SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૫ ભારતના મર્મની વાણી જ ઐક્યની વાણી છે. એ કારણે ભારતના જે યથાર્થ શ્રેષ્ઠ મહાપુરુષ થયા છે તેમણે મનુષ્યના આત્મા-આત્મામાં સેતુ-નિમણિ કરવાનું ઈછવું છે, બાહ્યાચારોએ ભારતમાં વિવિધ પ્રકારના ભેદને મજબૂત કરી રાખ્યા છે, તેથી ભારતની શ્રેષ્ઠ સાધના એ છે કે બાહ્યાચારોનો વ્યતિક્રમ કરી અંદરના સત્યનો સ્વીકાર કરવો. પરંપરાક્રમથી ભારતવર્ષના મહાપુરુષોનો આશ્રય લઈને આ જ સાધનાની ધારા ચિરકાલથી ચાલી આવે છે' - એ સ્વ. રવિબાબુનું મંતવ્ય આનંદઘનજીને યથાર્થ લાગુ પડે છે. તેઓ “ફક્કડ' હતા, લોકસંજ્ઞાની દરકાર ન કરતાં ધર્મસમાજમાં વિપરીત સ્થિતિ વર્તે છે એમ સ્પષ્ટપણે સૂચવતા. દા.ત. ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાળ-રાજે (૧૪મું સ્ત.) “પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધોઅંધ પુલાય, વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણધરણ નહીં ઠાયઅભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય' (બીજું સ્ત.), “મત-મત-ભેદ રે જો જઈ પુછીએ, સહુ થાપે અહમેવ' (૪થું સ્ત.), દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે. જોગ સામર્થ્ય ચિત્તભાવ જે, ધરે મુગતિ નિદાન રે' (૧૬મું સ્ત.), “એમ અનેક વાદિ-મત-વિભ્રમ, સંકટ પડિયો ન લહે, ચિત્તસમાધિ માટે પુછું, તમ (પ્રભુ) વિણ તત્ત્વ કોઈ ન કહે (રૂ. ૨૦મું) વગેરે. આથી તેઓ લોકપ્રિય કે ગચ્છપ્રિય કે સાધુપ્રિય નહીં થયા. એટલું જ નહીં પણ પોતાનો નિધરિલો માર્ગ અપૂર્વ ને અટૂલો હોઈ લૌકિક અને સાંપ્રદાયિક માર્ગને ઘણા કાળથી વરેલા બીજાઓથી વગોવાયા. લોકોમાં તેમને ‘ભંગડભૂતો' નામ અપાયું. શ્રી મહાવીર પ્રભુનો સત્ય ઉપાસક પોતાને પડતા ઉપસર્ગોને આનંદ-પ્રસન્નતાથી નિર્વેદ કે ખેદ વગર સમભાવે સહે. તેને પોતાના મન પર કોઈ પણ જાતની વિષમ અસર કરવા ન દે અને પોતાની આત્મમસ્તીમાં ગુલતાન – તલ્લીન રહી આત્મજ્ઞાન અને ચિત્તસમાધિથી ધ્યેય પ્રત્યે પ્રતિક્ષણ દૃષ્ટિ રાખી તે વીરત્વથી સાધવા સમસ્ત પ્રકારે સાવધાન અને પ્રયત્નશીલ રહે. આત્મજ્ઞ હોય તે જ શોકની પાર જઈ શકે છે - તરતિ શત્મિવિ. આત્મવિદ્યા જ ખરું સુખ અને સાચી શાંતિ આપી શકે છે. એ એકલવિહારી હતા. પાછલી અવસ્થામાં ગુજરાતને તજીને મારવાડના મીરાંબાઈના પિયર ગામ મેડતામાં રહેતા એમ કહેવાય છે. તેમના સંબંધમાં સંતો વિશે બને છે તેમ અનેક કથાઓ અને વાતો પ્રચલિત થઈ છે. એ સર્વમાં ઊતરવું એ વિસ્તારભયને લીધે અત્ર યોગ્ય નથી. તેમાંથી મુખ્ય સ્વર તે સંતની મહત્તાનો જ નીકળે છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “મીરાંના ઉદ્દગારમાં કૃત્રિમતાનું નામ સુધ્ધાં નથી. મીરાં ગીત ગાઈ ગઈ છે તેનાથી ગાયા વિના રહેવાયું નહીં માટે; સીધું હૃદયમાંથી નીકળ્યું છે, કુદરતી ઝરણાની પેઠે જાણે ફૂટી નીકળ્યું ન હોય. યશનો મોહ અથવા લોકોની વાહવાહ મેળવવાનો કંઈ એ પદનો હેતુ થોડો જ હતો ? જેમ ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy