SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ] ૧૧૭ ગૂર્જર કવિઓ'માં ઉતારાયેલ એ ટીકાની હસ્તપ્રતની પુષ્પિકાના ખોટા અર્થઘટનનું પરિણામ છે. એ પુષ્પિકા આ પ્રમાણે છે : ટીકા જયંતમુખ્યા વિલોક્ય તત્સગ્ર ં ચ સાસઘ, સહૃદયમુદે પ્રયત્નાત્ શ્રીગુણસૌભાગ્યસૂરિવ. ઇતિ કાવ્યપ્રકાશવિમશિન્યાં દશમઃ ઉલ્લાસઃ. સાહિત્યચક્રવર્તિલૌહિત્યભટ્ટગોપાલવિરચિતાયાં આસન્ વૃદ્ધ તપોગણે સારવઃ શ્રીધર્મરત્નાહયાઃ તશિષ્યા વિનયમણ્ડનવાસ્તેષાં વિનેયાન્તિમઃ, સૂરિઃ શ્રીજયવન્તઃ એષઃ ગુણસૌભાગ્યોઽપરાહ્વોડસ્તિ યઃ ચિત્કોશે સમલીલિખ ્ વિવરણું કાવ્યપ્રકાશસ્ય સ. ૧. શ્રીવિનયમšનગુરો[િરા શિશુત્વે ખવાતચારિત્રા, આર્યા વિવેકપૂર્વ પ્રવર્તિની સુન્દરી જશે. ૨. વિવેકલક્ષ્મીઃ તત્સેવાહેવાકિન્યપ્યજાયત, તર્નિયા વિયિની ધર્મલક્ષ્મીઃ પ્રર્તિની. ૩. ટીકા કાવ્યપ્રકાશસ્ય સા લિલેખ પ્રમોદતઃ ગુણસૌભાગ્યસૂરીણાં ગુરૂણાં પ્રાપ્ય શાસનમ્. ૪. સંવત ૧૬૫૨ વર્ષે પોષ સુદિ ૧૩ બુધે સમાપ્તોડયું ગ્રન્થ. આ ઉતારા પરથી જણાય છે કે (૧) આ હસ્તપ્રત વસ્તુતઃ ગોપાલભટ્ટ વિરચિત ‘કાવ્યપ્રકાશવિમર્શની' નામની ટીકાની છે, (૨) એ હસ્તપ્રત ધર્મલક્ષ્મીએ ગુણસૌભાગ્યસૂરિ એટલેકે જયવંતસૂરિની આજ્ઞાથી લખેલ છે, અને (૩) જયવંતસૂરિએ એ હસ્તપ્રત ચિત્કોશ જ્ઞાનભંડારમાં મુકાવેલી છે. જયવંતસૂરિ ‘કાવ્યપ્રકાશ’ પરની આ ટીકાના કર્તા નથી એ ચોખ્ખું છે. કૃતિઓ જયવંતસૂરિની કૃતિઓ નીચે મુજબ છે ઃ Jain Education International સાહિત્યચૂડામણી શૃંગારમંજરી/ શીલવતીચરિત્ર (૧૫૫૮) મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસકૃતિ કવિની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એમાં વણાયેલી શીલમાહાત્મ્યની કથા તો પરંપરાપ્રાપ્ત છે પરંતુ કવિની નેમ માત્ર કથા કહેવાની નથી, એ નિમિત્તે સ્નેહભાવનું ગાન કરવાની, સ્નેહભાવને વિવિધ રીતે આલોકિત કરવાની છે. માટે તો એને શૃંગારમંજરી' એવું નામ આપવામાં આવ્યું છે. (નામિઈ શૃંગારમંજરી, શીલવતીનુ રાસ) કૃતિની એક પ્રતની પુષ્પિકામાં મળતા શબ્દો આ સંદર્ભમાં નોંધપાત્ર છે : “ઇતિશ્રી શીલવતીચરિત્રગર્ભિતા શૃંગારમંજરી નાના સુભાષિતા સમામા.' સ્નેહભાવને કવિએ આલોકિત કર્યો છે સંયોગશૃંગાર અને તેથીયે વિશેષ વિરહશૃંગારના સવિસ્તર અને www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy