SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૨૯ પાત્રાલેખનની પોતાની શક્તિને મોકળી મૂકી છે. આગવી ભાત પાડતી વર્ણનરીતિ જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે “ગઢ મઢ મંદિર પોલિ પગારથી જ થતું હોય છે. જયવંતસૂરિ શૃંગારમંજરી'માં કેવી કેવી વીગતો ગૂંથે છે ! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે, જેમકે – વ્યવહારિ નંદન ચતુર ચલઈ લડસડત કરતિ ટકોલ, કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪ જિહાં ચતુર ચીકીવ િચહુટઇ, વણિગ ખેલતિ સોગઠે. મનગમત સંખતિ સારપાસ, દાહ દેવતિ અતિ હઠે. ૪૫ માત્ર સમભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ કુરૂવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે – જસ નયર બાહિરિ સજલ સરવર, નદી નીરિ નિર્મલી.. તિહાં વિકીપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી, તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી, બક ડાક ચાતક ઝિંક ચકવા, પાલિ ખેલતિ શુભગતિ. પ૪ જિહાં રામલક્ષ્મણ ભીમ-અર્જુન, નકુલસહદેવી વરા, જિહાં સોમવલ્લી અકર્ક કકર્ક, સિંહકાસુત અતિ ખરા, જિહાં કુંભકણિ કિલિત કૂવા, ભૂમિસંભવ મુનિયુતા, જે નવરવાડી દેવમાનવ પરમ પુરુષિ સેવિતા. ૨૮ વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે - એકબીજાને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમર, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વિગતોથી ભારે આહલાદક બન્યું છે ? કો એક કમિનિ સુંદરી, પ્રીઉ સિ૬ કીય સંકેત, વનિ સુણી જનકોલાહલ, પગલાં સુણીય સમેત, વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy