________________
અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૩
પડવા, વિવિધ સાધનાની અંદર થઈને તેમણે માર્ગ કાપવા માંડ્યો. એમની મૂંઝવણ જોઈને લાગ મળ્યો છે એમ સમજીને કેટલાય સંપ્રદાયવાળાઓ તેમને પોતાની તરફ તાણવા લાગ્યા. જબરદસ્તી પણ વાપરી જોઈ. આનંદઘન પણ શું કરે ? તેઓ નિરુપાય હતા, અશક્ત હતા. એમણે સંપ્રદાયના બધા જુલમો સહી લીધા. એક પક્ષવાળા આવે, ધમકાવીને પોતાનો કક્કો ખરો કરાવી જાય. વળી બીજો પક્ષ આવે. તે પણ બળ બતાવી જાય ! આ સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી. જાણે કે કોઈ એક કુળવધુ વખાની મારી બહાર રડવડતી હોય અને સ્વાર્થીઓ વખત વરતીને તેની ઉપર પોતાનો દોર ચલાવે એવી દશા આનંદઘનજી અનુભવી રહ્યા. આ દુઃખની મર્મભેદી કહાણી ઘણી ખૂબીથી એમણે પોતાના પદમાં ઉતારી છેમાયડી ! મુને નિરપખ કિણહી ન મૂકી, નિરપખ રહેવા ઘણું હી ઝૂરી, ધીમે નિજમત મૂકી (કૂકી), માયડી !' (જુઓ પદ ૪૮મું) ગુજરાતી વાચકોને સારુ આ આખા પદનો અર્થ આપવાની જરૂર નથી. શ્રીયુત સેન મહાશય આને “પોતાના સમસ્ત જીવનના દુઃખની ચમત્કારિક કહાણી” કહે છે. ખરું જોતાં એ પદમાં એક નિરાધાર સત્યશોધકનું આકંદ અને તેની સાથે નિર્ભયતાનું કરુણ સુકુમાર સંગીત ભર્યું છે. આનંદઘનજીની સાધના જો સીધી, સહજ ગતિએ ચાલી હોત તો કદાચ વિશ્વ આ માર્મિક વેદનાના સૂર ન સાંભળત. અંતે એ વિકટ માર્ગ પણ કપાય છે અને અંધારી અટવીમાં આથડતો પ્રવાસી, ઉષાનો ઉદય નિહાળી ઉલ્લાસ અનુભવે તેમ આ સત્યશોધકના “ઘટમંદિરમાં દીપક પ્રકટે છે, સહજ જ્યોતિ રેલાય છે, અજ્ઞાનતાની નિંદ તૂટે છે અને અનુભવપ્રીત જાગે છે.” એમ જાણે કોઈ જોગી જગતના ચોકમાં ઊભા રહી આલમને ઉદ્ધોધતો હોય તેમ આનંદઘનજી ઉચ્ચારે છે : “રામ કહો રહેમાન કહો કોલ, કાન કહો મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.” (જુઓ પદ ૬૭મું.) શ્રીયુત ક્ષિતિમોહન સેન, આ બધા ઉદ્દગારો સાથે કબીર, દાદૂ અને રજ્જબજીની વાણીની તુલના કરે છે અને સાધકોના આધ્યાત્મિક અનુભવ દેશકાળના ભેદ વગર કેવા એકરૂપ બને છે તેનો થોડો ખ્યાલ આપે છે. એ પછી પણ મધ્યયુગમાં જે વખતે નિરર્થક આચાર અને વિધિનિષેધની ઘડભાંજમાં લગભગ બધા સંપ્રદાયો ડૂળ્યા હતાતે વખતે જૈન સમાજ ક્યાં હતો અને આનંદઘનજી જેવા પુરુષો, એમની કોટીના બીજા પુરષોથી જુદા કેમ ઝળકી ઊઠ્યા એ રહસ્ય ઉપર પણ શ્રીયુત ક્ષિતિમોહન સેન થોડો પ્રકાશ નાખે છે અને અમે માનીએ છીએ કે એ પ્રકાશ આજે પણ આપણને થોડે ઘણે અંશે ઉપયોગી થઈ
પડશે.”
ઉપર ટાંકેલાં પદ પ૩, ૬૩ અને ૬૪ જો શ્રી આનંદઘનજીનાં હોય, તો તેના મદાર પર ઊભી કરેલી સિદ્ધાંત (theories) અને વિચારશ્રેણીની ઇમારત શ્રી ક્ષિતિબાબુની તર્કશુદ્ધ છે. પરન્તુ ખરું જોતાં તે પદો જ તે અધ્યાત્મયોગીનાં નથી લાગતાં તેથી તેમ હોય તો તે ઈમારત પડી ભાંગે છે. શ્રી સુશીલે તે પર વિચાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org