________________
જૈન કથાસાહિત્ય ઃ કેટલીક લાક્ષણિકતા [] ૩૧
(૧) જન્મજન્માન્તરનાં કથાનકો
કર્મવપાકના ધર્મસિદ્ધાંતમાં અગ્રગામી જૈન ધર્મના કથાસાહિત્યમાં અસદ્ કૃત્યનાં તદનુરૂપ ફળ ભવાન્તરે મળે એવું દર્શાવતાં કથાનકોનું બાહુલ્ય તો રહે જ. કથાને મનોરંજક અને ચમત્કારી બનાવવાનો હેતુ પણ રહેતો. આથી આ પ્રકારનાં કથાનકોમાં અનેક દંતકથાઓ (legends) સચવાઈ છે. ણાયધમ્મકાઓ'ના તેરમા પ્રકરણની કથામાં વિવિધ ભવને અંતે માણસને દેવત્વ શી રીતે પ્રાપ્ત થાય છે એ દર્શાવતું કથાનક પ્રાપ્ત થાય છે. સોળમા પ્રકરણમાં તો બ્રાહ્મણધારાની કૃષ્ણ અને દ્રૌપદીની કથાનો જૈનાવતાર મળે છે. પાંચ વિવિધ પુરુષોને માણતી વેશ્યાના દૃશ્યનું સુખ પોતાને મળે તો કેવું સારું એવું મૃત્યુકાળે ઇચ્છતી, તપ કરતી સુકુમાલિકા બીજે ભવે દ્રૌપદી બની. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો મહાભારતમાં આવતું એક સ્ત્રી અને એના પાંચ પતિનું વૃત્તાન્ત બહુપતિત્વની સામાજિક સ્થિતિનું પરિચાયક છે. સમગ્ર જૈન પ્રવાહમાં નાયકના અનેક ભવોને સાંકળી લેતી અસંખ્ય કથાઓ ચરિત્રગ્રન્થ અને રાસાઓમાં મળી આવે છે.
અન્ય ધારાઓમાં જન્મજન્માંતરનાં કથાનકોનું પ્રમાણ આટલું નથી. છતાં નાનાંનાનાં ભિન્નવિભિન્ન સ્વતંત્ર કથાનકોને કોઈ એક વ્યક્તિનાં વિવિધ ભવ રૂપે સાંકળી લઈને એમાંથી મધ્યમ કે મોટા કદનું કથાનક સર્જવામાં જૂની સામગ્રીમાંથી જ નવી કથા સર્જવાની અનુકૂળતા હોઈ જૈનેતર રંજક કથાઓમાં પણ કેટલીક વાર પાત્રના વિવિધ ભવોની કથાને આલેખવામાં આવી છે. સદેવંત સાવલિંગા’ જેવી શુદ્ધ મનોરંજક લોકકથામાં પણ જે ભવોભવનાં કથાનકો સંકળાયાં તેનું કારણ જૈન ધારાની મધ્યકાલીન સામાન્ય સાહિત્યધારા પર પડેલી અસર છે.
(૨) વિપુલસંખ્ય લોકકથાઓ
બ્રાહ્મણધારા કરતાં બૌદ્ધ અને જૈન ધારામાં જનસામાન્યમાં વિહરતી લોકકથાઓની સામગ્રીનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થયો છે. વિશ્વનિયંતા ઈશ્વરની કલ્પનાનો સ્વીકાર કરતી બ્રાહ્મણધારાના કથાસાહિત્યમાં દેવી-દેવતાઓની વિપુલસંખ્ય વાર્તાઓ છે. કર્મને પ્રાધાન્ય આપતી જૈન ધારામાં આ પ્રકારનાં પાત્રોની સૃષ્ટિ સંગત ન હોઈ દેવી-દેવતાઓ, ઋષિઓ અને રાજવીઓને બદલે શ્રેષ્ઠીઓ અને જનસામાન્યવર્ગનાં પાત્રોની વાર્તાઓને ધર્મસાહિત્યમાં સ્થાન આપ્યું. જૈન ધારાએ લોકભાષાને સ્થાન આપ્યું તેમ લોકસૃષ્ટિને પણ અગત્યનું સ્થાન આપ્યું. દેવતા, કિન્નર, અપ્સરા, ગન્ધર્વ, વિદ્યાધર, શ્રેષ્ઠી વગેરેની સાથે સમાજના નિમ્ન સ્તરના લોકો, ચોર, લૂંટારા, વ્યંતર, ડાકણ ઇત્યાદિને પણ સ્થાન મળ્યું. લોકરંજક કથાનાં પ્રેમ, શૃંગાર, સાહસ, શૌર્ય, તિલસ્માતી ઘટનાઓ પણ આ કારણે જૈન ધારાના કથાસાહિત્યમાં સ્થાન પામે છે.
(૩) સંસારની અસારતા
વિષયવાસના તેમજ સંસારી સંબંધો પરત્વે વૈરાગ્ય જગાડે એવાં કથાનકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org