________________
૨૦૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એક જૈન તરીકે સમન્વયપૂર્વક વિચારશ્રેણીને છણીને જૈન દૃષ્ટિબિંદુ પણ પ્રાયઃ ક્ષતિ ન આવે એ રીતે રજૂ કર્યું છે. સમસ્ત રીતે એક અભ્યાસી તરીકે વિચારતાં મને સ્પષ્ટ લાગે છે કે આનંદઘનજી સત્યશોધક – સત્યના આશક હોઈ તેમણે “પ્રકાશ – મહાપ્રકાશ' મેળવી લીધો હતો. નિરાશા, નિરાધારતા, નિવારી દીધી હતી, વીતરાગ જિન અને તેનાં દર્શન – આગમો પ્રત્યે અવિચલ સંજ્ઞાન શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. છયે દર્શનો અનેકાન્ત જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એ ભાર દઈને તેમણે શ્રી નમિનાથ સ્તવનમાં બતાવ્યું છે. ઉિક્ત સેન મહાશયે આનંદઘન-બાવીશીનો મર્મસ્પર્શી અભ્યાસ કર્યો જણાતો નથી.] એમનાં જિન-સ્તવનો અને પદોમાં એ અટલ શ્રદ્ધા તેમજ અધ્યાત્મ-યોગ ઓતપ્રોત દેખાય છે. એમના અંતરાત્માનો સંપૂર્ણ ઝોક વીતરાગ જ પ્રત્યે વળ્યો હતો એટલું જ નહીં પણ તેની સ્પષ્ટ ઉપલબ્ધિ પણ થઈ હતી. એટલે યોગાદિ પ્રક્રિયામાં તેમનું મન ન માન્યું ને બંસીવાલા' – શ્રીકૃષ્ણ પ્રત્યે દૃષ્ટિ કરી, પછી એ “શ્યામ'ની ભક્તિએ પણ વિપ્લવ જગાડ્યો, જુદી જુદી સાધનાવાળા તેના પર અસર કરવા લાગ્યા અને તે બાબતની “ચમત્કારિક કહાણી’ ૪૮મા પદમાં બતાવી એ સર્વ વાત નિરાધાર બને છે. તેમને તો અચ્છી રીતે વિદિત હતું કે "મત-મત-ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ' (૪થું સ્ત.), છતાં મસ્ત બની પોતાનો માર્ગ પોતે કાઠે જતા હતા – ધીઠાઈ કરી મારગ સંચરું, સગું કોઈ ન સાથ.' શ્રદ્ધા તો અચલ ને અચલિત હતી – “શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ સિરિયા કરે, છાર પર લીંપણું તે જાણો.” (૧૪મું સ્ત.) ગુરુ કેવા જોઈએ અને તેની જરૂર છે એ સંબંધી કહે છે કે “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે, શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે.” (૧૬મું સ્ત.) તથા જુઓ પદ ૬૮મું અને શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે.' (૨૧મું સ્ત.) છતાં જે પવિત્ર અનુભવનો આધાર ગુરુ પર પોતે રાખે છે, જે અનુભવના વિશ્રામ કે વિરામ” ગુરુને પોતે માને છે તે અનુભવ – શુદ્ધ આત્માનુભવ - આત્મપ્રતીતિ પોતાને થયેલ છે – આત્માની ભેટ થઈ છે; અને “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા' પોતાને તે “અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ ૨. અમિત-ફલદાન-દાતારની, જેહની ભેટ થઈ તુજ રે' (૧૬મું સ્ત.) એમ કહી નમન કરે છે. જુઓ “સુહાગણ જાગી અનુભવ પ્રીત' (પદ ૪થું), “મેરે ઘટ જ્ઞાન-ભાનુ ભયો ભોર' (પદ ૧૫મું), “અવધુ ! અનુભવ-કલિકા જાગી' (પદ ૨૩મું) વગેરે, અને પદ ૭૮માં કહેવું છે કે “જગત ગુરુ મેરા મેં જગતકા ચેરા, મિટ ગયા વાદવિવાદકા ઘેરા', “ગુરુકે ઘરકા મરમ મેં પાયા, અકથ કહાની આનંદઘન ભાયા.'
તેઓ યોગી હતા. (જુઓ પદ મું) વળી, સર્વ ધર્મ પ્રત્યે નિષ્પક્ષ ભાવે સમભાવ રાખતા, એ તેમનું ૬૧મું પદ “રામ કહો રહેમાન કહો' એ સ્પષ્ટ કરે છે. ‘ભારતીય સમાજ ભેદ-બહુલ છે, ત્યાં વિધવિધ ભાષા, ધર્મ, જાતિઓ છે, એ કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org