SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય હૃદયંગમ નિરૂપણથી તેમજ સ્નેહ ને એની સાથે સંબદ્ધ વિષયોનાં થોકબંધ સુભાષિતોની ગૂંથણીથી. શૃંગારના આલેખનમાં પરસ્પર પ્રેમભાવની અને વિરહદુઃખની ઉક્તિઓ ઉપરાંત વસંતવિહાર, સમસ્યાચાતુરી વગેરેને સમાવતી પ્રેમગોષ્ઠિ, સૌન્દર્ય-શણગારવર્ણન, બારમાસી, વષવર્ણન, ચંદ્ર, બપૈયો, સારસ વગેરેને સંબોધનો, સખી સાથે સંવાદ, પનિહાં (અભિલાષની ઉક્તિઓ). અણખિયાં (રોષની ઉક્તિઓ), પત્રલેખન આદિ અનેક પ્રયુક્તિઓ કવિએ યોજી છે, અને પ્રસંગાનુરૂપ ગૂંથાયેલાં સુભાષિતોમાં સ્નેહનું સ્વરૂપ, સ્નેહદશાનાં લક્ષણો. વિરહદશાનાં લક્ષણો, સજ્જનસ્નેહ, સજ્જન-દુર્જનસ્વભાવ, સ્નેહ ખાતર દુર્જનસંગ વગેરે અનેક વિષયો આવરી લીધા છે. કૃતિનો અર્ધો ભાગ તો સ્નેહવિષયક ઉક્તિઓ-ઉગારો ને વર્ણનો રોકે છે – સરસ્વતીનું પણ મદનરાયના મંદિર રૂપે નવનવ કડી સુધી સૌન્દર્યવર્ણન થાય છે, સ્નેહતત્ત્વની સુગંધ કૃતિની રગેરગમાં વ્યાપી રહે છે અને કૃતિને કથનપ્રધાનને સ્થાને વર્ણન-ભાવનિરૂપણપ્રધાન બનાવે છે. શૃંગારને અનુષંગે આવેલાં વર્ણનો ઉપરાંત નગરવર્ણન, વનવર્ણન. સૈન્યવર્ણન પ્રભાતવર્ણન વગેરે અન્ય વર્ણનો કવિ આપે છે અને સૌન્દર્યવર્ણનમાં કેશપાશ, સ્તન વગેરેનાં વર્ણનો, વિવિધ ઉપમાનોનો આશ્રય લઈને કડીઓ સુધી વિસ્તારે છે તે કવિનો ઉત્કટ વર્ણનરસ બતાવે છે. વિસ્તૃત વર્ણનો ને ભાવનિરૂપણો. સુભાષિતોની પ્રચુરતા ને એમાં રૂઢોક્તિઓ, કહેવતો ને સમર્થક દૃષ્ટાંતોનો વિનિયોગ, અલંકારરચનાની બહુલા અને વિદગ્ધતા, સમસ્યાઓની પ્રકારભિન્નતા, કૂટતા અને કાવ્યમયતા, વિવિધ છંદો અને દેશીઓ તથા એમની ભાવાનુરૂપતા, કૌશલ્યભરી અને સંતત પ્રાસરચનાઓ. ચમત્કૃતિપૂર્ણ અને પુનરુક્તિ-આશ્રિત પદવિન્યાસો – આ સર્વ જયવંતસૂરિના પાંડિત્યનાં જ નહીં, એમની ઊભરાતી સર્જકતાનાં પણ ઓળખપત્રો છે. શૃંગારમંજરી'ની કથા પરંપરાપ્રાપ્ત છે, પણ એ કૌતુકભરી અને રસિક છે. પશુપંખીની બોલીનું જ્ઞાન ધરાવતી શીલવતી રાત્રિવેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને એનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવા જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. ઉપરાંત કેટલીક ઘટનાઓથી શીલવતીનાં ચાતુર્ય તથા ડહાપણની પ્રતીતિ થાય છે. એ શીલવતીને લઈને પાછા વળે છે, અજિતસનનો વહેમ નિર્મૂળ કરે છે અને પતિપત્ની વચ્ચે સ્નેહની મજબૂત ગાંઠ બંધાય છે. અજિતસેન શીલવતીની મદદથી રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો આપે છે ને મુખ્યપ્રધાનપદ પ્રાપ્ત કરે છે. તે પછી અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થતાં બન્ને પ્રેમીઓને વિરહની વેળા આવે છે. શીલવતી અજિતસેનને પોતાના શીલના પ્રમાણ રૂપે અપ્લાન રહેતું પડા આપે છે. આ વાત જાણવા મળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy