SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ D ૧૧૫ ભાગે પસંદ કર્યું છે. એમની જ કૃતિઓના ગુટકામાં (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રત ક્રમાંક ૩૫૫૮) કેટલીક કૃતિઓને અંતે ‘સજન પંડિત’ એવી નામછાપ મળે છે, જે કૃતિઓ અન્ય સ્થાને “જયવંત પંડિત’ને નામે છે. આથી “સજન પંડિત' એમણે સ્વીકારેલું ઉપનામ હોવાનું સમજાય છે. એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. એમની કૃતિઓમાં એમની ગુરુપરંપરા આ રીતે નિર્દેશાઈ છે : વિજય રત્નસૂરિ – ધર્મરત્નસૂરિ – વિનયમંડન ઉપાધ્યાય – જયવંતસૂરિ. ગુરુના એ સૌથી નાના શિષ્ય હતા (જુઓ શૃંગારમંજરી. કડી ૨૪૧૯ – “જયવંત લઘુ સસ તાસ', કડી ૨૪૨૨ – લઘુ સીસ ભૂમિપ્રસિદ્ધ; ધર્મલક્ષ્મીએ લખેલી કાવ્યપ્રકાશવિમર્શિની ટીકાની પ્રતને અંતે – ‘તેષાં વિયાન્તિમ સૂરિ શ્રીજયવંત) જયવંતસૂરિના સમુદાયની વિસ્તૃત ગુરુશિષ્ય પરંપરા – એમના ગુરુબંધુઓ, ગુરુના ગુરુબંધુઓ વગેરે – વિશેના ઉલ્લેખોમાંથી જુદીજુદી માહિતી મળે છે. આથી આ બાબત તપાસ માગે છે, પણ અહીં એની ચર્ચા કરવાનું પ્રયોજન નથી. સમય ' કવિની જીવનઘટનાઓના સમયનિર્દેશો સાંપડતા નથી. જન્મ-મૃત્યુ, દીક્ષા. પંડિતપદ અને સૂરિપદની પ્રાપ્તિ વગેરેનાં વર્ષો ક્યાંય નોંધાયાં નથી. એમનો જીવનકાળ એમની કૃતિઓના જીવનકાળને આધારે જ નક્કી કરવાનો રહે છે. શૃંગારમંજરી૧૫૫૮માં અને ‘ઋષિદત્તા રાસ ૧૫૮૭માં રચાયેલ છે, તેમજ સીમંધરસ્વામી લેખ' આસો સુદ પૂનમ ને શુક્રવારે લખ્યાનું કવિએ જણાવ્યું છે, તે તિથિ-વાર સં.૧૫૬૯ એટલે ઈ. ૧૫૪૩માં પડે છે (કનુભાઈ શેઠ, પ્રસ્તા. પૃ.૧૦). તેથી કવિનો કવનકાળ સોળમી સદી મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. જીવનકાળ વિશેના અન્ય એકબે આધારો પણ મળે છે. ૧૫૩૧માં થયેલા શત્રુંજયઉદ્ધાર વખતે ગુરુ વિનયમંડનની સાથે જયવંત પંડિત પણ હશે એવું માનીને એ વખતે એમની ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષની અંદાજવામાં આવી છે (મો. દ. દેશાઈ, જૈન ગૂર્જર કવિઓ, ભા. ૨ પૃ.૭૧). બીજી બાજુ, એમણે જ્ઞાનભંડારમાં મુકાવેલી તથા એમની આજ્ઞાથી ધર્મલક્ષ્મી પ્રવતિનીએ લખેલી ગોપાલ ભટ્ટની કાવ્યપ્રકાશ' પરની ‘વિમશિની' ટીકાની પ્રત ૧૫૯૬ની છે. આ રીતે કવિનો જીવનકાળ સમગ્ર સોળમી સદીમાં વિસ્તરતો ગણાય. જોકે “શૃંગારમંજરી' પોતે લઘુ વયે રચેલી છે એમ જયવંતસૂરિએ કહ્યું છે. ૧૫૩૧માં એ વીસ વર્ષના હોય તો શૃંગારમંજરી'ની રચના વેળાએ એમની ઉંમર ૪૭ વર્ષની ઠરે. એથી શત્રુંજયઉદ્ધાર વખતે એ ઉપસ્થિત હોય અને એમની ઉંમર વીસ વર્ષની હોય એ હકીકત શંકાસ્પદ બને છે. લઘુ વય’ એટલે વીસપચીસ વર્ષ એવો જ અર્થ કરીએ તો “સીમંધરસ્વામી લેખનું રચનાવર્ષ ૧૫૪૩ પણ શંકાસ્પદ ઠરે. કવિને પંડિતપદ મળ્યાનું વર્ષ કનુભાઈ શેઠ (પ્રસ્તા. પૃ.૧૧) ૧૫૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy