________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિક્તા ] ૩૩
આમ પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું સુંદર, સર્વાશ્લેષી અને સંપૂર્ણ રૂપ જૈન ધારાની કથાઓમાં જળવાયું છે. ભાષા અને પ્રજાનાં સ્થિત્યંતરો વહેતા કાળની સાથે લુપ્ત થતાં હોય છે. જગતમાં સંસ્કૃતિનો આદિયુગ આરંભાયો ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં જે કંઈ ઘટનાઓ ઘટી તે કાળના પ્રવાહમાં વિલુપ્ત બની છે, પરંતુ એનો કથાત્મક ઇતિહાસ, જૈન ધર્મમાં ધર્મસાહિત્યના પોષણ અને સંરક્ષણની પ્રાચીનતમ પરંપરા હોઈ, આજ સુધી અક્ષત, અક્ષર રહ્યો છે. વિશ્વસમગની માનવકુળની વિકાસયાત્રાનાં પદચિહ્નો સંસ્કૃત – સભ્ય માણસની કથાવાતમાં જળવાયાં છે એથી ભારતનું પ્રાચીનતમ કથાસાહિત્ય અમૂલ્ય ધન મનાય છે. પરંતુ પ્રાચીન અને મધ્યકાલમાં પણ જે કાળપ્રવાહમાં અને અંધાધૂંધ રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં લુપ્ત થઈ ગયું, તેનો ઘણો મોટો અંશ જૈન ધારામાં જળવાયો છે. આથી જૈન કથાસાહિત્ય કોઈ ધર્મ, વાદ કે સંપ્રદાયની જ નહીં, સમગ્ર સંસ્કૃત માનવસમાજની અમૂલ્ય મૂડી છે. આ સ્રોતના કથાસાહિત્યમાંથી ધર્મ અને માત્ર કથાતત્ત્વના સ્થૂલ અંશો પાર કરીને એમાં ધબકતા સભ્યતા, સંસ્કૃતિના માનવઇતિહાસને જોવાની, પામવાની જેમની પાસે દૃષ્ટિ છે એમને માટે તો આ કથાસાહિત્ય આટલા અમથા જીવનમાં સંપૂર્ણ જાણી-પાણી-પામી ન શકાય એવી અગાધ અખૂટ સંપત્તિ અને સામગ્રી છે.
પાદટીપ ૧. કથાકોષ હરિષેણ, સંપાદક ડૉ.એન. ઉપાધ્ધ પ્રથમ આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૨૧ ૨. ણાયધમ્મકાઓ, ગુજરાતી ભાષાંતર, સં. બેચરદાસ પંડિત, પૃ.૧૪ ૩. એજન, પૃ.૨૩ ૪. એજન, પૃ.૩૭ ૫. ઉપદેશપદ, ગુજરાતી ભાષાંતર, પ્રથમ આવૃત્તિ, પૃ.૧૩૬ ૬. કથાકોષમાં ૩૧મી વાર્તા. વસુદેવહિંડી'માં પૃ.૧૨૦ ૭. હરિષણકૃત કથાકોષ'નો ઉપોદ્યાત, પૃ.૮૬ ૮. એજન, પૃ.૨૧
૯. વસુદેવહિંડી, ડૉ. સાંડેસરા, પૃ.૨૮ ૧૦. એજન, પૃ.૧૦ ૧૧. એજન, પૃ.૧૩. ૧૨. એજન, પૃ.૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org