________________
૧૧૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અનુમાને છે. પરંતુ આ યથાર્થ નથી. એમના અનુમાનના આધારો ભૂલભરેલા છે. એ વર્ષમાં રચાયેલ બે કૃતિઓમાંથી એક “શૃંગારમંજરી'માં કવિ પોતાને “પંડિત તરીકે અને નેમિનાથ બારમાસ વેલપ્રબંધમાં ‘સૂરિ' તરીકે ઉલ્લેખ છે તેથી એ વર્ષના અંતમાં કવિને સૂરિપદવી મળી હશે એવું શેઠે અનુમાન કર્યું છે. પરંતુ “શૃંગારમંજરી” (કડી ૧૭)માં “જયવંતસૂરિ' એવો ઉલ્લેખ મળે જ છે (જોકે કેટલીક પ્રતોમાં “જયવંત. પંડિત' એવો પાઠ છે) અને “નેમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં રચનાસમયનો નિર્દેશ નથી – સાંડેસરાએ “શૃંગારમંજરીને આધારે એ વર્ષ મૂકેલું છે (એમણે “ઉષાહરણને અંતે આપેલી યાદીમાં ઘણી કૃતિઓનાં વર્ષ આ રીતે કવિની અન્ય કૃતિના રચનાવર્ષને આધારે એની આસપાસનો સમયગાળો દર્શાવવા આપેલાં છે), જેનો શેઠે આધાર લીધો છે. આમ, કવિને સૂરિપદવી મળ્યાનું વર્ષ અનિર્ણાત જ રહે છે. બાલબ્રહ્મચારી ?
જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હતા એમ નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૩) નોંધ્યું છે. પણ જે પંક્તિઓને આધારે એમણે આમ કહ્યું છે તે પંક્તિઓનું એમનું અર્થઘટન ભ્રાન્ત છે. એમણે આપેલી પંક્તિઓ આ મુજબ છે :
નેમિનાથ જયંતી રાજલિ પહુતી ગઢ ગિરનારિ રે,
જયવંતસૂરિસામી તિહાં મિલીલ આબાલ બ્રહ્મચારી રે. આ પંક્તિઓમાં રાજુલને ગિરનાર પર નેમિનાથ – જયવંતસૂરિના સ્વામી – મળ્યા એની વાત છે અને વસ્તુતઃ નેમિનાથને બાલબ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હોઈ શકે પણ આ પંક્તિઓને આધારે એમ કહેવાય નહીં. વિદ્યાભ્યાસ અને વિદ્વત્તા
જયવંતસૂરિના વિદ્યાભ્યાસને લગતી કોઈ સીધી માહિતી મળતી નથી. પણ પોતાના ગુરુ વિનયમંડનને એમણે બુદ્ધિમાં સરસ્વતી જેવા અને વિદ્યામાં સુરગુર બૃહસ્પતિ જેવા કહ્યા છે (શૃંગારમંજરી, કડી ૧૪ તથા ૨૪૧૧) એ જો ઔપચારિક વચન ન હોય તો એમણે ગુરુ પાસે જ વિદ્યાભ્યાસ કર્યો હોય એમ બને. જયવંતસૂરિની કૃતિઓ એમની વિદ્વત્તાની સાખ પૂરે છે. એમાં સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરાનો ગાઢ પ્રભાવ છે અને રસશાસ્ત્ર-અલંકારશાસ્ત્ર-કાવ્યશાસ્ત્રની જાણકારી પણ વરતાય છે. કાવ્યપ્રકાશ' પરની ગોપાલ ભટ્ટની ટીકાની પ્રત લખાવીને એમણે જ્ઞાનભંડારમાં મુકાવી હતી અને જયંત વગેરે ટીકાઓ પણ ભેગી કરી હતી એ હકીકત પણ એમને કાવ્યશાસ્ત્રમાં તીવ્ર જિજ્ઞાસા હશે અને એનો એમણે ઊંડો અભ્યાસ કર્યો હશે એમ બતાવે છે.
જયવંતસૂરિએ “કાવ્યપ્રકાશ' પર ટીકા લખી હતી એવું મોહનલાલ દલીચંદ દેશાઈએ (જૈન ગૂર્જર કવિઓ, ભા. ૨ પૃ.૭૨), કનુભાઈ શેઠે (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ.૪) તથા નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૪) નોંધ્યું છે. પરંતુ આ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org