SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય આ ધારાની ત્રીજી લાક્ષણિકતા છે. સંસારી રસ અને સંબંધની ક્ષણિકતા અને અસારતા વિશે બોધવચનો કહેવાને બદલે જૈન આચાર્યોએ વાર્તાના સામર્થ્યનો ઉપયોગ કરી સંસાર અને વિષયવાસના પ્રત્યે જુગુપ્સા જાગે ને વૈરાગ્યભાવના દૃઢ થાય એવાં કથાનકો આપવાનો મનોવૈજ્ઞાનિક માર્ગ અપનાવ્યો છે. કુબે૨દત્ત અને કુબેરદત્તાની જાણીતી કથા દ્વારા માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પતિ, પત્નીના સંસારી સંબંધો કેવા અસ્થાયી, ભ્રામક અને પરિસ્થિતિજન્ય છે તે દર્શાવ્યું છે. કુબેરસેના અને કુબેરદત્તથી થયેલું સંતાન સાધ્વી બનેલી કુબેરદત્તાનો સંસારી સંબંધે ભાઈ, દિયર, પુત્ર, કાકા અને ભત્રીજો છે ! કુબે૨દત્ત એનો ભાઈ, પતિ, પિતા, પિતામહ, સસરો અને પુત્ર સુધ્ધાં છે ! સંસારસંબંધની નશ્વરતાનું આટલું ધારદાર નિરૂપણ વિશ્વવાડ્મયમાં અજોડ છે ! આ રીતે વમન કરીને ખાધેલા દૂધપાકનો સ્વાદ ફરીથી લેવા ઇચ્છતા બ્રાહ્મણબટુના દૃષ્ટાંત દ્વારા ‘વસુદેવહિંડી’માં ભવદેવનો વૈરાગ્ય દઢાવવાનો પ્રયત્ન થયો છે તે પણ આ સંદર્ભનું નોંધપાત્ર ઉદાહરણ છે. (૪) રૂપકગ્રન્થિ કથાનકો ધર્માર્થ કથાઓમાં દૃષ્ટાંત તરીકે મોટે ભાગે એક સ્ફોટવાળા ટુચકાનો ઉપયોગ થતો હોય છે. ક્વચિત્ સાહસકથા, પરિકથા કે પશુકથાનો પણ દૃષ્ટાંતકથામાં ઉપયોગ થાય છે. આ પ્રકારનાં કથાનકોમાં વસ્તુજન્ય ઘટનામૂલક વિસ્મયમાંથી સ્ફુરતો ચમત્કારનો અંશ મુખ્ય હોય છે. પરંતુ જૈન ધારાનાં કેટલાંક એવાં પણ કથાનકો છે જેમાં દેખીતી રીતે કોઈ ઘટનાજન્ય ચમત્કાર હોતો નથી. રૂપકગ્રન્થિ કથાનકો આ પ્રકારનાં છે. સિદ્ધાંતાનુરૂપ સંદર્ભ જ આ પ્રકારમાં સૂક્ષ્મ ચમત્કારનો અંશ બને છે. કથાસરિત્સાગરના ભ્રમરમાલાના કુળનાં આવાં કથાનકોમાં જૈન ધારામાં ગાયધમ્મકહાઓ'માં આવતું સાધુ અને પદ્મનું, બે કાચબા, પાણી, ઘોડાઓ એ ચાર દૃષ્ટાંતો કે ‘વસુદેવહિંડી'માં આવતાં મધુબિન્દુનું દૃષ્ટાંત, ગર્ભવાસના દુઃખ વિશે લલિતાંગનું દૃષ્ટાંત કે નીલયશા લંબકમાં આવતું કાગડાનું દૃષ્ટાંત આનાં સુંદર ઉદાહરણો છે. ૧૦ ૧૧ ૧૨ આ પ્રકારનાં જૈન ધારાનાં કથાનકોમાં વસ્તુજન્ય ચમત્કાર અને સંદર્ભજન્ય સૂક્ષ્મ ચમત્કાર બન્ને છે. બ્રાહ્મણધારામાં ઉપનિષદ અને વેદાંતની દૃષ્ટાંતકથાઓમાં આ પ્રકાર જોવા મળે છે. (૫) સ્ત્રીચરિત્ર સંસારની અસારતા અને વૈરાગ્યની સ્થાપનાને કારણે જૈન ધારામાં પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લોકરંજક કથાઓમાં સ્ત્રીચરિત્રની કથાઓને વિશેષ સ્થાન મળ્યું છે. જોકે હકીકતે તો આ પ્રકારનાં કથાનકો એમાં રહેલી યુક્તિ (device)ને કા૨ણે જ વિશેષ રસપ્રદ બનતાં હોઈ, પ્રયોજાયાં છે. જે યુક્તિથી સ્ત્રી શિથિલ ચારિત્ર્યમાં બચી શકે છે, એ જ યુક્તિથી એ શિયળને રક્ષતી પણ જૈન ધારાની શીલવતી જેવી કથામાં જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy