાયેલી ૪૧૫ કડીની આ રચના છે. આરંભના ભાગમાં કવિ લખે છે : જિણહર જિનવર આંગલિઈ, પૂરાં જિહો પઇવ. તેજાર નૃપ તણી પરિ, સુખ ભોગઈ સદેવ. આ દશવેિ છે કે જિનપૂજાને કારણે સુખ પ્રાપ્ત કરતા તેજસાર નૃપની કથા અહીં કહેવાઈ છે. આ ઉપરાંત કુશળલાભે જિનરક્ષિત-જિનપાલિત સંધિ', પૂજ્યવાહણગીત', “ગોડી પાર્શ્વનાથ સ્તવન', થંભન પાર્શ્વનાથ સ્તવન', ગોડી પાર્શ્વનાથ છંદ', ‘નવકારમંત્રનો છંદ', “ભવાની છંદ' વગેરે કૃતિઓ રચી છે. જોકે એ સૌમાં ગુરુપરંપરાનો નિર્દેશ મળતો નથી. એકંદરે આ કવિનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘માધવાનલ ચોપાઈ અને “ઢોલા મારુ ચોપાઈ' એ બે પ્રકાશિત કૃતિઓ દ્વારા નોંધપાત્ર પ્રદાન ગણી શકાય. આ બન્ને કૃતિઓને આધારે તેઓ એક સારા વાર્તાકાર હોવાની છાપ પાડે છે. જ્યારે લઘુકૃતિઓમાં એક જૈન સાધુકવિ તરીકે જિનભક્તિ, જિનપ્રતિમા, દાન, શીલ. તપ, ભાવ આદિનો મહિમા પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. ઈ.સ.ના સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં મધ્યકાલીન જેને ગુજરાતી સાહિત્યમાં કુશળલાભે એક નોંધપાત્ર સ્થાન અચૂકપણે પ્રાપ્ત કર્યું છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ નયસુંદર ચંદ્રકાંત મહેતા સોળમી સદીના સમર્થ કવિ નયસુંદર એમની અનેક કૃતિઓમાં પોતાનો પરિચય આપે છે. એમના ગુરુઓની વંશાવલિ આપે છે. એ મુજબ એઓ ઉપાધ્યાય ભાનુમેરુના શિષ્ય હતા. અને એમણે પણ ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું હતું. એમનો જન્મ ૧૫૪૨માં થયો હતો. એમની પ્રથમ કૃતિ "યશોધરસૃપ ચોપાઈ એઓ વીશ વર્ષના હતા, ત્યારે રચી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર એમણે નવ વર્ષની વયે દીક્ષા લીધેલી. નયસુંદરે એમની અંતિમ કૃતિ “શીલ શિક્ષા રાસ' ઈ.સ.૧૬૧૩માં એટલે ૭૧ વર્ષની વયે રચી. આમ લગભગ અધ દાયકા સુધી એમણે સાહિત્યરચના કરી. એમણે રચેલી ૧૦ કથાત્મક કૃતિઓ વિશે માહિતી મળે છે. એમાંથી ચાર કૃતિઓ હજી અપ્રગટ છે. એમની એ કૃતિઓમાંથી એમને યશ અપાવે એવી બે રચનાઓ ઉત્કૃષ્ટ છે – “રૂપચંદકુંવર રાસ' અને “નલદમયંતી રાસ' – જેમાંની ‘રૂપચંદકુંવર રાસ' એમની મૌલિક રચના છે, જ્યારે “નલદમયંતી રાસ' માણિક્યદેવસૂરિના મહાકાવ્ય “નલાયનને આધારે રચાઈ છે. કવિને સોળમી સદીના એક અગ્રગણ્ય કવિ તરીકે પ્રતિષ્ઠિત કરનાર “રૂપચંદકુંવર રાસ’ ૧૫૮૧માં રચાયેલો છે. એ કાવ્ય શૃંગાર, હાસ્ય. કરુણ, ભયાનક એમ નવરસરુચિર છે. કવિ પોતે જ મંગળાચરણમાં એને “શ્રવણસુધારસ રાસ' કહે કાવ્યમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ વિવિધ ભાષાઓમાં સુભાષિતો તથા સમસ્યાઓ આવે છે, જે કવિનું અનેક ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. કવિએ નાયિકાના મુખમાં કબીરનાં પદોમાંથી પણ પંક્તિઓ મૂકી છે. રૂપચંદકુંવર અને સૌભાગ્યસુંદરી વચ્ચેની સમસ્યાની જુગલબંધી આશ્ચર્યમુગ્ધ કરે એવી છે. એમાં એટલીબધી સમસ્યા આવે છે કે સમસ્યાનું અવલંબન લઈને એના ઘણા પ્રસંગોની રચના થઈ છે. રૂપચંદકુંવર સમસ્યા ઉકેલી શકે છે, તે માટે વિક્રમ એને જેલમાં પૂરે છે, માર મારે છે અને એનો ભેદ જાણવા વિક્રમ પોતાની દીકરી એને પરણાવે છે અને દીકરી ભેદ જાણી લાવે છે. આમ આ રાસાને સમસ્યારાસ નામ પણ આપી શકાય એટલી સમસ્યાબહુલતા છે. તે સમયના શ્રોતાઓને સમસ્યાઓ દ્વારા તથા અદ્ભુત રસના પ્રસંગો દ્વારા મનોરંજન પૂરું પડાતું. આ કથામાં કવિની વૈવિધ્યપૂર્ણ વર્ણનશક્તિનો પણ આપણને મુગ્ધ કરે એવો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પરિચય થાય છે. નગરવર્ણન, સ્ત્રીપુરુષરૂપવર્ણન વસ્ત્રાલંકારવર્ણન, એ બધામાં એઓ પ્રેમાનંદની હરોળમાં બેસી શકે એટલી ક્ષમતાવાળા છે. સૌભાગ્યસુંદરીનું વર્ણન જુઓ : * વદનકમળ વિકસિત સદા પુનિમ ચંદ સમાન. યૂથભ્રષ્ટ હરિણી તણાં લોચન લીધાં ઉદાલી, બિહતી મૃગલી બાપડી, જઈ રહી વન વિચાલી. * હંસગ્રીવ સમ ફૂટડી, ગ્રીવા ગુણિયલ મન્ન, કંઠે જીવી કોકિલા, શ્યામ થઈ ગઈ રન્ન. નાયક અને નાયિકાની શૃંગારકીડાનું કવિએ તાદ્દશ વર્ણન કર્યું છે, જે દર્શાવે છે કે નવમે વર્ષે દીક્ષા લીધી હોવા છતાં કવિને સંસારની લીલાની કેવી વ્યાપક જાણકારી હતી. કવિએ અનેક દેશીઓ તથા ઉપમા, ઉલ્ટેક્ષા, વ્યતિરેક, એમ અનેક અલંકારો પ્રયોજી એમના કાવ્યને સમૃદ્ધ બનાવ્યું છે. - કાવ્યને અને રૂપચંદકુંવર એની ત્રણ પત્નીઓ અને અન્ય નગરશ્રેષ્ઠિઓ એમ અનેક જણ પોતાના પૂર્વભવની વાત સાંભળી દીક્ષા લે છે. કેટલાક કહે છે કે પાંચમા ખંડમાં નાયિકનાયિકાનું પુનર્મિલન થાય, એ કલ્યાણરાજ્યનું નિમણિ કરે, ત્યાં કથાનો અન્ત છે. છઠ્ઠા ખંડમાં તો ધમપદેશ અને દીક્ષા આવે છે, જે કથા ભાગ લાગતો નથી, પરંતુ આજનાં કાટલાંએ આ કૃતિઓને ન મપાય. જૈન કૃતિઓ કર્મફળના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા રચાયેલી હોય છે, એટલે પૂર્વભવ કે પૂર્વભવોમાં શું પાપ કરેલાં કે જેનાં ફળો આ ભવમાં ભોગવવા પડ્યાં, તેની જાણ અને પરિણામે કમ ખપાવવા દીક્ષા લઈ, ધર્મધ્યાનમાં જીવન વ્યતીત કરવું એ લક્ષ્યની સિદ્ધિ કથાનું અતિ આવશ્યક અંગ બની જાય છે. એટલે શામળની વાતીઓની જેમ ખાધું પીધું અને રાજ કર્યું. એવો અન્ત જૈન કથાઓમાં ન જ હોઈ શકે. જૈન મુનિઓ શૃંગારનું વિસ્તારથી નિરૂપણ કરે, પણ એ શૃંગારનો ઉપભોગ પાત્રોને દોરી જાય તો શાંત રસ તરફ જ. નયસુંદરે આ રાસની શરૂઆતમાં જ એને વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે – પ્રથમ શૃંગારરસ થાપિયો, છેડો શાંતરસે વ્યાપિયો. કથોપકથન, વર્ણન, પ્રસંગોની ગૂંથણી, સજીવ પાત્રનિરૂપણ, મનોવૈજ્ઞાનિક એવું માન પ્રક્રિયાઓનું નિરૂપણ. રસવૈવિધ્ય, ભાવોચિત ભાષા, અલંકારવૈવિધ્ય, છંદો અને દેશીઓનો રુચિર પ્રયોગ ઇત્યાદિ “રૂપચંદકુંવર રાસને મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં અતિ ઉચ્ચ સ્થાનનો અધિકારી બનાવે છે. ‘નળદમયંતી રાસ' ૧૬૦૦માં રચાયેલો છે. “નલાયનને આધારે એની રચના થઈ છે, પણ એ અનુવાદ નથી કે વિસ્તારથી આપેલો એનો સાર નથી. ભાલણની કાદંબરીની જેમ કવિએ મૂળ કથાનકનું ક્યાંક સંક્ષિપ્ત કર્યું છે, કેટલાક પ્રસંગો છોડી દીધા છે, તો પોતાની કલ્પનાથી કેટલાક પ્રસંગો ઉમેર્યા છે. એમણે ‘નલાયનનું Page #176 -------------------------------------------------------------------------- ________________ નયસુંદર D ૧૬૩ કથાવસ્તુ પોતાની આગવી રીતે આલેખ્યું છે અને નલદમયંતી રાસ' એક સ્વતંત્ર રચના બની ગઈ છે. અલંકારાશ્રિત વર્ણનો, નળદમયંતીની વિયોગાવસ્થાનાં ભાવપૂર્ણ ચિત્રણો, દૃષ્ટાંતની સહાયથી અપાયેલો બોધ અને વિવિધ ભાષાનાં સુભાષિતો આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે. ધમપદેશના ઉદ્દેશથી લખાયેલાં હોવા છતાં, “રૂપચંદકુંવર રાસ તથા. નિલદમયતી રાસ' જેવાં કાવ્યોમાં સાંપ્રદાયિક સંકીર્ણતાને બદલે સર્વસંપ્રદાયના શ્રોતાઓને સમાન આનંદ આપવાની ક્ષમતા હોવાથી નયસુંદર માત્ર જૈન કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિ તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌરવાન્વિત બનાવનારા પ્રેમાનંદની કક્ષાના અગ્રગણ્ય કવિ તરીકે આપણી સમક્ષ આવે છે. - કવિનો ‘સુરસુંદરી રાસ પણ એક નોંધપાત્ર કૃતિ છે. એની રચના ૧૬૬૮માં થઈ છે. કથોપકથન રસવાહી છે અને કથાપ્રવાહને વિક્ષેપક એવા ધર્મોપદેશ, જ્ઞાનની વાતો, સમસ્યાબહુલતા ઇત્યાદિ ન હોવાને કારણે કાવ્યમાં આદ્યન્ત રસ જળવાઈ રહ્યો છે. એમાં આડકથાઓની ભરમાર પણ નથી. કવિએ આ રાસ નવકાર મહામંત્રનો મહિમા ગાવા માટે રચ્યો છે. એ મંત્રને પ્રતાપે કાવ્યની નાયિકા કષ્ટોમાંથી મુક્ત થઈ અને એના શિયળનું રક્ષણ કરી શકી. કાવ્યની નાયિકા સુરસુંદરી અને નાયક અમર પાઠશાળામાં સહાધ્યાયી છે. થાકથી ઊંઘી ગયેલી સુરસુંદરીની ઓઢણીની ગાંઠ છોડી સાત કોડી અમર કાઢી લે છે અને એમાંથી સુખડી લઈ બાળકોને વહેંચે છે. રાજસભામાં અમર તથા સુરસુંદરીનું સમસ્યાદ્ધદ્ધ ચાલે છે. પરિણામે બન્નેનાં લગ્ન થાય છે. નળદમયંતીની કથાની જેમ સુરસુંદરીનો અમર ત્યાગ કરે છે એ સમયે કવિએ જે સુરસુંદરીનો વિલાપ દર્શાવ્યો છે, એથી તે આપણા મધ્યકાલીન સાહિત્યનું એક ઉત્કૃષ્ટ વિલાપકાવ્ય બને છે. સુરસુંદરી હાથીના મોંમાં પડે છે, ને બચે છે એ સમયે જેન ધર્મનો કર્મવિપાક સિદ્ધાંત કવિએ ઔચિત્ય જાળવીને અસરકારક રીતે આલેખ્યો છે. સુરસુંદરી ગણિકાના હાથમાં પડે છે, ત્યારે સુરસુંદરીના વિલાપની કેટલીક પંક્તિઓ ખૂબ મર્મવેધક છે. જેમકે : જનની ગરભ ન કાં ગલિયો, કાં દીધો અવતાર રે, કાં નવિ તૂટે પાલણું, નવી સરિયા છાર રે. વસુધા વિવર ન કો દિયે. નવિ તૂટે આકાશ રે. મધ્યકાલીન કથાઓમાં આવે છે, તેમ નાયકનાયિકા પરણે, છૂટાં પડે, અને અન્તમાં પાછાં ભેગાં થાય એ ક્રમ અહીં જળવાયો છે. રાસા કાવ્યોની કથામાં નાયકનાયિકાના મિલન પછી, કોઈ મુનિ આવી એમને એમના પૂર્વજન્મોની કથા. કહી એમનામાં વૈરાગ્યભાવના પ્રેરે, એ અને બીજા સ્વજનો દીક્ષા લઈને સંયમ જીવન વ્યતીત કરે એ ક્રમ અહીં જળવાયો છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કવિના ગિરનાર ઉદ્ધાર રાસમાં કવિની કથન અને વર્ણન બન્ને શક્તિનો સુમેળ સધાયો છે. ગિરનારના પ્રાકૃતિક સૌન્દર્યનું જ નહીં પણ ગિરનારની જાત્રાએ આવતા લોકોના વિવિધ ભાવોનું પણ વર્ણન થયું છે ને એ વર્ણનોમાં ભાવકને આનંદ આપવાની ક્ષમતા છે. કાશમીરના રત્ના શેઠની કથા ગૂંથી કવિએ કથારસ પૂરો પાડ્યો છે. જેમાં કવિ માનવસ્વભાવનાં વૈવિધ્ય અને વૈચિત્ર્યનું નિરૂપણ એક મનોવૈજ્ઞાનિકની જેમ કરે છે. શત્રુંજય ઉદ્ધાર રાસ ૧૫૮૭માં શત્રુંજય તીર્થનો સોળમી વખત ઉદ્ધાર થયો તે નિમિત્તે એના આગલા ઉદ્ધારો અને ભાવિ ઉદ્ધારની પણ વાત ગૂંથે છે. કૃતિ બહુધા માહિતીપૂર્ણ અને થોડી વર્ણનાત્મક છે. અધ્યાત્મપ્રતિબોધ' એક રૂપકગ્રંથિ છે. મધ્યકાળમાં આધ્યાત્મિક ઉપદેશ શુષ્ક ન બની જાય તેથી આવી રૂપકગ્રંથિઓ યોજી ઉપદેશને કથાના વાઘા. પહેરાવવામાં આવતા. સંકટ સમયે આત્માને નિત્યમિત્ર સમો દેહ અને પવમિત્ર સમાં સ્વજનો નહીં પણ જુહારમિત્ર સમો ધર્મ કામ આવે છે એ એમાં બતાવાયું છે. કવિની પ્રથમ કૃતિ ‘યશોધર નૃપ ચોપાઈ' હજી અપ્રગટ છે. પણ જૈન ધાર્મિક ગ્રંથોમાં આવતી જીવદયાની વૃત્તિના આદર્શ તરીકે નિરૂપાયેલા યશોધર રાજાના નવ ભવોની એ કથા છે. છેલ્લો જન્મ માત્ર કર્મ ખપાવવા માટે હતો. એટલે પૂર્વજન્મોની સાધનાનો ક્રમ એમાં દર્શાવ્યો છે. પ્રભાવતી રાસ પણ હજી અપ્રગટ છે. એના આંતરપ્રમાણ અનુસાર એ સં. ૧૬૪૦(૧૫૮૪)માં વિજાપુરમાં રચાયો છે. કવિએ આ કાવ્યને આખ્યાન કહ્યું છે. એ નોંધપાત્ર છે. એમણે અંતમાં એનું મૂળ દર્શાવતાં કહ્યું છે : લઘુવૃત્તિ ઉત્તરાધ્યયનની, વર ચૌદ સહસ્ત્રી માંહી, અધ્યયન જોઈ અઢારમું, આખ્યાન રચ્યું ઉચ્છહિ. (કડી ૩૨૭-૨૮) આ પરથી અનુમાન થઈ શકે કે પૌરાણિક કથાકાવ્યના પર્યાય તરીકે રાસ અને આખ્યાન બન્ને સંજ્ઞાઓ એ વખતે પ્રચલિત હોવી જોઈએ. કાવ્યના કથાવસ્તુમાં અવગતે ગયેલો જીવ આદીશ્વર ભગવાનની પૂજા કરવાથી સતિ પામે છે તેનું આલેખન થયું છે. ૧૬૬૮માં રચાયેલો, વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા કહેતો “શીલ શિક્ષા રાસ” તથા “થાવસ્ત્રાપુત્ર રાસ' કવિની અન્ય રાકૃતિઓ છે. કવિએ સ્તવનાદિ પ્રકારની ઘણી કૃતિઓ રચેલ છે. એમાં “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' એક ધ્યાન ખેંચતી કૃતિ છે. એમાં પાર્શ્વનાથને આદ્રભાવે થયેલી વિનંતી આસ્વાદ્ય છે ને ચારણી છંદો તથા ઝડઝમકભરી ચારણી શૈલીને કારણે પ્રભાવકતા આવેલી છે. “શાંતિનાથ સ્તવનમાં પણ આ શૈલી છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદર = = = = = = - - - - - - - - - - - - - - - - - - - - - - - = = - - - - - - - - - - - - - - - - - - - વસંત દવે ગુજરાત-રાજસ્થાનના જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થતી જૈન અને જૈનેતર રચનાઓની વિપુલ હસ્તપ્રતસામગ્રીએ ગુજરાતી ભાષાના ક્રમિક વિકાસની અને તેના સર્જકોની ભાળ મેળવવામાં મદદ કરી છે. ઈ.સ.ની ૧૧–૧૨ સદીથી આરંભી ઈ.સ.ની ૧૯મી સદીના પૂવધી દરમિયાન રચાયેલા જૈન સાહિત્યનો આત્મા અને દેહ – વિષયવસ્તુ, સ્વરૂપ અને શૈલી – એ સમયના જૈનેતર ગુજરાતી સાહિત્ય કરતાં ભિન્ન પ્રકારનાં છે. મોટે ભાગે જૈન સાધુકવિઓની કલમે આલેખાયેલ સાહિત્યમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું કોઈ ને કોઈ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જોકે સમગ્ર પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની આગળ તરી આવતી એક વિશિષ્ટતા તેના કેન્દ્રમાં રહેલો ધર્મ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકો પદ્યના માધ્યમ દ્વારા પોતાની રચનાઓ આપે છે. પદ્યદેહે વિચરતી જૈન કવિઓની રચનાઓમાં રાસ-રાસા, ફાગુ, પ્રબંધો, કથા કે પદ્યવાર્તા, ચરિત, વિવાહલુ, સજઝાય, બારમાસા, કક્કા, ચચરી, સ્તવનો જેવાં સાહિત્યસ્વરૂપોનો સમાવેશ થાય છે. આ સાહિત્યસ્વરૂપોના ઉદ્દભવ અને વિકાસમાં જૈન સાહિત્યકારોનો ફાળો સૌથી વિશેષ છે એમ કહીશ તો અતિશયોક્તિ નહીં ગણાય. ૧૯૩૩-૩૪ના વર્ષની ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહીમાં મુનિશ્રી જિનવિજયજીએ નોંધ્યું છે કે બીજા કોઈ દેશમાં નહીં થયેલા એટલાબધા જૈન વિદ્વાનો ગૂર્જરભૂમિમાં થયા છે, અને એમણે ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોમાં રહીને હજારો ગ્રંથોની રચના કરી છે. તેમાં કેટલાક ગ્રંથો એવા પણ છે કે જેમાંથી પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ગુજરાતની સમુચ્ચયસંસ્કૃતિ માટે અનેક ઉપયોગી બાબતો મળી આવે. સમયસુંદર આ પરંપરાના એક સમર્થ જૈન કવિ છે. એમણે ૧૯ જેટલી નાની-મોટી રાસકૃતિઓ – જેને રાસ, ચોપાઈ, પ્રબંધ વગેરે નામે ઓળખવામાં આવી છે – લખી છે. આ જ કવિની ૫૦૦ કરતાં વધુ ગીતરચનાઓ મળી છે. હજુ પણ વધુ મળવા સંભવ છે. સમયસુંદરે ૫૦ ઉપરાંત નાની-મોટી સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ પણ કરી છે. કવિની રચનાઓ મોટે ભાગે અન્ય જૈન કવિઓની Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય રચનાઓની જેમ સાંપ્રદાયિક રંગે રંગાયેલી હોવા છતાં તેમાં કવિનાં પાંડિત્ય, ભાષાપ્રભુત્વ, બહુશ્રુતતા ઉપરાંત કવિત્વનાં દર્શન થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકોએ પોતાનાં અસલ નામઠામ વિશે પોતાની કૃતિઓમાં ઉલ્લેખ કર્યાનું જવલ્લે જ જોવા મળે છે. તેમાંય ખાસ કરીને મોટા ભાગના જૈન સર્જકો તો સાધુઓ હોવાને કારણે તેમના દીક્ષાકાળ પછીની જ વાતો મળે છે. એવું સમયસુંદરની બાબતમાં પણ બન્યું છે. એમનો જન્મ રાજસ્થાનના સાંચોરમાં થયો હતો એવો ઉલ્લેખ “સીતારામ ચોપાઈમાંથી મળે છે. એમના જન્મવર્ષ અંગે જે અનુમાનો થયાં છે તેમાં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનો અભિપ્રાય સમુચિત જણાય છે. તેઓ સં.૧૬૨૦થી ૧૭૦૦ એટલેકે ઈ.સ.૧૫૬૪થી ઈ.સ.૧૬૪૪ સુધીના ગાળાને કવિનો જીવનકાળ ગણાવે છે. ડૉ. રમણલાલ ચી. શાહ તેમને શ્રી દેશાઈ કરતાં ૧૦ વર્ષ પહેલા ગણાવે છે. સમયસુંદરના શિક્ષણ અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ મોટી ઉંમરે દીક્ષા ગ્રહણ કર્યા પછી અધ્યયન કર્યાનું અનુમાન કરી શકાય. સાધુઅવસ્થામાં પર્યટનને કારણે તેમજ અભ્યાસ પ્રત્યેની તીવ્રતાને કારણે એમને વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત થયું હોય તેમ જણાય છે. સમયસુંદર પોતાને ખરતરગચ્છના અનુયાયી તરીકે ઓળખાવે છે. નેમિચંદ્રસૂરિથી આરંભી સકલચંદ્રગણિ સુધીની ગુરુપરંપરા કવિએ “અષ્ટલક્ષી અથરત્નાવલિ' નામના પોતાના સંસ્કૃત ગ્રંથની પ્રશસ્તિમાં ગણાવી છે. સમયસુંદરની મેધાવી પ્રતિભા અને સંયમી સાધુજીવને એમને વિવિધ પદવીઓના અધિકારી બનાવ્યા. એમને વાચકપદ સં.૧૬૪૯માં પ્રાપ્ત થયું હોવાનાં પ્રમાણો કવિના શિષ્યગણની કેટલીક કૃતિઓમાંથી મળે છે. આવા વિદ્વાન સાધુ સમયસુંદરનું શિષ્યમંડળ બહોળું હશે. પરંતુ એમાંથી માત્ર હર્ષનંદન, હર્ષકુશલ અને મેઘવિજયના ઉલ્લેખો મળે છે. એ શિષ્યોએ અનેક રીતે કવિને મદદ કરી હોવાના પુરાવા કવિની રચનાઓમાંથી જ પ્રાપ્ત થાય છે. એમના શિષ્યવૃંદમાંના વાદી હર્ષનંદન તક અને વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. પં. હર્ષકુશલે પણ કવિને ઘણી બાબતોમાં મદદ કરી હતી. મેઘવિજય નામના કવિના પ્રિય શિષ્ય સત્યાશિયા દુષ્કાળના કપરા કાળમાં તેમનો સાથ છોડ્યો નહોતો. કવિએ ઘણાં સ્થાનોનો પ્રવાસ કર્યો હોવાના ઉલ્લેખો એમની નાનીમોટી કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. પ્રવાસ દરમિયાન કવિએ જ્ઞાનાર્જન ઉપરાંત અહિંસાનો મુક્તપણે પ્રચાર કર્યો હતો. એમ કહેવાય છે કે સિંધના મુખ્ય અધિકારી મખન્મ મહમદ શેખ કાજીને પોતાની વાકછટાથી આંજી દઈને એમણે સમગ્ર સિંધ પ્રાંતમાં ગૌહત્યા પર અને પંચનદીઓના જળચર જીવોની હત્યા પર પ્રતિબંધ મુકાવ્યો હતો. ઊંડા અભ્યાસ અને ધર્મચિંતનને કારણે કવિમાં અન્ય ગચ્છો પ્રત્યે ઔદાર્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદર ૧૬૭ પ્રગટ્યું હતું. આચાર્યોની મર્યાદા અને ધર્મના નિયમોને કવિએ ચુસ્તપણે વળગી રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અન્ય ગચ્છવાસીઓની ટીકાથી તે વેગળા રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ધર્મસાગરજીના સહાધ્યાયી, ગુરુબંધુ અને તપાગચ્છનાયક હીરવિજયસૂરિનો એમણે પોતાના ગણનાયક જેટલો જ માનમરતબો જાળવવાનો પ્રયાસ કર્યો હતો. પૂંજાઋષિ જેમણે ભોંયણી પાસેના રાતિજ કે રાંતેજ ગામમાં પટેલ જ્ઞાતિમાં અવતરી પાર્શ્વચન્દ્ર ગચ્છના વિમલસૂરિ પાસે દીક્ષાનો અંગીકાર કર્યો હતો તેમનું ચરિત્ર આલેખી સમયસુંદરે સર્વ ગચ્છ પ્રત્યેના સમભાવનું દર્શન કરાવ્યું છે. - કવિના કાળધર્મના વર્ષ અંગે ક્યાંય આધારભૂત માહિતી મળતી નથી. રાજસોમના એક અંજલિગીતમાં સમયસુંદરનું અવસાન સંવત ૧૭૦રના ચૈત્ર માસની સુદ ૧૩ના રોજ અમદાવાદમાં થયું હોવાનો ઉલ્લેખ છે. સંવત ૧૬૫૯માં રચાયેલ “શાંબ-પ્રદ્યુમ્ન ચોપાઈ'થી આરંભીને દ્રૌપદી ચોપાઈ' જે સં.૧૭૮૦માં રચાઈ હોવાનું નોંધાયું છે તે ગાળાને કવિનો કવનકાળ ગણાવી શકાય. આ સમયગાળા દરમિયાન થયેલી કવિની રચનાઓમાં એમની સર્જનશક્તિના ચમકારા ક્યાંક ક્યાંક જોવા મળે છે. એ માટે એમની કેટલીક ઉલ્લેખનીય દીર્ઘકૃતિઓ પર દૃષ્ટિપાત કરવો રહ્યો. જૈન સાહિત્યમાં રામકથાની બે ધારાઓ મળી આવે છે. એક વિમલસૂરિના પઉમચરિય’ તથા રવિણના પાચરિત’ની અને બીજી ગુણભદ્રના ‘ઉત્તરપુરાણ'ની. આ બે ધારાઓમાંથી પ્રથમ ધારાના કથાનકનો જૈન સમાજમાં અત્યંત પ્રચાર છે. સમયસુંદર પણ “સીતારામ ચોપાઈમાં ‘પદ્મચરિતને અનુસર્યા હોવાનો સ્વીકાર કરતાં કહે છે – પાંચમી ઢાલ એ ભાખી, ઇહાં પદ્મચરિત છઈ સાખી હો. સીતારામ ચોપાઈ' કવિની એક સ-રસ રચના છે. એમાંના કેટલાક પ્રસંગોને કવિએ રસમય રીતે ખીલવ્યા છે. તેમાં મૌલિક્તા પણ જોવા મળે છે. જેમકે, સીતાના દેહલાવણ્યના વર્ણનમાં કવિ કહે છે – ઘણ થણ કલસ વિસાલા, ઊપરી હાર કુસુમની માલા હો. સી. કટિબંક કેસરિ સરિખી, ભાવઈ કોઈ પંડિત પરિખ હો. સી. ૭ કટિતટ મેખલા પહિરી, જોવન ભરી જાયઈ લહરી હો. સી. રોમરહિત બે જંઘા હો, જાણે કરિ કેલિના થંભા હો. સી. ઉન્નત પગ નખે રાતા, જાણે કનકકૂરમ બે માતા હો. સી. નાકરના ‘રામાયણમાં આવતું સીતાનું વર્ણન ઉપર્યુક્ત વર્ણન સાથે સરખાવવા જેવું ગર્ભવતી સીતાના દેહસૌંદર્યનું વર્ણન કવિ સાધુસહજ મર્યાદામાં રહીને કરે છે. ગર્ભવતી સીતાની નાજુક સ્થિતિનું કવિએ દોરેલું શબ્દચિત્ર અત્યંત સ્વાભાવિક Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય લાગે છે : વજજંઘ રાજા ઘરે, રહતી સીતા નારિ, ગર્ભલિંગ પરગટ થયા, પાંડુર ગાલ પ્રકાર. થણમુખિ શ્યામપણો થયો, ગુરુ નિતંબ ગતિ, મંદ, નયન સનેહાલા થયા, મુખિ અમૃતરસબિંદ. લવ-કુશ નગરમાં પધારે છે ત્યારે તેમનાં અનુપમ રૂપને નિહાળવા આતુર નારીઓની ચેષ્ટાઓનું ચિત્ર કવિકલમે એવું સ-રસ ઉપસાવ્યું છે કે પ્રેમાનંદની શબ્દચિત્ર આલેખવાની શક્તિની યાદ આપી જાય છે. આ કૃતિમાં માનવસ્વભાવનું - તેની લાક્ષણિકતાઓનું સુરેખ આલેખન થયું છે. પુરુષહૃદયની વિશાળતા અને સંકુચિતતા, સ્ત્રીહૃદયની કુસુમવતું કોમળતા અને પાષાણવત્ કઠોરતા જેવાં ઢંઢોના આલેખનમાંથી પાત્રોનો એક સુરેખ આકાર પ્રગટે છે. ચંદ્રનખાના શોકગીતમાં આલેખાયેલ પુત્રસ્નેહનાં સ્મરણો વાચકને હચમચાવી મૂકે એવાં છે. - કવિએ આલેખેલ વૃદ્ધાવસ્થાની સ્થિતિનું વર્ણન નરસિંહ મહેતાના “ઘડપણ કોણે મોકલ્યું એ કાવ્યની સાથે આબેહૂબ મળતું આવે છે. વળી, આ કૃતિમાંની કેટલીક રવાનુકારી પંક્તિઓ દ્વારા તેમની સર્ગશક્તિનો પરિચય મળી રહે છે. આમ, “સીતારામ ચોપાઈ' ૩૭૦૦ કડીનું એક સુદીર્ઘ કાવ્ય છે. જૂની ગુજરાતી ભાષામાં રામચરિતસંબંધી થયેલી રચનાઓમાં એક-બે અપવાદને બાદ કરતાં સૌથી દીર્ઘ છે. કૃતિ આટલીબધી દીધું હોવા છતાં કથાલેખનમાં કવિ સાતત્ય જાળવી રાખે છે. કથાવસ્તુનો બંધ એક-બે સ્થાનો સિવાય ક્યાંય શિથિલ જણાતો નથી. જોકે કથાવસ્તુમાં મૌલિકતાનો અભાવ વરતાય છે. પરંતુ પ્રચલિત વસ્તુને વાચકો સમક્ષ રસિક રીતે રજૂ કરવાની હથોટી હોઈને મૌલિકતાનો અભાવ ખૂંચતો નથી. પાંડવચરિત્ર' અને “મિચરિત્ર'ની નલકથાને કેન્દ્રમાં રાખી કવિએ રચેલ નલ-દેવદતી રાસમાં મનોહર કલ્પનાઓ દ્વારા જીવંત અને સુરેખ ચિત્રો આલેખ્યાં છે. આ રાસનું ઊજળું પાસું એ છે કે તેમાં કવિએ નલ અને દવદંતીનાં પાત્રોને તાદૃશ કર્યા છે. દવદેતીના રૂપને ઘડ્યા પછી ખુદ બ્રહ્મા રૂપઘડતરની કલા ભૂલી ગયા છે એવી કલ્પના કરતાં કવિ કહે છે : એક રૂપ ઉત્તમ ઘડ્યઉ રે, વલિ બીજઉ ન ઘડાય. રાયજી. વિગન્યાન માહરઉ વીસર્યઉ રે, વિહિ ચિંતાતુર થાય. રાયજી. ૬ ગુણ ગણિવા ભણી સરસતી રે. હાથિ ગ્રહી જપમાલ. રાયજી. પાર અજી પામઈ નહીં રે, કેતઉ હી ગયઉ કાલ. રાયજી. ૭. નલે દવદંતીનો ત્યાગ કર્યો તે વખતના તેના વલવલાટનું આલેખન કવિશક્તિનું દ્યોતક છે. વળી, આ કૃતિમાં આલેખાયેલ ડાબા-જમણા હાથ વચ્ચેનો સંવાદ એક અલગ કાવ્યકૃતિ તરીકે પણ આસ્વાદ્ય બની રહે તેવો છે. જુઓ : Page #182 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદર ૧૬૯ કિંસાર ખાધઊ તઈ એકલો રે, મુજનઈ ન તેડ્યઊ તેથિ. તું પેહૂ તું મંગતઊ રે, મુજ ક્યું તેડઈ એથિ. ૧૬. ભોજન જીમ તું ભલા રે, માખી વીજાવઈ મુજ, તું નાસઈ તીર નાંખતાં રે, હું આગઈ કરું ઝુબ્ધ. ૧૭. સમયસંદરના સમકાલીન કવિ નયસુંદર પોતાના “નલ-દવદંતી રાસના ‘કરસંવાદને સમયસુંદરના “કરસંવાદ' જેટલો ખીલવી શક્યા નથી. પોતાના પર આવી પડેલી આપત્તિઓના મૂળ સમી જુગારની રમત. કૂબર સાથે ફરીથી ખેલવા તૈયાર થતા નલને હજી બરાબર પદાર્થપાઠ મળ્યો લાગતો નથી ! જેણે પોતાના રાજ્યમાં જુગાર સહિતનાં સાત વ્યસનો ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે એવો નલ કૂબર સાથે ફરીથી જુગાર રમે છે તે તર્કસંગત લાગતું નથી. વળી, અક્ષવિદ્યાના બળે તે જુગારમાં વિજયી થાય છે. આ રીતે કોઈ ગુપ્તવિદ્યાના બળે વિજય મેળવવાથી વ્યક્તિની પ્રામાણિકતાનો હ્રાસ થાય છે. નલ ફરીથી જુગાર રમે છે તે અંગે કારણ આપતાં શ્રી રમણલાલ ચી. શાહ લખે છે : “Hબરને પણ પ્રતીતિ થાય કે જુગારમાં ચડતી પડતી બંને આવે છે, એટલે ધૃતથી મેળવેલી વસ્તુ કાયમ માટે ટકતી નથી. આટલો બોધપાઠ કૂબરને શીખવવા માટે પણ ઘૂત રમવાની જરૂર હતી.” શ્રી રમણભાઈની આ દલીલ પ્રતીતિજનક બનતી નથી. પ્રસ્તુત રાસમાં આલેખાયેલ ચમત્કારનું તત્ત્વ અતિશયોક્તિની કોટિએ પહોંચ્યું છે. કરુણની જમાવટ પણ બરાબર થતી નથી. જૈનોમાં સુપ્રસિદ્ધ મૃગાવતીના ચરિત્રને પસંદ કરી કવિએ આલેખેલ મૃગાવતી ચરિત્રનું કથાનક જૈન આગમગ્રંથોમાં મળે છે. એમાંથી પ્રસંગો ઉપાડી લઈ સમયસુંદર તેને આગવો ઓપ આપે છે. મગાવતીનું પાત્રાલેખન કવિએ એવી કુશળતાથી કર્યું છે જેથી સમગ્ર કૃતિ મૂલ્યવાન બની રહે છે. પ્રસ્તુત કૃતિમાં અંત્યાનુપ્રાસ પ્રયોજી સુચારુતા સિદ્ધ કરી છે. શબ્દાલંકારમાં કવિ ભાગ્યે જ એના એ જ શબ્દોની પુનરુક્તિ કરે છે. શાંબપ્રદ્યુમ્ન ચોપાઈ' કવિની આરંભકાળની કૃતિ હોઈ હથોટી જામી ન હોય એ સ્વાભાવિક છે. ચમત્કારોથી ભરપૂર આ કથામાં કર્મનો સિદ્ધાંત આલેખાયો છે. કૃતિમાં વર્ણનો સિવાય અન્ય કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી. કવિની અદ્યાપિપર્યંત અપ્રકાશિત રહેલી ‘દ્રૌપદી ચોપાઈ' અમદાવાદમાં તેમની અંતિમ અવસ્થામાં રચાઈ હોવાનું જણાય છે. તેમાં દ્રૌપદીના પાત્રને ઠીકઠીક ઉપસાવ્યું છે. કથાપ્રવાહ એકધારો શાંતરસમાં ચાલે છે. સાગરદત્તના લગ્નનું કવિએ કરેલું વર્ણન મનોહર છે. આ ઉપરાંત ‘સિંહલસુત-પ્રિયમેલક રાસ' પુણ્યસારચરિત ચોપાઈ “વલ્કલચરી ચોપાઈ “વ્યવહારશુદ્ધિ-વિષયક ધનદત્ત શ્રેષ્ઠિ ચોપાઈ અને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ચંપકશ્રેષ્ઠિ ચોપાઈ' એમાંનાં કથાઘટકો માટે જાણીતી કૃતિઓ છે. એ કૃતિઓમાં પ્રચલિત અને અપ્રચલિત કથાઘટકોનું નિરૂપણ કવિએ કર્યું છે. રસનિરૂપણની દૃષ્ટિએ કરણ અને વીરનું આલેખન કરવામાં કવિએ ઠીકઠીક સિદ્ધિ હાંસલ કરી છે. “સીતારામ ચોપાઈમાં શંબૂકના વધથી વ્યથિત તેની માતા. ચંદ્રનખાના આઝંદમાં વાત્સલ્યનો પુટ પામી ચૂંટાયેલો કરુણ વ્યક્ત થયો છે. મૃત. પુત્રને સાજ સજવા કે મીઠાં ભોજન આરોગવા કહેતી માતાનાં વચનોમાં નર્યો કરુણ જ નીતરે છે. પ્રાકૃતના પઉમચરિયની સીધી અસર અહીં વરતાય છે. - વીરરસનું આલેખન કવિ સહજ રીતે કરે છે. “સીતારામ ચોપાઈ' જેવી રચનામાં રામ-રાવણ વચ્ચે થયેલા યુદ્ધના વર્ણનમાં વીરનું સ-રસ આલેખન છે, તે રસના આલેખન માટે કવિએ ‘સિંધુડો' રાગ પ્રયોજ્યો છે. “કડખા'ની દેશીમાં આલેખાયેલ “ચાર પ્રત્યેક બુદ્ધ રાસ'માંના ચંડપ્રદ્યોત અને દુમુહ વચ્ચેના યુદ્ધવર્ણનમાં શસ્ત્રોનો ટંકાર સંભળાતો હોય એવો અનુભવ વાચકને થાય છે. સાધુસહજ સંયમની પાળથી બંધાયેલી એમની કલમ મર્યાદિત શૃંગાર જ નિરૂપે છે. હાસ્ય રસના આલેખનમાં કવિ ખીલી શક્યા નથી. “શાંબ-પ્રદ્યુમ્ન રાસ'માં સત્યભામાપ્રેરિત દાસી રુક્ષ્મણિના કેશ લેવા જાય છે ત્યારે તે દાસી જ કેશવિહીન થઈ જાય છે અને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે તેમાં હાસ્યની લકીર જોવા મળે છે. સમયસુંદરની દીર્ઘ રચનાઓમાંથી કેટલીક નોંધનીય કૃતિઓનો અહીં ઉલ્લેખ કર્યો. હવે ગીતકાર સમયસુંદરને યાદ કરીએ. ગીતકાવ્યોની પરંપરા અતિ પ્રાચીન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ અનેક રાગ-રાગિણીઓ પર આધારિત ગેય કાવ્યો અને પ્રસંગાનુસારી ગીતોના અનેક પ્રકાર જોવા મળે છે. મધ્યકાળમાં જૈન સાધુ-કવિઓએ રચેલ ગીતો સામાન્યતઃ ભક્તિગીતો જ છે. વિવિધ સ્વરૂપે ભક્તિનો આવિષ્કાર જૈન કવિઓએ કર્યો છે. જૈન કવિ સમયસુંદર પણ સત્તરમા શતકના એક ઉત્તમ ગીતકાર હતા. સમયસુંદરની ગીતરચનાઓ સંખ્યાષ્ટિએ ઘણી છે. એટલું જ નહીં, ગુણવત્તાની દૃષ્ટિએ પણ કેટલીક તો અજોડ છે. એમનાં ગીતો ગુજરાત-રાજસ્થાનના જૈન સમાજમાં ખૂબ પ્રચાર પામ્યાં. રાજસ્થાનમાં તેમની ગીતરચનાઓના સંદર્ભમાં એક લોકોક્તિ પ્રચલિત છે; “સમયસુંદર રા ગીતડાં, કુંભે રાણે રા ભીંતરાં.' કુંભા રાણાએ કરાવેલ સ્થાપત્યો અદ્ભુત છે તેમ સમયસુંદરનાં ગીતો પણ ધ્યાનાકર્ષક છે. સમયસુંદરની ગીતરચનાઓના આપણી સગવડ ખાતર સાતેક વિભાગ પાડીએ : (૧) પ્રાસંગિક ગીતરચનાઓ, (૨) તીર્થકરોની બાળલીલા વર્ણવતાં ગીતો, (૩) ગુરુગીત (૪) સ્તવન, સઝાય આદિ, (૫) ઉપદેશગીતો (૬) રૂપકગીતો, (૭) હિયાલીઓ. પ્રાસંગિક ગીતરચનાઓમાં નેમિ-રાજિમતીને કેન્દ્રમાં રાખી ફાગુરચનાઓ Page #184 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદર [ ૧૭૧ કરી છે. એમાં ઊર્મિપ્રાણિત શબ્દચિત્રો જોવા મળે છે. તે પ્રકારની રચનાઓમાં આલેખાયેલ જીવનનો ઉલ્લાસ સાધુસહજ મર્યાદાઓનું પ્રતિબિંબ પાડે છે. નાયક-નાયિકાના મનોભાવોને પકડીને કવિ તેને અનુરૂપ શબ્દોમાં સાકાર કરે છે. ભાવોનું ચિત્રાત્મક આલેખન ગીતોનું ઉલ્લેખનીય કલાપાસું છે. નેમિનાથ ફાગ'માં ફાગ ખેલતાં રાજુલ-નેમિનાથનું શબ્દચિત્ર ધ્યાનાકર્ષક માસ વસંત ફાગ ખેલત પ્રભુ, ઉડત અવલ અબીરા હો, ગાવત ગીત મીલી સબ ગોપી, સુન્દર રૂપ શરીરા હો, એક ગોપી પકડઈ પ્રભુ અંચલ, લાલ ગુલાલ લપેટાઈ હો, સ્ત્રીપુરુષના અંતરભાવોના અબીલ-ગુલાલ અહીં ઊડતા જણાય છે. જીવનનો ઉલ્લાસ અને તેના પડછામાં વૈરાગ્યનું ગાન કવિનો કાવ્યવિષય બની રહે જીવન પ્રત્યેનો અનુરાગ પણ સમયસુંદરની ગીતરચનાઓમાંથી પ્રગટ થતો જોવા મળે છે. રાજિમતીના શબ્દોમાં પ્રગટતો અનુરાગ કવિની અભિવ્યક્તિનો ઉત્તમ આવિષ્કાર બની રહ્યો છે. જુઓ : દીપ પતંગ તણી પરઈ. સુપિયારા હો. એકપખો મારો નેહ, નેમ સુપિયારા હો. હું અત્યંત તોરી રાગિણી સુપિયારા હો, તું કાંઈ હૈ મુજ છે, નેમ સુપિયારા હો. ભોગી પુરૂષની ભોગિની અને યોગીની યોગિણી બનીને પોતાનું જીવન ન્યોછાવર કરવાની તમન્ના નાયિકામાં જોવા મળે છે તું ભોગી તક હું ભોગિણી રે નેમ તું, નેમજી તું યોગી તક હું યોગિણી રે.. “નેમિનાથ રાજિમતી ગીતની આ પંક્તિઓમાં નાયક-નાયિકાના મનોભાવોનું સામંજસ્ય કવિએ સુંદર રીતે સાધ્યું છે. સમયસુંદરરચિત સ્તવનો, સજઝાયો આદિ નોંધપાત્ર છે. એમણે ગુજરાતી. સંસ્કૃત તેમજ ગુજરાતી-સંસ્કૃત મિશ્ર ભાષામાં સ્તવનો રચ્યાં છે. વિમલાચલમંડન આદિજિન સ્તવન'માં કવિ ભક્તિરસમાં એવા તો ઓતપ્રોત થઈ જવાની ઝંખના વ્યક્ત કરે છે કે તેમની અને ભગવાનની વચ્ચે દ્વૈતભાવ રહેવા જ ન પામે ઃ ક્યોં ન ભયે હમ મોર વિમલગિરિ, ક્યોં ન ભયે હમ મોર, ક્ય ન ભયે હમ શીતલ પાની, સીંચત તરુવર છોર, અહનિશ દિનજી કે અંગ પખાલત, તોડતા કરમ કઠોર. ૧ ક્યોં ન ભયે હમ બાવનચંદન, ઔર કેસર કી છોર, ક્યોં ન ભયે હમ મોગરા-માલતી, રહતે જિનજી કે મૌર. ૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ક્યોં ન ભયે હમ મૃદંગ ઝાલરિયા, કરત મધુર ધ્વનિ ઘોર, જિનાજી કે આગલ નૃત્ય સુહાવત, પાવત શિવપુર ઠૌર. ૩ શીલ, દાન, તપ વગેરેને પણ કવિએ પોતાનાં ગીતોમાં ગૂંથી લઈ ઔપદેશિક ગીતો રચ્યાં છે. ક્રોધ અને હુંકારનો પરિહાર કરવાનો સંદેશ સમયસુંદર ગીતો દ્વારા આપી જાય છે. તીર્થકરોની બાળલીલાનાં ગીતોની સંખ્યા અલ્પ છે. તે ગીતોમાં તેમના અંતરભાવોની ભરતી જોવા મળે છે. સિંધી ભાષામાં એમણે કરેલ ‘આદિજિન સ્તવન'ની ‘બાંગા લાટુ ચકરી ચંગી, અજબ ઉસ્તાદા બહિકર રંગીજેવી પંક્તિમાંનો નાદધ્વનિ કર્ણપ્રિય લાગે છે. પરભાષાની રચના હોવા છતાં તેના ભાષામાધુર્યનો આપણે અનુભવ કરી શકીએ છીએ. સંસ્કૃત ભાષામય સ્તવનો મકબન્ધમાં પણ મળે છે. તેમાં માત્ર શબ્દરમત નથી હોતી, લયનો રણકો પણ સંભળાય છે. પાર્શ્વનાથ યમકબન્ધ સ્તોત્રમ્ તેનું સરસ ઉદાહરણ છે : પ્રણતમાનવ માનવ-માનવં, ગતપરાભવ-રાભવ-રાભવમ્. દુરિતવારણ વારણ-વારણ, સુજનતારણ તારણ-તારણમ્. હિયાલીઓમાં સમસ્યાઓ રજૂ થઈ છે. સમયસુંદર ચિત્રકાવ્ય પણ રચેલ છે. સાહિત્યશાસ્ત્રમાં તેને અધમકાવ્ય માનવામાં આવે છે. છતાં, સંસ્કૃતના ઘણા કવિઓએ ચિત્રકાવ્યોની રચના કરી છે. આવી રચનાઓમાં ભાષાપ્રભુત્વ અને રચનાકૌશલની આવશ્યકતા હોય છે, જે સમયસુંદરમાં જોવા મળે છે. ગીતરચનાઓમાં કવિની ભાષા સાદી અને સચોટ અભિવ્યક્તિ સાધતી તથા સહજ પ્રાસથી મંડિત હોઈ લોકભોગ્ય બનવાની તેમાં ઘણી ક્ષમતા રહેલી છે. તેમાં પાંડિત્યનો ભાર નથી. કશો શબ્દાડંબર નથી. મધુરલલિત પદાવલિ એમની વિશેષતા છે. એમની ગીતરચનાઓ સ્વાનુભવરસિક હોવા ઉપરાંત સવનુભવરસિક પણ બની રહે છે. એમાં સ્વાભાવિકતાના અંશો સવિશેષ છે. ગીતોમાં કવિહૃદયની ઊર્મિઓ ઘૂંટાઈઘૂંટાઈને આલેખાતી જોવા મળે છે. શબ્દ અને ભાવની ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ નિરંજના છે. વોરા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ખંભાતનિવાસી સંઘવી સાંગણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ સત્તરમી સદીના પૂર્વાર્ધના એક ખ્યાતનામ વિદ્વાન કવિ હતા. જહાંગીર અને શાહજહાંના રાજ્યકાળ દરમિયાન ખંભાતમાં રહીને જ તેમણે અનેક રાસાઓ, સઝાયો, સ્તવનો અને ગીતો રચીને ગુજરાતી સાહિત્યમાં એક સમર્થ કવિ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. સમય તેમના જન્મ કે મૃત્યુ વિશેની કોઈ ચોક્કસ તિથિનો ઉલ્લેખ તેમની કૃતિઓમાં કે અન્યત્ર મળતો નથી. આથી તેમના જીવનની બે સીમાઓ – પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા અનુમાનથી આંકવામાં આવી છે. તેમની પ્રથમ મોટી કૃતિ “ઋષભદેવ રાસ’ સં.૧૬૬૨ (ઈ.૧૬૦૬)માં રચાઈ છે. તે પહેલાં પણ કેટલીક કૃતિઓ રચાઈ હોવાની શક્યતા છે. તેને આધારે તેમનું સાહિત્યસર્જન ઈ. ૧૬૦૧થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી ગણી શકાય. તેમની છેલ્લી ગણાતી સાહિત્યકૃતિ રોહણિયા રાસ' સં.૧૬૮૮ એટલેકે ઈ.૧૬૩૪માં રચાયેલી છે. ત્યાર બાદ એકબે કૃતિ રચાઈ હોવાની સંભાવના રહે. આમ તેમના સર્જનની ઉત્તરમયદા ઈ.૧૬૩૫ ગણી શકાય. આ પ્રમાણે તેમનો કવનકાળ ઈ. ૧૬૦૧થી ઈ.૧૬૩૫નો ગણાય. હીરવિજયસૂરિ રાસ” તથા “ઉપદેશમાલા રાસમાં કવિએ પોતે સમસ્યાયુક્ત પદ્યમાં પોતાનાં નામ, વતન, પિતા, માતા, રાજા આદિનો વિશિષ્ટ રીતે પરિચય આપ્યો છે. તેઓ તપગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય હતા. કવિને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્ય તથા ધર્મનું સારું જ્ઞાન હતું. સરસ્વતીદેવીની તેમના ઉપર અનહદ કૃપા હતી. ઋષભદાસે પોતે અનેક હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. અને પોતાના ઉત્તમ આચારવિચાર વડે તેઓ એક પરમ શ્રાવક તરીકે ઓળખાતા હતા. તેમનો પરિવાર બહોળો. સુખી તેમજ સમૃદ્ધ હતો. તેમના પિતા તથા દાદાએ સંઘ કાઢેલા અને તેમની પોતાની ઈચ્છા પણ સંઘ કાઢવાની હતી, પણ દ્રવ્યના અભાવે પૂરી થઈ શકેલી નહીં. તેમણે પોતે શત્રુંજય ગિરનાર, શંખેશ્વર વગેરે તીર્થોની જાત્રા કરી હતી. કૃતિઓ કવિએ હીરવિજયસૂરિ રાસમાં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે ૩૪ રાસ, ૫૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સ્તવન તથા અનેક ગીતો, સઝાયો, સ્તુતિ, (થોયો) વગેરે રચ્યાં હતાં. તેમાં ઋષભદેવ રાસ', “સ્થૂલિભદ્ર રાસ', “સુમિત્રરાજર્ષિ રાસ', કુમારપાલ રાસ', ભરતબાહુબલી રાસ', “હિતશિક્ષા રાસ', “શ્રેણિક રાસ', “કયવત્રા રાસ', ‘હીરવિજયસૂરિ રાસ', “અભયકુમાર રાસ', “રીહણિયા રાસ' વગેરે મુખ્ય છે. આ રાસાઓ ૨૨૩થી માંડીને ૬૫૦૦ જેટલી ગાથાઓમાં રચાયા છે. નેમિનાથ નવરસો', “નેમિનાથ રાજિમતી સ્તવન’, ‘આદિનાથ વિવાહલો', “બાર આરા સ્તવન', “તીર્થંકર ૨૪નાં કવિત’ એ તેમની નાની પણ નોંધપાત્ર કૃતિઓ છે. સાહિત્યિક વિશિષ્ટતાઓ ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમની ભાષા સરળ, રસાળ અને ભાવવાહી છે. તેમની કાવ્યશક્તિનો ઉત્તમ આવિભધ તેમનાં ગીતોમાં જોઈ શકાય છે. માનવજીવન અને જગત વિશેનું કવિનું જ્ઞાન વિશાળ અને તલસ્પર્શી છે. તેમાં એના પાંડિત્યની સાથે માનવમનનાં ગૂઢાતિગૂઢ રહસ્યોને પામવાની શક્તિનું યથાર્થ દર્શન થાય છે. આ સાહિત્યકૃતિઓમાં વ્યક્ત થતી, ઋષભદાસની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ. તેમના રાસાઓમાં નગરવિષયક અનેક વર્ણનો મળે છે. ખાસ કરીને ‘હિતશિક્ષા રાસ', “મલ્લિનાથ રાસ', અને “હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન મળે છે. ખંભાત કવિનું વતન હતું. એટલે કેવળ શુષ્ક નગરવર્ણન ન રહેતાં તેમાં ભાવનાનો આછો સ્પર્શ પણ ભળેલો છે. પાટણ, અયોધ્યા વગેરે નગરોનાં વર્ણનો પણ આકર્ષક અને જે-તે નગરોની વિશિષ્ટતાઓને તાદ્રશ કરનારાં છે. નગરોનાં વિસ્તાર, અમાપ સમૃદ્ધિ, વિશાળ મહાલયો, બાગબગીચા અને ધર્મસ્થાનો, નગરનાં સ્ત્રી-પુરુષો – ખાસ કરીને રાજા, રાણી, નગરશેઠ, મંત્રી વગેરેની વિશિષ્ટતાઓ, ધર્મ અને કર્મરત પ્રજાજીવન વગેરેનાં વર્ણનોમાંથી તત્કાલીન જનજીવનની માહિતી મળે છે. ખરેખર તો આદર્શ નગર વિશેની તેમની કલ્પના અભિવ્યક્ત થઈ હોય એમ પણ બન્યું છે. કેટલાંક વર્ણનો રૂઢ અને પરંપરાગત પણ છે. તેમ છતાં આ વર્ણનો નીરસ કે શુષ્ક ન બની જાય તેને માટે પણ કવિ સભાન છે. પાટણમાં વસતા વિશાળ માનવસમુદાયનું આલેખન કરતાં કવિ એક રમૂજી પ્રસંગ નિરૂપે છે, અને તેના દ્વારા પાટણની વસતી કેટલીબધી ગીચ હતી તેનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્ની નગરના બજારમાં એકબીજાથી છૂટાં પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોવાની ફરિયાદ કરે છે, અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે એ આખો પ્રસંગ કવિની રમૂજી વૃત્તિ અને હાસ્યરસના નિરૂપણના કવિ કૌશલનો પણ દ્યોતક છે : Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ત્રઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ [ ૧૭૫ સાંઝઈ પથિ ચોહeઈ ચઢ્યાં, કમસંયોગિઈ ભૂલાં પડ્યાં, રોતી રડવડતી સા નારિ, પુહતી ભુપતિ ભવન મોઝારિ, સ્વામિ, હારા નગર મઝારિ ભૂલાં પડ્યાં અહો નર-નારિ, સ્વામિ નામે રાણો એહ, ડાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરો મુઝની સાર, રાઈ ગઈ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ડાબિ આંખે, નવસઈ નવાણું ભાખિ, મિલ્યા એકઠા નૃપદરબારિ, ભૂપઈ તેડાવિ સા નારિ, સોધી લીધું તું તાહરુ ધણી, તુઝ કારણિ ખપ કીધિ ઘણી, નૃપવચને તે સોધઈ નારિ, પુરુષ ન દિસઈ તેણિ ઠારી, સામી, એહમાં નહિ મુજ કંત, રાય વિનોદ થયો અત્યંત, ફિરી પઢો બજાવ્યો જસઈ, રાણો આવ્યો તસઈ નારી ઓલખી લીઈ ભરતાર, પંડિત કવિઅણ કરઈ વિચાર, નરસમુદ્ર એ પાટણ સહી, નરનારિ સંખ્યા નવિ લહી. બાહુબળના રાજ્યમાં સંદેશો લઈને જતા બ્રાહ્મણનું (ભરતબાહુબલી રાસ) અને કુમારપાળ રાસ'માં કદરૂપા નરનાં વર્ણન પણ એવાં જ રમૂજપ્રેરક અને તાદૃશ રીતે આલેખાયેલાં છે. હિતશિક્ષા રાસમાં વ્યાજસ્તુતિ અને સ્વભાવોક્તિથી કુરૂપ નારીનું કરેલું વર્ણન પણ નોંધપાત્ર છેઃ વિંગણ રંગ જિસી ઉજલી, ભલ કોઠી સરખી પાતલી. નીચી તાડ જિસી તું નાર, ક્યાંહાંથી આવી મુઝ ઘરબાર, ન્હાનું પેટ જિસ્યો વાદલો, લહ્યો હિણ જિમ્યો કાંબલો, જીભ સંહાલી દાતરડા જિલી, દેખી અધર ઊંટ ગયા ખસી, ભેંશનાણી આવી ક્યાંથી, પખાલ જલકી જા ખપ નથી. પગ પીંજણી ને વાંકા હાથ, બાવલ શું કોણ દેશે બાથ, લાંબા દાંત ને ટૂંકું નાક, કૂટકની મુખ કડવાં વાક્ય. ટૂંકી લટીંયે ઘોઘર સાદ, જા ભૂંડી તુઝ કિશ્યો સંવાદ. નગર વર્ણનોની જેમ કવિનાં યુદ્ધવિષયક વર્ણનો પણ નોંધપાત્ર છે. તેમાં રથ, અશ્વ, હય, અનેક શસ્ત્રાસ્ત્રો વિશેની કવિની જાણકારીનો પરિચય પણ મળે છે. ભરત અને બાહુબળી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ – દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ – પ્રાચીનકાળનાં હાથોહાથ થતાં ઠંદ્વયુદ્ધનો તાદૃશ ખ્યાલ આપે છે. ભરતેશ્વર રાસ'માં અન્યત્ર યુદ્ધનું વર્ણન કવિ આ રીતે કરે છે ? પૃથિવી લાગી ધ્રુજવાજી, દિશિનો થાએ રે દાહ, ઉલ્કાપાત થાએ સહજી, અતિ ભૂંડા ત્યાં વાય, ઊડે ખેહ ત્યાં અતિ ઘણા છે, અને હોય તિહાં નિઘાત, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પીતવણ દહાડો થયો છે, દેખે બહુ ઉત્પાત. સાયરને શોષે સહી જી, કરે પર્વત ચકચૂર, કે આકાશ ધંધોળતાજી, પૃથિવી ફાડે શૂર, અગ્નિમાં પેસે સહીજી, સિંહ શું લેતા રે બાથ. નિરૂપ્યમાણ વિષયને યથાતથ રીતે આલેખતાં ઋષભદાસનાં આવાં વર્ણનો જીવન અને જગતનાં વિવિધ ક્ષેત્રો વિશેના તેમના બહોળા જ્ઞાનનો પરિચય આપે છે. કવિ પ્રેમાનંદની વનશૈલીનું સ્મરણ કરાવે તેવાં અનેક અન્ય વર્ણનો પણ મળે છે. કોઈ એકાદ વીગતના આલેખનના અનુષંગે કવિ તે-તે વિષયની તલસ્પર્શી જાણકારી પણ આપે છે. “ભરતેશ્વર બાહુબળી રાસ'માં વનાભ પુંડરિકનગરીનો રાજા છે. પોતાનાં પાતકોને યાદ કરતાં કરેલી જીવહિંસા વિશે વિચારે છે, ત્યારે કવિ જીવ, તૃસ, થાવર મેં હણ્યાં.' એમ શરૂ કરીને દરેક પશુ, પંખી, જીવજંતુઓની યાદી કવિ આપે છે. અલબત્ત, કવિ આવી નામ-યાદીઓ કે સ્થૂળ વિગતોનાં વર્ણનો આપીને જ અટકે છે એવું નથી, તેમાં કવિની વિદ્વત્તાની સાથે માનવમન વિશેની વ્યાપક ઉદાર સમાજ અને સંવેદનશીલતાનો પણ પરિચય મળે છે. દૃષ્ટાંત તરીકે ભરતનું સૈન્ય નાસભાગ કરે છે ત્યારે તે જોઈને ભરતને દુઃખ થાય છે, ત્યારે દુઃખી કોણ કોણ હોઈ શકે તે વિશે કવિ કહે છેઃ વેશ્યા વિણ રૂપે દુઃખી, યોગી ધનસંચે, નિદ્રા નહિ નર રોગિયો, બહુ માંકણ મંચે, પુત્ર કુવ્યસની જેહનો તે દુખિયો બાપ, દુઃખ મોટું ભૂઇ સૂએ. ઘર માંહિ સાપ. તાની કંઠ વિના દુઃખી, પંડિત વિણ વાણી, વૈદ્ય દુઃખી તન રોગિયો ન લહે નિસાણી. સતી સ્ત્રીને એ દુઃખ ઘણું, નર મૂકી જાય, રણમાં દળ ભાગે તદા, દુઃખ મોટું રાય. બાહુબળ અને ભરતનું યુદ્ધ પૂરું થતાં બાહુબળ કોણ નમે અને કોણ ન નમે તે વિશે વિચાર છે? ન નમે સોય નિર્ગુણી, નમે સોય ગુણવંત, ન નમે વૃક્ષ સૂકો, લીલો તરુ નમંત. ન નમે તે વાંકો વીંછી તણો અંકોરો, નમતો અહી મણિધર, જેહ ગુણે કરી પૂરો. ન નમે નવ હાલેં કૂપ તણાં જે પાણી નમે ગિરૂઓ જલધર, પરઉપકાર જ જાણી. જનજીવનનો બહોળો અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોથી તેમનું કથયિતવ્ય ચોટદાર અને માર્મિક બન્યું છે. આવા તો અનેક દૃષ્ટાંતો તેમની કૃતિઓમાંથી Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ D ૧૭૭ ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત રોજબરોજના જીવનની અનેક બાબતોને વિસ્તારથી અને રસમય રીતે કવિ આલેખે છે. શુભ અને અશુભ સ્વપ્ન, સ્વપ્નમાં જોયેલી વસ્તુઓને આધારે ફળનિર્દેશ, સ્વપ્ન જોયાના સમયને આધારે ફળપ્રાપ્તિનો સમય, સાચો દાતા, ધનનું માહાભ્ય, નામ પ્રમાણે ગુણ ન હોવા વિશે, પુરુષ અને સ્ત્રીનાં બત્રીસ લક્ષણો, પદ્મિણી, હસ્તિની, ચિત્રણી અને શંખિણી સ્ત્રીઓના આચારવિચાર, ઉત્તમ અશ્વ અને તલવારનાં લક્ષણો, શુક્ન-અપશુકનો, કર્મફળ વિશે વિચારતાં સીતા, મલ્લિનાથ, શિવકુમાર, સુલસ શ્રાવક, અર્જુનમાલી, પરદેશી રાય, શ્રેણિક, નંદન મણિયાર આદિ અનેક મહાન સ્ત્રીઓ તથા પુરુષોને ભોગવવાં પડેલાં દુઃખો – એમ અનેક બાબતોને કવિએ પૂરી ચોકસાઈથી અને સંપૂર્ણ રીતે વર્ણવી છે. તેલમર્દન અને દાતણવિધિથી માંડીને સાંસારિક જીવનના વિવિધ પ્રશ્નો, રાજ કેમ ચલાવવું, ધાર્મિક આચારવિચાર, આદર્શ રાજા, પ્રધાન અને વણિકના ગુણો, રજપૂતોની છત્રીસ જાતનાં લક્ષણો, આજીવિકાનાં સાધનો લેખે વ્યાપાર, વિદ્યા, ખેતી, પશુપાલન, વિજ્ઞાન, નોકરી અને ભિક્ષા વિશેનાં દૃષ્ટાંત સહિતનાં કવિતોમાં ઋષભદાસનું પાંડિત્ય પ્રગટ થાય છે. વર્યવિષયની યાદીઓ ક્યારેક પરંપરાગત બની જતી હોવા છતાં રૂઢ પણ તાજગીવાળાં વર્ણનોમાં પ્રમાણવિવેક જળવાયો છે. માનવહૃદયની ભીતરનાં ભાવસંવેદનો જ્યાં ઝિલાયાં છે ત્યાં હૃદ્ય કાવ્યખંડો મળી આવે છે. સંસારના ખરા જાણકાર કવિએ લોકવ્યવહારમાંથી વીણેલાં ઉપમા, રૂપક અને દૃષ્ટાંતોને કારણે આ નિરૂપણો વેધક બન્યાં છે. આવાં વર્ણનોથી કથાતંતુ ક્યારેક લંબાતો લાગે છે પણ રસ ખંડિત થતો નથી. હાસ્ય-કટાક્ષ-મર્મયુક્ત ઉપમાઓ અને દૂતોથી કવિ પોતાના કથયિતવ્યનું સચોટ પ્રતિપાદન કરે છે. ભારતના સૈન્યને આવતું જોઈને પ્લેચ્છો વિચારે છે કે આવા કાયરના સૈન્યને પરાભવ આપવો એ તો રમતવાત છે. તેમના આ મનોભાવને પ્રગટ કરવા કવિ કેવાં ઉત્તમ દૃષ્ટાંતો યોજે છે તે જોઈએ : જ્યારે કોપ કરે જ કુઠાર, કેળ કાપતાં કહી વાર ! કમળ ઉપર કોપ્યો કરિ, ઉખેળતાં ક્ષણ લાગે જ ખરી ? સિંહને મૃગ હણતાં શી વાર ? રવિ ક્ષણમાં ટાળે અંધાર, આતૂર થિર કેં પેરે થાય. પ્રચંડ કોપ્યો જ્યારે વાય ! વાણીનું બળ – કાવ્યનો ઓજસગુણ પણ નોંધપાત્ર બને છે. રણમાં વીંઝાતી તલવારો અને વરસતાં બાણોનું સ્પષ્ટ શબ્દચિત્ર કવિ એક જ પંક્તિમાં કુશળતાથી આલેખે છે : તરવારો જિમ વીજળી, બાણ વરસે મેહ. સત્સંગનું ફળ કેવું ક્ષણિક હોય છે તે દર્શાવવા કવિ કહે છે : એક નર જગમાં લોઢા સરીખા, અગ્નિ મળે તવ રાતું જી, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અગ્નિ ગયે કાળાનું કાળું, રક્તપણું તલ જાતું જી, ગુરુ-સંયોગ મળ્યો નર જ્યારે, ધર્મ મતિ હુઈ ત્યારે જી, જવ ગુરથી તે અળગો ઊઠ્યો, તવ તે પાપ સંભારે જી. કુમારપાલ રાસ'ના પ્રથમ ખંડમાં આવતું આંબાના વૃક્ષનું વર્ણન પણ મનોહારી છે. માનવહૃદયની ઊર્મિઓને તાદૃશ રીતે આલેખીને પણ કવિ રસજમાવટ કરી શકે છે. નેમિનાથજીનું સ્તવન'માં પશુઓના ચિત્કાર સાંભળીને નેમિનાથ લગ્નમંડપમાંથી પાછા ફરી જાય છે ત્યારે રાજિમતીના હૃદયની વેદનાનું કરેલું નિરૂપણ મર્મસ્પર્શી બન્યું છે. રાજિમતી પતિવિરહનું કારમું દુઃખ આવી પડવાના કારણ રૂપે જ્યારે પોતાના જ દોષ આગળ કરીને આક્રંદ કરી ઊઠે છે ત્યારે કરુણરસ વિશેષ ઘેરો. બને છે : હીયડે ચિંતે રાજુલ નારી, કીશાં કરમ કીધાં કિરતાર, કે મેં જલમાં નાખ્યા જાલ, કે મેં માય વિછોડ્યાં બાલ, કે મેં સતીને ચડાવ્યાં આલ, કે મેં ભાખી બિરૂઈ ગાલ, કે મેં વન દાવાનલ દીયા, કે મેં પરધન વંચી લીયા ! કે મેં શીલખંડના કરી, તો મુજને નેમે પરહરી ! ભરતરાજા દીક્ષા લે છે ત્યારે તેની રાણીઓ વિલાપ કરે છે, ત્યાં પણ આવા જ મમવિદારક કરુણનું આલેખન છે : નારી વનની રે વેલડી, જલ વિણ તેહ સુકાય રે. તુમો જળ સરીખારે નાથજી, જાતાં વેલડી કરમાય રે, જળ વિના ન રહે માછલી, સૂકે પોયણપાન રે. તુમ વિણ વિણસેં રે યૌવનું. કંઠ વિના જિમ ગાન રે, ઈમ વળવળતી રે પ્રેમદા, આંસુડાં લુહે તે હાથ રે. તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દોહિલી રાત રે. આગળ વધતાં કવિ કહે છે : પોપટ ઝૂરે રે પાંજરે, વનમાં ઝૂરે તે મોર રે, ખાણ ન ખાય રે વૃષભો વારી, ગવરી કરે બહુ સોર રે. ભરતરાજાની વિદાયથી તેમના પ્રત્યેક અંતેવાસી પણ આવી જ હૃદયવિદારક વેદનાની અનુભૂતિ કરે છે. કવિની ભાષા સરળ પણ રસાત્મક છે. લાંબાં વર્ણનોની જેમ ઉક્તિનું લાઘવા અને બળ પણ કવિની સિદ્ધિરૂપ બન્યાં છે. જૂજ શબ્દોમાં પોતાના કથયિતવ્યને સચોટ રીતે આલેખતી પંક્તિઓ પણ નોંધપાત્ર છે. તેમાં લોકઅનુભવ અને માનવમનની ભીતરની સૃષ્ટિ ઝિલાઈ છે, જેમકે – Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ D ૧૭૯ * કુવચન દીધાં ન ફાલઇ, સાલઈ હઈડા માંહિ * માનસરોવર ઝીલીઓ, કાગ ન થાઈ હંસ. શામળનું સ્મરણ કરાવતી આવી અનેક પંક્તિઓ ઋષભદાસનાં કાવ્યોમાંથી મળે છે. જનજીવનના બહોળા અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોને આધારે તારવેલા સત્યને ક્યારેક સુભાષિત રૂપે નિરૂપ્યું છે ? * સરિખા દિન સરિખા વલી, નોહઈ સુર, નર, ઈદ્ર, જીહાં સંપદ તિહાં આપદા, ચઢત પડત રવિ ચંદ. * દૂધે સીંચ્યો લીમડો, તોહે ન મીઠો થાય, અહિનઈ અમૃત પાઈઈ, તો સહી વિષ નવી જાય. * સાયર સંદેશો મોકલે, ચંદા ! પુત્ર જુહાર ! ચઢ્યો કલંક ન ઊતરે, તુઝ પણ, મુઝ ખાર. તો કેટલીક બોધક પંક્તિઓ પણ મળે છે ? પીપલ તણું જિમ પાન, ચંચલ જિમ ગજ-કાન, ધન-યૌવન-કાયા અસી. મ કરો મન અભિમાન. આ પ્રકારની પંક્તિઓ વેધક અને સૂત્રાત્મક બની છે. કવિએ હાસ્ય, વીર અને કરુણરસના આલેખનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પરંતુ લગ્નની વિધિ દ્વારા જ વીતરાગને ઉદ્દબોધનાર આ કવિનું લક્ષ્ય ભક્તિબોધક શાંત ઉપશમના નિરૂપણનું જ છે. આ દૃષ્ટિએ જોઈએ તો સિદ્ધરાજના મૃત્યુપ્રસંગને વર્ણવતું ગીત કવિની ઉત્તમ કાવ્યકૃતિ છે. કરુણરસના નિરૂપણમાં દેખાતું કવિનું કાવ્યકૌશલ, મૃત્યુની સાથે જ જીવનની ક્ષણભંગુરતાનું પ્રગટ થતું ગૂઢ રહસ્ય અને અત્યંત કાવ્યાત્મક રીતે અંતમાં પ્રગટતા શાંત ઉપશમના ભાવને કારણે પ્રસ્તુત કાવ્ય ઋષભદાસની એક વિશિષ્ટ અને નોંધપાત્ર સર્જક કૃતિ બની રહે છે. આખું કાવ્ય હૃદયને આરપાર વધે તેવું છે. ચિતામાં ભડભડ બળતા જેસંગના દેહને અનુલક્ષીને કવિ કહે છે : સોનાવરણી ચેહ બળે રે, રૂપાવરણી તે ધુહ રે.. કંકમવરણી રે દેહડી, અગનિ પરજાલીએ તેહ રે. જે નર ગંજી રે બોલતા, વાવતા મુખમાં પાન રે, તે નર અગનિ રે પોઢિઆ કાયા કાજલવાન રે. ચંપકવરણી રે દેહડી, કદલીકોમલ જાંઘ રે, તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડભડી ડાંગ રે. દેહવિડંબણ નર સૂણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે, જેસંગ સરિખો રે રાજિઓ, બાલી કર્યો તિહાં રાખ રે. જીવનની આવી ક્ષણભંગુરતાને જ અનુલક્ષીને કવિ ધર્મવિચાર અને રાગત્યાગનો બોધ વારંવાર આપે છે. હૃદયને તરત સ્પર્શી જાય તેવો એક સુંદર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય બોધક પ્રસંગ કવિએ ‘ભરતેશ્વર બાહુબલી રાસમાં નિરૂપ્યો છે. ભરત પોતાના ૯૮ ભાઈઓને બોલાવવા દૂતો મોકલે છે. એ ૯૮ ભાઈઓ ભેગા થઈને જિનને પૂછે છે, રાજ્ય લિએ ભરતેશ્વર રે, નમિએ કે વઢિયે તાત ?” રાજ્ય માટે ભારત સાથે યુદ્ધ કરીએ કે સમાધાન ? ત્યારે ઋષભ સંક્ષેપમાં, પણ ચિત્તવેધી જવાબ આપે છે : ઋષભ કહે વઢિયે સહી રે, મોહકષાયની સાથ, રાગ દ્વેષ અરિ જિતિયે રે. નમિયે ધર્મ સંગાથ. આપણે જોઈ શકીએ છીએ કે આવી બોધક પંક્તિ પણ કાવ્યત્વથી રસાઈને આવે છે અને ચિત્તને સ્પર્શી જાય છે. તેમનાં ગીતોના નાના પદબંધ અને લય મનોહારી છે. તેમના રાસાઓમાં વારંવાર આવતાં ગીતો ઋષભદાસની ગીતકવિ તરીકેની પ્રતિભાનો પણ પરિચય કરાવી આપે છે. તેમની દેશીઓમાં પણ રાગ અને લયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વિધવિધ રાગનાં પદો પરનું પ્રભુત્વ, સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાન્ત કે રૂપકાદિ અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા, ઊર્મિરસિત ચિંતન અને લયભરી બાની ઋષભદાસને સફળ કવિ તરીકેનું સ્થાન અપાવે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા કનુભાઈ જાની સાડા ત્રણસોક વરસ પર થઈ ગયેલા, ૧૭મી સદીના મધ્યકાલીન, ખરતરગચ્છી, મહિમાસાગરશિષ્યની બે મુખ્ય રચનાઓની મુખ્યત્વે અહીં વાત. કરવી છે. તેમના જીવન વિશે લગભગ કાંઈ જ મળતું નથી. આપણી ઇતિહાસદૃષ્ટિ જ એમાં કારણભૂત ન હોતાં એક બીજું કારણ આચાર્ય ક્ષિતિમોહન સેન આપે છે ? (“સાધનાત્રયી', પરિમાણ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૦, પૃ.૫૩૦) એક બાઉલને આ બાબતનું દુઃખ ક્ષિતિબાબુ વ્યક્ત કરતા હતા : “આપણા આવા કવિઓસાધકોનાં વૃત્તાન્તો જ ન મળે !” પેલાએ હસીને એક ગીત ગાયું : ખાલેર પંકે ઠેલે જખન નાખો પિછેર દિકે જે ચિનુ થાકે તાતેઈ મેલે ભાઓ ! (જખમ) ગહિન જલે પાલ તુઇલ્યા નાઓ જાય, પથ્થર જે ચિન્ કઈ વા મિલાય, કેમૂને વા ભાઓ પાય ? (ખાડીને કાદવ ખેંચાય જ્યારે હોડી પડતી જાય એંધાણી પાછળની ગમ નિશાન પડે ભાળેય મળતી તેથી થોડી, (પરંતુ) જે વારે ગહન જળે શઢને તાણી નાવડી જાતી, મારગે એના રહે ના કોઈ એંધાણી એની કાઢવી કેમ રે ભાળ ?) સાધનાનાં ઊંડાં જળમાં આવા સાધુ-કવિઓની નાવ એવી ચઢી જતી હોય છે કે પછી કોઈ બાહ્ય ચિહ્નો રહે નહીં! પાણી પર પગલાં કેવી રીતે પડે? ઇતિહાસ તો મળે ખભળાટ કરનારનો. ક્ષિતિબાબુ કહે છે : “આ કારણે..મોટા સાધકોનાં વૃત્તાન્ત આપણને મળતાં નથી.” (પ૩૧) બીજી એક વાત ભાષાની. અખાએ આવા સહુઓ વતી કહ્યું છે, ભાષાને શું વળગે ભૂર ?' ભાષા સીધી લક્ષ્યગામી, સરળ, બોલચાલની જ હોવાની; ઉપરાંત Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સહુ સાધકોની વત્તેઓછે અંશે સમાન - હિન્દી-વ્રજ-રાજસ્થાની-તળપદીમિશ્રિત. સરળતા તો સહજતાની, ખોટાં વળગણો – ખોટી પંડિતાઈ ખરી પડ્યાંની એધાણી. એ સુસાધ્ય નથી. જે સહજ હોય તે જ ભવ્યતા લગ જઈ શકે. ભાષા માવાનુરૂપ બને. સાધનાપથના સૌની વળી એક સમ્માન્ય-સર્વમાન્ય ભાષા હતી : “ભાષાના ભેદ હોવા છતાંય તે વખતે સાધનાને માટે એક પ્રકારની સર્વસંમત આદાનપ્રદાનની ભાષા હતી. પ્રાચીન બંગાળના બૌદ્ધ ગાન અને દોહામાં એ પ્રકારની અપભ્રંશ ભાષા જોવામાં આવે છે. લગભગ આ ભાષાની નજદીકની જ અપભ્રંશ ભાષામાં એ વખતે રાજપૂતાના, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પર્યત પણ રચનાઓ થયેલી જોવામાં આવે છે. તે સમયના જૈન સાહિત્યમાં આનો પરિચય મળી આવે છે.” (પપર) ત્રીજી વાત, આપણે ભૂલવું ન જોઈએ કે, જેને આજે આપણે કેવળ સાહિત્યદૃષ્ટિએ જોવા નીકળ્યા છીએ તે એ દૃષ્ટિએ રચાયું નહોતું, જીવનસાધનાનું એક અંગ હતું. સાધનામાં સહાયભૂત થવા જ એ રજૂ થતું, નિરપેક્ષ સાહિત્યરસ આપવા નહીં જ. સમગ્ર મધ્યકાલીન સાહિત્ય તથા લોકસાહિત્યને એના સમાજના સંદર્ભમાં જ જોવું જોઈએ. આ સાહિત્ય જીવનાવલંબી જ છે. મધ્યકાલીન પદસાહિત્ય – તેમાંય સાધુઓનું તો ખાસ – સાધનાનું અંગભૂત હતું, અને એની ભાષા પણ આવા મુક્તિવાંછુઓએ પાડી આપેલા ચીલે જ ચાલતી. વળી મૂળે જ જૈન-બૌદ્ધ વિચાર વૈદિક પાંડિત્યની સામેના ઉદ્રકમાંથી આવેલો હોઈ, એનો ભાષાઅભિગમ પણ જુઓ – સમાજાવલંબી હતો. અને અભિજાત અને લોક-સાહિત્યના આજ જેવા જડબેસલાક ભેદો નહોતા. લોકસાહિત્યનાં સ્વરૂપો અને લઢણો બન્ને સાધુકવિઓની રચનાઓમાં પણ સહેજે ઊતરી આવતાં. ને બારમાસીનું સ્વરૂપ લોકપ્રચલિત હતું. આ બધી બાબતોની પૂર્વભૂમિકામાં (નહીંવત્ જીવનવૃત્તાંત, કાવ્યરચના પણ સાધનાનું જ સાધન, ભાષા હિંદીરાજસ્થાનીમિશ્રિત સમગ્ર ઉત્તરભારતના સાધુસમાજસંમત, બોલચાલની ભાષાનો વિનિયોગ સહજ અને બારમાસા જેવું સ્વરૂપ પ્રચલિત વગેરેની ભૂમિકામાં) હવે કૃતિઓ તરફ વળીએ. ગુજરાતી સાહિત્યકોશ'ના પહેલા ભાગમાં (પૃ.૨૧) કવિ પરિચયમાં ખરતરગચ્છમાંના, જિનચન્દ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય, એટલી વિગત છે. આ સિવાયની વિગતો બીજે પણ મળતી નથી. મુખ્ય કૃતિઓ ત્રણ : ચોવીસી, નેમિરાજિમતી બારમાસા' અને “અરણિકમુનિ સઝાય રાસ'. છૂટક સ્તવનો-સઝાયો પણ છે. કાવ્યગુણે ઓપતી રચનાઓવાળા આવા લેખકોની મહત્ત્વની રચનાઓને લઈને સ્વતંત્ર અભ્યાસો થવા જોઈએ. કોણ કરે ? અત્યારેય સાધનો દુર્ગમ બનતાં જાય છે, ભવિષ્યમાં તો અત્યંત મુશ્કેલ બની જશે કામ. આજેય આ એક જ કવિની બધી રચનાઓ નિર્ધારિત સમયાવધિમાં એક સ્થળે Page #196 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ૧૮૩ જોવા નથી મળતી ! જે મળી તેને એક પછી એક જોવાનો ઉપક્રમ રાખ્યો છે. કૃતિપરિચય મળે એ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એની સાથે કવિગત લક્ષણો આપોઆપ મળે એ દૃષ્ટિ રાખી છે. અહીં પહેલાં ત્રણ સળંગ રચનાઓ લીધી છે, ત્યાર બાદ ફુટકળ. પ્રકૃતિ અને પ્રેમ – પ્રાચીનતમ ગીતવિષયો, માનવજીવન સાથે અવિનાભાવે જોડાયેલાં બેય તત્ત્વો. પ્રેમ એ ઉત્પત્તિનું જ આદિકારણ અને પ્રકૃતિ તે પોષક-ઉત્તેજક તત્ત્વ. સાધુ હોય કે સંસારી એક્ટને આ બે વિના ન ચાલે. આ કારણે જગતભરમાં પ્રકૃતિકાવ્યના અનેક પ્રકારો મળશે. આપણા બારમાસા તેમાંનો એક પ્રકાર. નાયક-નાયિકા કલ્પીને, વિખૂટી પડેલી પ્રિયતમની રાહ જોતી નાયિકાના વિરહને જ કેન્દ્રમાં રાખીને, એ એક પછી એક માસ કેવી રીતે પસાર કરે છે, પલટાતી તુઓનો પ્રભાવ એના ચિત્ત પર કેવાં સંવેદનો પાડે છે તેનું આલેખન બારમાસામાં થાય છે. એને “મહિના' પણ કહેતા. આ નિમિત્તે વિરહમિલનના શૃંગારને – મોટે ભાગે વિપ્રલંભને – બહેલાવવાની એક પરંપરા ઊભી થઈ છે. લગભગ સમગ્ર ઉત્તર ભારતીય ભાષાઓમાં બારમાસા છે. ગુજરાતી, બંગાળી, હિંદી, રાજસ્થાની વગેરેમાં વૈરાગ્યબોધાર્થે પણ એનો ઉપયોગ પ્રયોગ થયો છે, એનીયે પરંપરા છે. એના નોંધપાત્ર અભ્યાસો રશિયન ને ફ્રેન્ચ વિદ્વાનોએ – બાવિતેલ અને શાસ્ત વોદવિલે – કરેલા છે. અહીં છે તે જૈનધર્મોપદેશાર્થે રચાતી બારમાસીની ઢબની જ કૃતિ છે; છતાં કવિપ્રતિભા આ મિષે પણ ઘણે સ્થાને ચમકે છે. બોધ તો ગદ્યમાં પણ આપી શકાત; અહીં કવિએ આ માર્ગ પસંદ કર્યો એ એ માર્ગની ખૂબીઓ હસ્તગત છે તેથી, એમ કૃતિ વાંચતાં લાગે છે. આવી ૨૯ બારમાસીઓનો સંગ્રહ ગુજરાતીમાં ડૉ. શિવલાલ જેસલપુરાએ આપીને, આવી કૃતિઓને હાથવગી કરી આપી છે. એમણે આપેલી ર૯ કૃતિઓમાંથી અપવાદરૂપ ત્રણને બાદ કરતાં બધી જ નેમિ-રાજુલ વિશે છે. તે પરથી આ વિષયની લોકપ્રિયતા અને દીર્ઘપરંપરા બને ફલિત થાય છે. (હું માનું છું કે નેમિ-રાજુલ બારમાસા ગુજરાતીમાં મોટી સંખ્યામાં મળે !) અહીંની નેમિરાજુલની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ પણ થઈ શકે. બારમાસી ઋતુકાવ્યનો મધ્યકાલીન લોકમાનીતો પ્રકાર છે. છ ઋતુઓનું વર્ષ લઈ, બે-બે માસની ઋતુ ક્રમેક્રમે લઈને બારમાસી રચવાની સંસ્કૃતાનુસારી રીત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ અપનાવાતી જોવાય છે. ઘણુંખરું એકએક માસની ઋતુચર્યાનું એકએક ચિત્ર મળતું જાય ને એમ બાર માસ ક્રમબદ્ધ આવે. એ દરમ્યાન નાયિકાએ વેઠેલ વિરહની વાત કહેવાતી રહે, ને અંતે મિલન અવશ્ય હોય. વિરહના અવલંબન રૂપ હોય નાયિકા ને મુખ્ય નિરૂપણ હોય કરુણાવલંબી વિપ્રલંભનું. રચના નિરપવાદે સુગેય હોય, સરળ હોય, સમૂહમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઝીલી, નાચી-રમી ગાઈ શકાય તેવી હોય. દેશી બંધ, મોટે ભાગે દોહો, એને પાદપૂરક કે લટકણિયાં ને ધ્રુવપદથી સુગેય બનાવાય. ને એમ રચના સહેજે સ્મૃતિએ ચઢી જાય એવું રૂપ લે. એમાં બારેબાર માસની ઋતુગત વિશેષતાનાં સુંદર મજાનાં રેખાચિત્રો હોય. વર્ણનને અહીં અવકાશ નથી. રેખાંકિત નાનકડાં ઋતુચિત્રો હોય. પાત્ર એક જ હોય – નાયિકાનું. છેલ્લે વળી નાયક આવે, મિલન સધાય. એ કલા નેમિ-રાજુલ પર જ અનેક કૃતિ થાય ! પાત્રો લોકપ્રિય, લોકપ્રચલિત. મુખ્ય પાત્ર છે એક જઋતુપલટા કાવ્યમાં ગતિ પૂરે. અહીં છે સં. ૧૭૧દની આ કૃતિ. એ જ સંગ્રહમાં આની પહેલાંની અન્ય કવિઓની પાંચ કૃતિઓ છે સં.૧૨૮૯થી સં. ૧૭૧૫ વચ્ચેની. એટલેકે ઈસ્વીસનની તેરમી સદીથી સત્તરમી સુધીની પાંચ કૃતિઓ. એ પાંચેપાંચ શબ્દશઃ “બારમાસી' મહિના” છે. એક-એક માસને કમેક્રમે લઈને થયેલ રચના છે. આ કૃતિ પછીની બધી જ કૃતિઓ પણ આવી માસાનુસારી છે; આ એકમાત્ર ઋતુ અનુસારી. એ રીતે એની રચના અલગ તરી આવે છે. આને કારણે જ એ વધુ સઘન, સંકુલ. કંઈક દૃઢ બંધવાળી, ચોક્કસ વ્યવસ્થાવાળી બની છે. એ વ્યવસ્થા આવી છે : કુલ ચોવીસ કડીની રચના. આરંભે ને અંતે એકએક કડી ભૂમિકાની ને સમાપનની, વચમાં હેમન્તની ત્રણ (૨-૪), શિશિરની ત્રણ (પ-૭). વસન્તની પાંચ (૮–૧૨), ગ્રીષ્મની ત્રણ (૧૩–૧૫), વર્ષાની પાંચ (૧૬-૨૦) અને શરદની ત્રણ (૨૧-૨૩). તુક્રમ પણ આ છે : હેમન્તથી આરંભ અને શરદથી અંત. વસન્ત અને વર્ષો એ બે ઋતુઓનાં વર્ણનોને પ્રાધાન્ય અપાયું છે. વસ્તુ આ પ્રમાણે છે : નેમિનાથ. બાવીસમા તીર્થંકર. યાદવ કુળના. પિતા યાદવરાજા સમુદ્રવિજય ને માતા શિવાદેવી; કૃષ્ણના કુળનાં. મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે નેમિનો સંબંધ જાહેર થયો. લગ્ન લેવાયાં. જાનને જમણમાં અપાનાર આમિષ મેળવવા બાંધી રાખેલ વધ્ય પશુઓને જોતાં જ, થનાર હિંસાથી કમકમીને, વૈરાગ્ય ઊપજતાં, નેમિએ લગ્ન પડતાં મૂકી, ગિરિનાર પર જઈ તપ કર્યું ને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ કથા જનપ્રચલિત હોવાથી ત્યારના ભાવકના ચિત્તે હોય છે, તેથી અહીં એ mythની વીગતો કશી જ નથી કહેવાતી. પણ સીધું નિરૂપણ રાજિમતીના વિરહથી થાય છે. ને એ જ જાણે બને છે એનું તપ, કારણકે એથી તો જ્યારે ઘેરઘેર દીપ પ્રકાશતો હતો ત્યારે એનો તો, અંતે, થયો મુક્તિમહેલે વાસ : આસો-કાતિ રિતુ ભલી, મનમોહના નેમ ! ઘરિઘરિ દીપપ્રકાસ રે મનમોહના નેમ ! એવે વખતે, એ દિવાળીના દિવસોમાં જ રાજુલ-નેમિ મિલાવડો મનમોહના નેમ ! મુગતિ-મહેલકે વાસ રે મનમોહના નેમ ! Page #198 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ] ૧૮૫ ‘મિલન' માટે ‘મિલાવડો' અને ષષ્ઠીનો ‘કે' એ માત્ર રાજસ્થાની પ્રભાવ જ નહીં, ત્યારે સહજ હશે. મારુ-ગૂર્જરનો પ્રભાવ અને બોધક ધાર્મિક રચનાઓની એક સર્વમાન્ય પેટર્ન’ – તરાહ ઊભી થઈ હતી, તેનો પ્રભાવ. અંત જાણે એકાએક આવે છે; પણ આરંભેય એવો છે સત્વરે એકાએક થતો ઉઘાડ : ઊંચો ગઢ ગિરનાર હો મનમોહના નેમ ! છાયા રહે યદુરાય રે મનમોહના નેમ ! તરત જ સ્થળ ને એમાંની પાત્રગત પીઠિકા બંધાય છે ઃ ત્યાં યદુરાયની ‘છાયા’ (શોભા ને પ્રભાવ બન્ને અર્થમાં) છે. ત્યાં - સોલ વ૨સની કામની, મનમોહના નેમ ! ક્યું કરિ ધીરગ રાય રે મનમોહના નેમ ! ‘રાય’ રાજાવાચક ને ‘રાય' ‘રહે – રાખે' વાચક એ શ્લેષ, ‘છાયા’નો શ્લેષ કેટલી સહજ રીતે આવે છે ! ને મનમોહના નેમ’ સંબોધન જ રાજિમતીના ચિત્તનું નિર્દેશક છે. નામ પાડીને કહેવામાં આવે તેની પહેલાં જ જાણે રામિતીના ચિત્તનો વેદનાસભર સ્મરણનો પડઘો તો સંભળાતો થઈ ગયો છે ઃ મનમોહના નેમ !' એક તરફ ચિત્તે આ ચિત્તચોર છે ને બહાર હેમન્તનું ‘સીત’ ! એમાં જીવન વિન કયું જીવિયઇ ?.... જીવણ વિના જિવાય જ કેમ ? (‘જીવન'માં પાછો સહજ શ્લેષ !) આગળની પંક્તિમાં ‘હો’ કે કશું નહીં પણ પછીનીમાં તીવ્ર-ઉદ્ગારી રે’ એ ઠેકાપૂરક પંક્તિછોગલાં, તો પ્રત્યેક પંક્તિને અંતે “મનમોહક નેમ’નું રટણ રાજુના વિરહનું સૂચક ધ્રુવપદ બની જાય એવી રચના કાવ્યરસપોષક ને કાવ્યઘાટને દૃઢાવનારી થઈ ગઈ છે. એથી ગેયતાય આવી છે. પણ મોટી વાત તો સહજમાં એ સધાઈ ગઈ છે કે વિરહના ભાવને સૂચવતો એક સળંગ દોરો, એક સળંગ સૂત્ર જાણે, રાજુલના ચિત્તના રટણ રૂપે શ્લોકેશ્લોકે આરપાર નીકળી, એકસૂત્રે બધું બાંધે છે ! વિરહને દોરે બારે માસ જાણે પરોવાયાં છે : ‘નેમ’, ‘નેેમ’, ‘નેમ !’ એ રાજુલના ચિત્તનું રટણ જ ધ્રુવપદ ! દોહાના બંધને લઈને ‘હો’-રે’નાં લટકણિયાં અને સંબોધનાત્મક નેમરટણથી કાવ્ય આકારિત ને વહેતું રહ્યું-થયું છે ! જાણે પલપલ વરસ વિહાય રે !... પળપળ વરસની જેમ વીતે છે. ટાઢમાં, હેમન્તમાં ‘ન આવ્યો મનનો મીત', એણે મહેર ન કરી; તો, શિશિરમાં કળી કુમળાતી (કરમાતી) રહી ! આખી રાત જ્યાં વલવલાટમાં વીતે ત્યાં પ્રભાતો ― હીમ પડે પરભાત રે !... ત્યાં પાછો ફાગણ આવ્યો. ચોપાસ હર્ષ-ઉલ્લાસ છે : કોયલ મીઠે બોલડે... વન કુંપલ વિકસંત રે... Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ડ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જંગલ ફૂલે કેસુ, મનમોહના નેમ ! ફૂલી સબ વનરાય રે મનમોહના નેમ ! બાગ અંબવન મોરિયાં મનમોહના નેમ ! ગુંજત ભમર સુહાય રે મનમોહના નેમ ! ખલક, દેવો ને લોક સૌ પોતપોતાના રંગમાં મસ્ત છે ત્યારે અહીં જ નેમિને જોવનમાં જોગ' છે એમાં આવે છે ગ્રીષ્મ : જંગલ જલતાં દેખીઇ, મનમોહના નેમ ! કોણ બુઝાવનહાર રે મનમોહના નેમ ! બહુ સહજ રીતે “જંગલ’ એ જીવનનું ને ‘આગ' એ વિરહનું જાણે પ્રતીક બનીને નિવારણની શક્યતા ને અસહ્યતા સૂચવે છે. એ ઋતુમાં સૌને પાણી ગમે. નેમિનેય પ્યાસ છે પ્રિયદર્શનની. પંખી ઉતરે છાંહમેં. પણ અહીં નથી પાણી, નથી છાંયો ! કેવી સ્થિતિ છે રાજુલની ? સુંદર પંક્તિઓ છે : ઓછે જલમેં માછલી, મનમોહના નેમ ! તલપતિ ફિરે ઉદાસ રે, મનમોહના નેમ ! જળ સુકાતાં માછલી તરફડે છે. ત્યાં એકાએક ઋતુ પલટાઈ. પલટાતા કાળની ગતિને પણ કવિ પકડતા જાય છે : વાદળ અંબર છાઈ... મોર-મનાં આનંદ રે... પાવસ પ્રગટ્યા હે સખી !... અંગ લગિ જલબુંદ રે !” પપૈયો બોલે. અંગ ભીંજાય ચુંદડી ચૂવે, પણ અંગની આગ ન ઓલવાય ! બધુંય ઊભરાય ને ઇચ્છિતને મળે; અહીં જ એમ નહીં ! સરોવરને મળે નાળાં, સાગરને નદીઓ, તરુવરને વેલ. સરખેસરખાં સંગ કરે ત્યારે અહીં ? નદી જોવન ઊતર્યો. પાહુનડો દિન ચાર રે ! જુઓ. ઋતુની ગતિ-સ્થિતિ કેવી કલાત્મકતાથી પકડી ! નદી હવે ઠરી, યૌવન તો ચાર દિ'નું જ હોય. એ તો મહેમાન, ચાર દિ' જ રહે. એ ચાર દિવસીય રાજુલના નહીં !! શરદ આવે. ચાંદની ખીલે; ત્યારેય આને મૂરઝાવાનું ? ને છેલ્લે શરદમાં આસો-કારતક આવે. દીપોત્સવ આવે, ઘરઘર દીપ જલે ! અહીં પણ અંધારું શેનું ? એ તો ઋતુ જ ભલી છે ! દીપોત્સવની સાથે મુક્તિ જોડાઈ જાય એવું ઋતુક્રમનિરૂપણ આપોઆપ થયું છે. મુક્તિપ્રાપ્તિ પણ દીપ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ] ૧૮૭ આસો-કાતિ રિતુ ભલી, મનમોહના તેમ ! ઘરિઘરિ દીપપ્રકાશ રે મનમોહના નેમ ! રાજુ-નેમિ મિલાવડો, મનમોહના નેમ ! મુગતિમહેલકે વાસ રે, મનમોહના નેમ ! છેલ્લી સમાપનની કડીમાં રચનાસાલનો નિર્દેશ છે. કાવ્ય સુશ્લિષ્ટ બંધવાળું સુરેખ છે. ભાષા ગુજરાતી-રાજસ્થાની-હિન્દી-મિશ્રિત છતાં ગતિભરી ને ચિત્રાંકનક્ષમતાવાળી છે, સહજ-સરળ-સુગેય છે. વસ્તુ, અલંકારો, પ્રતીકો, ભાવનિરૂપણ, ઢાળ કે બંધ વગેરે બધું જ પરંપરાનુસારનું છે છતાં રચના અતીવ રમણીય છે. પરંપરાને એ રીતે કળાથી પ્રયોજી છે. શરદમાં આવતા પરિવર્તનને, ચિત્તનો હંસ પ્રિયના ગુણને મોતીની માફક ગોતીગોતીને એ ૫૨ જીવે છે એ ભાવથી એમણે કેવું કમનીય બનાવ્યું છે ! આવડીક નાનકીક રચનામાં બીજી કઈ રીતે આ વાત મુકાત ? લાગે છે કે આ જ બરાબર છે ઃ નેરે ગુણ મોતી ભરે... ચૂન ચૂન જીવે હંસ રે !... અહીં સીધો બોધ ક્યાંય નથી ! મુક્તિમહેલમાં પ્રિયના ગુણને પરખનારી રાજુલ નેમને મળે છે એવું કથન છે. એકાએક ત્યાં પડદો પડી જાય છે. પરિણામે કાવ્યમાંથી તો મહદંશે રાજુલની તડપનનું ચિત્ર જ ઊપસે છે. કાવ્ય ભલે ધર્મબોધનું હોય, પ્રેમબોધક જ બની રહે છે. બારમાસીની માફક ચોવીસી પણ સંખ્યાવાચક સ્વરૂપ સૂચવે; પણ અહીં પ્રત્યેક તીર્થંકરની એકએક અલગ સ્તુતિ હોવાથી, ને બધી સ્તુતિઓને પરોવતું કોઈ એક સળંગ ભાવસૂત્ર ન હોવાથી આને એક કૃતિ નહીં કહી શકાય. એ મળે છે પણ બે રૂપે ! પ્રાચીન સાહિત્ય-ઉદ્ધાર ગ્રન્થાવલિ’ (‘૧૧૫૧ સ્તવનમંજૂષા')માં અલગઅલગ રચના રૂપે, તો, સવાઈભાઈ રાયચંદના ‘ચોવીસી વીસી સંગ્રહ'માં એક સળંગ કૃતિ રૂપે. હકીકતે ચોવીશે ચોવીશ તીર્થંકરને એક પછી એક પ્રાગટ્યક્રમે લઈને ચોવીસેય પર ચોવીસ ગીતો કરેલાં છે એટલે આ ‘ચોવીશી’ તીર્થંકરની સંખ્યાના ખ્યાલે ને કાળક્રમિક ગોઠવણીને કારણે ભલે એક ચોવીસી' કહેવાય, બીજી કોઈ રીતે સુશંખલિત એક રચના બનતી નથી. હા, સ્તુતિમાં ગુણગાન કે પ્રશસ્તિ હોય, શરણાગત કે પ્રણિપાત હોય, પ્રાર્થના કે ક્યારેક કોઈક મોટે ભાગે ભલે ભક્તિ કે મહેરની પણ છેવટે કોઈક માગણી હોય, ક્યારેક જગતની નિઃસારતા કે માયાપણાના વ્યાપક પરંપરામાન્ય ચિન્તન કે વિચાર હોય, ક્યારેક બોધ હોય. આ પાંચ – પ્રશસ્તિ, શરણગ્રહણ, માગણી, ચિન્તન અને બોધ – આમાં પણ છે. કેટલાંક પદોમાં એકનું તો કેટલાંકમાં બીજાનું પ્રાધાન્ય છે. અધ્યાત્મની મસ્તીના ઉદ્રેકનું આનંદ છલકતું, અધ્યાત્મની અંતિમ અનુભૂતિના મર્મને વહતું પદ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એકેય નથી; ન હોય તે સ્વાભાવિક છે – અહીં અભિગમ જ સ્તુતિનો છે. જેમાં ગુણગાન ન હોય એવાં પદો અપવાદરૂપ ! ઋષભની “મૂરતી નવલ સુહાની રે !', અજિતનાથ બદન સલૂણો સજની, નયન રસીલે !', સંભવનાથ “તું તો ત્રિભુવન સાખીયો રે !...', ચન્દ્રપ્રભુ ‘બિંબમનોહર વિમળકળાનિકો, શીતલવાન સૂર', અનન્ત ત્રિભુવનનાથ.” “નિકલંક સરૂપ' – એમ પ્રત્યેક ગીતમાં પ્રશસ્તિ વત્તી-ઓછી માત્રામાં આવે; પણ કેવળ સ્તુતિ-પ્રશસ્તિનાં જ હોય એવાં તો પાંચ પદો છે : અજિત, સંભવનાથ, ચન્દ્ર પ્રભુ, વિમલ, મલ્લિનાથજિન વિશે. એમાં રૂપપ્રશસ્તિ છે. આ પાંચમાંય મનોહર રૂપાંકનથી જુદું પડી જાય છે “શ્રી વિમલજિનસ્તુતિ’: વિમલકમલદલ આંખડી, જી, મનોહર રાતડી રેહ, પૂતલડી મધ રમિ તારિકા જી, શામલી હસિત સનેહ. વાંકડી ભમુહ અણીયાલડી જી, પાતલડી પાંપણિયંત. મરકલડે અમૃત વરસતી જી, સહિત સોહામણિ સંત !... આંખનું વર્ણન આકર્ષક છે. આંતરયામક, અંત્યાનુપ્રાસ, રૂપકો, સમાસ વગેરેથી પ્રભુચિત્ર સુરેખ ને ચાક્ષુસ બને છે. કેટલાંક સ્તવનોમાં સીધી માગણી છે, પ્રાર્થના છે : સાર કરો પ્રભુ માહરી રે ! લક્ષ ચઉરાશી જીવના રે, જીવન બિરૂદ સંભાળ રે ! ('અભિનંદન.') અલવે વિસારે રખે ! (‘સુપાશ્વ...') કર્મબંધનમાંથી છોડાવો. મારા મનમાં તમે રહો. ભવની ભ્રાંતિ ભાંગો. ભવપીડા હરો – એવુંએવું પ્રભુ આગળ મંગાયું છે. “શ્રી અરનાથજિન ગીત'માં બાલક ભાવે ઈશ્વરની આકરી અને એ દ્વારા મોટા અવસર – મુક્તિના અવસરની માગણી કરી છે ? મોટે પ્રભુકી ચાકરી રે લાલ. મોટે અવસર કાજ; માગત બાલક બાઉરો રે લાલ, દીજે અવિચલ રાજ. લાગત કોમલ મીઠો રે લાલ, કાચે વચન અમોલ; માતા તન મન ઉદ્ધસે રે લાલ, સુનિ બાલકકે બોલ. જોકે સંસારના પિંજરમાં જકડાયેલ પંખીને ઉદ્દેશીને જે મગાય છે તે જાણે આત્મોક્તિ છે : ઇત-ઉત ચંચ ન લાઈયે રે, રહીયેં સહજ સુભાય રે ! વળી ચિત્તની ચંચળતા જાય ને ચિત્ત પ્રભુમાં જ લીન રહે એવું મગાય છે ? Page #202 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા D ૧૮૯ ખિણ ઘોડે ખિણ હાથીએ રે એ ચિત ચંચલ હેત, ચુપ વિના ચાહે ઘણું, મન ખિણ રાતું ખિણ સ્વેત રે ! ચિત્તની ચંચળતાનું આ ચિત્ર મોહક છે. આ ગીતોની બોધ-ચિન્તનની પ્રવરતાને કારણે જુદાં પડી જાય છે ચાર : “શ્રી સુમતિજિનનું, “શ્રી વાસુપૂજિનનું, “શ્રી નેમિનાથ જિન’નું અને રૂપકાત્મક “શ્રી શ્રેયાંસજિન’નું પદ, બોધ મધ્યકાળાનુરૂપ છે. કદાચ, જેને આપણે બોધ કહીએ છીએ તે સાધુને મન સહજ સ્વાભાવિક અને ઈષ્ટ ગુણસ્મરણ હોય. સુમતિ સદા દિલ મેં ધરો, ઠંડો કુમતિ કુસંગ; સાચે સાહિબ શું મિલો, રાખો અવિહડ રંગ. (સુ. જિન) હાં રે સખી સાચ વિના કિમ પાઈએ ? સાચે સાહિબ શું પ્રીતિ રે ? સખી ઝૂઠેકું સાચા કિઉં મિલે? ઝૂઠેકી ક્યા પરતીતિ રે ? (વા. જિન) યૌવન પાહુના જાત ન લાગત પાર. (ને. જિન) સંસારરૂપી શહેરને ચાર દરવાજા, ચોરાશી લાખ ઘર ને ઘરઘર મેં નાટિક બને, મોહનચાવનહાર, વેસ બને કેઈ ભાત કે દેખત દેખનહાર. ચઉદરાજકે ચકિમેં. નાટિક વિવિધ પ્રકાર, ભમરી દેઈ કરત. તથ્થઈ, ફિરિફિરિ એ અધિકાર. નાચતા નાચ અનાદિકો, હું હાર્યો નિરધાર, શ્રીશ્રેયાંસ કૃપા કરો આનંદકે આધાર. (.જિન) અહીં પટાંતરે નાટક-ભવાઈ જેવા લોકનાટ્યના ઉલ્લેખો નોંધપાત્ર છે આજને માટે. "તથેઈ જેમાં આવે એવું પાત્રો ભમરી લેતાં જતાં હોય એવું નાટક ! અહીં તો રૂપક છે. આ જગત આવું નાટક છે, શેફસ્પીઅર યાદ આવે ને ? છેલ્લી પંક્તિમાં “આણંદ | આનંદ આનંદવરધન – એમ “નામાચરણ હોય છે. પ્રત્યેક ગીત ત્યારના દેશી ઢાળમાં છે ને ગીતને આરંભે પ્રત્યેક ઢાળનો ત્યારના કોઈ પ્રચલિત, ગીતની પ્રથમ પંક્તિથી નિર્દેશ છે. અહીં ઢાળનું સારું વૈવિધ્ય છે, ગીત બધાંય સુગેય છે. છેલ્લે ચોવીસીકર્તાનો સહેજ વીગતે પરિચય છે. (આ એક જ કડી ચોવીસેય ગીતને બાંધનાર બને છે, જોકે એથી ગીત બંધાતાં નથી !). આદિકુલગિરિચંદ્રમા, સંવત ખરતર વાણ ચઉવીશે જિન વીનવ્યા, આતમહિત મન આણ ! જિનવર્ધમાન મયા કરો ચઉવીશમા જિનરાય, મહિમાસાગર વીનતી આણંદવર્ધન ગુણ ગાય. એમ ચોવીશી પૂરી થાય છે. જેવો કાવ્યગુણ સઘન એકત્રિત રૂપે બારમાસામાં વહે છે તેવો અહીં નથી. છતાં ભક્તિઉદ્રેક સાચો હોવાની પ્રતીતિ આમાંનાં કેટલાંય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯o D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પદમાં, સાચા અનુરણનથી, થાય છે. એ પદો કાવ્યગુણે સુંદર કૃતિઓ રૂપે દીપે છે. દા.ત. સુવિધિજિન ગીત ઃ આખુંયે સરસ છે – છેલ્લે છે? મોરે મનડે હે સખી એક સનેહ કે, રાતદિવસ રમતો રહું, કહે આણંદ હે સખી ભગત પ્રમાણ કે, ભાવે તિમ કોઈ કહું. મનના ઊભરાતા સ્નેહની આ સરળ ભજનવાણી છે. ત્રીજી કૃતિ છે “અરણિકમુનિની સઝાય. (એ શ્રી નગીનદાસ કેવળદાસ શાહ, પાટડીવાળા સંપાદિત “સઝાયદિ સંગ્રહ ભા.૧'માં ક્રમાંક ૧૧૦થી ૧૧૭, પૃ.૧૦૭ પર મળે છે.) એ એક સળંગ, આઠ ઢાળ અને ૯૨ કડીઓવાળી, આખ્યાનાત્મક રચના છે. નાનકડું જૈન કથાપરંપરાનું આખ્યાન. કથાશો કડવાંને બદલે ઢાળમાં વિભક્ત થયા છે. ઢાળને આરંભે ‘દોહો' છે, બીજી ઢાળથી જે આરંભનો દોહો આવે છે તે આગળપાછળની ઢાળોને સાંધતી કડીનું કામ કરે છે. બારમાસામાં કવિનું પ્રકૃતિનિરૂપણ અને પાત્રચિત્રણશક્તિ જોયાં. એમાં અનાયાસ કલાઘાટ બંધાય છે. સ્તવનોમાં ભક્તિનિરૂપણ જોયું. અહીં કથા આલેખન જોઈને પણ પ્રસન્ન થવાય છે. પ્રેમાનંદઢબના આખ્યાનોથી જરા જુદી, રાસ-ચરિતાદિ નામે ઓળખાતાં. સમાન્તર વહેતાં આવાં જૈનાખ્યાનોની પરંપરાને સળંગ તપાસવા જેવી, છે. અહીં પ્રત્યેક “ઢાળીને ક્રમાનુસાર લઈને કૃતિપરિચય કરાવ્યો છે. સરસ્વતીને જરાક પંત્યાધથી વંદીને કવિ તરત કથા આરંભી દે છે ? તંગિયાનગરી, મહીં જિતશત્રુ નામે મજાનો રાજા, ત્યાં એક વ્યવહારિયો નામે દત્ત અને પિયુનું રાતી રંગ’ એવી એની પત્ની દત્તા. એમને બત્રીસલક્ષણો સુંદર પુત્ર અહંત્રક. એમાં એકવાર ત્યાં આવી ચડેલ એક સૂરીશનાં વચનો સાંભળીને દત્તનું મન વૈરાગ્યથી ભીનું થયું. પત્નીને વાત કરી. તો એ કહે, “પિયુ પાખે કોણ માહરે રે, સુખદુખ કેરો જાણ ?” તેથી બાળક સુત સાથે કરી રે, લીધો સંયમભાર..' ત્યારે નાનકડો અહંન્નક પણ ઋષિરાય બન્યો. પિતા ગોચરીએ જાય ને પોતે રાહ જોતો બેઠો રહે. પિતા આવે. વૈયાવચ્ચ કરે તાતજી રે, મોહ ન જીત્યો જાય. આમ દત્તે સાધુજીવન ગાળ્યું. દેહ પડ્યો. બાળક નિરાધાર બન્યો. રડતા બાળકનું ચિત્ર હૂબહૂ છે : અહંન્નક છાનો રડે, હાથ થકી મુખ ભીડ, પણ જે નયણાં નીંગળે, તેહ જણાવે પીડ. પણ રડ્યું ને ચિન્તા કર્યે શું વળે ? હવે તો ખરે બપોરે ગોચરીએ પણ જવા લાગ્યો : Page #204 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા મે ૧૯૧ ખરે બપોરે ગોચરી રે લાલ, નગર તણા પંથ દૂર હો તાતજી ! તડતડતા તડકા પડે રે લાલ, સ્વેદ તણા વહે પૂર હો તાતજી ! ઢાળનું ધ્રુવપદ છે હો તાતજી' ! પિતા વિહોણા બાળકના મનનો સહજાર ને તડકા કેવા લાગ્યા ? તડતડતા ! શ્વાસ ભરાણો સાધુજી રે લાલ, ધગધગ ધગતે પાય રે હો તાતજી ! - તડકે તન રાતું થયું રે લાલ, જોવન સોવન કાય રે હો તાતજી એકમાં પંકૃત્યન્ત રે લાલ' ને બીજીમાં રે હો તાતજી' એમાં કવિનો હંગત ભક્તિભાવ પણ ઢળ્યો છે તે સૂચવાય છે. પ્રાસો અનાયાસ સધાતા આવે છે. એ ચિત્રને સુરેખ ભાવાનુપ્રાણિત કરે છે : “ધગધગતે પાય” અને “જોવન સોવન કાય'. હવે બાળક મોટો થયો છે. ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલી છે. પણ એ પાછું વાળીને જોતો સુધ્ધાં નથી. એમાં એક વાર થાક્યો. એક આવાસ નીચે જરા થાક ખાવા બેઠો. એને ત્યાં ગોખે બેઠેલ સુંદરીએ જોયો : તિણ અવસર તેણે ગોખમેં બેઠી દીઠી નાર; તરુણી-તન-મન ઉલ્લલ્લું, નયણે ઝળક્યું વારિ. તરુણને જોતાં જ એ વિરહિણી એકાકિનીનું મન ચળ્યું. કવિ પુલિંગી પ્રયોગ કરે છે : “મન ચળ્યો'. “મુનિવર દેખી મન ચળ્યો’ એ આ ઢાળની ધ્રુવપંક્તિ છે. એ એકલી છે, વૈભવી છે. સ્વેચ્છાચારી છે. વળી આઠ ગણો નથી કહ્યો નારી-વિષયવિકારો રે; લાજ ચઉગુણી ચિત્ત ધરે, સાહસનો ભંડારો રે. આ વ્યાપકોક્તિને કવિ દૃષ્ટાન્તોથી અનુમોદન આપે છે. આ તરુણીએ પણ સખીને મોકલીને ઋષિરાયને તેડાવ્યો. પગે લાગી. પૂછ્યું : શું માગો સ્વામી તમે? કવણ તુમારો દેશો રે ? રૂપવંત રળિયામણા, દીસો જોબનવશો રે ! આ કહે: ‘હું તો સાધુ. દેશવિદેશ વિચરું મનથી પ્રભુમાં અનુરક્ત રહીને. મને તો માત્ર ભિક્ષા ખપે.” એ તો ઘરમાં જઈને કેસરમિશ્રિત મોદક લઈ આવી. વહોરાવતાં-વહોરાવતાં કહે : હે ગુણવંતા સાધુજી, ભમવું ઘરઘરબારો રે, દિક્ષા દુષ્કર પાળવી, વિસમો તુમ આચારો રે ! અહીં મહાલય છે, હિંડોળાખાટ છે, ફૂલોની મહેક છે, સરખે-સરખી જોડ આપણી છે; મોતીનાં ઝૂમખાં, રૂપેણી રોળ, લાખેણા ઓરડા, રત્નજડ્યા પડસાળ – આ વૈભવ આખો તમારો. આવો.” ને મુનિવર ચળ્યા. મુનિવર ચઢિયા માળીયે, ચાલી ગયા અણગાર, ભામીની શું ભીનો રહે, વિરૂઓ વિષયવિકાર. એનુંયે સરસ ચિત્ર આપે છે : Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ક્ષણ ચૌબારે માળીયે, ક્ષણ હિંડોળાખાટ; ક્ષણ લાખીણે ઓરડે, પૂરે મનની આટ. ક્ષણ ચાખડીયે ચાલતો, ઠમકે ઠવતો પાય; મુખ મરકલડાં મેલતો, માનિની મોહ ઉપાય. બસ, આમ ખેલે ફૂલતળાઈએ, મેલી સરવે રીત. કવિ સરળ ભાષામાં, તળપદી વાણીમાં, કથાદોર સાથે વાચકો શ્રોતાનું ચિત્ત જોડાયેલું જ રહે એવી સરળ પ્રવાહી રીતે વાત કર્યે જાય છે. એમની ભાષા હિંદીના મિશ્રણથી જેમ જુદી વરતાઈ આવે છે તેમ આ તળપદો વૈભવ પણ નોંધવો પડે ! – સાધુતા વિસરી ગયો ! અહીંથી કથા જરા પાછલા પ્રસંગનું ચિત્ર આપે છે. સાધુ એના સાથીથી જુદો પડેલો. ગોચરીએ બે સાથે નીકળેલા. ત્યારે, આ સાથીએ પાછળ જોયું તો એ ન મળે ! ખ્યાલ આવી ગયો. નક્કી નારીએ ભોળવ્યો. નારી નયણે ભોળવ્યા, ભૂલા પડ્યા અપેહ, હરિહર-બ્રહ્મા સારિખા, હજી ય ન લાધ્યા તેહ. વાંક પોતાનો લાગ્યો. પોતે ધ્યાન ન આપ્યું ! વિલપવા લાગ્યો. આચાર્ય આગળ આવીને કહે : માહરો અત્રક કિણે દીઠો નહિ રે ! માતાએ સાંભળ્યું. એ ય વિલપવા લાગી. (‘મારું માણેકડું...' જેવું જ સુંદર વિલપન !) ગામેગામ ગોતે નીકળીને ઘેરઘેર પૂછે : ઘરઘર પૂછે વિલખાણી થઈ રે : “દીઠો કોઈ નાનડિયો વેશ રે ? ખાંધે તર લાખાણી લોબડી રે. મુનિવર રૂપ તણો સન્નિવેશ રે શેરીએ-શેરીએ ફરીફરીને. ઘેરઘેર રીહેરીને માળિયે-માળિયે ઘેરઘેરી પૂછે નાર રે ! પાછું ચિત્ત ફરે છે. અહંત્રક રમણીરંગે મસ્ત છે. ઝરૂખે બેસીને પાસે રમે છે ત્યાં – રડતી પડતી સાધવી રે માતા દીઠી તામ રે ! બે જ શબ્દો એક કરુણઘેરું સજીવ ચિત્ર ખડું કરે છે બરડતી પડતી.” ને પશ્ચાત્તાપનો પાર ન રહ્યો : ગુરુ છોડી ગોખે રમું રે. માતા ટળવળે આમ રે ! ‘ગુરુ' અને “ગોખ'માં “ગ'નો પ્રાસ અને પરિસ્થિતિભેદ બન્ને સાથે વીંધાયા ! આખીયે આ ઢાળ એના પશ્ચાત્તાપની છે. આત્મોપદેશની છે. જાગેલો પોતાની જાતને જ પહેલો ચેતવે : આ મંદિર-માળિયાં કોનાં ? આ રમણીરંગ કોનો ? કેટલા દા'ડાના ? ચાર દિવસના જ ને ? તનધનજોબનનો આ અહંકાર !? ખંખેરો : Page #206 -------------------------------------------------------------------------- ________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા D ૧૯૩ રાવણ સરીખા રાજવી રે, લંકા સરખો કોટ રે, રૂઠે કમેં રોળવ્યો રે રામચન્દ્રજીકી ચોટ રે ! જે મૂછે વળ ઘાલતા રે, કરતા મોડામોડ રે, તેહ મસાણે સંચય ૨. કાજ અધૂરા છોડ રે. આત્મભાન જાગતાં જ – અહંન્નક ઊઠી ગયો, ખેલ અધૂરો છોડ. માની માફી માગી. માને તો પુત્ર જાગ્યો એથી જાણે દૂધ વૂક્યા મેહ રે !” નંદન ! શું કીધું તેં એહ ? તું શું બોલ્યો ! વાહ! હૈયું ઠર્યું. ઉપદેશ આપવા માંડીઃ સૌ પોતપોતના સ્વાર્થે રાચ: સ્વાર્થ પૂરો થતાં વહેતાં મૂકે. સાથ ન આવે સુંદરી, સાથ ન આવે આથ, ઊઠી જાવું એકલું રે, ઠાલા લેઈ બે હાથ રે. મન પાછું વૈરાગે વળ્યું હતું ને માનો ઉપદેશ મળ્યો. એટલે સંવેગી-શિર-સેહરો. વૈરાગ્યે મન વાળી, છોડી મંદિર નવલખાં, ઊઠી ચાલ્યો તત્કાળી. ગુરને ભેટ્યો. દીક્ષાશિક્ષા ગ્રહી. ગુરુએ શિખામણ આપી, વૈરાગ્ય બોધ્યો. ગ્રહ્યો. છેવટે અનશન લઈને મુક્તિ પામ્યો. ને છેલ્લી બે જ કડીઓ સમાપનની છે ? જિન તણી શીખ સોહામણી રે, કરે કુળઅવસ, ' તે લહે લીલા આણંદ શું જેમ વિલસે રે ગંગાજળ હંસ. સંવત સત્તર ચિમોત્તરે વડ ખરતરગચ્છ વાસ, ગણિ મહિમાસાગર હિત વડે આણંદે કહ્યો રાસવિલાસ રે ! એ બે કડીઓને બાદ કરો તો કથા નિબંધ સતત સ્વચ્છ કલકલતા ઝરણાની જેમ વહી છે. ખૂબ ગમે એવી કૃતિ છે. - આ સિવાય પણ છૂટક સ્તવન-છંદાદિ છે. એમાં પણ કવિગુણે કાવ્યાસ્વાદ – ધર્મબોધની સાથોસાથ – મળે છે. સંસારની જાળમાં ફસાયેલા જીવનું એક ચિત્ર “શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ' નામે નવ કડીની રચનામાં છે. રૂપકચિત્ર જુઓ : એ તો ભમરલો કેસૂડા ભ્રાન્તિ ધાયો. જઈ શુક તણી ચંચુ માંહે ભરાયો, શુકે જાંબુ જાણી ગલે દુઃખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો ! ભમરે પોપટની રાતી ચાંચને કેસૂડો માન્યો, તો પોપટે ભમરાને જાંબું માન્યું ! બન્ને ફસાયા ! પણ વાંચનાર ફસાતો નથી ! એને બોધને મિષે પણ આમ કાવ્યરસ મળે છે ! આવા કવિઓ સ્વતંત્ર અભ્યાસને પાત્ર. Page #207 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય મોહનલાલ દલીચંદ દેશાઈ - - - - * આનંદઘનકો આનંદ, સુજશ હી ગાવત, રાહત આનંદ સુમતિ સંગ. * સુમતિ સખિકે સંગ નિતનિત દોરત, કબહુ ન હોતહી દૂર, જશવિજય કહે સુનો હો આનંદઘન !, હમ તુમ મિલે હજૂર. – યશોવિજયની ‘આનંદઘન અષ્ટપદી' પદ ૧ ને ૨. બંને હતા સંસારથી વિરક્ત સાધુઓ – એક ફક્કડ – ‘અવધૂ' – અવધૂત એટલે મસ્ત, આત્મલક્ષી, આત્માની ધૂનવાળા. અથવા આત્મધૂત એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ સંયમી, ત્યાગી, ઉગ્ર આત્મલક્ષી અધ્યાત્મી “મમ્' (mystic), જ્યારે બીજી મહાન તાર્કિક – ‘ન્યાયવિશરદ’ અને ‘ન્યાયાચાર્ય એ પદોથી વિભૂષિત પંડિત. બંને હતા કવિઓ. એક તીવ્ર સિદ્ધાંતબોધ, ઊંડી માર્મિક શસ્ત્રષ્ટિ અને અનુભવયોગથી ભરેલાં જિનસ્તવનો તથા ભક્તિ-વૈરાગ્યપ્રેરિત રહસપૂર્ણ ગીતો-પદોમાં પોતાના અંતરનિગૂઢ ભાવોને (mysticismને) “વેદ ન જાનું કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા. તકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિ-જંદા' (પદ ૨૬મું) એમ નમ્રપણે કહેતા-જાણતા છતાં પ્રેરણામય ઉલ્લાસથી ભરેલી સમર્થ ભાવવાહી વાણીમાં લોકભાષા દ્વારા વ્યક્ત કરનાર અધ્યાત્મી કવિ, અને બીજા ન્યાય, અધ્યાત્મ, યોગ, કથા આદિ વિષયોને સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષા દ્વારા પદ્યમાં ગૂંથનાર તથા “વાણી વાચક જશ તણી, કોઈ નયે ન અધૂરી રે' (શ્રીપાલ રાસ, ૪–૧રની છેલ્લી પંક્તિ) એવો હિંમતથી દાવો કરતા વિદ્વાન કવિ. બંનેના નિંદક છિદ્રાન્વેષી અને વગોવનારા તેમના સમયમાં અનેક હતા – બન્નેને યથાસ્થિત પ્રીછનારા પરીખ' ભાગ્યે જ હતા. સંતજનોની દશા તેમના સમયમાં પ્રાયઃ એવી હોય છે, છતાં તેઓ તો ‘આત્મજ્ઞાની, સમદર્શી ને વિચરે ઉદયપ્રયોગ’ એ પ્રમાણે રહી પોતાની અપૂર્વ વાણી' કર્થે જાય છે. આ બંને મહાપુરુષોનું સુખદ મિલન થયેલું, પરિણામે જે નય પંડિત અને પ્રતિભાશાળી વિદ્વાન અધ્યાત્મરસિક હતા તે વધુ આત્મસ્થિત અધ્યાત્મી બન્યા. આનંદઘન એ તખલ્લુસ છે. તેમનું મૂળ નામ લાભાનંદ હતું. એનું પ્રમાણ જ્ઞાનવિમલસૂરિએ એમનાં બાવીસ સ્તવનોનો બાલાવબોધ કર્યો તેમાં તે સ્તવનો લાભાનંદજીત’ છે તે સ્પષ્ટ જણાવ્યું છે. અને દેવચંદ્રજીના વિચારરત્નસાર'માં પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન’ એ આનંદઘનના “ધર્મનાથ જિન સ્તવનનું ચરણ ટાંકી એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે એમ તે ગ્રંથમાં છે. વિશેષમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ અઘ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય ] ૧૯૫ એક જ સ્થળે પોતાના બાવનમા પદમાં ‘નામ આનંદઘન લાભ આનંદઘન' એ પરથી ખુદ પોતે સૂચિત કર્યું છે. તેમનાં ગામ, માતાપિતા, જ્ઞાતિ, ગચ્છ વગેરેનાં નામ તેમજ જન્મ-દીક્ષાઅવસાન આદિના નિશ્ચિત સંવત મળતા નથી તેમ પોતાની કૃતિની રચનાના સંવત પણ પોતે આપેલ નથી એટલે બને તેટલું બીજાં સાધનથી શોધવાનું રહ્યું. તેમનાં સ્તવનોમાં જે દેશીઓ વાપરી છે તે પરથી કંઈક કાનિર્ણય અનુમનાય : દા.ત. બીજા જિનસ્તવનની અને આઠમા સ્તવનની દેશીઓ ‘કર્મપરીક્ષા-ક૨ણ કુમર ચલ્યો રે’ ને ‘કુમરી રોવે આક્રંદ કરે મને કોઈ મુકાવે' એ સં.૧૬૭૨માં (ખ.) સમયસુન્દરે મેડતામાં રચેલી ‘પ્રિયમેલક ચોપઈ’ની ત્રીજી અને બીજી ઢાલ છે; છઠ્ઠા સ્તવનની ‘ચાંદલીયા સંદેશો કહે માહરા કેતને રે' એ તે (ખ.) સમયસુન્દરના સં.૧૬૭૩માં મેડતામાં જ રચેલા ‘નલદવદંતીના રાસ'ના ખંડ ૩ની ચોથી ઢાલ છે; ચોથા ને આઠમા સ્તવનની ‘આજ નિહેજો રે દીસે નાહલો' ને “ઇમ ધન્નો ધણને પરચાવે' એ અનુક્રમે (ખ.) જિનરાજસૂરિના સં.૧૬૭૮માં રચેલા ‘શાલિભદ્ર રાસ'ની ૧૧મી અને ૨૧મી ઢાલ છે; ચૌદમા અને બારમા સ્તવનની વિમલકુલ-કમલના હંસ તું’ અને ‘તુંગિયા ગિરિ શિરવરિ સોહઇ' એ અનુક્રમે (ત.) સકલચંદ્રકૃત ‘બાર ભાવના”માં પહેલી ‘ભાવનાની સઝાય’ની, તથા ‘બલદેવ સઝાય'ની છે (સં.૧૬૪૦ આસપાસ) અને ‘ગુણહ વિશાલા મંગલિકમાલા' એ દશમા સ્તવનની દેશી તે (ત.) પ્રીતિવિમલના ‘ગોડી પાર્શ્વનાથ સ્તવન'ની (સં.૧૬૭૧ આસપાસ) છે. આ પરથી એ સ્તવનો સં.૧૬૭૮ પછી યા તે આસપાસ રચાયાં છે. યશોવિજય કે જેમની દીક્ષા સં.૧૯૮૮માં ને સ્વર્ગવાસ સં.૧૭૪૩માં થયેલો નિશ્ચિત છે, તેમનું મિલન આનંદઘનજી સાથે અવશ્ય થયું હતું. તે યશોવિજયે સં.૧૬૯૯માં કાશી પ્રત્યે વિદ્યા અર્થે વિહાર કરી ત્યાં ત્રણ અને આગ્રે જઈ ત્યાં અભ્યાસાર્થે ચાર વર્ષ ગાળી ગુજરાત પ્રત્યે વિહાર કરતાં અમદાવાદ સં.૧૭૧૮ લગભગ આવ્યા૧ તે દરમ્યાન થયું હોય એમ અનુમાન થાય છે. તેઓશ્રી સં.૧૬૫૦થી સં.૧૯૧૦ સુધી વિદ્યમાન અવશ્ય હશે. એમ કહેવાય છે કે તેમણે ૨૪ જિન પૈકી ૨૨ જિનનાં સ્તવનો રચ્યાં, અને ૨૨ સ્તવન પર ખુદ યશોવિજયે, સં.૧૭૬૯માં જ્ઞાનવિમલસૂરિએ અને જ્ઞાનસારે સં.૧૮૬૬માં બાલાવબોધ રચ્યા છે. યશોવિજયકૃત બાલાવબોધનો તેમની કરેલી કૃતિઓની એક પત્ર ૫૨ મળેલી ટીપમાં ઉલ્લેખ છે, પણ તે ઉપલબ્ધ નથી. જ્ઞાનવિમલે અને જ્ઞાનસારે ખૂટતાં છેલ્લાં બે સ્તવન પોતે રચી ઉમેરી તેનો બાલાવબોધ પણ પોતે ઉમેરેલ છે. જ્ઞાનવિમલે એમ જણાવ્યું : ‘શ્રી લાભાનંદજીકૃત સ્તવન એતલા ૨૨ દિસે છે. યદ્યપિ (બીજા) હસ્ય તોહી આપણે હાથે નથી આવ્યા’ ને તેમનો બાલાવબોધ સામાન્ય છે. જ્ઞાનસાર પોતે અધ્યાત્મી હતા તેથી તેમણે ૨ચેલો બાલાવબોધ મૂલ નિગૂઢ આશયને સ્પર્શે છે, છતાં પોતે યથાર્થ સ્થિતિ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯s | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સમજાવે છે કે : આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસાર જિમ, કહૈ ઉદધિ-વિસ્તાર, તેમ મનોરથ મુઝ મને, પિણ બુધિ વિણ કિમ થાય, ગુરકિરપાથી ગહન નગ, પંગુર પાર લંઘાય. કત-આશય અતિ કઠિન, કેમેહી ન લખાય, પિણ જેહવી મુઝ ધારણા, અરથ તેહવો થાય, ઈક ગતિ મતિ આદર્શની, જેહવી મતિ મુખ હોય. તેહવા મતિ-આદર્શમાં, આનન-અર્થઉ જોય. કિહ મારી મતિ કિહ અરથ. અંતર દિન નિ હોય. આશય દિન તે અતિ ઉજલ, મતિ અમાવાસ મોહિ, બાલક બાંહ પસાર જિમ, કહિ હૈ નભ- વિસ્તાર, જ્ઞાનસાર તિમહિ લિગો, અર્થ વિચાર વિચાર. પિણ આતમ-અનુભવ વિના, આનંદઘન પદ-અર્થ, કરવો તે ગતિ આંખને, જેહવા અંજન વ્યર્થ. બાવીસી'ના અર્થ પૂરા કરી વળી જ્ઞાનસાર કહે છે કે : મુઝ પદ આનંદઘન પદે, પદ ન અર્થ આમેજ, તારિનમેં કબહુ ન હુવે, ચંદ્રકિરણ સો તેજ, પિણ બાવીસે જિન નકી, તવના કરી બાવીસ, આગે તવના ના કરી, આનંદઘન કવિ-ઈશ. પૈ આશય કવિકો કઠિનઅતિ ગંભીર ઉદાર, વજ ઉદધિ આકાશ પર, ઉપમેયોપમ ધાર, પર (પખ) વિન ઉડન કઠિન, તિરન વિન તેરુ જલરાશિ, તેમેં બુદ્ધિ વિના અરથકરણે મહા પ્રયાસ. ઈં ઉમંગ અતિ રસતે, હુતો વચન મનવૃત્તિ, આશય ગિરિ મુઝ પંગુ મતિ, ન કરે ચઢન-પ્રયત્ન. રાજ દુસહ જિનવર કહે, આને કર્યો પ્રયાસ, કે ગુરકિરપાને કર્યો. સફલ અરથ આયાસ. ભાષાકી ભાષા કરી, મેરી મતિ અનુસાર, વિબુધ અશુદ્ધ લખિ સોધસી, કરસી મુઝ ઉપગાર. અને ગદ્યમાં ત્રીજા જિન સ્તવનના બાલાવબોધ અંતે કહે છે કે : આનંદઘનનાં વચન છે તો સ્વાવાદ-ટંકશાલી, પણ આશયનું દુર્લભપણું. થોડે અક્ષરે અર્થનું બાહુલ્ય, એહની યોજનાનું એ પ્રમાણીપણું છે.' વળી પોતે કહે છે કે “ જ્ઞાનસારે મારી બુદ્ધિ અનુસાર સં.૧૮૨૯થી વિચારતેવિચારતે સં.૧૮૬૬ શ્રી Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય ] ૧૯૭ કૃષ્ણગઢ મધ્યે ટબો લિખ્યો, પર મેં ઇતરાં વરસાં વિચારતાંવિચારતાં હી ઇસી સિદ્ધિ થઈ.' આમ ૩૮ વર્ષના ખૂબ વિચારને અંતે કરેલા બાલાવબોધથી પોતાને સંતોષ થયો નહોતો. આનંદઘનનાં બાવીસ સ્તવનોમાં મૂકેલા વિષયો એકએકથી ચડે છે અને તેમાં કોઈએ નહીં કહેલું એવું અપૂર્વ વસ્તુ આવે છે. (૧) નિરુપાધિક પ્રીત (૨) સત્યમાર્ગની વિ૨લતા અને ‘કાલલબ્ધિલઇ પંથ નિહાલશું રે, એ આશા અવલંબ' એ આશાવાદ (૩) પ્રભુસેવારહસ્ય (૪) દર્શન-દુર્લભતા (૫) પ્રભુનાં ગુણવાચી નામો (૬) પરમાત્મામાં આત્માર્પણ (૭) કર્મવિચ્છેદ-પરમાત્મત્વપ્રાપ્તિ (૮) પૂર્વ જન્મે ન થયેલ એવા પ્રભુદર્શનની પ્રબલ ઇચ્છા (૯) પ્રભુપૂજા (૧૦) પ્રભુમાં ત્રિભંગીઓ (૧૧) અધ્યાત્મ (૧૨) પ્રભુનું શુદ્ધ સ્વરૂપ (૧૩) પ્રભુમૂર્તિ-દર્શનથી વાંછિત સિદ્ધિ (૧૪) પ્રભુસેવા ખાંડાની ધાર (૧૫) ધર્મનો મર્મ (૧૬) સમભાવ શાન્તિનું સ્વરૂપ (૧૭) ચંચલ મન (૧૮) પ્રભુનો પ્રરૂપેલ ધર્મ (૧૯) સેવક તરીકે વિનંતી (૨૦) પ્રભુપ્રાર્થના (૨૧) છ દર્શનનો જૈન દર્શનમાં સમન્વય (૨૨) રાજુલની વિનંતી. ૨૩મા અને ૨૪મા જિનનાં સ્તવનો કેમ સાંપડતાં નથી ? (૧) શું તે મહાપુરુષનો તે ૨ચે તે પહેલાં દેહ પડી ગયો હશે ? (૨) તેમનાં રચેલાં લુપ્ત થયાં હશે ? (૩) તે લોક પાસે મૂકવા યોગ્ય નહીં ગણી જાણી જોઈને મુકાયાં નહીં હોય ? – ત્રીજો વિકલ્પ વધુ સંભવિત હોય એમ કોઈ તર્ક કરે છે, કારણકે તે જૈનયુગ’ માસિકના સં.૧૯૮૨ના ભાદ્રપદ આશ્વિનના અંકમાં પૃ.૬૬માં મેં પ્રસિદ્ધ કરેલા તેમના જ રચેલાં હોય તો તેમાં ૨૩મા પાર્શ્વજન સ્તવન'માં નિશ્ચયમાર્ગ છે અને ૨૪મા ‘વીજિન સ્તવન’માં ‘અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કરી જાણે રે ભેદ, સહજ વિશુદ્ધયે રે અનુભવ-વયણ જે, શાસ્ત્ર તે સયલા રે ખેદ; દિશિ દેખાડી રે શાસ્ત્ર વિ રહે, ન લહે અગોચર વાત, કારજ સાધક બાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત' એમ જણાવી શાસ્ત્ર કરતાં અનુભવની વિશેષતા બતાવી છે; સઘળાં શાસ્ત્રને ‘ખેદ’ શબ્દ વાપરી તેમને ઉતારી પાડવા જેવું વચન લોકો માની લે અને તેથી અવિપર્યાસ કરે એ કારણે તે ગોપ્ય રખાયાં હોય. બીજા ઘણા કવિઓએ જિનસ્તવનો રચ્યાં છે. તે સર્વમાં આનંદઘનનાં સર્વોપરિપદ લે છે. કવિ ને મર્મી (mystic) તરીકેનું તેનું સ્થાન સર્વોત્તમ છે. જૈનેતર ગૂજરાતી કવિઓમાં પણ એમનું પદ કોઈ લઈ શકે તેમ નથી. તેઓ સત્યશોધક, આત્મગદ્વેષણા કરનાર અને આત્મજ્ઞાની હતા એ, તેમાંથી વિચારકને સહજ જણાય તેમ છે. ---- સ્તવનો ઉપરાંત હિંદી ભાષામાં એમણે બોતેર પદો રચ્યાં જ છે અને તે ‘આનંદઘન બહોત્તરી' તરીકે પ્રસિદ્ધ છે. ૭૨ ઉપરાંત બીજાં તેમના નામે ચડ્યાં છે, ને કુલ તેમનાં તરીકે ૧૦૭ પો છપાયાં છે, તેમાં બીજા કવિઓનાં પણ મિશ્રિત થયાં લાગે છે. છપાયેલાંમાં દા.ત. પદ પ૩, ૬૩ તે ‘બંસીવાળા’ ‘વ્રજનાથ' સંબંધી છે તે આપણા આ આનંદઘનનાં લાગતાં નથી, તે જ અગર તેવા નામના કવિઓ અન્ય Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્મના થયા છે. તેમનાં પદો પણ ‘આનંદઘન બહોત્તરીમાં નામસામ્યના કારણે અસાવધાની અને અણસમજથી તેના સંગ્રહકારે પ્રથમ શ્રી ભીમશી માણેકથી છપાઈ પ્રસિદ્ધ થયેલા સંગ્રહમાં મૂકી દીધેલાં લાગે છે. ઉક્ત બહોત્તરી'ની હસ્તલિખિત પ્રતો મેં અનેક જોઈ છે. પણ તે દરેકમાં ૭રથી ઓછાં, ક્વચિત્ ૭૨ અને ભાગ્યે જ તેથી વધુ મળે છે ને તે પણ ચારપાંચથી વધુ નહીં જ. આ સંબંધી જાંચ-સંશોધન હજુ સુધી કોઈએ કરવાનો પરિશ્રમ લીધો નથી. તે પદો પર વિદ્વાન વિવેચકોને શંકા તો થઈ જ હશે, પણ તે માટેની હસ્તલિખિત પ્રતો એકત્રિત કરી તે સાધન દ્વારા સમાધાન કે નિર્ણય કરવા પ્રત્યે તેમની ઉદાસીનતા. વર્તી છે. મારા અલ્પ સંશોધનથી હાલ એટલું કહી શકું કે એક સારી હસ્તપ્રતમાં ઉપલબ્ધ થતાં ૭૨ પદો પ્રસ્તુત મહાપુરુષનાં રચેલાં હોય એ સંભવિત છે. તે બહોંતેરેય ગણાવવા કરતાં તે સિવાયનાં જે પાંત્રીસ છપાયેલ બહોત્તરીમાં વધુ પ્રગટ્યાં છે તેની સંખ્યાના આંક આપવાથી ટૂંકામાં પતશે. તે આંક એ છે કે ઃ ૧રની સાખી, ૧૭, ૧૯, ૨૦, ૨૭, ૩૧, ૩૬, ૩૭, ૪૨, ૪૮, પ૩, પપ. ૫૬, ૫૮થી ૬૧, ૩, ૬૪, ૫ની સાખી, ૬૬, ૭૪થી ૭૬, ૮૦થી ૮૧ કે જેમાં કવિ-નામ “આનંદ આપેલ છે, ૮૨, ૮૪, ૯૪, ૯૬થી ૧૦૩ અને ૧૦૫થી ૧૦૭. આ પાંત્રીસમાં કદાચ બેચાર આનંદઘનજીનાં સ્વતઃ રચિત હોય, પણ તેથી વિશેષ તેમનાં નહીં હોય. આની પુષ્ટિમાં મીરાં, કબીર વગેરે તેમજ ઘનાનંદ આદિ જૈનેતર તેમજ જેન હિંદી કવિઓના પદસંગ્રહ ભેગા કરી ખોજ કરવામાં આવે તો આધાર મળી રહે. મેં દિગંબર જૈન હિંદી કવિઓ નામે બનારસીદાસ, ભૂધર અને ઘાનતરાયનાં પદોનો સંગ્રહ તપાસી જોયો તે માલૂમ પડ્યું કે તેમનાં કોઈ પદો આનંદઘનજીના નામે ચડી ગયાં છે અને સાથે પરિવર્તન પણ પામ્યાં છે; દા.ત. બનારસીદાસ કે જેનો જન્મ સં. ૧૬૪૩માં થયો તેની નાની કૃતિઓનો સંગ્રહ “બનારસીવિલાસ' સં. ૧૭૦૧માં થયો હતો. તેઓ આગ્રામાં બહુ રહ્યા. તેઓ પ્રથમ શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયી હતા અને પછી દિગમ્બર સંપ્રદાયના થયા હતા. તેઓ એક પ્રતિભાશાળી કવિ ઉપરાંત અધ્યાત્મી અને વેદાન્તી હતા. ક્રિયાકાંડ પર ઘણું મહત્ત્વ આપતા નહીં. ‘સમયસાર નાટક' એ તેમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમના બનારસીવિલાસ'માં છેવટે આપેલાં પદોમાંનું પદ કે જે “આનંદઘન-બહોત્તરી'માં ૧૦૫માં પદ તરીકે ફેરફાર પામી છપાયું છે તે તેની સાથે સરખાવીએ : બનારસીદાસ મૂલન બેટા જાયો રે સાધો, મૂલની જાને ખોજ કુટુંબ સબ ખાયો રે, સાધો, મૂલન, જન્મત માતા મમતા ખાઈ, મોહ લોભ દોઈ ભાઈ, કામ ક્રોધ દોઈ કાકા ખાયે, ખાઈ તૃષના દાઈ. પાપી પાપ પરોસી ખાયો, અશુભ કરમ દોઈ મામા, Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય L ૧૯૯ માન નગરકો રાજા ખાયો, ફૈલ પર સબ ગામા. દુરમતિ દાસી (મત્સર) દાદો, મુખ દેખનહી મૂઓ. મંગલાચાર વધાયે બાજે. જબ યો બાલક હુઓ. નામ ધર્યો બાલકકો સુધો, રૂ૫ વરન કછુ નાહીં નામ ધરંત પાંડે ખાય. કહત બનારસી ભાઈ. (મૂલન – મૂલ નક્ષત્રમાં જન્મેલો. એના જન્મથી આખા કુટુંબનો નાશ થાય છે. તેવો અપશુકનિયો જીવ હોય તો તેવું થાય.) આનંદઘન અબધૂ વૈરાગ બેટા જાયા, યાને ખોજ કુટુંબ સબ ખાયા અવધૂ. જૈસે મમતા માયા ખાઈ. સુખદુખ દોનો ભાઈ, કામ ક્રોધ દોનોકુ' ખાઈ ખાઈ તૃષ્ણા બાઈ. દુમતિ દાદી મત્સર દાદા, મુખ દેખતી મુઆ, મંગલરૂપી બધાઈ વાંચી, એ જબ બેટા હુવા. પુણ્ય પાપ પડોશી ખાય, માન લોભ દોઉ મામા, મોહનગરકા રાજા ખાયા, પીછે હી પ્રેમતે ગામા. ભાવ નામ ધર્યો બેટાકો, મહિમા વરણ્યો ન જાઈ, આનંદઘન પ્રભુ ભાવ પ્રગટ કરો. ઘટઘટ રહ્યો સમાઈ. ભૂધરદાસ તે આગ્રામાં રહેનાર ખંડેલવાલ જાતિના ૧૮મી સદીના અંતે વિદ્યમાન હતા. તેમણે સં.૧૭૮૩માં “જૈનશતક' સં.૧૭૮૯માં “પાર્શ્વપુરાણ' હિંદીમાં રચ્યાં, ઉપરાંત પદો રચ્યાં. તેમાંનું એક ૧૦મું પદ આનંદઘનજીના પદ તરીકે નં. ૯૭ જે રીતે ટૂંકાઈને છપાયેલ છે તે અત્ર દર્શાવીએ : ભૂધરદાસ વે કોઈ અજબ તમાસા. દેખ્યા બીચ જહા નવે. તમાસા સુપનેકા સા. એકીકે ઘર મંગલ ગાવૈ, પૂગી મનકી આસા, એક વિયોગ ભરે બહુ રોવૈ, ભરી ભરી નૈન નિરાસા. તેજ તુરંગનિ પૈ ચઢિ ચલતે, પહિરે મલમલ ખાસા, રંક ભયે નાગે અતિ ડોલે, ના કોઈ દેય દિલાસા. તરમેં રાજ તખત પર બૈઠા, થા ખુશ વખ્ત ખુલાસા, ઠીક દુપહરી મુદ્દત આઈ, મંગલ કીના વાસા. તન ધન અથિર નિહાયત જગમેં, પાની માંહિ પતાસા, ભૂધર ઇનકા ગરબ કરે જે, ફિટ તિનકા જનમાસા. (તરકે – સવારમાં, વખત – સિંહાસન, નિહાયત – સર્વથા, જનમાસા – મનુષ્ય જન્મ.) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય યા પુદ્ગલકા કયા વિસવાસા, હે સુપનેકા વાસા રે. ચમત્કાર વિજલી દે જૈસા, પાની બીચ પતાસા, યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. જૂઠે તનધન, જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબહી જૂઠે, સાચા શિવસુખવાસા. ઘાનતરાય પણ આગ્રાના વાસી હતા. જાતિ અગ્રવાલ, જન્મ સં.૧૭૩૩, સં.૧૭૪૬માં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાલુ થયા. ધર્મવલાસ-ઘાનતવિલાસ' સં.૧૭૮૦માં રચી સમાપ્ત કર્યો. તેમાં પોતાની તમામ રચનાઓનો સંગ્રહ છે. તે સારા વિ હતા. તેમનાં નં. ૭૩ અને ૮૦ બે પદ આનંદઘન બહોત્તરી'માં નં.૧૦૭ અને ૪૨ એમ મળી આવે છે. તે સરખાવીએ ઃ ઘાનતરાય આનંદઘન તુમ જ્ઞાનવિભવ ફૂલી વસન્ત, યહ મનમધુકર સુખસોં રમન્ત દિન બડે ભયે વૈરાગભાવ, મિથ્યામત-રજનીકો ઘટાવ. બહુ ફૂલી ફૈલી સુરુચિ વેલિ, જ્ઞાતાજન સમતાસંગ કેલિ. ઘાનત વાની પિક મધુરરૂપ, સુરનર પશુ આનંદઘન સુરૂપ. તુમ જ્ઞાનવિભો ફૂલી વસન્ત, મનમધુકરહી સુખસોં રસન્ત. દિન બડે ભયે વૈરાગભાવ, મિથ્યામતિ-રજનીકો ઘટાવ. બહુ ફૂલી ફલી સુરુચિ વેલ, જ્ઞાતાજન સમતાસંગ કેલ. ઘાનત બાની પિક મધુરરૂપ, સુરનર પશુ આનંદઘન સરૂપ. અબ હમ અમર ભયે ન મરેંગે ટેક તન-કારન મિથ્યાત દિયો તજ, કર્યો કરિ દેહ ધરેંગે. ઉપજૈ મૈર કાલનેં પ્રાની, તાતેં કાલ હરેંગે, રાગ દોષ જગબંધ કરત હૈ, ઇનકો નાશ કરેંગે. દેહ વિનાશી, મૈં અવિનાશી, ભેદજ્ઞાન પકરેંગે નાસી જાસી હમ થિરવાસી, ચોખે હો નિખરેંગે. મરે અનન્ત વાર બિન સમૐ, અબ સબ દુખ વિસરેંગે, ઘાનત નિપટ નિકટ દો અક્ષર, બિન સુમરૈ સુમરેંગે. (ચોખે - શુદ્ધ ચિદાનંદ, દો અક્ષર – આત્મા) આમાં ઘાનત એ શબ્દથી કવિનું નામ નીકળે છે, પણ તેમાં ‘આનંદઘન’ શબ્દ પણ આવ્યો એટલે આનંદઘનજીના નામે ચડાવી દીધું જણાય છે. હવે બીજું અતિ પ્રસિદ્ધ પદ લઈએ ઃ ઘાનતરાય - ટેક Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૧ આનંદઘન અબ હમ અમર ભયે ન મરેંગે. યા કારણ મિથ્યાત દીયો તજ, કયું કર દેહ ધરેંગે. રાગ દોસ જગબંધ કરત હૈ, ઈનકો નાસ કરેંગે, મર્યો અનંત કાલસેં પ્રાણી, સો હમ કાલ હરેંગે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાતી હમ થીરવાસી, ચોખે હૂર્વ નિખરેંગે. મર્યો અનંત વાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ વિસરેંગે, આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહિ સમરે સો મરેંગે. આમાં “ઘાનતાને બદલે “આનંદઘન’ મૂકવાથી છંદોભંગ સ્પષ્ટ રીતે થાય છે. કબીરનું એક પદ એક જૂના હસ્તપત્રમાંથી મેં ઉતાર્યું છે તેની સાથે “આનંદઘન બહોત્તરી'નું ૧૦૬મું પદ આબાદ મળે છે ? કબીર રાગ સારંગ ભમરા ! ક્તિ ગુન ભયો રે ઉદાસી. તન તેરો કારો મુખ તેરો પીરો, સબોં ફુલનકો સુવાસી. જ્યા કલિ બેઠહી સુવાસહી લીની, સો કલી ગઈ રે નિરાસી. કહેત કબીરા સુનો ભાઈ સાધો ! જઈ કરવત લ્યો કાસી. આનંદઘન રાગ નટ્ટ કિન ગુન ભયો રે ઉદાસી, ભમરા ! કિન. પંખ તેરી કારી. મુખ તેરા પીરા, સબ કુલકો વાસી. ભમરા. સબ કલિયનકો રસ તુમ લીના, સો ક્યું જાય નિરાસી, આનંદઘન પ્રભુ તુમારે મિલનકું, જાય કરવત લૂ કાસી. આમ શોધ કરતાં જરૂર કાંઈ ને કાંઈ મળે છે અને મળી આવશે. “અવળી વાણી'નાં બે પદ “આનંદઘન બહોત્તરીમાં નં.૯૮ ને ૯૯ છે તે પણ બીજા સ્થળેથી સાંપડશે. આનંદઘનજીએ પદો શુદ્ધ હિન્દી – વ્રજભાષામાં રચ્યાં છે પણ ગુજરાતી લહિયા અને પ્રકાશકોએ તેમને લખવા-છપાવવાથી તેમાં ગુજરાતીપણું આવી ગયું છે અને હિન્દી નહીં સમજવાથી ઘણી અશુદ્ધિઓ રહી ગઈ છે. આથી તે પદોનું શુદ્ધ સંસ્કરણ કોઈ હિન્દી મર્મજ્ઞ વિદ્વાન્ પાસે કરાવી તે પ્રકટ કરવાની ખાસ જરૂર છે. બીજા કવિઓનાં પદો ઘૂસવાથી અને તે જૈન મર્મી આનન્દઘનનાં ગણાઈ જવાથી તેમના સંબંધી તે પરકીય પદો ઉપરથી જે વિધાનો કરવામાં આવે તે મિથ્યારોપિત નીવડે, તેથી તેમને ખરેખર અન્યાય થાય. દા.ત. આચાર્ય ક્ષિતિમોહન સેને “જૈનમરમી આનંદઘન' એ નામનો હિંદીમાં મર્મગ્રાહી લેખ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય લખ્યો. હું ધારું છું કે તેમના તે લેખના મૂળ બંગાલી (બંગ સંવત્ ૧૩૮૮ના કાર્તિક માસના પ્રવાસી' નામના સુપ્રસિદ્ધ માસિકના અંકમાંના) લેખ પરથી રા.સુશીલે ૧ અને ૮ નવેંબર ૧૯૩૧ના “જૈન”ના અનુક્રમે બે મનનીય અગ્રલેખો લખ્યા છે. તેમાં જણાવ્યું છે કે : “ઘોર અંધારી રાતે નિર્જન અટવીમાં આથડતા મુસાફર કરતાં પણ સત્યશોધકની વિહ્વળતા અનેક ગણી તીવ્ર અને જાજરમાન હોય છે. પ્રકાશ ! વધુ પ્રકાશ !' એ મૌન અહાલેક જગવતો તે ઠેકઠેકાણે ભમે છે. ક્યાંય ઘડીક બેસે છે અને કળ વળી-ન વળી ત્યાં તો ઊઠીને આગળ ચાલે છે. શ્રી આનંદઘનજી મહારાજની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે અને શ્રી ક્ષિતિબાબુએ જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્યજિજ્ઞાસુ આત્માની ઉત્કટ વેદના કેવી હોય તેની આપણને ઝાંખી થાય છે. તેઓ માને છે કે યોગાદિની પ્રક્રિયામાં પણ આ સત્યના આશકનું મન ન માન્યું. બંસીવાળા' અને 'વ્રજનાથ' તરફ તેમની દૃષ્ટિ ગઈ. પદ પ૩, ૬૩ અને ૯૪માં એનું આછું ગુંજન સંભળાય છે : “સારા દિલ લગા હૈ બંસીવારાસુ...' અને વ્રજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકાયો' એટલું જ નહીં, પણ અંતરની દ્વિધાને ઉખેડી નાખતા હોય તેમ તે ઉચ્ચારે છે – “ઔરોંકા ઉપાસક હું. કૈસે કોઈ ઉધારું, દુવિધા યહ રાખો મત, યા વરી વિચારું.' આ ઉદ્ગારો ગમે એને ઉદ્દેશીને બહાર આવ્યા હોય, પણ આત્માને મનાવવાના વ્યર્થ પ્રયત્ન હોય એમ નથી લાગતું ? ખરું જોતાં તો એમના અંતરાત્માનો ઝોક વીતરાગ તરફ જ વળતો હતો. પણ એ વિશેની સ્પષ્ટ ઉપલબ્ધિ એમને કદાચ એ વખતે ન થઈ હોય. “શ્યામ'ની ભક્તિ પણ આખરે વિપ્લવ જગાડે છે. ચિત્તને જેવી જોઈએ તેવી શાન્તિ નથી મળતી. કંટાળીને વ્યથિત હૃદયે ગાય છેઃ “શ્યામ !, મને નિરાધાર કેમ મૂકી, કોઈ નહીં હું કોન શું બોલું, સહુ આલંબન ટૂકી, શ્યામ ! મને નિરાધાર કેમ મૂકી. (પદ ૯૪મું) આ પદનો અર્થ કરતાં શ્રી ક્ષિતિબાબુ, જાણે રાધિકા કૃષ્ણવિરહને અંગે આ પદ ગાતી હોય એમ ઘટાવે છે. આધ્યાત્મિક અર્થમાં સુમતિ ચેતનને વિનવતી હોય એવો અર્થ પણ ઘટાવી શકાય. પરંતુ એ ઉપરઉપરની ચર્ચા જવા દઈએ તો શ્રી આનંદઘન જેવા સાધકની દર્દભરી દશા સમજવામાં એ પદ ઘણી સહાય કરે એ નિર્વિવાદ છે. એમના જમાનાના પક્ષાગ્રહથી છૂટવા એ મથે છે, કોઈનો રોષ પણ વહોરી લે છે, નજર ક્યાંય ઠરતી નથી કારણકે પ્રાણ જેવી વસ્તુ એમને ક્યાંય દેખાતી નથી. એમના સમયની પરિસ્થિતિ જોતાં, એક તરફથી યશોવિજયજી મહારાજની વિદ્વત્તાનો પ્રખર પ્રકાશ ભલભલા પંડિતોને નિસ્તેજ બનાવી રહ્યો છે, બીજી તરફ પંન્યાસ સત્યવિજયજીનો ક્રિયોદ્ધાર પોતાનો પ્રતાપ પાથરે છે અને એ જ વખતે ગચ્છનાયક વિજયસિંહ(? વિજયદેવ)સૂરિની આણ વર્તે છે. સૌ લાભાનંદ' અર્થાત્ આનંદઘનને ચાહે છે, છતાં એ અધ્યાત્મયોગી જાણે પાંજરામાં પુરાણો હોય એમ પુકારે છે. શ્રી ક્ષિતિમોહન સેન કહે છે : “આનંદઘન મનની વ્યાકુળતા ટાળવા બહાર Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૩ પડવા, વિવિધ સાધનાની અંદર થઈને તેમણે માર્ગ કાપવા માંડ્યો. એમની મૂંઝવણ જોઈને લાગ મળ્યો છે એમ સમજીને કેટલાય સંપ્રદાયવાળાઓ તેમને પોતાની તરફ તાણવા લાગ્યા. જબરદસ્તી પણ વાપરી જોઈ. આનંદઘન પણ શું કરે ? તેઓ નિરુપાય હતા, અશક્ત હતા. એમણે સંપ્રદાયના બધા જુલમો સહી લીધા. એક પક્ષવાળા આવે, ધમકાવીને પોતાનો કક્કો ખરો કરાવી જાય. વળી બીજો પક્ષ આવે. તે પણ બળ બતાવી જાય ! આ સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી. જાણે કે કોઈ એક કુળવધુ વખાની મારી બહાર રડવડતી હોય અને સ્વાર્થીઓ વખત વરતીને તેની ઉપર પોતાનો દોર ચલાવે એવી દશા આનંદઘનજી અનુભવી રહ્યા. આ દુઃખની મર્મભેદી કહાણી ઘણી ખૂબીથી એમણે પોતાના પદમાં ઉતારી છેમાયડી ! મુને નિરપખ કિણહી ન મૂકી, નિરપખ રહેવા ઘણું હી ઝૂરી, ધીમે નિજમત મૂકી (કૂકી), માયડી !' (જુઓ પદ ૪૮મું) ગુજરાતી વાચકોને સારુ આ આખા પદનો અર્થ આપવાની જરૂર નથી. શ્રીયુત સેન મહાશય આને “પોતાના સમસ્ત જીવનના દુઃખની ચમત્કારિક કહાણી” કહે છે. ખરું જોતાં એ પદમાં એક નિરાધાર સત્યશોધકનું આકંદ અને તેની સાથે નિર્ભયતાનું કરુણ સુકુમાર સંગીત ભર્યું છે. આનંદઘનજીની સાધના જો સીધી, સહજ ગતિએ ચાલી હોત તો કદાચ વિશ્વ આ માર્મિક વેદનાના સૂર ન સાંભળત. અંતે એ વિકટ માર્ગ પણ કપાય છે અને અંધારી અટવીમાં આથડતો પ્રવાસી, ઉષાનો ઉદય નિહાળી ઉલ્લાસ અનુભવે તેમ આ સત્યશોધકના “ઘટમંદિરમાં દીપક પ્રકટે છે, સહજ જ્યોતિ રેલાય છે, અજ્ઞાનતાની નિંદ તૂટે છે અને અનુભવપ્રીત જાગે છે.” એમ જાણે કોઈ જોગી જગતના ચોકમાં ઊભા રહી આલમને ઉદ્ધોધતો હોય તેમ આનંદઘનજી ઉચ્ચારે છે : “રામ કહો રહેમાન કહો કોલ, કાન કહો મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.” (જુઓ પદ ૬૭મું.) શ્રીયુત ક્ષિતિમોહન સેન, આ બધા ઉદ્દગારો સાથે કબીર, દાદૂ અને રજ્જબજીની વાણીની તુલના કરે છે અને સાધકોના આધ્યાત્મિક અનુભવ દેશકાળના ભેદ વગર કેવા એકરૂપ બને છે તેનો થોડો ખ્યાલ આપે છે. એ પછી પણ મધ્યયુગમાં જે વખતે નિરર્થક આચાર અને વિધિનિષેધની ઘડભાંજમાં લગભગ બધા સંપ્રદાયો ડૂળ્યા હતાતે વખતે જૈન સમાજ ક્યાં હતો અને આનંદઘનજી જેવા પુરુષો, એમની કોટીના બીજા પુરષોથી જુદા કેમ ઝળકી ઊઠ્યા એ રહસ્ય ઉપર પણ શ્રીયુત ક્ષિતિમોહન સેન થોડો પ્રકાશ નાખે છે અને અમે માનીએ છીએ કે એ પ્રકાશ આજે પણ આપણને થોડે ઘણે અંશે ઉપયોગી થઈ પડશે.” ઉપર ટાંકેલાં પદ પ૩, ૬૩ અને ૬૪ જો શ્રી આનંદઘનજીનાં હોય, તો તેના મદાર પર ઊભી કરેલી સિદ્ધાંત (theories) અને વિચારશ્રેણીની ઇમારત શ્રી ક્ષિતિબાબુની તર્કશુદ્ધ છે. પરન્તુ ખરું જોતાં તે પદો જ તે અધ્યાત્મયોગીનાં નથી લાગતાં તેથી તેમ હોય તો તે ઈમારત પડી ભાંગે છે. શ્રી સુશીલે તે પર વિચાર કરી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એક જૈન તરીકે સમન્વયપૂર્વક વિચારશ્રેણીને છણીને જૈન દૃષ્ટિબિંદુ પણ પ્રાયઃ ક્ષતિ ન આવે એ રીતે રજૂ કર્યું છે. સમસ્ત રીતે એક અભ્યાસી તરીકે વિચારતાં મને સ્પષ્ટ લાગે છે કે આનંદઘનજી સત્યશોધક – સત્યના આશક હોઈ તેમણે “પ્રકાશ – મહાપ્રકાશ' મેળવી લીધો હતો. નિરાશા, નિરાધારતા, નિવારી દીધી હતી, વીતરાગ જિન અને તેનાં દર્શન – આગમો પ્રત્યે અવિચલ સંજ્ઞાન શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. છયે દર્શનો અનેકાન્ત જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એ ભાર દઈને તેમણે શ્રી નમિનાથ સ્તવનમાં બતાવ્યું છે. ઉિક્ત સેન મહાશયે આનંદઘન-બાવીશીનો મર્મસ્પર્શી અભ્યાસ કર્યો જણાતો નથી.] એમનાં જિન-સ્તવનો અને પદોમાં એ અટલ શ્રદ્ધા તેમજ અધ્યાત્મ-યોગ ઓતપ્રોત દેખાય છે. એમના અંતરાત્માનો સંપૂર્ણ ઝોક વીતરાગ જ પ્રત્યે વળ્યો હતો એટલું જ નહીં પણ તેની સ્પષ્ટ ઉપલબ્ધિ પણ થઈ હતી. એટલે યોગાદિ પ્રક્રિયામાં તેમનું મન ન માન્યું ને બંસીવાલા' – શ્રીકૃષ્ણ પ્રત્યે દૃષ્ટિ કરી, પછી એ “શ્યામ'ની ભક્તિએ પણ વિપ્લવ જગાડ્યો, જુદી જુદી સાધનાવાળા તેના પર અસર કરવા લાગ્યા અને તે બાબતની “ચમત્કારિક કહાણી’ ૪૮મા પદમાં બતાવી એ સર્વ વાત નિરાધાર બને છે. તેમને તો અચ્છી રીતે વિદિત હતું કે "મત-મત-ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ' (૪થું સ્ત.), છતાં મસ્ત બની પોતાનો માર્ગ પોતે કાઠે જતા હતા – ધીઠાઈ કરી મારગ સંચરું, સગું કોઈ ન સાથ.' શ્રદ્ધા તો અચલ ને અચલિત હતી – “શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ સિરિયા કરે, છાર પર લીંપણું તે જાણો.” (૧૪મું સ્ત.) ગુરુ કેવા જોઈએ અને તેની જરૂર છે એ સંબંધી કહે છે કે “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે, શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે.” (૧૬મું સ્ત.) તથા જુઓ પદ ૬૮મું અને શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે.' (૨૧મું સ્ત.) છતાં જે પવિત્ર અનુભવનો આધાર ગુરુ પર પોતે રાખે છે, જે અનુભવના વિશ્રામ કે વિરામ” ગુરુને પોતે માને છે તે અનુભવ – શુદ્ધ આત્માનુભવ - આત્મપ્રતીતિ પોતાને થયેલ છે – આત્માની ભેટ થઈ છે; અને “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા' પોતાને તે “અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ ૨. અમિત-ફલદાન-દાતારની, જેહની ભેટ થઈ તુજ રે' (૧૬મું સ્ત.) એમ કહી નમન કરે છે. જુઓ “સુહાગણ જાગી અનુભવ પ્રીત' (પદ ૪થું), “મેરે ઘટ જ્ઞાન-ભાનુ ભયો ભોર' (પદ ૧૫મું), “અવધુ ! અનુભવ-કલિકા જાગી' (પદ ૨૩મું) વગેરે, અને પદ ૭૮માં કહેવું છે કે “જગત ગુરુ મેરા મેં જગતકા ચેરા, મિટ ગયા વાદવિવાદકા ઘેરા', “ગુરુકે ઘરકા મરમ મેં પાયા, અકથ કહાની આનંદઘન ભાયા.' તેઓ યોગી હતા. (જુઓ પદ મું) વળી, સર્વ ધર્મ પ્રત્યે નિષ્પક્ષ ભાવે સમભાવ રાખતા, એ તેમનું ૬૧મું પદ “રામ કહો રહેમાન કહો' એ સ્પષ્ટ કરે છે. ‘ભારતીય સમાજ ભેદ-બહુલ છે, ત્યાં વિધવિધ ભાષા, ધર્મ, જાતિઓ છે, એ કારણે Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૫ ભારતના મર્મની વાણી જ ઐક્યની વાણી છે. એ કારણે ભારતના જે યથાર્થ શ્રેષ્ઠ મહાપુરુષ થયા છે તેમણે મનુષ્યના આત્મા-આત્મામાં સેતુ-નિમણિ કરવાનું ઈછવું છે, બાહ્યાચારોએ ભારતમાં વિવિધ પ્રકારના ભેદને મજબૂત કરી રાખ્યા છે, તેથી ભારતની શ્રેષ્ઠ સાધના એ છે કે બાહ્યાચારોનો વ્યતિક્રમ કરી અંદરના સત્યનો સ્વીકાર કરવો. પરંપરાક્રમથી ભારતવર્ષના મહાપુરુષોનો આશ્રય લઈને આ જ સાધનાની ધારા ચિરકાલથી ચાલી આવે છે' - એ સ્વ. રવિબાબુનું મંતવ્ય આનંદઘનજીને યથાર્થ લાગુ પડે છે. તેઓ “ફક્કડ' હતા, લોકસંજ્ઞાની દરકાર ન કરતાં ધર્મસમાજમાં વિપરીત સ્થિતિ વર્તે છે એમ સ્પષ્ટપણે સૂચવતા. દા.ત. ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાળ-રાજે (૧૪મું સ્ત.) “પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધોઅંધ પુલાય, વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણધરણ નહીં ઠાયઅભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય' (બીજું સ્ત.), “મત-મત-ભેદ રે જો જઈ પુછીએ, સહુ થાપે અહમેવ' (૪થું સ્ત.), દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે. જોગ સામર્થ્ય ચિત્તભાવ જે, ધરે મુગતિ નિદાન રે' (૧૬મું સ્ત.), “એમ અનેક વાદિ-મત-વિભ્રમ, સંકટ પડિયો ન લહે, ચિત્તસમાધિ માટે પુછું, તમ (પ્રભુ) વિણ તત્ત્વ કોઈ ન કહે (રૂ. ૨૦મું) વગેરે. આથી તેઓ લોકપ્રિય કે ગચ્છપ્રિય કે સાધુપ્રિય નહીં થયા. એટલું જ નહીં પણ પોતાનો નિધરિલો માર્ગ અપૂર્વ ને અટૂલો હોઈ લૌકિક અને સાંપ્રદાયિક માર્ગને ઘણા કાળથી વરેલા બીજાઓથી વગોવાયા. લોકોમાં તેમને ‘ભંગડભૂતો' નામ અપાયું. શ્રી મહાવીર પ્રભુનો સત્ય ઉપાસક પોતાને પડતા ઉપસર્ગોને આનંદ-પ્રસન્નતાથી નિર્વેદ કે ખેદ વગર સમભાવે સહે. તેને પોતાના મન પર કોઈ પણ જાતની વિષમ અસર કરવા ન દે અને પોતાની આત્મમસ્તીમાં ગુલતાન – તલ્લીન રહી આત્મજ્ઞાન અને ચિત્તસમાધિથી ધ્યેય પ્રત્યે પ્રતિક્ષણ દૃષ્ટિ રાખી તે વીરત્વથી સાધવા સમસ્ત પ્રકારે સાવધાન અને પ્રયત્નશીલ રહે. આત્મજ્ઞ હોય તે જ શોકની પાર જઈ શકે છે - તરતિ શત્મિવિ. આત્મવિદ્યા જ ખરું સુખ અને સાચી શાંતિ આપી શકે છે. એ એકલવિહારી હતા. પાછલી અવસ્થામાં ગુજરાતને તજીને મારવાડના મીરાંબાઈના પિયર ગામ મેડતામાં રહેતા એમ કહેવાય છે. તેમના સંબંધમાં સંતો વિશે બને છે તેમ અનેક કથાઓ અને વાતો પ્રચલિત થઈ છે. એ સર્વમાં ઊતરવું એ વિસ્તારભયને લીધે અત્ર યોગ્ય નથી. તેમાંથી મુખ્ય સ્વર તે સંતની મહત્તાનો જ નીકળે છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “મીરાંના ઉદ્દગારમાં કૃત્રિમતાનું નામ સુધ્ધાં નથી. મીરાં ગીત ગાઈ ગઈ છે તેનાથી ગાયા વિના રહેવાયું નહીં માટે; સીધું હૃદયમાંથી નીકળ્યું છે, કુદરતી ઝરણાની પેઠે જાણે ફૂટી નીકળ્યું ન હોય. યશનો મોહ અથવા લોકોની વાહવાહ મેળવવાનો કંઈ એ પદનો હેતુ થોડો જ હતો ? જેમ ઘણા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ચારણ-ચારણીઓનાં, ગીતનો હોય છે. આ જ એની અપીલ છે જે કદી વાસી થવાની નથી.” (પ્રબુદ્ધ જૈન, ૧–૧૧–૪૧, પૃ.૧૨૪) મીરાંના પદોની એ વાત આનંદઘનનાં પદોને બરાબર લાગુ પડે છે. એટલું નિશ્ચિત છે કે મીરાંબાઈ, નરસિંહ તેમજ કબીર, દાદ, સુરદાસ વગેરે જૈનેતર સંતોનાં પદોનું સાહિત્ય અમર છે, તે પ્રમાણે આનંદઘનનાં સ્તવનો અને પદોનું સાહિત્ય માત્ર જૈન સાહિત્યમાં જ નહીં પણ સમસ્ત ભારત-સાહિત્યમાં સારું સ્થાન લે તેમ છે. તે સમજવા માટે જૈનધર્મની પરિભાષા તો અલબત્ત થોડીઘણી જાણવી પડશે. ધર્મસમાજની વિષમ સ્થિતિની વચમાં રહીને રા. સુશીલ શ્રી ક્ષિતિબાબુના લેખ ઉપરથી કહે છે તેમ “જે વખતે વાગુવૈભવ અને વિધિનિષેધની ઘડભાંજમાં જ વિદ્વાનો અને સંપ્રદાયના મહારથીઓનો ઘણો ખરો સમય ખર્ચાઈ જતો હતો (શ્રી યશોવિજયે પૂવધ જીવનમાં કર્યું તેમ), તે વખતે અધ્યાત્મયોગી આનંદઘનજીની સાધનાએ મધ્યયુગમાં એક જુદી ભાત પાડી. પ્રખર પંડિતો અને વાદવિવાદમાં વાચસ્પતિ જેવા ગણાતા પુરુષોની વચ્ચે તેમણે પોતાની સાધના ચાલુ રાખી. તેમણે આ પ્રેરણા શી રીતે મેળવી અને દેખીતી નિરાશા વચ્ચે પણ તેઓ કેમ અડગ રહી શક્યા એ એક વિચારવા જેવો વિષય છે.” શ્રીયુત ક્ષિતિબાબુનું એ કહેવું લક્ષમાં રાખવાનું છે કે “બહારના બધા પ્રભાવથી પોતાને સર્વથા અલગ અને વિશુદ્ધ રાખવામાં જૈનો ખૂબ જ સાવચેત રહે છે. એટલું છતાં આનંદઘનજીના આધ્યાત્મિક તરંગોએ પેલી કૃત્રિમ દીવાલોની પરવા ન કરી. જૈન સમાજે અતિ સાવધાનપ્રિયતામાંથી ઉપજાવેલાં અસંખ્ય અર્થહીન વજબંધનો પણ એ વિદ્રોહના હેતુરૂપ હોય. જૈન ધર્મે પ્રકટાવેલી (અધ્યાત્મજ્ઞાનની) મશાલોનાં તેજ ધીમેધીમે બુઝાતાં હતાં, નવું દીવેલ પૂરનાર પુરુષ ક્યાંય દેખાતો ન હતો અને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે મશાલ બુઝાવા છતાં મશાલના હાથા એ જાણે સળગતી મશાલ હોય એમ માની તેઓ માર્ગ કાઢે જતા. આનંદઘનજીએ એમાં થોડું જીવન પૂર્યું. જગતે જૈન ધર્મનો પ્રકાશ એક વાર ફરીથી નીરખ્યો. પણ એની અવધ મર્યાદિત હતી. વિદ્રોહની પ્રતિક્રિયા તો ક્યારનીયે શરૂ થઈ ચૂકી હતી.” એટલું છતાં તે વિદ્વાને પ્રકારાંતરે સૂચવ્યું છે કે જૈન સંઘના ખમીરમાં વિપ્લવવાદ ભર્યો છે. આત્મકલ્યાણ કે જનકલ્યાણની કામનાવાળો કોઈ પણ જૈન વહેલો યા મોડો બળવાખોર બન્યા વિના ન રહે. શ્રી મહાવીર પ્રભુ પણ મોટી ક્રાંતિ કરનાર હતા. આ દૃષ્ટિએ આનંદઘનજી અને તેમના સરખા અધ્યાત્મયોગીઓનું સ્થાન ઘણું ઉચ્ચ છે. એવા પુરુષો જ બુઝાતી મશાલોમાં નવું તેજ પૂરે છે અને જૈન શાસનની ઉપકારકતા સિદ્ધ કરે છે. શ્રી યશોવિજય શ્રી આનંદઘનજીને મળ્યા હતા તે વાત પર આવીએ તે પહેલાં જેના સંબંધી મેં ઘણુંયે એકત્ર કરી લખી રાખ્યું છે અને જેના સંબંધી મારી સંપાદિત કરેલ “સુજસવેલી ભાસમાં તેમજ પં. સુખલાલ આદિ અનેક વિદ્વાનોએ લખ્યું છે અને ઘણું લખશે તેથી વધુ ન કહેતાં તે યશોવિજયના અત્યારે સ્થાનાભાવને લીધે Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૭ અતિ ટૂંક પરિચયથી સંતોષ લઈશું. ગાયકવાડ રાજ્યના ગુજરાતના ધીણોજ ગામ પાસે લગભગ નૈઋત્ય ખૂણામાં કનોડા નામના ગામમાં વણિક નારાયણનાં પત્ની સોભાગદેથી પુત્ર નામે જસવંતે નાનાભાઈ પધ્ધસિંહ સહિત તપાગચ્છના નવિજય મુનિ પાસે સં. ૧૬૮૮માં પાટણમાં દીક્ષા લીધી. તેમનું નામ યશોવિજય, જ્યારે અનુજનું નામ પદ્મવિજય રખાયું. સં.૧૬૯૯માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. ત્યાંના શેઠ ધનજી સૂરાની આર્થિક સહાયના વચને ગુરુ સહિત કાશી પ્રત્યે વિહાર કરી ત્યાં ત્રણ વર્ષ એક તાર્કિક બ્રાહ્મણ વિદ્વાન પાસે ન્યાયનો અભ્યાસ કરી એક સંન્યાસી વાદીને જીતી ત્યાં “ન્યાયવિશારદ' પદ મેળવ્યું, પછી ગુરુ સહિત આગ્રા જઈ ત્યાંના ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ અભ્યાસ કરી ન્યાયાચાર્ય થયા. ગુજરાત પ્રત્યે વિહાર કરી અમદાવાદ સૂબા મહાબતખાન પાસે અઢાર અવધાન કય. ગચ્છનાયકને આ વિદ્વાનને યોગ્ય ઉપાધ્યાય' પદવી આપવા વિનતિ થઈ પણ તે અમલમાં ન આવી. પછી વિજયપ્રભસૂરિ તરફથી સં.૧૭૧૮માં ઉપાધ્યાયપદ મળ્યું. સં. ૧૭૪૩માં ડભોઈમાં સ્વર્ગસ્થ થયા ને દેહસંસ્કારસ્થળે સમાધિસૂપ કરવામાં આવ્યો. આટલી નિશ્ચિત હકીકત “સુજસવેલીના કતાં સમકાલીન કાંતિવિજયે આપી છે. આ સ્તૂપનાં દર્શન આ કાર્તિક માસમાં જ હું ડભોઈ જઈ કરી આવ્યો. ત્યાં પાદુકા અને તે પર સં. ૧૭૪૩નો કોતરેલ લેખ છે, ને હાલમાં વીસાશ્રીમાળીઓની વાડીમાં એક નવી દેહરીમાં તે વિરાજમાન છે ને સાથે મોટી રંગીન છબી તાજી કલ્પના પરથી કરાવી રાખેલી છે. તેઓ પ્રખર પ્રકાંડ તાર્કિક હતા ને તેમણે અનેક ખંડનાત્મક કૃતિઓ રચી. પ્રતિભા અને વિપુલ બુદ્ધિવૈભવથી ‘ચિંતામણી' જેવા ગહન વાયગ્રંથને અભ્યાસી - અવગાહી પછી દર્શનગ્રંથો અને પૂર્વાચાર્યોના યોગ. અધ્યાત્મ આદિ વિષયનાં પુસ્તકોનું સૂક્ષ્મ અધ્યયન કરી ઘણા ગ્રંથોની રચના કરી. આવા ઉપાધ્યાયના ઉપાધ્યાય એવા, ગચ્છનાયક અને આચાર્યપદને શોભાવે એવા, બલ્ક વણિકપુત્ર મહાન જ્યોતિર્ધર હેમચંદ્રાચાર્યની કોટિમાં આવે એવા આ બીજા વણિકપુત્ર યશોવિજયને ‘ઉપાધ્યાય' જેવું પદ આપવું એ તપાગચ્છના નાયક શ્રી વિજયદેવસૂરિને અને તેમના સં.૧૭૧૩માં સ્વર્ગવાસ પછી વિજયપ્રભસૂરિને ઠીક ન લાગ્યું. અન્યના તેજના દ્વેષ ઘણા સહન કરી શકતા નથી, છતાં તેજસ્વી તે તેજસ્વી રહે છે. યશોવિજયને શાસ્ત્રાગમના પ્રમાણથી ગચ્છનાયકની ઘણી પ્રવૃત્તિઓ અનિષ્ટ લાગી હતી. તે માટે સામાન્યપણે પણ સ્પષ્ટ કથન કરવામાં તેમણે હિંમત બતાવી હતી. પણ પરંપરાગત સાધુસંઘવ્યવસ્થાના બલ અને લોકમાં વસેલા ગચ્છનાયક પ્રત્યેના પ્રબલ આદરભાવને કારણે આખરે આ તેજસ્વી યશોવિજયને પણ તેજહીન થવું પડ્યું. વિદ્વત્તાની દૃષ્ટિએ નહીં. પણ પોતા પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને વિજયદેવસૂરિએ પોતાની પાટ પર બેસવા નિયુક્ત કરેલા અને પછી પટ્ટધર થયેલા વિજયપ્રભસૂરિ સામાન્ય કોટિના હતા. તેમના પ્રત્યે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય યશોવિજય જેવાને અતિ આદરભાવ ન હોય તે સ્વાભાવિક છે. વળી દુર્ભાગ્યે ગચ્છાચાર્ય થવા યોગ્ય અને જેમના પ્રત્યે પોતાનો બહુ પૂજ્યભાવ હતો તે વિજયસિંહસૂરિ સં.૧૭૦૯માં સ્વર્ગસ્થ થયા. તેમજ બીજી અનેકગણી વિષમ પરિસ્થિતિ હતી કે જેમાં અત્ર સ્થાનાભાવે ઊતરવું યોગ્ય નથી. યશોવિજયજીને નીચેના શબ્દોમાં તેમની આત્મપ્રતિષ્ઠા ઘવાય તે રીતે માફી માગવી પડી. “ૐ નત્વા સં.૧૭૧૭ વર્ષે ભ. શ્રી વિજયપ્રભસૂરીશ્વર ચરણાનું શિશુલેશઃ પં. નયવિજયગણિશિષ્ય જસવિજયો વિજ્ઞપયતિ, અપર આજ પહિલા જે મઈ અવજ્ઞા કીધી તે માપ. હર્વેિ આજ પછી શ્રીપૂજ્યજી થકી કર્યૂ વિપરીતપણું કરું. તથા શ્રીપૂજ્યજી થકી જે વિપરીત હોઈ તે સાર્થિ મિલું તો, તથા મણિચંદ્રાદિકનિ તથા તેહોના કહિણથી જે શ્રાવકન શ્રીપૂજ્યજી ઉપ,િ ગચ્છવાસી યતિ ઉપરિ, અનાસ્થા આવી છે તે અનાસ્થા ટાલવાનો અને તેહોનિ શ્રીપૂજ્યજી ઉપરિ રાગ વૃદ્ધિવંતો થાઈ તેમ ઉપાય યથાશક્તિ ન કરે તો, શ્રીપૂજ્યજીની આજ્ઞારુચિ માહિં ન પ્રવર્તે તો માહરિ માથઈ શ્રી શત્રુંજય તીર્થ લોયાનું, શ્રી જિનશાસન ઉત્થાપ્યાનું, ચૌદ રાજલોકનઈ વિષઈ વર્તઇ તે પાપ.” (પૂજ્ય પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી પાસે ૪-૫ ઈચ લાંબા પહોળા, કાગળના કકડા ઉપર લખેલું છે તેની અક્ષરશઃ નકલ.) સં.૧૭૧૮માં – ઉપરની માફી પછી પ્રાયઃ એક વર્ષે વિજયપ્રભસૂરિએ યશોવિજયજીને “ઉપાધ્યાય' પદ આપવાની ક્યા બતાવી. વિદ્વાન, પંડિત, કવિ ને ગ્રંથકાર યશોવિજય અધ્યાત્મરસિક હતા એ તેમના અનેક ગ્રંથો પરથી સ્પષ્ટ ભાસે છે, તેથી તે અધ્યાત્મ-જ્ઞાની આત્મસ્થિત અધ્યાત્મયોગી આનંદઘનજીને મળવા ઇછે અને મળે એ સ્વાભાવિક છે. વળી આનંદઘનજી બાવીશી પર પોતે બાલાવબોધ રચ્યો હતો. તે બાવીશ સ્તવને લોકપ્રચલિત થયાં હતાં તે તો તેની દેશી પોતાની કૃતિમાં લીધી છે તે પરથી જણાય છે (દા.ત. ચાર ઢાલના નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર સ્વ.' ઢાલ ત્રીજીની દેશી અભિનંદન જિન ! દરિશન તરસીયે' એ આનંદઘનના ૪થા સ્તવનની પ્રથમ પંક્તિ). પોતે આનંદઘનજીના મિલન પછી કેટલા પ્રસન્ન અને આનંદમય બન્યા હતા તેનું તાદૃશ સ્વરૂપ “આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી' એટલે આઠ પદ રચેલ છે તેમાં આપ્યું છે. દા.ત. મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર, જશવિજય કહે સુનો હો આનંદઘન ! હમ તુમ મિલે હજૂર. (૧લું પદ) કોઉ આનંદઘન છિદ્ર હિ પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદ રસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. (૪થું પદ) એ રી આજ આનંદ ભયો, મેરે તેરી મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ – એ રી. (૭મું પદ) Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૯ આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા મ્યું ફરસત, કંચન હોત હી તાકે કસ. (પદ ૮મું) (પૃ.૨૯૫થી ૨૯૮) આ પરથી ચોખ્ખું પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તેવો પોતાને થયો હતો ને તેનો આનંદ જીવનપર્યત રહ્યો હતો. તેથી આનંદઘનની સ્મૃતિમાં આનંદઘન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદઘન, પરમાનંદ, સહજાનંદ, ચિરૂપાનંદ એવા શબ્દો પોતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે. દા.ત. “સમતાશતક'માં – અનાસંગ મતિ વિષયમેં. રાગદ્વેષકો છેદ, સહજભાવમેં લીનતા, - ઉદાસીનતાભેદ. ૬ તાકો કારણ અમમતા, તામેં મન વિશરામ કરે, સાધુ આનંદઘન હોવત આતમરામ. ૭ પરમેં રાચે પરરુચિ, નિજરુચિ નિજ ગુણ માંહિ, ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલે બાહિ. ૭૭ આનંદઘન જેવા પારસમણિ મળવાથી પોતે લોહ તે કંચન થયેલ છે, યા આનંદઘન સમાન થયેલ છે એમ યશોવિજયે કહેલ છે એટલે અધ્યાત્મરસિકમાંથી અનુભવી-અધ્યાત્મજ્ઞાની બનેલ છે. આ બંનેને લોકોએ પૂરા પિછાન્યા નહોતા. કોઉ આનંદઘન છિદ્રહી પેખત' એવું આનંદઘન માટે યશોવિજયે કહેલ છે, તેમ પોતાને માટે તે યશોવિજય ઘણે સ્થળે નિંદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે. દા.ત. પ્રભુ ! મેરે અયસી આય બની, મનકી વ્યથા કુનર્પે કહીએ? જાનો આપ ધની. પ્રભુ ! ચિત્ત તુ ભઈ દુરજનકે બચના, જેસે અર અગની સજ્જન કોઉ નહિ જાકે આગે, બાત કહું આપની. પ્રભુ (પૃ. ૧૧૯) અબ મેરી ઐસી આય બની. કોપાન ઉપજાવત દુર્જન, મથન વચન અરની નામ જપુ જલધાર તિહાં તુ જ, ધારું દુઃખહરની. અબ૦ . મિથ્યામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરની ઉનતે અબ તુજ ભક્તિપ્રભાવેં. ભય નહિ એક કની. અબ૦ (.૧૦૦-૧૦૧) મુજ તુજ-શાસન-અનુભવકો રસ, ક્યું કરી જાણે લોગ ? અપરિણીત કન્યા નવિ જાણે, ક્યું સુખ દયિત-સંયોગ. (પૃ.૮૭) દુરજન શું કરી જે હુઓ દૂષણ, હુએ તસ શોષણ ઇહા, એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા. (પૃ.૭૦) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જુઓ મારો સંપાદિત. શ્રી યશોવિજયરચિત “ગૂર્જર સાહિત્યસંગ્રહ' ભા.૧) આવાં ખલ અને દુર્જન તરફથી થયેલા આક્ષેપો, વગોણાં વગેરે બતાવતાં અનેક અવતરણો યશોવિજયજીની ગુજરાતી તેમજ સંસ્કૃત કૃતિઓમાંથી મળે છે, કે જે હું અત્ર સ્થાનાભાવે ઉતારતો નથી. ઉપરના થોડા ઉતારા પરથી જણાશે કે એ નિન્દાથી પોતાને બહુ લાગી આવતું, તેનું શોષણ-નિરાકરણ-નિવારણ કરવાની ઇચ્છા રહેતી, ક્રોધ ઊપજતો પણ પ્રભુની ભક્તિ અને ગુણગાન કરીને આશ્વાસન લેતા અને હૃદયનો ક્રોધ ને ખેદ નિવારતા. શ્રી આનંદઘન એટલા મસ્ત અને ઉચ્ચ કોટિના હતા કે તેમને કોપ થાય નહીં અને નિંદાની કે માનની પરવા હોય નહીં. આટલો બન્નેમાં અંતર લાગે છે. છતાં યશોવિજયની આત્મદશા ઉત્તરોત્તર ચડતી ગઈ છે. એમની આત્મસ્થિતિ એમના જ શબ્દમાં જોઈશું. ‘સમ્યદૃષ્ટિ-દ્વાáિશકામાં કહેલું છે કેઃ मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग् मिथ्येति नः स्थितिः ॥ “મિથ્યાદૃષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યકૃત હોય તોપણ મિથ્યા થાય છે, જ્યારે સમ્યગુદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રત હોય તો પણ સમ્યફ થાય છે. અને તેવી અમારી સ્થિતિ છે." એટલે પોતે મિથ્યાશ્રતો અવગાહેલાં તે પોતે સમ્યગુદૃષ્ટિ હોઈ પોતાને સમ્યપણે થયાં છે – પરિણમ્યાં છે. શાસ્ત્રના સમ્યક પરિચયથી, ધીમાનોના સંપ્રદાયને અનુસરી અને પોતાના અનુભવયોગથી રચેલા પોતાના “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં નીચેના (પ્રબંધ ૩ શ્લોક ૪૦) પરથી જણાય છે કે તેમને સમભાવ હતો ને તેનું સુખ પોતે જોએલું હતું. दूरे स्वर्गसुखं मुक्ति-पदवी सा दवीयसी । मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ।। “સ્વર્ગનું સુખ તો દૂર છે અને મોક્ષપદવી તો વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખ તો (અમે) સ્પષ્ટ રીતે જ જોયેલું છે.” शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहदामनुभव एवात्र साक्षी नः ।। “શાન્ત હૃદયવાળાના – શમયુક્ત ચિત્તવાળાના શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ (સર્વે) ક્ષીણ થાય છે, એ બાબતનો સાક્ષી અહીં અમારો અનુભવ જ છે.” (પ્રબંધ ૭, શ્લોક ૧૮) ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासा ननु भवामः ।। Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય [ ૨૧૧ બ્રહ્મ એટલે પરમાત્મા વિશે (જ્ઞાનના ઉપયોગે) રહેલો બ્રહ્મજ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યને જાણનારો બ્રહ્મને - શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય ? પણ બ્રહ્મજ્ઞાનીના – આત્મજ્ઞાનીના (આનંદઘનજીના) વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને – ચિદાનંદને અનુભવીએ છીએ.” (પ્રબંધ ૭, શ્લોક ૧૯) અનુભવ - આત્મદર્શનનું સ્વરૂપ દાખવી તે પોતાને ગુરુકૃપાથી (આનંદઘનની કૃપાથી) પ્રાપ્ત થયો, સમ્યકત્વ જળહળિત થયું, મોહને અનુભવથી નિર્બળ કર્યો એ વાત સં. ૧૭૩૮ પછી રચેલા ‘શ્રીપાળ રાસ'ના ચોથા ખંડના છેવટના ભાગમાં પોતે જણાવે છે. તેમાંથી થોડી કડીઓ લઈએ : માહરે તો ગુરચરણપસાર્યો. અનુભવ દિલમાં પેઠો. ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટ માંહિ, આતમ-રતિ હુઈ બેઠો. ઉગ્યો સમતિ-રવિ જલહલતો, ભરમ-તિમિર સવિ નાઠો. તગતગતા દુનય જે તારા, તેહનો બળ પણ થાઠો. હરખ્યો અનુભવ-જોર હતા જે, મોહમલ્લ જગ-લૂંઠો, પરિપરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો. અનુભવ-ગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો રૂ૫ નિજ માઠો. સાહિબ સન્મુખ સુનજર કરતાં, કોણ થાયે ઉપરાંઠો ? શ્રી આનંદઘન પેઠે યશોવિજયે પણ અનેક પદો રચ્યાં છે અને તે “જશવિલાસ” એ નામે પ્રકટ થયાં છે. વિશેષમાં જુઓ મારી સંપાદિત યશોવિજયકૃત ‘ગૂર્જર કાવ્યસંગ્રહના પહેલા ભાગની આવૃત્તિ પૃ.૧૪૧થી ૧૭૮, ૨૯૫થી ૨૯૮.) જૈનોમાં સંતો – સંતસાહિત્ય જેવું છે કે નહીં એની પૂછપાઇ થાય છે. તેનો ઉત્તર છે કે જૈનોમાં અનેક સંતો થયા છે અને પોતાની વાણી' (મધ્યયુગમાં ‘વાણી’ શબ્દ સંતોની રચનાઓ માટે વપરાતો) હૃદયના સહજ ઉદ્ગાર રૂપે ગાઈ મૂકી ગયા છે. દા.ત. શ્વેતામ્બર સંપ્રદાયમાં ઉક્ત શ્રી આનંદઘન, યશોવિજય. વિનયવિજય (સ્વ. સં. ૧૭૩૮; તેમનો વિનયવિલાસ' નામનો પદસંગ્રહ), જ્ઞાનસ્વર (કવિ કાલ સં. ૧૮૫રથી ૧૮૮૮, તેમનો સુંદર પદસંગ્રહ છે ને દુર્ભાગ્યે અપ્રકટ છે. તે મેં એકત્રિત કરી રાખ્યો છે ને છપાવનારને વાંકે અમુદ્રિત રહ્યો છે), ચરિત્રનંદિ – ને કવિતામાં જ્ઞાનાનંદ (સ. ૧૮૮૯થી ૧૯૦૯; જુઓ તેમના “જ્ઞાનવિલાસ' અને સંયમતરંગ' નામે પ્રકટ થયેલા સંગ્રહ), કપૂરવિજય તે ચિદાનંદ (૨૦મી સદીના આરંભે; ‘ચિદાનંદ બહોતરી' વગેરે તેનો સંગ્રહ છપાયેલ છે), ખોડાજી અને રાયચંદ કવિ (૨૦મી સદીના મધ્યમાં તેમનો સંગ્રહ છપાયો છે). દિગમ્બર સંપ્રદાયમાં બનારસીદાસ, ભૂધરદાસ, ઘાનતરાય, દોલતરામ, ભાગચંદ આદિ થયા છે કે જેમનાં પદો બનારસીવિલાસમાં અને જૈન પદ સંગ્રહ'ના પાંચ ભાગમાં ત્રીશેક વર્ષ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પહેલાં સાક્ષર નાથુરામ પ્રેમીજીથી સંપાદિત થઈને જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય તરફથી છપાયેલ હતાં. તેનો ઉઠાવ આવાં પવિત્ર અને ઊંચી કક્ષાનાં પુસ્તકો પ્રત્યેની જૈનોની ઉપેક્ષા અને જડતાના કારણે વિશેષ ન થઈ શક્યો તેથી તેની બીજી આવૃત્તિ થઈ શકી નથી. આ સર્વનાં પદોની રસમય ચૂંટણી કરી-કરાવી એક સામાજિક ગ્રન્થાવૃત્તિ કોઈ પ્રકાશક બહાર પાડે તો જૈનોમાં પણ સાચા સાહિત્યને ગૌરવ આપે એવું ચિરકાલીન સંતવાણી-સાહિત્ય ભર્યું છે એની પ્રતીતિ જૈનેતર બહુસંખ્યાવાળી પ્રજાને કરાવી શકાશે. અત્યાર સુધી જૈન કવિઓનું ગીતસાહિત્ય અજૈનોના દૃષ્ટિપથે આવ્યું નથી, મુકાયું નથી એમાં આપણે જૈનો જ નિમિત્તભૂત છીએ. કેટલાક જૈન અને જૈનેતર – બંને સમાજમાં થયેલા કવિઓનાં ચૂંટેલાં પદોને એકત્રિત આપવાનો સંપાદક પં. બેચરદાસે શુભ પ્રયાસ કર્યો છે તે હમણાં “ધમ[મૃત' નામે ગ્રન્થાકારે બહાર પડ્યો છે એ નોંધવાયોગ્ય બીના છે. આવા સંગ્રહથી તુલનાત્મક દૃષ્ટિથી એકબીજાથી સમાનતા જોવાની – સર્વ પ્રત્યે આદરમાન ઉત્પન્ન કરવાની અને સંતકવિઓના અનુભવથી ભરેલાં વચનોમાં કેટલું બધું સામ્ય ભરેલું છે તે પારખવાની તક મળે છે. ઊંચાં પદોને, આપણાં આવાં સુંદર ગીતોને આપણા શિક્ષણમાં સંસ્કૃતિમાં આજ સુધી કેટલું ઓછું સ્થાન મળ્યું છે ? તેના ઉત્તરમાં મહાત્મા ગાંધી કહે છે કે : “એ વાત સાચી છે, અને એ કંઈ ઓછા દુઃખની વાત નથી. હવે જાગવાનો સમય આવ્યો છે. કારણ જો લોકોના અનાદર અને ઔદાસીન્યના પરિણામે આ ગીતો મરવા પામે તો તે ભારે દુઃખની વાત થઈ પડશે. આ વાત મેં વારંવાર કહી છે.” (પ્રબુદ્ધ જૈન, ૧–૧૧–૪૧, પૃ.૧૨૪) અધ્યાત્મ-ગીતો સમજીએ તે પહેલાં આધ્યાત્મિકનો સ્પષ્ટ અને વિશેષ અર્થ આપણી જૈન પરિભાષાના ‘સમ્યગુ જ્ઞાન’ અને ‘સમ્યક ચારિત્ર' એ રીતે ગ્રહણ કરીશું તો સમજાશે કે “વીતરાગતમાં પરિણામ પામનાર આત્મલક્ષી જ્ઞાન તે સમ્યગુ જ્ઞાન. આજકાલ વપરાતા વિદ્યા' શબ્દનો અર્થ કોઈ પણ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન છે, જેમકે રસાયણવિદ્યા વગેરે. એ રીતે સમ્યકુ ચારિત્ર એટલે આત્મશુદ્ધિ અને ક્રિયાકાંડ એટલે દેખીતાં બાહ્યલક્ષી વિધિવિધાનો. ‘વિદ્યા’ એ પોતે “સમ્યગુ જ્ઞાન નથી. પણ સમ્યગુ જ્ઞાન હોય તો એ વિદ્યા આધ્યાત્મિક કહેવાય. એ જ રીતે બાહ્ય ‘ક્રિયાકલાપ' કે બાહ્ય “આચાર’ એ પોતે સમ્યફ ચારિત્ર નથી, પણ જો તે “સમ્યક ચારિત્ર'ની ભાવનામાંથી, ફૂલમાંથી સુવાસની પેઠે, પ્રયત્ન વિના જ જન્મેલ હોય તો તે આધ્યાત્મિક છે.” (શ્રી જિનવિજય) આનંદઘનજી સાધ્ય સિદ્ધ કરવામાં અપ્રમત્ત પ્રયત્નશીલ રહેતા થકા આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઘણે અંશે સફળ થયેલા સાધક અને કવિ હતા. સાથે શુદ્ધ મર્મી હતા. જેથી તેમની વાણી ઉદાર છે, તેવી જ તેમાં ગંભીરતા છે અને તેવું જ તેનું Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૧૩ સૌંદર્ય તથા તેની રસસમૃદ્ધિ છે. યશોવિજયજી પણ સાધક અને કવિ હતા, પણ પ્રમાણમાં ફેર. આનંદઘનજીમાં જેટલી ને જેવી ઉદારતા અને ગંભીરતા પોતાના શુદ્ધ મર્મીપણા(mysticism)ને લઈને સતત વહેતી રહી હતી, તેટલી અને તેવી યશોવિજયજીમાં સતત દૃશ્યમાન ન થાય તો તે તેમનામાં તેટલા પ્રમાણમાં મર્મીપણું ન હોવાને કારણે સમજવું. અંતે શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય બંનેના એક બે કાવ્ય-ટુકડાનું સ્મરણ કરી તેમની અધ્યાત્મવૃતિઓનાં શુદ્ધ સંસ્કરણ ભાવાર્થ-ટીકા અને માર્મિક વિવેચન સહિત પ્રકટ કરવા-કરાવવાની જરૂર છે એ પર સમાજનું ધ્યાન ખેંચી અત્યારે અત્ર વિરામ લેવો યોગ્ય છે. અધ્યાત્મી જે વસ્તુ વિચારે.... વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન-મત-વાસી રે. (આનંદઘનનું ૧૧મા જિનનું સ્ત) આતમજ્ઞાની શ્રમણ કહાવે.. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે. આનંદઘન-પદ-સંગી રે (આનંદઘનનું ૧૨મા જિનનું સ્ત.) આતમ-અનુભવ-રસભરી, યામેં ઓર ન માને, આનંદઘન અવિચલ કલા વિરલા કોઈ પાવે. (આનંદઘનનું બીજું પદ) ચેતન ! જ્ઞાનકી દૃષ્ટિ નિહાલો. જ્ઞાનદૃષ્ટિમાં દોષ ન એતે, કરો જ્ઞાન-અજુઆલો ચિદાનંદઘન સુજસવચનરસ, સજ્જન હૃદય પખાલો. ચેતન. (યશોવિજયનું એક પદ) પાદટીપ ૧. અમદાવાદ આવ્યાનું આ વર્ષ ચર્ચાસ્પદ છે. જુઓ ‘ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથમાં ઉપાધ્યાય યશોવિજયનું જીવનવૃત્ત એ લેખ. – સંપા. ૨. જુઓ “ઘનાનન્દકા એક અધ્યયન’ એ નામનો લેખ, પ્ર૭ નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૪૬, અંક ૨. શ્રાવણ ૧૯૯૮ પૃ.૧૪૩ તેમાં ઘનાનંદ, આનંદઘન, આનંદ એ ત્રણે નામના કેટલાક કવિઓનો અને આપણા આનંદઘનનો ઉલ્લેખ કરી તે વિષયે ઘણી માહિતી આપવામાં આવી છે. ૩. ઇંદોર હિંદી સાહિત્ય સંમેલનની સંમેલન-પત્રિકામાં પ્રથમ છપાયો હતો અને પછી હિંદી, માસિક “વીણા’ સને ૧૯૩૮ના નવેંબરના અંકમાં પ્રકાશિત થયો હતો. વળી અંગ્રેજી વિશ્વભારતી' ત્રૈમાસિક પત્રિકામાં પણ તેમણે આનંદઘન સંબંધી લખ્યું હતું. લેખકને આ લેખો વાંચવા મળી શક્યા નથી. ૪. વિષયરસમાં ગૃહી માચિયા નાચિયા કુગુરુ મદ ભરપૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.. કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે. દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગસૂલ રે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? – સીમંધર સ્ત., ૧લી ઢાળ. જિમજિમ બહુ મૃત બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો, તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે. – શ્રીપાલરાસ, ૪થા ખંડ અંત. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા જયંત કોઠારી ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન અહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્ય ન્યાયના આ આચાર્ય ષડ્રદર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર. વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, સ્તવનસઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વપરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું છે કે ગંગાકાંઠે છે એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ -- બૌદ્ધિકત્વ અને કાવ્ય એટલે સાહિત્યકળા – રસસૌન્દર્યનો મેળ જોવા મળે છે. “જબૂસ્વામી રાસમાં એમણે કહ્યું છે – તકવિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર, અરિગજગજન પણ દયિત નારી મૃદુ ઉપચાર. | (કવિનું વચન તકને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.) તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તકવિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે. વિચારવૈદધ્ય તર્કપાટવ, વિચારબળ, વિદગ્ધતા કે ચાતુર્ય યશોવિજયજીના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે, કદાચ બીજે ભાગ્યે જ જોવા મળે એવું. “સમુદ્રવહાણ સંવાદમાં સામસામી દલીલોની કેવી પટાબાજી છે ! સમુદ્ર મોટાઈનો મહિમા કરે છે તો સામે વહાણ મોટા કરતાં નાના પદાર્થો કેવા ઉપયોગી થાય છે તે બતાવે છે. સમુદ્ર પોતાનું કુલગૌરવ આગળ કરે છે તો વહાણ કુલજન્મ કરતાં સારાનરસાં કાર્યો જ વધુ મહત્ત્વનાં છે અને પ્રતિપાદિત કરે છે. આ જ રીતે ગુણ ગર્વની સામે ગુણનમ્રતા, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધનસંપત્તિ હોવાની સામે એ કામમાં આવે તેમાં સાર્થકતા વગેરે મુદ્દાઓ એક પછી એક મુકાયે જાય છે. આ દલીલબાજીમાં અનેક પૌરાણિક-લૌકિક સંદર્ભો ખપમાં લેવાયા છે. દાખલા તરીકે, ચંદ્ર સાગરમાંથી જન્મ્યો છે એ પૌરાણિક કથાનો લાભ લઈ સાગરને પોતાના પુત્રનો મહિમા ગાતો બતાવ્યો છે તો સામે વહાણને ચંદ્ર તો સાગરના પાપથી નાસીને અંબરવાસી બન્યો છે એવો રોકડો જવાબ પરખાવતો દર્શાવ્યું છે. નાનાપણાનો મહિમા ગાતાં મોટો એરંડો ને નાની ચિત્રાવેલી, મોટું આકાશ અને નાનો ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘સમુદ્રવહાણ સંવાદ'માં આવા સંદર્ભો જાણે ધોધની પેઠે ઠલવાતા દેખાય છે અને યશોવિજયનું આપણને પ્રભાવિત કરે એવું પુરાણપરંપરા ને લોકવ્યવ્યહારનું જ્ઞાન પ્રગટ થાય છે. ‘શ્રીપાલ રાસ’માં પતિ મૃગયાને ક્ષત્રિયધર્મ ગણાવે છે ત્યારે પત્ની એની સામે જે રજૂઆત કરે છે તે યશોવિજયજીની વિચારપટુતાનું એક સુંદર ઉદાહરણ છે. પત્ની કહે છે કે ઃ ૧. મોમાં તરણું રાખનાર શત્રુને પણ જીવતો મૂકવો એ ક્ષત્રિયાચાર છે, તો આ તો તરણાંનો જ આહાર કરવાવાળા પશુઓ છે. ૨. નાસે એની સાથે ક્ષત્રિય લડાઈ ન કરે, અશસ્ત્ર સાથે પણ ન કરે તેવો ક્ષત્રિયાચાર છે, તો આ સસલાં તો અશસ્ત્ર છે અને નાસે પણ છે. ક્ષત્રિયધર્મની સામે ક્ષત્રિયધર્મને જ મૂકીને મૃગયામાંથી વારવાનો કેવો યુક્તિપૂર્ણ ઉપાય અહીં અજમાવવામાં આવ્યો છે ! યશોવિજયજીની અલંકા૨૨ચનાઓમાં પણ એમનાં વિદગ્ધતા અને બુદ્ધિચાતુર્યનું પ્રવર્તન જોવા મળે છે, જેમકે “જંબૂસ્વામી રાસ’માં - અધર સુધા, મુખ ચંદ્રમા, વાણી સાકર, બાહુ મૃણાલી રે, તે પેઠી મુજ ચિત્તમાં, તેણે કાયા કહો કિમ બાલી રે. આમાં વિરોધાભાસની રચનામાં બુદ્ધિચાતુર્ય રહેલું છે. બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન ક૨ના૨ છે અને સુંદર સ્ત્રીનું સર્જન કરીને બ્રહ્માએ હાથ ધોઈ નાખ્યા એમ કવિઓ વર્ણન કરતા હોય છે. પણ બીજી બાજુથી બ્રહ્માને ‘શ્રુતિજડ’ પણ કહેવામાં આવ્યા છે. એનો લાભ લઈ યશોવિજય એક જુદો જ તર્ક લડાવે છે. ‘શ્રીપાળ રાસ'માં તિલકસુંદરીનું વર્ણન કરતાં તે કહે છે કે તે તો સૃષ્ટિ છે ચતુર મદન તણી, અંગે જીત્યા સવિ ઉપમાન રે, શ્રુતિજડ જે બ્રહ્મા તેહની રચના છે સકળ સમાન રે. શ્રુતિજડ બ્રહ્માની રચના તો સઘળી સરખી જ છે. ત્યારે તિલકસુંદરી તો અનન્ય છે. એનું સર્જન બ્રહ્માથી કેવી રીતે થાય ? એ તો ચતુર મદનનું જ સર્જન. શ્રીપાલના દાનેશ્વરીપણાની વાત કરતાં યશોવિજય કર્ણ કરતાં એનું ચડિયાતાપણું કેવી વક્રતાથી વ્યંજનાત્મકતાથી સૂચવે છે ! ‘કર્ણ વગેરે લોકોના મનરૂપી ગુપ્તગૃહમાં હતા તેમને છોડાવ્યા’. મતલબ કે કર્ણ વગેરે હવે લોકોના મનમાં ન રહ્યા, શ્રીપાળના દાનેશ્વરીપણાએ એમને ભુલાવી દીધા. ww તત્ત્વવિચારક યશોવિજયનો પ્રવેશ અલંકા૨૨ચનામાં એ રીતે પણ થાય છે કે Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૧૭ એ તત્ત્વવિચાર ને ધર્મવિચારના ક્ષેત્રમાંથી ઉપમાનો લાવે છે. અમૂર્તને માટે મૂર્ત પદાર્થોનાં ઉપમાનો યોજવાં એ વ્યાપક રૂઢિ છે. યશોવિજયમાં મૂર્ત પદાર્થો માટે અમૂર્ત વિચારપ્રદેશનાં ઉપમાનો યોજાય છે. જેમકે શ્રીપાળ અને એની આઠ પત્નીઓ વિશે તેઓ કહે છે કે – અડ દિઠ્ઠિ સહિત પણ વિરતિને જિમ વછે સમકિતવંત રે, અડ પ્રવચનમાતા સહિત મુનિ સમતાને જિમ ગુણવંત રે, અડ બુદ્ધિ સહિત પણ સિદ્ધિને અડ સિદ્ધિ સહિત પણ મુક્તિ રે, પ્રિયા આઠ સહિત પણ પ્રથમને નિત ધ્યાવે તે ઈણ યુક્તિ રે. ધર્મવિચારની કૃતિઓમાં યશોવિજયજી પ્રચુરપણે દૃષ્ટાંતો તથા દૃષ્ટાંતકથાઓ ગૂંથે છે. પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયમાં નિંદાપર્યાય માટે આપેલી કથાઓમાં માનવવર્તનના કોયડા રજૂ કરતી બુદ્ધિચાતુર્યયુક્ત કેટલીબધી કથાઓ આપવામાં આવી છે ! બુદ્ધિચાતુર્ય તરફનું યશોવિજયનું સવિશેષ આકર્ષણ એમાં વરતાઈ આવે છે. સાંપ્રદાયિક શાસ્ત્રવિચારની કૃતિઓમાં જ્યાં દૃષ્ટાંત ને દૃષ્ટાંતકથાઓનો ઓછોવત્તો ઉપયોગ થયો છે ત્યાં કાવ્યત્વનો એટલે અંશે અનુપ્રવેશ થયો છે, પરંતુ મોટા ભાગની કૃતિઓમાં એવું બની શક્યું નથી. એ યશોવિજયની તીક્ષ્ણ શાસ્ત્રસમજ ને વાદપટુ બુદ્ધિપ્રતિભાનો પરિચય અવશ્ય કરાવે છે. બીજી બાજુ એમનાં પદો વિશાળ અધ્યાત્મવિચાર રજૂ કરે છે ને એમાં એમનો હૃદયભાવ, એમની વાકછટા, એમણે લીધેલો રૂપકાત્મકતાનો આશ્રય વગેરેને કારણે સર્વસ્પર્શી કાવ્યરૂપતા સિદ્ધિ થઈ છે. અલંકારરચના કાવ્યસૌંદર્યનો એક મહત્ત્વનો સ્રોત આપણે ત્યાં પરંપરાગત રીતે અલંકારો ગણાવાયેલા છે. અલંકાર વિના કાવ્ય નહીં એમ મનાયું છે. કવિની કસોટી પણ અલંકારરચના અને એમાં વ્યક્ત થતી એની કલ્પનાશીલતા. યશોવિજય અલંકારરચનાનું ઘણું કૌશલ બતાવે છે, ઉàક્ષા, ઉપમા, રૂપક, વ્યતિરેક વગેરે વિવિધ અલંકારો યોજે છે, એટલું જ નહીં એમની અલંકારરચનાઓ આગવી મુદ્રા લઈને આવે છે – એમણે ઉપમાનો બિનપરંપરાગત ક્ષેત્રોમાંથી શોધ્યાં છે, વિચારના ક્ષેત્રને પણ એમણે એમાં ઉપયોગમાં લીધું છે, અલંકારોની સંકુલ રચનાઓ કરી છે, અલંકારાવલિઓ યોજી છે, વક્તા અને વ્યંજનાત્મકતાથી એમાં નિગૂઢતા આણી છે ને અપૂર્વ કલ્પનાશીલતા દાખવી છે. થોડાંક એવાં ઉદાહરણો જોઈએ. શ્રીપાળના દાનેશ્વરીપણાનો મહિમા કરતાં કવિ કહે છે કે સુરતરુ સ્વર્ગથી ઊતય, તપસ્યા કરી અને એની કરઅંગુલી બની રહ્યાં. રૂપક-અલંકારની આ એક પરોક્ષ રચના છે. એ કેટલીબધી અર્થસભર છે ! શ્રીપાળની કરચંગુલીને સુરતરુ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તરીકે કલ્પવામાં એ ઇચ્છિત વસ્તુ આપે છે, માગ્યા વિના જ આપે છે અને સદ્ય આપે છે એમ સૂચવાય છે. ઉપરાંત, કરચંગુલી સુરતરુરૂપ છે એવી સીધી રૂપરચના કરી નથી, સુરતરુને સ્વર્ગથી ઊતરતાં ને તપસ્યા કરતાં વર્ણવ્યાં છે, તપસ્યાને પરિણામે એ કરઅંગુલી બન્યાં એમ કહ્યું છે. આમાં સુરતનો ઉદ્યમ અને કર-અંગુલી બનવામાં એની સાર્થકતા વ્યક્ત થાય છે. ખરેખર તો આ રીતે સુરતરુ હોવામાં કરતાં કરઅંગુલી બનવામાં વધારે મહિમા છે એમ સમજાય છે. તો આ વ્યતિરેક અલંકાર કહેવાય ? ‘શ્રીપાળ રાસ'માં ચૈત્યોની ભવ્યતા વર્ણવતાં નૂતન કલ્પના કરી છે કે “વિધુમંડલ અમૃત આસ્વાદ રે, ધ્વજ-જીહે લીયે અવિવાદ રે.” ચૈત્યો ધ્વજરૂપી જીભથી ચંદ્રના અમૃતનો જાણે આસ્વાદ કરે છે. ચૈત્યોની ભવ્યતા-દિવ્યતાઅમૃતમયતા અને ધજાઓની ઊંચાઈ આમાં ધ્વનિત થાય છે. આ અલંકારરચનામાં રૂપક-ઉàક્ષાની સંસૃષ્ટિ છે. જબૂસ્વામી રાસમાં જંબૂસ્વામી હોય છે તેનું વર્ણન કરતાં એક સરસ ઉàક્ષા ગૂંથી છે – નીચોઈનું પાણી રે, નાહ્યા જંબૂ શિર જાણી રે, લોચ ટૂકડો માનું એ કેશ આંસુ ઝરે રે. કેશમાંથી નીતરતા પાણીથી એવું લાગે છે કે જાણે લોચ નજીક જાણીને કેશ આંસુ સારી રહ્યા છે. આ કલ્પના ભાવિ કથાઘટનાનો સંકેત કરી જાણે કથાને આગળ લઈ જાય છે. દિક્ષાસજ્જ જંબૂકુમારનું આ વર્ણન જુઓ : ચિત્ત માહીં અણમાનું શુક્લ ધ્યાનનું પૂર, બાહિર આવી લાગ્યું, ઉજ્જવલ માનું કપૂર. જંબૂસ્વામીના શરીર પર કપૂરનો લેપ છે તે જાણે શુક્લ ધ્યાનનું પૂર એમના ચિત્તમાં ન સમાતાં બહાર આવ્યું હોય એવું લાગે છે. અહીં ભૌતિક દ્રવ્યને માટે માનસિક વૃત્તિનું ઉપમાન વપરાયું છે એ એક વિશેષતા અને જંબૂકુમારની દેહસક્કા ઉપરાંત એમની ચિત્તાવસ્થાનું, એમની આધ્યાત્મિક સ્થિતિનું સાથેલાનું વર્ણન થયું છે એ બીજી વિશેષતા. અને આ ઉન્મેક્ષાઓની હારમાળા – શ્રીપાલ-પ્રતાપથી તાપીયો રે લાલ, વિધિ શયન કરે અરવિંદ રે. કરે જલધિવાસ મુકુંદ રે, હર ગંગ ધરે નિસ્પદ રે, ફરે નાઠા સૂરજ ચંદ રે.. બ્રહ્મા કમલમાં વાસ કરે છે તે જાણે શ્રીપાલના પ્રતાપથી તપ્ત થઈને શીતળતા મેળવવા – આ બધી ઉોક્ષાઓમાં કવિએ પૌરાણિક ને ભૌગોલિક હકીકતોને કામમાં લીધી છે અને એ રીતે શ્રીપાલનો પ્રતાપાતિશય દર્શાવ્યો છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા 7 ૨૧૯ તો આ રૂપકોની હારમાળા તમે અંબર, અમે દિશા, તમે તરુઅર, અમે વેલિ, સૂકાં પણ મૂકાં નહિ રે, લાગી રહું રંગરેલિ. ***** તમે યોગી, અમે વિભૂતિ, તમે અધિકારી, અમે કલમ, *** તમે પુણ્ય, અમે વાસના, તમે ભાગ્ય, અમે લલાટરેખા. *** તમે સંયમ, અમે ધારણા, તમે રૂપી, અમે રૂપ. તરુઅર-વેલિનું રૂપક તે એકમાત્ર પરંપરાગત રૂપક, બાકી બધાં નવાંનકોર. અધિકારી-કલમ જેવાં વ્યવહારજીવનમાંથી લીધેલાં રૂપક, તો અંબર-દિશા જેવાં વિરાટ પ્રકૃતિતત્ત્વનાં રૂપકો. યોગી-વિભૂતિ એ અધ્યાત્મજીવનચર્યાનાં રૂપકો ને બાકીનાં ઘણાં તો અમૂર્ત ગુણો ને વૃત્તિઓનાં રૂપકો. વિરાટથી માંડીને સૂક્ષ્મ તત્ત્વોને આંબી વળતી યશોવિજયની કલ્પનાલીલાનો આ કેવો વિસ્મયકારી પ્રભાવક આવિષ્કાર છે ! અને એમાંથી જંબૂસ્વામીની પત્નીઓનો જંબૂસ્વામી સાથે અંશ રૂપે એકત્વનો ભાવ કેવો પ્રબળપણે વ્યક્ત થાય છે ! યશોવિજય પરંપરાગત ઉપમાનોનો ઉપયોગ નથી કરતા એવું કંઈ નથી. પણ એની નોંધ લેવાનું અહીં પ્રયોજન નથી. છતાં એક ઉપમાવલિ તો ઉતારીએ જ. આ છે આખું ‘પાર્શ્વનાથજિન સ્વતન' : વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે, કે મુ જિમ સુ૨ માંહી સુ૨૫તિ પરવડો રે, કે સુ૦ જિમ ગિરિ માંહી સુરાચલ, મૃગ માંહી કેસરી રે, કે મૃ જિમ ચંદન તરુ માંહી, સુભટ માંહી મુરરિ રે, કે સુ૦ ૧ નદીયાં માંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, કે અવ ફૂલ માંહી અવિંદ, ભરતપતિ ભૂપમાં રે, કે ભ ઐરાવણ ગજ માંહી, ગરૂડ ખગમાં યથા રે, કે ગ૦ તેજવંત માંહી ભાણ, વખાણ માંહી જિનકથા રે, કે વ૦ ૨ મંત્ર માંહી નવકા૨, રતન માંહી સુરમણિ રે, કે ૨૦ સાગર માંહી સ્વયંભૂરમણ શિરોમણિ રે, કે ૨૦ શુક્લ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમળપણે રે, કે અ શ્રી નવિજય વિબુધ પય સેવક ઇમ ભણે રે, સે૦ ૩ પરંપરાગત છતાં ધોધની પેઠે આવતાં ઉપમાનો આપણને ખેંચી તો જાય છે જ. ને પરંપરાગત ઉપમાનોની વચ્ચે જૈન સંપ્રદાયમાંથી આણેલાં ‘વખાણ (વ્યાખ્યાન)માં જિનકથા' ‘મંત્રમાં નવકાર’‘સાગરમાં સ્વયંભૂરમણ (નામનો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સાગર) ધ્યાનમાં શુક્લ ધ્યાન' વગેરે ઉત્કૃષ્ટતાદર્શક નવીન ઉપમાનો આપણા લક્ષ બહાર ન જ રહેવાં જોઈએ ને ? યશોવિજયજીનો અલંકાર-રસ ઘણો ઉત્કટ છે. વિચારાત્મક બોધાત્મક વિષયવસ્તુ હોય ત્યાં દૃષ્ટાંતોનો આશ્રય લેવાનું સહજ હોય જ. ઉપરાંત આ કવિ ઉલ્ટેક્ષાઓ ખૂબ લડાવે છે અને રૂપકોમાં રાચે છે. સુમતિને સખી રૂપે કહ્યું છે ને પંચમહાવ્રત-જહાજ તથા ભવ-સાગર જેવી વિસ્તૃત રૂપકગ્રન્થિઓ રચે છે. એમનાં વર્ણનો, ભાવચિત્રણો વગેરેમાં પણ અલંકારો દાખલ થયા વિના રહેતા નથી. ઘણી વાર તો એ કેવળ આલંકારિક જ બની રહે છે. વસ્તુચિત્ર પ્રત્યક્ષતા, મૂર્તતા એ મહત્ત્વનો કવિધર્મ છે. કવિનું કામ માત્ર કહેવાનું નથી, વસ્તુનો સાક્ષાત્કાર કરાવવાનું છે, વસ્તુનું ચિત્ર આપવાનો છે. વસ્તુના લાક્ષણિક અંશોના વર્ણન દ્વારા આ થઈ શકે. યશોવિજયજી આ કવિધર્મ યોગ્ય રીતે બજાવે છે. કાવ્યના ખરા શ્રોતા – ભાવકની ભાવદશાને યશોવિજય એની ચેષ્ટાઓ – એના અનુભાવો દ્વારા મૂર્ત કરે છે તે જુઓ : શીશ ધુણાવે ચમકિયો, રોમાંચિત કરે દેહ, વિકસિત નયન, વદન મુદા, રસ દિયે શ્રોતા તેહ. દિયર નેમિનાથ સાથે ભાભીઓ હોળી ખેલે છે તેનું ચિત્ર તો રંગીલું અને મદીલું છે ? તાલ કંસાલ મૃદંગ સં. રંગ હો હોરી. મધુર બજાવત ચંગ, લાલ રંગ હોરી, ગયબ ગુલાલ નયન ભરે, ૨૦ બહેન બજાવે અનંગ. લાલ રં૦ પિચકારી છાંટે પીયા. ૨૦ ભરીભરી કેસરનીર. લાલ ૨૦ માનું મદનકીરતીછટ, ૨૦ અલવે ઉડાવે અબીર. લાલ ૨૦ યોવનમદ મદિરા છકી, રં૦ ગાવત પ્રેમ-ધમાલી. લાલ ૨૦ રાગત માચતા નાચતી, ૨૦ કૌતુક શું કરે આલી. લાલ ર૦ સોહે મુખ તંબોલ સું, રં૦ માનું સંધ્યાયુત ચંદ. લાલ રે૦ પૂરિત કેસર ફુલેલ સું, ૨૦ ઝરત મેહ જિઉં બુંદ. લાલ રં૦ થણ ભૂજમૂલ દેખાવતી, ર૦ બાંહ લગાવત કંઠ લાલ ર૦ હોળીના રંગ-નાદ-ઉત્સવની રેખાઓ કવિએ આબાદ ઝડપી છે અને સ્ત્રીઓની શૃંગારચેષ્ટાઓ વર્ણવવામાં પણ એમણે સંકોચ અનુભવ્યો નથી. એમાં ઝીણું દર્શન પણ કર્યું છે – સ્ત્રીઓ સ્તન અને બાહુમૂલ (બગલ) દેખાડે છે. સમગ્ર વર્ણનમાં એક વાકછટા તો છે જ, તે ઉપરાંત, અલંકારોક્તિથી વર્ણનના અંશોને પ્રભાવપૂર્ણ ઉઠાવ આપ્યો છે – નયનમાં ગયબ (ગેબ, રહસ્ય. ગૂઢ ભાવ)નો ગુલાલ ભરે છે, અનંગ વીણા બજાવે છે વગેરે. તંબોલભર્યા મુખ માટે સંધ્યાયુક્ત ચંદ્ર તરીકે Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૨૧ ઉàક્ષા કરી છે તેના પર તો વારી જવાય એવું છે. સાગરના કોપનું, એમાં જાગેલા તોફાનનું રૌદ્ર-ભયાનકરસને મૂર્તિમંત કરતું ચિત્રણ ગાઢી વિગતોથી થયેલું છે તથા ચિત્રને ઘેરા રંગ અર્પતા અલંકારોનો પણ ઉપયોગ થયો છે. વહાણના પ્રવાસીઓની ભયભીત મનોદશાને વ્યક્ત કરતા એમના પ્રતિભાવો એ ચિત્રણને એક બીજું પરિમાણ આપે છે. થોડીક કડીઓ નમૂના રૂપે જોઈએ ? એહવે વયણે રે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવનઝકોલે રે જલભર ઊછલી, લાગે અંબર મોભ. ૧ ભમરી દેતા રે પવન ફિરીફિરી રે, વાલે અંગ તરંગ, અંબરવેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિશંગ. ૨ જલનઈ જોરાં રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક, વાહણલોકનઈ રે જો દેખો હુઈ, ધૂમકેતુ શત શંક. ૩ રોષઅગનિનો રે ધૂમ જલધિ તણો, પસ ઘોર અંધાર, ભયભર ત્રાસ રે મશક પરિ તદા, વાહણના લોક હજાર. ૫ છૂટે આડા રે બંધન થંભનાં, ફૂટઇ બહુ ધ્વજદંડ, સૂક વાહણ પણિ છોતા પરિ હુઇ, કુઆર્થંભ શતખંડ. ૮ | (સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૩) અને હવે જુઓ તોફાન શમી ગયા પછીની વહાણની નિર્વિબ. શાંત ગતિનું વર્ણન. પાર્શ્વનાથની કૃપાથી વિખ ટળ્યું છે તેથી ધર્મભાવથી રંગાયેલી ને પ્રસન્નતાસૂચક ઉàક્ષાઓથી કવિએ એને કેવળ વસ્તુચિત્ર ન રહેવા દેતાં ભાવચિત્ર બનાવી દિીધું છે: કુઆભ ફિરિ સજ કીઓ હો, માનું નાચકો વંસ, નાચે ફિરતી નર્તકી હો. શ્વેત અંસુર ધરી એસ. ૪ સોહે મંડિત ચિહું દીસે હો, પટમંડપ ચોસાલ, માનું જયલચ્છી તણો હો હોત વિવાહ વિશાલ. ૫ બેઠો સોહે પાંજરી હો, કુઆથંભ-અગ્રભાગ, માનું કે પોપટ ખેલતો હો. અંબર-તરૂઅર લાગિ. ૬ નવનિધાન લચ્છી લહી હો, નવ ગ્રહ હુઆ પ્રસન્ન, નવ સઢ તાણ્યા તે ભણી હો, મોહે તિહાં જનમત્ર. ૭ મેઘાડંબર છત્ર વિરાજે. પટમંડપ અતિ ચંગ, બીજે બિહું પખ સોહતા હો, ચામર જલધિતરંગ. ૯ એક વેલિ સાયર તણી હો, દૂજી જનરંગ-રેલી, ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલિ. ૧૦ (સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૬) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સમુદ્રવહાણ સંવાદમાં ૧૦મી ઢાળમાં કડખાની દેશીમાં ઝડઝમકભરી વાકછટામાં પ્રસંગની ભીષણતાને તથા રુકતાને પ્રગટ કરતા અલંકારોથી નૌકાયુદ્ધનું જુસ્સાદાર વર્ણન થયું છે તેમાં શસ્ત્રાસ્ત્રોની રમઝટ સાથે યોદ્ધાઓના રણોત્સાહને પણ કવિએ વણી લીધો હોવાથી એ વર્ણનને સભરતા સાંપડી છે. થોડીક કડીઓ જુઓ : કાલ-વિકરાલ કરવાલ ઉલાળતા, ફૂંકે મૂકે પ્રબલ લાલ સિરખી.. જૂઠ અતિ દુઠ જન સુખ સરમોહતા, યમમહિષ સાંભરે જેહ નિરખી. ૨ હાથિ હથિયાર શિર ટોપ આરોપિયા, અંગિ સત્રાહ ભુજ વીર વલયાં, ઝલકતે નૂર દલપુર બિહું તબ મલ્યાં, વીરરસ જલધિ ઊધાંણ વલિયાં. ૪ ભંડ બ્રહ્મડ શતખંડ જે કરી સકે, ઊછલે તેહવા નાલિ-ગોલા, વરસતા અગન રણમગન રોસે ભય, માનું એ યમ તણા નયન-ડોલા. ૯ વર્ણનોમાંયે યશોવિજયજીનું પાંડિત્ય અછતું રહેતું નથી – વીગતો એમની જાણકારી બતાવે છે, અલંકારો એમનું વિશ્વજ્ઞાન ને એમની કલ્પનાશીલતા બતાવે છે. શબ્દરાશિ ને અભિવ્યક્તિ એમની વાગ્વિદગ્ધતા. ‘શ્રીપાલ રાસ'ના યુદ્ધવર્ણનના નીચેના અંશમાં એમનાં પાંડિત્ય ને વાગ્વિદગ્ધતા કેવાં પ્રગટ થયાં છે ! – નીર જિમ તીર વરસે સદા યોધઘન, સંચરે બગ પર્વે ધવલ નેજા. ગાજ દલાજ ઋતુ આઇ પાઉસ તણી, વીજ જિમ કુંત ચમકે સતેજા. કોઈ છેડે શરૅ અરિ તણાં શિર સુભટ, આવતાં કોઈ અરિબાણ ઝીલે. કેઇ અસિછિત્ર કરિકુંભ-મુક્તાફલેં બ્રહ્મરથવિહગમુખ પ્રાસ વાલે. યુદ્ધને વર્ષાઋતુનું રૂપક આપ્યું છે તે તો સમજાય એવું છે – યોદ્ધારૂપી વાદળ. તીરરૂપી નીર, બગલા જેવી ધજાઓ, વીજળીની જેમ ચમકતા ભાલાઓ વગેરે. પણ છેલ્લે મુકાયેલી કલ્પનામાં અભિવ્યક્તિનો કેવો મરોડ છે ને કેવી સઘનતાથી રજૂ થયો છે ! કેટલાક વીરો પોતાની તલવારથી હાથીઓનાં કુંભસ્થળને વિદારે છે અને એનાં મોતીઓનો ચારો “બ્રહ્મરથવિહગમુખ’ને ધરે છે. બ્રહ્માના વાહનરૂપ પંખી એટલે હિંસને મુખે. બ્રહ્મા હંસવાહન છે એ પૌરાણિક માન્યતા અને હંસ મોતીનો ચારો ચરનારા છે એ કવિસમય આપણી સ્મૃતિમાં ન આવે તો યશોવિજયની કલ્પના આપણી પહોંચ બહાર જ રહે. કવિએ પાંડિત્ય લડાવ્યું છે ને? વસ્તુનું સીધું, ઇન્દ્રિયપ્રત્યક્ષ વર્ણન કરવાને બદલે વસ્તુના પ્રભાવનું, એના મહિમાનું વર્ણન કરવું એ કવિમાન્ય રીતિ છે. એથી વસ્તુનો વર્ણનાતીત ગુણાતિશય આપણા હૃદયને નિબિડપણે પ્રતીત થાય છે. યશોવિજયજીને આવું મહિમાગાન કરવાનું ઘણું ગમે છે. જેમકે, “શ્રીપાળ રાસમાં કૈલોક્યસુંદરીના સૌન્દર્યનું વર્ણન કરતાં તેઓ કહે છે – રોમાઝ નિરખે તેહને, બ્રહ્માદ્વય અનુભવ હોય રે.. સ્મર-અદ્વય પૂરણ દર્શને, તેહને તોલ્યા નહીં કોય ૨. Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૩ _.... હ વે તે એના રોમાઝને નિરખવાથી બ્રહ્મ સાથેના અદ્વૈત જેવો અનુભવ થાય છે, તો એનું પૂરું દર્શન થતાં તો સ્મર (કામભાવ) સાથેના અદ્વૈતનો અનુભવ. સૌન્દર્યાનુભવની આ બે કોટિઓ કેવી વિલક્ષણ છે ને બ્રહ્મ-અદ્વૈતની ઉપર સ્મર-અદ્વૈતને મૂકવામાં શૃંગારભાવનો કેવો અદ્દભુત મહિમા રહેલો છે ! સાધુ-કવિ યશોવિજયજીનો આ ઉદ્ગાર છે તેથી એ વધુ નોંધપાત્ર બને છે. ભાવચિત્રો : પ્રીતિભાવ પ્રભાવક વસ્તુચિત્રો જ નહીં, મર્મસ્પર્શ ભાવચિત્રો પણ યશોવિજયજીની કલમેથી આપણને સાંપડે છે. “જબૂસ્વામી રાસમાં ભવદત્ત મુનિ પોતાના ભાઈ ભવદેવ સમક્ષ પોતાની બાલ્યાવસ્થાને સંભારે છે તેમાં વતનપ્રેમ અને અતીતાનુરાગ કેવાં સાથેલામાં વ્યક્ત થયાં છે ! કેવાં હૃદયંગમ રીતે વ્યક્ત થયાં છે ને વતનનું એક મધુરું ચિત્ર એમાંથી ઊપસે છે તે તો લટકાનું – ગામસીમ એ રૂખડાં, મોહનગારાં હુંત, વાનર પરે ચઢતા જિહાં, આપણ બેઉ રમત. તેહ સરોવર, તેહ જલ, તેહ તીર મનોહાર, કંઠે આરોપ્યા જિહાં, તાલ નલીનના હાર. સોહે એ જ વાલુકા, ઉર્વીયલ જેસી કપૂર, બાળલીલાએ આપણે. કય જિહાં ઘર ભૂરિ. પંડિત કવિ યશોવિજયજી કેવા હળવા અને લોકહૃદયગમ્ય બની શકે છે તેનું આ એક સરસ ઉદાહરણ છે. જબૂસ્વામી પ્રત્યે એની પત્નીઓ ‘તમે અંબર અમે દિશા' એમ કરીને જે ઉદ્ગારો કરે છે તે આપણે આગળ નોંધી ગયા. એ પણ વસ્તુતઃ ઉત્કટ પ્રેમભાવનું ચિત્ર છે – ભક્તિરંજિત પ્રેમભાવનું, કેમકે એમાં પ્રિયતમના અંશરૂપ બની રહેવાની. અભિલાષા વ્યક્ત થઈ છે. એ ઉદ્ગારો પણ ઉપાધ્યાયજીની સરળ સર્વસ્પર્શી અભિવ્યક્તિનું ઉદાહરણ છે. યશોવિજયજીમાં લૌકિક પ્રતિભાવનાં ચિત્રો ખાસ ન મળે એ સમજાય એવું છે. પણ જેમ-રાજુલને નિમિત્તે એમણે વિરહપ્રીતિ ને એના સંચારિભાવો તીક્ષ્ણતાથી અને પ્રબળતાથી આલેખ્યાં છે. રાજુલના ઉદ્ગારો રૂપે આ ભાવચિત્રો આપણને પ્રાપ્ત થાય છે. એની વ્યાકુળતા જુઓ – મનકી લગની ભર અગની સી લાગે, અલી ! કલ ન પરત કછુ કહા કહું બતીયાં. એની તીવ્ર તરસ જુઓ. ઊછળતા ઉમંગો જુઓ - ગુન ગહો, જશ બહો, ધરિ રહો, સુખ લહો, દુઃખ ગમો, મુઝ સમો રંગ રમો રતિયાં. દુઃખ પર દુખ ખડકાઈ રહ્યાની, દુઃખ ઘૂંટાઈ રહ્યાની એની લાગણી જુઓ – Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એક યૌવન, બીજું મદન સંતાપ રે, ત્રીજું વિરહ કલેજું કાપી રે, ચોથું તે પિઉપિલ પિક પોકાર રે, દુઃખિયાનું દુઃખ કોઈ ન વારઇ રે. આશા નિરાશામાં પલટાવાની વેદના તો કેવી ભારે હોય ? પૂર્વ દિશા રાતી દેખાય છે, પણ પછી સૂર્ય ઊગત તો દેખાતો જ નથી ! પૂર્વ દિશા રાતી લાગી તે તો, હાય, રોતી (ને તેથી રાતી) આંખને લીધે ! – નીંદ ન આવઈ ઝખકી જાવું રે. પૂરવ દિસિ જઈ જોવા લાગું રે, રોતાં દીસે રાતડી નયણે રે, કિમહી ન દીસે પણિ તે ગણિ રે. એ નરી નિઃસહાયતા અનુભવે છે. – પિઉ અવલઇ કુણ સવલો થાઈ રે ? સર્વ ઉપાયો પણ, અરેરે, નિરર્થક જઈ રહ્યા છે – નેહગહેલી દુરબલ થાઉં રે, માનું નિમતિમ પિલ-મનિ માઉં રે, પણ નવિ જાણ્યું એ ન ઉપાયો રે, પ્રતિ પરાણિ કિમઈ ન થાયો રે. વિરહિણી નારીને માટે જગતના પદાર્થો કેવા વિષમ-વિપરીત થઈ જાય છે ને એનું મન કેવીકેવી કલ્પનાઓ કરે છે ! મનમાં ભારોભાર કટુતા વ્યાપી વળી છે – કોકિલ બોલ ટાટુંમીઠું રે, મુઝ મનિ તો તે લાગઇ અંગીઠું રે, વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપ તે થઈ છઇ કાલી રે. પોતાનો ત્યાગ કરનાર પ્રિયતમને એનું દિગ્ધ સ્ત્રીહૃદય માર્મિક કટાક્ષપ્રહારો કરે છે – ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ. તેહ કુરંગને વયણડે રે હાં, પતી આવે કુણ લોક ? ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધુતારી હેત, સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહ સુ કવણ સંકેત ? પ્રીતિ કરતાં સાહેલી રે હાં, નિરવહતાં જંજાલ, જેહવો વ્યાલ ખેલવવો રે હાં, જેહવી અગનની ઝાળ. ધૃષ્ટ બની એ પ્રિયતમને આમંત્રણ આપે છે – આઓ ને મંદિર વિલસો ભોગ, બૂઢાપન મેં લીજે યોગ. છેવટે તો રાજુલનો અખંડ એકનિષ્ઠ પ્રતિભાવ લૌકિત્વ છોડી અલૌકિકત્વ પ્રાપ્ત કરે છે. અને એ પ્રાર્થે છે – જો વિવાહ-અવસર દિઓ રે હાં, હાથ ઉપર નહિ હાથ, દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. ને અધ્યાત્મસહચારનો દિવ્ય રસાસંદ એ પ્રાપ્ત કરે છે – તે દીનું કેવલજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન મુગતિમહેલમેં ખેલે દોઈ... રાજુલના ભાવવિવત અને અ-સામાન્ય ભાવપલટાને તાદૃશતાથી ને Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૨૫ ચમત્કૃતિભરી રીતે આલેખી આપવામાં યશોવિજયજીનું મનોરમ કવિકૌશલ રહેલું પ્રેમભક્તિભાવ યશોવિજયજીમાં આપણને વધારે મળે છે તે તો જિનેશ્વર દેવ પ્રત્યેના એમના પોતાના હૃદયના પ્રેમભક્તિના ભાવોનું આલેખન. હા, માત્ર ભક્તિના નહીં. પ્રેમભક્તિના ભાવો. એમની સ્તવનરચનાઓમાં બહુધા જિનપ્રભુને સીધું સંબોધન છે અને એમાં પ્રભુદર્શનનો ઉમળકો, ગુણાનુરાગ, અને અનન્ય નિષ્ઠા જ નહીં, પણ અવિભંગ પ્રકટ પ્રીતિનો ભાવ, પ્રિયમિલનના વિલંબની અસહ્યતા, એકાંત ગોષ્ઠિની ઝંખના, આર્જવ અનુનય, અસમાન વચ્ચેની પ્રીતિની વિષમતાનવિલક્ષણતા, પોતાનું પ્રેમસાહસ વગેરે ભાવો પણ સમાવેશ પામ્યા છે. જુઓ: * હુઓ છિપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ. પીવત ભરભર પ્રભુગુણપ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઈક્ષ પરાળ શું જી, ન રહે લહિ વિસ્તાર, વાચક જશ કહે પ્રભુ તણો જી, તિમ મુજ પ્રેમપ્રકાર. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી, ગુણગોઠે પ્રગટે પ્રેમ. ઓછું અધિક પણ કહે રે, આસંગાયત જેહ, આપે ફળ જે અણકહ્યાં રે, ગિરૂઓ સાહિબ તેહ. દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વધે મામ, જળ દીર્વે ચાતક ખીજવી રે. મેઘ હુઓ તેણે શ્યામ. મોડુંવહેલું આપવું રે. તો શી ઢીલ કરાય, વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. લઘુ પણ હું તુમ મનિ નવિ માઉં રે, જગગુરુ, તુમને દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિદ વિમાસી રે. મુજ મન-અણુ માંહિ ભક્તિ છે ઝાઝી રે... * તુમે બહુ મૈત્રી રે સાહિબા, માહરે તો મન એક, તુમ વિણ બીજો રે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક. * અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો, મા આગળ મોસાળનાં, શ્યાવરણવવા અવદાત હો. જાણો તો તાણો કિછ્યું, સેવાફળ દીજે દેવ હો, વાચક જશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. * અમે પણ તુમ શું કામણ કરશું. * મેં રાગી પ્રભુ મેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી, એક પખે જે નેહ નિરવહવો, તેમાં કીસી શાબાશી. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય નિરાગી સેવે કાંઇ હોવે, ઇમ મનમેં નિવ આણું, ફ્ક્ત અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું. પ્રેમ બંધાણો તે તો જાણો, નિરવહશ્યો તો હોશે પ્રમાણો, વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ. અણદીઠે અલજો ઘણો, દીઠે તૃપતિ ન હોઇ રે. સાસ પહિલાં સાંભરે રે, મુખ દીઠે સુખ હોય, વિસાર્યા નવિ વિસરે રે, તેહ શ્યું હઠ કિમ હોય રે. *મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોવે પ્રમાણ, મુજરો માને સિવ તણો રે, સાહિબ તેહ સુજાણ. મસિ વિણ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે, ધોઇએ તિમતિમ ઉઘડે, ભગતિલે તેહ નિત્ય રે. * નીરખીનઇ, નીરખીનઇ, મઈ લોઅણ અમિઅ પખાલિઆં. * મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. આત્મરતિભાવ યશોવિજયની કેટલીક રચનાઓમાં એક જુદી જ ભાવદશાનું આવિષ્કરણ છે. એ છે અધ્યાત્મયોગીની મસ્ત મનોદશા, આત્મરમણાનો આનંદ. સમતા સમ્યક્ત્વ અને સુબુદ્ધિ અનુભવજ્ઞાન એનાં મુખ્ય લક્ષણો છે. નિર્પ્રન્થપણું, પ્રેમમયતા, ધીરતા, નિભતા, મોહમાયાનિરાસ, પરમ તૃપ્તિ આ બધાંથી ભરીભરી એ ચિત્તસ્થિતિ છે. આ ચિત્તસ્થિતિનું સીધું ને વીગતે વર્ણન તો ‘શ્રીપાળ રાસ'ની છેલ્લી ઢાળમાં થયેલું છે તૂઠો તૂઠો રે મુઝ સાહિબ જગનો તૂઠો, એ શ્રીપાળનો રાસ કરંતા, જ્ઞાનઅમૃતરસ વૂઠો રે. ૧ ઉદકપયોઅમૃતકલ્પ જ્ઞાન તિહાં, ત્રીજો અમૃત મીઠો, તે વિણ સકળ સૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમગરીઠો રે. ૩ ઊગ્યો સકિત-રવિ ઝળહળતો, ભરમતિમિર વિ નાઠો, તગતગતા દુર્નય જે તારા, તેહનો બળ પણ ઘાઠો રે. ૧૧ મેરુધીરતા વિ હર લીની, રહ્યો તે કેવળ ભાઠો, હરી સુરઘટ સુરતરુકી શોભા, તે તો માટી-કાઠો રે. ૧૨ હરવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગલૂંઠો, પરિરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂંઠો રે. ૧૩ થોડે પણ દંભે દુખ પામ્યા, પીઠ અને મહાપીઠો, અનુભવવંત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે. ૧૫ ‘આનંદઘન : અષ્ટપદી'માં આનંદઘનના અને એમના સ્પર્શે યશોવિજયમાં પ્રગટેલા આત્મરતિના ભાવનો પ્રબળ ઉદ્ગાર છે ઃ - Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૭ * મારગ ચલતચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર, તાકો સરૂપ ભૂપ, ત્રિહું લોકશે ન્યારો, વરસત મુખ પર નૂર. * સુમતિ સખિ ઓર નવલ આનંદઘન મિલ રહે ગંગતરંગ. * કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. * એ રી આજ આનંદ ભયો, મેરે તેરી મુખ નિરખનિરખ, રોમરોમ શીતલ ભયો અંગો અંગ. શુદ્ધ સમજણ સમતા-રસ ઝીલત, આનંદઘન ભયો અનંતરંગ. આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. ખીરનીર જો મિલ રહે આનંદ જસ, સુમતિ સખિકે સંગ ભયો હે એકરસ, ભવ ખપાઈ સુજસ વિલાસ ભયે, સિદ્ધ સ્વરૂપ લિયે ધસમસ. સમતા અને સુમતિને સખી તરીકે કલ્પી યશોવિજય આત્મરમણાને શૃંગારકીડાનું રૂપ આપે છે એ ખાસ ધ્યાન ખેંચે એવું છે. આત્માનુભવ એ રસપૂર્ણ ભાવદશા છે એમ આથી સૂચવાય છે. નીચેના પદમાં જ્ઞાનીની સંયોગપ્રીતિને અને એની મસ્ત આનંદદશાને શંકરપાર્વતીગંગાના દૃષ્ટાંતથી હૃદયંગમ રીતે વર્ણવી છે ? અજબ બની હે જોરી, અધગ ધરી હે ગોરી, શંકર શંક હિ છોરી, ગંગ શિર ધરી છે. પ્રેમકે પીવત પ્યાલે, હોત મહા મતવાલે, ન ચલત તિહૂ પાસે, અસવારી ખરી છે. જ્ઞાનીકો એસો ઉત્સાહ, સમતાકે ગલે બાંહ, શિર પર જગનાહ-આણ, સુર-સરી રહે. લોકકે પ્રવાહ નાંહિ, સુજસ વિલાસ માંહિ, ચિદાનંદઘન છાંહિ, રતિ અનુસરી હે. પોતાની આ કલ્પનાને અનુસરી યશોવિજય ચેતન સુમતિને છોડી મમતા સાથે પ્રીતિ જોડે છે ત્યારે સુમતિની વિરહદશાની વ્યાકુળતા આલેખે છે - કબ ઘર ચેતન આવેંગે ? મેરે કબ ઘર ચેતન આવેંગે ? સખિરિ, લેવું બલૈયા બારબાર, મેરે કબ ઘર ચેતન આવેંગે ? રેનદીના માનું ધ્યાન તું સાઢા, કબહુકે દરસ દિખાયેંગે ? વિરહદીવાની ફિરૂં ટૂંઢતી, પીઉપીલ કરકે પોકારેંગે, પિઉ જાય મલે મમતાસે, કાલ અનંત ગમારેંગે. તો વળી ચેતનાનો એના પ્રિયતમથી – આનંદાનુભવથી વિરહ પણ આલેખાયો છે. એમાં સુમતિસખીને પ્રિયતમને મનાવવાની વિનંતી કરવામાં આવી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કત બિનુ કહો કૌન ગતિ ન્યારી. સુમતિસખી, જઈ વેગે મનાવો, કહે ચેતના પ્યારી. ધન કન કંચન મહોલ માલિ. પિલ બિન સબ હિ ઉજારી, નિદ્રાયોગ લહું સુખ નહિ, પિયુવિયોગ તનુ જારી. તોરે પ્રીત પરાઈ દુરજન, અછાઁ દોષ પુકારી, ઘરભંજન કે કહન ન કીજે, કીજે કાજ વિચારી. વિભ્રમ મોહ મહામદ બિજૂરી, માયા રેન અંધારી, ગર્જિત અરતિ લર્વે રતિ દાદુર, કામકી ભઈ અસવારી. પિઉ મિલકું મૂઝ મન તલકે, મેં પિઉ-ખિજમતગારી, ભૂરકી દેઈ ગયો પિલ મુઝકું. ન લહે પીર પિયારી. અલબત્ત, પ્રિયતમ પછી આવે છે ને ‘ચિદાનંદઘન સુજસ વિનોદે, રમે રંગ અનુસારી.' જોઈ શકાય છે કે આધ્યાત્મિક ભાવદશાઓને પણ સ્પર્શક્ષમ રૂપ આપવાનું યશોવિજયજીએ ઇક્યું છે અને એમાં એમને પૂરતી કામયાબી મળી છે. પદ્યબંધ-પદાવલિ પ્રભુત્વ સાહિત્યકળાનાં અન્ય સર્વ અંગો પરનું યશોવિજયનું પ્રભુત્વ પ્રશસ્ય છે. દુહા-ચોપાઈ આદિ છંદો અને અનેક દેશીઓ એ અધિકારપૂર્વક વાપરે છે. દેશીઓનું વૈવિધ્ય સાહિત્યપરંપરા સાથેનો એમનો ગાઢ નાતો બતાવે છે. યુદ્ધવર્ણનને કડખાની દેશમાં આલેખતા યશોવિજય પાસે છંદના ઔચિત્યની પણ સૂઝ છે એમ દેખાઈ આવે છે. પદ્યબંધની કેટલીક આકર્ષક છટાઓ પણ યશોવિજયે નિર્મી છે. જેમકે વિવિધ પ્રકારની ધૂવાઓ એમણે યોજી છે ને લાંબે સુધી ખેંચાતા પ્રાસ એમણે સાધ્યા છે. પ્રાસસાંકળી. પંક્તિઅંતર્ગત પ્રાસો, શબ્દોને બેવડાવવાની રીતિ વગેરેથી એમણે પછટા જ નહીં વાકછટા પણ ઊભી કરી છે. થોડાંક ઉદાહરણો જોઈએ ? * દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ મૂરતિ મોહનવેલડીજી. * શ્રી અનંતજિન શું કરો, સાહેલડિયાં, ચોલમજીઠનો રંગ રે, ગુણવેલડિયાં, સાચો રંગ તે ધર્મનો, સાહેલડિયાં, બીજો રંગ પતંગ રે, ગુણવેલડિયાં. * મોરા સ્વામી ચંદ્રપ્રભ જિનરાય, વિનતડી અવધારિયે જી રેજી, મોરા સ્વામી તુમ્હ છો દીન દયાલ, ભવજલથી ભુજ તારીયે જી રે જી. * ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે કે સાહિબ શિર થકે રે. * ચોર જોર જે ફોરવે, મુજ હ્યું ઈક મતે રે કે મુજ થ્થુ ઈક મતે રે. * આઠમિંઇ અંગઈ એ કહિયા રે, લાલનાં, Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૮ વલિ અનેક મુનિચંદ રે, વઈરાગી લાલનાં, સુમુખ દુમુખ કુરવા ભલા રે, લાલનાં, વસુદેવ-ધારણી-નંદ રે, વઈરાગી લાલનાં. * શરણાગત ત્રાતા રે, તૂ દાલતિ-દાતા રે, હવઈ દી જઈ મુજ સાતા સમકિત-શુદ્ધિની રે. * પ્રભુ ધરી પીઠિ વેતાલ બાલ, સાત. તાલ લોં વાધે, કાલ રૂપ વિકરાલ ભયંકર, લાગત અંબર આધે. સમરીએ સરસતી વરસતી વચનસુધા ઘણી રે, વીર જિનેસર કેસર અરચિત જગધણી રે. રાજનયર વર ભૂષણ દૂષણ ટાળતો રે, થણમ્યું ગુણકરણે જગ અજુઆલતો રે. * ઉન્નતપુરમંડન જિન તું જયો. ઠકુરાઈ તુજ જોર, તુજ મુખ, તુજ મુખ દીઠઈ હો મુજ હિયડું ઠરઈ, જિમ ઘન દીઠઈ મોર, હું તુજ ઉપર અહનિશિ ભાવિઓ, તુમ કેમ રહો ઉદાસ, આસંગઈ આસંગઈ અધિકેરાં હો વયણ ન ભાસિઈ, જેહની કીજઈ આસ. * બાલા રૂપશાલા ગલે માલા સોહે મોતિન કી, કરે નૃત્યચાલા ગોરી ટોરી મિલિ ભોરી સી. * સયનકી નયનકી બયનકી છબી નીકો. મયનકી ગોરી તકી લગી મોહિ અવિયાં. યશોવિજયજીનો શબ્દરાશિ વિરલ સંસ્કૃત શબ્દોથી માંડીને તળપદી બોલીના શબ્દો સુધીનો વ્યાપ બતાવે છે. એમણે વ્રજહિંદીમાં રચનાઓ કરી છે એ ઉપરાંત એમની ગુજરાતી કૃતિઓમાં હિંદીની છાંટ મળે છે. ખિજમત' જેવા ઘણા ફારસી શબ્દો પણ પ્રયોજાય છે. પ્રાસ, યમક, શ્લેષ અને અન્ય અલંકારોને નિમિત્તે પણ યશોવિજયજીની શબ્દસમૃદ્ધિ પ્રગટ થાય છે. વિવિધ સ્તરના શબ્દો, સઘન ઉક્તિઓ તથા કૂટ અલંકારરચનાઓને કારણે યશોવિજયજીની ભાષાભિવ્યક્તિ પંડિતાઈની મુદ્રા વારંવાર ધારણ કરે છે, કેટલીક વાર એ દુધ પણ બને છે. પરંતુ એમાં ઔચિત્ય અને અર્થસમકિતા હમેશાં જોઈ શકાય છે. તત્ત્વવિચાર તરફનું વલણ, વસ્તુરૂપનું માર્મિક ગ્રહણ, અલંકાર આદિ કવિકૌશલો પરનું પ્રભુત્વ વગેરેથી પોતાની આગવી કવિપ્રતિમા સર્જનાર યશોવિજય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યદરબારમાં ઊંચા આસનના અધિકારી Page #243 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ કુમારપાળ દેસાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ. વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે, વિક્રમના ૧૮મા સૈકામાં થયેલા. તપગચ્છની વિમલ શાખાના જૈન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલેકે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક –- એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી – એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા તથા ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે. પરંતુ, એ મર્યાદા જાળવીને પણ, એમણે અલંકારરચના, પદ્યબંધ. દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સં. ૧૬૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલા જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિ.સં. ૧૭૦રમાં એમણે તપગચ્છની વિમલશાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ નવિમલ રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિ.સં. ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિ.સં. ૧૭૪૮ ફાગણ સુદ પાંચમ ને ગુરુવારના દિવસે નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. જ્ઞાનવિમલસૂરિએ સૂરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી. Page #244 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ | ૨૩૧ શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજય તીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત ભાષામાં “વફનરિણસૂત્રવૃત્તિઃ', “શ્રીપારિત્ર અને “સંસારાવીનસ્તુતિવૃત્તિ જેવા ગ્રંથોની રચના કરી છે. જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયક આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે નવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ” કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. નયવિમલગણિએ નમ્રતાથી વિકસાન એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નયવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ શતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી તેમને હું આદર આપું છું.” નયવિમલગણિએ તાત્કાલિક નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું. - જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર દબા રચ્યા છે. “આનંદઘન ચોવીસીનો ટબો લખવા માટે એમણે સૂરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે “નવપદની પૂજામાં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે. વિ.સં.૧૭૮૬ના આસો વદ ચોથ ને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા. જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં વિશેષ નોંધપાત્ર એમની “ચંદ્રકેવલીનો રાસ', “અશોકચંદ્રરોહિણી રાસ', જંબૂસ્વામી રાસ', ‘રણસિંહ રાજર્ષિ રાસ', બારવ્રતગ્રહણટીપ રાસ’ અને ‘સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય “ચંદ્રકવલીનો રાસ' માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલા આ રાસની રચના જ્ઞાનવિમલે વિ.સં. ૧૭૭૦ના મહા સુદ તેરસના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને “આનંદમંદિર રાસ’ એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે. ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો એના અનુપમ સ્તંભો છે. જિનેશ્વરનું સ્તુતિકર્તન એ ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી એમાં ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેનાં ચોગાન છે અને વિવિધ કવિત સહિત, ગાથા વગેરે ઘણાં સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુઃખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. આ આનંદમંદિરનો નિવાસ સદ્દગુણોના નિવાસરૂપ છે. એમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, સમકિતરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યગુબોધરૂપી મહેતો, સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એમ એ. વર્ણવે છે. એ રીતે જુદાજુદા અલંકારોથી જ્ઞાનવિમલસૂરિ પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દૃષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતું ચાલે જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એમના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો. સુભાષિતો, અલંકારો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એમને આને માટે કોઈ આયાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગ નિમિત્ત કે જ્યોતિષની વાત કરે છે, તો અશ્વનાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યવતી રાણીની વેદનાનું કે સાસુની વહુને દુઃખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસ્પદ બને છે. જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોરમ ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યંબધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય Page #246 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ ] ૨૩૩ દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની કાવ્યનિપુણતાનો મનોરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં પણ પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી ધ્યાનાર્હ કૃતિ બને છે. “ચંદ્રકેવલીનો રાસમાં આયંબિલ તપનો મહિમા છે તો ‘અશોકચંદ્રરોહિણી રાસ'માં રોહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રોહિણી તપનો મહિમા ગાયો છે. જ્ઞાનવિમલસૂરિએ વિ.સં.૧૭૭૨ની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો. આજે એ સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચોકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ એવા ‘અશોકચંદ્રરોહિણી રાસ'માં પ્રસંગોપાત્ત કવિત, ગીત, ત્રોટક આદિ પદ્યબંધોનો ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલીબધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુઃખે રડતી સ્ત્રીના રુદનમાં કર્યો રાગ છે એમ પૂછે છે, આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુઃખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયા. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક વીતરાગપણાના કારણ રૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે, જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી-અવતાર પામી હોય છે. રોહિણીના બે પૂર્વભવો, અશોકચંદ્ર તેમજ રોહિણીનાં સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમકે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના સ્ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે. તેમજ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે જેમકે મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગ૨ વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં ઉર્વસી પણિ મિને નવ પૉ રે' જેવા વ્યતિરેક યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘાતક છે. “જબૂસ્વામી રાસમાં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જંબૂકુમારને પૂછે અને જંબૂકુમાર જુદીજુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. ૩પ ઢાળ અને ૬૦૮ કડીઓનો દુહા-દેશીબદ્ધ આ રાસ એમાં આવતા રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કેટલેક અંશે રસાવહ બન્યો રણસિંહ રાજર્ષિ રાસ' એ ૩૮ ઢાળ ધરાવતો ૧૧૦૦ કડીનો રાસ છે. તો સુસઢ રાસમાં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે, જ્યારે “સાધુવંદના રાસ'માં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. “સૂયભિ નાટકમાં સૂયભિ દેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭.૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલનાં બે ‘તીર્થમાલાયાત્રા સ્તવન' મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે. તો બીજીમાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન છે. કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણપર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે. જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલનાં ૩૬00 જેટલાં સ્તવન રચ્યાનું કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકરસ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમજ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસમાં તીર્થકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે. આવું વૈવિધ્ય ધરાવતાં એમનાં સ્તવનોમાં ‘શાશ્વતજિનપ્રતિમાસંખ્યામય સ્તવન,” ‘સત્તરિસય- જિન સ્તવન’ અને ‘અધ્યાત્મગર્ભિત સાધારણજિન સ્તવન’ મુખ્ય છે. દેશીઓ તેમજ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિશતિ જિનવૃંદ જેવી તીર્થકર સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં બાલાવબોધ'નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલાવબોધો રચ્યા છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ D ૨૩૫ એંશી વર્ષના સાધુજીવન દરમ્યાન, સાધુની અનેક મર્યાદાઓનું પાલન કરીને જ્ઞાનવિમલસૂરિએ આટલું વિપુલ સર્જન કઈ રીતે કર્યું હશે તેવો વિચાર સહજ રીતે જ આવે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ જ્ઞાનવિમલનું પ્રદાન મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વનું ગણાય. Page #249 -------------------------------------------------------------------------- ________________ સર્જક કવિ ઉત્તમવિજય રમણ સોની મધ્યકાલીન ગુજરાતી જૈન કવિઓ માટે સાહિત્યની સાધના અનિવાર્યપણે ધર્મસાધનાનો જ એક સક્રિય અંશ રહી છે. એટલે ધર્મલાભ અને ધર્મપ્રસાર અર્થે પ્રયોજાયેલું જૈન સાહિત્ય સાતત્યપૂર્ણ વિપુલ લેખનની, ધર્મકથાઓના વિસ્તારપૂર્વકના આલેખનની અને પ્રચલિત-લોકપ્રિય સાહિત્યસ્વરૂપો તેમજ ગેય ઢાળોને પ્રયોજતા રહેવાની લાક્ષણિકતા બતાવે છે. એકાદ સુગેય સઝાયથી માંડીને સુદીર્ઘ રાસાઓ સુધીના જૈન સાહિત્યની આવી મુદ્રા ઊપસે છે. મધ્યકાળના લાંબા સમયપટ પર મહદંશે સાંપ્રદાયિકતાની અને પ્રરૂઢ સાહિત્યપરંપરાની પ્રણાલિકાને જ અનુસરતું ને વિસ્તારતું હોવા છતાં આ સાહિત્યમાં પણ નોંધપાત્ર સર્જકશક્તિનો આવિષ્કાર થોડાક ઉત્તમ લેખકોમાં તેમજ કેટલાક ગૌણ લેખકોની કોઈકોઈ કૃતિઓમાં થતો રહ્યો છે. આવા સર્જકોને ને મહત્ત્વની અહિત્યકૃતિઓને તારવી લેવામાં આવે તો આલેખનકૌશલ, સ્વરૂપસિદ્ધિ તેમજ પદ્યરચનાની પ્રયુક્તિઓ આદિમાં જણાતી આગવી સાહિત્યસૂઝનો તથા સર્ગશક્તિનાં વૈવિધ્ય અને સમૃદ્ધિનો પણ સાચો અંદાજ આવી શકે. આવી તારવણીમાં ૧૯મી સદી પૂર્વાર્ધના કવિ ઉત્તમવિજયનો સમાવેશ પણ થઈ શકે. આ સદીના પદ્મવિજય ને વીરવિજય જેવા વિવિધ પ્રકારોની વિપુલસંખ્ય કૃતિઓ સર્જનાર મોટા કવિઓ ઉપરાંત કેટલાક ગૌણ કવિઓમાં તપગચ્છના વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય આ ઉત્તમવિજય વિશેષ નોંધપાત્ર છે. એમની આરંભની એક કૃતિમાં કવિનું ઉત્તમચંદ નામ પણ મળે છે. ઉત્તમવિજયે છંદ-સઝાય જેવી લઘુ કૃતિઓ, ‘વેલકે ‘વેલી' નામે ઓળખાવાયેલી ઊમિકેન્દ્રી કથાકૃતિઓ અને લાંબા રાસ – એમ વિવિધ પ્રકારની દસેક કૃતિઓ રચી છે. એમની સર્વ લઘુકૃતિઓ મુદ્રિત થયેલી છે. એમાં “રહનેમિ-રાજિમતી ચોક/સઝાય' (રચના વ. ઈ.૧૮૧૯ | સં.૧૮૭૫. કારતક સુદ બાસ, રવિવાર) ૪–૪ કડીઓનાં ૪ ગુચ્છ એટલેકે ચોકમાં રચાયેલી છે, પાર્શ્વનાથ સ્વામીનો છંદ (રચનાવર્ષ ઈ. ૧૮૨૪ | સં.૧૮૮૦, મહા દશમ) તોટક છંદની ૧૩ કડીઓની રચના છે; “એકસો આઠ નામ ગર્ભિત શંખેશ્વર પાર્શ્વજિનછંદ (રચનાવર્ષ ઈ. ૧૮૨૫ | સં. ૧૮૮૧, ફાગણ વદ બીજ) કડખાની દેશી પ્રયોજતું ૨૧ કડીઓનું કાવ્ય છે અને Page #250 -------------------------------------------------------------------------- ________________ સર્જક કવિ ઉત્તમવિજય | ૨૩૭ પરદેશી રાજાની સઝાય’ ૧૮ કડીઓની રચના છે. આ કવિએ રચેલી બંને રાસકૃતિઓ બહુધા પરંપરાનુસારી છે – ૪ ખંડ અને ૭૧ ઢાળમાં વિસ્તરેલો ધનપાળ-શીલવતીનો રાસ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૨ | સં. ૧૮૭૮ માગશર પાંચમ, સોમવાર) તથા ૭ ઢાળનો ઢંઢક રાસ | લુમ્પક-લોપક 'તપગચ્છ જયોત્પત્તિ રાસ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૨ | સં. ૧૮૭૮, પોષ સુદ તેરસ). શત્રુંજય આદિ પાંચ તીર્થોના તીર્થકરોની પૂજા વિશેની એમની એક કૃતિ પંચતીર્થ પૂજા' (રચનાવર્ષ ઈ. ૧૮૩૪ | સં.૧૮૯૦, ફાગણ સુદ પાંચમ) આમ તો પરંપરાગત રચના છે પરંતુ સળંગ દુહાના ૭ ઢાળમાં ચાલતી આ કૃતિમાં કવિએ વચ્ચેવચ્ચે જે વૈવિધ્યપૂર્ણ ગીતો પ્રયોજ્યાં છે એમાં દેશીઓ તે સમયે પ્રચલિત મહત્ત્વનાં જૈનેતર પદ-ગરબીઓની દેશઓ વપરાયેલી છે. જેમકે, “મા પાવા તે ગઢથી ઊતર્યો...', “ગોકુલની ગોવાલણી મહી વેચવા ચાલી’, ‘જાદવા રે તમે શાને રોકો છો રાનમાં' વગેરે. જોકે આ રીતે થતું લોકપ્રિય ઢાળોનું અનુસરણ એ પણ તે સમયની કાવ્યપ્રવૃત્તિનું એક પરંપરાગત લક્ષણ જ છે, પરંતુ કેટલાંક ગીતોને ઉત્તમવિજય સાચે જ ઊર્મિવાહી ને કાવ્યાત્મક બનાવી શક્યા છે એ એમનું વૈશિસ્ત્ર છે. એકમાન્ટિક વર્ગોની બહુલતાવાળી અનુપ્રારાત્મક રચના પણ આ કૃતિમાં ઠીકઠીક જોવા મળે છે. ઉ.ત. સજલ જલદ તન સપ્ત ફન, ઉરગ લખનું પગ જાસ, કમઠ દલન જન જય કરત, નમત અમર નિત તાસ. આવી પ્રયુક્તિઓ પદ્યરચનાની વિલક્ષણતામાં કવિને રસ હોવાનું ને એમાં એમની હથોટી પણ હોવાનું બતાવે છે. આ કૃતિ પણ મુદ્રિત થયેલી છે. વેલ' કે ‘વેલી'ના નામે ઓળખાવાયેલી એમની કૃતિઓમાં નેમિ-રાજિમતી સ્નેહવેલ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૦ | સં.૧૮૭૬, આસો વદ પાંચમ, મંગળવાર) પંદર તિથિ અને બાર માસના વર્ણનને સમાવતી ૧૫ ઢાળની બારમાસી રચના છે અને સિદ્ધાચલ સિદ્ધવેલી (રચનાવર્ષ ઈ. ૧૮૨૯ | સં.૧૮૮૫, કારતક સુદ પૂનમ) નામની ૧૩ ઢાળની મુદ્રિત રચના સિદ્ધાચલનો ઇતિહાસ ને એનો મહિમા વર્ણવે છે. પરંતુ ૧૫ ઢાળ ને ૨૧૦ કડીઓની એક અન્ય મુદ્રિત કૃતિ “નેમિનાથની રસવેલી' (રચનાવર્ષ ઈ. ૧૮૩૩ | સં.૧૮૮૯, ફાગણ સુદ સાતમ) ઉત્તમવિજયની સર્વ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર ને એમની સર્જકતાને ઉત્તમ રીતે ઉપસાવી આપતી રચના છે. નેમિનાથના જાણીતા કથાનકમાં મિલનોત્સુકતાનો શૃંગાર, વિલાપનો કરુણ અને અંતે ઉપશમનો શાન્તરસ એમ વિવિધ રસોને આલેખવા-ઉપસાવવાની રહેલી તક અનેક કવિઓએ લીધેલી છે. જ્યારે અહીં કવિએ કૃષ્ણની રાણીઓ નેમિનાથને સમજાવે-મનાવે છે. એ પ્રસંગને જ કેન્દ્રમાં રાખ્યો છે ને એથી એકભાવકેન્ડી કથાનકની દૃષ્ટિએ કતિ નોંધપાત્ર બની છે. ઉપરાંત, સ્ત્રીઓના મરમાળા ઉદ્રોમાં ઊપસતું રંગારનું સૌમ્ય-પ્રસન્ન રૂપ કૃતિને એકરસકન્દી રચનાનું Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિશિષ્ટ પરિમાણ અર્પે છે, રૂક્મિણી, સત્યભામા પાવતી આદિએ કરેલો નેમિનાથનો અનુનય એક-એક ઢાળમાં આલેખાતો જાય એવી યોજનાને કારણે એ પ્રત્યેકનાં વ્યક્તિત્વ ને વાણીચાતુર્ય પણ નિરાળી રીતે પ્રગટ્યાં છે. પુરુષના નારીશૂન્ય જીવનની શુષ્કતા ને એમ નારીસ્નેહનો મહિમા સ્ત્રીઓની જ ઉપાલંભભરી નક્તિઓમાં કવિએ આલેખ્યો હોવાથી પ્રેમનું એક લાક્ષણિક ને સ્વાદ્ય રૂપ આલેખી શકાયું છે. આ કારણે “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર એવા કંઈક રૂઢ અલંકરણને આલેખતી પંક્તિ પણ કાકુને બળે રસિક બને છે, તો ‘અલબેલીને આલિંગને રે કંકણની પડે ભાત્યો' એવી સ્પષ્ટપણે તાજગીપૂર્ણ ને કાવ્યાત્મક પંક્તિઓ પણ એમાં ચમકી જાય છે. કવિની રસિકતા ને કલ્પનાને પ્રગટવા કથાનકના આવા રચનાવિધાનનો ખાસ્સો લાભ મળી ગયો છે. આ રાણીઓના રૂપલાવણ્યને તેમજ લગ્નોત્સુક રાજુલ અને નેમિનાથ બન્નેના દેહસૌન્દર્યને આલેખવાનું પણ કવિ ચૂક્યા નથી. આ આલેખનો પણ ઠીકઠીક અસરકારક બન્યાં છે. કરણમાં પલટાતા ને શાંતમાં પર્યવસાન પામતા મૂળ કથાનકના ઉત્તરાર્ધને કવિએ સંક્ષેપમાં સમેટી લીધો છે કારણકે એમને કૃતિને સપ્રયોજન ને સંકલ્પપૂર્વક એકરસકેન્દ્રી રાખવી છે. છેલ્લી ઢાળમાં એમણે કહ્યું પણ છે કે રાજુલવિલાપને પ્રાધાન્ય નથી આપ્યું કારણકે પોતાને “રસ-વેલી જ આલેખવી છે ને એમાં કરણનું આલેખન એ સાકરમાં ખાર’ નાખવા જેવું ને “કમલકેલિમાં કાંટા” રોપવા જેવું બને. ઢાળ બદલાતાં જેમ પાત્રોક્તિ બદલાય છે એમ દેશી પણ બદલાય છે એ કૃતિના રચનાબંધની દૃષ્ટિએ ઉચિત લાગે છે. પ્રત્યેક નારીના ઉદ્દગારને માટે એમણે સરખી કડીઓ આપી છે એમાં પણ પદ્યબંધની એમની ચોકસાઈ જોઈ શકાય. અનુપ્રાસાત્મક ભાષા પણ કૃતિને સમૃદ્ધ કરે છે. આવી એકાદ વિશિષ્ટ કૃતિથી પણ ઉત્તમવિજય મધ્યકાળના અલ્પસંખ્ય સર્જક કવિઓની હરોળમાં આવી શકે. મધ્યકાળના વિસ્તીર્ણ પદ્યરાશિમાંથી તારવેલી સર્જકશક્તિવાળી આવી કૃતિઓનો સંચય પણ હવે આપણી એક મોટી આવશ્યકતા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ’ = = = = - - - - મહેન્દ્ર અ. દવે ઈ.સ.૧–૧૫ સૈકાના સંધિકાળ થઈ ગયેલા, ખંભાતની રાજ્યસભામાં કવિચક્રવતી'નું બિરુદ મેળવનાર ‘વાણીદત્તવર' કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં કેટલીક કાવ્યરચનાઓ આપી છે. સંસ્કૃતમાં પ્રબોધચિંતામણિ', ધર્મિલચરિત્ર', “જૈન કુમારસંભવ' આદિ રચનાઓ ઉપરાંત જૂની ગુજરાતીમાં પંચાસર વિનતિ, “મહાવીર વિનતિ', “અર્બુદાચલ વિનતિ તથા નેમિનાથવિષયક બે ફાગુઓ પણ આ કવિએ લખ્યાં છે. જયશેખરસૂરિનો ગુજરાતી કવિ તરીકેનો યશ તો એમની કાવ્યરચના ત્રિભુવનદીપક પ્રબંધીને કારણે છે તે નિર્વિવાદ છે. ઈ.સ.૧૪૦૬ પછીનાં વર્ષોમાં થયેલી આ રચના (હવે પછી ત્રિ. દી.” તરીકે ઓળખીશું) આપણે ત્યાં પ્રબોધચિંતામણિ' (હવે પછી “પ્ર. ચિ.) તરીકે પણ ઓળખાઈ છે. પંડિત લાલચન્દ્ર ભગવાનદાસે આ રચનાને પ્રથમવાર ‘ત્રિપદી' નામે સંપાદિત કરી. કે. હ. ધ્રુવને પ્રાપ્ત થયેલી અને એમણે ઉપયોગમાં લીધેલી મુંબઈની મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરીની આ રચનાની હસ્તપ્રતની પુષ્પિકામાં ઇતિ શ્રી ત્રિભુવનદીપક પ્રબંધ સમાપ્તમ્ ઈતિ' એવી નોંધ છે. શ્રી ધ્રુવે આ રચનાને “પ્રબોધચિંતામણિ' તરીકે ઓળખાવી છે. કવિ પોતે પણ એની કૃતિને ત્રિભુવનદીપક એહ પ્રબંધ, પાપ તણઉ સાંસુ હુઈ ન ગંધ' એમ લખી ‘ત્રિપદી.” તરીકે ઓળખાવે છે. કાવ્યની “તેજવન્ત તિહુ ભુવન મુઝારિ પરમહંસ નરવર અવધારિ’ એ લીટીને આધારે આ કૃતિ હંસપ્રબંધ', હંસવિચાર પ્રબંધ', “પરમહંસ પ્રબંધ' તરીકે પણ કેટલીક હસ્તપ્રતોમાં ઉલ્લેખાઈ છે. ‘ત્રિ.દી.” એ જયશેખરસૂરિએ જ લખેલા સંસ્કૃત કાવ્ય “પ્રાચિં.'નો ગુજરાતી અનુવાદમાત્ર છે એવા ખ્યાલને કારણે ત્રિ.દ.” “પ્રાચિં.' તરીકે જાણીતું થયું છે એમ સમજાય છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા ગુજરાતી ‘ત્રિ.દી.અને સંસ્કૃત પ્રાચિ.'ના અનુવાદ તરીકે ઓળખાવે છે. આ બરોબર નથી. ત્રિ.દી.” એ સંસ્કૃત પ્રાચિં.”નો માત્ર અનુવાદ નથી, લઘુ પ્રતિનિમણિ છે. શ્રી ધ્રુવે નોંધ્યું છે તેમ “મૂળની રૂપરેખામાં જૂજ ફેરફાર કરી, ઓર રંગ પૂરી પ્રાકૃત વાણીમાં જયશેખરસૂરિએ (આ) સ્વતંત્ર કાવ્ય રચ્યું છે.” ત્રિ.દી.” ઉપર પ્ર.ચિ.’ની પ્રગાઢ છાપ છે તો પ્રાચિં.'ની પ્રેરણા જયશેખરસૂરિને કૃષ્ણમિશ્રના પ્રબોધચન્દ્રોદય' (હવે પછી “પ્ર.ચ.) એ સંસ્કૃત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પ નાટકમાંથી પ્રાપ્ત થઈ છે. સંસ્કૃત તેમજ જૂની ગુજરાતીમાં આવાં આધ્યાત્મિક રૂપકોની એક નાની પણ મહત્ત્વની પરંપરા હતી. સંભવતઃ અશ્વઘોષે લખેલી એક રૂપકકૃતિના અંશો મળે છે એમાં કીર્તિ, ધૃતિ, બુદ્ધિ આદિ પાત્રો છે. નવમા સૈકામાં રચાયેલા, જયન્ત નામના કવિના ‘આગમડંબર’ એ રૂપકાત્મક નાટકની હસ્તપ્રત મળે છે. ઈ.સ.૯૦૫માં સિદ્ધર્ષિસૂરિ ‘ઉપમિતિભવપ્રપંચ-કથા’નામે રૂપકકાવ્ય ૨ચે છે. જીવનું સંસારભ્રમણ, દુઃખાનુભવો અને ભવપ્રપંચોનું આ કાવ્યમાં નિરૂપણ થયું છે. રાગદ્વેષ એ બે મૃદંગ, ક્રોધગવૈયો, મહામોહ સૂત્રધાર, કામવિદૂષક – આવાં પાત્રો ધરાવતી આ રૂપકગ્રન્થિ સાહિત્યિક કક્ષા પ્રાપ્ત કરી શકતી નથી. આ રચનાથી પ્રેરિત થઈને પંડિત કૃષ્ણમિત્રે ‘પ્રબોધચંદ્રોદય' નાટક લખ્યું (૧૧મી સદી) છે એમ જણાય છે. આ રમણીય નાટ્યકૃતિને અનુસરીને ત્યાર પછી ‘મોહપરાજય’ (યશપાલ), ‘સંકલ્પસૂર્યોદય’ (વ્યંકટનાથ), ‘જ્ઞાનસૂર્યોદય’ (વાદિચન્દ્ર), ‘ભવ્યચરિત્ર’ (અપભ્રંશ, જિનપ્રભાચાર્ય) આદિ કેટલીક રચનાઓ લખાઈ છે. આ બધી રચનાઓ કાવ્યગુણે એટલી સંતોષકારક નથી. આ પરંપરામાં જયશેખરસૂરિરચિત પ્રાચિં.’મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક અદ્ભુવ રમણીય કાવ્યરચના છે. બ્રાહ્મણકવિ કૃષ્ણમિશ્ર એમના ‘પ્ર.ચ.’માં વિષ્ણુભક્તિ અને માયાલીલાના મિશ્રણરૂપ વૈષ્ણવ વેદાન્તને નાટક રૂપે રજૂ કરવા ધારે છે. જ્યારે જૈન કવિ જયશેખરસૂરિ જૈન તત્ત્વવિચાર અને ધાર્મિક ઉપાસનાને રજૂ કરવાના નિમિત્તે ‘પ્ર.ચિં.’ની રૂપકસૃષ્ટિ રચે છે. ‘પ્ર.ચ.' છ અંકનું રૂપકાત્મક નાટક છે. વૈષ્ણવ વેદાન્તવિચાર નિરૂપવાનો કવિનો આશય હોવાથી કેટલાક પાત્રસંબંધો શંકરવિચારથી ભિન્ન છે. માયાને પુરુષની પત્ની (ગૃહિણી, છતાં વ્યવહાર વારાંગના જેવો) ગણવામાં આવી છે. મનને પુરુષ (પિતા) અને માયા (માતા)નો પુત્ર કહ્યો છે. કામ, ક્રોધ, તૃષ્ણા આદિ ગુણાત્મક પાત્રો ઉપરાંત ઉપનિષદ નામનું પાત્ર પણ મળે છે. (નિવૃત્તિપુત્ર વિવેકની બીજી પત્ની, ઉપનિષદ). પ્રબોધચન્દ્ર એ ઉપનિષદનો પુત્ર. આવાં અનેક પાત્રો ઉપરાંત ચાર્દિક, દિગંબર (જૈન), સૌગત (બુદ્ધ) જેવાં, અન્ય વિચારધારાઓને મૂર્ત કરતાં, પાત્રો પણ આ નાટકમાં વણાયાં છે. રૂપકનું પ્રાથમિક માળખું ‘પ્ર.ચ.' મુજબનું ખરું પણ પ્ર.ચિં.'માં કવિ અનેક ભિન્ન પ્રસંગો, પાત્રો અને વિચા૨સંદર્ભો વણી લઈને પોતાની રચનાને આગવું વૈચારિક વ્યક્તિત્વ આપે છે. ૧૨૦૦ કડીઓ અને ૭ અધિકારમાં વહેતા આ કાવ્યના પ્રથમ અધિકારમાં ચિદાનંદમય તેજને પ્રણમીને, સાધકનાં લક્ષણો વર્ણવીને કવિ આચાર્ય હેમચન્દ્રે કહેલાં યોગશાસ્ત્રનાં સોપાનો સમજાવે છે. બીજા અધિકારમાં પદ્મનાભ તીર્થંકર અને ધર્મચિ મુનિનું ચરિત્ર વર્ણવી કવિ ૩થી ૬ અધિકારોમાં પરમહંસ રાજાનું ચિરત્ર રૂપક રૂપે નિરૂપે છે. કવિની નિરૂપણરીતિ વિસ્તારયુક્ત છે. શૈલી અલંકારયુક્ત આડંબરી મહાકાવ્ય જેવી છે. કવિની નજર Page #254 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ' | ૨૪૧ કવિતાતત્ત્વ કરતાં જૈન તત્ત્વ અને ધર્મચિંતન તરફ વિશેષ છે. આથી અહીં રસાત્મકતા અનુભવાતી નથી. ચેતના, માયા, નિવૃત્તિ, પ્રવૃત્તિ આદિ આ પરંપરાનાં જાણીતાં પાત્રો ઉપરાંત અહીં પ્રીતિ, અપ્રીતિ, તત્ત્વરુચિ, અભિધ્યા, મારિ (મરકી રોગ), ચિંતા, સંયમશ્રીની આઠ સખીઓ – ઇયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ આદિ – જેવાં પાત્રો પણ મળે છે. આવાં નારીપાત્રો સાથે સંચય, ગર્વ. શાપ જળખાતાના અધિકારી પ્રાયશ્ચિત જેવાં પાત્રો પ્ર. ચિં.'માં વણાયાં છે. જયશેખરે ગુજરાતી રૂપાન્તર ‘ત્રિ.દી.'માં આવાં અનેક પાત્રોને ગાળી નાખ્યાં છે, પ્રસંગો ટૂંકાવ્યા છે. પ્રાચિં.'માં કામદેવના દૂતનો બ્રહ્મા, શિવ અને કૃષ્ણ સાથેનો સંવાદ વિસ્તારયુક્ત, કંટાળાજનક અને ધાર્મિક ધારવાળો છે. આ અને આવા અનેક પ્રસંગો ત્રિ.ટી.માં ટૂંકા, સૌમ્ય અને સચોટ બનીને આવ્યા છે. દેશવટો પામેલાં નિવૃત્તિ અને પુત્ર વિવેકના માર્ગમાં આવતા વિવિધ આશ્રમોનું પ્ર.ચિં.'માં મળતું ધર્મદ્રષ્ટિએ મહત્ત્વનું પણ કાવ્યદૃષ્ટિએ બિનજરૂરી, વર્ણન ‘ત્રિપદી.’માં સંક્ષેપમાં રજૂ થયું છે. કવિ કાવ્યના ગુજરાતી નવઅવતારને, પોતાની સંસ્કૃત રચનાના આત્યંતિક ધાર્મિક રંગોને ઓગાળી નાખીને સંપૂર્ણ લોકભોગ્ય બનાવવા ઇચ્છે છે. આમ ‘ત્રિ.દી.” એ સંસ્કૃત રચનાનો અનુવાદ નથી, મૂળની રૂપકકિલષ્ટતા વિનાની એક સ્વતંત્રકલ્પ કાવ્યરચના છે. - પરમહંસ રાજા (બ્રહ્મના અંશરૂપ જીવ) અને ચેતના રાણીના જીવનમાં માયાના આગમનથી ઉથલપાથલ સર્જાઈ. મન અમાત્યના કારસ્તાનથી રાજારાણીને બંદીવાન કરવામાં આવ્યાં. મન અને પ્રવૃત્તિના પુત્ર મોહને કાયાનગરીનો રાજા બનાવવામાં આવ્યો. નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો અપાયો. મોહપુત્ર કામે જગતમાં સર્વત્ર હાહાકાર ફેલાવ્યો ત્યારે દેશવટે વિચરતા વિવેકે શત્રુંજયના પંથકમાં ભયાનક યુદ્ધમાં મોહ તથા કામને હરાવ્યા. મોહના મૃત્યુ પછી પ્રવૃત્તિ નૂરી મરી અને વિવેકની સહાયથી રાજા પરમહંસ અને ચેતના બંદીમુક્ત બન્યાં. જીવે સર્વે બંધનોમાંથી મુક્ત થઈ અન્ત અરિહન્તપદ પ્રાપ્ત કર્યું. અહીં જૈન તત્ત્વવિચારનો રંગ હોય તે સમજી શકાય એમ છે, છતાં સમગ્રતયા તત્ત્વવિચાર અહીં વ્યાપક લોકરુચિને સંતોષે એવી રીતે નિરૂપાયો છે. કાવ્યના પ્રારંભે કવિ પરમેશ્વર તથા સરસ્વતીને સમરીને નવમા શાન્તરસની મીઠાશને ઉલ્લેખ છે. શરૂઆતમાં જ કવિ ‘તેજવન્ત તિહ ભુવન મુઝારિ’ એવા પરમહંસને વર્ણવે છે. બુદ્ધિના સાગરરૂપ, અતિ બળવત્ત, અકળ, અજેય, અનાદિ, અનન્ત મહતુથી પણ મહાન અને અણુથી પણ અણુ, સહસરશ્મિ સૂર્ય સમ સ્વયંપ્રકાશિત, સર્વવ્યાપક એવા પરમતત્ત્વને અને એના અંશરૂપ જીવને ગમે તે નામે ઓળખો. કોઈ અરિહન્ત કહે, કોઈ હરિ કહે, હર કે અલખ પણ કહે, જેવી જેની સમજ અને દૃષ્ટિ. કવિ કહે છે “જિણિ જિમ જાણિક તિણિ તિમ કહિઉ.' કવિવાણીની ધારા વહેતી જ જાય છે. કાઠિ જલણ જિમ, ધરણીહિ ગેહુ, કુસુમિહિ પરિમલ, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ગોરસિ નેહુ – કાષ્ઠમાં જેમ અગ્નિ, ધરતીમાં જેમ તૃણાંકુર, પુષ્પમાં જેમ પરિમલ, ગોરસમાં જેમ નૈધ્ય તેમ લૌકિક વિશ્વમાં સૂક્ષ્મ રૂપે વસેલા પરબ્રહ્મ, પરમહંસને કવિ ઊછળતા ઉત્સાહથી વર્ણવે છે. કવિની દૃષ્ટાન્તલીલા અને વાણીપ્રવાહનો હવે પરિચય થવા લાગે છે. ચેતના રાણી અને રાજાના સુખભર્યા સંસારમાં “નવજુવણ નવરંગી નારી, સામલડી, સહજઈ સવિકારી’ એવી માયાનો પ્રવેશ થયો. અનેક રંગધારી (નવરંગી), તમોમયી (સામલડી) અને ભિન્નભિન્ન રૂપે જગતમાં જણાતી (સવિકારી) માયાને કવિ થોડાક શબ્દોમાં પણ સચોટ રીતે મૂર્ત કરે છે. માયાના નયનબાણે “વીધી ભૂપ'. ચતુર ચેતના રાજાને સમજાવે છે. ફરીને દૃષ્ટાન્તોની પરંપરા ! “અમૃતકુ૩િ કિમ વિષ ઉછલઈ ?', “રવિ કિમ વરિસઈ ઘોર અન્ધાર ? ઝરઈ સુધાકર કિમ અંગારી ?” રાણી બોલી, “મેં કરિ અજાણી સ્ત્રી વીસાસુ, સ્ત્રી કહી દોરી વિણ પાસુ.” માયાના રંગમાં રંગાતા જતા રાજાએ – જીવે – પોતાપણું ખોયું. કાયાનગરીમાં રહેતા રાજાએ બધું કામકાજ મનઅમાત્યને સોંપી દીધું. મન અને માયા મળી ગયાં. એક તળપદ દૃષ્ટાન્ત દ્વારા કવિ વાતને મૂર્ત કરે છે : “વાનરડઉ નઈ વીછીઇ ખાધુ.” આ બન્નેના પ્રપંચથી રાજા કાયાને કોટડે બંધાયો.” મનની બે રાણીઓ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ રાણીનું તાદૃશ ચિત્ર કવિ આપે છે. પ્રવૃત્તિ સ્વભાવિ ઉછાંછલી, રાજકોજિ હીંડઈ આકુલિ. પ્રવૃત્તિની ચઢવણીથી મને નિવૃત્તિ અને પુત્ર વિવેકને દેશવટો આપ્યો. મન, પ્રવૃત્તિ અને માયાનો હવે ત્રિકોણ રચાયો. કથાની સહજ ગતિને રોકી હવે કવિ કાંઈક બીજું ચિત્ર આપે છે. કેદમાં રખાયેલ રાજાના વિલાપને કવિ વર્ણવે છે. સુણિ નિ રાણી !” તથા “સાંભલી ચેતના અહિ થયા છઉં નિરાધાર' આ બે વિલાપગીતો વિષાદભાવને મૂર્ત કરવામાં ઊણાં ઊતરે છે. રાજાનાં વચનોને રાણીએ આપેલો ઉત્તર, તુમ્હ મિલી માયા, મહ કાજ? જિમ સહાવાઈ તિમ સહઉ મન મેહતાની રાજ. પ્રેમાળ પત્નીના ગૌરવને જાળવતો નથી. પ્રવૃત્તિપુત્ર મોહની અવિદ્યાનગરીનું વર્ણન જુઓ : * અવિદ્યા નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણા ખાઈ, મોટું આન. * વિષય વ્યાપે વારુ આરામ, મંદિર અશુભા મન પરિણામ. મમતા પાદ્ધ તણી રખવાલિ, કુમત સરોવર, મિથ્યા પાલિ. વિચારશૂન્ય પ્રજાનો અહીં વાસ હતો. નિર્વિચાર નિવસઈ તિહાં લોક, થોડઈ ઉચ્છવ, થોડઈ શોક, તિણિ નગરઈ ઈકિ ધાઈ ધસઈ, એકિ તાં ટેહડટેડ હસઈ. Page #256 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિરચિત ત્રિભુવનદીપક પ્રબંધ' ] ૨૪૩ જડ માનવીની અજ્ઞાનજન્ય ઉપહાસવૃત્તિ હડહડ હસઈ એ ત્રણ શબ્દોમાં કવિએ કુશળતાથી મૂત કરી છે. મોહની પત્ની દુર્મતિને છ બાળકો હતાં. કામ, રાગ, દ્વેષ (પુત્રો) અને નિદ્રા, અધૃતિ અને મારિ (રોગ) એ ત્રણ દીકરીઓ. આ નગરીમાં નિર્ગુણોનો વસવાટ હતો, રાજ્યમાં ચાર્વાક અને છઘ પુરોહિતોનું મહત્ત્વ હતું. આ બાજુ નિવૃત્તિ અને વિવેક પ્રવચનપુરી પાસે આત્મારામ વનમાં રહેતા વિમલબોધને ત્યાં આવ્યાં. વિમલબોધ એમની સુમતિ નામે દીકરીને વિવેક સાથે પરણાવી. વિવેક અને સુમતિનું જોડું કેવું હતું ? શશી વિણ પૂનિમ લાજઇ વાહી, પુનિમ વિણ શશી ખડ઼ઉ થાઈ ચન્દ્ર અને પૂર્ણિમાની અન્યોન્યપૂરકતા દામ્પત્યનિરૂપણમાં કેવી સાથે બને છે ! ત્યાર પછીની આ પંક્તિની સાત્ત્વિક સુગંધ અતીવ મનોહારી લાગે છે : સુકુલ પુરુષ સુકુલીણી નારિ, બિહુ જોડી થોડી સંસારિ. રાજા અરિહંતની કૃપાથી વિવેક પુણ્યરંગ પાટણનો રાજા બન્યો. અરિહંતના સામંત સદુપદેશની દીકરી સંયમશ્રી સાથેના લગ્નથી વિવેકના સર્વ શત્રુઓ નાશ પામવાના ભાવિ કથનથી. ઘણી આનાકાની સાથે. સુમતિની જ સંમતિથી, વિવેક સંયમશ્રી સાથે પરણવા તૈયાર થયો ત્યાં જ. મોહપુત્ર કામે વસન્તના સથવારે વિવેકને વિચલિત કરી મૂકવાની કામગીરી કરી. કામે “પરિહરિય પુરુષ તિણિ વિકટ વીર, સંગ્રહી નારિ કોમલ શરીર.” રમણીય નારીઓના સૈન્યને વર્ણવવાનો કવિનો રસાભાસી પ્રયત્ન પ્રગલ્મ લાગે છે. તિહિ કેસપાસ સિરિ સિરકઠામિ, પટ્ટઉલિ પહિરિ કવચ કામિ. ચકાયુદ્ધ કંકણ ચાલવન્તી, અસિ વર જિમ બિડલ કરિ ધરન્તિ. કામદેવની વિજયયાત્રા વિનોદ, આભાસી શૃંગાર, અને કૃત્રિમ પ્રસંગોને કારણે સચોટ જણાતી નથી. સરસ્વતીને એક બાજુ રાખી સાવિત્રીના નેતૃત્વ નીચે કામે બ્રહ્માને જીત્યા. પછી જમુનાતટે ગોપીઓની ફોજથી કૃષ્ણને વશ કરી. કૈલાસમાં જઈ શંકરને પાર્વતી સાથે પરણવા મજબૂર કર્યા. આ નિમિત્તે જયશેખરસૂરિએ યમુનાકિનારે રમાતા રાસનું કાંઈક સજીવ શબ્દચિત્ર આપ્યું છે. થિરુ થિરુ હો થિનકઈ સામલા' એ ઊર્મિગીત કવિશક્તિ સૂચિત કરે છે. જિમજિમ જમુનાતડિ મિલઈ ગોયાલિણી ગમારિ, તિમતિમ નાચઈ નવિઅ પિરિ નિસિ નિર્મલી મુરારિ. આવી ગતિશીલ પંક્તિઓ નરસિંહપૂર્વના ગુજરાતમાં પ્રસરેલા ભક્તિસંસ્કારો વ્યક્ત કરે છે. કામદેવ અને મહાદેવનો સંવાદ કૃત્રિમ અને ઔચિત્યહીન લાગે છે. દિસિ પહિરણિ પત્રગ શૃંગાર, રુડમાલ અખ્ત હિયડ માલ' આ શિવવર્ણન સ્વાભાવિક છે. પરણ્યા પછી પાર્વતી ‘પાટુ સાડી સાવટાં નઈ નવરંગ ઘાટ' લાવી આપવાનું કહેશે તો આ દિગૃવસ્ત્રધારી સંન્યાસી કેવી રીતે લાવી શકશે ? અને એમાં પણ પાર્વતી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જિણિ વાતઈ ઊણી હુઈ, તિણિ માંડઈ રાડિ.” પૌરાણિક પાત્રોને પ્રાકૃતરૂપે નિરૂપવામાં પ્રેમાનંદ પ્રથમ કવિ જ નથી ! અહીં પણ એ તત્ત્વ છે. અહીં પ્રવચનપુરીમાં સંયમશ્રી અને વિવેકનાં લગ્ન યોજાયાં. કવિ લૌકિક વિધિઓ ટૂંકામાં વર્ણવી કહે છે : “આણન્ટિહિં વિહસીય બિહુ હિયાં રે.... વિવેક અને સંયમ મળે એટલે યુવાની શોભે. ગમે તેવાં પ્રલોભનો ઉપર વિજય મેળવી શકાય. સંયમશ્રીને સાથે લઈને વિવેક મોહને જીતવા નીકળ્યો. શત્રુંજયના પરિસરમાં વિવેક અને મોહ વચ્ચે યુદ્ધ થયું. કવિએ યુદ્ધચિત્રને ઓજસ્વતી વાણીમાં નિરૂપ્યું છે. ‘ત્રહત્રહન્તિ ત્રમ્બક અપાર, ઢમઢમત્તિ ઢક્કા અનિવારની ચારણી શૈલી કે દલ ચાલ સાયર છલછલઇ, મેઈણિ ડોલઈ, ગિરિ લટલઈ' જેવી અલંકારલીલા કે રુધિરપૂરિ રથ તાણ્યા જાઈ, સિર તૂટઇ, ધડ ધસમસ જાઈની “સિદ્ધહેમ'ના દુધની સ્મૃતિ તાજી કરાવે એવી તાદૃશતા અસરકારક બની રહે છે. અન્ત મોહનો શિરચ્છેદ થયો. મોહમાતા પ્રવૃત્તિ નૂરી મરી અને મન રાજાએ સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો. મનનો પુત્રવિલાપ હૃદયસ્પર્શી છે ? બાપ છતાં બેટઉ મરઇ, વિરુઈ એ જગિ વાત. વડપણ તાહારું, તું પખઈ, હું કિમ હોઇસુ તાત. કાવ્યને અન્ત ચેતનાએ પરમહંસને કાયાનગરીમાંથી મુક્ત થઈ, સર્વ કષાયોનો ત્યાગ કરી પોતાના ખોવાયેલા પ્રકાશને પ્રાપ્ત કરવા વિનંતી કરી. પરમહંસ – જીવાત્મા – બંધનમુક્ત થઈ અરિહંતપદ પામ્યો. પછી સુખ હોય જ એ સમજાવી કાવ્યના અન્ત મળતી દુરાન્તમાળા કવિશક્તિનું તેજ સૂચવે છે. નિગિ ફાગુણિ આંબુ ગહગહ, નિગિ ગ્રીષમિ નઇ પૂરઈ વહઈ, બહુલપક્ષ પૂઠઈ શશિવૃદ્ધિ, આર અનન્તર સાગર રિદ્ધિ; દડી પડિનઈ વલિ ઉપડઈકામિ કપુર કપુર જિ વડઈ. તત્ત્વવૈચારિક ભૂમિકાને બહુવિધરંગી પ્રસંગો અને ગુણાત્મક પાત્રો દ્વારા રૂપકાત્મક શબ્દરૂપ આપવું એમાં કવિની કસોટી હતી. મૂળ સંસ્કૃત રચનાનો તત્ત્વભાર હળવો કરીને લોકગમ્ય ભાષામાં આ રચના પ્રજાસમૂહ સમક્ષ રજૂ કરવાની કવિની નેમ કવિની મદદે અહીં આવે છે. ભાષાની પ્રવાહિતા, છંદપ્રભુત્વ અને દૃષ્ટાન્તબળ – આ ત્રણેયના સફળ વિનિયોગને કારણે ત્રિભુવનદીપક પ્રબંધ' રમણીય રૂપકકાવ્ય બની શક્યું છે. “એકિ તાં ટેહડટેહડ હસઈમાં હડહડ' શબ્દનાં કે ‘વેઢિઇ, તેડિઇ તાડઈ તેઉ, ઝડપૐ; ઝૂઝઈ, ઝુબઈ બેહૂમાં શબ્દોના વર્ષોની ધ્વનિયંજકતા, જિમજિમ જમુનાતડિ મિલઈ ગોવાલણ ગમારિ એ પંક્તિઓનો નાચતો. ગતિશીલ લય, શશી વિણ પૂનિમ લાજઇ વાહી, પુનિમ વિણ શશી ખંડઈ થાઇ'ની અલંકારલીલા દ્વારા વ્યંજિત થતી દામ્પત્યજીવનની ગરિમા અને અન્યોન્યપૂરકતા, ઘેવર માંહિ ધૃત ઢલિક, થાહર જોતાં સગપણ મીલિઉં' કે વાનરડઈ નઈ વીછીઈ ખાધુ જેવી દૃષ્ટાન્તલીલા, “જે અન્યાયિ મેલીઈ, તે ધન સુથિર Page #258 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિરચિત ‘ત્રિભુવનદીપક પ્રબંધ’ ૨૪૫ ન હોઇ, ઘોર પાપ જિણિ વાવઇ, તિણિ કુલિ ઉદય ન જોઇ' જેવી ઉપદેશગર્ભ પંક્તિઓ કે કાવ્યાત્તે ‘સ્વામિ આપઇ આપ વિમાસિ, ઉઠ, શક્તિ આપણી પ્રકાશિ’ની પ્રેરકતા આ રચનાને રમણીય બનાવે છે. માત્રાબંધ અને લયબંધ બન્ને પ્રકારની છંદરચનામાં પણ કવિની પાકટ હથોટીનો અનુભવ થાય છે. ચઉપઇ, દૂહા, પદ્મડી, ચરણાકુલ, વસ્તુ, ધઉલ આદિ અપભ્રંશપ્રાપ્ત છંદો, ઉપજાતિ જેવો અક્ષરમેળ છંદ અને વચ્ચે મળતા પ્રાસાત્મક ગદ્ય બોલી ના ઉપયોગ દ્વારા છાંદિક અભિવ્યક્તિના વૈવિધ્યનો પણ આ રચનામાં અનુભવ થાય છે. આવા સુન્દર રૂપકકાવ્ય વિશે એકબે મુદ્દાઓ વિચારણીય જણાય છે. આવા તાત્ત્વજ્ઞાનિક રૂપકકાવ્યમાં પરમહંસ, ચેતના, વિવેક જેવાં ગુણાત્મક પાત્રો આવે એ તો સમજાય તેમ છે પણ ગુણાત્મક પાત્રોની સાથે પૌરાણિક, ઐતિહાસિક પાત્રોનો વિનિયોગ કેટલા અંશે ઉચિત લાગે તે પ્રશ્ન છે. ગુણાત્મક પાત્રોને રૂપક પાત્ર અને ઐતિહાસિક-પૌરાણિક પાત્રોને પ્રરૂપપાત્ર તરીકે ઓળખાવી શકાય. યશરાજકૃત મોહરાજપરાજય'માં હેમચન્દ્ર અને કુમારપાળ જેવાં ઐતિહાસિક પ્રરૂપ પાત્રો મળે છે. ગુણાત્મક રૂપકપાત્રો – ચેતના, વિવેક આદિ – તો સંપૂર્ણતયા કાલ્પનિક પાત્રો છે. શ્રોતાવર્ગ પણ આ સમજીને જ કાવ્યને માણતો હોય છે. પણ ત્રિ.દી.’માં મળતાં કૃષ્ણ અને શંકર જેવાં પાત્રોને અમુક રીતે વર્તતાં જોઈ વાચકપક્ષે કેવો અનુભવ થતો હશે ? કોઈ રસવિક્ષેપ થતો નહીં હોય ? પ્રજાદયમાં અમુક પૌરાણિક પાત્ર વિશે અમુક ચોક્કસ પ્રકારની છબી ઊભી થયેલી હોય છે. ટાગોરે કહેલું તેમ પુરાણપાત્ર કે દંતકથાપાત્ર ઇતિહાસપાત્ર કરતાંય, પ્રજાદયની દૃષ્ટિએ, સત્યતર હોય છે. સીતા કે રાણકદેવી જેવાં પાત્રો વિશે પ્રજાની ભાવનાત્મક છાપ હોય છે. આવા સર્વજનવિદિત ભાવનાસત્યને ઉલટાવી નાખવાથી રસભંગ થાય છે. પ્રેમાનંદનું રસાત્મક કથાકથન તે કાળના જનહૃદયને જીતી લેતું હશે, પણ કામાતુર નળની વિરૂપ ચેષ્ટાઓ, જસોદાની પ્રાકૃત ઉક્તિઓ, ‘અભિમન્યૂ આખ્યાન'ના કૃષ્ણનાં કાર્યો તત્કાલીન શ્રોતાઓ કેવી રીતે ઝીલતાં હશે ? આ પરિસ્થિતિને મધ્યકાલીન જનમાનસનું કે જે-તે વિમાનસનું પરિણામ ગણીશું ? મધ્યકાળે તુલસી પણ આપ્યા છે અને તુલસીએ રામ આપ્યા છે એ ભુલાવું ન જોઈએ. શ્રી. નગીનદાસ પારેખે પૌરાણિક પાત્રોની લોકોત્તરતા વિશેની પ્રેમાનંદની સમજ અને એના નિરૂપણ વિશે શંકા તો કરેલી છે જ. કવિ જયશેખરસૂરિ પૌરાણિક પાત્રોને કાંઈક હળવાશથી નિરૂપતા જણાય છે. કામદેવે એની વિજયયાત્રા દરમિયાન બ્રહ્મા, કૃષ્ણ, શંકરાદિને કામબળે નમાવ્યા. કવિને જગતમાં કામનું પ્રાબલ્ય નિરૂપવું છે. કવિનો આશય સ્પષ્ટ અને સ્વચ્છ છે. જયશેખર કામદેવ અને શંકરનો સંવાદ વિનોદી રીતે નિરૂપે છે. લોકભોગ્યતાના કવિના ઇરાદાની દૃષ્ટિએ આ ઉચિત છે. પણ શિવ કામના પ્રતાપે પાર્વતીના રૂપથી પરાજિત થઈ એમની સાથે પરણ્યા આવું નિરૂપણ વાચકના હૈયાને કેટલું ગોઠે એ પ્રશ્ન છે. શિવપાર્વતીનું લગ્ન એ ૭ = – — Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કામવિજયનું નહીં, પાર્વતીના તપોવિજયનું પરિણામ છે. જયશેખરસૂરિએ તપપ્રભાવને નહીં પણ સૌન્દર્યપ્રભાવને મહત્ત્વ આપ્યું છે. ગંભીર તત્ત્વવિચારને રૂપકકથામાં નિરૂપવા માગતો કવિ આવો વૈચારિક વ્યુત્ક્રમ નિરૂપે એ ઉચિત જણાતું નથી. – તત્ત્વવિચારને રૂપકકારૂપે રજૂ કરવામાં કવિપક્ષે સજાગતા જરૂરી છે. તાત્ત્વિક વિચારધારાના અને કથાના આમ બે પ્રકાર ઔચિત્યને સાચવવામાં રૂપકવિ ક્યારેક ભૂલ કરી બેસે એ સમજાય એમ છે. જયશેખરસૂરિએ ચેતનાને પરમહંસ રાજાની રાણી ગણાવી ચેતના અને પરમહંસ વચ્ચે ભિન્નતા – ટૂંકતત્વનો સંકેત કર્યો છે. આ બે જુદી વ્યક્તિઓ હતી એમ અહીં સૂચિત થાય છે. પરમહંસ જીવાત્મા અને ચેતનાને ભિન્ન ગણવામાં તાત્ત્વિક ઔચિત્ય જળવાયું જણાતું નથી. ચૈતન્ય એ તો જીવસ્વભાવ જ છે. કથા પ્રયોજવા માટે તત્ત્વવિચાર અહીં સહેજ મરડાયો. એક-બે સ્થળે કથાતંતુઓ પણ ઉભડક રીતે વિકસતા જતા જણાય છે. કાવ્યના પ્રારંભમાં જ નિવૃત્તિ અને વિવેક માબેટઇ બિઇ લીધુ વિદેસ' અને મન-પ્રવૃત્તિ-માયાનો ત્રિકોણ આનંદ કરવા લાગ્યો ત્યાં તરત અચાનક કવિ લખે છે, ‘સીખ સંભારી ચેતના તણી, રુલિઉ રાઉ રોઇ ઇમ ભણી.' મનમાયાની વાતમાંથી કવિ અકસ્માત પરમહંસના વિલાપ ઉપર આવી જાય છે. પ્રસંગોના કાર્યકારણનું અનુસંધાન જળવાતું નથી. યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી વિવેકની કથા મળતી નથી. કિવ ઉભડક રીતે વિવેકવિજય પછી ચેતનાના પરમહંસ પ્રત્યેના ઉદ્ગારોને વર્ણવે છે. શ્રી કે. હ. ધ્રુવે ઉચિત નોંધ્યું છે તેમ “પરમહંસ અને ચેતનાના તાર હાથમાં લેતાં વિવેક અને અરિહંતરાયના તાર કવિના હાથમાં રમતારમતા સરી પડે છે." પ્રસંગોના કે ઉક્તિઓના આવા પૌર્વપર્વના અભાવનું એક સંભવિત કારણ એ હોઈ શકે કે મૂળ રચનાની હસ્તપ્રત ઉતારતાં કે હસ્તપ્રત ઉપ૨થી વાચના તૈયાર કરતાં અમુક લીટીઓ પડી ગઈ હોય. શ્રી ધ્રુવે “આ કાવ્યની પચાસેક કડી જે ઓછી જરૂરની કે ઓછી ફ્રુટ જણાઈ તે મૂકી દીધી છે” એમ નોંધ્યું જ છે. (આ રચનાની અદ્યાપિપ્રાપ્ત હસ્તપ્રતો મેળવી એની ઉપરથી કૃતિની અધિકૃત વાચના તૈયાર થાય તો – ત્યારે આ મુદ્દાનો ઉકેલ મળી શકે.) ૧૦ પોતાના કાવ્યઉપક્રમ પરત્વે જાગ્રત એવા કવિ જયશેખરસૂરિ માટે આવી ભલે એક-બે - મર્યાદાઓ નિવારી શકાય એમ હતું. સંસ્કૃત રચનાના આ ગુજરાતી નવઅવતારમાં મૂળ કૃતિનો તત્ત્વભાર અને વીગતઝીણવટનો લેશમાત્ર અનુભવ થતો નથી. દૃષ્ટાન્તમય પ્રાસાદિક ભાષામાં રૂપકકથા રસળતી ગતિએ આગળ વધતી જાય છે, પ્રસંગો રસમય રીતે નિરૂપાતા જાય છે, રૂપકનું પોત ઘટ્ટ અને રંગીન બનતું જાય છે. પાત્રોમાં વૈચારિક તત્ત્વોનો અધ્યારોપ અને એ પાત્રોના રસમય અને લોકભોગ્ય નિરૂપણથી આ પ્રયોગ સુફલ - Page #260 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ' એ ૨૪૭ બની રહે છે. કવિની ખુદની આ આત્મશ્રદ્ધા, ત્રિભુવનદીપક એહ પ્રબંધ, પાપ તણી સાસુ હુઈ ન ગન્ધ' સાચી નીવડે છે. શ્રી કેશવ હર્ષદ ધ્રુવનાં આ તારણો સાથે આ કૃતિનો કોઈ પણ વાચક સહમત થશે જ : “સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો. ગુજરાતી કવિ તરીકે તો તેનો દરજ્જો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે.” “જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલેચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદ જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.”૧૧ પાદટીપ ૧. “પ્ર.ચિં.” સંવત્ ૧૪૬૨ (ઈ.સ.૧૪૦૬)માં લખાયું છે. એમાં કેટલાક ફેરફાર કરી ત્યાર પછીનાં વર્ષોમાં ત્રિપદી.' રચાયું છે. આમ ‘ત્રિપદી.' એ “પ્રાચિં.' પછીની રચના છે. શ્રી ધ્રુવ આ માટે “ઈસ્વી પંદરમા શતકના પહેલા ચરણમાં" એમ મોઘમ પણ યોગ્ય રીતે નોંધે છે. શ્રી કે. કા. શાસ્ત્રી સંવત ૧૪૬ર જ લખે છે ('કવિચરિત', પ્રથમ આવૃત્તિ, પૃ.૩૦૫). ૨. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, એ. કે. હ. ધ્રુવ, પ્રસ્તાવના, પૃ.૨૨ ૩. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ગ્રંથ-૧), સં. ઉમાશંકર જોશી વગેરે, પૃ.૨૮૭ ૪. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ.૨૩ 4. Prabodhchandrodaya of Krishna Misra, Ed. Sita Krishna Nambiar, Chapter 1, Page 2 ૬. આ યાદી સંપૂર્ણ નથી જ. જયશેખર પછીના કાળમાં ગુજરાતીમાં કમિશ્રના સંસ્કૃત નાટકનો પદ્યસાર કવિ ભીમકૃત “પ્રબોધપ્રકાશ' (૧૮૯૦)માં મળે છે. જૈન કવિ સહજસુંદરરચિત “આત્મરાજ રાસ', ધર્મમંદિરત “લોકવિવેકનો રાસ', પ્રેમાનંદકત વિવેક વણજારો', જિનદાસનો વ્યાપારી રાસ', જીવરામ ભટ્ટકૃત ‘જીવરાજ શેઠની મુસાફરી આ યાદીમાં નોંધી શકાય. ૭. પ્રેમાનંદ, પ્રવેશક, પૃ.૨૩-૨૪ ૮. “પ્રબોધચિંતામણિ'નો ગુજરાતી અનુવાદ આપનાર કવિ ધર્મમંદિર એમની રચનામાં શંકરમુખે આમ કહેવરાવે છે નાર થકી હું બીહતો. પર્વત બેઠો આપ. તપસી જોગી જાણીને મૂક તું મદનરાય. (મોહવિવેક રાસ' – જૈન કાવ્યદોહન, ભાગ-૧, સં. મનસુખલાલ રવજીભાઈ મહેતા, શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર). ડાં. સાંડેસરા આ રચનાને લોકવિવેકનો રાસ' તરીકે ઓળખાવે છે. (પાદટીપ ૩ અને ૪) ૯. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય. સ. કેશવ હર્ષદ ધ્રુવ. પ્રસ્તાવના, પૃ.૩૬ ૧૦. એજન, પૃ.૪૨ ૧. એજન, પૃ.૩૨ અને ૩૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચન્દ્રચરિત”ની કથનરીતિ - - - - - - - - - - - - - - - - - - કનુભાઈ જાની નરસિંહના કાળે જ, ઈ.સ.૧૪૨૨માં લખાયેલ “પૃથ્વીચન્દ્રચરિત'ની પંચઉલ્લાસબત કથા માત્ર મધ્યકાળની જ કે જૈન સાહિત્યની જ નહીં ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ ગદ્યકૃતિ છે. નરસિંહ જેમ આદિકવિ, તેમ માણિક્યસુંદરસૂરિને કહી શકાય આદિ શિષ્ટ ગદ્યકાર. તે મુખ્યત્વે આકર્ષે છે તેમાંના કથારસને કારણે નહીં, પણ ગgછટાને કારણે. કથામૂળ “કથાસરિત્સાગરમાંના ‘અલંકારવતી' નામના નવમા લમ્બકના પ્રથમ તરંગમાં પૃથ્વીરૂપ અને રાણી રૂપલતાની કથાના રૂપમાં મળે છે, એટલે ગ્રંથકારે ધર્મોપદેશ માટે લોકકથા પ્રયોજી છે એ સ્પષ્ટ બને છે. આ કથા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતીમાં અનેકોએ પ્રયોજી છે, પણ એ બધીમાં માણિજ્યસુંદરસૂરિની શ્રેષ્ઠ છે. ગ્રંથકાર લોકબોલીથી, લોકકથાકથનની રૂઢ લોકપ્રચલિત કેટલીક પ્રયુક્તિઓથી, સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ અને સાહિત્યની પોતાની સજ્જતાથી પ્રભાવિત કરે છે. કથા લિખિત છે, છતાં કથ્ય-શ્રાવ્ય છે – વાંચીને સંભળાવી શકાય છે. કથા કહેવાતી હોય તેવું લાગે. સાથોસાથ શ્રોતાને શિષ્ટતાના રંગોવાળી ભાષા અને સામગ્રી મળ્યા કરે. આરંભે. અંતે ને વચમાં સંસ્કૃત શ્લોકનાં ત્રણચાર છાંટણાં છે, તો વચમાં (પાંચમા ઉલ્લાસમાં) વાજિંત્રોની ટીપ છે ત્યાં પ્રાકૃત છે. (“ઉદ્ધમતાણે શંખાણ... પવાઇજ્જતાણું.”) કતની બહુશ્રુતતા અહીં અનેકવિધ કામે લાગી છે. કથાનું ઉલ્લાસોમાં વિભાગીકરણ કથાવૃષ્ટિએ કોઈ ચોક્કસ આયોજનપૂર્વકનું લાગતું નથી. કથા સળંગ વહે છે. અલબત્ત એના સાતેક તબક્કા પડી જાય છે. (૧) પૃથ્વીચન્દ્રપરિચય અને એને આવેલ સ્વપ્ન કે કોઈક બાળા વરમાળા પહેરાવે છે. ત્યાં જ એનો નિદ્રાભંગ. (૨) ત્યાં જ અયોધ્યાના સોમદેવની કુંવરી રત્નમંજરીના સ્વયંવરનું નિમંત્રણ લઈને દૂત આવે છે ને રત્નમંજરીનું હંસ દ્વારા હરણ અને એની પુનઃપ્રાપ્તિની ચમત્કારિક વાત માંડીને કરે છે. (૩) પૃથ્વીચંદ્ર કટક સાથે સ્વયંવરે જવા નીકળે છે. રસ્તામાં ઘોર અટવિમાં સૌ અટવાય છે ત્યારે ચમત્કારિક ઉગાર થાય છે. રસ્તામાં, ચોર માનીને જેની પાછળ સમરકેતુના સૈનિકો પડ્યા છે એ શ્રીધર, પૃથ્વીચન્દ્રને શરણે આવે છે ને એને ઉગારવા જતાં સમરકેતુ સાથે પૃથ્વીચંદ્રને યુદ્ધ કરવું પડે છે. એમાં હાર હાથવેંતમાં હોય છે ત્યાં કોઈ દૈવી પુરુષ પ્રગટી એને જિતાડે છે ને સમરકેતુ બંદી બને છે. પણ Page #262 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ | ૨૪૯ પૃથ્વીચંદ્ર એને મુક્ત કરે છે. શ્રીધર પણ મુક્ત બને છે. (૪) ત્યારે શ્રીધર માંડીને પોતાની આપવીતી કહે છે : ધનના ઢગ હતા ત્યાં બધું ખેદાનમેદાન થતું જોઈ એને વૈરાગ્ય વ્યાપ્યો. એમાં ત્યાં ચારણ શ્રમણ આવતાં શ્રીધર અને સમર બન્ને દીક્ષા લે છે. (૫) આખરે પૃથ્વીચંદ્ર સ્વયંવર (અયોધ્યા) વરમાળ પ્રાપ્ત કરે છે. પણ એ જ ટાણે ધૂમકેતુ વૈતાલની સહાયે સ્વયંવર રોળે છે. અંધકાર છવાય છે. કુંવરીનું હરણ થાય છે. પરંતુ બીજે દિવસે પ્રભાતે મંડપમધ્યેથી પૃથ્વી ફાટી, મહીંથી દેવી નીકળી, એના ખોળામાં હતી કુંવરી. દેવી પાછી ભૂમિમાં સમાઈ જાય છે ને પૃથ્વીચંદ્ર રત્નમંજરીને વરે છે. (૬) ત્યાં ઉદ્યાનપાલક શ્રી ધર્મનાથ તીર્થંકર પધાર્યાના ખબર લાવે છે. ઉદ્યાનપાલક ધર્મનાથચરિત્ર સંભળાવે છે. રત્નપુરના રાજા ભાનુની રાણીને ચૌદ સ્વપ્નો બાદ મળેલ પુત્ર તે ધર્મનાથ. રાજા પૃથ્વીચન્દ્ર અને સોમદેવ બન્ને ધર્મનાથના દર્શને જાય છે, ને બોધ પામે છે. પૃથ્વીચંદ્રના ચાર સંશયો – કુંવરીહરણ વગેરેના પણ ધર્મનાથ દૂર કરે છે. ધર્મનાથ સોમદેવ, પૃથ્વીચન્દ્ર અને રત્નમંજરીની પૂર્વભવકથા કહે છે : ભૃગુકચ્છના દ્રોણના પુત્રો સગર અને પૂરણ મત્સ્યબોધે ને પછી મુનિબોધે વિરક્ત થયા તે આ ભવના સોમદેવ ને પૃથ્વીચન્દ્ર તથા પૂર્વભવની પદ્મશ્રી તે રત્નમંજરી. ધર્મનાથે આગાહી કરી કે હથીએ ચડવા જતાં પૃથ્વીચંદ્રને કેવલજ્ઞાન થશે. (૭) અંતે એવું જ બન્યું. કાનડાના રાજા સિહકેતુનો સામનો કરવા જતાં. હાથીએ ચડતા રાજાને થયું કે ખરો સામનો તો અંતરના રિપુઓનો કરવાનો છે. કેવલજ્ઞાન થયું. આમ કથા સીધીસાદી નથી. પૃથ્વીચન્દ્ર-રત્નમંજરીની મુખ્ય કથામાં દૂતે કથેલ સોમદેવની, શ્રીધરે કથેલ પોતાની, ઉદ્યાનપાલકે કથેલ શ્રી ધર્મનાથની અને ધર્મનાથે કથેલ પૃથ્વીચન્દ્ર-સોમદેવ-રત્નમંજરીની પરભવકથા એમ ચાર કથાઓ આવે છે. તો રત્નમંજરીનું હંસ દ્વારા હરણ, દૈવી પુરુષ દ્વારા એની પુનઃપ્રાપ્તિ. અટવાયેલ સૈન્યનો અટવિમાંથી એકાએક તત્પણ છૂટકારો, સમરકેતુને હાથે યુદ્ધમાં હાર નિશ્ચિત હતી ત્યાં દૈવી સહાયથી જીત, ધૂમકેતુનિર્મિત વૈતાલવિપ્લવ. રત્નમંજરીનું ફરીથી હરણ અને પૃથ્વીમાંથી એકાએક એની સાથે નીકળી કોઈ દેવીનું રત્નમંજરીનું ફરીથી આપી જવું. રાજાનું સ્વપ્ન તેમજ સુવતાનાં ચૌદ સ્વપ્નો, “એ તો કહેશે કેવલજ્ઞાની' એ અને યુદ્ધે ચડવા હસ્તિઆરોહણસમયે થશે કેવલજ્ઞાન' એ આગાહીઓ – જેવા ચમત્કારો વચમાંવચમાં આવતા જાય છે અને કથાને અદ્ભુતરંગી જ નહીં અવનવા વળાંકોવાળી બનાવ્યું જાય છે. એમાં પૃથ્વીચન્દ્ર, ધર્મનાથ વગેરેના ધર્મબોધો શાન્તરંગની ભાત પૂરે છે. એ બોધ કથાવરોધક નથી. કથાકથન માંડીને કહેવાતી કથાની ધાટીનું છે. છતાં એનું ગદ્ય પદ્યાનુવર્તી છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એટલે કથારસની જોડાજોડ – અને એથી વિશેષ પણ – આ ગદ્ય અભિભૂત કરે એવું છે. કથામાંડણીમાં આરંભે જે વિથંભ છે તે અંત નજીક આવતાં રહેતો નથી. પહેલા આખા ઉલ્લાસમાં કેવી નિરાંતથી પૈઠણપુર અને અયોધ્યાનાં વર્ણન છે ને છેલ્લે પૃથ્વીચન્દ્રનું પાણિગ્રહણ, પૈઠણપુરગમન, મહીધરપ્રાપ્તિ, એનું મોટા થવું, પરણવું. રાજ્યધુરા ધારણ કરવી ને રાજારાણીનું દીક્ષા ગ્રહણ - બધું ઝડપથી આટોપાય છે. હા, પૂર્વભાગ કથા-પ્રસંગસભર છે, છેલ્લે છેલ્લે બોધસભરતા વધતી જાય છે. એક તંતુએ શ્રોતાને (વાચકને) જકડી રાખતું કોઈ તત્ત્વ હોય તો તે છે કતની ભાષા. આ જ કથામાં (પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ સંપા. જિનવિજયજી, પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, સં.૧૯૮૬, પૃ.૧૩૩) પ્રથમ ઉલ્લાસમાં ૭૨ કળા ને ૬૪ વિજ્ઞાનને ગણાવતા એક વિજ્ઞાન તરીકે કથાકારે “કથાકથન'ને ગણાવ્યું છે, અને ચતુર્થ ઉલ્લાસમાં (૪,૧૫૦) “મુનીશ્વર ધર્મકથા કહઈ" એમ આવે છે. એ પ્રાચીન કાળથી કથાકથનને અપાતા મહત્ત્વનો પુરાવો છે. જૈન સાધુઓ ‘વાચક' એટલે ઉપદેશક કહેવાય. એટલે ધર્મોપદેશાર્થે કથાપ્રયોજનપ્રાવીણ્ય એમને માટે ધર્મકાર્ય વળી એ માટે ચાતુર્માસનો ગાળો પણ મળે. આ પણ એવી એકપ્રયોજનલક્ષી કથા છે એ તો આરંભે જ સ્પષ્ટ થઈ જાય છે. કથા કહેવાઈ છે ગદ્યમાં. એ ગદ્ય બે પ્રકારનું છે : વર્ણકો કે બોલીબદ્ધ ગદ્ય અને વર્ણવેતર કથનનું ગદ્ય. વર્ણકો અહીં એટલાં બધાં છે કે એની વાત પહેલાં કરી લઈએ. ડૉ. સાંડેસરા તો આ કૃતિને જ “એક નાનકડી કથાની આસપાસ ગૂંથાયેલો વર્ણકસંગ્રહ” કહે છે. (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૧, ગુ.સા.પરિષદ પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૩ પૃ.૨૯૯) સમગ્ર કથામાંથી સહેજે એકત્રીસ જેટલાં વર્ણકો તારવી શકાય છે. પ્રથમોલ્લાસમાં પૃથ્વી પરનાં દ્વીપો ને સમુદ્રો, ક્ષેત્ર-નદી-પર્વતો, ૮૪ ચૌટાં, નગરરત્નો, રાજ્યસભાના સભ્યો. ૭૨ કલાઓ, ૬૪ વિજ્ઞાન દ્વિતીયમાં બ્રાહ્મણો ને તેમનાં ૧૮ પુરાણો તથા ૧૮ સ્મૃતિ, વાજિંત્રો, વસ્ત્રો, હાથી-ઘોડા, અટવિમાંનાં વૃક્ષો-પશુઓના અવાજો, ૩૬ દડાયુધ: તૃતીયમાં શું-શું ચંચલ છે તે પૂર્ણ કોને કહેવાય તે, વિરોધી વસ્તુઓ (કોનાકોના વચ્ચે અંતર છે તે), શેના વિના મુક્તિ નથી મળતી તે, શું-શું શ્રેષ્ઠ છે તે. કન્યાનાં આભરણો: ચતુર્થમાં ૮૮ ગ્રહો, મંડપની ઉજ્જડતાની ઉપમાવલી. ૧૪ સ્વપ્નો ને પંચમમાં પ૬ દિકુમારિકા, ૧૭ પૂજાવિધાનો, ૪૯ વાજિંત્રો (પ્રાકૃતમાં). ઉચ્ચ-નીચ કુળો-વંશો, જ્ઞાતિઓ, કુભાય-સુભાય-લક્ષણો, શું-શું શેના-શેનાથી શોભે તે, શું-શું કરવા કોણ કોણ શક્તિમાન છે તે. આ સામગ્રી બે વાતની સૂચક છે : માણિક્યસુંદરસૂરિ કથાકથનની રૂઢ રીતિથી માત્ર માહિતગાર જ નહીં, એ સામગ્રી એમને એટલી હાથવગી છે કે પોતાની કથામાં જ્યાં જ્યારે જેની જરૂર લાગે તે તરત ત્યાં મૂકી દે છે, અને બીજી વાત, આવી Page #264 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ D ૨૫૧ સામગ્રી અહીં મબલખ પ્રમાણમાં છે. એથી, એવો પ્રશ્ન પણ થાય કે જો આટલી બધી સામગ્રી કંઠોપકંઠ – પરંપરામાંથી લઈને અહીં ગૂંથી દીધી હોય તો સૂરિજીનું પોતાનું ગદ્ય કેટલું? પણ એક તો, આ સામગ્રી કથામાં એના અવિચ્છેદ્ય અંગની જેમ ગૂંથાઈ ગઈ છે, અને બીજું, એમાં સારી પેઠે વૈવિધ્ય છે. વળી લોક પોતાને પરિચિત સામગ્રીથી એક પ્રકારની આસાયેશ અનુભવે છે ને આ સામગ્રી બોધના પ્રયોજનને પુષ્ટ કરે છે -- એ બધું લક્ષમાં લેતાં, અહીં તેની સાર્થકતા વિશે કોઈ શંકા રહેતી નથી. આ વર્ણકો છે જ આવા ઉપયોગ માટે - આ સામગ્રીમાં કેટલીક યાદી કે ટીપના પ્રકારની કેટલીક વિશાળતા કે પ્રચુરતા દર્શાવતી, તો કેટલીક બોધક શિખામણવાળી, અનુભવકથનો જેવી, કેટલીક વિનોક્તિઓ. તો કેટલીક ઉપમાવલીઓ છે. દા.ત. તૃતીયોલ્લાસમાં લક્ષ્મીની ચંચલતાની વાત છે. ત્યાં આરંભે દુહો છે : છાસિઈ કેરઉ આફર, દાસિઈ કેરી નેહ, કંબલ કેરી મોલીઉં, ખિસત ન લાગઇ ખેવ. પછી આવી ટૂંકજીવી વસ્તુઓની ટીપ છે એ અનુભવકથન જેવી છે : “આભ તણાઈ છાંહ, કુપુરિસ તણઈ બાંહ, આઢનઉ તૂર, નદીનું પૂર, ઠાકુરની પ્રસાદ, માકડની વિષાદ, વહીન પડીગણી, સૂપડાનઉ ઉઠીગણઉં, દીવાનું તેજ, માત્રેઈનું હેજ, દાસીનું નેહ, શરદકાલનું મેહ થોડા મેહનઉ 2હ, વહેલુ આવઈ છે.” અહીં પણ પ્રાસ જળવાય તેમ ગોઠવવામાં સૂરિજીનો હાથ હોય. એ પછી, જુદી ચંચલતાની યાદી આપે છે : “જિસિ૬ પીપલનઉં પાન, જિસિ૬ ગજેન્દ્રનું કાન...” વગેરે. ને પૂર્ણતા કોની કેવી ? ત્યાં લેખક કહે છે : “સાંભલઉ”, “સાંભળો', “વાંચો’ એમ નહી) “વન તે જે વૃક્ષવંત. નદી તે જે નીરવંત...” વગેરે. “જિમ અક્ષર માહિ ઓંકાર...” વગેરેની ઉપમાવલી કે મંડપ કેવો ઉજ્જડ દેખાતો હતો તે માટેની “જિમ લવણહીન રસવતી. છેદરહિત કવિ” વગેરે ઉપમાવલી. કે “જિમ પ્રાસાદ શોભઈ ધ્વજાધારિ, જિમ હૃદય શોભાઈ હરિ...” એ ઉપમાવલી, કે જેહિં કારણિ ઇસિલું કહીઉં” કહીને પછી જે કહેવાયું છે – “સમુદ્રિ ઉલંઘીયાઈ ભારડિ. ન મસઈ, ગજેન્દ્ર વિડારીયાઈ સીહિ, ન સસઈ, વિષધર તણાં વિષ જીરવિયઈ ગુરૂઢિ, ન કૂકડઈ...” એ માત્ર ટીપ કે યાદી ન રહેતાં પાત્ર-પ્રસંગદર્શક મહત્ત્વકથનો બને છે. આમ, આ પરંપરાગત સામગ્રીનો કલાપૂર્ણ ને સમુચિત વિનિયોગ અહીં થયો છે. આ વર્ણકોને વણી લેવાની. સાંધણ કરવાની એમની કળા, વકોની આગળપાછળના ભાગ નિહાળવાથી સ્પષ્ટ બને છે. અટવિ આવી, તો કથાકાર કહે છે : “હિવ તે કિસી પરિ વર્ણવવી ?” અને વૃક્ષોની ટીપ આપી, પછી સમેટે છે : “..પ્રમુખ વૃક્ષાવલી દીસઈ, બીહંતાં સૂર્ય તણાં કિરણ માહિ ન પઇસઈ.” મોટે ભાગે “કિસ્યાં તે ચઉહટા.કિસ્યાં તે રત્ન”, “કિસી તે બહુત્તરિ કલા', કે "બ્રાહ્મણ કવણ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કવણ.”, “કિસી તે સ્મૃતિ', “કિસ્યાં તે મહાસ્વપ્ન” એમ એક જ પ્રશ્ર, પછી ઉત્તર રૂપે વર્ણક જોડાય છે ને “એવું ચીરાસી ચઉહટાં” કે “પ્રમુખ રત્ન કરી દીસઈ ભરિયાં હાટ” એમ સમેટાય છે. ક્યારેક “જેહ કારણિ ઇસિલું કહીઉ” એમ પણ આવે છે, ને પછી ઉપમાવલિ કે જનોક્તિમાલા આવે. આમ એ લોકપ્રચલિત છે એની સ્પષ્ટતા પણ, થઈ જાય છે. કર્તા પંચમોલ્લાસમાં (પૃ.૧૫૬) “પિરાયાં કવિત્વ વહરાં"ને દુષ્કૃત ગણે છે. એમણે પ્રચલિત શ્રુતિ સામગ્રી લીધી, ગૂંથી, અને સ્પષ્ટતા થાય તેમ મૂકી છે. એમ પણ અત્યારે કહી શકાય કે, આમ, આ વર્ણકોનું આવી કથાનિમિત્તે સંપાદન પણ થઈ ગયું છે. (આવી કથાઓમાંનાં આવાં વર્ણકો તે અલગ મોટો અભ્યાસવિષય થવો જોઈએ.). માણિક્યસુંદરસૂરિનું ગદ્ય ગરવું છે. એની છટા એની આગવી જ છે. એનો શબ્દરાશિ વિપુલ છે. સંસ્કૃત, પ્રાકૃત અને તળપદા ત્રણેય સંસ્કારોથી એ પરિસ્કૃત છે. ગજ તે “ઉત્પાદિતસકલજનનયનસંતોષ” એવો (૪,૧૪૯) કે વૃષભ નિર્જલધારાધરધવલ. વિકસિત કાશકુસુમસમજ્જલ, વિશાલકુદ, ચંદકિરણ તણી પરિ વિશદ, સૂક્ષ્મસુકુમલરોમરાજિવિરાજમાન, અભંગશ્યામલશું.” (૪.૧૪૯) એવા સંસ્કૃતાઢ્યા સમાસો જરૂર પડ્યે આવે છે, ખાસ કરીને વર્ણનોમાં. પણ એવા સ્થાનો ઓછાં છે. એટલે સૂરિજીના ગદ્યને બાણની ધાટીનું નહીં કહી શકાય. લોકબોલીના તળપદા શબ્દપ્રયોગો પ્રચુર માત્રામાં છે. કુંવરી “રાજા ટૂકડી પુહતી. લાજ ઠેલી.. વરમાલા મેલ્હી” (૩,૧૪૬), વગેરેમાં છે તેમ. એક-બે અપવાદરૂપ સ્થાને પ્રાસાયાસ ખૂંચે પણ છે : “દીઠી બેટી, હુઈ પરમાનંદ તણી પેટી. પરિવરી ચેટી” (૨, ૧૩૬). પણ નિરંતર પ્રાસયુક્ત લયકારી પદયોજના એ સહજ રીતે કર્યો ગયા છે. જ્યાં જેવો પ્રસંગ ત્યાં તેવી પદાવલિ આવે છે. વૈતાલ રમખાણ મચાવે છે ત્યાં ઉત્પાત સાકાર ચાક્ષુસ બને એવું ચિત્રાંકન છે : તે ખગ ફીટી હૂઉ વેતાલ, જે ઉંચઉ નવતાલ, કંઠાવલંબિતરંડમાલ, કરતલિ કપાલ, બુમુક્ષાભિભૂત, જિસિઉ યમદૂત. પછી જુઓ દ્વિપદી પ્રાસાવલિઓ : કાન ટાપર, પગ છીપર, આંખિ ઊંડી, પેટિ ડિ; આંખિ રાતી, હાથિ કાતી, વિકરાલ વેશ, મોકલા કેશ, હડહડાટિ હસઈ, ધરામંડલિ ધરીઇ. (૪,૧૪૭) વર્ણન અને કથન બન્ને શૈલીનું ગદ્ય આવું એકસરખું, મોટે ભાગે પ્રાસાદિથી લયસંતુલનોવાળાં ટૂંકાં વાક્યોવાળું છે. ક્યાંય ભાર-ઉભાર નથી. ક્યાંક તો વર્ણન એકસૂત્રી થઈ જાય છે ? * જિસ્યાં રાતાં પારેવા તણાં ચરણ, તિસ્યાં સૂર્ય તણાં કિરણ. (૪.૧૪૭) * વાધ્યા ક્રોધ, ઝૂઝઈ યોધ. (૨,૧૩૯) Page #266 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ D ૨૫૩ છતાં કથા વર્ણનખચિત છે. વર્ણકોને બાદ કરતાં પણ અહીં વર્ણનોનું પ્રમાણ ઘણું છે. પૈઠણપુર કે અયોધ્યાદિ નગરોનાં વર્ણનો, બેત્રણ રાજસભાઓનાં વર્ણનો, સરોવરનું વર્ણન, વનનું, મંડપનું ને સમોસરણનું વર્ણન, રાજાઓનું ને કન્યાનું વર્ણન, ગજહય-વૃષભાદિ પ્રાણીઓનાં ટૂંકા વર્ણનો, પ્રાતઃકાળનાં વર્ણનો, લશ્કરનું ને યુદ્ધનું વર્ણન. વહાણનું વર્ણન, વેતાલનું વર્ણન, ઋતુઓનાં વર્ણનો – એમ વિવિધ વર્ણનોથી જાણે વાત વધે છે. આમાં યુદ્ધનું, ઋતુઓનાં, વહાણનું, રાજસભાનું, વેતાલનું એટલાં વર્ણનો વિશેષ નોંધપાત્ર છે. બીજા ઉલ્લાસમાં યુદ્ધવર્ણન છે (૨,૧૩૯) : ચાલ્યાં બેઉ દલ, ઊપડઈ ધૂલિપહલ; કોઈ આપ પર વિભાગ બૂઝવઈ નહિ. પિતાપુત્ર સૂઝઈ નહીં; ન જાણીઈ આપણાં દલ, ન જાણીઈ પિરાયું દિલ ન જાણીયઈ ભૂતલ, ન જાણીતું નભોમંડલ, ન જાણીઇ પૂર્વ ન જાણી પશ્ચિમ.. * * * * દિગ્ગજ ડહડહિયા, ઢાકબૂક વાજી, બૅબારવ ફાટી, ..વાધ્યા ક્રોધ. ઝૂઝઈ યોધ... (૨,૧૩૯) બીજા ઉલ્લાસમાં ઋતુવર્ણનો છે. એમાંનું અષાઢનું વારંવાર ઉદાહરણાય છે ? કાટઇયઈ લોહ, ઘામ તણી નિરોહ, છાસિ ખાટી, પાણી વીયાઈ માટી.... રાતી અંધારી, લવઈ તિમિરી... પાણી તણા પ્રવાહ ખલહલઈ, વાડી ઊપરિ વેલા વલઈ, ચીખલિ ચાલતા શફ્ટ અલઈ, લોક તણાં મન ધર્મ ઊપરિ વલઈ.. કુમ્બિલોક માચઈ, મહાત્મા બાંઠા પુસ્તક વાંચઈ. (૨,૧૩૪) વહાણવટું એ કાળે સહજ હતું એની પ્રતીતિ કરાવતું, વહાણ કેવી રીતે ઊપડ્યું તેનું ખૂબ સુંદર વર્ણન તૃતીય ઉલ્લાસને આરંભે શ્રીધરમુખે આવે છે ? કૂઉખંભઉ ઊભી કીધઉ, નાંગર ઉપાડિઉ, સિઢ તાડિ6, ઘામતીઉ ઘામત ઉલીચઈવા લાગુ, વાઉરીઊ તલિ પઠ6, નીજામઉ નાલિ બઇઠ6. આઉલાં પડઈ, સૂકાણી સૂકાણ ચાલવઈ, માલિમ વાહણ જાલવઈ. (૩૧૪૦) માંડીને ચારણી ઢબે, ઊંચે સાદે, વર્તમાનકાળમાં છે', “છે' આવ્યા કરે એ રીતે (આજના ગુજરાતીના એક મુખ્ય લક્ષણ જેવો લાગતો છે' – “છ”નો પ્રયોગ) આ કથામાં માત્ર એક જ સ્થળે આવે છે એ નોંધપાત્ર છે. એ સ્થાન છે. પ્રથમ ઉલ્લાસમાં પૃથ્વીચન્દ્રની રાજસભાનું વર્ણન : જીણિ રાજસભાં કંકુમજલિ છટા દીધી છઈ, વિવિધમુક્તાફલિ ચતુષ્ક પૂરિયા છઈ... વગેરે. (૧,૧૩૧) એ જ રીતે જુદું પડી જાય છે બોધનું ગદ્ય. એક શ્લોક અને તેના વિવરણરૂપ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પછીનું ગદ્ય. શ્રી ધર્મનાથે પૃથ્વીચંદ્રને આપેલ ઉપદેશનું ગદ્ય પણ વિશિષ્ટ છે... ‘તીણઇં’ ‘તીણઈ’ દુહરાયા કરે છે. તીણઈ સોનઈ કિસિä કીજઈ જીણઈ ત્રૂટઈ કાન ? તીણઇ ઉપાધ્યાય કિસિઉં કીજ જીણઈ ચૂકઈ જ્ઞાન ? **** તીણઇ ઘરિ કિસિઉં કીજ જેહ માહિ ફૂફૂઇ સાપ ? તીણઈ સ્ત્રીઇ કિસિઉં કીજઈ જેહતુ નિત સંતાપ ? (૫,૧૫૮) આરંભના ‘પુણ્ય લગઈ'ના ફકરાની આ યાદ આપે છે. એક પદગુચ્છ કે પદ પુનરાવર્તિત થયાં કરે, એ પદ કે પદગુચ્છ પછી એક ખટકો આવે અને પછીનો પદગુચ્છ એના ઉત્તરમાં કે ઉમેરણમાં રણકાર કરતો લય ભરતો ચાલે એવી ઉક્તિમાલાઓ આમાં ઘણી છે. સાદાં ટૂંકાં વાક્યો પ્રાસને સહારે દ્વિખંડી, ત્રિખંડી, ચતુખંડી એમ વાક્યખંડો કરીને, કથન પ્રયોજવાની માણિક્યસુંદરસૂરિની લઢણ છે. આ પ્રાસલીલા અનેકવિધ છે. વર્ણનમાં તેમ કથનમાં પણ આવું ગદ્ય જ પ્રયોજાય છે. એમનું પદપ્રભુત્વ આશ્ચર્યજનક છે. ક્યારેક કોઈ કુશળ કાર્ટૂનિસ્ટના કાર્ટૂન જેવું, થોડેક રેખાંકને મર્માળું ચિત્ર એ ઊભું કરે છે ઃ ઢોર સમુદ્ર તણઉ ઢોયણાં ઢોયઇ, બાબરઉ બદિર બઇઠઉ ટગમગ જોયઇ. એમાં ઢ–બના વર્ણાનુપ્રાસો તો સમજ્યા, પણ બાબરીઆની બિચારાની લાચારી પણ પડઘાય છે ! બીજા ઉલ્લાસમાં બ્રાહ્મણો મળ્યાને ટાણે કહે છે : પ્રમુખ બ્રાહ્મણ મિલિયા, શાન્તિ કરવાનઈ કારણઇ કલકલિયાં. રત્નમંજરી જતાં “તેહ સભા, હુઇ નિષ્પ્રભા.” (૪,૧૪૮) આ વાક્યોનો લય ક્યાંક તો માપી શકાય એટલો વ્યવસ્થિત છે. આ બાબતમાં આરંભના ફકરાનું ગદ્ય ઉદાહરણીય છે. ‘લગઇ’ ઉચ્ચારદૃષ્ટિએ દ્વિવર્તી લેખીએ તો એ પંક્તિઓ નિયતભારવ્યવસ્થાવાળી બને છે. એ આખો ફકરો ૧૦-૧૧ વર્ણોના ખંડોવાળો ને સુયોજિત ભારવ્યવસ્થાવાળો કોઈ લયબદ્ધ પદ્યરચના જેવો બને છે. એમાંના ‘પુણ્ય લગઇ’માંનો ‘ઇ' “ઘરિ ઋદ્ધિ સિદ્ધિ” સુધી આવર્તાય છે. પુણ્ય લગઇ' એક કારણ, ને પછી કાર્ય કે પરિણામ એવી કાર્યકારણશૃંખલા અનેક સ્થળે આ કથામાં પ્રયોજાય છે. વાક્યોમાં ક્યારેક આવું કાર્યકારણસંતુલન, ક્યારેક વિરોધથી સંતુલન, ક્યારેક સમાનભાવી સંતુલન એમ વિવિધ રીતે વાક્યખંડો પરસ્પર તોળાતાં ચાલે છે. ક્યારેક વિશેષ્ય-વિશેષણ સંબંધે : “ગ્રામ, અત્યંત અભિરામ.” આવાં વાક્યોમાં ક્રિયાપદ અનિવાર્ય નથી. બોલચાલની ભાષાનું આ લક્ષણ અહીં અનેક સ્થળે જોવા મળે છે. એમાં રૂપક-ઉપમાઉત્પ્રેક્ષાદિ પણ સહજ રીતે સધાય છે : “દુર્ગ, જિસ્યાં હુઇ સ્વર્ગ, આગર, સોનારૂપા — Page #268 -------------------------------------------------------------------------- ________________ “પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ | ૨૫૫ તણા સાગર.” ત્રીજા ઉલ્લાસમાં થોડો સંવાદ આવે છે; તે સિવાય સંવાદો લેખકે પ્રયોજ્યા નથી. કથા એના લયલીલામય ગદ્યને કારણે, લેખકે ઇક્યું છે તેમ અમર છે ? “વાચ્યમાનો જનૈસ્તાવ૬ ગ્રન્થોડયે ભુવિ નન્દના.” Page #269 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ જોરાવરસિંહ પરમાર તપાગચ્છના પચાસમા પટ્ટધર આચાર્ય અને ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ વિદ્વાન સાધુ હતા. તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પદ્ય-ગદ્ય ગ્રંથોની રચના કરી છે, ઉપરાંત મહત્ત્વના ગ્રંથોના બાલાવબોધ પણ કર્યા છે, જેમાંનો એક તે ઉપદેશમાલા બાલાવબોધ' છે. મૂળ “ઉવએસમાલા' પ્રાકૃતમાં આ છંદમાં પ૪ર ગાથાઓમાં (ત્રણ ગાથાઓ પ્રક્ષિત મનાય છે) શ્રી ધમ્મદાસગણિએ રચેલ મનાય છે. ઔપદેશિક સાહિત્ય અને આચારશાસ્ત્રનો એ સર્વપ્રથમ ગ્રંથ મનાય છે. તેમાં ગુરુમહત્ત્વ, વિનય, ક્ષમા, અજ્ઞાનતપનું ફલ, સહનશીલતા. શીલપાલન, સ ત્વ , પાંચ સમિતિ અને નવ ગુપ્તિનું પાલન, ચાર કષાય પર વિજય, સંયમ, અપરિગ્રહ, દયા ઈત્યાદિ વિષયોનું રસપ્રદ અને સદૃષ્ટાંત આલેખન થયું છે. આ ગ્રંથ પર લગભગ વીસ સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા તથા ગુજરાતમાં ઘણી ટીકાઓ રચાઈ છે. વળી, ‘ઉપદેશમાલા' ગ્રંથના અનુસરણમાં ઔપદેશિક સાહિત્યની અનેક સ્વતંત્ર રચનાઓ તથા તેમના ઉપર ટીકાઓ રચાઈ છે. તેની સર્વપ્રથમ ગુજરાતી ટીકા આચાર્યશ્રી સોમસુંદરસૂરિની (રચના સં.૧૪૮૫) જણાઈ છે. તેની પરંપરા છેક અઢારમી-ઓગણીસમી સદી સુધી લંબાઈ છે. ધર્મોપદેશમાં સંયમ. શીલ, તપ, ત્યાગ. વૈરાગ્યાદિ ભાવનાઓને પ્રધાનતા આપવા ઉપરાંત કોમલમતિ શ્રોતાઓના મનોરંજન માટે કથાઓનાં ઉમેરણ થતાં રહ્યાં આમ, ઔપદેશિક પ્રકરણ મૂલ્યવાન કથાઓનો ભંડાર બન્યું. શ્રી ધર્મદાસગણિના ઉપદેશમાલા પ્રકરણની પ૪૨ ગાથાઓ ઉપર દૃષ્ટાંત સ્વરૂપ આશરે ૩૧૦ કથાનકોનો સંગ્રહ થયેલ છે. સોમસુંદરસૂરિરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' અનુવાદમાત્ર નથી કે નથી કેવળ ટીકા, એ બન્ને છે; અથતિ સામાન્ય જનસમુદાયના બોધ અર્થે તે અનુવાદ છે, આચારપ્રતિપાદક ધર્મગ્રંથની તે ટીકા છે. શાસ્ત્રવિદ્, અનુભવી, જ્ઞાની-સાધુ તથા યુગપ્રધાન સાહિત્યકારનું તે સર્જનાત્મક વિવેચન છે. યથાર્થ અને હૃદયસ્પર્શી વર્ણનો, પ્રત્યક્ષ પ્રમાણ તથા ઉદાહરણોથી યુક્ત, પૂર્ણતામાંથી પ્રગટતા સંદેશને અભિવ્યક્ત કરતી. શ્રદ્ધાયુક્ત, પ્રેરણાપૂર્ણ હૃદયના રણકારે ગુંજતી જીવંત વાણી અનુવાદના ગદ્યમાં છે. કથાઓમાં સર્જનાત્મક ગદ્ય છે. કથનની રોચકતા અને લાક્ષણિકતા. કુતૂહલજાગૃતિ અને જિજ્ઞાસાવૃપ્તિ. વિચાર અને ઘટનાની તકપૂત રજૂઆત, પરિસ્થિતિ કે પાત્રો – તથા તેનાં સંવેદનો અને મનોભાવોની સંક્ષિપ્ત છતાં પૂર્ણ અને યથોચિત અભિવ્યક્તિ, સંક્ષિપ્ત, સચોટ, સજીવ સંવાદો, વાતાવરણ સર્જન Page #270 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' D ૨૫૭ તથા ચિત્રાત્મકતા, રુચિર છતાં સંયમી કલ્પનાવિહાર, યથાર્થ અને યોગ્ય શબ્દપ્રયોગ, સરળ અને પ્રાસાદિક ભાષાશૈલી સર્જકની વિદ્વત્તા તથા પ્રતિભાની દ્યોતક છે. અભ્યાસ, જ્ઞાન તથા અનુભવથી ગદ્ય સમૃદ્ધ અને પ્રૌઢ બન્યું છે. લેખકની નિખાલસતા અને ચિત્તની પ્રસન્નતા સર્વત્ર વ્યાપી રહે છે. અનુવાદમાં વિશદ અને વિસ્તૃત કથન કરવામાં આવે છે છતાં અતિલંબાણ અનુભવાતું નથી કે અરુચિ જન્મતી નથી. મૂળના હાર્દ સુધી પહોંચી યથાર્થ સમજૂતી અપાય છે. દા.ત. જિનવરેન્દ્ર શ્રી તીર્થંકરદેવ “નમિઊણ” કહીઈ નમસ્કરી, એ ઉપદેશની માલાશ્રેણિ બોલિસુ. ગુરુ, શ્રી તીર્થંકર-ગણધરાદિક તેહનઈ ઉપદેસિઈ, ન તુ આપણી બુદ્ધિાં. - શ્રી જિનવરેન્દ્ર કિસ્યા છઇ ? ઇદ્ર ૬૪. નરેન્દ્ર-ચક્રવર્તી-વાસુદેવ પ્રમુખ નરેશ્વર તેણે અર્ચિત – ‘પૂજિત વર્તાઈ વલી કિસ્યા છએ સ્વર્ગમત્કંપાતાલરૂપ જે ત્રિ િલોક તેહના ગુર. સમ્યફ મોક્ષમાર્ગ તણા ઉપદેશણહાર છઇ. “ઉસભો’ કહીઈ શ્રી આદિનાથ, તે કિસિઉ છઈ ? જગ ભણીઈ ચઉદ વાત્મક લોક, તેહનઈ ચૂડામણિભૂત – મુકુટ સમાન વર્તાઇ, મુક્તિપદ સ્થિત ભણી. અનઈ શ્રી મહાવીર કિસિ કઈ ? ત્રિલોકથી -- ત્રિભુવનલક્ષ્મી – તેહનાં તિલક સરિષ9. તિલકિઈ - કરી જિમ મુખ શોભઈ તિમ પરમેશ્વરિ શ્રી મહાવીરરિ કરી ત્રિભુવન શોભઇ છઈ. એક શ્રી આદિનાથ લોકહિં આદિત્ય સમાન. જિમ પ્રભાતનાં સમઈ આદિત્યિ કરી સકલ ક્રિયામાર્ગ પ્રવર્તઇ, તિમ યુગનઈ ધુરિ શ્રી આદિનાથિઇ કરી સકલ લોકવ્યવહાર અનઈ ધર્મવ્યવહાર પ્રવત્તિયા. તથા એક શ્રી મહાવીર ત્રિભુવન હૂઈ ચક્ષુ ભણી લોચન તેહ સમાન છે. જિમ લોચનઈ કરી સકલ પદાર્થ પ્રકાશ હુઈ તિમ શ્રી મહાવરિ બોલિઉ જે શ્રી સિદ્ધાંત તીણાં કરી ભવ્ય જીવ હૃઈ સકલ તત્ત્વાતત્ત્વ વસ્તુની પ્રકાશ હુઈ છઈ. શ્રી આદિનાથ આગઈ ગ્રંથકાર તુ દૂરિ હુઆ તેહ ભણી શ્રી આદિનાથનઈ ચૂડામણિ-આદિત્યનાં ઉપમાન દીધાં અનઈ શ્રી મહાવીર તીણઈ જિ કાલિ ટૂકડા જયવંતા વર્તઇ તીણઈ કરી શ્રી મહાવીર હિં તિલક-લોચનનાં ઉપમાન દીધાં. એ ગ્રંથકારનઉ, અભિપ્રાય.” (ગાથા ૨). જઈ આ જગમાંહિ રાગદ્વેષ ન હુત તઉ કઉણ જીવ દુખ પ્રામત ? કો દુઃખી ન થાયત. (ગાથા ૧૨૯). સંસારરૂપિણી કાદમની વાડ માંહિ સૂઅર ભૂંડ સૂયરા સરીષા જે જીવ. (ગાથા ૧૬૦) જિમ સુણામાંહિ અનુભવિઉ-ભોગવિલે સુખ સમઈ અતિક્રમિલે હુiઉ – જાગ્યા પૂઠિઈ નથી. (ગાથા ૧૯૦) કસઉટઈ જિમ સોનાની પરીક્ષા કીજઈ તિમ સિદ્ધાંતની પરીક્ષા તેહ માંહિ લાભઈ (૧૯૧). . કર્મ રૂપિણી રજ તીણઈ કરી વિપ્રમુક્ત – રહિત હુંતા સિદ્ધિગતિ – મોક્ષગતિ અનુત્તર – સર્વોત્કૃષ્ટ – રૂડી – તિહાં પહુંચા અનેક જીવ અનઈ પુહચિસિઈ (ગાથા ૨૧૭).” Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કથાના સંવાદનાં એકબે દૃષ્ટાંત “કાલસોરિઓ કૃષ્ણલેશ્યા વર્તતઓ મરી સાતમઇનરિંગ ગયો. કુટુંબપરિવાર સહૂ મિલી સુલસ હૂઈ કઈ – તું આપણા બાપ ખાટકીનઉ કામ કિર. સુલસ કહઇ – પાપ લાગઇ તેહ ભણી હઉં ન કરઉં. કુટુંબ કહઇ – પાપ તાહરઉં થોડઉં થોડઉં અમ્હે વિંહિચિ લેસિઉ. પછઇ તેહે ભઈસુ દોરે બાંધી પાડિઓ. સુલસ થિ કુઠાર આપિઓ પહિલઉ ઘાવ દિ; પછઇ અમ્હે સહૂ કરિસિઉ. સુલસ ફરસી લેઈ આપણઉ જિ પગ ઓહાણિઓ. કહિવા લાગુ કુઠાર માહરા હાથથી પિડિઓ. મૂહહૂઈ ગાઢી પીડ. તુમ્હે થોડી થોડી વિહંચીં લિઓ. વિલંબ મ કરુ. કુટુંબ કહઇ – હૂં ભોલઉ થિઓ. પીડા કહિની કુä લેવરાઈ છઇ ? ઇસિઉ. – સુલસ કહઇ -- પીડ લેઈ નથી શકતા, પાપ કિમ લેસિઓ ?” તે જમાનાના અને સોમસુંદરસૂરિના પૂર્વે થયેલ ખરંતરગચ્છના આચાર્ય તરુણપ્રભસૂરિની કથાઓ સાથે આ ઉદાહરણકથાઓની તુલના કરવી જોઈએ. તે પહેલાં આટલી સ્પષ્ટતા હોવી જરૂરી છે કે લેખક સોમસુંદરસૂરિએ ‘ઉપદેશમાલા’માં જેનો ઉલ્લેખ છે તેને સ્પષ્ટતાથી, વિશદતાથી સમજાવવા તથા અનુવાદને ભારેખમ થતો અટકાવવા આ કથાઓ ઉદાહરણો રૂપે મૂકી છે. મૂળ ગ્રંથ કરતાં કથાઓનો પ્રભાવ વધી ન જાય તેની ખૂબ કાળજી રાખી છે. તેમના જ બીજા બાલાવબોધ યોગશાસ્ત્ર અને ષડાવશ્યકમાં તેમણે રચેલી કથાઓ મોટી તથા કલાત્મક સંયોજનવાળી છે. ત્યાં કથા સ્વતંત્ર કલાકૃતિ બની શકે છે. 'ઉપદેશમાલા બાલાવબોધ'માં ઉદાહરણરૂપ લઘુકથાદેહ છે. ‘યોગશાસ્ત્ર'ના શ્રી સોમસુંદરસૂકૃિત બાલાવબોધમાં ઉપરની જ કાલ સોરિઆ ખાટકીની કથા અહીંના કરતાં વિશેષ કલા-સૌંદર્યવાળી છે. એ જ કથાનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ' નો અંત “બલાત્કારિઇ મહિષ મારવા ભણી સુલસહાથિ કુઠાર આપિઉ. સુલિસ તે કુઠાર ઊપાડી આપણી જિ જાંઘ છેદી. મૂર્છા આવી પડઉ. મૂર્છા વલી પછઉં કહિવા લાગઉ અહો સ્વજનો ! માહરઇ પિંગ ગાઢી પીડા તે તુમ્હે થોડી થોડી વિહેંચી સઘલાઇ લિંઉ, જિસિઇ હઉં પીડરહિત થાઉં. સગા-સણીજા કહઇ સુલસ, તેં ભોલઉ થિઉં. કહિની પીડ કુણહ કિમ લેવરાઇ છઇ ? — વલી સુલસ કહઇ – એતલી પીડ માત્ર તુમ્હે લેઈ નથી સકતા, માહરઉં પાપ તુમ્હે કેમ લેઅત ? કુટુંબન† કારણે પાપ કરી એકલઉ હઉં નરિંગ દુઃખ સહઉં, તુમ્હે આહાં જિ હિસિઉ. તેહ ભણી કુલક્રમાગતઇ આવી હિંસા હઉં નહીં ક૨ઉં. બાપ જઇ આંધલઉ હુઈ તઉ બેટઇ આંધલઇ હવઉ ? બાપ જઇ કૂઇ પડી કૂંઉ, તઉ બેટઇ કૂ Page #272 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' D ૨૫૯ પડી મરિવઉં? આચાર્ય સોમસુંદરસૂરિના ગદ્યના ધ્યાન ખેંચતા ત્રણ ગુણો તે તેમની વર્ણનશૈલી, ભાષાસામર્થ્ય અને અલંકારરચના તેમની કથાઓમાં વસ્તુ તથા પાત્રની સારી એવી માવજત કરેલી હોય છે. કલ્પના તથા ભાવાલેખનમાં તેઓ ઊંચા પ્રકારની સર્જકશક્તિ ધરાવે છે. કથન કલાત્મક, પાત્રો નિત્યપરિચિત માનવી જેવાં, જીવન અને સમાજનું દર્શન ઊંડું, વિશદ અને તલસ્પર્શી, વાર્તામાં રસની જમાવટ કરી દે. ભાષા અને અલંકારભભકથી વિદ્ધદૂભોગ્ય સાહિત્યસર્જન કરી વાચકને આંજી દે. એક ઉદાહરણ જોઈએ. તે છે, સર્પદંશથી મૃત્યુ—ખ પુત્ર પાસે બેસી વિલાપતી દરિદ્રી ડોસીનું અને કથાના અંતમાં આવતા ચમત્કાર-પ્રસંગનું. ડોકરી પણ સ એકલિયે જિ શોકશક સંકલિત ચિત્ત હૂંતી તિહાં રહી. પુત્ર તણઈ કર્ણમૂલિ હોઈ કરી જિમ દિગંગના રહઈ પણ રુદનુ આવઈ તિમ કરુણસ્વરિ “હા પુત્ર, હંસ, હંસ !' ઇસી પરિ અદ્ધાંત સ્વાંત બોલાવતી હૂંતી કિણિહિં એકિ મહાસંતાપ સંતાપિતાંગ હૂતી સકલ રાત્રિ અતિકમાવઈ. “સુપ્ત વત્સ, હંસ, હંસ, ઊઠિ. ઇસી પરિ પુત્ર આગઈ ભણતી તેહ ડોકરિ રહઇ. જિમ એક ગમતું પૂર્વદિસિ-મુખ-શોભાવતંસુ હંસુ સહસકરુ ઊગિઉ, તિમ તેહની પુત્ર બીજઇ ગઈ હંસુ પણ ઊઠિ8. તઉ પાછઈ કમળવણ જિમ તિણિ સમઈ વિહસઈ તિમ તેહ ડોકરિ તણાં નયન પણ વિહસિયાં...” વિક્રમની પંદરમી સદીમાં રચાયેલ આ કૃતિ તે સદીના ગદ્યનો પરિચય આપે છે. સોમસુંદરસૂરિનું ગદ્ય આ કૃતિ ઉપરાંત તેમની અન્ય કૃતિઓમાં મુક્ત રીતે વિચરતું જોવા મળે છે. સાહિત્યિક ગદ્ય આપવા ઉપરાંત તેમણે વિશિષ્ટ ગદ્યશૈલી આપી છે. તેમની કૃતિઓના ગદ્યનાં શબ્દભંડોળ, સૂક્તો તથા વ્યાકરણનો અભ્યાસ પણ થયો છે. તેમનાં ગદ્ય કે શૈલીમાં કૃત્રિમતાનો સદંતર અભાવ છે. સર્વત્ર સરળતા, સાદગી, સ્પષ્ટતા, પવિત્રતા તથા શુદ્ધિની મહેંક, અંતરનો સ્વાભાવિક અવાજ. વિચારની સ્વતંત્ર તથા પ્રતીત્યાત્મક રજૂઆત; તેમજ વાચન, ચિંતન-મનન તથા અનુભવમાંથી તારવેલાં સત્યોની મૌલિક અને સરસ રજૂઆત એમના ગદ્યમાં જોવા મળે છે. સાધુજીવનના સફળ અભિવ્યંજનાના પ્રતિબિંબ જેવી સ્વચ્છ સ્ફટિક શી તેમની ગદ્યશૈલી તેમની ઘંટાયેલી કલમનો અક્ષાત્કાર કરાવીને તેમને ઊંચી કક્ષાના ગદ્યલેખકનું સ્થાન અપાવે છે. (આ લેખમાંનાં બધાં જ અવતરણો “આચાર્યશ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' – એક અધ્યયન' એ પ્રા. ડૉ. જોરાવરસિંહ પરમારના અપ્રસિદ્ધ મહાનિબંધમાંથી લીધેલ છે.) Page #273 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાસુંદરકૃત ‘વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય પ્રાસ્તાવિક માનવને એના આદિકાળથી કથા કે વાર્તા પરત્વે અખૂટ રસ રહ્યો છે. એના સુળ રૂપે વિશ્વના ભિન્નભિન્ન દેશ, ભાષા, સમાજ અને સંસ્કૃતિના ઉષાકાલથી આરંભી આજપર્યંત કથા કે વાર્તાનું સર્જન અને ભાવન થતું જ રહ્યું છે. ભારતમાં પણ છેક ઋગ્વેદથી આરંભી બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદકાલથી આવું કથાસાહિત્ય કે વાર્તાસાહિત્ય સર્જાયેલું છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં તો ‘બૃહત્કથા’, ‘વસુદેવહિંડી’ ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ', ‘કથાસરિત્સાગર', ‘બૃહત્કથામંજરી', વૈતાલપંચવિંશતિ' ઇત્યાદિ અનેક કથાગ્રંથો કે વાર્તાગ્રંથો પ્રાપ્ત થાય છે. કનુભાઈ શેઠ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પણ આ વારસો જાળવી રાખે છે. ઈ.સ.૧૨મી સદીથી આરંભી આજપર્યંત આવી અનેક વાર્તાઓ જૈન અને જૈનતર કવિઓ દ્વારા રચાઈ છે. અત્રે આવી અદ્યયાવત્ અપ્રસિદ્ધ કૃતિ આાસુંદરકૃત વિદ્યાવિલાસ પવાડુ' (ઈ.સ.૧૪૬૦)નો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. કથાપરંપરા અને પ્રસ્તુત કૃતિ પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યમાં વિદ્યાવિલાસની કથા અનેક કવિઓને હાથે રચાયેલી મળી આવે છે. આ કથા સંસ્કૃત પઘ કે ગદ્યમાં કે પ્રાકૃતમાં સ્વતંત્ર રૂપે કે દૃષ્ટાંત લેખે મળી આવે છે. આ કથા સર્વ પ્રથમ આપણને સંસ્કૃતમાં વિનયચંદ્રકૃત ‘મલ્લિનાથ ચરિત્ર’૧ (ઈ.સ.૧૨૩૦) અન્તર્ગત “મુર્ખચટ્ટ અને વિનયચટ્ટ'॰ની ઉપકથા તરીકે જોવા મળે છે. રાસ પ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતીમાં ઊરાણંદસૂરિષ્કૃત વિદ્યાવિલાસ પવાડો' (ઈ.સ.૧૪૨૯), આજ્ઞાસુંદરકૃત ‘વિદ્યાવિલાસ પવાડુ” (ઈ.સ.૧૪૬૦), અજ્ઞાતકૃત વિદ્યાવિલાસ ચોપાઈ (ઈ.સ.૧૫૭૫), કવિ માણેકકૃત વિદ્યાવિલાસ (ઈ.સ.૧૬૧૬), કવિ જિનહર્ષકૃત વિદ્યાવિલાસ રાસ' (ઈ.સ.૧૬૫૫), અમરચંદ્રકૃત‘વિદ્યાવિલાસ ચરત્ર રાસ (ઈ.સ.૧૬૮૯), ઋષભસાગરકૃત વિદ્યાવિલાસ રાસ’૮ (ઈ.સ.૧૭૮૪), તથા શામળકૃત વિદ્યાવિલાસિની વાર્તા' અથવા વિદ્યા-વિનેચટ્ટની વાત (ઈ.સ. ૧૮મું શતક)માં આ વિદ્યાવિલાસની કથા અલ્પભેદે સમાનપણે પ્રાપ્ત થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૧ આમ આ કથા પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં લોકપ્રિય હોય એમ જણાય પ્રતવર્ણન આ કૃતિની એક પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના હસ્તપ્રત ગ્રંથભંડારના મુનિશ્રી પુણ્યવિજયજી ગ્રંથસંગ્રહમાં ક્રમાંક ૨૧૯૯ તરીકે સંગ્રહાયેલી છે. અહીં પ્રસ્તુત કૃતિનો પરિચય તે પ્રત પરથી આપવામાં આવ્યો છે. પ્રતમાં કુલ ૨૬ પત્રો અને ૩૩૬ કડીઓ છે. પત્રનું માપ ૨૮.૦ ૪ ૧૧.૦ સે.મિ. છે. પ્રત્યેક પત્રમાં દશ પંક્તિઓ છે. પત્રનો ક્રમાંક જમણી બાજુએ હાંસિયામાં દર્શાવ્યો છે. પત્રની સ્થિતિ સારી છે. આરંભમાં બીજું કશું નથી, કાવ્યનો જ સીધો આરંભ થયેલો છે, અંતે “ઇતિશ્રી વિદ્યાવિલાસ રાસ, ભગવ. સૌભાગ શ્રી ગણિ ચેલી રત્નશ્રી એતદર્થ લિખિત, ઉપાધ્યાયશ્રી જસસુંદરગુરુ શિષ્ય ઉ. સંવેગસુંદરગણિભિ, છ' લખેલું મળે છે. તે પરથી આની નકલ ઉપાધ્યાયશ્રી જસસુંદર ગુરુના શિષ્ય ઉ. સંવેગસુંદરગણિએ કરેલી છે, એમ કહી શકાય. પ્રતનો લેખનસમય પ્રાપ્ત થતો નથી, પણ લેખનપદ્ધતિ અનુસાર તે અનુમાને સત્તરમાં શતકનો હોય એમ લાગે છે. કાવ્યના કર્તા : ઉપાધ્યાય આજ્ઞાસુંદર કત કે કવિના નામ કે ગુરુપરંપરા વિશે કાવ્યના અંતિમ ભાગમાં ખરતરગચ્છ જિનવધનસૂરિ, તાસ સીસ બહુ હરિખ પુરિ. ૩૩૪ શ્રી આજ્ઞાસુંદર ઉવઝાય, નવરસ કિદ્ધ પ્રબંધ સુભાય.. સંવત પનરસો બોત્તરઈ વરસિ, રચિઉ રાસ એહ સુરસિ ૩૩૫. એ પ્રમાણે મળતા ઉલ્લેખ પરથી આ કૃતિના કત ખરતરગચ્છના શ્રી જિનવર્ધનસૂરિના શિષ્ય આજ્ઞાસુંદર ઉપાધ્યાય છે. કૃતિમાં પ્રાપ્ત ઉલ્લેખ પરથી કાવ્યની રચના સંવત ૧૫૧૬ (ઈ.સ. ૧૪૬૦)માં થઈ છે એમ કહી શકાય. કાવ્યનો બંધ ૩૩૬ કડીનો આ કાવ્યનો પઘબંધ મુખ્યત્વે દુહા-ચોપાઈ તથા કેટલાંક સ્થાને ઢાલદેશી (કડી ૮૯-૯૬, ૧૪૫–૧૫૦, ૨૪૮૨૬૬)નો ને ક્વચિત્ “વસ્તુછંદ તથા પધડછંદ'નો છે. વળી વચ્ચે પ્રાકૃત ગાથાઓ (કડી ૩૩૭–૩૪૧) પણ જોવા મળે છે. વિદ્યાવિલાસ રાસ : એક કાવ્ય તરીકે ૩૩૬ કડીના આ રાસકાવ્યમાં વણ્ય વિષય વિદ્યાવિલાસના ચરિત્રને નિરૂપવાનો છે. મુખ્ય ઘટના આ પ્રમાણે છે: ઉજેણીનગરીના રાજા જગનીકના રાજ્યમાં ધનાવહ શેઠ છે. તેને ચાર પુત્રો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય છે. ધનસાર, સાગરદત્ત, ગુણસાર અને ધનસાગર. ધનાવહ દ્વારા પુત્રોની કસોટી કરવામાં આવતાં નાના પુત્ર ધનસાગરે રાજાને મારીને રાજ્ય પડાવી લેવાની વાત કરતાં ધનાવહ શેઠે એને ગૃહમાંથી કાઢી મૂક્યો. ગૃહત્યાગ કરી નીકળેલ ધનસાગર જયસાર વણઝારાની સાથે સિરિપુર આવી પહોંચ્યો. નગરમાં ગુરુ પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા જોઈ તે અભ્યાસ અર્થે ગુરુ પાસે રહ્યો. પણ તેની અણઆવડતને કારણે “મૂર્ખચટ્ટનું ઉપનામ પામ્યો. "પણ એના વિનયયુક્ત વર્તનના પરિણામે તે વિનયચટ્ટ તરીકે ઓળખાયો. વિનયચટ્ટ સાથે અભ્યાસ કરતી રાજકુમારી સોહગસુંદરી ત્યાં જ અભ્યાસ કરતા પ્રધાનપુત્રના પ્રેમમાં પડી. રાજકુમારીએ પ્રધાનપુત્રને પલાયન થઈ જવાનો સંકેત આપ્યો. પણ ભીરુ પ્રધાનપુત્રે પોતાના બદલે વિનયચટ્ટને સંકેતસ્થાને મોકલવાનો યુક્તિ-પ્રપંચ કર્યો. વિનયચટ્ટ પણ રાજકુમારીને તેવી રીતે પરણવા સંમત થયો. સંકેત સાચવવા પાઠશાળામાંથી વિદાય થતાં પૂર્વે સરસ્વતીદેવી પાસેથી વિનયચટ્ટે વિદ્યાવરદાન પ્રાપ્ત કર્યું. સંકેતસ્થાને વરવેશમાં પહોંચેલા વિનયચટ્ટને પ્રધાનપુત્ર માનીને સખીઓ સોહંગસુંદરીનું એની સાથે લગ્ન કરાવે છે. લગ્ન બાદ રાત્રિના અંધકારમાં સોહગસુંદરી અને વિનયચટ પલાયન થઈ જાય છે. માર્ગમાં સમય પસાર કરવા સોહગસુંદરીએ સમસ્યાપૃચ્છા કરતાં વિનયચટ્ટ અનુત્તર રહ્યો. માર્ગમાં આગળ જતાં સૂર્યોદય થતાં “મૂર્ખચટ્ટ'ને પોતાના ભરથાર તરીકે નીરખીને સોહગસુંદરી કલ્પાત કરે છે. સાથે રહેલી સખી એને આશ્વાસન આપે છે. આ પછી તેઓ માર્ગમાં આવતી આહડનગરીમાં રહે છે. અહીં વિનયચટ્ટે પોતાની વિદ્યાના બળે વિદ્યાવિલાસ'નું બહુમાન – ઉપનામ મેળવ્યું અને પછી અન્ય કોઈથી ન ઉકેલી શકાય એવો લેખ વાંચી બતાવી રાજ્યમાં વિદ્યાવિલાસે મુખ્ય મંત્રીપદ પ્રાપ્ત કર્યું. વિદ્યાવિલાસની પત્નીનું પારખું કરવા રાજા તિશત્રુ ભોજન નિમિત્તે એના ગૃહે આવે છે. પણ સોહગસુંદરીએ સમાન વેશભૂષાવાળી અન્ય સુંદરીઓનો યુક્તિ-પ્રપંચ રચી રાજાના આ કાર્યને નિષ્ફળ બનાવ્યું. આ પછી સોહગસુંદરીનું પારખું કરવા રાજાએ પોતાને આવેલ સ્વપ્ન વિશે કૃત્રિમ વાત દ્વારા નગર બહાર આવેલ દેવી સમક્ષ વિદ્યાવિલાસ અને સોહગસુંદરી નૃત્ય કરે એવો પ્રપંચ કર્યો. નૃત્યસમારંભના સમયે સોહગસુંદરીને વિદ્યાવિલાસની સાચી ઓળખ સાંપડે છે. નૃત્યસ્થાનેથી પોતાના ગૃહે પાછાં ફરતાં માર્ગમાં સોહગસુંદરીએ નૃત્યસમયે પોતાની અંગુલિમાંથી સરી પડેલ મુદ્રિકા પાછી લેવા વિદ્યાવિલાસને પાછો મોકલ્યો. મુદ્રિકા લઈને ગરનાળામાર્ગે નગરપ્રવેશ કરતાં સપડંખથી વિદ્યાવિલાસ બેભાન બની જાય છે. પોતાના ગૃહઆંગણા સમીપે બેભાન અવસ્થામાં પડેલ Page #276 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૬૩ વિદ્યાવિલાસને કામલતા વેશ્યા પોતાના ગૃહે લઈ ગઈ. તે મણિપ્રભાવે સપડંખનું ઝેર દૂર કરી વિદ્યાવિલાસને ભાનમાં આણે છે. કામલતાએ આ ઉપકારના બદલામાં એને પોતાના ગૃહે જ રહેવા વચનબદ્ધ કર્યો. બાદમાં કામલતાએ વિદ્યાવિલાસને મંત્રયુક્ત દોરી બાંધી પોપટ બનાવી દીધો. તે વિદ્યાવિલાસને દિવસે દોરી બાંધી પોપટ બનાવતી અને રાત્રિએ દોરો છોડી મનુષ્ય બનાવી રાખતી. રાજા જિતશત્રુએ વિદ્યાવિલાસની શોધ કરી પણ તેને નિષ્ફળતા મળી. શુકસ્વરૂપ વિદ્યાવિલાસ પીંજરામાંથી છટકી જિતશત્રુ રાજાની કુંવરી સુરસુંદરી સમીપ આવ્યો અને પછી દોરી છોડી નાખતાં તે વિદ્યાવિલાસ રૂપે પ્રગટ થયો. સુરસુંદરીનો આગ્રહ છતાં વચનબદ્ધ વિદ્યાવિલાસ ત્યાં ન રોકાતાં વેશ્યાગૃહે પાછો ફર્યો. રાજકુમારી સુરસુંદરીના પ્રયાસથી રાજા જિતશત્રુના વચનથી કામલતા વેશ્યાગૃહેથી વિદ્યાવિલાસની મુક્તિ થાય છે. વિદ્યાવિલાસનાં સુરસુંદરી અને સોહંગસુંદરી સાથે લગ્ન થાય છે. પછી પિતાના નગરના રાજા જગનીકનો સંહાર કરી વિદ્યાવિલાસ ઉજજૈન નગરીનું રાજ્ય પ્રાપ્ત કરે છે. માતાપિતા તથા ભાઈઓ સાથે એનું મિલન થાય છે. નગરમાં મુનિ રત્નાકર પધારતાં રાજા વિદ્યાવિલાસ તેમના દર્શને જાય છે. પોતાના પૂર્વ ભવનું કથન સાંભળી. રાજા દ્વારા પૃચ્છા થતાં મુનિએ જણાવ્યું કે તે આવતી ચોવીસીમાં ચારિત્ર ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવશે. આ પછી ધન-તપ તથા સુગુરુની ભક્તિ કરી આયુષ્ય પૂર્ણ થતાં વિદ્યાવિલાસ દેવલોકને પામ્યો. - કાવ્યને અંતે કવિ પોતાનો પરિચય જિનવધનસૂરિના શિષ્ય તરીકે આપી કાવ્ય સમાપ્ત કરે છે. કાવ્યના પ્રારંભમાં ‘ગૌતમ ગણહરને ‘પાયે નમી' અને સરસ્વતીને હૈયે ધરી -- યાદ કરી કવિ ‘વિદ્યાવિલાસ નરવરનું ચરિત્ર સંક્ષેપમાં વર્ણવવાનો ઉપક્રમ કરે છે. પછી કવિ પુણયનો મહિમા ગાઈ ઉજ્જૈન નગરીનું અલંકારમંડિત વર્ણન કરે છે : ઊજેણિ નગરી સુપ્રસિદ્ધિ વાસિ વસઈ જિહાં અવિચલ રિદ્ધિ. ૫ ગઢ મઢ મંદિર પોલિ પગાર, વાવિ સરોવર કૂપ અપાર, વાડી દીસઈ બહુ ફલ ફલી, લોક તણઈ મનિ પૂજઇ રલી. ૬ આ પછી કવિ ઉજ્જૈનનગરીના રાજા જગનીકનું માત્ર બે પંક્તિમાં રવાનુકારી શબ્દોથી સુંદર સુરેખ ચિત્ર દોરે છે તે લક્ષપાત્ર છેઃ રાજ કરઈ રાજા જગનીક, સચરાચરિ વરતઈ જસ નીક. ૧૩ અરિદલ ભંજઈ નિજ ભૂપ્રાણિ, ખૂટ ખરડ સિઉ કરઇ વિના, દુત્રિ સહસ મયગલ મયમાં, લક્ષ હોઈ હયવર સુજુત્ત. ૧૪ શેઠ ધનાવહે પોતાના પુત્રની કરેલ પરીક્ષા અને ધનસાગરના ગૃહત્યાગના Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પ્રસંગને કવિ શીઘ્રતાથી સંક્ષેપમાં વર્ણવી જાય છે, તે કવિની કથનકલાની નિપુણતા દર્શાવે છે. ગૃહત્યાગ કરી નીકળેલ ધનસાગર વણજારા સાથે સિરિપુર આવે છે, તેની વનરાઈનું વર્ણન આમ તો પરંપરાયુક્ત છતાં શબ્દપસંદગીને કારણે રમ્ય બન્યું છે ? સફલ ફલી નિરખઈ વણરાઈ, જોતાં નયણ અનેથિ ન જાઈ, કોકિલ નાદિ સરસ સહુકાર, વનિવનિ મધુકરના ઝણકાર. ૩૯ સાગ નાગ પુત્રાગ લિવંગ, પાડલ પારિજાત નારંગ, જાંબૂ કેલિ ફણસિ કદંબ, લીંબૂ ફોગ ફોફિલ બહુ અંબ.૪૦ અગર તગર ચંદન (ત) ચનાર, નાગરવેલિ સદલ દલસાર, કિસિમિસિ દ્રાખ તણાં માંડવા, જાણે અમીય તણા રસલવા. ૪૧ નિશાળમાં ભણતી સોહગસુંદરીની યૌવનશ્રીનું વર્ણન તાજગીભર્યું છે : સુરસુંદરી નરવર કૂયરી, ભણઈ તિહાં સોહગસુંદરી. ૬૫ સવે સલક્ષણ મોહણવેલિ, હંસ હરાવઈ નિજ ગતિ ગેલિ, સોવન-વાનિ સુકોમલ અંગ, મુખ પૂનિમ સસિ અધર સુરંગ. ૬૬ નયણ રયણ ઝબકંતિ રસાલ, કર અશોક પલ્લવ સુકુમાલ, પીન પયોધર ઉરિ ઉલ્લસઈ, સરવરકમલિ હુઇ જિસઇ. ૬૭ સોહગસુંદરી અને પ્રધાનપુત્ર વચ્ચે થયેલ સંવાદ એની નાટયાત્મક ઉક્તિને કારણે નોંધપાત્ર છે : તું પુત્રી જિનવર તણી, વાણિપુત્ર હું દેવિ, જોડાવાડી કિમ મિલઇ, હંસ નઈ બગ બવિ. ૭૪ માયતાય દીધા પખઈ, કિમ પરણેવી જાઇ, જઈ પરણું તું, અમ્લ તણું કુલ સંહારઈ રાય. ૭૫ આમાં પ્રધાનપુત્રની ભીરુતા છતી થાય છે. સેહગસુંદરીએ જો પ્રધાનપુત્ર પરણવા માટે ઈન્કાર કરશે તો પોતે અગ્નિસ્નાન કરી આત્મવિલોપન કરશે એમ જણાવતાં વિષમ પરિસ્થિતિમાં આવી. પડેલા પ્રધાનપુત્રની સ્થિતિ કવિએ એક દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટરેખ ઉપસાવી છે : જઈ પરણું તુ રાજા નડઈ, નહીં કહું તુંઝ હત્યા ચડઇ, આગલિ દોતડી પાછલિ વાઘ, કુમર તણાઈ મનિ વસિઉ વિદાઘ ૭૮ વિનયચટ્ટ અને સોહગસુંદરી નાસી જાય છે ત્યારે માર્ગમાં સોહગસુંદરી સમસ્યા પૂછે છે. કવિએ રજૂ કરેલ સમસ્યા મધ્યકાલીન લોકકથા-પરંપરાને જાળવનારી છે. માર્ગે આગળ વધતાં રાત્રિનો અંધકાર દૂર થતાં પ્રભાતના ઉજાશમાં પોતાના ભરથાર તરીકે “મૂખચટ્ટ'ને નીરખીને કારમો આઘાત અનુભવતી સોહગસુંદરીનું ચિત્ર નાટ્યાત્મક છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય ૨૫ હો હો કરતી પડીય કુમારિ, જાણે કરિસા ગ્રહીયા મારી, નીસાસ મૂકઈ વિકરાલ, હૈ હૈ દૈવ હણી તઈ બાલ. ૧૦૮ ભાગુ રંગ હૌઉ વિખવાદ, દૈવિ ઊતારિઉ કુમરીનાદ, થોડઈ નીરિ માછિ ટલવલઈ, તિમ કુમરી ધરણી ખરવલ. ૧૦૯ આ કુંવરીની મનઃસ્થિતિનું વર્ણન કવિ ઉપમાઉàક્ષા દ્વારા સ્પષ્ટરેખ કરે છે. વિદ્યાવિલાસ નિજ વિદ્યાબળે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નિમાઈ રાજા વગેરે પાસેથી બહુમાન મેળવે છે. આ અંગે સખી સોહંગસુંદરીને કહે છે ત્યારે તે જે ઉત્તર આપે છે તે એની ચોટદાર ઉક્તિ માટે લક્ષપાત્ર છે : તવ બોલી સોહગસુંદરી, તાસ વયણ નવિ કાનિ ધરઈ. એહનું જાણું ટૂં પરિમાણ, એ મુરખનું મ કરિ વખાણ. ૧૩૪ પરમારથ નવિ જાણઈ લોક, અજાણતા બોલઈ ફોક, એહનુ નગર માહિ જસવાઉ, તુ મઝ લાછિ તણુ સપસાઉ. ૧૩૫ ધનનઈ સહુઈ આદર કરઇ, જીજી કરતા પય અણુસર, જેહનઈ લાભઇ પરિઘલ છાસિ, તેહ ઘરિ આવઈ કતી દાસિ. ૧૩૬ ધનિ મન ચીંત્યા સીઝઈ કાજ. ધન સપસાઈ વરતઈ રાજ, તેહ જિ પંડિત તે ગુણવંત, તે સુકલીણા જે ધનવંત. ૧૩૭ ધનનો આ મહિમા આજના સંદર્ભમાં પણ વિલોકવા જેવો છે. વિદ્યાવિલાસને ત્યાં રાજા જિતશત્રુ જમવા આવે છે, તે પ્રસંગનું અને ભોજનવાનગીનું વર્ણન નોંધપાત્ર છે : એક અભાષણ આપઈ રાઈ, એક વીંજણે તિહાં વીંજઈ વાય, બઇસણિ ચાઉરિ ત િસંચાઈ, સોવનથાલ, આણિ એક ધરઇ. ૧૫૧ પહિલું ફલહુલી મેલ્હી ધણી, તવ મનસા હુઇ જમવા તણી, તીખાં ખાટાં મધુરાં ઘણાં, સુપરિ પરીસિયાં તુ સાલણાં. ૧૫૨ ખાજાં તાજાં ઘી-સિકં તલિ, વારૂ ખાંડ અધોઅધિ મિલ્યાં, લાડૂ ગાડૂનઈ અનુમાનિ, તે પણિ મેલ્ડીયા હિવ વાનોવાનિ ૧૫૩ વિદ્યાવિલાસના સુરસુંદરી સાથેના વિવાહ-પ્રસંગમાં તત્કાલીન લગ્નપ્રસંગના રીતરિવાજનું શબ્દચિત્ર જોવા મળે છે. આ પરંપરા હજી પણ ગુજરાતમાં જળવાયેલી છે. જોસીય રાઈ તેડાવી એ, વિવાહ લગનિ ગિણાવીઉ એ. કુકમપત્રીય ચિહું દિસિહિ, નરવર મોકલવઈ હસિ મિસિહિ. ૨૪૮ મંડપ સુપરિ બંધાવ્યા એ, સવિ સજણ મેલાવી એ.. ભોજન ભગતિ નવીનવી એ, નીત કીજ ગુણીયણ ગરવી એ. ૨૪૯ ગાઈઇ ગીત રસાલ એ, મધુરિઈ સરિ અબલા બાલ એ. લુણ ઉતારવાનો કે સાસુ વરરાજાને પોંખે છે તે પ્રસંગ રૂઢ જ છે : Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય લુણ ઊતારઇ લહુડલી એ, કુલવંતી રૂપિહિં અતિ ભલી એ. વરરાઉ તોરિણ આવીઉ એ, તવ સાસુઇ વધાવીઉ એ. ૨૫૪ લગ્ન માટે તૈયાર થયેલી સુરસુંદરીનું શૃંગારવર્ણન પણ પરંપરાયુક્ત કે રૂઢ સુરસુંદરીય સિંગારઉ, સિરરિ તેલ સંચાઉ, પીઠીય અંગ ઊતારઉ, કુસુમિહિં, સૈસિ ભરાવઉ. ૨૫૫ પહિરીય ગજડિફાલી, યૌવનરસ રસાલી, કિર સોવનમય ચૂડી, લાડી રૂપિહિં રૂડી. ૨૫૬ શુકનશાસ્ત્ર અનુસારના શુકન અંગેના ઉલ્લેખો એમાં મળે છે ઃ શુકન હૌઆં જે પ્રથમ પ્રયાણ, તેહનાં ફલ સંભલુ સુજાણ, શુકન ન જણાવઇ આગમભાવ, જઇ કોઈ જાણઇ તેહના ભાવ. ૨૭૨ વામા તામઇ વારુ હિમ, જઇ પણ બોલઇ જાતાં ગાંમિ, જિમણી બોલિ વામી હોઇ કુશલલાભ સુખસંપતિ જોઇ. ૨૭૩ વિદ્યાવિલાસના સૈન્યનું વર્ણન તથા એમાં સામેલ રાય-રાણાનું વર્ણન નોંધપાત્ર છે : મરહા જે બિલહર્ટ્ઝ તુરંગ, કાન્હડા સુહડા જે ભિડભડંત, કર્ણાટ લાટ મેવાડ રાય, ણિ પાછઉ નિવ દેયંતિ પાય. ૨૮૧ બંગલા ગૂજર નર નિઘટ, ભીડેજા ભડ જય વૈર થટ્ટ. કાસમીરા વીર ત્રિયંક વંક, ક્ષત્રિવટ્ટ ન ચૂકઇ જે નિશંક. ૨૮૨ રાયરાણા મિલીયાં તિહાં અપાર, નવિ લાભઈ પાયક તણા પાર, ગય ગડીયા ગિરિ સમાન, કિવિ કાલા કિવિ સિંદર ૨૮૩ વિદ્યાવિલાસે મોકલેલ ધૂતનાં વચન સાંભળી કોપેલ ભૂપાલનું વર્ણન ઉચિત શબ્દપસંદગીને કારણે ચોટદાર બન્યું છે ઃ દૂતવયણિ કોપિઉ ભૂપાલ, રે રે ખૂટઉ તેહનું કાલ, જે અહ્મ ઊપરિ મંડઇ પ્રાણ, સહજિઇ મુરખ તે નહીં જાણ. ૨૮૯ તિણિ હિવ છંડી સઘલી લાજ, સૂતુ સિંહ જગાડિઉ આજ, શેષનાગ ણિ-મણિ કો હરઇ, નવપ્રસૂત વાઘિણિ કોઇ ધ૨ઇ. ૨૯૦ બે સૈન્ય સામસામા યુદ્ધમાં ભીંડાય છે તેનું વર્ણન રવાનુકારી શબ્દ દ્વારા તાદૃશ બને છે : છત્રીસઇ દંડાયુધ લેઉ, યુધ કાજિ દલ મિલીયાં બેઉ, ગયવર ગયવર સાથિ†, હય હય રથ રથ પાયક જુડઇ. ૨૯૫ વીજ જેમ ઝબક ક૨વાલ, ઇક ઝૂઝતા બહુ વિકરાલ, બિરસઇ બાણઉલી અનિવા૨, ગયણગણિ કીય ઘોર અંધાર. ૨૯૬ ભાલે વેધઈ ટોપ સનાહ, વહાઁ રુધિરના પૂરપ્રવાહ, Page #280 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૭ ગાજઇ સીંગણિગુણ ઘણમેઘ, ગુહિરા ઢાલ ઢમકઈ તેમ. ૨૯૭ ગયવર રંડમુંડ રડવડઈ, ગિરિવરિશ્ચંગ જાણે કિરિ પડઈ, હિરપંકિ ખૂપઈ અસવાર, એક સિરિ પડઈ લોહ તણી ધાર. ૨૯૮ સૈન્યનો “નરવરસંહાર' વ્યર્થ ગણાવી, તે અટકાવી બન્ને રાજવીરો પરસ્પર દ્વન્દ્રયુદ્ધ ખેલે છે અને વિદ્યાવિલાસ રાજા જગનીકનો સંહાર કરે છે તેનું શબ્દચિત્ર કવિએ સુરેખ ઉપસાવ્યું છે ? ધિગુ ધિગુ એ પામર આચાર, જે કિજઈ નરવરસંહાર, એમહ હીમડઈ સાલઈ સાલ, પરપીટણઈ તોડ ઈક ગાલ. ૩૦૩ બે દલ તણાં નિવારિયાં ઝુઝ, તે પણિ રાજા બેઉ સબૂઝ, જોઈ કટક રહિયા બઉ કેડઇ, અંગોઅંગિઈ બેઉ ભિડભિઈ. ૩૦૪ કંસાલા જિમ બેઉ આફલઈ, ઓડણ ઓડી આયુધ ખલઇ, ધાઈ ધુ િધસમસ ધસઈ, અંગિ સનાહ, સુદૃઢ કરિ કરાઈ. ૩૦૫ ઈ રસિ ઉલ્લસ શરીર, તૂટઈ કસણ ત્રટ્ટકઈ વીર, હિયવંતી જેહની જગિ લીક, ખગ્નપ્રહારિ હણ્યઉ જગનીક. ૩૦ નગરીમાં પધારેલ રત્નાકર મુનિનાં દર્શન કરવા ગયેલ રાજા વિદ્યાવિલાને મુનિએ એના પૂર્વભવ સંભળાવ્યો અને જણાવ્યું કે “તું આવતી ચોવીસીમાં ચરિત્ર ગ્રહ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવીશ”. તે પ્રસંગ કવિએ અતિ સંક્ષેપમાં માત્ર એકાદ કડીમાં નિરૂપ્યો છે ? કહS પામિરુ હૂ ભવપાર, ભગવન એ અહુ કહુ વિચાર, કેવલ તુહુ જીવ પામિસિઇ, જે ચઉવીસી હિવ આવિસિ. ૩૯) ચારિત્ર જિણવર હાથિઈ લેસિ, નારિસહિત સિવપદ પામેરિ, તાસ વયણ રંજિલ ભૂપાલ, કારાવઈ જિણભવ. વિલાસ. ૩૬ કવિ વિદ્યાવિલાસના ચરિત્રનો મહિમા વર્ણવી કાવ્યની સમાપ્તિ કરે છે. આમ પરંપરાને અનુસરનારા આ કાવ્યમાં કેટલાંક સ્થાને કવિ આજ્ઞાસુંદરના કવિત્વની ઝાંખી થાય છે તે નોંધપાત્ર છે. પાદટીપ ૧. મલ્લિનાથચરિત્ર, વિનયચંદ્રકૃત. સંપા. પં. હરગોવિંદદાસ અને બેચરદાસ, ઈ.સ.૧૯૧૧. પૃ.૭૪–૮૭. ૨. ગુજરાસાવલી, સંપા. બ.ક. ઠાકોર, મો.દ. દેશાઈ, મ.. મોદી, વડોદરા, ઈ.સ.૧૯પs પૃ. ૮૮- ૧૧૧. ૩. આજ્ઞાસુંદરત વિલાસ પu . હસ્તપ્રત ક્રમાંક ૨૧૯૯, પુણ્યવિજયજી ગ્રંથભંડાર, '! : --નવ સંસ્કૃતિ વિદાર, અમદાવાદ ૪ વિહારની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, વડોદરા, ઈ.સ.૧૯૪૫, પૃ.૧૭૭ પર Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઉલ્લેખિત. ૫. જૈન ગૂર્જર કવિઓ, સંમોહનલાલ દ. દેશાઈ, મુંબઈ, ૧૯૨૬, ભાગ. ૧ પૃ.૩૯૭. ૬. જૈન ગૂર્જર કવિઓ, સં. મોહનલાલ દ. દેશાઈ, મુંબઈ, ૧૯૩૧, ભાગ ૨, પૃ.૮૨. ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨, પૃ.૩૭૩. ૮. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨, પૃ.૩૮૦. ૯. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), અનંતરાય રાવળ, મુંબઈ, ઈ.સ.૧૯૫૪ પૃ.૧૭૬. Page #282 -------------------------------------------------------------------------- ________________ મલયચંદ્રકૃત “સિંઘલશી ચરિત્ર ભારતી વૈદ્ય મલયચંદ્ર પૂર્ણિમા ગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય હતા અને સં.૧૫૧૯ એટલે ઈ.સ. ૧૪૬૩માં હયાત હતા. એથી વિશેષ કોઈ માહિતી તેઓના વિશે ઉપલબ્ધ નથી. મલયચંદ્રની ૩ રચનાઓ ઉપલબ્ધ છે – સિંહાસન બત્રીસી', સિંઘલશી ચરિત્ર અને દેવરાજ-વત્સરાજ પ્રબંધ’. ‘સિંઘલશી ચરિત્ર' ધનદત્ત-ધનદેવ ચરિત્ર', “સંઘલસીકુમાર ચોપાઈ અથવા “ધનદેવ કથા' તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય રચના ઈ.સ.૧૪૬૩ની છે અને ત્રણેય ગોંડળમાં રચાઈ છે. એ પછી કે પૂર્વેની મલયચંદ્રની કોઈ રચના મળતી નથી. આમ અંતર્ગત પુરાવાના આધારે એટલું નિશ્ચિતપણે કહી શકાય છે કે તેઓ ઈ.સ. ૧૪૬૩માં ગોંડલમાં હયાત હતા. જૈનેતર સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરતાં આખ્યાનકાવ્યના પિતા ગણાતા ભાલણના તેઓ સમકાલીન ગણાય. જૈન સાહિત્ય તે વખતે ત્રણેક સૈકાથી રચાતું રહ્યું હોવા છતાં જૈન સાહિત્યમાં (અને જૈનેતર સાહિત્યમાં પણ) વિષય પરત્વે રચનાકારોની ભૂમિકા પારંપારિક જ રહી જણાય છે. આવે સમયે ભાલણ જેવો કવિ સાહિત્યસ્વરૂપની પરંપરામાં રહીને નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, મૃગાખ્યાન ઇત્યાદિ આખ્યાનો રચવા સાથે કાદમ્બરી, દશમસ્કંધ જેવી સંસ્કૃત રચનાઓના અનુવાદ દ્વારા લોકોની રસરુચિ કેળવવા મથે છે. તો જૈન સાહિત્યના ક્ષેત્રે પણ નવું કંઈક કરવાની ઇચ્છા હીરાનંદ, મલયચંદ્ર જેવા રચનાકારો દ્વારા પ્રગટ થતી જણાય છે. અલબત્ત, આ કવિઓ આખ્યાનને અનુસરતા જૈન સાહિત્યના રાસાપ્રકારની પરંપરામાંથી બહાર નીકળી શકતા નથી. કારણ કદાચ એવું હોઈ શકે કે જૈન ધર્મ અને તેનાં વ્રતોના મહિમાના મુખ્ય ઉદ્દેશની પરિપૂર્તિ માટે તેમજ શ્રોતાસંઘના મન પર પ્રભાવ પાડવા માટે આ પ્રકાર અત્યંત પ્રભાવશાળી પુરવાર થઈ ચૂક્યો હતો. આમ સ્વરૂપ પરત્વે નવું કંઈ કરવાને અવકાશ ન હતો. એટલે નવું કંઈ કરવાના ઇચ્છુક રચનાકારોએ બીજે નજર દોડાવી હશે. હીરાનંદ નવું કંઈ કરવાની ઇચ્છા કે દાવો જણાવ્યા વગર સં.૧૪૮૫ (ઈ.સ. ૧૪૨૮)માં “વિદ્યાવિલાસ પવાડઉ” રચે છે. આ પહેલાં ભરતેશ્વર, બાહુબલિ, જબૂસ્વામી, પાંડવો, પેથડ કે એવી કોઈ ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ કે ધાર્મિક પુરુષના ચરિત્રનું આલેખન કરતા રાસા રચાતા, જીવદયા જેવા એકાદ વતનું Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય માહાભ્ય ગાતા કે પછી કોઈ યાત્રાનું કે યાત્રાધામનું વર્ણન કરતા રાસા રચાતા. રાસાના વિજય આમ મર્યાદિત હતા. ત્યારે વિચટની કથા જેવી વિદ્યાવિલાસની કથા આલેખીને એક નવો ચીલો પાડવામાં આવે છે. આ પવાડામાં ધર્મબોધનું તત્ત્વ બહુ જ ઓછું કે નહીંવત્ છે. થોડા જ વર્ષોમાં મલયચંદ્ર ‘સિંઘલશી ચરિત્ર'ની રચના કરે છે, અને નવલું કંઈ કવિત કરેલું' એવું કહી પોતાના ફાળા અંગેની સભાનતા પ્રગટ કરે છે. સિંહાસન બત્રીસી'માં એ નવીનતાનો દાવો નથી કરતા. વિક્રમની કથાઓ લોકોમાં પ્રચલિત હશે, લોકોની જીભે આવા વીરનાં નામ ને કથાઓ રમતાં હશે. એ પાત્રની દાનશૂરતાની કથા મલયચંદ્ર કહી છે. અને પાંચ પાંડવો. શ્રેષ્ઠિઓની કથા રાસાનો વિષય બની શકતી એટલે સિંહાસન બત્રીસી'માં નવું કંઈ કયાનો મલયચંદ્રનો દાવો નથી. ‘સિંઘલશી ચરિત્ર'માં કવિ વિક્રમકધાની અસરમાંથી મુક્ત ન થઈ શક્યા હોય એમ જણાય છે અને એવાં કેટલાંક કથાઘટકનો વિનિયોગ કરે છે, જે વિક્રમકથાનું સ્મરણ કરાવી જાય. તે ઉપરાંત અન્ય લોકકથાઓનો પણ વિનિયોગ કરે છે, જેને પરિણામે જ કદાચ અભુત અને ચમત્કારનું તત્ત્વ એમાં આવી જાય છે. ‘સિંઘલશી ચરિત્ર' પણ, દાનધર્મનું મહત્ત્વ આલેખતી રચના છે. તેનો નાયક અન્ય જૈન રચનાઓની જેમ રાજપુત્ર છે. રૂપગુણ સંપન્ન છે. અને નગરનારીઓ એની પાછળ ઘેલી છે. એક વાર સિંઘલ ‘વિકરાલ રૂદન કરતી એક બાલાને બચાવે છે અને બન્ને પક્ષે માતાપિતાની સંમતિ પછી તેને પરહે છે. હાથી બાલાને ઉઠાવી જાય. બાલા રુદન કરે તે સાંભળી રાજપુત્ર બચાવવા દોડે, બચાવે અને લગ્ન કરે એ ઘટનાઓ વિક્રમકથાનું સ્મરણ તો કરાવે જ છે. પણ તે સાથે. બહુ પાછળથી જાણમાં આવેલી “અરેબિયન નાઈટ્સ'ના કથાઘટકનું પણ સ્મરણ કરાવે છે. સિંદબાદની બીજી દરિયાઈ સફરના કથાનકમાં એક પ્રચંડ પક્ષીનું વર્ણન આવે છે, જે માણસને કે પશુને પકડીને ઊડી શકે છે, મોટમોટા ખડક ઉપાડી શકે છે. મલયચંદ્રને “અરેબિયન નાઇટ્સ'ની કથાઓની માહિતી હતી એવું કહેવાનો અહીં આશય નથી. પણ એ કથાઓ ઉપલબ્ધ સ્વરૂપમાં ૧૮મા સૈકામાં સિદ્ધ ભલે થઈ, પણ કેટલાક વિદ્વાનો એનું મૂળ ભારતીય રૂપ માન્ય કરે છે એ યાદ રાખવું ઘટે. આગળ (પર રાતા ગજસિંહ રાજાના રાસમાં અને જૂની ગુજરાતી. પ્રથમ ગવનનૂપ તરીકે ઓળખાતા માણિક્યસુંદરના “પૃથ્વીચંદ્રચરિત'માં અનુક્રમે હાથી દ્વારા અને હંસ દ્વારા કન્યા ઉપાડી જવાના પ્રસંગો આલેખાયા છે. નગરનારીઓની સિંઘલ માટેની ઘેલછા અને ઘર, વર ને બાળકો પ્રત્યે પણ દુર્લક્ષ કરવાની વાત. કૃષ્ણ માટેની ગોપીઓની ઘેલછા જેવી જ છે. રાજવી પિતા સિંઘલને બહાર નીકળવાની ના પાડે છે, એ ઘિલને માન્ય નથી થતું. એટલે એ પત્ની ધનવતી સાથે નગરત્યાગ કરે છે. સિંહલદ્વીપથી નીકળી એ “વેલાઉલ’ જાય છે અને ત્યાંથી વહાણમાં બેસે છે, તોફાનમાં વહાણ ડૂબતાં બન્ને છૂટાં પડી જાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ મલયચંદ્રકૃત ‘સિંઘલશી ચરિત્ર' D ૨૭૧ ધનવતી પાટિયાને આધારે કિનારે પહોંચી પતિની રાહ જોતી મૌનવ્રત ધારણ કરી બેસે છે. સિંહલ બીજી નગરીમાં પહોંચી, સર્પદંશમાંથી એક કન્યાને બચાવી તેને પરણે છે, બીજી પરણેતરને લઈ પાછો વહાણે ચઢે છે અને તેની સુંદર પત્ની તથા ધનની લાલચે એને દરિયામાં ધકેલી દેવામાં આવે છે. સુંદર પરસ્ત્રી પ્રાપ્ત કરવા પતિને આમ દરિયામાં ધકેલી દેવાનું કથાઘટક પણ જૈન મુનિઓને પ્રિય જણાય છે. ઉત્તમકુમાર, મત્સ્યોદર જેવી કથાઓમાં પણ આ ઘટકનો વિનિયોગ થયો છે. દરિયામાં ફેંકાયેલો સિંઘલ માછલીની પીઠ પર સફર કરી કિનારે પહોંચે છે. પહેલી સફરમાં સીંદબાદનો અનુભવ પણ કંઈક આવો જ છે. એ અને એના સાથીદારો જે જગ્યાએ ટાપુ જાણી ઊતરે છે, રાંધે છે એ ખરેખર તો માછલીની પીઠ છે. સિંઘલ નગરમાં પહોંચી ત્રીજી કન્યા પરણે છે અને “અરેબિયન નાઇટ્રસ'ની ઊડતી સાદડી યાદ કરાય એવી ઊડતી ખાટલી તથા ખંખેરતાં ‘સાતહ સઈ દીનાર આપે એવી કંથા, દંડ એવું બધું પ્રાપ્ત થાય છે. આ બાજુ બીજી પત્ની પણ પહેલી મૌનમાં બેઠી છે ત્યાં જઈ મૌનવ્રત ધારણ કરી રાહ જોતી બેસે છે. તો સિંહલ ઊડણ ખાટલીની મદદથી એ જ નગરમાં પહોંચી ફરી મુશ્કેલીમાં સપડાય છે. પત્નીને માટે પાણી લેવા જતાં કૂવામાંથી એક વિપધર એને બહાર નીકળવામાં મદદ કરવા વિનંતી કરે છે. નળરાજાને જેમ સર્પદંશથી બાહુક બનાવી દેવામાં આવ્યા હતા એમ જ આ વિષધર પાણી બહાર નીકળી સિંહલને દંશ દઈ વિરૂપ બનાવી નાખે છે. મુશ્કેલી દૂર થશે ત્યારે મૂળ સ્વરૂપ મળી જશે એવું વચન આપે છે. અંતમાં એનો ત્રણે પત્ની સાથે મેળાપ થાય છે, મૂળ રૂપ પાછું મળે છે. રાજપાટ મેળવી, ભોગવી, પૂર્વભવનું સ્મરણ થયા પછી એ દીક્ષા લે છે. બદલી ઊડે, કંથા ખંખેરતાં દીનાર મળે, દૈવી મદદ મળે આવાં અદ્ભુત અને ચમત્કારનાં તત્ત્વો પછીના રાસામાં વધતાં જાય છે. એ રીતે જોતાં મલયચંદ્રની રચના એક મહત્ત્વના સાંધારૂપ બની જાય છે. હજી આ પ્રકારનાં આલેખનો ઓછાં છે. પણ તેનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વેની રચનાઓમાં વ્રત અને તપથી સિદ્ધિ મળવાની વાત થતી. આમ ધર્મપ્રચાર માટે પણ શ્રદ્ધાને બદલે ચમત્કાર દ્વારા અહોભાવ પ્રેરતા ઘટકોથી લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ થતા જણાય છે. આ ફેરફાર કેવળ નવું કંઈક કરવાની ગણતરીએ થયો હશે કે કેવળ કથારસ ખાતર ? કે પછી જૈન ધર્મનો પ્રભાવ દૃઢ બનાવવાના પ્રયાસ આવશ્યક લાગતાં આવું કંઈક નવું તત્ત્વ લાવવામાં આવ્યું હશે એ વિચારવાનું રહે છે. જૈન કવિઓની રચનાઓ ઉદ્દેશપૂર્ણ હતી. એમાં ભાષાકર્મ કે સાહિત્યસર્જનના કૌશલ્યને બહુ અવકાશ ન હતો. લોકોના ચિત્તને પકડી રાખવા, આ બે તત્ત્વના અભાવને પૂરવા માટે ચમત્કાર, આડકથા, લોકકથાનો આશ્રય લેવાનો પ્રારંભ થયો હોય એ પણ એક શક્યતા છે. જૈન રચનાકારો વિદ્વાન હતા, સંસ્કૃત ભાષાના, અલંકાર અને છંદશાસ્ત્રના સંસ્કૃત સાહિત્યના જાણકાર હતા. પણ સર્વસામાન્ય શ્રોતાગણની સજ્જતા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધ્યાનમાં રાખવાની હોવાથી પોતાના આ જ્ઞાનની સહાય તેઓ લઈ શકે એમ ન હતા. શરૂઆતના રાસા રમાતા, ખેલાતા એવા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. પછીના રાસામાં તેના “ભણઈ સુણઈ'ના, સાંભળવા - પઠન કરવાના ઉલ્લેખ મળે છે. આમ શરૂઆતના રાસના ખેલની અને તેના દર્શકશ્રોતાવર્ગની વ્યવસ્થા જુદા પ્રકારની હશે એ સહેજે કલ્પી શકાય એમ છે. લોકો કેવળ શ્રોતા હોય ત્યારે કથાનક પરત્વે એ લોકોની વધારે એકાગ્રતા અપેક્ષિત રહે. ‘સિંઘલશી ચરિત્ર'નું જ ઉદાહરણ લઈએ અને આ વાતનો વિચાર કરીએ તો કથાકાર તરફથી પણ શ્રોતાઓની એકાગ્રતા ઓછી ન થાય એ માટેના પ્રયત્ન જરૂરી હશે. રચનાનો પ્રારંભ સરસ્વતી, ચોવીસ જિનદેવતા અને ગુરુને વંદન સાથે થાય છે. તે પછી કવિ શાલિભદ્ર, કાવત્રા, ચંદનબાલા, ભરતેશ્વર, મૂલદેવ ઇત્યાદિને દાનથી મળેલી સિદ્ધિની વાત કરે છે. શ્રોતાઓને બધા જૈનધર્મી હોય તો પણ, આ બધાં નામોમાં, તેમની સિદ્ધિઓનો પરિચય હોઈ શકે ખરો ? કે પછી એ પરિચય ગૃહીત કરવામાં આવે છે એ વિચારવું રહે. અથવા પછી કીર્તનકારની જેમ. આ રચનાનું શ્રોતાવર્ગ સમક્ષ પઠન કરનાર કથાકારે એકએક પંક્તિના પાઠ પછી તે-તે નામધારી વ્યક્તિનો, તેમની સિદ્ધિનો શ્રોતાજનને પરિચય આપવાનો રહે. તે જ પ્રમાણે સિંઘલને વિષધર દંશ દઈને વિરૂપ કરી નાખે છે તે પછીના ભાગમાં ૧૦૧થી ૧૬૫ કડી સુધી દેવની કૃપાથી અને બુદ્ધિના બળે સિદ્ધિ મેળવનારાઓની નામાવલિ આવે છે. “નરવરસરવરિ નીર નવિ રહઈ, યોગી એક કથા કરીઇ એમ ૧૦૧મી કડીમાં કહેવાયું છે તેમાં એક બાળકની માતા હોવાનો બે સ્ત્રીઓનો દાવો છે તે પ્રસંગે ન્યાયાધીશ કેવો નીવેડો લાવે છે એ જાણીતી વાતનો કથાઅંશ સામેલ છે. તે ઉપરાંત, આંધળા ગરીબ બ્રાહ્મણે ભગવાન પાસે સોનાની સાંકળે હીંચકતાં પૌત્રપૌત્રીના પરિવારને નજરે જોવાનું વરદાન માગી ચાલાકીથી દૃષ્ટિ, ધનસંપત્તિ, વિશાળ પરિવાર સુખ, લાંબું આયુષ્ય બધું એકસાથે માગી લીધું એ કથા-અંશ પણ અહીં લેવાયો છે. એક તરફ આવી પ્રચલિત કથાઓ છે તો બીજી તરફ બુદ્ધિબળ અને ઈશ્વરકૃપાથી સિદ્ધિ મેળવનારાની નામાવલિમાં ચંડપ્રદ્યોત, વાસવદત્તા, ચાણક્ય. ચંદ્રગુપ્ત, નંદ જેવી ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓ છે. શ્રેણિક પણ તેમાં છે. પણ જૈનસમુદાયમાં એ નામ એ વખતે એટલું જાણીતું હશે એમ સ્વીકારી લઈએ. આ જ પ્રમાણે અભયકુમાર, અમરદત્ત મિત્રાનંદનો ઉલ્લેખ છે એ નામો પણ કદાચ જાણીતાં હોઈ શકે. “શ્વાને માહિં થિઈ ખાધી ખીર, બુદ્ધિ અસિઉ એ બાવનવીર' એમ કહીને ૧૬૫મી કડીએ. નામાવલિ પૂરી થાય છે. આટલા સંક્ષેપમાં ફક્ત નામાવલિ અને સિદ્ધિનો જ ઉલ્લેખ આવે છે. એની વિગત નથી આવતી, એટલે એમ માનવું પડે કે શ્રોતા વર્ગ આ બધી કથાઓનો જાણકાર હોવો જોઈએ. કારણકે એમ હોય તો જ એનું ચિત્ત કથામાં પરોવાયેલું રહે. અને કાં કથાકાર બધી કથાઓ વચ્ચેવચ્ચે Page #286 -------------------------------------------------------------------------- ________________ મલયચંદ્રકૃત ‘સિંઘલશી ચરિત્ર' D ૨૭૩ થોભીને કહેતા હોવા જોઈએ. લોકકથાની જાણકારી લોકોને હજી કદાચ હોય, પણ જો શ્રોતાઓની સજ્જતા વિશેનાં પ્રચલિત અનુમાન સ્વીકારીએ તો બીજી કથાઓની જાણકારી સ્વીકારવી મુશ્કેલ લાગે છે. એ જાણકારી વિના આ કથાભાગ આવતાં રચના રસદૃષ્ટિએ નબળી પડતી જણાય છે. ત્યારે કવિ પોતે કહે છે કે બિ સઈ વીસ અછઈ ચુપઇ, કથા સંખેવિ ચીરાસિ હુઈ’ એટલે ૨૨૦ કડીથી લાંબી રચના લખાઈ હોવાનો સંભવ નથી. આ સંખ્યા, શ્રોતા સમક્ષ પાઠની કલ્પના અને ધર્મપ્રચારનો ઉદ્દેશ મળીને રચનાપાઠ એક બેઠકે પૂરો ન થતાં થોડા દિવસ ચાલતો હશે એવું સૂચન મળી રહે છે. પણ તે સાથે આ સંક્ષેપ – અતિ સંક્ષેપ – રચનાના સાહિત્યગુણના વિચારમાં અવરોધ બની રહે છે. રચનાકાર એક જ લક્ષથી નાયકને દીક્ષાગ્રહણ સુધી લઈ જાય છે. એમાં વચ્ચે કેટલાંક જોરદાર કથાઘટકો આવે છે જેના યોગ્ય વિસ્તારથી રાસની સુંદરતા, એની ગ્રહણક્ષમતામાં વધારો થઈ શક્યો હોત. શરૂઆતમાં રચનાકાર તે માટેના સભાન પ્રયાસ કરતા હોય એવું લાગે પણ છે. સિંઘલ પોતાની પત્ની સાથે ‘વેલાઉલથી વહાણમાં ચઢે છે અને વહાણ ઊપડે છે ત્યારનું વર્ણન જોતાં આ વાતની પ્રતીતિ થાય છે. [ઘેલા ખલાસીઓ ચડવડ્યા, માલિમ બારહીયા દડવડ્યા, નાવ્યા નાજામાં ચડ, સિઢ પાડઈ નાંગર ઉપડઈ. ત્રવહણ ચલઈ પવનનઈ પ્રાંણિ. (ઇત્યાદિ) અહીં ખલાસીઓના ઉત્સાહનું, વહાણના સઢ ચડાવવા, લંગર ઉપાડવું જેવી ક્રિયાઓનું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ નજરે પડે છે. રચનાની સમગ્ર શૈલી જોતાં આ વર્ણનને નિરર્થક વિસ્તાર જ ગણવો પડે. વળી આ પ્રયાસથી ચિત્ર હજી ઊપસે-નઊપસે ત્યાં તો દરિયામાં તોફાન જાગે છે. અંભોનિધિ થિઉ અતિહિં કલોલ, હલબલાટ થિઉ હાલકબોલ. કટ કટ કાપી સિઢ પાડીઇ, વસ્ત વાંનાં જલિ ઝીલાડીઇ. હોઈ હોઇ કરતાં વાહણ ભગ્ન, સંધોસંધિ થિયું થઉં અલગ્ન, આડરડિ તેરડિ કરઈ એક ઘડી, બૂડઈ લોક પાડઈ ભૂંબડી. તોફાન થતાં જ થતી ક્રિયાઓ, જેવી કે સઢ પાડવા, વધારાનો સામાન પાણીમાં પધરાવવો અને આટલી મહેનત છતાં સાંધે સાંધેથી તૂટતું વહાણ, લોકોની ચીસાચીસ – આ આખું ચિત્ર રજૂ થાય છે. ઉત્સાહનું વાતાવરણ હજી જામે-ન-જામે ત્યાં તદ્દન નિરાળા વાતાવરણમાં લઈ જતું ચિત્ર ઊભું કરવામાં આવે છે. પ્રકૃતિ આમ અકસ્માત સ્વરૂપ બદલતી હોય છે એની ના નહીં, પણ અહીં ઉત્સાહના અને સફરના ચિત્રમાં, તોફાન અને વહાણ ડૂબવા માટે જેમ પ્રવાસી તૈયાર નથી હોતા તેમ શ્રોતા પણ આ પલટા માટે તૈયાર નથી. મનમાં સહેજ ગૂંચ પણ ઊભી થાય છે, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ચિત્રપલટો સમજવા પ્રયત્ન કરવો પડે છે. આ વર્ણનપ્રસંગ ૪૩મી કડીએ પૂરો થાય છે. તે પછી ચિત્રશક્તિનો વિનિયોગ ક્યાંય જોવા મળતો નથી, એટલે જ પ્રારંભના પ્રયાસમાં આયાસ વરતાય છે. આ રચનાઓ દૃશ્ય પ્રકારની પરંપરાનું પરિણામ હોઈ તેમાં આવી ક્રિયાને જેટલું મહત્ત્વ હતું તેટલું ભાષાકર્મ કે સાહિત્યગુણને કદાચ મહત્ત્વ ન હતું. એટલે જ છંદોવૈવિધ્ય કે અલંકારનો આશ્રય લેવાતો નથી. સીધેસીધું કથાવર્ણન ચાલતું રહે છે. કથાપ્રસંગો, નામાવલિઓ આવ્યા કરે છે. પરંતુ એમાંય ક્યાંક સાધુકવિની દૃષ્ટિ સુંદરતા જોવા ને દેખાડવા મથે છે. સિંઘલ-ધનવતીનાં લગ્ન અંગે લોકોના આનંદનું શબ્દાંકન કરતાં એ લગ્ન એટલે જાણે ચંદ્ર-રોહિણીનાં લગ્ન – “યુગનું મેલાપક એ ભયુ, ચાંદુ જિમ રોહિણીવર થયું' એવું વર્ણન મળે છે. પ્રવહણ ચલઈ પવનનઈ પ્રાણિ', “ચાલિ ચતૂર તૂ ચંદન ચાહિ જેવા પ્રાસાનુપ્રાસ અલંકાર દ્વારા રચનાનું શ્રવણસૌંદર્ય વધારવાના પ્રયાસ કરેલા જોવા મળે છે. જોકે, આવાં રથાન અત્યંત, સિંઘલને કુશલનગરમાં એક સાધુ દીનાર ખંખેરતી થી આવે છે ત્યાં પ્રયોજાતો “દીનાર' શબ્દ; માલિમ, ખલાસી, નાખૂય સિદ્ધ વગેરે વહાણવટાના શબ્દોનો વિનિયોગ જોતાં તત્કાલીન ગુજરાતી ભાષા પર અન્ય ભાષાની અસરની દૃષ્ટિએ આ રચના અભ્યાસ માગે છે. ગુજરાતમાં મુસલમાન શાસન ૧૩મા સૈકાના અંત ભાગમાં સ્થપાયું હતું. પણ તે પૂર્વે ઘણા સમયથી વહાણવટા અને વેપાર ખાતર ગુજરાત સાથે મુસલમાનોને સંબંધ હતો. અરબ અને મુસલમાન વેપારીઓના થાણાં ભરૂચ-ખંભાતમાં હતાં એ બધી હકીકતો ઇતિહાસમાં નોંધાયેલી જ છે. સિંઘલશી ચરિત્ર' પછી પણ ઈ.સ.૧૪૮૭ પૂર્વેના ગણાતા મૃગાંકલેખા રાસ', ઈ.સ.૧૧૫ની ‘ગુણકરંડ ચોપાઈ', ઈ.સ. ૧૬૪૦ના ‘હરિશ્ચંદ્ર રાજાનો રાસ' વગેરે કેટલીક રચનાઓમાં નાણાં તરીકે “ીનાર' શબ્દનો વિનિયોગ થતો દેખાય છે. પણ બહુ છૂટથી – પ્રચલિત શબ્દનો વિનિયોગ થતો હોય એવું લાગે એટલી છૂટથી – દીનાર' શબ્દ યોજાયો જણાતો નથી. આમ એકંદરે જોતાં ચમત્કારનાં અને અદ્ભુતનાં તત્ત્વો દાખલ કરવા ને વિષયનું વર્તુળ થોડું વિસ્તૃત બનાવવા ક્ષેત્રે મલયચંદ્ર નવું પદાર્પણ કર્યું છે એમ કહી શકાય. Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાનુરચિત “વિક્રમચરિત્ર રાસ : એક દૃષ્ટિપાત સુભાષ દવે જૈન કવીશ્વર ઉદયભાનુએ “વિક્રમચરિત્ર રાસની રચના વિ.સં.૧૫૬૫માં કરેલી છે : પનર પાંસઠ સંવત્સરિ જેઠ માસ શુદિ પક્ષ દિનકરિ, રચિઉ રાસ.' મધ્યકાલીન પદ્યવાર્તા કે લોકકથાસ્વરૂપનું અનુસંધાન બતાવતી આ કૃતિને ઉદયભાનુએ “રાસ', 'પ્રબંધ” અને “કૌતુકકથા' તરીકે પણ ઓળખાવી છે ! આ કૌતુકકથી વિક્રમસુતની છે. વિખ્યાત રાજા વિક્રમનો પ્રતાપી પુત્ર વિક્રમચરિત્ર, વિક્રમકુમાર કે વિક્રમસેન હતો. માતા લીલાવતી અને પિતા વિક્રમના દીર્ઘકાલીન વિયોગનો વિક્રમચરિત્ર સ્વચાતુર્ય અને પરાક્રમોથી અંત લાવી માતાપિતાનો મેળાપ કરાવે છે ને પિતા વૃદ્ધ થતાં રાજ્યનો ભાર ઉપાડી લે છે, એવી વાર્તાનું ઉદયભાનુએ અહીં વિશિષ્ટ રીતે નિરૂપણ કર્યું છે. શઠં પ્રતિ શાક્યમ્'ની લોકોક્તિને કથાઘટક તરીકે લઈને ઉદયભાનુએ કથાપ્રસંગને કૌતુકરંગી પુટ આપ્યો છે અને એ રીતે વાતને આસ્વાદ્ય બનાવી છે. પ્રાચીન વાતપિરંપરાની જેમ “વિક્રમચરિત્ર રાસનું વસ્તુ પણ ઇતિહાસ કે પુરાણવિષયક નહીં, પણ લોકોને આકર્ષતી અને લોકોમાં પ્રચલિત વાર્તાઓનું બનેલું છે. જૈન કવિ સાધુ કીર્તિ, મધુસૂદન, અભયસોમ અને પરમસાગર જેવા કવિઓએ પણ વિક્રમચરિત્રની વાર્તાઓ લખી છે. ઉદયભાનુએ વિક્રમચરિત્રનો રાસ નિરૂપતાં કૃતિના પૂર્વાર્ધરૂપે એના પિતા રાજા વિક્રમનું કથાનક લંબાણપૂર્વક આલેખ્યું છે. વિક્રમકુમાર જેની કૂખે જન્મ લે છે એ લીલાવતી સાથે રાજા વિક્રમે કેવી રીતે લગ્ન કર્યા, એ પ્રસંગ આરંભની ૨૧૭ કડીમાં વિસ્તારથી આલેખાયો છે. રાજા વિક્રમ કૃતિનું મુખ્ય પાત્ર નથી, એ દૃષ્ટિએ જોતાં આ વિસ્તાર અપ્રસ્તુત બને, જોકે રાજા વિક્રમનું ચરિત્ર પણ રોમાંચક અને તેથી લોકહૃદયને જકડી રાખનારું હોઈ વાર્તારસ જમાવે છે એમ કહેવું જોઈએ. રાબ વિક્રમનાં લીલાવતી સાથેનાં લગ્નનું કથાનક વાતના પૂર્વાર્ધને પ્રેમકથાના વા પણ મૂકવા પ્રેરે. આ પ્રેમકથામાં વિક્રમ પુરષષિણી લીલાવતીને ધૂર્તકલાથી કેવી જીતી લે છે એ પ્રસંગોનું જ નિરૂપા કેન્દ્રમાં રહ્યું છે, તે અને ઉત્તરાર્ધમાં વિક્રમચરિત્રનાં ધૂર્તપરાક્રમી પાછળ રહેલો તેનો સંકલ્પ લક્ષમાં લઈએ ત્યારે પૂર્વાર્ધના રાજા વિક્રમ અને લીલાવદના કથાનકનો પ્રાર નિર્વાહ્ય બની શકે. વિક્રમ એ કોઈ રાજા, મહારાજા કે સમ્રાટ હતો કે કેમ. એ પ્રશ્ન બાજુએ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય રાખીએ તો, એ સર્વ જાદુઈ વિદ્યાઓમાં પારંગત એક વિદ્યાધર હતો, એમ વિક્રમવિષયક વાચક્ર પરથી કહી શકાય તેમ છે. ઉદયભાનુએ વિક્રમના પરદુઃખભંજક, પરાક્રમી, દયાળુ, દાનવીર અને પુણ્યશ્લોક વ્યક્તિત્વને મૂર્ત અભિવ્યક્તિ અહીં અર્પી નથી, તેના આ ગુણસંપન્ન વ્યક્તિત્વનો શાબ્દિક જ ઉલ્લેખ કૃતિની આરંભની કડીઓમાં મળે છે. અહીં તો વિક્રમ લોકકથાના કોઈ એક કામાસક્ત નાયક જેવો ઊપસે છે. રાત્રીના સમયે સ્વપ્નમાં ચંપાનગરીની રાજકુંવરી લીલાવતીના રૂપસૌન્દર્યથી એ મુગ્ધ બન્યો છે અને મંત્રીની સહાયથી યુક્તિપ્રયુક્તિ કરી લીલાવતીને મેળવીને જ જંપે છે. ઉદયભાનુએ આ કથાનકને નિરૂપવા માટે ઊભા કરેલા પ્રસંગો ને એ પ્રસંગોમાં પ્રગટતું વિક્રમનું ચલન-વલણ એના પ્રણયી રંગ સાથે ધૂર્ત(ચતુર) વ્યક્તિત્વને પણ ઉપસાવે છે. લીલાવતી પુરુષદ્વેષણી છે, એમ જાણી વિક્રમે સ્ત્રીદ્વેષીનો ભજવેલો પાઠ એની ધૃવિદ્યાની ઘોતક ઘટના છે. વિક્રમનું આ પ્રકારે પાત્રાલેખન ઉદયભાનુનું મૌલિક સર્જન નથી. પંચદંડ'ની વાર્તામાં અને પૂર્ણિમાગચ્છીય રામચન્દ્રસૂરિની કૃતિમાં વિક્રમને ધૂર્ત, દ્યૂતકાર અને કૂટકલાદક્ષ નિરૂપાયો છે, એટલું જ નહીં ‘કથાસરિત્સાગર' અંતર્ગત ચૌરશાસ્ત્રના પ્રણેતા મૂલદેવના કથાનક સાથે પણ એનો સંબંધ સ્વીકારાયો છે. વળી ‘બૃહત્કથા’ અને ‘કથાસરિત્સાગર’ની વાર્તાઓનો નાયક નરવાહનદત્ત, વસુદેવ-હિંડી'નો વદે અને ‘અંબડચરિત્ર'નો અંબડ વિદ્યાધર આદિ પાત્રો પરિવર્તિત થતાંથતાં વિક્ર લોકપ્રિય પાત્ર નિર્માયું છે, એ અભ્યાસીઓને સુવિદિત છે. વિક્રમ સાથે વેતાળનો પણ ઉદયભાનુએ કૃતિમાં બે વાર સંદર્ભ ૨ચ્યો છે ઃ એક તો, વિક્રમની ઓળખ આપતાં કહ્યું છે : “વિકટ વીર આગીઓ વેતાલ, સાહસથી જીત્યઉં તત્કાલ' અને બીજી વાર, આ વિકટ વીર વેતાલ જ મદનની મૂર્તિમાં પ્રવેશ કરીને યોગીવેશી વિક્રમના પૂર્વભવની વાતના સંદર્ભમાં લીલાવતીને પરણવા માટે યોજેલ યુક્તિને સફ્ળ બનાવી આપનાર છે. આ વેતાલનું પાત્ર કૃતિમાં અદ્ભુતનિષ્પત્તિ માટે વિક્રમવિષયક વાર્તાચક્રના સામાન્યતઃ બધા જ કવિઓએ ખપમાં લીધું છે. ‘વૈતાલ પચીસી', સિંહસન બત્રીસી' અને ‘પંચદંડ’ની વાર્તાત્રયીમાં પણ સિદ્ધવિદ્યાના પ્રતીક રૂપે વેતાલ અને વિક્રમના પાત્રની જેમ વેતાલનું પાત્ર પણ ‘કથાસરિત્સાગર’ની વાર્તાસૃષ્ટિ જેટલું જૂનું છે. ‘કથાસરિત્સાગર’માં ‘અગ્નિશિખ’, ‘પશિખ’, “ભૂતકેતુ' આદિ જુદાજુદા વેતાલના ઉલ્લેખો મળે છે. તે પૈકીનો ‘અગ્નિશિખ' અથવા આગિયો વેતાલ જ વિક્રમનો સહાયક. ઉદયભાનુએ વાર્તાચક્રની આ પરંપરાને સ્વીકારીને આગિયા વેતાલને વિક્રમનો સહાયક અહીં નિરૂપ્યો છે. વિક્રમના કથાનકની સંકલનામાં ઉદયભાનુએ પ્રયોજેલ સ્વપ્નપ્રસંગ કથાવસ્તુનો બીનિક્ષેપક પ્રસંગ છે. આ પ્રસંગથી સમગ્ર કથાનક એની એક નિશ્ચિત દિશામાં ગતિશીલ બને છે ઃ વિક્રમનું સ્વપ્ન, મંત્રી દ્વારા સ્વપ્નભંગ, મંત્રી પર : Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાનુરચિત “વિક્રમચરિત્ર રાસ' : એક દૃષ્ટિપાત D ૨૭૭ વિક્રમનો રોષ, મંત્રીની વિક્રમ માટેની ચિંતા અને દુઃખનિવારણ માટે ઉપાયશોધ. અવધૂતમિલન, લીલાવતીની માહિતી પ્રાપ્તિ, વિક્રમ અને મંત્રીનું ચંપાનગરી જવું, વેશપરિવર્તન કરી ચાતુર્યપૂર્વક લીલાવતી સાથે મંત્રીની મુલાકાત, મદનભુવનમાં નાટકયોજના, વિક્રમ-લીલાવતીની પ્રશ્નોત્તરી અને અંતે, બંનેનાં લગ્ન – એમ પ્રસ્તુત કૃતિના પૂર્વાર્ધનું કથાનક રચાય છે. આ પ્રસંગશ્રેણીના નિયોજનમાં ‘લિંગપરિવર્તનનું કથાઘટક ઉલ્લેખપાત્ર છે : વિક્રમ અને મંત્રી ચંપાનગરી તરફ નીકળ્યા છે, લીલાવતીની શોધમાં. ત્યાં માર્ગમાં એક જંગલમાં વિરહાનલથી ત્રસ્ત વિક્રમ દ્રાક્ષમંડપમાં નિદ્રાધીન થયો. એટલામાં એક વિદ્યાધરયુગલ આવ્યું અને વિક્રમને સૂતેલો જોઈ એના પગે જડીબુટ્ટી બાંધી. તેથી એ સ્ત્રી બની ગયો ! થોડીવાર પછી સ્ત્રીયુગલ આવ્યું ને બીજું ઔષધ પગે મૂક્યું તો એ પુરુષ બની ગયો ! આ પ્રસંગમાં ઉલ્લેખાયેલ જડીબુટ્ટીનો જાદુ અભુત રસની નિષ્પત્તિ તો કરે જ છે, પણ એ સાથે ભાવિ કથાવિકાસની ભૂમિકા અહીં રચાય છે. એ દૃષ્ટિએ લિંગપરિવર્તન'નું આ ઘટક અહીં motivationનું કાર્ય કરે છે. કૃતિના ઉત્તરાર્ધ (કડી ૨૨૦થી અંત સુધી)માં મુખ્ય કથાનકનું નિરૂપણ કવિએ હાથ ધર્યું છે. વિક્રમચરિત્રના પરાક્રમનું વર્ણન વાર્તાકારનું લક્ષ્ય છે. એથી માતા લીલાવતીને ધૂતીને પરણી જનાર પિતા વિક્રમને ધૂર્તતાનો પદાર્થપાઠ શીખવવાનો જાણે સંકલ્પ કરીને વિક્રમચરિત્ર ઉજ્જૈન પહોંચે છે. અહીં એક વણિક મિત્ર ચંપકની સહાયથી ઉજ્જૈનની પ્રજાને પોતાની ધૂર્તકલાના પરચા બતાવતોબતાવતો અંતે રાજા વિક્રમને પણ એનો ભોગ બનાવી દરબારમાં પ્રત્યક્ષ પ્રગટ થઈ પુત્ર તરીકેની પોતાની એ ઓળખ આપે છે. પુત્ર તરીકે ઓળખ આપતાં એ કહે છે કે, “મૂજ માતા ધૂતારી તુહે, તીઈ વાયર પુરવંચિઉં અલ્પે.” આમ વાતનો આ ઉત્તરાર્ધ પૂર્વાર્ધ સાથે અનુસંધાન પામે છે. આખી વાર્તાનું કથાઘટક, આમ, વ્યક્તિવિશેષનું મટીને, “શઠં પ્રતિ શાક્યમ્' કે “શેરને માથે સવા શેર' જેવી લોકોક્તિની દૃષ્ટાન્તકથાનું રૂપ લે છે. પરિણામે અહીં નિરૂપિત ઘટનાઓ પૂર્વયોજિત અને તેથી સહજ પ્રતીત ન થાય એ સ્વાભાવિક છે. રાજા વિક્રમ, લીલાવતી, મંત્રી, વિક્રમચરિત્ર, દેપા નાપિત, સેલુત શશિદેવ-મૂલદેવ. દામોદર પુરોહિત, ગોગ વેશ્યા, રજક એમ અનેક પાત્રોનો અહીં સંદર્ભ હોવા છતાં પાત્રનિરૂપણની દૃષ્ટિએ વાર્તાકારની કોઈ સર્જકશક્તિ વતી નથી એમ કહેવું જોઈએ. કૌતુકરસની આ કથાના સર્જનમાં ઉદયભાનુએ યથાવકાશ સૂચિત રીતે આલેખેલ સામાજિક પરિસ્થિતિઓ, લોકમાન્યતાઓના સંદર્ભે પ્રસ્તુત કૃતિને સાંસ્કૃતિક અધ્યયન માટે મહત્ત્વની ઠેરવે તેમ છે. એ જ રીતે એની સાડાચારસો વર્ષ પૂર્વેની ભાષાનો સંદર્ભ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સ્વરૂપને સમજવામાં ઉપકારક હોઈ ભાષાશાસ્ત્રના અભ્યાસમાં પણ એનું ઓછું મૂલ્ય નથી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પાદટીપ ૧. ઉદયભાનુરચિત ‘વિક્રમચરિત્રરાસ', સંપા. સ્વ. પ્રાઁ. બલવંતરાય ક. ઠાકોર, પ્રકા. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૭. ડૉ. રણજિત પટેલે (અનામી’) તેની વિસ્તૃત પ્રસ્તાવના અને નોંધપાત્ર શબ્દપ્રયોગોની સૂચિ આ સંપાદન સાથે પ્રકાશિત કરી છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ કાન્તિભાઈ બી. શાહ મારે આ લેખમાં જૈન સાધુકવિ સહજસુન્દરની એક અપ્રકટ કૃતિ ગુણરત્નાકર છંદ વિશે વાત કરવાની છે. જ્યાં સુધી આ કૃતિ અપ્રકટ છે ત્યાં સુધી સહજસુન્દર પણ પ્રકટ જેવા જ છે એમ કહું તો ચાલે. સહજસુન્દર ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ–ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. એમણે રચેલી નાનીમોટી કૃતિઓની સંખ્યા લગભગ ૨૫ જેટલી થવા જાય છે. એ રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન, સઝાય આદિ સ્વરૂપવૈવિધ્યનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મુખ્યમુખ્ય નીચેની કૃતિઓનો સમાવેશ થાય છે ? ૧. રષિદત્તા મહાસતી રાસ (ર.ઈ.૧૫૧૬), ૨. જેબૂસ્વામી અંતરંગ રાવિવાહલો (ર.ઈ. ૧૫૧૬), ૩. આત્મરાજ રાસ (૨.ઈ.૧પ૨૮), ૪. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ (ર.ઈ. ૧૫૩૬), ૫. તેતલીમંત્રીનો રાસ (ર.ઈ.૧પ૩૯), ૬. અમરકુમાર રાસ, ૭. ઇરિયાવહી વિચાર રાસ, ૮. સ્થૂલિભદ્ર ભાસ, ૯. પરદેશી રાજાનો રાસ, ૧૦. શુકરાજ/સુડાસાહેલી રાસ,પ્રબંધ, ૧૧. ગુણરત્નાકર છંદ/સ્થૂલિભદ્ર છંદ (ર.ઈ.૧૫૧૬), ૧૨. સરસ્વતીમાતાનો છંદ, ૧૩. રત્નકુમાર રત્નસાર ચોપાઈ/શ્રાવક પ્રબંધ (ર.ઈ. ૧૫૨૬), ૧૪. આંખકાન સંવાદ, ૧૫. યૌવનજરા સંવાદ, ઉપરાંત નવેક જેટલાં સ્તવનો-સઝાયો અને વ્યાકરણ (પ્રથમ પાદડ)નો એક સંસ્કૃત ગ્રંથ એમણે રચ્યો છે. આ રચનાઓમાંથી કેટલીક કૃતિઓનાં મળતાં રચનાવર્ષને આધારે સહજસુંદરનો જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમાંયે “ગુણરત્નાકર છંદ'નું રચનાવર્ષ ઈ. ૧૫૧૬નું હોઈ એમ કહી શકાય કે આ કવિને જન્મ પાંચસો વર્ષ લગભગ પૂરાં થયાં છે કાં તો થવામાં છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે પ00 વર્ષે પૂર્વેના આ કવિની ૨૫ જેટલી નાનીમોટી રચનાઓમાંથી માત્ર ૩ નાની રચનાઓ જ આટલાં વર્ષોમાં મુદ્રિત થઈ હતી. તે છે “કાયાપુર પાટણની સઝાય' (પ્રાચીન સઝાયસંગ્રહમાં), “નિંદાનિવારણ/પરિહારની સઝાય' (સઝાયમાલામાં) અને “કોશ્યા ગીત' (ર્જનયુગ. પુ.૧ અંક પમાં). સહજસુન્દરની બાકીની તમામ રચનાઓ હજી સુધી અપ્રકટ જ રહી હતી. તે પછી છેક હમણાં શ્રીમતી નિરંજના વોરા સંપાદિત પરદેશીરાજાનો રાસ” અને “સૂડાસાહેલી રાસ' અનુક્રમે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જુલાઈ–સપ્ટે. ૧૯૮૪ના અને ઑક્ટો.-ડિસે. '૮૫ના ભાષાવિમર્શ'ના અંકોમાં મુદ્રિત થયાં છે. (આ પછી, આ બે કૃતિઓ ઉપરાંત ‘તેતલિપુત્ર રાસ’ ‘રત્નસારકુમાર રાસ’ ‘ઇરિયાવહીવિચાર રાસ' “જબૂસ્વામી રાસ’ ‘ઇલાતિપુત્ર રાસ’ ‘સરસ્વતીમાતાનો છંદ', “સીમંધર સ્તવન” “શાલિભદ્ર સઝાય’ નિંદાવારક સજઝાય નિંદાની સઝાય’ ‘ધૂલિભદ્ર સ્વાધ્યાય” ને “કોણ્યા ગીત' એ કૃતિઓ નિરંજન વોરાએ સંપાદિત કરી ઈ. ૧૯૮૯માં “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પ્રકાશિત કરેલ છે.) પરદેશીરાજાનો રાસ’ ૨૧૨ કડીની માનવીનાં શુભાશુભ કર્મના ફળને નિરૂપતી પરદેશી રાજાના કથાનકને આલેખતી રચના છે, જ્યારે “સૂડાસાહેલી રાસ' ઉજ્જૈની નગરીના રાજા મકરકેતુ અને રાણી સુલોચનાની યૌવનમાં પ્રવેશેલી રાજકુંવરી સાહેલીની વિદ્યાધરપુરીના રાજકુંવર શુકરાજ સાથેની પ્રણયક્રીડાને નિરૂપતી કથા છે. પરદેશી રાજાનો રાસની તુલનામાં “સૂડાસાહેલી રાસ’ પ્રમાણમાં વિશેષ રસિક કૃતિ બની છે. દૃષ્ટાંતોની પ્રચુરતાવાળાં વર્ણનો, શૃંગારરસિક કથા અને પોપટ પંખીનું રૂપ ધારી રહેલા શુકરાજ સાથેની સાહેલીની પ્રીત, પોપટ મનુષ્યમાં રૂપપરિવર્તન, આકાશવાણી જેવાં ચમત્કારી તત્ત્વોનો વિનિયોગ આ કૃિતિને આસ્વાદ્ય બનાવે છે. પણ સહજસુન્દરની પ્રકટ-અપ્રકટ નાનીમોટી કૃતિઓમાં કાવ્યતત્ત્વની દૃષ્ટિએ સૌથી ચડિયાતી અને ઉત્તમ કૃતિ તો “ગુણરત્નાકર છંદ' જ, જે. અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં આજદિન સુધી અપ્રકટ જ રહી છે. ‘ગુણરત્નાકર છંદ'ની રચના ઈ.૧૫૧૬ (સં.૧૫૭૨)માં થઈ છે. કૃતિનો મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલિભદ્ર-કોશાના કથાનકનો છે. આખી રચના કુલ ૪ અધિકારમાં વહેંચાયેલી છે. પ્રથમ અધિકારમાં ૬૮ કડી બીજામાં ૧૬૦ કડી, ત્રીજામાં ૧૦૪ કડી અને ચોથામાં ૮૭ કડી એમ કુલ ૪ અધિકારમાં વહેંચાયેલી, ૪૧૯ કડીની આ રચના છે. સૌ પ્રથમ ગુરુને નમસ્કાર કરી સરસ્વતીદેવીની સ્તુતિ-પ્રશસ્તિથી કવિ કૃતિનો આરંભ કરે છે. કેવળ કૃતિના આરંભે જ નહીં, પણ પ્રત્યેક અધિકારના આરંભે કવિએ મા શારદાનું સ્મરણ કર્યું છે. ગુણરત્નાકર છંદ' વાંચતાં એક કથાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ તરફ આપણું સહેજે લક્ષ દોરાય છે તે મારી દૃષ્ટિએ આ પ્રમાણે છે : ૧. આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગૌણ પ્રયોજન રહ્યું છે. ૨. સ્થૂલિભદ્ર-કોશાની જાણીતી કથાના કેટલાક મહત્ત્વના પ્રસંગોને મલાવી. બહેલાવીને કવિએ વર્ણવ્યા છે. કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. ૩. સમગ્ર કાવ્યકૃતિના અંતરંગ કરતાં બહિરંગની કવિએ વિશેષ માવજત કરી છે. કાવ્યનું બહિરંગ એ વિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ' D ૨૮૧ ૪. ચારણી છંદોલયના રણકારવાળા વિવિધ છંદોને કવિએ અહીં ખૂબ લાડ લડાવ્યાં છે, અને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે. પ. કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા પણ અહીં છતાં થાય છે. આ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ‘ગુણરત્નાકર છંદનું રસદર્શન કરવાનો અહીં ઉપક્રમ છે. ૧-૨ આ કવિના પરદેશી રાજાનો રાસ' અને “સૂડાસાહેલી રાસમાં કેટલાંક આલંકારિક વર્ણનો અને કાવ્યાત્મક અંશો આવતાં હોવા છતાં એકંદરે વાર્તાકથન સીધેસીધું ગતિ કરતું જોવા મળે છે. એની સરખામણીમાં “ગુણરત્નાકર છંદ એક જુદી જ છાપ ઊભી કરે છે. કવિને અહીં વાત કહી જવાની કશી ઉતાવળ જણાતી નથી. પ્રથમ અધિકારમાં ૧૭ કડી સુધી સરસ્વતીદેવીનું મહિમા-પ્રશસ્તિગાન ચાલે છે. પછી આવે છે યૂલિભદ્રની પ્રશસ્તિ. છેક ૪૭મી કડીએ તો કવિ પાડલપુર નગરીનું વર્ણન આરંભે છે, જે ૬૦ કડી સુધી ચાલે છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્ર-જન્મોત્સવ, બાળક સ્થૂલિભદ્રનો લાલનપાલન સાથે થઈ રહેલો ઉછેર, યૂલિભદ્રની બાળચેષ્ટાઓ, એમની યૌવનમાં સંક્રાન્તિ અને પછી યુવાન સ્થૂલિભદ્રનો કોશા સાથેનો ભોગવિલાસ – આમ એક પછી એક આવતાં વર્ણનોના પ્રવાહમાં તણાતા વાચક માટે વાર્તાકથન જાણે કે ગૌણ બની જાય છે. તેથી તો કવિ શકટાલના રાજખટપટથી થયેલા મૃત્યુના કથાનકને અહીં સવીગત કહેવાને બદલે ત્રીજા અધિકારના આરંભે સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને જ આગળ વધે છે. કવિને તો રસ છે રાજાનું તેડું આવતાં સ્થૂલિભદ્રની વિમાસણના ચિત્ર-આલેખનમાં. સ્થૂલિભદ્રનો વૈરાગ્ય, કોશાનો પીંખાયેલો મનમાળો, એની વિરહદશા – આ વર્ણનમાં ત્રીજો અધિકાર સમાપ્ત થાય છે, જ્યારે ચોથો અધિકાર ચોમાસું ગાળવા આવેલા. સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોઇના પ્રયાસોના ચિત્રવર્ણનમાં રોકાય છે. કામવિજેતા સ્થૂલિભદ્રનો કોશાને બોધ અને અંતમાં કોશાનું હૃદયપરિવર્તન – ત્યાં કૃતિ સમાપ્ત થાય છે. જેમ કંઠે ધારણ કરેલી રત્નમાળાનો દોરો તો કેવળ આધાર જ હોય, ને શોભા તો દોરામાં ગૂંથાયેલાં રત્નોની જ ઝગમગી ઊઠે તેમ “ગુણરત્નાકર છંદ'માં પાતળા કથાતંતુનો આધાર લઈ કવિએ વર્ણનોને બહેલાવીને નિરૂપવા પ્રત્યે બધું ધ્યાન કેન્દ્રિત કર્યું જણાય છે. આ વર્ણનોને કવિએ કેવી વિવિધ રીતિઓ દ્વારા સૌંદર્યમંડિત કર્યા છે અને એમ કરતાં કાવ્યના બહિરંગને શોભાયમાન કરવામાં કેવી માવજત લીધી છે તે અહીં સદૃષ્ટાંત જોવાનું રહેશે? પહેલી વાત તો એ લક્ષમાં રાખવાની કે જો “ગુણરત્નાકર છંદ'નો સાચો આસ્વાદ કરવો હોય તો કાનને બરાબર સરવા રાખવા પડે. જો કાન સરવા ન રહ્યા છે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તો એનું મોટા ભાગનું સૌંદર્ય ચૂકી ગયા સમજો. આંતરપ્રાસ, અન્ત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, રવાનુકારી શબ્દપ્રયોજના, ચારણી છંદોમાં સાંભળવા મળતો લહિલ્લોળનો રણકો અને ક્વચિત કંક્ય-વાઘ સંગીતની સૂરાવલિ આ બધામાંથી ઊઠતું એક વિશિષ્ટ નાદસંગીત અહીં અસંખ્ય કડીઓમાં માણી શકાશે. કેટલાંયે વર્ણનો અહીં સંગીતબદ્ધ બની આપણને લયપ્રવાહમાં ખેંચી જાય છે. કવિ કાન્તની પંક્તિને અહીં જુદા અર્થમાં પ્રયોજી આપણે કહી શકીએ - ચિત્ર સંગીત થાય.' -V સરસ્વતીની પ્રશસ્તિ કરતી પ્રથમ અધિકારની ૯મી કડી જુઓ : ઘમઘમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણરણતય, કરિ ચૂડિ રણકંતિ કિ દિપ્પઇ, તુહ સિંગાર કીઉ સહ ઉપ્પઇ. અહીં ઘૂઘરનો ઘમકા૨ અને ઝાંઝરના રણઝણાટથી કવિ આપણને સંગીતમય વાતાવરણમાં ખેંચી જાય છે. અહીં રવાનુકારી શબ્દો, ઝડઝમક અને બે અક્ષરી આર્યાનો છંદોલય – બધું સમન્વિત થઈને નાદસંગીત ઊભું કરે છે. = ૨૮મી કડીની પ્રથમ પંક્તિ ‘ગુણ રોલ લોલ કલોલ કીરતિ ચપલ ચિહું દિસિ હિંસએ’માંની ઝડઝમક આકર્ષિક બની છે. ૨મી કડીમાં – ......જોતર્યા ધર ધડહુડઇ, .....મલપતા ગજ ગડઅડઇ, હણહણઇ ઉપશમ શ્રેણિ હયવર ધરા ધપમય ગવઇ આ પંક્તિખંડોમાંના રવાનુસારી શબ્દોમાંથી ઊપસતું સંગીત ધ્યાનાકર્ષક બને છે. કવિ અનેક જગાએ ભિન્નભિન્ન અર્થવાળા એક જ શબ્દને બે વાર પ્રયોજીને અથવા સમાન ઉચ્ચારવાળા બે શબ્દસમૂહ ગોઠવીને એક પ્રકારની શબ્દચાતુરીની રમત ખેલતા દેખાય છે. પાડલપુર નગરીનું વર્ણન ચિત્રાત્મક તો બન્યું જ છે, સાથે કવિ આવી શબ્દચાતુરી પણ દાખવે છે. જુઓ કડી ૪૮ : ન મોટે મંદિર બહૂ કો રણીઆં. નયંણ ન દીસઇ તિહાં કો રણીઆં, સૂર વહઇ નિતુ કરિ કો દંડહ, કહ તીરઈ નવ દેહ કો દંડહ.’ અને કડી ૫૪ની પંક્તિ ઃ પાલખી† બઇસઇ નરપાલા, હીંડઇ એક વલી નર પાલા. આ પાડલપુર નગરી, એનાં પ્રજાજનો, એની પોષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરકૂપ આદિ જળાશયો, એના રાજવી અને મંત્રી બધી વીગતોને સમાવી લેતું પ્રાસાનુપ્રાસયુક્ત નગરવર્ણન કવિ કરે છે. બીજા અધિકારનો આરંભ થાય છે પુત્રજન્મોત્સવના ચિત્રાત્મક રસિક Page #296 -------------------------------------------------------------------------- ________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ | ૨૮૩ વર્ણનથી. પંચ શબદ વાજઇ વલિ ઢોલહ મૃગનયણી મંગલ મુખિ બોલહ. દૂહા, ગીત ભણઈ ગુણગાથા. કુકમ કેસરના ઘઈ હાથા. તલીઆ તોરણ નઈ ધજ ગૂડી, લહલહતી દીસઈ અતિ રૂડી, ચંદ્રઅડ ઊભવા વિચિત્રહ, નાચઈ પાત્ર સરૂપ વિચિત્રહ. પણ પછી તો આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છે : * ઘણ ગજ્જઈ જિમ કરીય સુવલ, વજ્જઈ ધધિકિટ બેંકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોગિનિ તિર્થંગ નિરાકટ થીંગા. તાથગિનિ તાથગિનિ તિઘુગિનિ તિઘુગિનિ, સિરિગમ માધમિ તુસર સરે, નીચાણ કિ દ્રમતિ દ્રમદ્રમ, કહયંતિ દ્રહદ્રહ કૂલ્ફકાર કરે, ઝધરિ ઝણઝણકંતિ, ભેરી ભણકંતિ, ભોં ભૌ ભૂગલ ભરહરય, ઘૂગ્ધર ઘમઘમકંતિ રણશરણ કંતિ સસબદ સંગિતિ સદવરે. આવાં સ્થાનોમાં ચારણી કાવ્યસંગીતનો ઠાઠ જોવા મળે છે. પુત્રજન્મોત્સવ પછી કવિ સ્થૂલિભદ્રના શૈશવને વર્ણવે છે. અહીંયે કથાનિરૂપણ કરતાં વર્ણનનો રૂપછાક જ ધ્યાન આકર્ષિત કરે છે. “લાલઈ પાલઈ નઈ સંચાલઇ, સુત સાંહાંમઉ વલિ વલિ નિહાલઈ”માં “લ” કારનાં અને ક્રિયાપદોમાંનાં ‘અઈ’ ઉચ્ચારણોનાં પુનરાવર્તનોમાંથી ઝમતું નાદસૌંદર્ય માણી શકાશે. હાથ સાંકલાં સોવિન વીટલડી, હાથી વાંકડલી વલી કડલી. કુલી કમલ ધસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી. આ કડીમાંનું લાલિત્યભર્યું ચિત્ર નોંધનીય છે. સ્થૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાંની ચિત્ર-સંગીતની જુગલબંધી જુઓ : ચાલઈ ચમકતી, થમ થમ કતલ, રમઝમ કતલ, ઠમકત. લીલા લટકંત, કર ઝટકંતી, ક્ષણિ ચટકંતી, વિલનંત, પુહની તલિ પડતી. પુત્ર આખડતલ, ન રહઈ રડતઉ, ઠણકતઉં. પ૬મી કડીમાં યુવાન સ્થૂલિભદ્રને જોઈને એમની ઓળખ અંગે કોશાના પ્રશ્નોની રમઝટ અને સખીઓનો પ્રથમ “ના ના... અને પછી “હા હામાં એકાક્ષરી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પ્રત્યુત્તર “ષટ્રપદી' શ્લોકમાં વર્ણનની જમાવટ કરે છે ? પૂછઈ સહીઅર સાથિ ઈદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતીભરતાર ચંદ્ર-સૂરિજ કઈ, ના ના, નલ કુબ્બર કઈ ધનદ કઈ સુરવલ્લભ, ના ના, ભરફેસર હરિચંદ દેવનારાયણ કિ, ના ના. કોશાની પ્રશ્નાવલિ આગળ ચાલે છે – સખી સુઉ જે શ્રવણિ, સગુણ નર સોહઈ કિ, હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાંણ કિ, હા હા, * * * ચઉરાસી આસન કોકરસ લહઈ કિ. હા હા. સુક બહુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ, હા હા. સ્થૂલિભદ્રને વશમાં લેવાની વાત કોશા અતિશયોક્તિ અલંકારથી નિરૂપે છે : હેવ ઉડાડી કેમ હાથિ પોપટ્ટ બહઠી ધીમે ધીમે શૃંગારનિરૂપણ વધુ ઘેરો રંગ ધારણ કરે છે. કોશાનું અંગલાવણ્ય. એનાં વસ્ત્રાલંકારો, એના પ્રપંચી હાવભાવ એ બધાં વર્ણનોમાં કવિ હવે વાચકને ઘસડી જાય છે ? મયમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઇ મેહલઈ માન મરટ. ખેડાં સોવિન ખીંટલી, વેણી કરિ તરૂઆરિ, યૌવનરસ જોઈ ચડી, મારઈ મૂલિ કુઠારિ. અને પછી વૃદ્ધનારાચ છંદના લયસંગીતની રમઝટ જુઓ : સુવત્ર દેહ, રૂપ રેહ, કામ ગેહ ગજ્જએ, ઉરથ હાર, હીર ચીર, કંચુકી વિરજ્જએ. કટક્કિ લંકિ ઝીણ વંક ખગ્નિ ખગ્નિ કુમ્મએ, પયોહરાણ પકિખ પકિખ લોક લખ ઘુમ્મએ અનંગરંગ અંગ અંગ કોસિ વેસિ દકખએ, કડકખ ચખ તીર તિખ તિકિખ તિકિખ મુકએ. પછી તો કોશાનો આવાસ, એની સાજસજાવટ, શોભીતા મંડપ, વાદિત્રવાદન, ચંદરવા ને તોરણ, જલસ્નાન, સુગંધી દ્રવ્યોસ્વાદિષ્ટ ભોજન, નાચગાનનાં વર્ણનોમાં કવિ આગળ વધે છે. ૧૧૪મી કડીમાં કવિ કોશાને સરોવરના રૂપકથી વર્ણવે છે : નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર, Page #298 -------------------------------------------------------------------------- ________________ સહજસુન્દર અને ‘ગુણરત્નાકર છંદ’ ] ૨૮૫ ભમુહ ભહિ રણઝણત, નયનયુગ મીન સહોદર, પ્રેમ તણઉ જલ બહુલ, વયણ રસલિહિર લત્તિ, કબરી જલ રસવાલ, પાલિ યૌવન મયમત્તિ. નવ ચક્કવાક થણહરયુગલ, કરઇ રંગ રાતિ રમલિ, શ્રી સ્થૂલિભદ્ર ઝિલ્લઇ તિહાં, રમ† હંસહંસી જમલ. અહીં કોશા સરોવર, મુખ કમળ, આંખો મીનદ્રય, પ્રેમ જલ, વાણી રસલહરી, અને સ્તનયુગ્મ ચક્રવાકયુગલ તરીકે વર્ણવાયાં છે. આ રૂપકમઠ્યા ચિત્રમાંયે બહિરંગનું સૌંદર્ય તો કવિ જાળવે જ છે. ‘નારિ સરોવ૨ સબલ, સકલ, મુખકમલ મનોહર' આ પંક્તિમાં 'સ' શ્રુતિનાં આવર્તનો અને સબલ, સકલ, કમલ નો શબ્દાનુપ્રાસ નાદસંગીત ઊભું કરે છે. પછી આવે છે મધુમાસ વસંત. કવિ વસંતપ્રભાવ હેઠળ કોશા-સ્થૂલિભદ્રનો રંગરાગ વર્ણવે છે. કોશાની વેશભૂષા, અંગોપાંગો અને શૃંગારી હાવભાવનાં વર્ણનો આગળ ચાલે છે. રાતા નખવાલી, મય મતવાલી, લોયણ તાકઇ તીર. - * કંચૂકસ બાંધી, ગોલા સાંધી, ઘૂમઇ ગોણ ગાત્ર. કામક્રીડાનાં વર્ણનો સુધી કવિ આગળ વધે છે પોપટ દ્રાખ તણઉ રસ ઘૂંટ, પિસ પડી સૂડી નિવ છૂટઇ, દોઇ કર પાખર બંધન ભીડઇ, આંકસ નખ દેઇ તન પીડઇ. આમ બીજો અધિકાર સ્થૂલિભદ્ર-કોશાના ભોગવિલાસના નિરૂપણમાં સમાપ્ત થાય છે. ત્રીજા અધિકારમાં રાજ્યનું નોતરું, પરિણામે સ્થૂલિભદ્રની વિમાસણને કવિએ બળદના ઉપમાનથી ચિત્રબદ્ધ કરી છે તે જુઓ : જે હીંડાઉ મોકલવટઇ, માથઈ ન પડ્યું ભાર, તે ધોરી ૨ જોતરઇ, ધૂણઇ સીસ અપાર. એક તરફ રાજ્યનું તેડું ને બીજી તરફ કોશાની કાકલૂદીનું એક સુંદર વિરોધચિત્ર કવિ અહીં ખડું કરે છે. આખું ચિત્ર સ્વભાવોક્તિ ચિત્રનું સરસ ઉદાહરણ બને છે ઃ જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રહંતિ, આગલ પાછલ ઊતરી, પ્રીઉ પાલવ ઝાલંતિ. કોશાની વિરહદશાનું જે લાંબું વર્ણન કવિ કરે છે તે ચિત્રાત્મક, આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, પ્રાસાનુપ્રાસ અને ઝઝમકથી પ્રચુર બનવા સાથે ક્વચિત્ શબ્દશ્લેષયુક્ત પણ બન્યું છે. આવા દ્વિઅર્થી શબ્દપ્રયોગવાળી પંક્તિનાં યમક અલંકારવાળાં કેટલાક ઉદાહરણ જુઓ : * ક્ષણિ બાહિરિ ક્ષણિ ઊભી તડકઇ, રીસભરી સહીઅર સ્યઉં તડકઇ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય * રોવાઈ. રીંખઈ, આંસૂ પાડઈ. કોલાહલ થયઉ આખઈ પાડઈ. જ નર વિણ કવણ વસઈ ખોલડીએ, એ એક ગમઇ પ્રીયનઈ ખોલડીએ. * હાર દોર દીસઈ નવિ ગલઈ એ, ભોજન મુખિ સરસ નવિ ગલઈ એ. * ભમરીની પરિ પીઉ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી. * વિરહ વિયોગ ભરી આકંઠહ ન લહઈ દુકખસાગર ની કંઠહ. ગુરુનો આદેશ મેળવી ધૂલિભદ્ર કોશાને ત્યાં ચોમાસું ગાળવા ગયા. સ્થૂલિભદ્રને જોઈ દાસીએ વધામણી ખાધી. વિચાર્યું કે હવે દુઃખ ભાંગશે ને આનંદનાં પૂર ઊમટશે. પણ સ્થૂલિભદ્રનો તો એક જ ટૂંકો બોલ “અહ્મ યોગી, ઘઉં ચઉમાસિ ઠામ' કોશાને હતાશ કરે છે. ચોથા અધિકારમાં સ્થૂલિભદ્રનું મન રીઝવવાના કોશાના પ્રયાસોનું શૃંગારરસિક વર્ણન છે, પણ ત્યાંયે કવિએ કાળજી તો કાવ્યના બહિરંગ-સૌંદર્યની જ લીધી છે. નૃત્ય-સંગીતનું સંગીતબદ્ધ વર્ણન જુઓ : * નાચઈ નાચ કરી સિંગાર વિધિકટ બેંકટના ધોકારહ, ચોલઈ ચીર કસી કરિ ચરણા, ઘમકાવઈ ઝમકાવઈ ચરણા. * તંતી તલ તાલ તવલ દમ દમકઈ ધપમપ દ્રઢંકાર કર્યો. ધોંકટ કટકટ ટૅગગમ Š તિથનગિ તિથગિ નિપાડગયું. સિરિ સિરિ ગમગમ મઝિમરિ ગગમમ પધમમપ ધુનિ ગીયર, નાચાં ઇમ કોશિ કલાગુણ દાખઈ, બોલતિ છંદતિ કવિત જસં. નીચેની કડીના આંતરપ્રાસ જુઓ : કોશા વેશ્યા રમણિ, કેલિ જસા નમણિ, હંસ લીલા ગમણિ, ચતુર ચંપકવરણિ, ઘૂમઈ ઘૂઘર ઘણણિ, જમલિ ઝંઝર ઝણણિ. નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહડઈ ધરણિ, વલી વલી લાગઇ ચરણિ, ચવાઈ બોલ મીંઠા વયણિ, ગુણવેધ ભેદ દાખઈ ઘરણિ, પ્રાણનાથ તોરાં શરણિ. રમણિ, નમણિ, ગમણિ વગેરે ૧૨ શબ્દોનો પ્રાસ અહીં છે. કોશાના હૃદયપરિવર્તન સાથે કાવ્યની સમાપ્તિ થાય છે. આપણે અહીં કવિએ કાવ્યના સમગ્ર બહિરંગને સૌંદર્યવિભૂષિત કર્યું છે તેનો પરિચય કર્યો. પણ એનો અર્થ એ નથી કે અહીં કૃતિના અંતરંગની છેક જ ઉપેક્ષા થઈ છે. આગળ પણ જેનો ઉલ્લેખ થયો જ છે એવાં કોશા-સ્થૂલિભદ્રનાં પાત્રોમાં જોવા મળતી વિમાસણ, વેદના. વિરહ, કાકલૂદી જેવી ભાવસ્થિતિ-મન સ્થિતિમાં કલાત્મક નિરૂપણો પણ અહીં છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અન્યોક્તિ, સ્વભાવોક્તિ જેવા અથલિંકારોથી પણ કેટલાંયે ચિત્રો મંડિત થયાં છે. ઉત્કટ Page #300 -------------------------------------------------------------------------- ________________ શૃંગા૨૨સની નિષ્પત્તિ પણ અહીં આસ્વાદ્ય બની છે. સ્થૂલિભદ્રને સૌ પ્રથમ જોઈને કોશાના મનની સ્થિતિ કેવી બની ? સાંહાંમૂ લાગી ઝૂરવા જલ વિણ જિસ્મઉ તલાવ. જગતને લોભાવનારી કોશા સ્થૂલિભદ્રની જાણે કિંકરી બની ગઈ. ગોત્રજ, ગૌરી, ગણેશને એ વીનવવા લાગી કે તમે એવી કૃપા કરો કે સ્થૂલિભદ્ર મારે વશ થાય. દેયો બુદ્ધિપ્રકાશ, હાથિ માહરઇ જિમ આવઇ. સહજસુન્દર અને ‘ગુણરત્નાકર છંદ’ ] ૨૮૭ કોશા સ્થૂલિભદ્રને કહે છે કે ‘હું તમારો સંગ નહીં છોડું, પછી ભલેને સૂરજ પશ્ચિમમાં ઊગે, પવન સ્થિર થઈ જાય, કનકાચલ પર્વત ડગી જાય, નદીમાં અવળાં જળ વહેવા લાગે, સાપ એનું વિષ છાંડે, ચંદ્ર શીતળતા ત્યજે ને હિમાલય આગ વરસાવે.' રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્રે અનુભવેલી વિમાસણ કાવ્યસ્પર્શ પામી શકી છે. કોશાની કાકલૂદીને પણ કવિએ અલંકૃત કરી છે ઃ ભૂપાલ ભલેરા, પુરુષ અનેરા તે નાવઇ આવાસિ, વેશ્યા અકુલીણી થઇ સકુલીણી, જઇ બઇઠી તુજ પાસિ, ચિંહુ દિસિ ચઉસાલી, એ પરશાલી, તુજ વિણ સૂની આજ. કોશાએ સ્થૂલિભદ્ર માટે શો ભોગ આપ્યો છે તે અહીં ઉપરની પંક્તિઓમાં ભાવવાહી રીતે પ્રગટ થયો છે. સ્થૂલિભદ્રની દ્વિધાનું ચિત્ર જુઓ કોશા મન પાડઇ, બંધવ ત્રાડઇ, રાય તણી થઇ આંણ, હઇડઇ દુખિ દાધઉં, બહું પરિ બાધઉં, કહઉ કિમ કરું વિનાંણ. સ્થૂલિભદ્રે વૈરાગ્યનો સ્વીકાર કર્યાની વાત જાણ્યા પછી કોશાની મનોવેદના એના જ શબ્દોમાં જુઓ. મનપંખીએ બાંધેલા માળાને પોતાને હાથે જ પીંખી નાખતા નિર્દય દૈવને ઠપકો આપતાં એ કહે છે ઃ મનપંખી માલુ કરી, રહિ તું ઘણઉં સદૈવ, તે માલઉ તુઝ ભાંજતાં દયા ન આવી દૈવ. કોશાની હૃદયવેદના જુઓ 1 — ઓલંભા સાજણ તણા કેમ સહું ગુણવંત, તુઝ વિણ અવ૨ ન કો ગમઇ નાહ મલે જ અંત. જે મનમાંન્યા આપણઇ તે તસુ મીંઠા હોઇ' પંક્તિમાં કોશાની વિરહસ્થિતિ ભાવપૂર્ણ રીતે પ્રગટ થઈ છે. ત્રીજા અધિકારની ૬૧થી ૭૮ કડીમાં કોશાની વિરહદશા ઉત્કટતાથી અને ચિત્રાત્મક રીતે આલેખાઈ છે. ૪ આગળના ત્રીજા મુદ્દામાં કાવ્યને સૌંદર્યઓપ આપવામાં કેવી માવજત લેવાઈ છે તેની વાત કરતાં છંદની વાત પણ કરી જ છે. છતાં આને એક જુદો મુદ્દો એટલા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય માટે કરવો પડ્યો છે કે કવિએ છંદોને અહીં ખૂબ લાડ લડાવ્યાં છે. કવિ છંદપ્રયોજના પ્રત્યે સભાન છે, તેથી તો કૃતિનું શીર્ષક જ “ગુણરત્નાકર છંદ' રાખ્યું છે. પ્રથમ અધિકારની ૧૮મી કડીમાં કવિ સ્વસંકલ્પ છતો કરતાં કહે છે : આંણી નવ નવ બંધ, નવ નવ ઇંદેણ નવ નવા ભાવા, ગુણરત્નાકર છંદે વસ્સિધ ગુણ ધૂલિભદ્દસ્ય. વળી કવિ ૩૭મી કડીમાં કહે છે – નવ નવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ, રંગવિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. ૩૮મી કડીમાં કહે છે – છંદ છંદ સહુ કો ભણઇ, છંદ વિના ચઉં છંદ, છંદઉ કરિ જાણઈ જિ કે તેહ ધરિ પરિમાણંદ, અહીં ઉપયોગમાં લેવાયેલા છંદોનાં બંધારણ કે માપ વિશે તજ્ઞો જ વધુ કહી શકે પણ એટલું તો સ્પષ્ટ છે કે અહીં વપરાયેલા છંદોમાં ઘણું વૈવિધ્ય છે. એમાંથી ચારણી છંદોલયનું વિશિષ્ટ સંગીત અને રણકો પેદા થાય છે. ઠેરઠેર આવતા રવાનુકારી શબ્દો, ઝડઝમક, પ્રાસાનુપ્રાસની એને સંગત મળી છે અને આ કૃતિનું એ મહત્ત્વનું આભૂષણ બની આવ્યું છે. કવિએ કડીસમૂહોને મથાળે છંદોની નોંધ પણ કરી છે. આ બે અક્ષરી આર્યા, રેડકી, છપ્પય, સારસી, દુહા, મડયd, ત્રિભંગી, લીલાવતી. વૃદ્ધનારા, પાધડી, હાટકી, ભુજંગપ્રયાત. અડયલ, રસાઉલઉ. મુત્તાદામ વગેરે છંદો નોંધાયેલા મળે છે. એ બધામાં દુહા તો પ્રચુર માત્રામાં છે. ઉપરાંત રેડકી અને હાટકી છંદની પણ વિપુલતા દેખાય છે. લીલાવતી છંદમાં રચાયેલી એક કડી જુઓ : ચાલઈ ચમકતલ, થમમિકતી, રમઝમ કતી, ઠમકતી, રૂડઉ દીસતઉ, મુખિ બોલત, હય હીંસતી, રીંનંત, લીલા લટકંતી, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતી વિલનંતી, પુણવતલિ પડતઉં, પુત્ર આખડતલ, ન રહઈ રડતઉં, ઠણકત. વૃદ્ધનારાજ છંદનું એક ઉદાહરણ જુઓ : ચહ્નતિ મોર ચિત્ત ચોર હાવભાવ મંડએ, જૂવત્તિ મત્તિ રત્ત ચિત્ત હત્યિ નખિ ખંડએ, અવંગ રંગ અંગ અંગ કોસિ વેશિ દમ્બએ, કડખ ચખ તીર તિન્મ તિકિખ તિકિખ મૂકએ. આ કૃતિમાં કવિનાં બોધ, નિરીક્ષણો, સમાજ-વ્યક્તિ-વૃત્તિ વિશેનાં અનુભવજ્ઞાન અનેક જગાએ વેરાયેલાં છે અને એ બધુ પણ કૃતિને એની રીતે ઘાટ આપવામાં કામે લાગ્યું છે. આરંભે જ સરસ્વતી દેવીની મહિમા-પ્રશસ્તિ ૧૭ કડી સુધી ચાલે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ' D ૨૮૯ તે ઉપરાંત પ્રત્યેક અધિકારનો આરંભ કવિ શારદાના નામસ્મરણથી કરે છે. પાડલપુર નગરીનો ઠાઠમાઠ ને વૈભવ ચોદેક કડી રોકે છે. વેશ્યા પ્રેમનાં કેવાં નાટક કરી શકે તેની વિગતો અને શું-શું પરહરવું જોઈએ તેની યાદી કવિ આપે છે. કોશાને મુખે કવિએ અકુલીન કુગૃહિણીનાં કૂડકપટ કહેવડાવ્યાં છે. પિયુ સ્ત્રીને વશ કેવી રીતે થાય એના તરીકા અહીં છે. રાજા કેવો હોય છે, સંસાર કેવો અસાર છે, યૌવનનું પાપી પૂર કેવા ઉન્માદો કરાવે છે તેની વાત કવિ કરે છે. સંસાર અને જન્મ કેવા વેદનાપૂર્ણ છે તે કહેવાને સંદર્ભે ગર્ભધારણ અને પ્રતિમાસ થતા ગર્ભવિકાસની વીગતો અહીં રજૂ થઈ છે. જે પાપો કરી નરકમાં જાય છે તે કેવી વેદના ભોગવે છે તેનો ચિતાર, મદનની વ્યાપ્તિ અને વિષયવાસનાનો દ્રોહ પણ અહીં વર્ણવાયાં છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : * વિષય વખાણ્યઉ પીડીઉ, અગનિ તણી જિમ ઝાલ, વિનય વિવેક વિલાસનઉં વન બાલઈ તતકાલ. (૪.૫) * જિનમારગિ ધાડૂ કરઇ, મયણ થઈ અવધૂત, કુણ સેવઈ તે પાપીઉં, નરગ તણી જે દૂત. (૪.૪૭) * મોર ઘણઉં નાચઈ રમઇ, પણિ પગ જોઈ રોય, તિમ ઉતપતિ છઈ આપણી, ગરવ મ કરસ્યઉ કોય. (૪.૧૬). આ બધા વિશે વાત કરતાં અનેક ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતોને તો કવિએ ઉપયોગમાં લીધાં જ છે, ચિત્રો પણ ઊભાં કર્યાં છે. કૃતિની બોધાત્મકતા પણ કાવ્યનો અંશ બનીને આવે છે. આ કૃતિના બાહ્યાંતરમાં જે કાવ્યાત્મક-આસ્વાદ્ય અંશો છે તે બધું જ એના કત સહજસુન્દરની કેવળ પોતીકી સર્જકપ્રતિભામાંથી પ્રકટી આવ્યું છે એમ તો કેમ જ કહેવાશે ! મધ્યકાળના બધા જ કવિઓ વિષય કે એની અભિવ્યક્તિ પરત્વે પરંપરા સાથેના સાંધણથી અલિપ્ત નથી જ, પ્રેમાનંદ સુધ્ધાં. એટલે અહીં પણ છંદો, એનું સંગીત, વર્ણનો, અલંકારો, ઝડઝમક, શબ્દચાતુરી, રવાનુકારી શબ્દયોજના એ બધા ઉપર પરંપરાનો પ્રભાવ પણ હોવાનો જ. પણ એ સ્વીકાર્યા પછી પણ, આપણને આ કૃતિ પૂરતી સીધી નિસબત છે તે કાવ્યસૌંદર્યના જે અંશો અહીં આસ્વાદ્ય જણાયા તેની નોંધ લેવાનો આ નમ્ર પ્રયાસ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો ‘શીલોપદેશમાલા બાલાવબોધ’ શીલોપદેશમાલા બાલાવબોધ'ના કર્તા ઉપાધ્યાય મેરુસુંદર વિક્રમના સોળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેઓ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ (વિ.સં.૧૪૪૯-૧૫૧૪)ના પટ્ટશિષ્ય આચાર્ય જિનચન્દ્રસૂરિ (વિ.સં.૧૪૮૭–૧૫૩૦)ના શિષ્ય વાચક રત્નમૂર્તિગણિના શિષ્ય હતા. તેમની કૃતિઓના આધારે તેમનું વિહારક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હોવાનું જાણી શકાય છે. તેમના જીવન વિશે વધુ કોઈ માહિતી મળતી નથી. રમણીક શાહ મેરુસુંદર ઉપાધ્યાય તેમના રચેલા બાલાવબોધોને લીધે પ્રસિદ્ધ છે. અત્યાર સુધી તેમના રચેલા સોળ બાલાવબોધો મળી આવ્યા છે ઃ ૧. શત્રુંજયસ્તવન (૨.સં.૧૫૧૮), ૨. પુષ્પમાલા પ્રકરણ (૧૫૨૩), ૩. ષડાવશ્યકસૂત્ર (૧૫૨૫), ૪. શીલોપદેશમાલા (૧૫૨૫), ૫. ષષ્ટિશતકપ્રકરણ (૧૫૨૭), ૬. કર્પૂરપ્રકરસ્તોત્ર (૧૫૩૧), ૭. વાગ્ભટાલંકાર(૧૫૩૫), .. ભકતામરસ્તોત્ર, ૯. ભાવારિવારણસ્તોત્ર, ૧૦. કલ્પપ્રકરણ, ૧૧. પંચનિગ્રંથીપ્રકરણ. ૧૨. યોગશાસ્ત્ર, ૧૩. વિદગ્ધમુખમંડન, ૧૪. વૃત્તરત્નાકર, ૧૫. ઉપદેશમાલા અને ૧૬. અતિશાંતિ સ્તવન. આટલી કૃતિઓ પરના તેમના બાલાવબોધો મળે છે જેમાં ષષ્ટિશતક’, ‘વાગ્ભટાલંકાર' (બન્નેના સંપાદક ડૉ. ભો. જ. સાંડેસરા) અને ‘શીલોપદેશમાલા’(ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. રમણીક શાહ વગેરે) ૫૨ના એમ ત્રણ બાલાવબોધો પ્રકાશિત થયા છે. આ બાલાવબોધો ઉપરાંત તેમના નામે પ્રશ્નોત્તરપદશતક' નામે એક ગુજરાતી રચના અને છ જેટલા નાનાનાના સંસ્કૃત પ્રાકૃત, અપભ્રંશ સ્તોત્રો પણ મળે છે. ગુજરાત-રાજસ્થાનના હસ્તપ્રતભંડારોની ઝીણવટભરી તપાસ થાય તો તેમના રચેલા વધુ બાલાવબોધો મળી આવવા સંભવ છે. ઉપલબ્ધ બાલાવબોધોની સંખ્યા જોઈને પણ આપણે મેરુસુંદરગણિને બાલાવબોધકારોમાં અગ્રણી માની શકીએ. બાલાવબોધોની યાદી જોતાં જણાય છે કે ઉપાધ્યાયજીએ વિવિધ વિષયોના નાનામોટા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોને ગુજરાતીમાં ઉતાર્યા છે. ‘વૃત્તરત્નાકર', Page #304 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો “શીલોપદેશમાલા બાલાવબોધ' D ૨૯૧ ‘વાભદાલંકાર' અને 'વિદગ્ધમુખમંડન’ જેવા કાવ્યશાસ્ત્રના જૈનેતર ગ્રંથોના બાલાવબોધો પોતાના શિષ્યોને કાવ્યાલંકારની સમજ આપવા તેઓએ રચ્ય જણાય છે, જ્યારે “શીલોપદેશમાલા', ઉપદેશમાલા', પુષ્પમાલા', “ષષ્ટિશતક' આદિના બાલાવબોધો નવદીક્ષિત શિષ્યો તેમજ સાધારણ જ્ઞાન ધરાવતા શ્રાવકોને ધર્મનાં તત્ત્વોનો બોધ કરાવવાના ઉદ્દેશથી રચ્ય જણાય છે. ઉપાધ્યાયજી સમક્ષ તે સમયે આદર્શ રૂપે તરુણપ્રભસૂરિ, સોમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ આદિ રચિત બાલાવબોધો હતા. “ષડાવશ્યક બાલાવબોધ'ની પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે તરુણપ્રભસૂરિરચિત “પડાવશ્યક બાલાવબોધ' અનુસાર પોતે આ બાલાવબોધ રચી રહ્યા છે. તેમના ઉપલબ્ધ બાલાવબોધોમાં માત્ર સાતના રચનાવર્ષની નોંધ મળે છે. તેમાં પ્રથમ “શત્રુંજયસ્તવન બાલા.'ની રચના વિ.સં.૧૫૧૮માં થયાનું અને છેલ્લા વાભદાલંકાર બાલા.”ની રચના વિ.સં.૧૫૩૫માં થયાની નોંધ છે. બાકીના પણ આ સમયગાળાની આજુબાજુ જ રચાયા હોવાનું કહી શકાય. વળી ‘પડાવશ્યક', શીલોપદેશમાલા' અને “ષષ્ટિશતક પ્રકરણ' આ ત્રણના બાલાવબોધ મંડપદુર્ગ એટલેકે હાલના મધ્યપ્રદેશમાં આવેલ માંડુ કે માંડવગઢમાં રહીને તેઓએ ત્રણેક વર્ષના ગાળામાં રચ્યા છે. તેમના પ્રકાશિત અને અપ્રકાશિત બાલાવબોધો જોતાં પહેલી નજરે જણાઈ આવતી વિશિષ્ટતા તેમનું લાઘવ છે. નિરર્થક લંબાણ વિના જ તેઓ મૂળના અર્થને ગુજરાતીમાં સરળતા અને સચોટતાથી ઉતારી શક્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના તથા જૈન સાહિત્યના તેઓ પ્રખર જ્ઞાતા હતા. ઉપરાંત ભારતીય સાહિત્ય અને કાવ્યાલંકારશાસ્ત્રનું તેમનું જ્ઞાન પણ ઊંડું હતું તેના પુરાવા તેમના બાલાવબોધોમાં ઠેરઠેર મળે છે. “શીલોપદેશમાલા બાલાવબોધ' ઉપાધ્યાયજીની યશસ્વી કૃતિ છે. તે “સીલોવએસમાલા' (‘શીલોપદેશમાલા') નામક કૃતિના બાલાવબોધ રૂપે રચાયેલ છે. મૂળ “શીલોપદેશમાલા' મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષામાં ગાથા કે આય છંદમાં, ૧૧૪ પદ્યમાં રચાયેલી છે. તેના કર્તા કોઈ જયસિંહસૂરિશિષ્ય જયકતિ નામે છે. આ ગુરુ-શિષ્ય વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ એક પ્રસિદ્ધ પ્રાકૃત રચના ધમોપદેશમાલા' અને તેના પરનું વિવરણ રચનાર જયસિંહસૂરિ નામક આચાર્યું વિ.સં.૯૧૫માં તે ગ્રંથ રચ્યાની નોંધ છે. ઉપર્યુક્ત જયસિંહસૂરિ તે જ હોય તો તેમના શિષ્ય જયકીર્તિનો સમય અનુમાને વિક્રમની દશમી શતાબ્દી ગણી શકાય. શીલોપદેશમાલા'માં શીલ એટલે કે ચારિત્ર્યપાલનવિષયક ઉપદેશ આપવામાં આવ્યો છે. દૃષ્ટાંતરૂપે તેમાં શીલપાલન કરનાર અથતુિ એકપતિવ્રત કે એકપત્નીવ્રતનું આચરણ કરનાર અનેક મહાન સ્ત્રીપુરુષોનો નિર્દેશ છે. શીલભંગથી થતી હાનિ અને શીલપાલનથી થતા લૌકિક-અલૌકિક લાભોનું વર્ણન Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જૈન સાહિત્યમાં પ્રચલિત ઉદાહરણો દ્વારા કરી સામાન્ય જનોને શીલનું મહત્ત્વ સમજાવવાનો કવિનો આમાં ઉદ્દેશ છે. “શીલોપદેશમાલા'ની સેંકડો હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં મળે છે તે હકીકત તે રચનાનું જૈન સમાજમાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું તે દવિ છે. આ “શીલોપદેશમાલા' પર સંસ્કૃત ભાષામાં પણ ચાર ટીકાઓ રચાયાની નોંધ છે. તેમાંની એક “શીલતરંગિણી'ની રચના રુદ્રપલીયગચ્છના આ. સંઘતિલકસૂરિના પટ્ટશિષ્ય આ. સોમતિલકસૂરિ અપરનામ વિદ્યાતિલકે વિ.સં. ૧૩૯૪ (ઈ.સ.૧૩૩૭)માં કરેલ છે. આ ટીકાને અનુસરીને મેરસુંદરગણિએ બાલાવબોધની રચના કરી છે તેમ જણાય છે. મેરુસુંદરગણિના બાલાવબોધ સાથે મળી ગુજરાતી ભાષામાં પણ નવેક જેટલા બાલાવબોધો “શીલોપદેશમાલા પર રચાયા છે. તેમાં બે મેરુસુંદર પૂર્વેના અને બાકીના મેરુસુંદરની રચના પછીના છે. તે બધા હજી અપ્રસિદ્ધ છે – હસ્તપ્રતોમાં જ રહેલા છે. મેરુસુંદરગણિએ શીલોપદેશમાલાના બાલાવબોધની રચના વિ.સં.૧૫૨૫ (ઈ.સ. ૧૪૬૯)માં મંડપદુર્ગમાં રહીને કરેલી. શ્રીમાલજ્ઞાતિના સંઘપતિ ધનરાજની પ્રાર્થનાથી ભવ્યજનોના ઉપકાર માટે લેખકે આ રચના કરી તેવી નોંધ પ્રશસ્તિમાંથી મળે છે. મૂળ ગાથા આપી એનો અનુવાદ કરવો અને વચ્ચે અઘરા શબ્દોની સમજૂતી આપતા જવી એવી ખાસ કરીને બાલાવબોધની પરિપાટી હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ મરસુંદર ઉપાધ્યાયે અપનાવી છે. ઉદાહરણ તરીકે, “વેલી એહ જિ શીલ – ઉપરિ લૌકિક ઋષિના દૃષ્ટાંત દેખાડતુ કહઈ – જે લોએ વિ સુણિજ્જઈ નિયતવ-માહથ્વ-રજિય-જયા વિ | દિવાયણ-વિસ્ફામિત્ત-પમુહ-મુણિણો વિ પબભઠ ૫૮ વ્યાખ્યા : જે લોક માહિ ઈસિલું સાંભલી છે જે આપણા તપનઈ મહાભ્યાં કરી જગત્રય રંજવી દ્વીપાયન વિશ્વામિત્ર ઋષિ પ્રમુખ પારાસરાદિ પરસાનિ એવડા. ઋષિ હૂઆ, તે પણિ સ્ત્રીના હાવ, ભાવ, કટાક્ષક્ષેપ, વચન, શૃંગાર દેખી શીલÇતા ભષ્ટ થયા. પણિ તે ઋષિ કેહવા છઈ ? સૂકી સેવાલ, સૂકાં પલાસનાં પત્ર, કંદ મૂલ ભક્ષણ. કરતા છઈ. એહવા ઋષિ શીલ-હૂંતા ચૂકા. [૮] હિવઈ ઈહાં તે ઋષિની કથા કહીઈ –" આમ સરળ ભાવાર્થ આપી પછી કવિ ગાથામાં આવતા દૃષ્ટાંતને કથા રૂપે મૂકે છે. આ કથાકથનમાં જ મેરુસુંદરની સર્જકશક્તિનાં આપણને દર્શન થાય છે. શીલોપદેશમાલામાં આવતાં દૃષ્ટાંતો પરથી ઉપાધ્યાયજીએ બાલાવબોધમાં ૪૩ નાનીમોટી કથાઓ આલેખી છે. મૂળ ૧૧૪ ગાથાઓની વ્યાખ્યાનો વિસ્તાર આ Page #306 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો “શીલોપદેશમાલા બાલાવબોધ' D ૨૯૩ કારણે ૬000 ગ્રંથાગ્ર જેટલો થયો છે. આમ આ બાલાવબોધ એક કથાકોશ જેવો બની રહ્યો છે. આમાં નીચેની કથાઓ આવે છે -- શીલ ઉપરિ : ૧. ગુણસુંદરીની કથા. શીલભંશ ઉપરિ = ૨. કપાયન ઋષિની કથા, ૩. વિશ્વામિત્ર ઋષિની કથા. શીલ ઉપરિઃ ૪. નારદ મુનિની કથા. સ્ત્રીદાસત્વ ઉપરિ : ૫. રિપુમર્દન રાજાનું દૃષ્ટાંત, ૬. ઇન્દ્રનું દૃષ્ટાંત, ૭. વિજયપાલ રાજાનું દૃષ્ટાંત, ૮. હરિની કથા, ૯. હરની કથા, ૧૦. બ્રહ્માની કથા, ૧૧. ચંદ્રની કથા, ૧૨. સૂર્યની કથા, ૧૩. ઈન્દ્રની કથા. વિષયની પ્રબળતા ઉપર : ૧૪. આદ્રકુમારની કથા, ૧૫. નંદિષેણની કથા, ૧૬. રથનેમિની કથા. કામવિજેતા શીલવંત મહાત્માનાં ચરિત્ર : ૧૭. નેમિચરિત્ર, ૧૮. મલ્લિનાથ ચરિત્ર. ૧૯. સ્થૂલભદ્ર ચરિત્ર, ૨૦. વજસ્વામી ચરિત્ર, ૨૧. સુદર્શન શ્રેષ્ઠિ કથા. ૨૨. વંકચૂલ કથા. સતીચરિત્ર : ૨૩. સતી સુભદ્રાની કથા, ૨૪. મદનરેખા કથા, ૨૫. સતી સુંદરી કથા, ૨૬. અંજનાસુંદરી કથા, ર૭. નર્મદાસુંદરી કથા, ૨૮. રતિસુંદરી કથા. ૨૯. ઋષિદત્તા કથા, ૩૦. દવદતી કથા, ૩૧. કમલા સતી કથા, ૩૨. કલાવતી કથા, ૩૩. શીલવતી કથા, ૩૪. નંદયંતી કથા, ૩૫. રોહિણી કથા. શીલભ્રષ્ટનું ઉદાહરણ : ૩૬. કૂલવાલુઆની કથા. સતીચરિત્ર : ૩૭. દ્રુપદીની કથા. અસતીની કથા : ૩૮. નૂપુરપંડિતાની કથા, ૩૯. દત્તદુહિતાની કથા. ૪૦. (અગડદત્ત) મદનમંજરી કથા, ૪૧. પ્રદેશી રાજાની રાણીની કથા. સતીચરિત્ર : ૪૨. સીતા, ૪૩. ધનશ્રી. આમાંનાં ૨, ૩, ૪, ૬ અને ૮થી ૧૩ સુધીનાં કથાનકો ઘણાં નાનાં છે – કેટલાંક તો એક ફકરામાં સમાય તેવડાં. આ બધાં કથાનકો હિંદુ પુરાણકથાઓના આધારે આલેખાયાં છે. બાકીનાં કથાનકો પ્રમાણમાં મોટાં અને કેટલાંક તો ઘણા વિસ્તારવાળાં છે. એ બધાંનાં મૂળ જૈન આગમિક સાહિત્ય (મૂળ આગમો, નિયુક્તિ, ચૂર્ણ આદિ ટીકાઓ વગેરે) અને પછીના મહારાષ્ટ્ર પ્રાકૃત કથાસાહિત્યમાં રહેલાં છે. ઉદાહરણ રૂપે રથનેમિની કથાનું મૂળ ઉત્તરાધ્યયન સૂત્ર છે. દ્રૌપદીની કથા અને મલ્લીની કથા જ્ઞાતાધર્મકથામાં છે અને પ્રદેશી રાજાની કથાનું મૂળ રાજપ્રશ્રીય સૂત્ર છે. તે અગડદત્ત-મદનમંજરીની કથા, નર્મદા સુંદરીની કથા, દમયંતી કથા આદિનાં મૂળ વસુદેવહિંડી'માં રહેલ છે. ધનશ્રીનું દૃષ્ટાંત “સમરાઇઍકહા'માં છે. જ્યારે કેટલીક કથાઓ લોકકથા સાહિત્યમાંથી પ્રાકૃત સાહિત્યમાં અવતરી અને પછી પલ્લવિત થઈ છે. ઉદાહરણ તરીકે, નૂપુરપંડિતાની કથા, દત્તદુહિતાની કથા ઇત્યાદિ. મૂળ પ્રાચીન સાહિત્યમાં માત્ર નામનિર્દેશ હોય તેવાં કેટલાંક દૃષ્ટાંતો Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પાછળથી પલ્લવિત થતાં થતાં લાંબી કથાનું રૂપ ધારણ કરે છે. “કહારયણ કોસ' અખાણયમણિકોસ” જેવા પ્રાકૃત કથાકોશગ્રંથોમાં આવી અનેક કથાઓ સંગ્રહાઈ છે. ધર્મદાસગપણની ઉપદેશમાલા', હરિભદ્રસૂરિની ‘ઉપદેશપદ અને બીજી પણ પુષ્પમાલા', “ભવભાવના', ‘ઉત્તરાધ્યયન સૂત્ર' આદિ કૃતિઓની સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓમાં આવી કથાઓને પલ્લવિત થવા ખૂબ અવકાશ મળ્યો. તે જ પરંપરા ગુજરાતીમાં ઊતરી આવી અને ‘ઉપદેશમાલા', “પુષ્પમાલા', “પડાવશ્યક સૂત્ર', ભવભાવના' જેવા ગ્રંથોના બાલાવબોધોમાં વિવિધ પ્રકારે આવી વિવિધ કથાઓ ગુજરાતી ભાષામાં મુકાવા લાગી. આ જ રીતે ઉપર્યુક્ત કથાઓ “શીલોપદેશમાલા'ના બાલાવબોધમાં પણ નિરૂપાઈ છે. પહેલાં કહ્યું તેમ “શીલોપદેશમાલા બાલાવબોધ' “શીલતરંગિણી' નામક સંસ્કૃત ટીકાના આધારે રચાયેલી છે. જાણે કે તેનો મુક્ત અનુવાદ છે. છતાં વ્યાખ્યાનકાર તરીકેની ઉપાધ્યાય મેરુસુંદરની નૈસર્ગિક કુશળતાને કારણે સમગ્રતયા એક આગવી મુદ્રા પ્રગટાવે છે. ઉપાધ્યાય મેરુસુંદરની આવી વિશેષતાઓ નીચેના પાંચ મુદ્દાઓમાં રહેલી (૧) ભાષાની સરળતા, અકૃત્રિમતા અને પ્રવાહિતા : ‘શીલોપદેશમાલા બાલાવબોધ'ની ભાષા બોલચાલની સરળ ભાષા છે. વિના આયાસ તે પ્રવાહબદ્ધ વહ્યા કરે છે. મૂળ ગ્રંથની પ્રાકૃત ભાષાની તથા ટીકાની સંસ્કૃત ભાષાની સાધારણ અસર તેના પર છે અને ક્યાંકક્યાંક ફારસી શબ્દો પણ તેમાં દેખા દે છે. પરંતુ એકંદર તે કર્તાના સમયની બોલવામાં વપરાતી ગુજરાતી ભાષા છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આ બાલાવબોધના ગદ્યને તત્કાલીન કથાકથનના ગુજરાતી ગદ્યનું પ્રતિનિધિ કહ્યું છે તે યોગ્ય જ છે. (૨) કથાઓની નવી રીતે – નવા પરિવેશમાં રજૂઆત ઃ “શીલોપદેશમાલા. બાલાવબોધીને ગુજરાતીમાં ઉતારતી વેળાએ કવિ સમક્ષ તત્કાલીન બૃહદ્ ગુજરાતી સમાજ હતો, જેના આગવા રીતરિવાજો, આગવી સંસ્કૃતિ હતી. આથી સ્વાભાવિક રીતે જ તેમણે કથાઓને નવા પરિવેશમાં મૂકી છે. જેમ ભાષા ગુજરાતી થઈ ગઈ તેમ મૂળનો પરિવેશ બદલાઈને ગુજરાતી બની ગયો. સંસ્કૃત-પ્રાકૃતની અલંકારમય શૈલી છોડીને કવિએ અહીં સીધી સરળ રજૂઆતની શૈલી અપનાવી છે. છતાં અહીં કથાઓ કેવળ મુદ્દાઓની નોંધ ન બની રહેતાં સાવંત વાર્તારસને જાળવે છે. (૩) નવાં પાત્ર કે પ્રસંગનો ઉમેરો : કવિએ મૂળ કથાનકને નવા પરિવેશમાં મૂકતાં ક્યાંકક્યાંક નવાં પાત્રો મૂક્યો છે. નવા પ્રસંગો મૂક્યા છે. તો ક્યાંક મૂળનાં કંલ્પનોને નવો અર્થ આપ્યો છે. વળી પાત્રોનો ચરિત્રવિકાસ તેમણે આગવી રીતે જ સાધ્યો છે. (૪) સરળ, અલંકાર અને આડંબરરહિત છતાં અસરકારક વર્ણનો : Page #308 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો ‘શીલોપદેશમાલા બાલાવબોધ' ] ૨૯૫ પ્રકૃતિના ભાવો કે માનવભાવોનું નિરૂપણ કરવા માટે કવિએ વર્ણનોનો સંયમિત ઉપયોગ કર્યો છે. મોટા ભાગે બેત્રણ વાક્યોમાં જ કવિ પ્રકૃતિવર્ણન આપી દે છે કે માનવપાત્રોની લાક્ષણિકતાઓ સૂચવી દે છે. પરંતુ ક્યાંકક્યાંક મધ્યકાલીન રૂઢિ મુજબ પ્રાસબદ્ધ ટૂંકાં વર્ણકોનો પણ ઉપયોગ તેમણે કર્યો છે. (૫) ચોટદાર સંવાદો ઃ કવિએ પ્રસંગોનું સીધું નિરૂપણ ન કરતાં સંવાદો પાસેથી ઘણા ભાગે તે કામ લીધું છે. તેમના સંવાદો રસિક છતાં સીધા અને સચોટ હોય છે. ટૂંકામાં ટૂંકા વાક્યોમાં પાત્રો વચ્ચેના સંવાદો કવિ ગોઠવે છે અને તે દ્વારા ધારી અસર નિપજાવે છે. આ પાંચે વિશેષતાઓ મહદંશે સમગ્ર બાલાવબોધમાં બધી કથાઓમાં જોવા મળે છે. એક નાનકડી કથામાં પણ આ પાંચે વિશેષતાઓ કેવી વણાઈ ગઈ છે તે જોઈએ. પૌરાણિક પ્રસંગ “યદા કાલિ દક્ષ નામા પ્રજાપતિ સઉ કન્યાનઉ પ્રદાન કરિવા લાગઉ, તિવારઇ સત્તાવીસ કન્યા ચંદ્રન દીધી. ઇમ સઘલીઇ કન્યા દેતાં દેતાં એક કન્યા રહી. કોઇ વ૨ ન દેખઇ. ઈશ્વર ભસ્માંગી, ગલઇ ઝુંડમાલા, હાથિ ખપ્પર, વાહન વૃષભ એહવઉ દેખી કન્યા ગૌરી ઈશ્વરનઇ દેઈ નિશ્ચિંત હૂંઉ. તિવાર પછઇ દક્ષ પ્રજાપતિઇ જાગ માંડિઉ. તિહાં સર્વ જમાઈ તેા. આપણી આપણી રુદ્ધિઇ સર્વ જમાઈ આવ્યા. પણિ રુષિ ઈશ્વર ન તેડિઉ, જાણિઉં – એહવઇ કુરૂપ જમાઇ આવિઇ અમારી મામ જાસિઇ. સ્ત્રીદાસત્વનાં ઉદાહરણોમાં બાલાવબોધકારે આ રીતે આલેખ્યો છે ઃ દક્ષયજ્ઞભંગનો પછઇ અનેક વ્રીહિ જવ તિલ સમિધાદિ સર્વ યાગના ઉપકરણ મેલ્યા. મનુષ્યનાં સહસ્ર મિલ્યાં છઇ. બ્રાહ્મણ વ્યાસ ત્રિવાડી દવે ઓઝા પંડ્યા આચાર્ય મિશ્ર રુષિ જોષી તિહાં સર્વ મિલ્યા છઉં. તિસિઇ નારદ ઋષિ પણિ ન તેડિઉ, જાણિઉં કલહ રિસઇ. પછઇ એ વાત નાદિઈ જાણી. નારદ ઈશ્વર સમીપિ ગયઉં, જોઉનઇ, દક્ષ નામા પ્રજાપતિઇ સહૂ તેડિઉ, પણિ તું એક જ ન તેડઉ. તુ આજ તાહરી મામ જાસિઇ.' ઈશ્વરિ કહિઉં ‘ઋષિ ! સ્યું કીજઇ ?’ કહિઉં – ‘જઇ આપણુ પરાક્રમ દેખાડિ.’ પછઇ ઈશ્વર ગૌરી સહિત તિહાં આવિઉ, તુહી દક્ષ પ્રજાપતિઇ બોલાવિઉ નહી. પછઇ ગૌરિઇ અપમાન પામી અગ્નિકુંડ માહિ ઝાંપ દીધી. તિસિ6 ઈશ્વર રીસાણઉ, આગ્નેય શસ્ત્ર મૂકિઉં. તિણિ પ્રલયકાલ સરીખઉ અગ્નિદાઘ ઊપનઉ. યાગના લોક સર્વ દિસોદિસિ નાઠા. ઈણઇ પ્રસ્તાવિ ગૌરીનઉ વિરહ અણુસહત અમૃતિ કરી તે અગ્નિકુંડ સીંચઉં, ગૌરી જીવાડી, સ્નેહ લગઇ આપણઉ અર્ધ અંગ દીધઉ. તિવાર પછી અર્ધનારીનટેશ્વર એ નામ હૂઉ.” - (૯. હરની કથા) આ ઉદાહરણમાં ઉપર જણાવેલી પાંચે લાક્ષણિકતાઓ જોઈ શકાય છે. અહીં Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય નાનાં નાનાં વાક્યોમાં અલંકાર અને આડંબરરહિત એવો ભાષાનો પ્રવાહ અકૃત્રિમપણે વહે છે. એ જ રીતે ગુજરાતી પરિવેશનો સફળ વિનિયોગ અહીં જોવા મળે છે. દક્ષને ઘેર એકઠા થયેલા બ્રાહ્મણોમાં વ્યાસ, ત્રિપાઠી, દવે, ઓઝા, પંડ્યા. આચાર્ય, મિશ્ર, ઋષિ. જોષીની ગણતરી મધ્યકાલીન ગુજરાતીમાં યજ્ઞપ્રસંગે એકઠા થયેલા ગુજરાતી બ્રાહ્મણોની યાદ આપે છે. નારદના પાત્રનું આગમન અને તેના દ્વારા મહાદેવની ઉશ્કેરણી એ કવિની આગવી કલ્પના છે. નારદ અને મહાદેવનો ટૂંકો અને છતાં સચોટ સંવાદ કવિની સંવાદ દ્વારા ઘણું સાધવાની કળાનો દ્યોતક છે. ચારપાંચ વિશેષણોથી જ મહાદેવના વ્યક્તિત્વનો પરિચય અને યજ્ઞના વિનાશનું એકદમ ટૂંકું વર્ણન કવિની વર્ણનશક્તિના અને લાઘવના નમૂનારૂપ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયકૃત “સમુદ્ર-વહાણ સંવાદ રમણ સોની યશોવિજયની આ કૃતિ “સમુદ્ર-વહાણ સંવાદ', કે પુષ્પિકામાં નિર્દેશ છે એમ સમુદ્ર-વાહણ વિવાદ રાસ' (રચના ઈ.૧૬૬૧), પરંપરાના માળખામાં રહીને પણ ઘણી વિશેષતાઓ પ્રગટ કરતી એક લાક્ષણિક કાવ્યરચના છે. તર્કસમૃદ્ધ દલીલ-પરંપરાનો એમાં રસપ્રદ જીવંત સંવાદો તરીકે વિનિયોગ થયો છે તો કાવ્યપ્રયુક્તિઓ તરીકે શબ્દ-અર્થના અલંકારોનો ચમત્કૃતિસાધક તેમજ ક્યાંક સૌંદર્યસાધક ઉપયોગ પણ થયો છે. તપગચ્છના નવિજયશિષ્ય આ જૈન સાધુ કાશીમાં ન્યાય, મીમાંસા આદિનો અભ્યાસ કરી ન્યાયવિશારદ' બનેલા અને તર્કશાસ્ત્રના અધ્યયને ‘તાર્કિકશિરોમણિ'નું બિરુદ એમને મળેલું એ વિદ્યોપાસનાનો લાભ એમની ‘જંબુસ્વામી રાસ' ને દિવ્યગુણપયયિ રાસ’ જેવી મહત્ત્વની કૃતિઓને તેમ આ કૃતિને પણ મળેલો જોઈ શકાય છે. કાવ્યના આરંભે વસ્તુનિર્દેશની સાથે જ પ્રયોજન પણ સ્પષ્ટ કરેલું છે એમાં. સમુદ્ર અને વહાણના વૃત્તાન્તમાંથી ફલિત થનાર મત કરો કોઈ ગુમાન' એવા ઉપદેશમાં ધર્મદ્રષ્ટિ છે તો બીજી એક કવિષ્ટિ પણ છે : કવિ કહે છે કે આ કથા ‘કૌતક કારણે” – વિસ્મયના આનંદ માટે – પણ કરી છે જેથી સાંભળનારનાં મન ઉલ્લાસ પામે. – ‘જિમ વસંત સહકાર'. શરૂઆતમાં ને અંતે કવિએ ઘટનાસંદર્ભ બાંધ્યો છે – દરિયાપાર જતા વેપારીઓ કુટુંબની વિદાય લઈ ધર્મવિધિવત્ પ્રયાણ કરે છે ને અંતે સમૃદ્ધિ રળી લાવી સ્વાગત પામે છે, એની વચ્ચે, સજીવારોપણની વ્યાપક પરંપરામાં દૃઢ થયેલી પ્રયુક્તિ રૂપે વહાણ અને સમુદ્રનો વાદ-વિવાદ નિરૂપાયો છે. કાવ્યનું કેન્દ્રીય વસ્તુ તો, અલબત્ત, આ સંવાદ જ છે. વિવિધ દેશીઓ ને દુહાના બંધવાળા ૧૭ ઢાળની ૨૮૬ કડીઓમાં વિસ્તરેલી આ કાવ્યરચનામાં પહેલી ઢાળથી જ કવિની શબ્દશક્તિનો ને તર્કકૌશલનો પરિચય થાય છે. મધદરિયાનો ઉછાળ અને ગર્જન સમુદ્રના ગર્વિષ્ઠ વ્યક્તિત્વ રૂપે ચાક્ષુષ થવા માંડે છે. આ ગર્વ અમે વહાણનો પુણ્યપ્રકોપ શરૂ થાય એ પહેલાં કવિએ સમુદ્રની સ્વગુણપ્રશસ્તિને, આત્મરતિને એક સરસ શૃંગારિક દૃષ્ટાન્તથી અસરકારક રીતે દર્શાવી છે : ગર્વે નિજગુણ બોલે, ન સુણે પરકહ્યો રે; રસ નવિ દિએ તે નારી કુચ જિમ નિજ રહ્યો રે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કવિની મર્મશક્તિનો પરિચય અહીં મળે છે. કાવ્યને રસપ્રદ ને લોકપ્રિય કરવા માટે ચમત્કૃતિ નિપજાવતા શબ્દના અલંકારોને પણ એમણે પ્રયોજ્યા છે. સમુદ્રની ખાસિયત બતાવતી બે જ પંક્તિમાં દરિયા, ભરિયા, તરિયા, ડરિયા, પરવરિયા એવા આંત-પ્રાસવાળા એકધારા શબ્દોમાં આ કૌશલ દેખાય છે. પણ કવિની વર્ણસૂઝ ઊંડી પણ છે ને એથી અલંકરણ કાવ્ય-સૌંદર્ય નિપજાવનારું પણ બની આવ્યું છે. સમુદ્ર પોતાની સિદ્ધિની વાત કરે છે એ આલેખનમાં આવી સુંદર પંક્તિઓ મળે છે ? તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ, જાતિફલ દલ કોમલ, લલિત લવંગ રસાલ; બકુલ મુકુલ વલિ અલિકુલ મુખર સખર મચકુંદ અને આગળ ૧૦મી ઢાળમાં, કાળનું સર્વશક્તિમાનપણું આલેખાયું છે ત્યાં ઝૂલણાના તૃત વેગમાં વર્ણલયનું પણ પ્રભાવક સૌંદર્ય અનુભવાય છે : કાલ વિકરાલ કરવાલ ઊલાળતો નિશિતશિર ધાર જલધાર વરસે ઘણું ઘડીભર કાન્તની યાદ આપી દે એવું પદાવલીનું રમણીય રૂપ અહીં રચાયું છે. આખા કાવ્યમાં વાતચીતના લહેકા ને કાકુ પ્રગટાવવામાં ને ઘરેલુ બાની પ્રગટાવવામાં કવિએ ભાષાશક્તિને સારી રીતે ખપે લગાડી છે. સાગરનો ટોણો તુજ મુજ વિચ જે અંતરો તે મુખ કહ્યો ન જાય' ને વહાણનો વળતો ઉપાલંભ “તીરથપણું, તુજ મુખિ કહ્યું ન જાય' – એમાં કે, આત્મપ્રશંસા અતિશય શું કરવી, ઝાઝું બકબક શું કરવું એવા અર્થમાં ‘ચો કરવો કંઠસોષ' (કઠે શોષ પડે એમ સતત શું બોલવું), જેવા પ્રયોગમાં કે “કાઢ પૂરા દૂધમાં રે” અને “ગરજે કહીએ ખર પિતા', જેવી કહેવતરૂ૫ ઉક્તિઓમાં આ લાક્ષણિકતા દેખાઈ આવશે. સામાન્ય લોકચિને પણ સ્પર્શવા કરતી આવી ઉક્તિઓ આજે મર્યાદા રૂપ લાગે પણ એ જનમનરંજન અને પ્રસારની મધ્યકાલીન કવિતાની યુક્તિ છે. આ કાવ્યમાં યશોવિજયની ઉત્તમ શક્તિનો પરિચય તો સંવાદ રૂપે મુકાયેલી ધારદાર તકશ્રેણીઓમાં મળે છે. પુરાણસંદર્ભોને તેમજ પ્રચલિત લોકોક્તિઓને સહજ રીતે વણતા જઈને એમણે સમુદ્રની ગર્વિષ્ઠતાને તેમજ, વહાણના પ્રતિવાદમાં, એ ગર્વિષ્ઠતાનાં ઉપવસનીયતા અને મિથ્યાપણાને અસરકારક રીતે ઉપસાવી આપ્યાં છે. સમુદ્ર કહે છે કે હું સકારણ ગર્વ કરું છું કેમકે મારામાં વનરાજિ, ઔષધો ને રત્નો છે, મારામાં શેષનાગ વાસ કરે છે ને લક્ષ્મીનારાયણ શયન કરે છે. તું હલકું (વજનમાં ને ગુણે, એવા શ્લેષાર્થમાં) ગરવાના ગુણ શું જાણે ? જેમ “મૂઢ ન જાણે Page #312 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયકૃત “સમુદ્ર-વહાણ સંવાદ' D ૨૯૯ પરિશ્રમ કે હુઈ ભણતાં સૂત્ર'. વહાણ કહે છે કે, જવા દે આ ગુરુ-કદનું અભિમાન, મહિમા તો ગુણમાં મોટાનો જ હોય. પછી કવિ એ માટે અનેક દૃષ્ટાન્તો આપે છે એમાં એક, કાવ્યદૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છેઃ ‘નાન્ડે અક્ષરે ગ્રંથ લિખાય છે, તેહનો અર્થ તે મોટો થાએ જી'. સાગર પોતાના અખૂટ જલરાશિનો અને એને કોઈ સૂકવી શકતું નથી – સૂર્ય પણ નહીં. એનો ગર્વ કરે છે તો એના ઉત્તરમાં વહાણ કહે છે કે આવું કહેતાં તને શરમ આવવી જોઈએ કારણકે તારો જલરાશિ કૃપણના ધન જેવો છે. પશુપંખીને પણ કશો કામ આવે છે ? એટલે તો, તારામાં મત્સ્ય રહે છે, હંસ કદી આવે છે ? તું શોષાયો નથી એવી જૂઠી વાત તો કરીશ જ નહીં. અગત્યે શું કરેલું ? – ‘ચૂલુપ કર્યો ઘટ-સુત મુનિ રે, તિહાં ન રહી તુજ ટેક. દરિયાની એક દલીલ તો અકાદ્ય જેવી લાગે છે. કહે છે કે, જો હું દાનવીર છું. મારા જળમાંથી વાદળ બંધાય, વરસાદ વરસે ને વનસ્પતિ ઊગે. એ રીતે જોતાં તારી પણ મારા થકી જ ઉત્પત્તિ થઈ છે. એટલે જ, હે અવિનીત, હું તને તારું છું. પણ વહાણના ઉત્તરમાં સરસ તકજાળ છે ને પછી આક્રમણ છે. એ કહે છે કે, તું કંઈ દાન કરતો નથી. રાજા કૃષણધન છીનવી લે એમ તારું પાણી વાદળ છીનવી લે છે – દાનવીર હોય છે તું વાદળ ગાજે ને વીજળી ચમકે ત્યારે કેમ ભય પામે છે ? કેમ ચારે બાજુ મોજાં પછાડી કંપે છે? તારા ખારા જળને એ મીઠું કરે છે એ એનો મહિમા છે, તારો તો કશો ગુણ-અંશ પણ નથી, કેમકે “તૃણ ગાય ભક્ષે, દૂધ આપે. ન તે તૃણ-ગુણ લેખિયે'. દૃષ્ટાન્તમાં કેવી વેધકતા ને અર્થસભરતા છે પછી બીજું આક્રમણ છે કે. તરવું એ ગુણ છે ને એ મારી વિશેષતા છે), તારવું એ કંઈ તારો ગુણ નથી, એમ હોય તો પથ્થરને તારી જો ને ! કથાકારના મનોરંજક ને બુદ્ધિગમ્ય દૃષ્ટાન્ત-દલીલ-કૌશલનો અહીં પરિચય મળે છે. પોતાના પુત્ર ચંદ્ર વિશે સાગર ગર્વ કરે છે ત્યારે ભૌગોલિક-વાસ્તવિક તથ્યોને માનવ-ભાવ રૂપે આ કવિ પ્રયોજે છે ત્યાં લાક્ષણિક કલ્પનાશક્તિનો પરિચય થાય છે. વહાણ કહે છે કે તારા અભિમાન-ગર્જનથી ક્ષોભ પામીને તો તારો પુત્ર ચંદ્ર આકાશમાં જતો રહ્યો ! એટલે જ ત્યાં એ પૂજાયો. ને તું (વડવાનલ રૂપી) વિરહઅગ્નિમાં સળગે છે ! તારા જેવો પિતા હોવાની લજ્જા જેને છે એ ચંદ્રની સિદ્ધિઓ પર તું શું જોઈને ગર્વ કરે છે ? પોતાના ગુણ હોય એના પર જ ગાજવું. અહીં પેલા જાણીતા સંસ્કૃત સુભાષિતને અનુસરતી પંક્તિઓ દૃષ્ટાન્ત રૂપે મુકાઈ છે : “જિમ વિદ્યા પુસ્તક રહી, જિમ વલી ધન પર-હત્ય'. (એ બંને જેમ વ્યર્થ તેમ ચંદ્ર-સ્થિત ગુણ તારે માટે વ્યર્થ, એવી વહાણની દલીલ બહુ જ ચતુરાઈભરી છે). આવી, ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવી લાગતી, વિવાદ-પરંપરામાં કવિની તર્ક-પકડનો તેમજ કલ્પનાશીલતાનો પણ પરિચય મળે છે ને વિદ્વત્તાને લોક-ગમ્ય Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩00 D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ થાય છે. કાવ્યના આરંભની બે ઢાળમાં ને પાછળની (૧૦થી ૧૩) કેટલીક ઢાળમાં ઉદ્રકના અંશો વધારે છે. સમુદ્રની ગુણગાથા, વહાણનો કોપ, કાળની સર્વશક્તિમત્તાનું ઝૂલણા છંદમાં મુકાયેલું વર્ણન, સમુદ્રનું રૌદ્ર રૂપ (‘ભૂત ભયંકર સાયર જબ હુઓ' ત્યારે 'જલનઈ જોઇ રે અંબર ઊછલઇ, મચ્છ પુચ્છ કરી વંક') – આદિમાં વર્ણ-શબ્દ-શક્તિનું પ્રાધાન્ય છે, અન્યત્ર તર્ક-અર્થશક્તિનું પ્રાધાન્ય છે. એટલે, અંતે, એ ઉપદેશ રચ્યો ભલો હો, ગર્વત્યાગ હિત કાજ' એવી લશ્રુતિ હોવા છતાં કાવ્યરચનાની ઘણીબધી વિશેષતાઓ પણ આમાં પ્રગટ થતી રહી છે. દેશીઓના વૈવિધ્યમાં પણ એ દેખાય છે. અને એથી જ, આજે વાંચતાં પેલો ગર્વત્યાગ ઉપદેશ ગૌણ બની જાય છે ને રચનાકૌશલ જ પ્રધાન અને આસ્વાદ્ય બની રહે છે. મધ્યકાળના વિપુલ કાવ્યરાશિમાં એ જ કારણે આવી લાક્ષણિક કૃતિઓ જુદી તરી આવે છે ને પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષકૃત ‘વીશી’ : તીર્થંકરસ્તવન – ગરબા રૂપે મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં ‘ચોવીશી', ‘વીશી'ને નામે ઓળખાતી સ્તવનરચનાઓ જાણીતી છે અને વિપુલ પ્રમાણમાં મળે છે. ‘ચોવીશી’‘વીશી’ કૃતિનામો જ તેમના સ્વરૂપને સૂચવે છે. “ચોવીશી’ એટલે અતીત, અનાગત કે વર્તમાન ચોવીસ જિનતીર્થંકરોનાં ચોવીસ સ્તવનો. વીશી' એટલે વીસ વિહરમાન જિન તીર્થંકરોનાં વીસ સ્તવનો. જૈનેતર સાહિત્યની પદમાળા પ્રકારની આ સ્તવનમાળા હોય છે. ગેયતા અને સમગ્ર કૃતિની બહાર સ્વતંત્ર પણ ટકી શકવું એ આ ‘ચોવીશી’, ‘વીશી'ની સ્તવનમાળાનાં સ્તવનોનાં સર્વસામાન્ય લક્ષણો છે. આ ‘ચોવીશી', 'વીશી'નાં સ્તવનોમાં કેટલીક વાર તીર્થંકરોનાં જીવન, રૂપ (રંગ, દેહપ્રમાણ વગેરે) વગેરે વિશે કવિ માહિતી આપે છે. કેટલીક વાર તીર્થંકરના વૈરાગ્યભાવ, તેમની ચમત્કારક શક્તિ જેવા વિવિધ ગુણોની પ્રશસ્તિ પણ કરવામાં આવે છે, તો કેટલીક વાર એમાં કવિનો પોતાનો જ ભક્તિ પ્રેમભક્તિનો ભાવ પ્રગટ થયેલો હોય છે. કીર્તિદા જોશી ઘણા જૈન કવિઓએ ‘વીશી'ની રચના કરી છે. એમાંની ઘણી વીશીઓ પરંપરાગત રચનાઓ હોય છે પરંતુ, જૈન સાધુકવિ જિનહર્ષની ‘વીશી’· સમગ્ર વીશી સાહિત્યમાં કેટલીક દૃષ્ટિએ જુદી તરી આવે છે અને આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. કવિ જિનહર્ષની ‘વીશી'ની સૌથી પહેલી લાક્ષણિકતા એ છે કે આ ‘વીશી’ને કવિએ ગરબા રૂપે ઢાળી છે. કવિ પોતે જ ‘વીશી’ને અંતે આવતા કલશમાં કહે છે - સારદ તુજ સુપસાઉલઇ રે, મા ગાયા ગરબા વીસ રે. ગરબાની ગેયતાના મુખ્ય આધાર બે છે ઃ એક, એમાં કવિએ પસંદ કરેલી ઢાળો દેશીઓ. બીજું, એની ધુવાઓ. આ વીશીમાં કવિએ પ્રત્યેક સ્તવનની અલગ-અલગ અને કલશની પણ જુદી એમ કુલ ૨૧ ઢાળો દેશીઓનો ઉપયોગ કર્યો છે. એક જૈન કવિ એની જૈન કૃતિમાં જૈનેતર સાહિત્યના જાણીતા ગરબાની ઢાળો દેશીઓનો ઉપયોગ કરે એ જ એક નોંધપાત્ર ઘટના છે. વળી, એ ઢાળ-દેશીઓની કવિએ કરેલી પસંદગી પણ લાક્ષણિક છે. કેમકે, એમાંની કેટલીક દેશીઓ માતાજીના ગરબાની છે ઃ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (૧) મા પાવાગઢથી ઊતય, મા. (કલશ,૨૧). (૨) આજ માતા જોગિણિનઈ ચાલી જોવા જઈઈ. (વિશાલજિન સ્ત,૧૦) (૩) બાઈ રે ચારણિ દેવિ. (ઈશ્વરપ્રભજિન .૧૫) (૪) ગાવઉ ગુણ ગરબી રે. (ઋષભાનન જિન સ્વ.૭) મા પાવાગઢથી ઊતર્યા મા' આ ઢાળ તો પ્રસિદ્ધ ગરબાકવિ વલ્લભ ભટ્ટના મહાકાળીના ગરબાની છે. કેટલીક દેશીઓ કૃષ્ણભક્તિનાં પદોની છે ? (૧) ગરબઉ કઉંણનઇ કોરાવ્યઉ કિ નંદજી રે લાલ (સુજાતજિન રૂ. ૫) (૨) નવીનવી નગરીમાં વસઈ રે સોનાર, કાન્હજી ઘડાવઈ નવસર હાર. (અનંતવીજિન સ્ત,૮) (૩) ગોકલ ગાંમઈ ગોંદર) જો મહીડઉ વેચણ ગઇથી જો. (વજધરજિન સ્ત,૧૧) (૪) ગરબે રમવા આવિ માત જસોદા તોનાં વનવું રે. (ચંદ્રાનનજિન રૂ..૧૨) કેટલીક દેશીઓ રામભક્તિનાં પદોની છે ? (૧) મોરે મન મોહ્યઉ રે, રૂડા રામ રે. (યુગમંધરજિન સ્ત૨) (૨) આવજે ગરબા રમીયાં રૂડા રામ મ્યું રે. (સુબાહુજિન સ્ત.૪) કેટલીક દેશીઓ લોકગીતની અને અન્ય છે : (૧) હો રે લાલ સરવરપાસે ચીખલઉ રે લાલ, ઘોડલા લપસ્યા જાઈ. (સ્વયંપ્રભજિન સ્ત૬) (૨) હારી લાલ નણંદના વીરા હો રસિયા, બે ગોરીના નાહલીયા. | (સૂરપ્રભજિન સ્ત,૯) (૩) ગીંદૂડ મહકઈ રાજિ ગીંદૂડી મહકઈ. (ચંદ્રબાહુજિન સ્ત..૧૩) (૪) સાહિબા ફૂદી લેસુંજી. (નેમિપ્રભજિન સ્ત, ૧૬) (૫) સોનલા રે કેરડી રે વાવિ, રૂપલાના પગથાલીયા રે. (વીરસેનજિન સ્વ. ૧૭) (૬) દલ-વાદલ ઉલટ્યા હો નદી રે નીર ચલ્યૌ. (મહાભદ્રજિન સ્વ. ૧૮) (૭) સામૂ કાઠા તે ગહું પિસાવિ, આપણ જામ્યાં માલવઈ, - સોનારિ ભણઈ. દેવયશાજિન સ્ત..૧૯) (૮) લટકઉ થારી રે લોહારાણી રે. (અજિતવીજિન સ્વ. ૨૦) (૯) રાજપીયારી ભીલડી રે. (ભુજંગજિન સ્ત..૧૪) Page #316 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષકૃત “વીશી' તીર્થંકરસ્તવન – ગરબા રૂપે [ ૩૦૩ (૧૦) ઊંચા તે મંદિર માલીયા નઈ, નીચડી સરોવર પાલી રે માઈ. (બાહુજિન સ્વ.૩) (૧૧) પાટણ નગર વખાણીયાં, સખી મોહે રે હારી, લખમી દેવિકિ ચાલી રે, આપણ દેખિવા જઈયઈ. (સીમંધરજિન રૂ.૧) વીશીમાં દેશીઓની પસંદગીની જેમ સ્તવનોમાં પ્રયોજાયેલી ધ્રુવાઓ પણ વૈવિધ્યપૂર્ણ છે. રિ', “જો', “મા', ‘કિ, રે માઈ', હો રે લાલ' જેવી ચરણના આરંભમાં અને અંતે આવતી ધુવાઓ તો જાણીતી છે. કોઈક વાર બે ચરણની વચ્ચે પણ ધૂવાનું આયોજન થયું છે. જેમકે, “સૂરપ્રભજિન સ્તવનમાં – હઠ કરિ રહિસ્ય તુઝ સાથિ હો રસીયા, પિણિ તુજ કેડિ ન છોડિલ્યું. જઉ આલઈ તલ સિવસુખ આલિ હોરસીયા, નહીં તઉ ઝગડઉ માંડિલ્યું. અહીં, હો રસીયા' બે ચરણની વચ્ચે આવતી ધ્રુવા છે. એ જ રીતે “યુગમંધરજિન સ્તવન'માં બે ચરણની વચ્ચે રે’ આવે છે. વીશી'માં કોઈક વાર આખું ચરણ કે આખી પંક્તિ ધુવા તરીકે આવે છે. જેમકે, “અજિતવીયજિન સ્તવનમાં – અજિતવીરજ જિન વીસમાં રે, તું તઉ મોહણ મોહણવેલી, મટકલ થારારે મુખડા તણઉરે. નવ કમલે સોના તણે રે, ચાલઈ ગજગતિ વેલિ, મટકી થારારે મુખડા તણઉરે. જોઈ શકાય છે કે મટકઉ થારા રે મુખડા તણી રે. ધ્રુવા તરીકે પ્રયોજાયું છે. કોઈક સ્તવનમાં સંકુલ ધુવાનું આયોજન થયું છે એટલેકે એકથી વધારે ધુવાઓની ગૂંથણી થઈ છે તે ખાસ ધ્યાન ખેંચે છે. જેમકે, “સીમંધરજિન રૂ.માં – ઘરિ ઘરિ થયા વધાવણા વારૂ વાજઈ હે સખી ઢોલ નીસાણ કિ, ચાલઉ રે. ધવલ મંગલ ગાય ગોરડી, જોવા આવ્યા હે સખી સુરનર રાણ કિ. અહીં બીજા ચરણમાં વચ્ચે ‘હે સખી અને અંતે કિ', “ચાલઉ રે' અને ચોથા ચરણમાં વચ્ચે હે સખી' અને અંતે કિ જોવા મળે છે તે બધી જ કડીઓમાં આ જ રીતે આવતી ધુવાઓ છે. એકાંતર ચરણમાં બદલાતી ધૂવાઓ એ આ સ્તવનોમાં જોવા મળતી એક વિશેષ પ્રકારની ધુવારચના છે. જેમકે, “ઋષભાનનજિન સ્તવનમાં – ઋષભાનન જિન સાતમી ગુણ પ્રભુજી રે, વિહરમાણ જિનરાય ગાવઉ ગુણ પ્રભુજી રે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ‘ગુણ પ્રભુજી રે’ અને ‘ગાવઉ ગુણ પ્રભુજી રે આ સ્તવનની ધુવાઓ છે. આ ધુવાઓ માત્ર એક શબ્દના ઓછાવધતાપણાથી જુદી પડે છે. પરંતુ, અન્યત્ર વધારે શબ્દફેરવાળી એકાંતર ધ્રુવા પ્રયોજાયેલી છે. જેમકે, ઈશ્વરપ્રભજિન સ્તવન'માં – જગદાનંદ જિનંદ, બાઈરે જગદાનંદ જિનંદ, ત્રિભુવન કેરી રાજીયઉં, બાઈ ઈશ્વર દેવ. અહીં “બાઈ રે જગદાનંદ જિનંદ' અને “બાઈ રે ઈશ્વર દેવ' ધ્રુવાઓ છે. કોઈક સ્તવનમાં વિલક્ષણ પ્રકારની ધ્રુવારચના જોવા મળે છે. જેમકે, ‘ચંદ્રબાહુજિન સ્તવનમાં – શ્રી ચંદ્રબાહુ તેરમા, તું તક સાંભલી રે સાહિબ, અરદાસ, સાંભલી રે સાહિબ અરદાસ. મોહણગારા સાહિલીયા, મન મોહ્યલ રે પ્રભુજી તુઝ નામ, મોહ્યલ રે પ્રભુજી તુઝ નામ. આઈ મિલું કિમ તુજ ભણી, નવિ દીધી રે પાંખલડી દેવ. દીધી રે પાંખલડી દેવ. આમ તો, આ સ્તવનમાં કોઈ એક જ અંશ સતત પુનરાવર્તન પામતો નથી તેથી એમાં પરંપરાગત ધ્રુવા છે એમ ન કહેવાય. પરંતુ દરેક પંક્તિમાં બીજા ચરણનો ઘણો ભાગ જે-તે પંક્તિને અંતે પુનરાવર્તન પામે છે. આ પદ્ધતિ આખા સ્તવનમાં સુસંગત રીતે અનુસરવામાં આવી છે. એ રીતે એ એક નિશ્ચિત પદ્યપદ્ધતિ – ગાનપદ્ધતિ તો છે જ એટલે એ અર્થમાં એ ધ્રુવા છે. આ ધ્રુવારચનાની બીજી વિશેષતા એ છે કે એમાં આખું ચરણ કે આખું વાક્ય પુનરાવર્તન પામતું નથી. એમાંના આરંભના એકાદબે શબ્દ છોડી દેવામાં આવેલ છે. આને કારણે પુનરાવર્તિત અંશમાં વાક્યર્થ ખંડિત પણ થવા દેવામાં આવ્યો છે. આ તો થઈ કૃતિની ગેયતા સિદ્ધ કરવા કવિએ ઉપયોગમાં લીધેલાં ઉપકરણોની વાત. પરંતુ આખરે આ તો સ્તવનકૃતિ છે એટલે પ્રભુને વંદનાપ્રાર્થના એ કૃતિનો મુખ્ય હેતુ છે. આ વંદના-પ્રાર્થનાની રીતિ પ્રત્યેક સ્તવનમાં વિવિધતા ભરેલી છે. કવિ ક્યાંક સ્વગતોક્તિ કરે છે. કેમકે. “સુજાતજિન સ્તવન અને મહાભદ્રજિન સ્તવન'માં. “સુજાતજિન સ્તવન'માં - * હું તઉ ભવ દુઃખ માહિ પીડાણ૩ કિ. * તુમે છઉ મારા અંતરજામી કિ. ખમિજ્યો પ્રભુજી મહારી ખામી રે કિ. * અગનઈ ધગધગતી પૂતલીયાં કિ, મુજનઈ તેહની સંગતિ મિલીયાં કિ. Page #318 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષકૃત “વીશી' : તીર્થંકરસ્તવન - ગરબા રૂપે [ ૩૦૫ તથા “મહાભદ્રજિન સ્તવન'માં – મઈ જીવ સંતાપ્યા હો, આલ વચન કહ્યાં. મઈ અબ્રહ્મ સેવ્યા હો, દાન અદત ગ્રહ્યાં. એ ઉદ્ગારોમાં કવિ પ્રભુ પાસે પોતે કરેલા પાપનો એકરાર કરે છે અને પોતાને ક્ષમા આપવા વિનંતી કરે છે. સામાન્ય રીતે પુરુષ કરતાં સ્ત્રી વધુ સંવેદનશીલ હોય છે. કવિએ સ્ત્રીના આ વિશેષ ગુણને ધ્યાનમાં રાખીને કૃતિમાં સ્ત્રીપાત્રનો પ્રવેશ કરાવીને પ્રભુને વંદના કરી છે. જેમકે, “બાહુજિન સ્તવન.' આ સ્તવનમાં એક સ્ત્રી અને એક પ્રસંગે બાહુજિનસ્વામીનાં દર્શન થયેલાં એ પ્રસંગની અનુભૂતિ પોતાની માતાને કહે છે એ રીતે કવિએ બાહુજિન સ્વામીની સ્મરણવંદના કરી છે : રામતિ રમિલા હું ગઈ, મોરી સહીયર કેરઈ સાથિ રે માઈ. આ રીતે સ્વતનનો આરંભ થાય છે અને પછી બાહુજિનસ્વામીના વૈભવ, વિશેષતા અને રૂપ વિશે વાત આવે છે. “સીમંધરજિન સ્તવન', “વીરજિન સ્તવન' અને દેવયશાજિન સ્તવન'માં સંવાદ-ઉબોધનની રીતિ છે. “સીમંધરજિન સ્તવનમાં એક સ્ત્રી તેની સખીને સંબોધીને કહે છે – સખી શ્રેયાંસ ઘરે જાય પુત્ર રતત્ર કિ. ચાલી રે, આપણ દેખવા જઈયઇ, નયણે કુમાર નિહાલીયઈ. અને પછી સીમંધરસ્વામીના જન્મના વધામણાથી માંડીને તેમનાં યૌવન, લગ્ન, રાજયાભિષેક અને સંયમ સુધીના પ્રસંગો સખીને કહે છે. વળી, સીમંધરસ્વામીની પ્રશસ્તિ કરતાં કહે છે કે એ એટલા મહાન છે કે ઈન્દ્ર-ઇન્દ્રાણી પણ તેમની આરતી ઉતારે છે અને તેમના દર્શન માત્રથી ભવોભવનાં કુકર્મો ભસ્મ થઈ જાય છે. એ જ રીતે, “વીરસેનજિન સ્તવન'માં પણ એક સખી તેની બીજી સખીને કહે છે – સહીરો રે ચતુરસુજાણ, આવઉ વીરસેન નંદિવા રે, છોડી રે વિષય વિકાર, કીજઇ પ્રભુની ચાકરી રે, ધરીયાં રે હીયડઈ ધ્યાન કરમ ખાઇ ભવ કેરડાં રે. પ્રસ્તુત સ્તવનમાં પોતાના પાપનો એકરાર કરીને સ્વામી વીરસેનની કૃપા પ્રાપ્ત કરવાની વાત કવિએ સખીમુખે કરી છે. દેવયશાજિન સ્તવનમાં પત્ની પતિને કહે છે – કિતા સુણિ હો કહું એક વાત, આપણે જાણ્યું પ્રેમ સું, ગોરી એમ ભણઈ. આ સ્તવનમાં દેવયશાસ્વામીના મોહક, સુરભિયુક્ત રૂપની વાત પત્ની પતિને કરે છે. વળી, એમ પણ કહે છે કે તેમની આગળ આનંદનો રાસ રમીને, ચાલો, આપણે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધન્યતા પ્રાપ્ત કરીએ. આ રીતે સંવાદ-ઉદ્બોધનની રીતિ કૃતિમાં નાટ્યાત્મક છટા પ્રગટ કરે છે. કેટલાંક સ્તવનોમાં પ્રેમભક્તિનો મનોભાવ પ્રગટ થયો છે અને એ ભાવમાં તીર્થંકરસ્વામીને વંદના થઈ છે. જેમકે, “સૂર,ભજિન સ્તવન.' અહીં પ્રભુ કવિને મન રસિયો સાજન છે. તું તઉ હારી જીવન પ્રાણ હો રસિયા, તું તઉ હારા હોયડાની હા હો રસિયા. તીર્થંકરસ્વામી સાથે પોતાનો ભક્ત-ભગવાનથી વિશેષ જુદો સંબંધ છે. જૈનેતર સાહિત્યની પ્રેમલક્ષણાભક્તિનું સ્મરણ કરાવે એવી આ સ્તવનરચના છે. વિશાલજિન સ્તવન', “ચંદ્રબાહુજિન સ્તવનઅને “ભુજંગજિન સ્તવન'માં પ્રભુ સાથે કવિએ “સાહિબ-સેવકનો નાતો બાંધીને એ તીર્થંકરદેવને વંદના કરી છે. હું સેવક પ્રભુ તુમ તણકે, તું માહરઉ સાહિબ સુખવાસ. તીર્થંકરસ્વામીના રૂપ એટલેકે તેમના રંગ, દેહપ્રમાણ વગેરે વિશે માહિતી આપીને અને તેમના વિશેષ ગુણની પ્રશસ્તિ કરીને વંદના કરવાની એક પરંપરાગત રીતિ છે, પરંતુ કવિ જિનહર્ષે જે-તે તીર્થંકરના રૂપ વિશે આ કૃતિમાં સીધી માહિતી જ માત્ર આપી નથી. હા, એ આવે છે ખરી પણ અનુષંગે આવે છે. જેમકે, ઈશ્વરપ્રભજિન સ્તવન’, ‘બાહુજિન સ્તવન'. આ સ્તવનોમાં તીર્થંકરના ગુણોની પ્રશસ્તિ કરવા, એમની વિશેષતા સિદ્ધ કરવા માટે જ કવિએ તેમને રૂપ વિશે માહિતી આપી છે. નોંધપાત્ર તો એ છે કે દેહપ્રમાણ તો કોઈ સ્તવનમાં નોંધાયું નથી. જુઓ “ઈશ્વરપ્રભજિન સ્ત.'માં – પ્રભુની કાયા રે કંચણ સારિખી રે એતઉ ઝલકઈ તેજ અપાર. ‘બાહુજિન સ્તવન'માં – નિરમલ કાયા જેહની, ક્ષીરવરણ લોહી નઈ મંસ રે માઈ. સાસ ઊસાસ સુગંધતા, જાણે કમલકુસુમ અવતંસ રે માઈ. ‘વીશી'નું “ઈશ્વરપ્રભજિન સ્તવન’ પણ લાક્ષણિક છે. અહીં કવિએ કેવળજ્ઞાનથી દીપતા ઈશ્વરપ્રભ તીર્થંકર સ્વામીને વંદના કરી છે. ઈશ્વર' નામથી કોઈ ભોળવાઈને ઈશ્વર' એટલે “શંકર' એવો અર્થ કરવા ન પ્રેરાય તેથી પહેલાં કવિ ભગવાન શંકરના ગુણવિશેષ પ્રગટ કરે છે કે ઈશ્વર એટલે પાર્વતીના ઘલા. અંગે ભસ્મ ચોળનારા, વૃષભ પર સવાર થનાર, ભાંગ ધતૂરા સાથે પ્રીતિ રાખનારા વગેરે. પણ હું એ ઈશ્વરની વાત કરતો નથી. અને પછી કહે છે, જે નિર્મોહી અને નિષ્કલંક છે એને તમે ઈશ્વર' માનજો. - કૃતિને અંતે કલશમાં કવિએ મા સરસ્વતીને વંદના કરી છે એ પણ આ રચનાની નોંધપાત્ર લાક્ષણિકતા છે.. મા સરસ્વતીના કૃપાપ્રસાદથી જ પોતે વીસ Page #320 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષકૃત “વીશી' : તીર્થંકરસ્તવન – ગરબા રૂપે D ૩૦૭ તીર્થકરોની સ્તુતિ રચી શક્યા છે એવી નમ્ર પ્રાર્થના કવિએ સરસ્વતીને કરી છે. એ રીતે કવિએ મા સરસ્વતીનું પણ વિશેષ મહત્ત્વ કર્યું છે. આમપરંપરાગત રચનારીતિને ચાતરીને ચાલતી કવિ જિનહર્ષની આ ધ્યાનપાત્ર રચના છે, જે ધર્મવિષયક કૃતિ હોવા સાથે સાહિત્યકૃતિ પણ બની રહે છે. પાદટીપ ૧. જિનહર્ષ ગ્રંથાવલી, સંપા. અગરચંદ નાહટા, પૃ.૩૪થી ૫૭ ૨. વલ્લભ ભટ્ટની એક જ કૃતિની – ધનુષધારીનો ગરબોની - .સં.૧૭૯ર મળે છે. સં. ૧૭૬૧માં રચાયેલી આ વીશીમાં મહાકાળીના ગરબા'ની ઢાળ ઉધૂત થઈ છે તેથી એ ગરબાની રચના એ પૂર્વે થઈ હોવાનું નિશ્ચિત થાય છે અને એ રીતે વલ્લભ ભટ્ટનો કવનકાળ વહેલો શરૂ થયો હોવાનું સિદ્ધ થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજયકૃત “નેમ-રાજુલ બારમાસા જયન્ત પાઠક કક્કો, વાર, મહિના, ફાગુ જેવા, મૂળે લોકકવિતાના રચનાપ્રકારોને આપણા મધ્યકાલીન કવિઓએ શિષ્ટ કવિતામાં યોજતાં એમને એક ચોક્કસ ને ચુસ્ત નિબંધન ને નિશ્ચિત વિષય-વસ્તુ સાંપડે છે. બારમાસાની જ વાત કરીએ તો એમાં સામાન્ય રીતે વર્ષના બાર મહિના દરમિયાન પ્રવર્તતી વિવિધ પ્રકૃતિલીલાનું ને માનવચિત્ત ઉપર તેથી થતી અસરનું વર્ણન-નિરૂપણ થાય છે. બીજી રીતે કહીએ તો. એમાં નાયક-નાયિકાના વિરહ-મિલનની ઘટનાથી નીપજતા સંભોગ કે વિપ્રલંભ શૃિંગારના ઉદ્દીપનવિભાવ તરીકે આવાં પ્રકૃતિવર્ણનો કે ઋતુવર્ણનો ખપમાં લેવાય છે. કવિ એક બાજુ પ્રકૃતિવિશેષના સૌન્દર્યનું વર્ણન તો બીજી બાજુ વિશિષ્ટ પરિસ્થિતિમાં ચિત્ત ઉપર પડતા તેના પ્રભાવનું દર્શન કરાવે છે. બારમાસામાં શૃિંગારનિરૂપણ (ઘણુંખરું વિરહ) નાયક-નાયિકાને અવલંબીને થાય છે. એટલેકે એમાં બહુધા વિપ્રલંભ શૃંગાર ને તેના અનુષંગે કંઈક કરણની નિષ્પત્તિ થતી જોવા મળે છે. આવી રચનાઓ ઘણુંખરું લોકજીવનોત્થ ને લોકારાધન માટે થતી હોઈ એમાં અટપટી, જટિલ રચનારીતિ કે સંકુલ વિષયવસ્તુને બદલે સરલ ને વિશદ રચનારીતિ ને સાદું વિષયવસ્તુ હોય છે. ભાષા, છંદ, અલંકાર જેવા કાવ્યના ઘટક અંશોમાં કવિએ બહુધા સદ્યબોધ કરાવે એવો પ્રપંચ રચવાનો હોય છે ને લોકપરિચિત સરલ કથાવસ્તુ ખપમાં લેવાનું હોય છે. અલબત્ત, પાછળથી જેમજેમ આ પ્રકારનો શિષ્ટ કવિતામાં પ્રયોગ વધતો ગયો તેમતેમ તેમાં કલા-કસબના અંશો વધુ ને વધુ પ્રવેશતા ગયા ને વિદગ્ધ કવિઓ એમની નિપુણતાનું પ્રદર્શન એ દ્વારા કરાવવા લાગ્યા. આને કારણે કૃતિની ખૂબી-ખામીઓ, ગુણદોષ ને કવિની શક્તિ-મર્યાદા તપાસવાનો અવસર ઊભો થયો તેમ તર-તમની રીતે કૃતિઓ ને કવિઓને મૂલવવાનો ઉપક્રમ પણ નીપજી આવ્યો. મધ્યકાલીન જૈન-અજૈન કવિઓએ લોકકવિતાના આ પ્રકારને સારી પેઠે ખેડડ્યો છે ને એમની શક્તિ-નિપુણતાનો પરિચય કરાવ્યો છે, તથાપિ એકંદરે એમાં જે કવિતા જોવા મળે છે તે પરંપરાપરાયણ ને પ્રચલિત ઢાંચામાં ઢાળેલી જણાય છે. બારમાસામાં સામાન્ય રીતે ઋતુઓનાં વર્ણન સાથે વિરહ મિલનની – મોટે ભાગે તો વિરહની – લાગણી ગૂંથી લેવામાં આવી હોય છે ને જૈન કવિઓની આવી કૃતિઓ Page #322 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજયકૃત “નેમ-રાજુલ બારમાસા' U ૩૦૯ જોઈએ તો રચનાને અંતે નાયક-નાયિકાને સંયમ, સદાચાર, વૈરાગ્ય જેવા ઉન્નત ભાવોમાં આવીને ઠરતાં બતાવવામાં આવે છે. વિનયવિજયકૃત નેમ-રાજુલ બારમાસા' જૈન ધર્મમાં બાવીસમા તીર્થંકર ગણાતા નેમિનાથ ને મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતીને નાયક-નાયિકા તરીકે લઈને રચવામાં આવેલી કૃતિ છે. વિવાહ પ્રસંગે જમણ માટે થનાર પશુહિંસાના વિચારથી વ્યથિત થઈને નેમિનાથ લગ્ન કર્યા વિના જ ગિરનારમાં તપ કરવા ચાલ્યા જાય છે ને તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે નાયક-નાયિકા વચ્ચે વિરહ થાય છે. કવિએ કાવ્યને અંતે નોંધ્યું છે તેમ આ કૃતિ સંવત ૧૭૨૮માં રાંદેરમાં રચાઈ છે. આ કવિની અન્ય એક કૃતિ પણ રાંદેરમાં રચાયાનો ઉલ્લેખ જોતાં વિનયવિજયજી રાંદેરના હોય કે પછી ચાતુર્માસ ગાળવા કે વિહાર માટે વારંવાર રાંદેરમાં આવતા હોય એવું અનુમાન થાય છે. આગળ કહ્યું તેમ સામાન્ય રીતે બારમાસાનો ઢાંચો ને તેની રચનારીતિ એક જ પ્રકારનાં હોય છે, તથાપિ એના આયોજનમાં ને ભાષાકર્મમાં કવિનો વ્યક્તિત્વવિશેષ પ્રગટ થાય છે ખરો. વિનયવિજયજીની આ કૃતિમાં બીજા કેટલાક બારમાસામાં જોવા મળતા મંગલાચરણના શ્લોક નથી. આરંભમાં કવિ સરસ્વતી કે અન્ય ઈષ્ટ દેવ-દેવીની સ્તુતિ ને હાથ ધરેલી રચનાની સફળતા માટે પ્રાર્થના કરે છે. અહીં કવિ મંગલાચરણ વગર કૃતિનો સીધો જ આરંભ કરી દે છે. દેશમાં રચાયેલા ૨૬ કડીના આ કાવ્યનું સ્વરૂપ સંદેશકાવ્યનું, દૂતકાવ્યનું છે એ પણ ધ્યાન ખેંચે એવી એની વિશિષ્ટતા છે. એના કવિએ સંસ્કૃતમાં ઇન્દુદૂત' નામક રચના કરી છે કે આ કૃતિને પણ ‘રાજુલ-નેમ સંદેસડુ' કહી છે એ હકીકત આ સ્વરૂપવિશેષ પ્રતિનો એમનો પક્ષપાત પ્રગટ કરે છે. અબ્દુર્રહેમાનકૃત “સંદેશક રાસ'ની જેમ અહીં વિરહિણી નાયિકા પથિક દ્વારા નેમિનાથને સંદેશો પાઠવે છે ? પંથી ! અમારો સંદેસડો કહિજો તેમનઈ એમ છટકી છેહ ન દીજીઈ, નવ ભવનો રે પ્રેમ. અમારો' શબ્દનો પ્રયોગ પણ અહીં ધ્યાન ખેંચે છે. નાયિકા પોતાને માટે આવો બહુવચન પ્રયોગ કરીને પ્રેમનો અધિકાર લાડ સાથે વ્યક્ત કરે છે. બારમાસામાં વર્ષના બાર મહિનાનો ઉલ્લેખ ને એનું વર્ણન આવે છે, પણ બધા કવિઓ અમુક એક જ માસના ઉલ્લેખ-વર્ણનથી કાવ્યનો આરંભ કરતા નથી. કોઈ કારતકથી તો કોઈ માગશરથી તો કોઈ વળી આસો મહિનાથી આરંભીને બાર માસનું વર્ણન કરે છે. આ કૃતિમાં કવિએ માગશરથી આરંભ કરીને કારતકના વર્ણનથી કૃતિનો અંત આણ્યો છે. સામાન્ય રીતે કવિ પ્રત્યેક માસના વિશિષ્ટ વર્ણન-આલેખન માટે ને વિહિણી નાયિકાની એ પરિસ્થિતિમાં ચિત્તાવસ્થા માટે બે કડી ફાળવે છે, એટલેકે ચાર પંક્તિઓમાં તે મહિનાના ઋતુલક્ષણવિશેષને ને તેના સંદર્ભમાં વિરહિણી નાયિકાની વ્યથા-વેદના. એના ઓરતા ને આજીજીને રજૂ કરે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આ વ્યવસ્થામાં ક્યારેક અપવાદ પ્રવર્તતો પણ જોવા મળે છે, જેમકે અહીં કવિએ વૈશાખ માસના વર્ણન માટે એક જ કડી યોજી છે ને કારતક તેમજ માઘ માસના વર્ણનમાં તે-તે મહિનાની ઋતુવિશેષતાનો ઉલ્લેખ કર્યા વગર જ નાયિકાની વ્યગ્રતા-વેદના ને પ્રેમોપચારના કોડ વર્ણવ્યા છે. ઋતુવર્ણનમાં કે નાયિકાની અવસ્થાના નિવેદનમાં આવી રચનાઓમાં અ-પૂર્વ કે મૌલિક કહેવાય એવું ઘણું ઓછું હોય છે ને ગતાનુગતિકતા કે પુનરુક્તિ વધારે હોય છે, છતાં સારા કવિની શક્તિના ચમકારા અહીંતહીં નજરે ચઢ્યા વગર રહેતા નથી. ભાવ, ભાષા, અલંકાર આદિમાં ઘણું સરખાપણું હોવા છતાં ક્યારેક કૃતિના રચનાપ્રપંચમાં, ભાષાકર્મમાં વિશિષ્ટતા કે નોખાપણું પ્રકટ થાય છે. અહીં યમક કે વર્ણસગાઈના પ્રયોગમાં, વર્ણ-શબ્દના વિન્યાસમાં અને ભાવોત્કટતા સાધવા પ્રયોજાતા પંક્તિના વિશિષ્ટ ઠાઠમાં કવિની શક્તિ-નિપુણતાનો પરિચય થાય છે. માઘ માસના ઉલ્લેખમાં કવિ નાયિકા પાસે બોલાવે છે : નાહ વિના માહ માસની રયણી ન વિહાય, સૂની રે સેજઇ તલપતાં ખણ વરસાં સો થાય. ૬ (નાથ વગર માહ માસની રાત (કેમેય) વીતતી નથી; સૂની સેજમાં તલખતાં એક ક્ષણ સો વ૨સ જેવી લાંબી લાગે છે.) એવી જ રીતે કારતક માસમાં નાયિકાની વિરાવસ્થા વર્ણવતાં કવિ કહે છે : કાતી માતી કામિની, રાતી રે પ્રિઉ-સંગ, દેખી મુઝ મન ઉલ્લુસઇ તુહ્મ સેવા સંગ. ૨૩ વૈશાખ વિશે ભલે કવિએ એક જ કડી કરી છે, પણ એમાં નાયિકાનો પ્રિયતમને ઉત્તમ વસ્તુથી રીઝવવાનો ઉમળકો ને કોડ ભલી ભાતે વ્યક્ત થાય છે ઃ વૈશાખઈ સાકર જિસી પાકી આંબા-સાખ, પ્રીસું હું કરી કાતલી, પ્રિઉડા ! રે રસ ચાખ. ૧૨ ‘ભોલી ટોલી સહુ મિલી હોલી રે ખેલંત' જેવી પંક્તિમાં ‘ઓ' કાર ને ‘લ’ કારનાં પુનરાવર્તનોથી સધાતી ચમત્કૃતિની પણ નોંધ લઈએ. ભાષાની વાત ચાલે છે ત્યારે એક શબ્દપ્રયોગ પ્રત્યે પણ ધ્યાન દોરાય છે. ૨૦મી કડીમાં કવિ ‘હરાંમ’ એવો શબ્દ પ્રયોજે છે, લખે છે ઃ રાતિ વિહાઇ અતિ દોહલી જપતાં રે તુહ્મ નાંમ, સાજન ! સાચું માનજો, નયણે નીંદ હરાંમ. આ આખીય કૃતિમાં સામાન્ય રીતે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દોનો ઉપયોગ થયો છે, માત્ર આ ‘હરાંમ’ જ એક અરબી ભાષાનો શબ્દ પ્રયોજાયો છે. કોઈ પ્રતમાં આ શબ્દપ્રયોગ વિશે કશી ટીકા-ટિપ્પણી નથી તે જોતાં આ પ્રયોગમાં કશી અસાધારણતા કે અ-પૂર્વતા નથી દેખાઈ એમ સમજાય છે. વિક્રમની અઢારમી સદીમાં આ રચના થઈ છે એટલે કવિ અરબી-ફારસી ભાષાથી પરિચિત હોય ને આ Page #324 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજયકૃત ‘નેમ-રાજુલ બારમાસા' ૩૧૧ કાળના અન્ય બારમાસામાં પણ ‘સાબાસ’, ‘સાહેબ', ‘રિબનવાજ' જેવા શબ્દો વપરાયા છે તે જોતાં કદાચ આ શબ્દને નોંધપાત્ર ગણવામાં નહીં આવ્યો હોય. છતાં આખી કૃતિની ભાષાના ઠાઠમાં એ જરા અતડો પડી જતો તો લાગે જ છે. મધ્યકાલીન, અને ખાસ કરીને સાધુ-સંત કવિઓની ધર્મરંગી કૃતિઓના સંબંધમાં એકબે વિચારમુદ્દાઓ સૂઝે છે. વૈષ્ણવ ધર્મના, ભાગવત સંપ્રદાયના ફાંટારૂપ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-કવિઓ ભક્તિમાર્ગની પરંપરાને અનુસરીને એમની કૃતિઓમાં ગોપી-રાધા-કૃષ્ણને અવલંબીને શૃંગારનું નિરૂપણ કરે. પ્રેમલક્ષણા ભક્તિમાં તો પરકીયા પ્રેમ એક મહત્ત્વના તત્ત્વદર્શન કે સિદ્ધાન્તના અંગ તરીકે સ્વીકારાયો હોઈ એની નાયિકા પરકીયા હોય ને નાયક-નાયિકા વચ્ચેનો ઉન્મત્ત શૃંગાર, સંભોગશૃંગાર કૃતિમાં નિરૂપણ પામે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નીતિ, સદાચાર, સંયમને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ને સ્ત્રીનો સંસર્ગ તો સર્વથા ત્યાજ્ય ગણવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં બ્રહ્માનંદ કે પ્રેમાનંદ (પ્રેમસખી) શૃંગારનિરૂપણ કરે ત્યારે, સંપ્રદાયશિસ્તબદ્ધ એમનાથી મન મૂકીને, મુક્ત ભાવે, નરસિંહ, મીરાં કે દયારામની જેમ તો શૃંગાર-નિરૂપણ થાય નહીં. એવી જ રીતે જૈન સાધુકિવ પણ નીતિ, સદાચાર, સંયમ, વિરક્તિને વરેલા હોઈ શૃંગારવર્ણન કરે ત્યારે એમને સંપ્રદાયના આચારવિચારની આણ નડે. જેમણે સંસારત્યાગ કર્યો છે ને વૈરાગ્યમાં વૃત્તિઓને વાળી લીધી છે તેઓ યુવાન નાયક-નાયિકાના કામ-તિના આવેગોને શી રીતે આલેખી શકે ? એમાં તેઓ એમને અપરિચિત એવા પ્રદેશમાં કંઈક સાવધાનીથી ફરતા હોય એવું ન લાગે ? કૃતિમાં અનુભૂતિની, સંવેદનની તીવ્રતા-ઉત્કટતાની ઊણપ ન આવે ? શૃંગારનરૂપણમાં કિવની authenticity ને intensityનું શું ? વૈષ્ણવ કવિઓની, ને ધર્મનિરપેક્ષ મુક્ત શૃંગારકવિતાની તુલનામાં એમની કૃતિઓ મંદ, મોળી, અનુભૂતિની ઊણપવાળી, ને ક્વચિત્ કૃતક પણ ન લાગે ? ને તેવું હોય તો ખુદ કવિતાના સ્વયંભૂપણાનું ને તદંતર્ગત ગુણસંપત્તિનું શું ? એક બીજો પ્રશ્ન પણ આ બારમાસા જેવી કૃતિના સંબંધમાં થાય. આવી કૃતિ જૈન સાધુએ સાધુ, પૂજ્ય પાત્રો લઈને રચી છે એટલા માત્રથી તે ધર્મભાવની ધાર્મિક કૃતિ કહેવાય ? કાવ્યની ૨૬ પૈકીની ૨૩ કડીમાં નેમ-રાજુલને અવલંબીને સામાન્ય માનવીય શૃંગારભાવ જ વર્ણવાયો છે ને પછી બે કડીમાં એમને મુગતિ-મંદિર’માં ભેગાં કરીને ભગવંતને ભજીને સુખ પામતાં વર્ણવ્યાં છે. આમ સધાતા અંતમાં નિર્વેદ કે શાન્ત આપણા ચિત્તમાં ભાગ્યે જ જામે છે; એટલે કલાકૃતિમાં રસનિષ્પત્તિની, ધર્મ કે સંપ્રદાયથી નિરપેક્ષ એવી વિચારણામાં આવી કૃતિને શૃંગારની secular કૃતિ ગણવાનું યોગ્ય ન ગણાય ? Page #325 -------------------------------------------------------------------------- ________________ વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા ભોળાભાઈ પટેલ સ્થૂલિભદ્ર બારહમાસાના કવિ વિનયચંદ્ર છે. આ જૈન કવિ ઈસ્વીસનના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. ઉત્તમકુમાર ચૌપાઈ તેમની પ્રથમ કૃતિ માનવામાં આવે છે. તેની રચના સંવત ૧૭પર (ઈ.સ.૧૬૯૫)માં પાટણ મુકામે થઈ હતી. “સ્થલિભદ્ર બારહમાસાની રચના એ પછી ત્રીજે વર્ષે સંવત ૧૭૫૫માં અમદાવાદમાં થઈ છે. રચનાને અંતે સ્થળનો નિર્દેશ આ પ્રમાણે છે : ગુર્જરામંડન રાજનગરઈ, વિનયચંદ્ર કહઈ ઈશું. એમાં ગુર્જરામંડન રાજનગર તે અમદાવાદ. - “સ્થૂલિભદ્ર બારમાસા તેર સ્તબકનું કાવ્ય છે. દરેક સ્તબકમાં પહેલી કડી દોહા છંદમાં છે અને પછી બે કડીઓ હરિગીતમાં છે. આ રીતે દરેક સ્તબકમાં ત્રણ કડી ધરાવતા આ કાવ્યની કુલ ૭૮ પંક્તિઓ છે. દોહા-હરિગીતના બંધમાં હોવા છતાં કવિએ કાવ્યના ઢાળને ‘ઢાલચઉમાસિયાની' કહીને ઓળખાવેલ છે. દોણ છંદમાં ‘જી' ઉમેરી પંક્તિને પ્રલંબ બનાવી આ ઢાળ સિદ્ધ કર્યો છે. આ ઢાળની મૌખિક પરંપરા હોવી જોઈએ. બારમાસાની શ્રેણીમાં આવતો ‘ચોમાસા' પણ એક પ્રચલિત કાવ્યપ્રકાર રહ્યો છે. તેમાં બાર માસને બદલે ચોમાસાના ચાર માસ લેવામાં આવ્યા હોય છે. યુવાન એકાકી. વિરહિણી નારીની વિરહવ્યથાને વ્યક્ત કરતો બારમાસાનો કાવ્યપ્રકાર લિખિત ભારતીય આર્યભાષાઓના સાહિત્યમાં જૂનામાં જૂનો છે. એનું મૌખિક રૂપ પણ અવશ્ય હશે. દોહા છંદને બીજી કડીના હરિગીત સાથે જોડી દેવામાં આવ્યો છે. દોહાનો છેલ્લો શબ્દ હરિગીતની કડીનો પહેલો શબ્દ બને છે, જેમકે પહેલા સ્તબકમાં દોહાનું અંતિમ ચરણ છે પ્રિયુડા કરું મનોહારોજી', અને હરિગીતનું પ્રથમ ચરણ છે મનોહાર સાર શૃંગાર રસમાં.” દરેક સ્તબકમાં આ ભાત જળવાઈ છે. એથી રચનાનું એક સુઘડ રૂપ આપણને મળે છે. બારમાસા, આપણે સૌ જાણીએ છીએ તેમ. મુખ્યત્વે વિરહકાવ્ય હોય છે. આપણા દેશમાં જ્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુઓ એ રીતે કે પછી ગ્રીખ, વષ, શરદ, હેમંત, શિશિર, વસંતની ઋતુઓ એ રીતે ઋતુઓને અલગઅલગ ઓળખી શકાય એવાં તાપમાન હોય છે, ત્યાં આ પ્રકારના Page #326 -------------------------------------------------------------------------- ________________ વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા' D ૩૧૩ કાવ્યપ્રકારની જીવંત પરંપરા હોય તે સ્વાભાવિક છે. ઋતુવર્ણનમાંથી પછી મહિના-મહિનાની રીત આવી હોય અને ચાતુર્માસ કે પતુવર્ણનમાંથી બારમાસી પ્રકાર વિકસ્યો હોય. આવા લિખિત કે મૌખિક બારમાસાની સમૃદ્ધ પરંપરા રહી છે. મનુષ્યના મનના ભાવોની ઉત્કટતામાં પ્રકૃતિની ભૂમિકાનો યોગ પણ હોય છે. આ પ્રકારનાં કાવ્યોમાં પ્રકૃતિ અને માનવભાવનું સાયુજ્ય હોય છે, તેમાંય ખાસ તો શૃંગાર અને તેમાંય વિપ્રલંભશૃંગારનું. કેન્દ્રમાં હોય છે વિરહિણી નારી. મુખ્યત્વે એની ઉક્તિરૂપે કાવ્ય રચાયું હોય છે. પરંતુ ધર્મકવિતા આવા સ્વરૂપની લોકપ્રિયતાને લક્ષમાં રાખી એનો વિનિયોગ પોતાના હેતુઓ માટે કરે છે. વૈષ્ણવ સાહિત્યમાં કે જૈન સાહિત્યમાં આ રીતે અનેક બારમાસા રચાયા છે, જે વાચકને ધમભિમુખ કરવા તાકે છે. જૈન સાહિત્યમાં મળતા બારમાસામાં બે વિરહિણીઓની કથા મુખ્યત્વે ગૂંથાય છે. એક છે નેમરાજુલયુગલની રાજિમતી અને બીજી છે ધૂલિભદ્રકોશાયુગલની કોશા. વિનયચંદ્ર નેમિનાથ રાજિમતી બારહમાસાની પણ રચના કરી છે. નેમરાજુલ અને સ્થૂલિભદ્રકોશાની કથાઓ છે પણ અત્યંત મર્મસ્પર્શી. ગણિકા (રૂ૫)કોશાના પરમ પ્રેમી અને મંત્રી શકટાલના પુત્ર યૂલિભદ્ર વૈરાગ્ય આવતાં દીક્ષા લઈ લે છે. જેવો પ્રબળ તેમનો રાગ હતો, તેવો પ્રબળ તેમનો વિરાગ. ગણિકા હોવા છતાં કોશા સ્થૂલિભદ્રને પોતાના પ્રિયતમ માનતી. સાધુ-વૈરાગી થયેલા યૂલિભદ્ર ચાતુમસ ગાળવા ગુરુની અનુજ્ઞાથી કોશાને ત્યાં જ આવે છે. વિરાગી યૂલિભદ્ર અને રાણી રૂપકોશા. કવિઓએ આવી માર્મિક ઘટનાપરિસ્થિતિને અનેક રીતે આલેખી, વિશેષ કરીને સાધુ કવિઓએ. સ્થૂલિભદ્ર બારમાસા બાર માસની પૃષ્ઠભૂમિમાં વિરહિણી કોશાની મનોવ્યથાને વ્યક્ત તો કરે છે, પણ એટલું જ કર્તાનું પ્રયોજન નથી. કવિએ બારમાસાના રૂઢિગત રૂપને જાળવી તેમાં નવરસ અને રસનાં અંગ ગૂંથી લેવાનો પણ ઉપક્રમ રાખ્યો છે. આ કાવ્યને કવિશિક્ષાનું રીતિબદ્ધ કાવ્ય પણ કહી શકાય. કથા પણ કહેવાતી હોય અને સાથે વ્યાકરણશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્ર પણ ગૂંથાતું હોય એવી રચનાઓ સંસ્કૃતમાં છે. આપણે ત્યાં પણ એવી પરંપરા હતી. એમાં ભાવમાધુર્ય કરતાં પાંડિત્ય અથવા રચનાકારનું કૌશલ વધારે પ્રકટ થતું હોય છે. અષાઢથી શરૂ થતા આ બારમાસામાં શરૂઆતના નવ માસના પ્રત્યેક સાથે એકએક રસ ભરતે આપેલા ક્રમાનુસાર નિરૂપાય છે. ભારતના આઠ નાટ્યરસ પછી અહીં નવમો શાન્તરસ પણ છે. એ રીતે – અષાઢ (આસાઢ) સાથે શૃિંગાર શ્રાવણ સાથે હાસ્ય ભાદરવો (ભાદક) સાથે કરુણ. આસો (આસૂ) સાથે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કાર્તક (કાતી) સાથે વીર માગશર (મગિસિર) સાથે ભયાનક પોષ સાથે બીભત્સ માહ (માઘ) સાથે અદ્ભુત અને ફાગણ (ફાગુન) સાથે શાન્ત -નો અનુયોગ છે. એ પછી ચૈત્ર સાથે સ્થાયી ભાવ, વૈશાખ સાથે સાત્ત્વિક ભાવ અને જેઠ સાથે સંચારી ભાવ વર્ણવાયા છે. આમ, બારમાસનું ચક્ર પૂરું થાય છે. વિરહિણી કોશા જુદાજુદા માસમાં જુદા જુદા રસના અનુભવની વાત કરે છે. કાવ્યમાં કોશાની ઉક્તિ સાથે કવિની ઉક્તિ પણ ભળી જાય છે. અષાઢ સાથે શૃંગારનો ઉદ્બોધ આ રીતે જોડાય છે : આષાઢ આશા ફલી. કોશા કરઈ સિણગારજી, આવઉ યૂલિભદ્ર વાલહા, પ્રિયુડા કરું મનોહારો જી. મનોહાર સાર શૃંગાર રસમાં, અનુભવી થયા તરવર, વેલડી વનિતા ત્યાં આલિંગન, ભૂમિ ભામિની જલધરા. જલરાશિ કંઠઈ નદી વિલગી, એમ બહુ શૃંગારમાં, સમ્મિલિત થઈનઈ રહે અહનિશિ, પણિ તુમ્હ વ્રતભારમાં. અષાઢ આવતાં શણગાર સજી કોશા પ્રિયતમ સ્થૂલિભદ્રની વાટ જુએ છે. એ આવે એવી મનવાર (મનોહારો) કરે છે. અષાઢમાં તરવર અને વનિતા વેલડી આલિંગન લે છે, જલધર ભામિની ભૂમિનું આલિંગન કરે છે અને જલરાશિને – સાગરને કંઠે નદી વળગે છે, આમ સૌ આ માસમાં દિનરાત વળગીને રહે છે – પ્રેમવિલગ્ન છે. એટલેકે શૃંગારનો અનુભવ કરે છે. પણ સ્થૂલિભદ્ર તો વ્રતધારી છે. એટલે એ પોતે તો એ રસથી વંચિત છે. અહીં આપણે જોઈશું કે કવિએ શૃંગારનો સીમિત એટલેકે સંયોગ શૃંગાર એટલો અર્થ લીધો છે. (વિયોગ શૃંગાર પણ તો છે, જેનો અનુભવ કોશાને થાય છે, થઈ શકે.) શૃંગાર એટલે પ્રિય-પ્રિયતમાનું મિલન. અહીં અષાઢમાં પ્રાકૃતિક તત્ત્વો વૃક્ષ-વેલિ, મેઘ-ભૂમિ, સાગર-નદીનાં મિલન જોઈ કોશા પણ પ્રિયમિલનને ઝંખે છે. એ રીતે શૃંગારબોધનો કવિ અષાઢની પ્રકૃતિ સાથે અનુબંધ રચે છે. શ્રાવણ સાથે હાસ્યનો અનુબંધ છે. પણ કેવી રીતે ? સ્થૂલિભદ્ર તો યોગી છે, એ ભલા ભોગી કોશાને ત્યાં કેમ આવે એવું વિચારીને તેને હસવું આવે છે. ભાદરવા સાથે કરુણ રસ જોડ્યો છે, પણ એ વિપ્રલંભશૃંગાર થઈને રહે છે. ભાદરવાના કાદવકળણમાં જેમ લોકો ખૂંપી જાય, તેમ વિરહ કલણઈ હું કલી' – હું (કોશા) વિરહના કળણમાં ખૂંપી ગઈ છું, હે પ્રિય, મારો હાથ પકડી તેમાંથી મને બહાર કાઢો - એમ કોશા કહે છે. કોશાની આ અનુભૂતિઓને અનુક્રમે હાસ્ય અને કરુણના રસબોધ તરીકે કવિએ જોઈ છે. પરંતુ એમાં ખરો પ્રશ્ન તો રસાનુભવને લગતો છે – Page #328 -------------------------------------------------------------------------- ________________ વિનયચંદ્રકૃત ‘સ્થૂલિભદ્ર બારહમાસા' ૩૧૫ રસશાસ્ત્રનો છે. ૨સ વાચ્ય નથી. ‘શૃંગાર’ એમ ૨સનું નામ લેવાથી શૃંગારનો બોધ થતો નથી. કવિ વિનયચંદ્ર દ્વારા થતા શૃંગાર, હાસ્ય, કરુણ આદિ વિભિન્ન ૨સોના ઉલ્લેખ તે-તે રસનો બોધ જગાડે છે ખરા ? આવો પ્રશ્ન પરવર્તી ૨સોના નિરૂપણ પરત્વે પણ રહે છે. કાર્તક સાથે વી૨૨સનું નિરૂપણ છે ઃ કાતી કૌતુક સાંભરઇ, વી૨ ક૨ઇ સંગ્રામોજી, પણ કવિએ જે સંગ્રામનું નિરૂપણ કર્યું છે તે સુરતસંગ્રામ છે, ‘કામી અને કામિની' વચ્ચેનો રતિરંગ છે. આ યુદ્ધમાં કામિનીનાં નૂપુર રણશિંગમાં છે, એની વેણી એ ખડ્ગ છે અને નેત્ર એ ધનુષ્ય છે. એ રીતે આ વી૨૨સની વાત છે, પણ વી૨૨સમાં જે બાપડા જોગી (‘જેહ જોગી બાપડા’) છે, તેઓ કાયર નીવડે છે, તેઓ તો આવા યુદ્ધમાં થરથર કંપે છે ! (ધર્મકાવ્ય તરીકે જોવું હોય તો આ વર્ણનને આપણે વ્યાજસ્તુતિ અલંકાર રૂપે જોઈ શકીએ ?) માગશરમાં ભયાનક રસનું નિરૂપણ છે. ગોરી સેંથામાં સિન્દૂર પૂરે છે એ જાણે કામદેવની અગ્નિજ્વાળા છે, જેમાં કામી નર પતંગિયાની જેમ પડે છે. એવે વખતે હોઠનો અમૃતરસ સીંચીને નવપલ્લવિત કરાય છે. કોશા કહે છે કે આ રીતે પ્રીતિ થતી હોય, પછી ભય રહેતો નથી. બીભત્સમાં સંકોચનનો ભાવ છે. કોશા કહે છે કે નાના કંથ સાથેના સંગમાં પ્રૌઢ ૨મણી સંકોચ અનુભવે અને દૂર રહે ઃ તિમ કંત તુમચઉ વેષ દેખી, મઇ બીભત્સપણું ભજું. અર્થાત્ તમારો સાધુવેશ જોઈ, તમારાથી બીભત્સભાવ અનુભવું છું. કોશાની અદ્ભુત રસની વ્યાખ્યા પણ અદ્ભુત છે માઘ નિદાઘ પરઈ દહૈ, એ અદ્ભુત રસ દેખું જી. માઘ તો ઠંડો માસ છે, પણ એ ઉનાળાની જેમ દઝાડે છે, એમાં હું અદ્ભુત જોઉં છું. વળી તમારા વિના મારા પ્રાણ પળેપળે ટળવળે છે, અને છતાં (વહાલા સ્થૂલિભદ્ર) તમારા વ્રતનો ભંગ થતો નથી, તમારું એ શુદ્ધ ચરિત્ર જોઈને તઉ એહ અચરજ રસ વિશેષઇ' – વિશેષપણે અદ્ભુત રસ અનુભવું છું. - દૂર જવાનો ભાવ પરંપરાગત રીતે તો ફાગણ સાથે શ્રૃંગાર રસ જોડાયો છે. ફાગુ કાવ્યપ્રકાર પણ એ રીતે વિકસ્યો છે. પણ બધા રસોની પરિણિત આનંદવર્ધને શાન્ત રસમાં બતાવી છે, તેમ અહીં આઠ રસના નિરૂપણ પછી ફાગણે શાન્ત રસમાં પર્યવસાન બતાવ્યું છે. ‘ફાગુન શાન્ત રસઇ ૨મઇ.' વી૨૨સના નિરૂપણમાં જેમ રૂપક છે, તેમ અહીં પણ રૂપક છે. ફાગણમાં હોળી રમવાની છે, પણ એ હોળી રમવામાં સહજ ભાવ એ સુગંધી તેલ છે, પિચકારી એ સમતા રૂપી જળ છે, ગુણો એ ગુલાલના રંગ છે વગેરે. આ સ્તબકમાં સહજ ભાવ, સમ જલ, સસ બોહી (?), સત્ત્વ તાલ, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સમકિત તંત્રી, સુમતિ સુમનસમાલ – શબ્દો કુલ મળીને એક પ્રકારના શમનો બોધ કરે છે, જે અન્તરસનો અનુભવ છે એમ કહેવાય. પછીનાં ત્રણ સ્તબકોમાં અનુક્રમે સ્થાયી, સાત્ત્વિક અને સંચારીનું નિરૂપણ છે, જે જે-તે માસની પ્રકૃતિની ભૂમિકા સહ આવે છે. તેમાં કામની દશ અવસ્થાઓનો ઉલ્લેખ પણ આવે છે. તેરમી કડીમાં કાવ્યનો સમારોપ છે. ધર્મબોધના ઉદ્દેશથી લખાવા છતાં કવિ એકદમ સીધા ઉપદેશકથનમાં સરી પડ્યા નથી. સ્થૂલિભદ્રનો વ્રતભંગ થતો નથી એવો નિર્દેશ કાવ્યમાં છે, અને અંતે શાન્તરસનો બોધ ધર્મકવિના લક્ષ્યનો સંકેત તો કરે છે. આમ જોઈએ તો કોઈ એક માસ સાથે કોઈ એક અમુક જ રસ જોડાય એવી વાત અનિવાર્ય નથી. પણ કવિ વિનયચંદ્ર એ જોડવા માટેનું કોઈ ને કોઈ કવિકારણ યોજી કાઢે છે. પણ કવિના એ તર્ક બાળપૂર્વક યોજાયા છે એવું લાગે કેમકે નિરૂપિતા સામગ્રી જે-તે રસની બોધક વાસ્તવિક રીતે નથી. અહીં કોઈ કહે કે કોશાની ઉક્તિમાં નવ રસનું નિરૂપણ કેટલું સ્વાભાવિક ગણાય, તો તેનો તો ઉત્તર આપી શકાય કે કોશા તો ગણિકા છે અને બધી કળાઓમાં (કામકળા ઉપરાંતની) નિપુણ હોય જ. રસશાસ્ત્રની એને જાણકારી ન હોય એવું હોય ? પણ ખરો પ્રશ્ન તો નવ રસના નિરૂપણમાં એ છે કે આ બધા રસો આ કાવ્યમાં તો વિરહ શૃંગારનો બોધ અધિક કરાવે છે. એટલે આ બારમાસા શાન્તમાં પરિણમવા છતાં વિયોગશૃંગારના કાવ્ય તરીકે ઊપસી રહે છે, ધર્મબોધની કોરને જ એ અડકે છે. કદાચ ધર્મકવિતાની આ વિશેષતા અને મર્યાદા છે. આવાં કાવ્યોમાં સાધુ કવિનો દ્વિધાભાવ તપાસનો એક રસપ્રદ વિષય બની શકે. પાદટીપ ૧. વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ, સંપા. ભંવરચંદ નાહટા, બિકાનેર, પૃ. ૮૦-૮૪ ૨. બારમાસા ઇન ઇન્ડિયન લિટરેચર્સ, સાત વૉદવિલ, દિલ્હી, ૧૯૮૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા પ્રમોદકુમાર પટેલ મધ્યકાલીન ગુજરાતીમાં જૈન કવિઓ દ્વારા રચાયેલું બારમાસા-સાહિત્ય, દેખીતી રીતે જ, જૈન પરંપરામાં ખેડાયેલાં રાસ, ચરિત અને ફાગુ જેવાં સ્વરૂપો સાથે. વર્ણવૃત્તાંતો વિચારવસ્તુ અને કથનવર્ણનની રીતિઓ અને પ્રણાલિકાઓ – એમ જુદાજુદા સ્તરે ગાઢ સામ્ય ધરાવે છે. તેમાંય. વર્ણવૃત્તાંતની પસંદગીનો પ્રશ્ન છે ત્યાં સુધી તો. અન્ય સ્વરૂપોમાં ફરીફરીને સ્થાન પામતાં રહેલાં પ્રસિદ્ધ જૈન કથાનકો પૈકી નેમિનાથ-રાજિમતીનું કથાનક બારમાસા માટે જૈન કવિઓમાં ઘણું પ્રિય રહ્યું જણાય છે. એ રીતે બારમાસા પ્રકારની કૃતિઓમાં જૈન ધર્મના વિશિષ્ટ સંસ્કારો મળે જ છે. બીજી બાજુ, બારમાસા સ્વરૂપની આગવી આવશ્યકતાને અનુરૂપ વર્ષના બાર મહિનાના ઘટનાચક્રનું આલેખન. તેની અંતર્ગત બદલાતી ઋતુઓનું વર્ણન. અને નાયિકાના વિરહભાવનું નિરૂપણ વગેરે બાબતોમાં જૈન કવિઓએ જે પરિપાટી સ્વીકારી છે તેને આ પ્રકારના જૈનેતર સાહિત્યની સાથે એટલું જ માર્મિક અનુસંધાન રહ્યું દેખાય છે. હકીકતમાં, મધ્યકાલીન ગુજરાતીમાં બારમાસાના સ્વરૂપમાં નાયિકાવિરહ, ઋતુવર્ણન, અને પ્રકૃતિચિત્રણનાં તત્ત્વો જે રીતે વર્ણવાતાં રહ્યાં છે તેની પાછળ છેક સંસ્કૃત સાહિત્યની પરંપરામાં ખીલેલી રૂચિ અને દૃષ્ટિ કામ કરતી. રહી છે. બારમાસા-કૃતિઓ એ રીતે સહજ જ આપણી દીર્ઘ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા વચ્ચે એકદમ નિરાળી ભાત રચે છે. ઉદયરત્નકૃત નેમિનાથ તેરમાસા' (પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ખંડ ૧, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૭૪) (રચના વર્ષ સં.૧૭૫૯) જૈન પરંપરાના બારમાસી સાહિત્યમાં ઠીકઠીક અનોખી રચના છે. ઉપર નિર્દેશ કર્યો છે તેમ, નેમિનાથ-રાજિમતીનું પ્રસિદ્ધ જૈન કથાનક જ એમાં આધારસ્થાને છે. લગ્નના વરઘોડાના પ્રસંગે જ પશુહત્યાના ખ્યાલથી વિરતિ અનુભવી રહેલા નેમિનાથે સંસારનો ત્યાગ કર્યો. અને જૈન ધર્મની દીક્ષા લીધી, પણ લગ્નોત્સુક રાજિમતી તો નેમિનાથના વિરહમાં ઝૂરતી જ રહી. કવિ ઉદયરત્ન પ્રસ્તુત કૃતિમાં રાજિમતીના વિરહભાવને મુખ્ય પરિસ્થિતિ તરીકે સ્વીકારી છે. પણ આ કૃતિની વિશેષતા એ છે કે નાયિકાના વિરહના આલેખન અર્થે પરંપરા અનુસાર બાર મહિનાનું નહીં. એક અધિક માસ સમાવી, તેર મહિનાનું વર્ણન આપ્યું છે. વિરહભાવ ઘૂંટવાને કવિએ એ રીતે વધુ અવકાશ મેળવી લીધો છે. પણ, એથીય કદાચ વધુ રસપ્રદ બાબત એ છે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કે, ચૈત્ર માસના વર્ણનથી કૃતિનો આરંભ કરી અંતે ફાગણનું અને એ પછી અધિક માસનું આલેખન કરી કવિએ વર્ષનું ઘટનાચક્ર પૂરું કર્યું છે. આ રીતના આયોજન પાછળની કવિની દૃષ્ટિ સમજવાનું મુશ્કેલ પણ નથી. અંતભાગમાં ફાગણ મહિનો આવતાં ફાગના રંગરાગી ઉત્સવનું વર્ણન કરી, તેની પશ્ચાદ્ભૂમિકા પર રાજિમતીના વિરહને ઉત્કટતાની કોટિએ પહોંચાડી, આખરે સાધુ નેમિનાથ સાથેના તેના પાવનકારી મિલનનો અને સંસારમુક્તિનો પ્રસંગ યોજવાનો તેમનો આશય રહ્યો છે. બારમાં ખંડકમાં ફાગણ માસના વૃત્તાંત નિમિત્તે રાજિમતીના વિરહ અને મિલનનું વર્ણન એ રીતે ઠીકઠીક ચિત્તસ્પર્શી બન્યું છે. પણ તેરમાં અને છેલ્લા ખંડકમાં નાયિકાની મનોદશાના વર્ણનમાં કવિએ કંઈક અનપેક્ષિત રીતે જ પ્રચલિત કહેવતોનો મોટો ઉપયોગ કર્યો છે, અને તેથી નાયિકાના મનોભાવને સૂક્ષ્મતાથી વ્યક્ત થવાને અવકાશ મળ્યો નથી ! વળી, કૃતિના અંતમાં અધિક માસના વર્ણનનો ખંડક જ કંઈક અલગ રહી જતો દેખાય છે. બારમાં ખંડકમાં જ, અંતની ચાર કડીઓમાં, રાજિમતી-નેમિનાથના પાવનકારી મિલનનો પ્રસંગ કવિએ આલેખ્યો છે, અને ત્યાં આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યની પ્રણાલિકા પ્રમાણે, કૃતિનો મંગલમય અંત આણ્યો છે. એટલે તેરમા ખંડકના આરંભમાં અધિક માસના વૃત્તાંત અર્થે રાજિમતીના વિરહભાવનું ફરીથી રજૂ થતું વર્ણન આગંતુક લાગે છે. અને, એના અંતભાગમાં ફરીથી સમાપનનો ઉપક્રમ પણ એટલો જ અસ્વાભાવિક લાગે છે. આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ, જૈન કવિઓએ બારમાસા સાહિત્યના ખેડાણ અર્થે નેમિનાથ રાજિમતીનો વૃત્તાંત ફરીફરીને સ્વીકાર્યો છે. એટલે, આ કથાવૃત્તાંતની કૃતિઓમાં જે કંઈ વિશિષ્ટતાઓ દેખાય છે તે ઘણું કરીને દરેક કવિએ પ્રયોજેલો વિશિષ્ટ પદ્યબંધ રચનાબંધ અને કથનવર્ણનની રીતિમાંથી સંભવે છે. ઉદયરત્નની આ કૃતિમાં પદ્યબંધ, રચનાબંધ અને કથનવર્ણનની રીતિપ્રયુક્તિઓની તપાસ એ રીતે મહત્ત્વની બની રહે છે. ‘નેમિનાથ તેરમાસા'ના રચનાવિધાનમાં દરેક મહિનાના વર્ણન માટે યોજાયેલો ખંડક સ્વયં એક અલગ એકમ જેવો છે. દરેક ખંડક બે ભાગમાં વહેંચાયેલો છે. દુહા' સંજ્ઞાથી ઓળખાયેલો પ્રથમ ભાગ ઘણું કરીને દુહાની આઠ કડીઓથી અને ત્રણેક મહિનાનાં વર્ણનોમાં અપવાદ રૂપે નવ કે અગિયાર કડીઓથી રચાયો છે. એ પટમાં કવિએ મુખ્યત્વે તો જે-તે મહિનાનું પ્રકૃતિવર્ણન, નાયિકાની મનોદશા, અને સંભોગશૃંગારમાં રાચતાં દંપતીઓનાં વર્તનવ્યવહાર વર્ણવવાનું સ્વીકાર્યું છે. જ્યારે ખંડકની છેલ્લી સમાપનની કડી “ફાગતરીકે ઓળખાવાઈ છે : ઝૂલણાના સત્તર માત્રાના ઉત્તરાર્ધની બનેલી દેશીનો એમાં વિનિયોગ છે. “દુહામાં રજૂ થયેલી ભાવપરિસ્થિતિ એમાં કોઈક રીતે સચોટતા સાધે છે, અને તબક્કો પૂરો થયાનો અહેસાસ આપે છે. દરેક ખંડમાં દુહા' અને “ફાગ'નું Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા” [ ૩૧૯ આ રીતનું સંયોજન તેને દૃઢ આકાર અર્પે છે, એટલું જ નહીં બધાં ખંડકો મળીને એક સૌષ્ઠવભરી આકૃતિ નિપજાવી આપે છે. આ રચનાના સર્વ ખંડકોમાં રાજિમતીનો વિરહભાવ એક આંતરિક તંતુ રૂપે વિસ્તરતો રહ્યો છે, બલકે, ક્રમશઃ ઉત્કટ બનતો રહ્યો છે. પણ, આ સ્વરૂપની આવશ્યકતા અનુસાર એમાં બદલાતો મહિનો અને બદલાતી ઋતુનાં ચિત્રોય સહજ રીતે ગૂંથાતાં રહ્યાં છે. અને દરેક ખંડકની વર્યસામગ્રીનું ઝીણવટભર્યું અવલોકન કરતાં નાયિકાના મનોભાવની સાથે તેના વિરોધમાં રતિસુખમાં રાચતાં અન્ય યુગલોનાં ચિત્રણોય અહીં મળશે. આમ, દુધની વણ્યસામગ્રીમાં પ્રકૃતિચિત્રો –ઋતુચિત્રો, નાયિકાની વિરહદશા, અને અન્ય સંસારીજનોની રતિક્રીડા એમ ત્રણ સંદર્ભો એકત્ર થતા રહ્યા છે. જુદીજુદી રીતે જુદાજુદા પ્રમાણમાં એ સંદર્ભો પરસ્પરમાં ગૂંથાતા રહ્યા છે, કે સહોપસ્થિત થતા રહ્યા છે. કવિ ઉદયરત્નની કવિત્વશક્તિનો આપણે જ્યારે વિચાર કરવા પ્રેરાઈએ ત્યારે, દેખીતી રીતે જ, વર્યપ્રસંગ અને પાત્રની વિભાવના, ભાવોનું નિરૂપણ, પ્રસ્તુતીકરણની પદ્ધતિ, કથનવર્ણનની રીતિ, પ્રયુક્તિ, અને પ્રણાલી, અલંકારરચના અને પદ્યવિધાન એમ ભિન્નભિન્ન સ્તરોએથી કૃતિના નૂતન રમણીય ઉન્મેષોની ઓળખ કરવાની રહે. પણ આ કામ એટલું સરળ નથી. કેમકે, મધ્યકાલીન કવિ જૈન હો કે જૈનેતર – પોતાનો વર્યવૃત્તાંત ઘણુંખરું પરંપરામાંથી ઉપાડે છે એ તો ખરું જ, પણ કથનવર્ણન અને અલંકારરચનાની વીગતો પરત્વેય પરંપરામાંથી તે ઘણુંએક સ્વીકારીને ચાલે છે. એટલે તેની કૃતિમાં જે-જે હૃદ્ય અંશો મળે છે તેમાંના અમુક તો પોતાની પૂર્વેની કે સમકાલીન કૃતિઓમાંથી ઊતરી આવ્યા હોય એમ બને. અને, છતાં આ રીતે ય કોઈ કૃતિના કથનવર્ણનમાં, અલંકારનિમણમાં, કે ભાવનિરૂપણમાં. સમગ્રપણે જે પ્રભાવ જન્મ્યો હોય, તેનોય આપણે સ્વીકાર કરવો ઘટે. આ ચર્ચાના સંદર્ભે સૌપ્રથમ આપણે એ વાતની નોંધ લેવાની રહે કે મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદ્યરચનાની જે રીતિ પ્રચારમાં રહી છે તેમાં રમણીયતાસાધક તત્ત્વો લેખે વર્ણસગાઈ, પ્રાસ, યમક આદિનો વ્યાપક પ્રયોગ થતો રહ્યો છે. એ સમયમાં કવિતા મુખ્યત્વે ગેય પ્રકારની હતી, એટલે એવાં સંગીતને પોષક તત્ત્વોની માવજત કરવાનું વલણ સ્વાભાવિક રીતે જ પ્રબળ રહ્યું છે. કવિ ઉદયરત્ન પણ પ્રસ્તુત કૃતિ નેમિનાથ તેરમાસા'ના પદ્યવિધાનમાં વર્ણસગાઈ, પ્રાસ આદિ તત્ત્વોનો સુભગ વિનિયોગ કરતા દેખાય છે. (ક) નીચેની કડીઓમાં વર્ણસગાઈની યોજના એકદમ ધ્યાન ખેંચે છે : વૈશાખ વનરાજિ રે, તાજી વિકસી વન. (નં.૨/૧) દેખીને દિલ ઉલસિ, મીલવા સાંમલવન (ખ./૧) ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા, ફૂલી રહી ચંપેલ. (ખ. ૨/૨) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય મોગરો મરુઓ મનોહર, જાઈ જૂઈ જાસુલ (.૨૩) પુરણ પશુએ પેખ્યું રે, પૂરવ ભવનું વેર (ખ.૩/૪). અંગના-અંગ શીતાંગ સંગિ, નર ભજિ કામિનીકુચ રેગિ (ખ.૩/૯) માગસિર માસે રે માનિની ઊભી મારગ માંહિ (.૯૧) રંગભરી રમણી રાતી રે, રાતો કેસરઘોળ (ખ.૧૨/૨). આ “તેરમાસા' કૃતિમાં વર્ણસગાઈની વિવિધ ભાતો પડેલી છે. વર્ણનની રૂઢ લાગતી વિગતોય આ રીતે વર્ણસંગીતના બળે અમુક હૃઘતા પ્રાપ્ત કરે છે. (ખ) દુહા' ભાગની કડીઓમાં દરેક યુગ્મ ચરણાન્ત પ્રાસથી જોડાયેલું છે, તો ફાગમાં દરેક ચરણનો પૂર્વાધિ અને ઉત્તરાર્ધ પ્રાસથી બંધાયો છે. નમૂનારૂપ એકબે દૃષ્ટાંતો પહેલાં બે દુહબંધમાંથી – સરોવર સુંદર દીસિરે, ફલ્યા કમલના છોડ. કંત વિના કુંણ પૂરે રે, મુઝ મન કેરા કોડ? (ખ.૨/૭) ઝડી માંડીને વચ્ચેરે મુસલધારિ મેહ, જિમજિમ વીજ ઝબૂકિ રે તિમતિમ દાઝે દેહ, (નં.૪/૬) હવે બે ફાગ'ની કડીઓ : કુસુમને આયુધ જે અનુપે, ઉછલ્યો કંદ્રપ કોટિ રૂપે, વિલવલે રાજુલ વિરહ વાધ્યો, તેમનો પ્રેમનું મનહ બાંધ્યો. (નં.૧/૯) કંત સંયોગિની કુસુમસેજે સુંદરિ સવિ રમે દિવ્ય હેજે, મેદિનીમાં રહ્યા મેહ વરસી લવલિ રાજુલ નેમ તરસિ. (ખ.૭૯) આ રીતની પ્રાસયોજના. સાંભળવા-ઝીલવા રચાયેલી કવિતામાં આગવી અર્થવત્તા ધરાવે છે. દરેક ચરણને પદ્યબંધમાં દૃઢ રીતે સાંકળી આપવાનું કાર્ય એ કરે જ છે, પણ દરેક ચરણના અર્થબોધમાં ક્યાં પૂર્તિ રૂપે, ક્યાં વિરોધ રૂપે, ક્યાં સમાન્તરતા રૂપે. એ આંતરિક સંબંધ રચી આપે છે. (ગ) ચરણમાં ચમકસાંકળીની રચનાઓ પણ સંગીતાત્મક અસરની દૃષ્ટિએ, તેમ અર્થસંસ્કારોના ઉપચયની દૃષ્ટિએ, ધ્યાનપાત્ર છે. થોડાંક દૃષ્ટાંતો : પ્રણયું રે વિજયા રે નંદન, ચંદન-શીતલ વાણિ. (ખ. ૧/૧) યદુકુલ-કમલ- વિકાસન, શાસન જાસ અખંડ. (ખ.૧/૨) વૈશાખ વનરાજિ રે, તાજી વિકસી વન. (ખ. ૨/૧) સાહેલડી રંગ રાતિ રે, માતી રમિ પીઉ સંગ. (ખ.૨૮) પંચરંગી નભ દીસે રે, હસે નીલાં તૃણ. (નં. (૨) ઘરિઘરિ દીપ દીવાલી રે, બાલી ગરબો ગાય. (નં.૭૬) નાયિકા રાજિમતીના વિરહભાવના વર્ણનની સાથે એક બાજુ જે-તે મહિનાનું પ્રકૃતિદર્શન રજૂ થયું છે, તો બીજી બાજુ અન્ય સંસારી યુગલોની Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા' [ ૩૨૧ રતિક્રીડાનું અને ચિત્ જનવ્યવહારનું સર્વસાધારણ રૂપે વર્ણન થયું છે. અહીં દેખીતી રીતે જ, નેમિનાથ રાજિમતીના પૂર્વપ્રસંગોના કડીબદ્ધ વૃત્તાંતને અવકાશ નથી. તેમ, તેમના ચરિત્રવિકાસની દૃષ્ટિએ ઉપકારક બને એ રીતે કોઈ ચોક્સ વિશિષ્ટ બનાવ પણ કેન્દ્રમાં આવતો નથી : માત્ર નાયિકાની ભાવપરિસ્થિતિનું વ્યાપક વર્ણન છે. એ રીતે, નાયિકાની સૌથી વૈયક્તિક અને અંગત અનુભૂતિ રજૂ કરવાનો કે, તેના આંતરવ્યક્તિત્વને ઉપસાવવાનોય. અહીં કવિનો આશય નથી. અહીં, મુખ્યત્વે તો પ્રકૃતિ કે ઋતુચિત્રને ઉદ્દીપનવિભાવો તરીકે સ્વીકારી, કવિ જાણે કે નારીના વિરહભાવને ઘૂંટતા ને ઉત્કટતા અર્પવા પ્રવૃત્ત થયા છે. જુદાજુદા માસનાં પ્રકૃતિવર્ણનોમાં, અનેક સંદર્ભે રૂઢ વીગતોનો સ્વીકાર હોવા છતાં, આ કવિ વારંવાર મનોહર ચિત્રો સરજી શક્યા છે. એવી વિગતોમાં ક્યાંક સ્વભાવોક્તિ, તો ક્યાંક અલંકારની રમણીય ઝાંય, આપણને સ્પર્શી જાય છે. કેટલાંક પ્રકૃતિચિત્રો સ્વતંત્ર રીતેય હૃદ્ય બન્યાં છે ? મોરયા દ્રાખના માંડવા, ટોડે નાગરવેલ, ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા ફૂલી રહી ચંપેલ. (ખ.૨/૨) ચિહું દિસિ કોરણ ચઢિયાં રે, ગયણ ન સૂઝિ સૂર, મગસિરના વાયા વાયરા, પાક્યાં અંબ સબૂર. (નં.૪/૨) પચરંગી નભ દીસે રે, દીસે નીલાં નૃણ, ખિણ કાલો ખિણ પીલો રે, ખિણ ઊજલ દૂધવર્ણ. (નં.૬/ર) પણ અનેક પ્રસંગે પ્રકૃતિવર્ણનની વિગતો. વ્યાપકપણે યુગલોના રતિભાવ સાથે. તો ચોક્કસ સંદર્ભમાં નાયિકાની વિરહદશા સાથે સંકળાતી રહી છે. અહીં એમ સ્પષ્ટ કરવું જોઈએ કે, કેટલાક મહિનાઓનાં વર્ણનોમાં રાજિમતીનો વિરહ કંઈક વીગતે આલેખાયો છે, જ્યારે બીજાં કેટલાંક ખંડકોમાં યુગલોની રતિક્રીડા કંઈક વિસ્તારથી રજૂ થઈ છે. “ગ” સંજ્ઞાથી ઓળખાવાયેલી લગભગ બધી જ કડીઓ રતિક્રીડાનો ઉલ્લેખ કરે છે. પણ, આ બધા સંદર્ભો વચ્ચે પ્રકૃતિવર્ણનની વીગતો જુદીજુદી રીતે વ્યંજકતા ધારણ કરે છે. નીચેની કડીઓમાં રતિભાવ અને પ્રકૃતિતત્ત્વો એક યા બીજી રીતે ઔપભાવે સંકળાયાં છે ? ધરણીએ ગાઢપણું ધર્યું, તિમ થયો કંત કઠોર, હિમાચલગર્ભ ગલી ગયા, તરુણિ તપે અતિ જોર. (ખ.૩/૬) અવની અંબર એકઠાં, આવી મલિયાં તિમ, સુરતસંયોગિ દંપતી, વૃક્ષ ને વલ્લી જિમ. (નં.પ/૨) કુચ ન માઈ રે કંઈ, લોચન છોડિ રે લાજ, જલ ન માઈ જલાશ્રયે. ગગને ન માઈ ગાજ. (નં./૪) શ્રમજલબિંદુઈ સોભિ રે, જિમ જુવતી સુરતાંતિ, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઓસકણ બિંદુ ઉપરિ, તિમ અવનિ એકાંતિ. (ખં.૭/૩) જિણિ રતિં મોતી નીપજે, સીપ સમુદ્ર માંહિ, તિણિ રતિ કંતવિજોગિયાં, ખિણ વ૨સાં સો થાઈ. (ખં.૭/૫) સરોવ૨-કમલ સોહામણાં, હેમે બાલ્યાં જેહ, વિરહણીના મુખની પરે, ઝાંખા થયાં રે તેહ. (ખં.૧૧/૨) કેટલેક સ્થાને પ્રકૃતિનાં તત્ત્વો સામાન્ય રતિભાવના ઉદ્દીપન લેખે રજૂ થયાં મનોહર ચંપા ફૂલ્યા રે, વાયા વાયુ સુવાય, પરિમલ લેતાં પુષ્પની, ઘટમેં લાગી લાય. (ખં.૧/૮) ઝગઝગ અંબ લુંબિ રહ્યા, કેતુ ફૂલ્યાં વન, ફૂલ્યા ગુલાબ તે દેખીને જાગે જોર મર્દન. (ખં.૨/૪) પણ આટલી જ, બલકે એથીય વધુ રસપ્રદ વાત એ છે કે, પ્રકૃતિની વીગતો વચ્ચે અનેક સ્થાને નાયિકા રાજમતીના ઉદ્ગાર કે સ્વગતોક્તિઓ જોડાતી રહી છે. તેના અંતરની સૂક્ષ્મ ઝંખના, આરત અને વ્યાકુળતા એ રીતે તીવ્રતાથી પ્રગટ થતી રહે છે. પ્રથમ ખંડકમાં જ નેમિનાથ માટેનો તેનો તલસાટ અસરકારક રીતે વર્ણવાયો છે ઃ ચૈત્ર માસે એમ ચિંતવે, રાજુલ રીદય વિસેખ, સંદેશો શ્રીનાથનો, લાવિ કો હાથનો લેખ. તેહને આપું રે કંકણ કર તણાં, ભાંમણાં લઉં નિરધાર, હાર આપું રે હીયા તણો, માનું મહા ઉપગાર. (ખં.૧/૨-૩) રિમલ પુહવી ન માઈ રે, ભમર કિર ગુંજાર, કહોને સખી ! કિમ વિસરિ આ સમે નેમકુમાર ? સરોવર સુંદર દીસિ રે, ફૂલ્યા કમલના છોડ, કંત વિના કુંણ પૂરે રે, મુઝ મન કેરા કોડ ? (ખં.૨/૬-૭) જેઠ માસના વર્ણનમાં રાજિમતીના હૃદયનું ક્રંદન ઘણું હૃદયસ્પર્શી બન્યું છે. વરઘોડાના પ્રસંગે પાછા વળતા નેમિનાથને રોકી પાડવામાં પોતે વિલંબ કેમ કર્યો તેના વિચારે તે કલ્પાંત કરે છે : મિં નવ જાણ્યું રે જીવન જાસિ ઇમ રથ ફેરી, ફરતાં સહી આડી ફરી રાખતી હું રથ ઘેરી. પાલવ ઝાલી પ્રભુતણો રહેતી હું ૨ઢ માંડી, જાવા ન દેતી નાથને તો કિમ જાતા છાંડી. (ખં.૩/૨-૩) નેમિનાથમાં જ જેનો જીવ લાગ્યો છે તે રાજિમતીની વિરહદશા અને એકલતાનું ચિત્રણ ભાદરવામાં એટલું જ પ્રભાવક રીતે મળે છે : ધીરજ જીવ ધિર નહી, ઉદક ન ભાવિ અત્ર, પંજર ભૂલું ભિમ, નેમ સું બાંધ્યું મત્ર. (ખં.૬/૮) Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા' D ૩૨૩ રાજિમતીના અંતરની વ્યાકુળતા અને તલસાટ ધીમેધીમે બળવત્તર બનતાં જાય છે. કારતકનો આ સંદર્ભ જુઓ : * પંખી પ્રયાણ-વસે થયાં, ન રહે મુઝ મન ઠાય, પંખ હોઈ તો ઉડી મિલું, ભેટું યાદવરાય. * મુખિ નીસાસા રે મેલતાં, રાત્ય ન ખૂટે રેખ, ચંદો રથ થંભી ગયો, મોહ્યો મુઝ મુખ દેખ. (નં.૮/૩–૬) નેમિનાથના મિલન અર્થે રાજિમતી કંઈકંઈ ઉપચાર યોજવા માંડે છે. એવા બે વસ્તુસંદર્ભે કવિ લોકસાહિત્યમાંથી લઈ આવ્યા છે. એ પૈકીનો એક છે નાયિકાની વાયસને અરજ ! બીજો સંદર્ભ છે જોસીડાના જોષ. રાજિમતીની વિરહથી કુશ થયેલી કાયાના વર્ણન સાથે એ સંદર્ભે જોડાઈને આવ્યા છે ? પંજર પગ મંડિ નહી, સિથલ થયા સંધાણ, નેમ વિના ઘટમાં સખી ! કિમ રહેસે આ પ્રાણ ? વાયસને કરિ વીનતી “સૂર્ણ સ્વામી દ્વિજરાજ ! જો પ્રીલ દેખો આવતો, ઊડી બેસો આજ. રૂપે મઢાવું રે પાંખડી, સોને મઢાવું ચાંચ, લાવ જો પીઉનો સંદેશડો, અવધ આપું દિન પાંચ. (નં.૯/૩–૫) આટલા વૃત્તાંત પછી જોષ જોવડાવવાનો પ્રસંગ એકદમ સંક્ષિપ્ત પણ કંઈક નાટ્યાત્મક ઉઠાવી લે છે. પ્રકૃતિવર્ણનના વિસ્તૃત સંદર્ભો વચ્ચે એ એક ગતિશીલ દૃશ્ય રજૂ કરે છે. શ્રીફલ ફોકલ લઈને જોસીને પૂછવા જાય ? કબ આવે મુઝ નાહલો ? કહો, સ્વામી, સમઝાય' જોસી કહે જોઈ ટીપણું : “વચમાં દીસે વિલંબ.” ધ્રુસકીનિ ધરણી ઢલિ, દૈવને દે ઓલંભ. (નં.૯/૬-૭) માહ મહિનાની પશ્ચાદભૂમિકા પર રાજિમતીના અંતરની ગૂઢ ઝંખના કવિએ સ્વપ્નદ્રશ્ય દ્વારા વ્યક્ત કરી છે. સ્વપ્નના મિથ્યાપણાના ભાન સાથે રાજિમતીની વ્યથા અસાધારણ ઉત્કટતાથી છતી થાય છે ? મધ્યા નિસા સમિ માનની સુપનમાં દેખિં નાથ, જાણ્યું જીવન ઘરિ આવ્યા, ઝાલ્યો છિ મુઝ હાથ. મનસું મહાસુખ ઉપનું, વિલગી રહી પીઉ કંઠ, સુરત સંભોગ તણિ સમે, પડી પ્રેમની ગંઠ. નયણ ઉઘાડીને નીરખતાં, પાસ ન દીઠો નાથ, હૈ હૈ દેવ ! કહ્યું કર્યું?” મસ્તક દીધો હાથ. (ખ.૧૧/૪–૮) અંતે, નેમિનાથ-રાજિમતીનું મિલન થાય છે ! જૈન પરંપરાને અનુરૂપ, રાજિમતી મુક્તિ પામે છે, અને શાશ્વત સુખમાં પ્રવેશે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કૃતિના આરંભમાં કવિએ પ્રથમ ગણપતિની વંદના કરી છે, અને એ પછી નેમિનાથ પ્રભુનું પુણ્યસ્મરણ કર્યું છે. બારમા ખંડકના અંતમાં, કવિ ‘જિનગુણ ગાઈ લાભ જાણી' એ રીતે શ્રોતાસમૂહને પ્રેરક ઉદ્બોધન કરે છે. તેરમા ખંડકના અંતમાં કવિ ફલશ્રુતિ વર્ણવે છે. કૃતિનું રચનાવર્ષ પણ જૈન પરંપરાને અનુરૂપ સાંકેતિક ભાષામાં સૂચવાયું છે. આ રચનાને આ રીતે ચોક્કસ જૈન સંસ્કાર મળ્યા જ છે. પણ, અંતે, આ રચના વિશે એટલું જ નોંધવા ચાહું છું કે, ઉદયરત્ને જૈન બારમાસાસાહિત્યમાં રૂઢ થયેલા વર્ણવૃત્તાંત અને રૂઢ કથનવર્ણનની રીતિનો સ્વીકાર કર્યો હોવા છતાં, પ્રકૃતિચિત્રો, યુગલોની રતિક્રીડા અને રાજિમતીના વિરહભાવનાં વર્ણનોમાં, અનેક પ્રસંગે પોતાની સર્જકતાના સ્પર્શે રુચિર કાવ્ય ખીલવ્યું છે અને એટલે જ એ પરંપરામાં પ્રસ્તુત કૃતિ નિરાળું સ્થાન પ્રાપ્ત કરે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ અર્વાચીન વ્યક્તિનામો પણ ઓળખનામના ક્રમે નહીં, પણ વ્યક્તિનામના ક્રમે ગોઠવ્યાં છે. કૃતિનામો અવતરણચિલમાં મૂક્યાં છે.] અકબર ૧૧ અમૃતવિમલગણિ ૨૩૦ ‘અફખાણયમણિ કોસ' ૨૯૪ અરણિકમુનિ સક્ઝાય રાસ' ૧૮૨, અખો ૧, ૨, ૩૯ ૧૯૦ ‘અગડદર ચોપાઈ/રાસ' ૧૫૬, ૧૫૯ ‘અરેબિયન નાઈટ્સ’ ૨૭૦, ૨૭૧ ૧૧૫૧ સ્તવનમંજૂષા’ ૧૮૭ “અર્ધકથાનક' ૧૫૬ અજિત શાંતિ સ્તવન’ ૨૯૦ અર્બુદાચલ વિનતી ૬૯, ૨૩૯ અજિત શાંતિ સ્તવન બાલા.' ૩ ‘અશોકચન્દ્ર-રોહિણી રાસ’ ૧૬, ૧૭, અજિત સ્તવન' ૭૩ ૨૩૧, ૨૩૩ અજિતસેન શીલવતી લેખ’ ૪૯, ૫૦ અશ્વઘોષ ૨૪૦ અઢાર નાતરાંની સઝાય’ ૮૯ અષ્ટલક્ષી અર્થરત્નાવલિ' ૧૬૬ અઢાર પાપસ્થાનકની સઝાય’ ૪૬ અસાઈત ૬ ‘અધ્યાત્મ ફાગ ૩પ અંતગદદસાઓ' ૨૩ અધ્યાત્મકલ્પદ્રુમ બાલા’ ૬૫, ૬૬ ‘અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ ૧૧૧, ‘અધ્યાત્મગર્ભિત સાધારણજિન સ્તવન’ ૧૯૩ ૨૩૪ અંબડચરિત્ર' ૨૭૬ ‘અધ્યાત્મગીતા' ૮૭, ૮૮ અંબડવિદ્યાધર રાસ’ ૭ અધ્યાત્મગીતા બાલા.' ૬૭ આગમ' ૨૦, ૨૩, ૨૪, ૨૫, ૨૯ અધ્યાત્મપ્રતિબોધ' ૧૬૪ આગમનંબર’ ૨૪૦ અધ્યાત્મસાર ૨૧૦ આગમસાર’ ૮૬, ૮૭ અનંતરાય રાવળ ૧ ‘આચારાંગ બાલા. ૩ અનુયોગદ્વાર બાલા.' ૬૭ આચાર્યશ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશઅબ્દુર્રહેમાન ૩૦૯ માલા બાલાવબોધ - એક અધ્યયન ‘અભયકુમાર રાસ' ૧૭૪ ૨૫૯ અભયધર્મ ૧૫૬ આજ્ઞાસુંદર ૯૦, ૨૬૦, ૨૬૧, ૨૬૭ અભયસોમ ૧૫, ૨૭પ ‘આઠ યોગદૃષ્ટિ વિચાર સઝાયનો બાલા.' અભિમન્યુ આખ્યાન’ ૨૪૫ ૫ અમરકુમાર રાસ’ ૨૭૯ ‘આત્મપ્રબોધ સઝાય” ૧૧૨ અમરચંદ્ર ૨૦ આત્મરાજ રાસ' ૨૭૯ અમરવિજય ૭. આદિજિન સ્તવન’ ૧૭૨ ‘અમરશતક બાલા.” ૬૬ આદિનાથ ભાસ” ૧૧૨ અમીવિજય પપ, પ૬ આદિનાથ વિનતિ’ ૧૧૨ અમૃતવાણી અભિધાન’ ૧૧૧ આદિનાથ વિવાહલો’ ૧૭૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આદીશ્વર જિન છંદ ૧૧૨ ઉત્તમચંદ ૨૩૬ આનંદકાવ્ય મહોદધિ - મૌક્તિક ૭' ઉત્તમવિજય ૧૯, ૬૬, ર૩૬, ૨૩૮ ૧૫૬, ૧પ૭ ‘ઉત્તરપુરાણ' ર૭, ૧૬૭ આનંદઘન ૧૦, ૪૨, ૩૪, ૮૧, ૨, ૮૩, “ઉત્તરાધ્યયન' ૨૧, ૨૩, ૨૯૪ ૧૯૪–૨૦૬, ૨૦૮-૨૧૩, ૨૨૬, ‘ઉત્તરાધ્યયન બાલા.' ૩ ૨૩૧. ઉદયધર્મ ૨૯. ‘આનંદઘન અષ્ટપદી ૧૯૪, ૨૦૮, ઉદયધવલ ૬૩ ૨૨૬ ઉદયભાનુ ૨૭૫, ૨૭૬, ૨૭૭ આનંદઘન ચોવીશી' ૮૧ ઉદયરત્ન ૯, ૧૭, ૩૧૭, ૩૧૮, ૩૧૯ આનંદઘન ચોવીસી બાલા.' ૬૬ ૩૨૪ ‘આનંદઘન ચોવીસીનો ટબો’ ૨૩૧ ઉદયવલ્લભસૂરિ ૩ આનંદઘન બહુત્તરી બાલા.’ ૬૭ ઉદયસાગર ૭, ૬૪ આનંદઘન બહોત્તરી’ ૧૯૭, ૧૯૮, ઉદયસાગરસૂરિ ૬૬ ૨૦૦, ૨૦૧ ઉદ્યોતસાગર ૬૬ આનંદઘન બાવીશી' ૨૦૪, ૨૦૮ ઉપદેશપદ' ૨૯૪ આનંદઘન ૨૨ સ્તવન બાલા.' ૬૫ "ઉપદેશમાલા’/“ઉવએસમાલા’ ૨૯, દર ‘આનંદમંદિર રાસ' ૨૩૨ - ૨૫૬, ૨પ૮, ૨૯૦, ૨૯૧, ૨૯૪ આનંદવર્ધન | આણંદવર્ધન ૧૯, ૧૮૧ ઉપદેશમાલા પ્રકરણ ૨પ૬ આનંદવલ્લભ ૬૭ “ઉપદેશમાલા બાલાવબોધ' ૬૧, ૩ આપણા કવિઓ' ૬૧ ૬૫, ૨પ૬, ૨૫૮ “આપ્તમીમાંસા' ૮૪ ઉપદેશમાલા રાસ' ૧૭૩ આરાધના’ ૨૪, ૨૯ "ઉપદેશર–કોશ' ૨૯ “આરાધના બાલા.' ૬૨ ઉપદેશર–કોશ બાલા.... ૩ આરામશોભા ચરિત્ર’ ૭૪ ઉપમિતિભવપ્રપંચ-કથા’ ૨૪૦ “આરામશોભા ચોપાઈ' ૧૭, ૭પ ઉપાસકદશાંગ’ ૬૪ આરામશોભા રાસ' ૧૬ ઉવએસમાલા” જુઓ ઉપદેશમાલા’ ‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન ઉવાસગદસાઓ’ ૨૩, ૨૫ વિનતિ ૧૧૨ ‘ઉષાહરણ” ૧૧૬ આસિગ ૧૫ ઋદ્ધિસાર ૬૭ આંખકાન સંવાદ' ૨૭૯ ત્રીષભદાસ ૭, ૯, ૧૪, ૧૫, ૧૭૩ ઇલ્વદૂત’ ૩૦૯ ૧૭૪, ૧૭૭, ૧૭૯, ૧૮૦ ઇરિયાવહી વિચાર રાસ’ ૨૭૯, ૨૮૦ ‘ઋષભદેવ રાસ’ ૧૭૩, ૧૭૪ ઇલાતિપુત્ર રાસ’ ૨૮૦ ઋષભસાગર ૨૬૦ ઈદ્રસૌભાગ્ય ૬૫ ‘ઋષિદરા (મહાસતી) રાસ’ ૭પ, ૧૧૫ ઈશ્વરસૂરિ ૮, ૬૯, ૭૦ ૧૧૬, ૧૧, ૧૨૧, ૧૨૪-૧૨૮ "ઈસરશિક્ષા’ ૧૭, ૬૯ ૧૩૨, ૧૩૬, ૧૩૮, ૧૩૯, ૧૪૮ ઉત્તમકુમાર ચૌપાઈ’ ૩૧૨ ૧૫૦, ૧૫૪, ૨૭૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ | ૩૨૭ ‘-ઋષિમંડળ બાલા.' ૬૪ ‘કહારયણ કોસ' ૨૯૪ (ડૉ.) એ. એન. ઉપાધ્યે ૨૦, ૨૩ કાજી મહમદ ૪ ‘એકસો આઠ નામ ગર્ભિત શંખેશ્વર “કાદંબરી' ૧૬૨, ૨૬૯ પાર્શ્વજિન છંદ ૨૩૬ કાન્ત ૨૮૨ ‘ઓઘ' ૨૪ ‘કાન્હડદે પ્રબંધ' ૪, ૧૦, ૧૦૩ “ઔપપાકિસૂત્ર બાલા.' ૬૩ કાયાપુર પાટણની સઝાય' ૨૭૯ 'કથાકોષ' ૨૨, ૨૩, ૨૫, ૨૯ કાલિકાચાર્ય કથા બાલા.' ૬૨ ‘કથાબત્રીસી' ૨૯ કાલિદાસ ૩૯, ૨૪, ૧૨૬ ‘કથાસરિત્સાગર' ૩૨, ૨૪૮, ૨૬૦, “કાવ્યપ્રકાશ ૮, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૨૭૬ ૧૨૫ કનકસુંદર ૬૪, ૭૪ કાવ્યપ્રકાશવિમર્શિની' ૧૧૫, ૧૧૭ કનકાવતી ૨૩૦ કાંકસાની ભાસ” ૧૧૨ કનુભાઈ શેઠ ૧૧૪. ૧૧૫, ૧૧૬, ૧૫૪ કાંતિવિજય ૧૫, ૫૫, ૬૬, ૨૦૭, ૨૦૮ કપૂરવિજય ૪૦ કીતિવિજયજી ૪૨ કબીર ૧૦, ૧૬૧, ૧૯૮, ૨૦૧, ૨૦૩, કુમારપાલ ૧૦, ૨૪પ ૨૦૬ ‘કુમારપાલ રાસ’ ૧૭૪, ૧૭૫, ૧૭૮ કમલવિજય ૪૯ કુલમંડનસૂરિ ૬૧ કમલશેખર ૩૫ કુશલધીર ૬૪ ‘કયા રાસ' ૧૭૪ કુશલલાભ ૨, ૧૪, ૧૫, ૧પ૭ ‘કરસંવાદ ૧૫, ૧૦૬, ૧૦૭, ૧૬૯ કુભા રાણા ૧૭૦ ‘કપૂરપ્રકર બાલા.' ૬૨ કુંવરવિજય ૬૭ “કપૂરપ્રકરસ્તોત્ર' ૨૯૦ કૃપણ ગૃહિણી સંવાદ ૧૫ કપૂરવિજય ૨૧૧ કૃષ્ણમિત્ર ૨૩૯, ૨૪૦ ‘કર્મગ્રંથ' ૬૪ કૃષ્ણવેલી બાલા.' ૬૩ ‘કર્મવિચાર ગીત’ ૮૯ કે. હ. ધ્રુવ ૨૩૯, ૨૪૬, ૨૪૭ ‘કર્મવિપાક બાલા.” ૬૪ કેશવજી ઋષિ ૬૫ 'કલિકાલ રાસ' ૮૯, ૯૦, ૯૪, ૯૫ કેશવરામ કા. શાસ્ત્રી ૩ કલિયુગ બત્રીશી' ૮૯, ૯૦, ૯૫, ૯૮, કેસરવિમલ ૬૯ ૧૦૦-૧૦૧ “કોશ્યા ગીત’ ૨૭૯ ૨૮૦ ‘કલ્પપ્રકરણ” ૨૯૦ ક્ષમાકલ્યાણ વાચક ૬૬ ‘કલ્પપ્રકરણ બાલા. ૩ ક્ષિતિમોહન સેન ૧૮૧, ૨૦૧-૨૦૪, ‘કલ્પસૂત્ર બાલા.' ૬૨-૬૫ ૨૦૬ ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ” ૨૩૪ ક્ષેત્રસમાસ બાલા.' ૬૨, ૩, ૬૬ કલ્યાણ ૩૭ (લઘુ) ક્ષેત્રસમાસ બાલા.” ૬૪ કલ્યાણમંદિર બાલા.' ૬૨ ક્ષેમવિજય ૬૪ કલ્યાણવિજયગણિનો રાસ' પપ કહાનજી ૮, ૯ કવિ સહજસુંદરની રાસકૃતિઓ ૨૮૦ ખંડપ્રશસ્તિ' ૮ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ‘ખિમઋષિ (બોહા), બલિભદ્ર, યશો- ગોપાલ ભટ્ટ ૧૧૫, ૧૧૬, ૧૧૭ ભદ્રાદિ રાસ’ ૧૦૨, ૧૦૩, ૧૦૫ ‘ગોરીસાંવલી ગીતવિવાદ ૧૫, ૧૦૬, ખુશાલવિજય ૨૩૬ ૧૦૮ ખેમસાગર ૮ ગોવર્ધનરામ ૪૮ ખોડાજી ૨૧૧ ગૌતમ રાસ' ૮૦ ‘ગણધરવાદ બાલા.” ૬૬ ગૌતમપૃચ્છા' ૧૧૧ ગણપતિ ૧૧૪ “ગૌતમપૃચ્છા (કર્મવિપાક) ચોપાઈ ગર્ભવેલિ’ ૧૧૧ ૧૧૧ ગાંધીજી ૨૦૫, ૨૧૨ ‘ગૌતમપૃચ્છા બાલા.' ૬૨, ૬૬ ગિરનાર ઉદ્ધાર રાસ” ૧૬૪ ઘનાનંદ ૧૯૮ ગીતસંગ્રહ ૧૩૨, ૧૪૨, ૧૪૬, ૧૪૭ “ચઉસરણ અધ્યયન બાલા.' ૬૨ 'Gujarat and its Literature' aC ચઉસરણ પ્રકીર્ણ બાલા.' ૩ ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન)' ૧ “ચતુરશીતિપ્રબંધ' ૨૯ “ગુજરાતી સાહિત્યકોશ' ૧૯, ૧૮૨ ચતુર્ભુજ ૩૪, ૩૭ "ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ૨, “ચતુર્વિશતિ જિન છંદ ૨૩૪ ૨૫૦ ચરિત્રનંદિ ૨૧૧ ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ૩, “ચંદ્રગુણાવલી લેખ' ૪૯ ૫૦ ચંદરાજાનો લેખ ૪૯ ગુણકરંડ ચોપાઈ ૨૦૭૪ ચંદ્રકેવલીનો રાસ' ૨૩૧, ૨૩૩ ગુણચંદસૂરિ ૪૦ ચંદ્રગુપ્ત ૨૭૨ ગુણધીરગણિ ૬૩ ચંપકચંદનવાદ ૧૦૬, ૧૦૭ ગુણભદ્ર ૧૬૭ ચંપકશ્રેષ્ઠિ ચોપાઈ ૧૭૦ ‘ગુણરત્નાકર છંદ' ૭૧, ૨૭૯, ૨૮૦, ચાણક્ય ૨૭૨ ૨૮૧, ૨૮૮ ચાતુર્માસિક વ્યાખ્યાન બાલા.' ૬૪ ગુણવંતસૂરિ ૩૬ ચારિત્રકલશ ૧૬ ગુણવિનય ૮, ૯ ચારિત્રસિંહ ૬૩ ગુણ સૌભાગ્યસૂરિ ૧૧૪, ૧૧૭ ‘ચિત્રસેન પદ્માવતી ચરિત્ર બાલા.' ૬૬ ‘ગુણસ્થાનક્રમારોહ બાલા.' ૬૪ ચિદાનંદ ૨૧૧ ‘ગુણસ્થાનગર્ભિત જિનસ્તવન બાલા.’ ‘ચિદાનંદ બહોતરી' ૨૧૧ ૩ ‘ચિંતામણી' ૨૦૭ ગુરુગુણ છત્તીસી બાલા.” ૦૬ ચી. ડા. દલાલ ૧૫૬, ૧૫૭ ગુર્નાવલી ફાગ' ૩૫ “ચુપઈ ફાગ’ ૩પ ગૂર્જર કાવ્યસંગ્રહ’ ૨૧૧ ૨૪ દંડક વિચાર બાલા' ૬૬ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ ૨૧૦ ચોવીસી' ૧૯, ૮૮, ૧૮૨ ગોડી પાર્શ્વનાથ છંદ' ૧૦૦ ચોવીસી વીસી સંગ્રહ ૧૮૭ ગોડી પાર્શ્વનાથ સ્તવન’ ૧૫૭, ૧૬૦, “ચોવીસી સ્વોપજ્ઞ બાલા.” ૬૬ ૧૯૫ ચૌદ સુપનાની સઝાય” ૧૧૨ WWW.jainelibrary.org Page #342 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ ૩૨૯ છ કર્મગ્રંથ બાલા.' ૬૪, ૬૬ જગડુ ૧૪ જિનભદ્રસૂરિ ૨૯૦ જય કીતિ ૬૪, ૨૯૧ જિનમતધારક વ્યવસ્થાવર્ણન સ્તવન જયચંદગણિ ૪૦ બાલા.' ૬૭ જયચંદ્રસૂરિ ૬૨ જિનરક્ષિત જિનપાલિત સંધિ ૧૫૬, જયવલ્લભ ૬૩ ૧૬૦. જયવંતસૂરિ ૭, ૮, ૯, ૧૪, ૧૫, ૧૬, જિનરાજસૂરિ ૧૯૫ ૩૬, ૪૦, ૪૯, ૫, ૭૮, જિનવર્ધનસૂરિ ૨૧, ૨૬૩ ૧૧૪–૧૧૯, ૧૨૧, ૧૨૩, ૧૨૪, જિનવિજયજી ૬૧, ૬૫, ૧૬૫, ૨૧૨, ૧૨૫, ૧૨૭, ૧૨૯-૧૩૨, ૧૩પ, ૨૫૦ ૧૩૭, ૧૩૮, ૧૪૭, ૧૪૩, ૧૪૮, જિનસાગરસૂરિ ૨૯૧ ૧પ૧, ૧પ૨, ૧૫૪ જિનસૂર (?) ૬૨ જયવિજય ૪૯, પપ જિનસેન ૨૭ જયશેખરસૂરિ ૨, ૮, ૧૫, ૪૦, ૯, ૮૦, જિનસોમ ૬૬ ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૫, ૨૪૬, જિનહર્ષ (જસરાજ) ૭, ૯, ૧૬, ૬૪, ૨૪૭ ૭૩, ૭૪, ૨૬૦, ૩૦૧, ૩૦, ૩૦૭ જયસિંહસૂરિ ૩૦, ૨૯૧ જિનેશ્વરસૂરિ ૧૪ જયસોમ ૬૪ ‘જીભલડીનું ગીત” ૧૧૨ જયંત ૨૪૦ જીરાઉલા પાર્શ્વનાથ છંદવિનતિ ૧૧૧ જયંત કોઠારી ૬૭ ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' ૩પ સરાજ જુઓ જિનહર્ષ જીવચેતના કાગળ’ ૪૯ જસવંત ૨૦૭ જીવવિચાર બાલા.” ૬૬ “જસવિલાસ” ૨૧૧ જીવવિજય ૬૬ (ઉપાધ્યાય) જસસુંદર ૨૬૧ જીવશિખામણવિધિ આદિ ૧૧૧ જહાંગીર ૧૭૩ જીવાભિગમસૂત્ર બાલા.' ૬૫ જંબૂચરિત્ર બાલા. ૩ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૮, ૨૩૯ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ બાલા.' ૬૬ જૈન ગૂર્જર કવિઓ’ ૩, ૪, ૮, ૧૨, ૧૬, “જબૂસ્વામી અંતરંગ રાસ/વિવાહલો ૩, ૬૪, ૬૭, ૭૨, ૭૩, ૨૭૯ ૧૧૬–૧૧૭, ૧૫૬ જબૂસ્વામી ફાગુ' ૩૯ જૈન પદસંગ્રહ ૨૧૧ જંબૂસ્વામી રાસ' ૨૧૫, ૨૧૬, ૨૧૮, “જૈન મરમી આનંદઘન’ ૨૦૧ ૨૨૩, ૨૩૧, ૨૩૪, ૨૮૦, ૨૯૭ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” ૧૧૦ જબૂસ્વામીનો વિવાહલો' ૮૯ જેનયુગ' ૧૯૭ જિનચંદ્રસૂરિ ૧પ૬, ૧૮૨, ૨૯૦ જૈનશતક' ૧૯૯ "જિનચંદ્રસૂરિ ફાગુ' ૩૪, ૩૫ (ડૉ.) જોરાવરસિંહ પરમાર ૨૫૯ જિનાસ ૧૫, ૧૦૨ જ્ઞાતાધર્મસૂત્ર બાલા.' ૬૪ જિનપદ્મસૂરિ ૧૮, ૩૪, ૩૬, ૩૮, ૭૯, “જ્ઞાતાસૂત્ર બાલા.' ૬૪ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩) D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય જ્ઞાનગીતા' ૩પ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ ૨૯ જ્ઞાનમૂર્તિ ૬૪ થાવસ્ત્રાપુત્ર રાસ ૧૬૪ જ્ઞાનવિમલસૂરિ ૧૬, ૧૭, ૫, ૭૩, ૮૨, દયારામ ૧, ૨, ૩૧૧ - ૧૯૪, ૧૯૫, ૨૩૦–૨૩૫ દયાસિંહ ૬૨ જ્ઞાનવિલાસ' ૨૧૧ દર્શક ૪૮ જ્ઞાનસાગર ૪૯, ૬૬ ‘દશમસ્કંધ' ૨૬૯ જ્ઞાનસાર’ ૬૬, ૧૯૫, ૧૯૬, ૨૧૧ ‘દશવૈકાલિકસૂત્ર બાલા.' ૬૩, ૬૪ જ્ઞાનસાર (સં.)નો સ્વોપજ્ઞ બાલા.' પ દશાર્ણભદ્ર ગીતવિવાહલો’ ૮૯ જ્ઞાનસૂર્યોદય’ ૨૪૦ દશાશ્રુતસ્કંધ બાલા.' ૬૫ જ્ઞાનાનંદ ૨૧૧ દંડક સંગ્રહણી બાલા.” ૬૭ ‘જ્ઞાનાવ’ ૮૭ દાદૂ ૨૦૩, ૨૦૬ ઝમકલદેવી ૧૦૨ ‘દાનની સઝાય” ૧૧૨ બાવિતેલ ૧૮૩ “દિવાળી ગીત’ ૮૯, ૯૦, ૯૫, ૯૮ ટાગોર ૨૪૫, જુઓ રવિબાબુ દીપવિજય ૯, ૪૯, પપ, પ૭, ૭૧ ડુંગર ૩૫ દીપાલિકાકલ્પ બાલા.' ૬૪, ૬૫ ‘ઢુંઢક રાસ' ૨૩૭ દુર્વાસા આખ્યાન’ ૨૬૯ ‘ઢોલા મારુ ચોપાઈ ૧૫૬, ૧૫૭, ૧૫૯, દૃઢપ્રહારમુનિ સઝાય” ૧૧૨ ૧૬૦ દેપાલ ૯૦ ‘ણાયધમ્મકહાઓ' ૨૧, ૨૩, ૨૫, ૨૯, દેવકુશલ ૬૫ ૩૧, ૩૨ દેવચંદ્ર | દેવચંદ્રગણિ ૬૬, ૮૬, ૧૯૪, તત્ત્વહંસ ૬૬ ૨૩૧ "તત્ત્વાર્થસૂત્ર બાલા.' ૬૫ દેવપ્રભસૂરિ ૨૮ ‘તદ્ધિત બાલાવબોધ' ૬૧ દેવરાજ-વત્સરાજ પ્રબંધ' ૨૬૯ "તરંગલોલા’ ૨૮ દેવવિજયગણિ ૨૭ તરંગવતી' ૨૮ દેવેન્દ્રસૂરિ ૮૭ તરુણપ્રભસૂરિ ૬૧, ૩, ૨૫૮, ૨૯૧ ‘દેશીઓની સૂચિ ૭૬ ‘તંદુલવેયાલીય પયત્રા બાલા.’ ૬૩ દોલતરામ ૨૧૧ તીર્થમાલાયાત્રા સ્તવન” ૨૩૪ ઘાનતરાય ૧૯૮, ૨૦૦, ૨૧૧ તીર્થંકર ૨૪નાં કવિત’ ૧૭૪ ‘ઘાનતવિલાસ' જુઓ “ધર્મવિલાસ' તુલસી ૨૪૫ ‘દ્રવ્યગુણ પયય રાસ' ૮, ૮૪, ૨૯૭ તેજપાલ ૧૦, ૮૯, ૯૧ ‘દ્રવ્યગુણ પયય રાસ – સ્વોપજ્ઞ બાલા.' ‘તેજસાર રાસ' ૧પ૬, ૧૬૦ ‘તેતલિપુત્ર રાસ' ૨૮૦. દ્રવ્યસંગ્રહ બાલા.” ૫ તતલીમંત્રીનો રાસ' ૨૭૯ દ્રવ્યાનુયોગતકણા' ૯ 'ત્રિભુવનદીપક પ્રબંધ' ૮, ૧૫, ૮૦, દ્રૌપદી ચોપાઈ' ૧૬૭, ૧૬૯ ૨૩૯, ૨૪૧, ૨૪૪, ૨૪૫ ‘હાસપ્તતિપ્રબંધ' ૨૯ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' ૨૭ (શેઠ) ધનજી સૂરા ૨૦૭ * * * * * * * * * * * * * * * * * :: - Page #344 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ ૩૩૧ ધનદત્ત-ધનદેવ ચરિત્ર' ૨૬૯ નયસુંદર ૧૪, ૧૮, ૧૬૧, ૧૨, ૧૬૩, ધનદેવ કથા’ ૨૬૯ ૧૬૯ ધનદેવગણિ ૩૫, ૩૭ નરપતિ ૧ “ધનપાળ-શીલવતીનો રાસ' ૨૩૭ નરસિંહ મહેતા ૧, ૨, ૧૦, ૫૪, ૧૧૪, ધનવિજય ૬૪ ૧૬૮, ૨૦૬, ૨૪૮, ૩૧૧ ધનરાજ ૨૯૨ ‘નલચંપૂ' ૮ ધનવિમલ ૬૪ ‘નળ-દમયંતી ચંપૂ’ ૮ ધનસાર ૨૭૯ ‘નલદમયંતી રાસ ૧૪, ૧૬૧, ૧૬૨, ધમ્મદાસગણિ જુઓ ધર્મદાસગણિ ૧૬૩ ધમિલચરિત્ર' ૨૩૯ ‘નલ-દવદંતી રાસ” ૧૬૮, ૧૪૯, ૧૯૫ ધર્મચંદ્ર ૬૬ ‘નલરાજ ગીત’ ૮૯ ધર્મદાસગણિ. ધમ્મદાસગણિ ૨૫૬, “નલાયન” ૧૧, ૧૬૨ ૨૯૪ નવકાર છંદ(રાસ)' ૧પ૭, ૧૬૦ ધર્મદિવગણિ ૬૨ નવતત્ત્વ બાલા.' ૬૨, ૩, ૬૫, ૬૬ ધર્મમૂર્તિગુરુ ફાગ’ ૩પ નવતત્ત્વવિવરણ બાલાવબોધ' ૬૧ ધર્મરત્નસૂરિ ૧૧૫ નવપદની પૂજા' ૨૩૧ ધર્મલક્ષી પ્રવર્તિની ૧૧૫, ૧૧૭ નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવન” ૧૧૧ ધર્મવર્ધન ૮ નળાખ્યાન’ ૨૬૯ ધર્મવિલાસ-ઘાનતવિલાસ' ૨૦૦ નંદ ૨૭૨ ધર્મસમુદ્ર ૯ નંદબત્રીશી' ૧૦૯, ૧૧૦ ધર્મસાગરજી ૧૬૭ નાકર ૧, ૧૬૭ ધમસિંહ ૭૧ નાથુમલ ૨૩૦ ધર્મસૂરિ ૯૦ નાથુરામ પ્રેમીજી ૨૧૨ ધર્મસનગણિ ૩૦ નાનજી ૬૪ ધમમૃત’ ૨૧૨ નારાયણ ૨૦૭ ધર્મોપદેશમાલા ૨૯૧ નારી નિરાસ ફાગ’ ૩૫, ૩૭, ૩૯ ધીરવિમલગણિ ૨૩૦ નિપુણા દલાલ ૧૧૬, ૧૫૪ ધૂખ્યાન પ્રબંધ અથવા બાલા.” ૬૫ નિરંજના વોરા ૭૬, ૨૭૯, ૨૮૦ ધ્યાનદીપિકા ચતુષ્પદી' ૮૬, ૮૭ "નિંદાનિવારણ | પરિહારની સઝાય' નગીનદાસ પારેખ ૨૪૫ - ૨૭૯, ૨૮૦ નન્નસૂરિ ૬૩ નિંદાની સજઝાય’ ૨૮૦ ‘નયચક્ર' ૮૭ નેમરાજુલ બારમાસ વેલ પ્રબંધ' ૧૨૫ ‘નયચક્રનો બાલાવબોધ' ૫, ૮૬-૮૭ “નેમરાજુલ બારમાસા’ ૪૦, ૩૦૮, ૩૦૯ નયવિજય ૨૦૭, ૨૯૭ નેમરાજુલ લેખ’ ૪૯ નયવિમલ | નયવિમલગણિ ૬૫, ૨૩૦, “મિચરિત્ર' ૧૬૮ ૨૩૧ નેમિચંદ્રસૂરિ ૧૬૬ નયવિલાસ ૬૪ નેમિજિન સ્તવનકાગ’ ૧૨૨, ૧૩પ, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ૧૩૬, ૧૩૧, ૧૪૦ ‘નેમિનાથ ચતુષ્પદિકા' ૧૯, ૪૦, ૭૮ નેમિનાથ ચરિત્ર બાલા.' ૬૫ ‘નેમિનાથ તેરમાસા' ૩૧૭–૩૨૦ ‘નેમિનાથ નવરસો' ૧૭૪ ‘નેમિનાથની રસવેલી' ૧૯, ૨૩૭ ‘નેમિનાથ ફાગ’૧૭૧ ‘નેમિનાથ ફાગુ’ ૩૫, ૩૯, ૪૦, ૭૯ નેમિનાથ બારમાસ વેલપ્રબંધ' ૧૧૬ નેમિનાથ જિમતી ગીત' ૧૭૧ નેમિનાથ-રાજિમતી બારમાસ’ ૭૮, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૭, ૧૩૮, ૧૪૦, ૧૪૪ ‘નેમિનાથ-રાજિમતી બારમાસ પ્રબંધ' ૧૨૧ ‘નેમિનાથ રાજિમતી બારહમાસા' ૩૧૩ નેમિનાથ રાજિમતી સ્તવન’ ૧૭૪, ૧૭૮ ‘નેમિનાથ લેખ' ૪૯ ‘નેમિનાથ સ્તવન' ૧૧૨, ૧૪૫ ‘નેમિનાથ હમચડી' ૧૦૮ ‘નૈમિરંગરત્નાકર છંદ' ૧૬, ૧૦૩, ૧૦૪, ૧૦૮ નેમિ-રાજિમતી બારમાસા' ૧૬, ૭૯. ૧૮૨ ‘નેમિ-રાજિમતી સ્નેહવેલ’૨૩૭ “નેમીશ્વરિત ફાગબંધ’ ૩૭ ન્યાયસાગરજી ૪૨ ૪૦, ૧૩૬, વેલ ‘પઉમચરયં’૧૬૭, ૧૭૦ ‘પણ્ણાસ’ ૨૪, ૨૯ પદ્મચિરત’ ૨૭, ૧૯૭ પદ્મચંદ્ર ૬૬ ‘પદ્મપુરાણ’ ૨૩, ૨૭ પદ્મવિજય ૭, ૬૬, ૨૦૭, ૨૩૬ પદ્મસિંહ ૨૦૭ પરદેશી રાજાની સઝાય' ૨૩૭ પરદેશી રાજાનો રાસ' ૨૭૯૦૨૮૧ પરમસાગર. ૨૭૫ પરમહંસ પ્રબંધ' ૨૩૯ ‘પરલોકે પત્ર’ ૪૮ પર્યંતારાધના બાલા.' ૬૨ પશ્ચિમાધીશ છંદ' ૮ ‘પંચતીર્થ પૂજા’ ૨૩૭ ‘પંચતીર્થનું સ્તવન’૧૧૨ ‘પંચદંડ’૨૭૬ ‘પંચનિગ્રંથીપ્રકરણ' ૨૯૦ ‘પંચનિગ્રંથી બાલા.' ૬૨, ૬૫ પંચાસર વિનતિ” ૨૩૯ પાક્ષિક ક્ષામણ બાલા.' ૬૫ પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિક ૧૧૨ ‘પાક્ષિકસૂત્ર બાલા,’૬૫ પાદલિપ્ત ૨૮ પાર્શ્વચંદ્રસૂરિ ૬૩ પાર્શ્વનાથ ચરિત્ર બાલા.' ૬૬ પાર્શ્વનાથ જિનસ્તવન' ૨૧૯ પાર્શ્વનાથ યમકબન્ધ સ્તોત્રમ' ૧૭૨ પાર્શ્વનાથ સ્તવન (લોડણ)' ૧૧૧ પાર્શ્વનાથ સ્વામીનો છંદ' ૨૩૬ ‘પાર્શ્વપુરાણ’ ૧૯૯ ‘પાસસ્થાવિચાર’૬૩ પાંચ બોલનો મિચ્છામિ દોકડો બાલા..’ ૪ પાંડવચરત્ર' ૨૮, ૧૬૮ ‘પાંડવપુરાણ’૨૮ ‘પિંડ’ ૨૪ ગીત' ‘પિંડવિશુદ્ધિ બાલા.' ૬૨ પુણ્યફલ સઝાય' ૧૧૨ ‘પુણ્યસારચરિત ચોપાઈ' ૧૬૯ ‘પુરાતનપ્રબંધસંગ્રહ’– ૨૯ પુષ્પમાલા પ્રકરણ' ૨૯૦, ૨૯૧, ૨૯૪ પુષ્પમાલા બાલા.’ ૬૨ પૂજ્ય વાહણ ગીત' ૧૬૦ પૂંજાૠષિ ૧૬૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ | ૩૩૩ પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર બાલા. ૬૫ બળવંતરાય ૭૦. “પૃથ્વીચંદ્રચરિત' ૧૮, ૬૭, ૨૪૮, ૨૭૦ બાર આરા સ્તવન’ ૧૭૪ પૃથ્વીરાજ કૃષ્ણવેલી બાલા.' ૬૪ બાર ભાવના' ૧૯૫ પ્રજ્ઞાપનાસૂત્ર બાલા.” ૪, ૬૬ બાર ભાવના સઝાય' ૧૨૩–૧૨પ ‘પ્રતિક્રમણ સૂત્ર બાલા.” ૬૪ “બારવ્રતગ્રહણટીપ રાસ ૨૩૧, ૨૩૪ પ્રતિક્રમણહેતુ ગર્ભિત સ્વાધ્યાય' ૨૧૭ બાવીસી' ૧૯૬ ‘પ્રબંધચિંતામણિ ૨૯ ‘બાહુ જિન સ્તવન’ ૮૮ પ્રબંધપંચશતી’ ૨૯ “બુઢાનો રાસ’ ૯ (ડૉ.) પ્રબોધ પંડિત ૬૧ બુધવિજય ૬૬ પ્રબોધચન્દ્રોદય’ ૨૩૯, ૨૪૦ બૃહત્કથા’ ૯, ૧૮, ૨૬૦, ૨૭૬ પ્રબોધચિંતામણિ ૮, ૨૩૯-૨૪૧ બૃહત્કથામંજરી' ૨૬૦ પ્રભાચન્દ્ર ૨૯ બૃહત્કથાશ્લોકસંગ્રહ ૨૦ પ્રભાવતી રાસ' ૧૬૪ (પં.) બેચરદાસ ૨૧૨ “પ્રશ્નવ્યાકરમસૂત્ર બાલા.' ૩ બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ ૬૩ પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ (સં.) ર૩૧ બ્રહ્માનંદ ૩૧૧ ‘પ્રશ્નોત્તરપદશતક' ૨૯૦ ભક્તામર પર કથા ૬૨ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ રાસ' ૨૭૯ ભક્તામરસ્તોત્રમ્ ૨૯૦ પ્રસન્નચન્દ્રસૂરિ ૩પ ભક્તામરસ્તોત્ર બાલા.' ૬૧, ૨, ૬૬ "પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ ૬૧, ૨, ભક્તિવિજય ૬૬ ૨૫૦ ભગવતી-વિવાહ-પષ્ણત્તિ' ૨૧ પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા “ભગવતીસૂત્ર બાલા.' ૬૪ ભા. ૧' ૬૧ “ભરડકબત્રીસી ૨૯ પ્રાચીન ફાગુસંગ્રહ' ૩૪ ભરત બાહુબલી રાસ' ૧૭૪, ૧૭૫, પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ૧૮૦ ૩૧૭ ભરતેશ્વર ચક્રવર્તી ફાગ' ૩પ પ્રાચીન સઝાયસંગ્રહ’ ૨૭૯ ભરતેશ્વર રાસ” ૧૭૫ પ્રાસ્તાવિક કવિત’ ૮૯ ભરતેશ્વરબાહુબલિ ઘોર' ૬ પ્રિયમેલક ચોપાઈ ૧૯૫ ભરતેશ્વરબાહુબલિ રાસ’ ૬, ૮૦, ૧૭૬ પ્રીતિવિમલ ૧૯૫ ભારહટ્ટ-દ્વત્રિશિકા' ૨૯ પ્રેમાનંદ ૧, ૨, ૪૮, ૨૪, ૧૧૪, ૧૬૩, ભર્તુહરિશતકત્રય બાલા.' ૬૬ ૧૬૮, ૧૭૬, ૧૯૦ ૨૪૫, ૨૪૭, ‘ભવભાવના ૨૯૪ ૨૮૯ ભવભાવના બાલા.' ૬૨, ૬પ પ્રેમાનંદ (પ્રેમસખી) ૩૧૧ ભવાની છંદ' ૧૬૦ ફકીરચંદ ૯ ભવ્યચરિત્ર’ ૨૪૦ (કવિ) બનારસીદાસ ૧૫૬, ૧૯૮, ભાગચંદ ૨૧૧ ૨૧૧ ‘ભાગવત’ ૩૪ બનારસીવિલાસ’ ૧૯૮, ૨૧૧ ભાનુ ભટ્ટ ૭. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ભાનુચંદ્ર ૧૫૬ ભાનુમેરુ ૬૯, ૧૬૧ ભાનુવિજય ૬૬ ભાલણ ૧, ૨, પ૪, ૧૨, ૨૪૭, ૨૬૯ ભાવારિવારણ બાલા.” ૬૨ ‘ભાવારિવારણસ્તોત્રમ્ ૨૯૦ ‘ભાષાના ૪૨ ભેદનો બાલા.” ૩ ‘ભાષાવિમર્શ’ ૨૮૦ ભીમદેવ પહેલો ૧૦૩ ભુવનદીપક બાલા.” ૫, ૬૬ ભુવનભાનુચરિત્ર બાલા.' ૬૬ ભૂધર ! ભૂધરદાસ ૧૯૮, ૧૯૯, ૨૧૧ ભોગીલાલ સાંડેસરા ૩૪, ૧૧૬, ૨૩૯, ૨પ૦, ૨૯૦ ભોજસાગર ૯ ભ્રમરગીત’ ૪૦ ભ્રમરગીતા ફાગ’ ૩૪, ૩૭ મખન્મ મહમદ શેખ કાજી ૧૬૬ મધુસૂદન ૨૭પ (ડૉ.) મધુસૂદન પારેખ ૧ “મધ્યયુગીન હિંદી સાહિત્યકા લોક તાત્ત્વિક અધ્યયન' ૩૦ મનભમરાની સઝાય’ ૪ મલયચંદ્ર ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૪ મલ્લિનાથ રાસ' ૧૭૪ મહાબતખાન. ૨૦૭ મહાભારત” ૯, ૨૩, ૨૮ મહાવીર વિનતિ' ૨૩૯ મહાવીર સ્તવન સ્વોપજ્ઞ બાલા.” ૬૫ “મહાવીર સ્વામીનું હાલરિયું પપ, પ૭ મહાવીર (હૂંડી) સ્તવન બાલા.' ૬૬ મહિમાસાગર ૩, ૧૮૧, ૧૮૨ મહીરત્ન ૬૩ મંગ ૧૦૨ ‘મંગલકલશ' ૩પ મંગલકલશ ફાગ’ ૩૫, ૩૭ મંગલદાસ ૧૦૨ મંગલમાણિક્ય ૭ મંજુલાલ ર. મજમુદાર ૪૦ માણિક સુંદરગણિ ૬૨ માણિક્યદેવસૂરિ ૧૬૧ માણિજ્યવિનય ૭૯ માણિજ્યસાગર ૪૯ માણિક્યસુંદરસૂરિ ૨, ૧૮, ૩૭, ૨૪૮, ૨૫૦, ૨પર, ૨પ૪, ૨૭૦ માણેક ૨૬૦ માધવાનલ કામકંદલા ચોપાઈ' ૧૪ માધવાનલ કામકંદલા રાસ' ૧, પ૭ માધવાનલ ચોપાઈ' ૧પ૬, ૧૫૭, ૧૫૮, ૧૬૦ માધવાનલ દોગ્ધક પ્રબંધ’ ૧૫૭ માનવિજયગણિ ૫ માનવિજયજી ૪૬ મારુઢોલા ચોપાઈ' ૧૪ માલદેવ ૩પ માલમુનિ ૭ માંકણ રાસ) ૯ મીરાં ૨, ૧૯૮, ૨૦૫, ૨૦૬, ૩૧૧ ‘મુગ્ધાવબોધ ઔક્તિક' ૬૧ મુનશી ૧૮, ૪૦, ૪૮ મુનિસુંદરસૂરિ ૬૨ મૂર્ખ ફાગ’ ૩પ મૃગાખ્યાન’ ૨૬૯ મૃગાવતી ચરિત્ર' ૧૬૯ મૃગાવતી રાસ’ ૭૩ મૃગાંકલેખા રાસ' ૨૭૪ મેઘરાજ ૬૩ મેઘવિજય ૧૬૬ મેરૂતુંગસૂરિ ૨૯, ૬૧ મેરુનન્દન ૩૫ મેરુનંદા ૯૦ મેરુવિમલગણિ ૩૦ મેરુસુંદર, ૬૨, ૨૯૦, ૨૯૨, ૨૯૪ મોહન (મોલ્હા ?) ૬૭ WWW.jainelibrary.org Page #348 -------------------------------------------------------------------------- ________________ મોહનલાલ દલીચંદ દેશાઈ ૩, ૬૭, ૭૨, ૭૩, ૭૪, ૧૧૦, ૧૧૩, ૧૧૬, ૧૫૬, ૧૬૬ મોહપરાજય । મોહરાજપરાજય’ ૨૪૦, ૨૪૫ ‘મોહિની ફાગુ’ ૩૫ યશપાલ ૨૪૦ યશરાજ ૨૪૫ યશોધર ચરિત્ર બાલા.' ૬૬ ‘યશોધરનૃપ ચોપાઈ’ ૧૬૧, ૧૬૪ યશોવિજય ૭–૧૦, ૧૯, ૪૨, ૪૪, ૬૪, ૧૯૪, ૨૧૩, ૬૫, ૭૩, ૮૩, ૮૫, ૮૬, ૧૯૫, ૨૦૨, ૨૦૬-૨૧૧, ૨૧૫–૨૧૭, ૨૧૯, ૨૨૦, ૨૨૩, ૨૨૫–૨૨૯, ૨૩૧, ૨૯૮ ૨૨૨, ૨૯૭, ‘યોગપ્રકાશ’ ૬૨ ‘યોગશાસ્ત્ર’ ૬૨, ૨૫૮, ૨૯૦ ‘યોગશાસ્ત્ર બાલા.' ૬૧, ૬૨, ૬૬, ૨૫૮ ‘યૌવનજરા સંવાદ’ ૨૭૯ રઘુપતિ (રૂપવલ્લભ) ૭ ‘રઘુવંશ’૮ રઘુવીર ચૌધરી ૪૮ રજ્જબજી ૨૦૩ ‘રણમલ છંદ’ ૧૦ ‘રણસિંહ રાજર્ષિ રાસ' ૨૩૧, ૨૩૪ ‘રત્નકુમાર/રત્નસાર ૨૮૦ રત્નમંડનગણિ ૩૫, ૩૭ રત્નમંડિતગણિ ૭૯ રત્નમૂર્તિગણિ ૨૯૦ રત્નવિજય ૪૯, ૫૫ ‘રત્નસમુચ્ચય બાલા.' ૬૬ ચોપાઈ’ ૨૦૯, રત્નસમુદ્ર ૨૭૯ રત્નસૂરિ ૨૬૯ રમણલાલ ચી. શાહ ૧૬૬, ૧૬૯ (ડૉ.) રમણીક શાહ ૨૯૦ રવિબાબુ ૨૦૫; જુઓ ટાગોર રવિષેણ ૨૭, ૧૯૭ નામસૂચિ ] ૩૩૫ ‘રહનેમિ-રાજિમતી ચોક/સઝાય' ૨૩૬ રંગરત્નાકર નેમિનાથ છંદ' ૭૧ રંગરત્નાકર નેમિનાથ પ્રબન્ધ’ ૧૦૩, ૧૦૪ રંગસાગર નેમિનાથ ફાગુ' ૩૫ રાજશેખરસૂરિ ૩૯, ૭૯ રાજસિંહ ૭૪ રાજસોમ ૧૬૭ રાજહંસ ૬૩ ‘રાજિમતી બારમાસ’૪૦ રાજિયો ૨૩૪ ‘રાજુલ-નેમ સંદેસ ુ’૩૦૯ ‘રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગુ' 39 ‘રામ લેખ' ૪૯ ‘રામચિરત’ ૨૭ રામચંદ્ર ૧૫૬ રામચંદ્રસૂરિ ૬૨, ૨૭૬ રામલાલ ૬૭ રામવિજય ૬૬ રામવિજય વાચક ૬૫ રામવિજયજી ૪૪ ‘રામાયણ’ ૯, ૧૬૭ રાયચંદ વિ. ૨૧૧ રાયચંદ્રસૂરિગુરુ બારમાસ’૪૦ ‘રાયપસેણીસૂત્ર બાલા.' ૬૩ રાવણમંદોદરી સંવાદ' ૧૦૬, ૧૦૭ ‘રાવણસાર સંવાદ' ૧૦૬ રાણિ પાર્શ્વનાથ ફાગુ' ૩૫ ‘રુક્મિણીની સઝાય’ ૧૧૨ રૂપચંદ ૬૬ ‘રૂપચંદકુંવર રાસ’ ૧૮, ૧૬૧, ૧૬૨, ૧૬૩ રૂપવલ્લભ જુઓ રઘુપતિ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય રૂપવિજય ૪૯, પપ ‘વસંત ફાગુ' ૩૬, ૪૦ રેવંતગિરિ રાસો' ૮૦ વસંતવિલાસ' ૬, ૧૩, ૩૪, ૩૭, ૭૯ રોહણિયા રાસ ૧૭૩, ૧૭૪ વસુદેવહિંડી ૨૨, ૨૫, ૩૦, ૩ર, ૨૬૦, લક્ષ્મીવલ્લભ ૩પ ૨૭૬, ૨૯૩ લક્ષ્મીવિનય ૬૫ વસ્તુપાલ ૧૦, ૮૯, ૯૧, ૯૨, ૯૬, ૧૦૨ લક્ષ્મીવિમલ ૬૬ ‘વસ્તુપાલ-તેજપાલ રાસપ્રિબંધ’ ૮૯, લક્ષ્મીસાગરસૂરિ ૧૦૨ ૯૦, ૯૧, ૯૬, ૯૮, ૧૦૦ “લઘુક્ષેત્રસમાસ બાલા.' ૬૬ ‘વંદારવૃત્તિ બાલા.' ૬૫ લઘુરાજ ૧૦૨ ‘વાભદાલંકાર’ ૧૦, ૨૯૦, ૨૯૧ ‘લઘુસંગ્રહણી બાલા.' ૩ ‘વાભદાલંકાર બાલાવબોધઃ ૨૯૧ લબ્ધિવિજય ૧૯, ૪૬ વાદિચંદ્ર ૨૮, ૨૪૦ ‘લલિતાગ ચરિત્ર' ૭૦ વાનાજી ૨૫ લલિતાંગનરેશ્વર ચરિત્ર’ ૮ વાસવ શેઠ ૨૩૦ લાધાશાહ ૬૫ “વાસુપૂજ્ય મનોરમ ફાગ’ ૩૭ લાભાનંદ ૧૯૪, ૧૯૫, ૨૦૨ “વાહણનું ફગ’ ૩પ (પં.) લાલચન્દ્ર ભગવાનદાસ ૨૩૯ "વિક્રમચરિત રાસ ૮૦ લાવણ્યવિજય ૬૬ વિક્રમચરિત્ર રાસ' ર૭પ લાવણ્યસમય ૧, ૮, ૯, ૧૫, ૧૬, ૬૯, “વિચારગ્રંથ બાલા.” દર ૭૧, ૧૦૨-૧૧૩ ‘વિચારરત્નસાર’ ૮૭, ૧૯૪ લીલાવતી ૧૦૨ ‘વિચારષત્રિશિકા (દેડક) બાલા.' ૬૪ ‘લુમ્પક-લોપક તપગચ્છ જયોત્પત્તિ રાસ' વિજયદેવસૂરિ ૨૦૨, ૨૦૦ ૨૩૭ વિજયપ્રભસૂરિ ૨૦૭, ૨૦૮, ૨૩૦, લંકટવદન-ચપેટા ચોપાઈ ૧૧૦ - ૨૩૧ “લોકનાલ (ત્રિશિકા) બાલા.' ૬૪ વિજયરત્નસૂરિ ૧૧૫ 'લોકનાલ બાલા.’ ૬૪, ૬૫ વિજયશેખર ૬૪ “લોકનાલિકા બાલા.” ૩, ૬૪ વિજયસિંહસૂરિ ૨૦૨, ૨૦૮ “લોચન કાજલ સંવાદ ૧૨૩ વિજયસેનસૂરિ ૪૯, ૧૭૩, ૨૩૪ લોભની સઝાય” ૧૧૨ "વિજયસેનસૂરિ લેખ' ૪૯ લોંકાશાહ ૧૧૦ વિજયહર્ષ ૭૧ વખતચંદ શેઠ ૧૦ વિજયેંદ્રસૂરિ ૬૬ ‘વચ્છરાજ દેવરાજ રાસ, ચોપાઈ' ૧૦૩, “વિદગ્ધમુખમંડન’ ૨૯૦, ૨૯૧ ૧૦૫ વિદ્યાતિલક ૨૯૨ વજિયો ૨૩૪ વિદ્યાવિનેચટ્ટની વાત ૨૬૦ વજસેનસૂરિ ૬ વિદ્યાવિલાસ ચરિત/પવાડો/રાસ' ૮૯ વલ્કલચીરી ચોપાઈ ૧૬૯ ૯૨, ૯૬, ૧૦૦ વલ્લભ ભટ્ટ ૭૩, ૩૪, ૩૦૨ ‘વિદ્યાવિલાસ ચોપાઈ' ૯૦, ૨૬૦ વલ્લભવિજય ૬૭ વિદ્યાવિલાસ પવાડ ૧, ૫, ૨૬૦, ૨૬૯ · Page #350 -------------------------------------------------------------------------- ________________ નામસૂચિ D ૩૩૭ વિદ્યાવિલાસ રાસ' ૨૬૦, ૨૬૧ ‘વિદ્યાવિલાસચરિત્ર રાસ' ૨૬૦ ‘વિદ્યાવિલાસિની વાત' ૨૬૦ વિનયચંદ્ર ૧૯, ૭૮, ૩૧૨, ૩૧૩, ૩૧૬ વિનયદેવસૂરિ જુઓ બ્રહ્મમુનિ વિનયમંડન ઉપાધ્યાય ૧૧૫, ૧૧૬ વિનયમંડનગણિ ૪૯ વિનયમુનિ ૪૪ વિનયમૂર્તિ ૬૩ વિનયવિજય ૧૦, ૪૦, ૪૯, ૨૧૧, - ૩૦૮, ૩૦૯ વિનયવિમલગણિ ૨૩૦ ‘વિનયવિલાસ' ૨૧૧ વિનીતવિજય ૪૪ વિનોદચોત્રીસી ૨૯ વિબુધવિમલ ૬૬ વિમલકીતિ ૬૪ ‘વિમલચરિત્ર' ૮ ‘વિમલપ્રબંધ/રાસ' ૮, ૧૦૨, ૧૦૩ વિમલમંત્રી ૧૦, ૧૦૩, ૧૦૪ વિમલવિજય ૨૩૬ વિમલસૂરિ ૨૭, ૧૬૭ ‘વિમલાચલમંડન આદિજિન સ્તવન ૧૭૧ ‘વિરહિણી લેખ ૪૯ ‘વિરાટપર્વ ૧૪, ૧૭, ૯, ૭૦ ‘વિવાગસૂયમ્ ૨૩ વિશ્વનાથ જાની ૧૧૪ વીરપ્રભસૂરિ ૮૯ વીરમતી ૧૦૩ વીરવિજય ૭, ૨૩૬ વીશી' ૭૩, ૭૪, ૩૦૧ ‘વૃત્તરત્નાકર' ૨૯૦ 'વૃત્તરત્નાકર બાલા.' ૬૨ વૃદ્ધિવિજય ૩૫, ૬૫ ‘વેતાલ પચીસી' ૨૭ વૈતાલપંચવિંશતિ ૨૬૦ વૈરાગ્ય વિનતિ ૧૧૨ વ્યવહારશુદ્ધિ-વિષયક ધનદત્ત શ્રેષ્ઠિ ચોપાઈ' ૧૬૯ વ્યંકટનાથ ૨૪૦ “વ્યાકરણચતુષ્ક બાલાવબોધ' ૬૧ ‘વ્યાપારી રાસ” ૧૫ શકુંતલા રાસ’ ૯ શત્રુંજય ઉદ્ધાર રાસ ૧૬૪ શત્રુંજય ભાસ' ૮૯ શત્રુંજય મંડન આદીશ્વર વિનતિ ૧૧૨ શત્રુંજયમાહાભ્ય રાસ' ૭ શત્રુંજય સ્તવન ૧૧૨, ૨૯૦ શત્રુંજય સ્તવન બાલા.' ૬૨, ૨૯૨ શંકરાચાર્ય ૮ શંખેશ્વર પાર્શ્વનાથ છંદ ૧૬૪ શાકુન્તલ' ૧૧૬ શામળ ૧, ૨, ૭, ૧૧૪, ૧૫૭, ૧૭૯, ૨૬૦ શાલર વોદવિલ ૧૮૩ શાલિભદ્ર રાસ' ૧૯૫ શાલિભદ્ર સઝાય’ ૨૮૦ શાલિભદ્રસૂરિ ૬, ૮૦ શાલિસૂરિ ૧૪, ૬૯ શાશ્વતજિનપ્રતિમાસંખ્યામય સ્તવન ૨૩૪ શાહજહાં ૧૭૩ ‘શાંતિજિન સ્તવન’ ૮૪ શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ' ૧૧ શાંતિનાથ સ્તવન’ ૧૬૪ શાંબ-પ્રદ્યુમ્ન ચોપાઈ' ૧૬૭, ૧૬૯ ‘શાંબ-પ્રદ્યુમ્ન રાસ' ૧૭૦ શિવનિધાન ૩ (ડૉ.) શિવલાલ જેસલપુરા ૧૮૩, ૩૧૭ શીલતરંગિણી' ૨૯૨, ૨૯૪ શીલવતીચરિત્ર રાસ' ૪૯, ૧૧૭, ૧૨૭ શીલશિક્ષા રાસ” ૧૧, ૧૬૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ‘શીલોપદેશમાલા ૨૯૦, ૨૯૧, ૨૯૨, ‘સઝાયમાલા’ ૨૭૯ ૨૯૪ ‘સત્તરિય-જિન સ્તવન' ૨૩૪. શીલોપદેશમાલા બાલાવબોધ' ૬૧– “સત્તરીકર્મગ્રંથ બાલા.' ૬૩ ૬૩, ૨૯૦, ૨૯૧, ૨૯૪ સત્યવિજયજી ૨૦૨ ‘શુકરાજ)સુડાસાહેલી રાસ./પ્રબંધ' ૨૭૯ (ડૉ.) સત્યેન્દ્ર ૩૦ શુભચંદ્ર ૨૮ સદેવંત સાવલિંગા’ ૩૧ શુભચંદ્રાચાર્ય ૮૭ સપ્તસ્મરણ બાલા.' ૬૬ શુભવિજય ૬૪ સમતાશતક' ૨૦૯ શુભશીલગણિ ૨૯ સમન્તભદ્ર ૮૪ શૃંગારમંજરી” ૧, ૪, ૧૫, ૪૯, સમયપ્રમોદ ૧૭, ૭પ ૧૧૪–૧૧૮, ૧૨૧, ૧૨૪–૧૨૯, સમયરત્ન ૧૦૨ ૧૩૨, ૧૩૪, ૧૩૭, ૧૩૯-૧૪૧, “સમયસાર નાટક' ૧૯૮ ૧૪૩, ૧પ૧, ૧૫૪ સમયસાર બાલા.' ૬૬ શ્રવણસુધારસ રાસ' ૧૬૧ સમયસુંદર (ઉપાધ્યાય) ૧, ૭-૯, ૧૭, ‘શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા.' ૬૬ ૨૯, ૬૩, ૭૩, ૧૬૫-૧૬૭, શ્રાદ્ધષડાવશ્યક સૂત્ર બાલા.' ૬૧ ૧૬૯-૧૭૨, ૧૯૫ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર બાલા.' ૬૨ સમારચંદ્ર-સમરસિંહ ૩ શ્રાવક પ્રબંધ' ૨૭૯ સમરા રાસ” ૧૧ “શ્રાવકવિધિ સઝાય' ૧૧૨ સમરાઈકહા' ૨૮, ૨૯૩ શ્રીધર ૧૦૨, ૧૦૭ ‘સમરાદિત્યકેવળી રાસ૭ શ્રીપાલ ઋષિ ૬૪ સમુદ્રવહાણ સંવાદ' ૨૧૫, ૨૧૬, ‘શ્રીપાલચરિત્ર' (સં.) ૨૩૧ ૨૨૧, ૨૨૨, ૨૯૭ ‘શ્રીપાલ રાસ” ૧૯૪, ૨૧૧, ૨૧૬, ‘સમુદ્ર-વાહણ વિવાદ રાસ' ૨૯૭ ૨૧૮, ૨૨૨, ૨૨૬ સમ્યક્ત્ત્વપરીક્ષા બાલા.' ૬૬ શ્રીસાર પાઠક ૬૪ ‘સમ્યકત્વ બાલા.” ૬૩ શ્રેણિક રાસ' ૧૭૪ સમ્યક્ત્વમાઈ ચઉપઇ” ૧૪. પડાવશ્યક વિવરણ સંક્ષેપાર્થ ૬૩ સમ્યકત્વમૂલ બાર વ્રત રાસ' ૮૯, ૯૫ ષડાવશ્યકસૂત્ર' ૨૯૦, ૨૯૧, ૨૯૪ સમ્યત્વ સ્તવ બાલા.' ૬૬ પડાવશ્યકસૂત્ર બાલા.' ૬૧, ૨, ૩, સમ્યગુદૃષ્ટિ-દ્વાáિશિકા' ૨૧૦ ૬૫, ૨૯૧ સરસ્વતીમાતાનો છંદ ૨૭૯, ૨૮૦ ષષ્ટિશતકપ્રકરણ’ ૬૨, ૨૯૦, ૨૯૧ ‘સરસ્વતી લક્ષ્મી વિવાદ ગીત’ ૮૯, ૯૦, ષષ્ટિશતક બાલા.' ૬૧, ૨, ૬૪ ૯૬ ‘ષષ્ટિશતક વિવરણ' ૬૨ સરૂપાદે ૧૭૩ સકલકીર્તિ ૨૮ સવાઈભાઈ રાયચંદ ૧૮૭ સકલચંદ્રગણિ ૧૬, ૧૯૫ સહજરત્ન ૬૪ ‘સકલાહબાલા.” ૬૫ સહજસુંદર ૯, ૭૧, ૨૭૯, ૨૮૦, ૨૮૯ સજન પંડિત ૪૯, ૧૧૫ સંકલ્પસૂર્યોદય' ૨૪૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ ‘સંગ્રહણી બાલા.’ ૬૨, ૬૪ સંઘતિલકસૂરિ ૨૯૨ સંઘદાસગણિ ૨૫ ‘સંઘપટ્ટક બાલા.' છ ‘સંઘલસીકુમાર ચોપાઈ' ૨૬૯ ‘સંદેશક રાસ’ ૩૦૯ ‘સંબોધસત્તરી બાલા.' ૬૪ ‘સંયમતરંગ’૨૧૧ “સંયમશ્રેણીવિચાર સ્તવનનો સ્વોપન્ન બાલા.' ૬૫ સંવેગદેવગણિ ૬૨ સંવેગસુંદરગણિ ૨૬૧ ‘સંસારદાવાનલસ્તુતિવૃત્તિ' (સં.) ૨૩૧ *સંસ્તારક પ્રકીર્ણક બાલા.' ૬૩ સાધુકીર્તિ ૬૩, ૨૭૫ “સાધુપ્રતિક્રમણસૂત્ર બાલા.' ૬૩ સાધુરત્નસૂરિ ૬૧ ‘સાધુવંદના રાસ’ ૨૩૧, ૨૩૪ ‘સાધુસઝાય બાલા.' ૬૭ સાંગણ (સંઘવી) ૧૭૩ સિદ્ધપંચાશિકા બાલા.' ૬૬ સિદ્ધર્ષિસૂરિ ૨૪૦ સિદ્ધસૂરિ ૨૭૯ “સિદ્ધહેમ’ ૨૪૪ સિદ્ધહેમ આખ્યાન બાલા.' ૬૩ 'સિદ્ધાચલ સિદ્ધવેલી' ૨૩૭ ‘સિદ્ધાન્ત ચોપાઈ’ ૧૧૦ ‘સિંઘલશી ચરિત્ર' ૨૬૯, ૨૭૦, ૨૭૨, ૨૭૪ સિંહલસુત પ્રિયમેલક રાસ' ૧૬૯ ‘સિંહાસન-બત્રીસી’ ૧૫૭, ૨૬૯, ૨૭૦, ૨૭૬ ‘સીતારામ ચોપાઈ' ૧૭, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૭૦ ‘સીતાવિરહ લેખ’ ૪૯ ‘સીમન્ધરજિન લેખ' ૪૯ ‘સીમંધર ચંદ્રાઉલા' ૧૩૬, ૧૩૮, ૧૪૫ નામસૂચિ ] ૩૩૯ વિનતિ ચંદ્રાઉલા/લેખ ‘સીમંધરજન ૧૨૩ સીમંધરજન સ્તવન’૧૨૨ ‘સીમંધરજન સ્તવન બાલા.' ૬૫ ‘સીમંધર સ્તવન’ ૨૮૦ સીમંધર સ્તવનનો સ્વોપજ્ઞ બાલા.' ૬૫ ‘સીમંધરસ્વામી લેખ' ૪૯, ૧૧૫, ૧૨૨, ૧૩૩, ૧૩૫, ૧૪૨, ૧૪૪ સીમંધરસ્વામીને વિનતિ' ૮૪ ‘સીલોવએસમાલા’ ૨૯૧ “સુકડી-ચપૂ સંવાદ-ગીત’ ૧૦૬, ૧૦૭ (પં.) સુખલાલ ૨૦૬ સુખસાગર ૬૫ ‘સુજસવેલી ભાસ’ ૨૦૬, ૨૦૭ સુન્દરમ્ ૩૯ ‘સુમતિસાધુસૂરિ વિવાહલો' ૧૦૮, ૧૦૯ સુરદાસ ૨૦૬ ‘સુરપ્રિયકેવલીનો રાસ’ ૧૦૩, ૧૦૬ ‘સુરસુંદરી રાસ’ ૧૬૩ ‘સુરંગાભિધ નેમિ ફાગ’ ૩૫, ૩૭ (રા.) સુશીલ ૨૦૨, ૨૦૩, ૨૦૬ ‘સુસઢ રાસ’ ૨૩૪ સુંદરહંસ ૬૩ ‘સૂક્તમાલા’ ૬૯ ‘સૂડાસાહેલી રાસ’ ૨૭૯, ૨૮૦, ૨૮૧ ‘સૂત્રકૃતાંગસૂત્ર બાલા.' ૬૩ સૂરચંદ ૬૪ ‘સૂર્યદીપવાદ છંદ' ૧૦૬, ૧૦૭ ‘સૂર્યદીવાવાદ છંદ’ ૧૫ ‘સૂર્યભ નાટક’ ૨૩૪ સેરીસા પાર્શ્વનાથ જિન) સ્તવન ૧૧૧ સોનીરામ ૩૭ સોભાગદે ૨૦૭ સોમતિલકસૂરિ ૨૯૨ સોવિમલસૂરિ ૬૩ સોમસુંદરસૂરિ ૬૧, ૧૦૨, ૨૫૬, ૨૫૮, ૨૫૯, ૨૯૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સોમાભાઈ પારેખ ૩૪ સૌભાગ્યનંદસૂરિ ૮ તંભન પાર્શ્વનાથ સ્તુતિ' ૬૯ ‘સ્ત્રીલિખિત લેખ’ ૪૯ સ્થવિરાવલી’ ૨૯ ‘સ્થંભન પાર્શ્વનાથ સ્તવન” ૧૫૭, ૧૬૦ યૂલિભદ્ર એકવીસો’ ૧૦૯ સ્થૂલિભદ્ર કોશા કાગળ’ ૪૯ સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ ૧૪, ૧૬, ૩૬, ૧૨૨, ૧૨૪, ૧૨૫, ૧૩પ, ૧૩૬, ૧૩૭, ૧૪૫ સ્થૂલિભદ્ર કોશા લેખ’ ૪૯, ૧૪૬ "ધૂલિભદ્ર ચરિત્ર બાલા.” ૬૬, ૬૭ સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ” ૧૨૧, ૧૨૫, ૧૩૦, ૧૩૧, ૧૪૧, ૧૪૨ સ્થૂલિભદ્ર છંદ' ર૭૯ સ્થૂલિભદ્ર છાહલી ૯૦ સ્થૂલિભદ્ર ફાગુ ૧૮, ૩૪-૩૮, ૭૯, હરિરાજ (જાદવ રાઉલ) ૧૫૯ (ડૉ.) હરિવલ્લભ ભાયાણી ૪૦, ૭૨, ૨૯૦, ૨૯૪ હરિવંશ ૨૨, ૨૮ હરિવંશપુરાણ' ૨૩, ૨૭ હરિવિલાસ ફાગુ' ૩૪ હરિશ્ચંદ્ર રાજાનો રાસ’ ૨૭૪ હરિશ્ચંદ્ર રાસ' ૭૪ હરિષણ ૨૨, ૨૫, ૨૯ હર્ષકુશલ ૧૬૬ હર્ષનંદન ૧૬૬ હર્ષનિધાનસૂરિ ૬૬ હર્ષવલ્લભ ૬૪ હિંસપ્રબંધ' ૨૩૯ હંસરને ૬૫ હંસરાજ ૬૪, ૯૦ હંસવિચાર પ્રબંધ' ર૩૯ હિંસાઉલી ૬ ‘હિતશિક્ષા રાસ’ ૧૪, ૧૭૪, ૧૭૫ હિતશિક્ષા સઝાય” ૧૧૨ હીરચંદ્ર ૬૪ હીરવિજયસૂરિ ૧૦, ૧૧, ૧૬૭ હીરવિજયસૂરિ રાસ” ૧૧, ૧૭૩, ૧૭૪ હીરાણંદ ૧૫, ૮૯, ૯૦, ૮૪–૧૦૧, ૨૬૯ હીરાબહેન પાઠક ૪૮ હીરાવેધ બત્રીસી' ૧૫ “હુંડિકા' ૮ હેમચંદ્રાચાર્ય ૮, ૨૯, ૨૦૭, ૨૩૦, ૨૪૦, ૨૪પ હેમવિમલસૂરિ ૬૩ હેમહંસગણિ ૬૨ ‘સ્થૂલિભદ્ર બારમાસા ૪૦, ૮૯, ૯૪, ૯૮, ૧૦૦ યૂલિભદ્ર બારહમાસા ૩૧૨, ૩૧૩ સ્થૂલિભદ્ર ભાસ” ર૭૯ સ્થૂલિભદ્રમુનિ શૃંદાસિ’ ૯૦ સ્થૂલિભદ્ર મોહનલિ” ૧૨૧ સ્થૂલિભદ્ર રાસ' ૯૦, ૧૭૪ સ્થૂલિભદ્ર સ્વાધ્યાય ૨૮૦ સ્નાત્રપૂજાપચાશિકા બાલા.' ૬૪ હરગોવિંદદાસ કાંટાવાલા ૧૫૬, ૧૫૭ હરજી ૨૯ હરિ હર્ષદ ધ્રુવ ૬૧ હરિબલ મચ્છી રાસ' ૧૯ હરિભદ્ર ૨૮, ૨૯૪ ૪ Page #354 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધ સંસ્કારવારસાની ખેવના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન લેખકોનું પ્રદાન ઘણું મોટું છે - રચનાઓના પ્રમાણની, પ્રકારોની, વિવિધતાની તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ. ગુજરાતી સાહિત્યના ઇતિહાસો, અધ્યયનો, પાઠ્યક્રમોમાં જૈન કૃતિઓની તેમના મહત્ત્વના પ્રમાણમાં જે અવગણના થઈ છે તે માટે વિવિધ કારણો ચીંધી શકાય. આમ છતાં સન્નિષ્ઠ પ્રયાસ થોડુંક તો ઇષ્ટ પરિણામ જરૂર લાવે એનું દૃષ્ટાંત પ્રસ્તુત સંગ્રહ પૂરું પાડે છે. એમાંના નિબંધોમાં હીરાણંદ, લાવણ્યસમય, જયવંત, કુશલલાભ, નયસુંદર, ઋષભદાસ, આનંદવર્ધન, આનંદઘન, યશોવિજય જેવા જૈન લેખકો તથા કેટલીક જૈન કૃતિઓનાં પરિચય અને ગુણદર્શન, થોડાક પ્રકારોની જાણકારી અને સામાન્ય પ્રવાહદર્શન રજૂ થયાં છે. થોડીક અત્યુક્તિ લાગે તોપણ કહું કે આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આવા સંખ્યાબંધ પ્રયાસો અને કેટલાંક સઘન અધ્યયનો થતાં રહે તેને પરિણામે જ જૈન પરંપરાના વ્યાપક પ્રદાનનું સાચું, સંતોષકારક ચિત્ર નિર્મિત થાય. વળી આ તો મુખ્યત્વે પ્રકાશિત જૈન સાહિત્યને જ કેન્દ્રમાં રાખીને વાત થઈ. હજી અપ્રકાશિત રહેલ ગુજરાતી જૈન સાહિત્ય અનેકગણું છે, ગંજાવર છે. પોતાના સમૃદ્ધ, વિપુલ સંસ્કારવારસાની જેમને ખેવના હોય તેવા ગુજરાતીઓ, જૈનો જરૂરી ટેકો અને તાલીમ સુલભ કરીને જુવાન અભ્યાસીઓનું એક નિષ્ઠાવાન જૂથ તૈયાર કરે તો જ એ સાહિત્યનો ઉદ્ધાર થાય. હરિવલ્લભ ભાયાણી